________________
આશા
૧૩૧
છે; તે ક્ષેત્રપ્રતિબંધ ટાળી સંયમની રક્ષાર્થે કરી છે. પણ બ્રહ્મચર્ય વ્રતમાં કોઈ અપવાદ કહ્યો નથી, કારણકે રાગદ્વેષ વિના તેનો ભંગ થઈ શકે નહિ. આમ સર્વ ઉત્સર્ગ-અપવાદ આજ્ઞા સંયમનું રક્ષણ થાય તેમ જીવના આત્મહિતાર્થે કહી છે.
સમસ્ત પરભાવ-વિભાવથી આત્માને વ્યાવૃત્ત કરી સ્વભાવમાં આણવો, “સ્વભાવમાં રહેવું, વિભાવથી મૂકાવું' એ જ જિન ભગવાનની મુખ્ય આજ્ઞા છે, એ જ શાસન સર્વસ્વ છે, એ જ પ્રવચનસાર છે, એ જ સૂત્રપરમાર્થ છે. વિભાવરૂપ અધર્મમાંથી નિવૃત્તિ કરાવી, સ્વભાવરૂપ ધર્મ પમાડવો એ જ જિનપ્રવચનનું મુખ્ય પ્રયોજન છે, એ જ ઉદેશ છે, એ જ ઉપદેશ છે, એ જ આદેશ છે અને એ જ વત્થસહાવો ધખો વસ્તુનો સ્વભાવ તે ધર્મ એ મહા સૂત્ર પ્રમાણે આત્માનો વાસ્તવિક ધર્મ છે. સમસ્ત દ્વાદશાંગી પણ આ મુખ્ય આજ્ઞા-ધર્મ પ્રવચનના વિવરણરૂપ છે; અને અન્ય સર્વ આજ્ઞા-સાધન પણ આ એક પરમાર્થ આજ્ઞાના યોગક્ષેમાર્ગે છે. આ જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. X Xઅનંત કાળ સુધી જીવ નિજ છેદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે. માટે ક્ષીણમોહ પર્યંત જ્ઞાનીની આજ્ઞાનું અવલંબન હિતકારી છે,'–એમ જાણી સ્વચ્છંદ છોડી આત્માથી જીવે, માબાપ ધુમ્મો મા તવો-આજ્ઞાએ ધર્મને આજ્ઞાએ તપ એ સૂત્ર હૃદયમાં ધારણ કરી, જ્ઞાનીની આજ્ઞાનું અખંડ એકનિષ્ઠ આરાધના કરવા યોગ્ય છે.
અને જે ખરેખરો આત્માર્થી જીવ હોય તે જ આ આજ્ઞાનો અધિકારી છે. આ આજ્ઞાના બે પ્રકાર છે-દ્રવ્ય અને ભાવ. દ્રવ્યના બે અર્થ છે. એક તો તથારૂપ ભાવવિહીન એવું અપ્રધાન દ્રવ્ય; અને બીજું તથારૂપ ભાવનું ઉત્પાદક એવું પ્રધાન દ્રવ્ય. આમાં આત્મભાવના કારણરૂપ પ્રધાન દ્રવ્ય તે જ પ્રશસ્ત હોઈ આત્માથને ઉપકારી છે. આ દ્રવ્ય આજ્ઞાના મુખ્ય અધિકારી તો અપુનબંધકાદિ છે; કારણકે આ લોક-પરલોકની કામનારહિતપણે જે