________________
આકાંક્ષા સ્થાનકે કેમ વર્તવું?
૨૨૩
જ્ઞાની પણ જ્યાં માંડ માંડ બચી શકે છે, ત્યાં અન્ય સામાન્ય મુમુક્ષુએ તો વિષયભોગથી વિષયવિરક્તિ થશે એવો ભ્રાંત ખ્યાલ છોડી દઈ, જેમ બને તેમ વિષયોના આકાંક્ષા સ્થાનકોનો દૂરથી જ ત્યાગ કરવા યોગ્ય હોય એમાં પૂછવું જ શું?
કારણકે ભોગથી તેની ઈચ્છાવિરતિ માનવી તે તો એક ખાધેથી ભાર ઉતારી બીજી ખાતે ભાર આરોપવા બરાબર છે. અર્થાત્ વાસનાનો અનુબંધ ચાલુ હોવાથી ઈચ્છાવિરતિ થવી શક્ય નથી. આમ સમજી મુમુક્ષુ પુરુષે વિષયાકાંક્ષા દૂરથી પરિહરવી ઘટે છે, અને કદાચિત પ્રારબ્ધોદયથી તેના આકાંક્ષા સ્થાનકે વર્તવું પડે, તોપણ તેમાં ઉદાસીનતા રાખી, ‘અહબુદ્ધિ છોડી દઈ રોગરૂપ જાણી’ પ્રવર્તવું ઘટે છે. તેમજ-આ જે દુષ્ટ અનિષ્ટ ભોગપ્રવૃત્તિમાં હું પ્રવર્તે છું, તે માત્ર મારૂં શિથિલપણું-મંદવીર્યપણું છે, એમ ક્ષણે ક્ષણે પુન: પુન: ખેદ પામતા રહી, મુમુક્ષુ પુરુષે મહતુ પુરુષોના ચરિત્રનું સ્મરણ કરી, તે આકાંક્ષા સ્થાનકોથી પાછા હઠી, શૂરવીરપણે વિષયવાસનાનો જય કરવા યોગ્ય છે. અને આ જય માટે જેમ બને તેમ ત્વરાથી પંચ વિષયના સાધનોના પ્રસંગની નિવૃત્તિ કરી પુન: પુન: વિચારથી કરી તેનું તુચ્છપણું ભાવવા યોગ્ય છે. જેમકે
હે ચેતન! તને આ જડને ચલ જગતની એકરૂપ પુદ્ગલનો ભોગ ઘટતો નથી. આ પુગલો સર્વ જીવોએ અનંતવાર ભોગવીને મૂકી દીધેલા છે. તે તેઓના ઉચ્છિષ્ટ ભોજન જેવા, એઠ જેવા છે. આવી પ્રગટ અશુચિરૂપ એઠ કોણ ખાય? ને પોતાના પરમ શુચિ આત્મસ્વરૂપને કોણ ભ્રષ્ટ કરે? વળી હે ચેતન! આ પુદ્ગલભોગ અનિત્ય છે, ક્ષણધ્વસી છે. જે પૌદ્ગલિક વિષયભોગ સરસ ને પ્રિય લાગતા હતા, તે ક્ષણવારમાં વિરસ અને અપ્રિય થઈ પડે છે. રાજસંપદાથી કે સ્વર્ગસંપદાથી પ્રાપ્ત થતા ભોગ પણ દુર્ગધી કદન જેવા છે. માટે નિત્ય સરસ એવા ચૈતન્યરસમય નિજાત્મસ્વરૂપનો આસ્વાદ છોડીને, તેવા અનિત્ય વિરસ પુદ્ગલ કદન્તને કોણ ચાખે? વળી હે ચેતન! પાંચે ઇંદ્રિયના વિષયભોગ પરિણામે અત્યંત દુ:ખદાયી છે. સ્પર્શનેંદ્રિયને