________________
૨૨૪
પ્રશાવબોધ મોક્ષમાળા
વશ થવાથી મદોન્મત્ત હાથી પણ બંધન પામે છે. રસનેંદ્રિયને વશ થવાથી માછલું સપડાઈને તરફડી તરફડીને મરે છે. ઘાણેદ્રિયને વશ થવાથી ભમરો કમળમાં પૂરાઈ જઈ પ્રાણાંત દુ:ખ પામે છે. ચક્ષુ ઇંદ્રિયને વશ થવાથી પતંગીઓ દીપકમાં ઝંપલાવી બળી મરે છે. શ્રોત્રંદ્રિયને વશ થવાથી મૃગલાં પારધિની જાળમાં ફસાઈ પડે છે. આમ એકેક ઇંદ્રિયવિષયના પરવશપણાથી પ્રાણી દારુણ વિપાક પામે છે. તો પછી પાંચે ઇંદ્રિય જ્યાં મોકળી હોય, ત્યાં તો પૂછવું જ શું? વળી હે ચેતન! આ અનાદિ સંસારમાં તે અનેક વાર દેવલોકાદિના અનંત સુખ ભોગવ્યા, છતાં તને તૃપ્તિ ઉપજી નથી અને હજુ ભૂખાળવાની જેમ જાણે કોઈ દિવસ દીઠા ન હોય એમ તું આ મનુષ્યલોકના તુચ્છ કામભોગની આકાંક્ષા કરે છે! તો તેથી તેને શી રીતે તૃપ્તિ ઉપજશે? સાગરજલથી જે તૃષા નથી છીપી, તે ગાગરજલથી કેમ છીપશે? માટે આવા તૃષ્ણાતાપ ઉપજાવનારા દારુણ વિષયસુખથી શું સયું! આ પુદ્ગલભોગ સર્વથા અશુચિ, અનિત્ય, દુ:ખમય અને તૃષ્ણાતાપ ઉપજાવનાર છે; અને ત્યારું સ્વરૂપ તો હે ચેતન! પરમ શુચિ, નિત્ય, પરમ સુખમય ને આત્મતૃપ્તિજન્ય પરમ શાંતિ ઉપજાવનારું છે. માટે હવે તું પરપરિણતિરસરૂપ પુદ્ગલભોગની આકાંક્ષા છોડી દઈ, સ્વસ્વરૂપરસના ભોગનો આસ્વાદ લે! (દોહરા) અશુચિ અશરણ અશાશ્વતો, પુદ્ગલભોગ કદન્ન;
શુચિ શરણ તું શાશ્વતો, ભોગવ સ્વરૂપ સદન.