________________
મુનિધર્મ યોગ્યતા
૨ ૨૫
शिक्षापाठ ८३ : मुनिधर्म योग्यता
જ્યાં સર્વ પરભાવ-વિભાવની આકાંક્ષા વિરામ પામે છે, એવા સર્વવિરતિરૂપ મહાન મુનિધર્મના ગ્રહણ માટે કેટલી બધી યોગ્યતા હોવી જોઇએ? કારણકે મુનિધર્મ અથવા ભાગવતી દીક્ષા એ નામ જ ઉત્તમ ગૌરવ ભરેલું છે. ભગવાન વીતરાગદેવે જે અંગીકાર કરી પરમ ધન્ય કર્યો હતો, તે ઉત્તમ મુનિભાવરૂપ સંસ્કારનું આત્મામાં સ્થાપિતપણું તેનું નામ ભાગવતી દીક્ષા. વીતરાગ જ્ઞાની પુરુષ જેવા પુરુષસિંહે આચરેલી દ્રવ્ય-ભાવ નિગ્રંથ ચર્યા આદરવી, તે મહા ક્ષમાશ્રમણે આશ્રય કરેલા વિશુદ્ધ દર્શન-જ્ઞાનપ્રધાન આશ્રમનો આશ્રય કરી સામને-સમભાવરૂપ શ્રમાણપણાને ભજવું તેનું નામ ભાગવતી દીક્ષા. આવી ભગવંતના જેવી ઉત્તમ વીતરાગ દશા સાધવાની જ્યાં પ્રતિજ્ઞા લેવાની હોય, તે ભાગવતી દીક્ષા કેવી ઉત્તમ વસ્તુ છે? અને તેનું પાત્ર પણ કેવું ઉત્તમ હોવું જોઈએ ? આ વીરમાર્ગે ગમન કરવામાં કાયર જનોનું કામ નથી. આત્મપરાક્રમી એવા વીર પુરુષસિંહો જ આને ગ્રહણ કરી દીપાવી શકે છે. એટલા માટેજ શ્રી હરિભદ્રસૂરિએ ષોડશકમાં સમ્યગુદર્શનયોગથી સમ્યજ્ઞાન સતે સત્ત્વવંતનેજ તત્ત્વથી આ દીક્ષાનો અધિકારી કહ્યો છે; પણ ઇતરની દીક્ષાને તો વેષવિડંબક ‘વસંત નૃપ સદશ’ કહી છે. શ્રેયનું દાન કરનારી અને અશિવનું પણ કરનારી આ યથાર્થનામાં “દીક્ષા” યથોદિત જ્ઞાનીને જ નિયોગથી સાધ્વી હોય છે; અથવા તેવા જ્ઞાની ગીતાર્થનિશ્રિત તથારૂપ સુપાત્રને પણ તેમજ હોય છે.
કારણકે આવો મેરુ સમો વ્રતભાર જ્યાં ધારણ કરવાનો છે એવી ભાગવતી દીક્ષા ગ્રહણ કરવા માટે પણ કેટલી બધી યોગ્યતા જોઈએ? કેટલી બધી પૂર્વસેવા-પૂર્વ તૈયારી જોઈએ? કેટલો બધો દીર્ઘકાલીન આત્મભાવનામય અભ્યાસ જોઇએ? કેટલો બધો ઉત્કૃષ્ટ વૈરાગ્ય જોઈએ? કેવા સંવેગગ જોઈએ? કેવો આત્મોલ્લસમય પરમ ઉત્સાહ જોઈએ? કેવી ધીરતા જોઇએ? કેવી વીરતા જોઇએ? કેવી સ્થિરતા જોઈએ? તેની પાત્રતા માટેના આ ઉત્તમ લક્ષણો ધર્મબિન્દુમાં સ્પષ્ટપણે દર્શાવ્યા છે : (૧) જે આર્ય દેશમાં ઉત્પન્ન હોય,