________________
૨૨૬
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
(૨) વિશિષ્ટ જાતિ-કુલસંપન્ન હોય, (૩) જેના કર્મમલ ક્ષીણપ્રાય હોય, (૪) એથી કરીને જ જે વિમલબુદ્ધિ હોય, (૫) મનુષ્યપણું દુર્લભ છે, જન્મ મરણનું કારણ છે, સંપદાઓ ચપલ છે, વિષયો દુ:ખના હેતુ છે, સંયોગમાં વિયોગ છે, પ્રતિક્ષણે મરણ છે, કર્મનો વિપાક દારુણ છે, એમ જેણે સંસારનું નિર્ગુણપણું-નિ:સારપણું જાયું હોય, (૬) તેથી કરીને જ તે સંસારથી જે વિરક્ત હોય, (૭) જેના કષાય અત્યંત કુશ, પાતળા, દુબળા પડી ગયા હોય અર્થાત્ જે મંદકષાયી હોય, (૮) અલ્પ હાસ્ય-રતિ-અરતિ હોય, (૯) કૃતજ્ઞ હોય, (૧૦) વિનીત હોય, (૧૧) પૂર્વ પણ રાજા-અમાત્ય આદિને બહુમત હોય, (૧૨) અદ્રોહકારી હોય, અર્થાત્ દેવ, ગુરુ, ધર્મ, રાજ, દેશ, સમાજ વગેરેનો જે દ્રોહ કરનાર ન હોય, (૧૩) કલ્યાણ અંગવાળો ભદ્રમૂર્તિ હોય, (૧૪) શ્રાદ્ધ-સમ્યક શ્રદ્ધાવંત હોય, (૧૫) સ્થિર હોય, (૧૬) સમુ૫૫ન્ન હોય, અર્થાત્ સમ્યક પ્રકારે સદ્ગુરુશરણે આવેલો-આત્મસમર્પણ કરનારો હોય. આ સોળે ગુણ જેનામાં હોય તે ઉત્તમ પાત્ર છે, પાદ ન્યૂન ગુણ હોય તે મધ્યમ પાત્ર છે, અને અર્ધન્યૂન ગુણ હોય તે જઘન્ય પાત્ર છે. તેમાં એટલી વિશિષ્ટતા છે કે અલ્પ પણ અસાધારણ ગુણો હોય તો તે કલ્યાણ-ઉત્કર્ષના સાધક હોય છે.
દીક્ષા દેનાર ગુરુએ પણ પોતાની જોખમદારી બરાબર સમજી આ ગુણોની સમ્યક પરીક્ષાપૂર્વક, લેનાર પાત્રની મુનિધર્મ યોગ્યતા ચકાસવા યોગ્ય છે. મહીનાના મહીના સુધી સાથે ફેરવી, ‘તું દીક્ષા લે! દીક્ષા લે!' એવી પ્રેરણા કરવાની, કે અનેક પ્રકારના કાવાદાવા કરી ભગાડવાની વાત તો કયાંય દૂર રહી, પણ સ્વયં દીક્ષા લેવા ઉપસ્થિત થયેલાને પ્રથમ તો ઊલટો સામો પ્રશ્ન કરવા યોગ્ય છે-હે વત્સ! તું દીક્ષા શું નિમિત્તે લેવા ઇચ્છે છે? ઉત્તરમાં સહજ ભવવૈરાગ્ય સિવાય બીજું કંઈ પણ કારણ ન હોય, તો તે પ્રશ્નશુદ્ધ છે એમ જાણી, તેને મુનિધર્મના આચારની કઠિનતાનો ને દુષ્કરતાનો પૂરેપૂરો ખ્યાલ આપવા યોગ્ય છે,–કે આ દીક્ષા તે તો લોઢાના ચણા ચાવવાના છે તે વેળુના કોળીઆ ભરવાના છે; જિનોની આજ્ઞા સમ્યક આરાધવામાં આવતાં જેમ મહા સુખદાયી મોક્ષફલ છે, તેમ સંયમભંગથી વિરાધવામાં આવતાં