________________
મુનિધર્મ યોગ્યતા
૨૨૭
મહાદુઃખદાયી સંસારફલ છે; કારણકે કર્મવ્યાધિના લયનિમિત્ત એવી સંયમરૂપ ભાવકિયા અંગીકાર કરી, પછી અસંયમરૂપ અપથ્ય સેવે, તો આજ્ઞાભંગાદિ કારણે અધિક તીવ્ર કર્મ ઉપાર્જ, ઈત્યાદિ પ્રકારે સમ્યક આચાર કથન કરી, બાહ્ય દેખાવોથી છેતરાયા વિના તેની નિપુણપણે પરીક્ષા કરવા યોગ્ય છે; અર્થાત્ તેના સમ્યકત્વ, જ્ઞાન, ચારિત્રપરિણામ આદિ કેવા છે, તેની યાવત્ છ માસ પર્યત વિચક્ષણપણે ચકાસણી કરવા
ગ્ય છે. આ સમસ્ત નિર્દભ વિધિની અગ્નિપરીક્ષામાંથી સમુત્તીર્ણ થા તો જ તેની મુનિધર્મયોગ્યતા જાણી, તેના ગુરુજનાદિની અનુજ્ઞાપૂર્વક સવિધિ દીક્ષા આપવા યોગ્ય છે.
આમ સ્વયં દીક્ષા લેવા ઉપસ્થિત થયેલો પુરુષ ગુરુને આત્મનિવેદન-આત્મસમર્પણ કરે; અને ગુરુ પણ શિષ્યમાં સમ્યકત્વાદિ ગુણારોપણ કરવાની એકાંત અનુગ્રહબુદ્ધિથી જ તેનો અભ્યપગમ-સ્વીકાર કરે,-નહિ કે ચેલાએલી મૂડી પોતાનો શિષ્ય પરિવાર વધારવાની અધમ ક્ષુદ્ર બુદ્ધિથી. મુનિધર્મ-યોગ્યતા અંગે આ બધું એટલા માટે વિચારવા યોગ્ય છે કે દ્રવ્યસાધુત્વ ભાવસાધુત્વ સંયુક્ત હોય અથવા ભાવસાધુત્વનું કારણ થઈ પડે તો જ તેનું સફળ પણું છે, નહિ તો વેષવિડંબના માત્ર જ થાય અને નામ મોટું ને દર્શન ખોટું થઈ પડે! (દોહરા) દીક્ષા ભાગવતી જ જે, કરી ભગવંતે ધન્ય;
તે ભાગવતી દીક્ષાની, યોગ્યતા પણ અનન્ય. મહાન આ મુનિધન, યોગ્ય મહાગુણપાત્ર; યોગ્યતા વિણ લીધે દીધે, વેષવિડંબન માત્ર.