________________
૨૨૮
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
शिक्षापाठ ८४ : प्रत्यक्ष अने परोक्ष
પ્રત્યક્ષ કે પરોક્ષ જ્યાંલગી આત્મસ્વરૂપ જાણ્યું નથી, ત્યાંલગી જ જીવ મોહ પામી પરવસ્તુની આકાંક્ષાથી વિરતિરૂપ વિરામ પામતો નથી; પણ સ્વપર-પ્રકાશક જ્ઞાન થયે તેનો આ મોહ નિવર્તે છે આ જ્ઞાન એ જ પ્રમાણ છે, અને પ્રમેયનો વિનિશ્ચય પ્રત્યક્ષ-પરો એમ બે પ્રકારે થાય છે, એટલે પ્રમાણ પણ પ્રત્યક્ષ અને પરો પ્રકારનું છે. અપરોક્ષપણુ અર્થનું ગ્રાહક એવું જે પ્રમાણ તે રક્ષ પ્રમાણ; અને તેથી ઇતર એટલે કે પરોક્ષપણે અર્થનું ગ્રાહક તે ગ્રહણ અપેક્ષાએ પરોક્ષ પ્રમાણ આ પ્રમાણ છે તે અભ્રાંત છે. કારણકે પ્રમાણ ભ્રાંત છે એમ કહેવું તે વદતોવ્યાઘાત છે. એટલે કલ્પનાથી પર એવું પ્રત્યક્ષ પ્રમાણ તો સાક્ષાત પરમાર્થસત્ અનુભવરૂપ હોવાથી અભ્રાંત છે જ; પરંતુ સાધ્ય અવિનાભાવી લિંગથી સાધ્યનો નિશ્ચય કરાવનારૂં એવું પરોક્ષ અનુમાન પ્રમાણ તેમજ આપ્તપ્રણીત આગમનરૂપ શાબ્દ પ્રમાણ પણ અભ્રાંત છે. આ પ્રત્યક્ષ-પરોક્ષ બન્ને પ્રમાણ સ્વનિશ્ચયની જેમ બીજાઓને પણ તેવો નિશ્ચય ઉપજાવનાર છે, એટલે પરાર્થ પ્રમાણરૂપ પણ છે.
ઇંદ્રિયોથી દેખાય તે પ્રત્યક્ષ એમ લોકદષ્ટિમાં મનાય છે, પણ શાસ્રકારની દૃષ્ટિએ તો જે ઇંદ્રિયપ્રત્યક્ષ છે તે પ્રત્યક્ષ નહિ પણ પરોક્ષ છે. કારણકે આત્માથી અતિરિક્ત-પર એવા મન-ઇંદ્રિયના પરાવલંબનની જ્યાં અપેક્ષા છે તે પરોક્ષ છે; અને જ્યાં તેવી અપેક્ષા નથી એવું જે આત્મસાક્ષાત્ છે તે પ્રત્યક્ષ છે. એટલા માટે જ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ ને કેવલ એમ જે પાંચ પ્રકારનું જ્ઞાન કહ્યું છે, તેમાં મતિ અને શ્રુત એ બે જ્ઞાન પર એવા મન-ઇંદ્રિયના નિમિત્તથી ઉપજતા હોવાથી પરોક્ષ છે; અને અવધિ મન:પર્યવ ને કેવલ એ ત્રણ જ્ઞાન પરસહાયની અપેક્ષા વિના આત્માને સાક્ષાત્ થતા હોવાથી પ્રત્યક્ષ છે. તેમાં પણ અવિધ અને મન:પર્યવ સર્વથા સંપૂર્ણ પ્રત્યક્ષ નહિ હોવાથી દેશ-પ્રત્યક્ષ છે; અને કેવલજ્ઞાન સર્વથા સંપૂર્ણ