________________
પ્રશાવબોધ મોક્ષમાળા
આત્મભાવમાં વર્તે. ચતુર્વિશતિસ્તવ કરતાં પ્રભુનો સહજત્મસ્વરૂપ ભાવ ચિંતવે, સદ્ગુરુવંદન કરતાં તેમનું આત્મારામીપણું ભાવે. પ્રતિક્રમણ કરતાં સ્વરૂપાતિક્રમ દોષની ક્ષમા યાચી, સ્વરૂપસ્થાનમાં પ્રતિ–પાછું કમણ-ગમન કરે. અને કાયોત્સર્ગ કરતાં દેહાતીત દશાનો અનુભવ અભ્યાસ કરે. આમ સર્વ કિયા તે આરાધક પુરુષ અધ્યાત્મપરિણતિરૂપ ભાવક્રિયાના અનુસંધાનપૂર્વક કરે; અને ચઢતા પરિણામ રાખી ઉત્તરોત્તર ક્રિયાશુદ્ધિથી પ્રીતિઅનુષ્ઠાન આદિ ચાર પ્રકારની અનુષ્ઠાન કક્ષાઓને સ્પર્શે અર્થાત્ પ્રસ્તુત ક્રિયા પ્રત્યેના પરમ પ્રેમથી પ્રીતિઅનુષ્ઠાન આદરે. પરમ પ્રીતિયુક્ત પૂજ્યભાવથી ભક્તિ અનુષ્ઠાન આદરે. શાસ્ત્રવચન અનુસાર યથાસૂત્ર આદર્શ આચરણરૂપ વચન અનુષ્ઠાન આદરે. અને પછી અભ્યાસજન્ય દઢ સંસ્કારથી વચનના સંગ-અવલંબન વિના આપોઆપ પ્રવર્તતું, એવું સર્વ પરભાવવિભાવના સંગસ્પર્શ વિનાનું અસંગ અનુષ્ઠાન આદરે અને આમ અમૃતક્રિયાના અનુષ્ઠાનથી આત્માને અમૃત કરે. (દોહરા) વિષ ગર ક્રિયા વિક્રિયા, અક્રિયા અનનુષ્ઠાન;
તદ્ધતુ અમૃત સકિયા. આત્માર્થે અનુષ્ઠાન.
સ્વરૂપના લક્ષ્ય કરી, યોગ અવંચક હોય; તો કિયા અવંચક અને, ફલ અવંચક જોય.