________________
ક્રિયા
૭૧
હોઈ અફળ છે, અથવા ચારે ગતિમાં રખડવારૂપ અનેક ફળ આપનાર છે. આવા વંચક યોગ, વંચક ક્રિયા ને વંચક ફ્લરૂપ અનંત સાધન સેવવામાં આ જીવે મણા રાખી નથી. પણ મૂર્તિમાત્ સત્સ્વરૂપ સત્પુરુષના યોગ વિના, ‘સંત ચરણ આશ્રય વિના,' સ્વરૂપનો લક્ષ્ય નહિ થયો હોવાથી, તે સર્વ સાધનો લક્ષ્ય વિનાના બાણની પેઠે, પરમાર્થે નિષ્ફળ ગયા છે; ઠગની જેમ જીવને ઠગનારા-વંચનારા ‘વંચક’ બન્યા છે. તે તે સાધન સ્વરૂપે સાચા છતાં, જીવની ઊંધી સમજણને લીધે, અથવા મમત્વને લીધે, અથવા દુષ્ટ અભિમાનને લીધે જીવને બંધન થઈ પડયા છે ! ‘સૌ સાધન બંધન થયા!' પણ સાચા સદ્ગુરુની સ્વરૂપઓળખાણરૂપ અવંચક યોગથી સ્વરૂપનો લક્ષ્ય પામી, તે સ્વરૂપની સાધક એવી સત્ અવંચક યોગ–· ક્રિયા કરે, યોગાવંચક-ક્રિયાપંચક કરે, તો શુદ્ધ આત્મસિદ્ધિરૂપ સત્ અવેંચક ફ્લની—લાવંચકની પ્રાપ્તિ થાય; સ્વરૂપ ઓળખી, સ્વરૂપ સાધે, તો સ્વરૂપ પામે. આ ઉપરથી આ પરમાર્થ ફલિત થાય છે કે આત્મસાધન કરવા ઈચ્છતા આત્માર્થી સાધકે એટલું અવશ્ય ગવેષવા યોગ્ય છે કે આપણે જે આ સાધન સેવીએ છીએ તે ખરેખર મોક્ષહેતુરૂપ થઈ પડે છે કે કેમ ? ઈષ્ટ આત્મસિદ્ધિરૂપ સાધ્ય મધ્યબિન્દુ પ્રત્યે લઈ જાય છે કે કેમ ? સાધ્ય લક્ષ્યબિન્દુ ચૂકી જઈ, લક્ષ્ય વિનાના બાણની પેઠે, આ મારા યોગ- ક્રિયા-લ વંચક
તો નથી થઈ પડતા ને? અવંચક જ રહે છે ને?
તાત્પર્ય કે–જેમ રાધાવેધ સાધનારા બાણાવળીનો લક્ષ રાધાની (પૂતળીની) કીકી પર જ હોય, તેમ આરાધક પુરુષ · સતત આત્મસિદ્ધિનો જ લક્ષ રાખી સર્વ આરાધના કરે, સર્વ આત્મસાધન સેવે; જ્ઞાનની ખાલી પોકળ વાતો કરવારૂપ શુષ્કજ્ઞાનીપણું નહિ કરતાં, શમસંવેગાદિ તથા સમિતિગુપ્તિ આદિ સર્વ ‘પરમાર્થહેતુ મૂળ વ્યવહાર' આચરે; તેમજ અંતર્ભેદ રહિતપણે- અનુપયોગપણે યંત્રવત્ કરાતી બાહ્ય ક્રિયામાં રાચવારૂપ ક્રિયાજડપણું નહિ કરતાં, તે તે અવશ્ય કરવા યોગ્ય ષટ્આવશ્યકાદિ ક્રિયામાં આત્મોપયોગપણે ઊંડા ઉતરી તેનો અધ્યાત્મરસ ચાખે. જેમકે-સામાયિકની પ્રતિજ્ઞા લેતાં તે સમભાવમાં સ્થિતિ કરે, પ્રત્યાખ્યાન કરતાં પરભાવ પચ્ચખે, સ્વાધ્યાય કરતાં