________________
તહિ સુજન ચકોરો, હાઈ આનંદ પામે, સુમન કુમુદ કેરો પૂર્ણ ઉદ્ધોધ જામે. ૭
મન્દકાન્તા બાલ્યાવસ્થા મહીં મરણ કો ભાળી સંવેગ વેગે, જેને જાતિસ્મરણ ઊપજ્યુ પૂર્વજન્મો જ દેખે; એવી એવી સ્મૃતિ બહુ થઈ કર્મના બંધ છૂટ્યા, તૂટ્યા જ્ઞાનાવરણ પડદા જ્ઞાન અંકુર ફૂટ્યા. ૮ જાગ્યો આત્મા વિણ પરિશ્રમે તત્ત્વસંસ્કારધારી, તત્ત્વોબોધે લઘુ વય છતાં વૃદ્ધ જ્ઞાનાવતારી; ને ભાવંતો જિન સ્વરૂપને ભાવિતાત્મા મહાત્મા, આરોધો આ સ્વરૂપ પદની શ્રેણિએ દિવ્ય આત્મા. ૯
માલિની શતમુખ પ્રતિભાના ઓજપુંજે લસંતા, કવિ શતાવધાની ભાવનાબોધવંતા; દરશન સુપ્રભાવી ગૂંથી જેણે રસાળા, દિન ત્રણ મહિ વર્ષે સોળમે મોક્ષમાળા. ૧૦ ષડ દરશન કેરો સાર જેમાં સમાવ્યો, નવનીત શ્રુતઅબ્ધિ મંથી જેમાં જમાવ્યો; અનુભવરસગંગા પ્રાપ્ત જે સુપ્રસિદ્ધિ, અમૃત અવનિનું તે રાજની આત્મસિદ્ધિ. - ૧૧ પથ પર પદ બોધ્યો વીતરાગાનુસારી, શ્રવણ મૂળ કરાવ્યો જિનનો માર્ગ ભારી; ધન દિન લલકાર્યો ધર્મ સાચો ઉધાર્યો, સુઅવસર અપૂર્વી દિવ્ય દ્રષ્ટા સુગાયો. ૧૨ કવિવર પર જ્યોતિર્ધારી શ્રીમદ્ અનેરો, પરમ મરમ ભાખ્યો લોક પુરૂષ કેરો; જિન પદ જન જોગી ઇચ્છતા તેહ ગાયો, જિન પ્રવચન સિન્ધ બિન્દુમાંહી સમાવ્યો. ૧૩
(૧૩)