________________
૧૦૬
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
शिक्षापाठ ४१ : शरीर દેશધર્મ કે મુનિધર્મ નું પાલન કરવું એ જ આ નિ:સાર શરીરનો સાર છે. આ ધર્મનો રંગ જ સાચો રંગ છે, બાકી બીજે બધો રંગ પતંગ છે. દેહ ભલે જીર્ણ થાય, પણ ધર્મરંગ કદી જીર્ણ થતો નથી. ઘાટ-ઘડામણ ભલે જાય, પણ સોનું વિણસતું નથી. માટે આ દેહરૂપ વૃક્ષ નીચે જીવ મુસાફર ક્ષણિક વિસામો લેવા બેઠો છે, એમ જાણી ધર્મ-સાધન વડે જેટલું બને તેટલું આત્માર્થનું કામ કાઢી લઈ, પાકા વાણીઆની પેઠે આ શરીરનો કસ કાઢવો એ જ વિચક્ષણ મુમુક્ષુનું કર્તવ્ય છે. કારણકે ‘અનંતવાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી, સર્વ દેહાર્થિની કલ્પના છોડી દઈ, એક આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈ એ.’ એટલે મનુષ્યપણારૂપ ધર્મબીજની સત્કર્મ ખેતી વડે આત્માર્થ સાધી તે અમૂલ્ય માનવદેહનું સાર્થક્ય કરે જ છે.
પણ મંદબુદ્ધિ ભવાભિનંદી જીવો આ ધર્મબીજરૂપ મનુષ્યપણાનું તેવું સાર્થક્ય કરવાને બદલે તે બીજને વેડફી નાંખી, અમૂલ્ય આત્માર્થ હારી જાય છે; અને યોગસાધનને બદલે શરીરનો ભોગસાધનરૂપ હીન ઉપયોગ કરી, કાગડાને ઊડાડવા માટે ચિંતામણિરત્ન ફેંકી દે છે! કારણ કે “આ ભવ મીઠા પર કોણ દીઠા” એમ માત્ર વર્તમાનદર્શી આ લોકો, મુખેથી ધર્મનું નામ લેતાં છતાં, આચરણમાં તો ખાવું, પીવું ને ખેલવું, Eat, drink & be mery, એ ચાર્વાક સિદ્ધાન્તને જ અમલમાં મૂકે છે. એટલે તે વિષયોના કીડા વિષયોનો કેડો મૂકતો નથી ને વિષ્ટાના ભ્રમરની પેઠે તેની પાછળ પાછળ ભમ્યા કરે છે! અને જે જડ દેહના સંબંધની ખાતર આ બિચારા આટલી બધી વેઠ ઊઠાવે છે, તે દેહનો સંબંધ તો ઊલટો તેને બંધરૂપ બની ભવભ્રમણ દુ:ખ આપે છે. છતાં આશ્ચર્યની વાત તો એ છે કે-જે દેહ પોતે નથી તે દેહની ખાતર જીવ ચોવીસે કલાક આટલી બધી વેઠ ઉઠાવે છે! અને જે આત્મા પોતે છે તેની ખાતર કંઈ પણ કરવાની આ બાપડાને એક