________________
શરીર
૧૦૭
મીનીટની ફુરસદ મળતી નથી !! વાસ્તવિક રીતે તો દેહાથ અર્થે જેટલી કાળજી, જેટલી જહેમત, જેટલો પરિશ્રમ અને જેટલો ઉત્સાહ આ જીવ દાખવે છે, તેના કરતાં અનંતગણી કાળજી, અનંતગણી જહેમત, અનંતગણો પરિશ્રમ અને અનંતગણો ઉત્સાહ તેણે આત્માર્થ અર્થે. દાખવવો જોઈએ; દેહને અર્થે આત્મા નહિ ગાળતાં આત્માને અર્થે દેહ ગાળવો જોઈએ; અને ત્યારે જ કલ્યાણ છે.
માટે દેવાર્થની મૂછ ટાળવા માટે આત્માર્થીએ આ શરીરનું સ્વરૂપ ભાવવા યોગ્ય છે: “શીયત ઈતિ શરીરે,” શીર્ણ થાય, જીર્ણ થાય, તે શરીર એવો તેનો વ્યુત્પજ્યર્થ જ તેનું પૂરણ-ગલનરૂપ પુલ સ્વરૂપ દાખવે છે. જ્ઞાનીઓએ આ શરીરને ભિદુર, વિધ્વંસનધમાં, અધ્રુવ, અનિત્ય, અશાશ્વત, ચયાપચયિક અને વિપરિણામી કહેલ છે તે અત્યંત સત્ય છે કારણ કે ‘પૂર યુવાવસ્થામાં અને સંપૂર્ણ આરોગ્યાવસ્થામાં વર્તતો' હૃષ્ટપુષ્ટ દેહ પણ, કાચની બરણી જેમ ક્ષણવારમાં ભેદ પામી ત્રુટી પડે એવો ભિદુર ક્ષણભંગુર છે. આ કાયા મળમૂત્રાદિ અશુચિની ખાણ છે, રોગ-જરાનું નિવાસનું ધામ છે. એમાં મોહ પામવા જેવું છે શું? આ અશુચિમય કાયાનો હારનો ભાગ અંદરમાં ને અંદરનો બહારમાં હોત, તો એના ચીતરી ચડે એવા સ્વરૂપ સામું પણ કોઈ ન જોત, અથવા જાનાદિકથી તેનું રક્ષણ કરવું મુશ્કેલ થઈ પડત. મરણ આગળ સર્વ દેહધારી જીવો અશરણ છે. શ્રી ઋષભદેવાદિ જેવા પરમ યોગીશ્વરો પણ આ દેહને રાખી શક્યા નથી. માટે આવા અનિત્ય, અશુચિ, અશરણ અને અશાશ્વત શરીર દ્વારા નિત્ય, શુચિ, સશરણ અને શાશ્વત આત્માનું કલ્યાણ સાધવાનું પ્રયોજન જ આત્માર્થી પુરુષ કરે છે; અને ધર્મસાધનરૂપ શરીરનૌકા વડે સંસારસમુદ્ર તરી જવાનો અપૂર્વ પુરુષાર્થ આદરે છે. કારણકે પંચવિધ શરીરમાં ઔદારિક એવા માનવદેહથી જ મોક્ષ મળે છે.
આ પંચવિધ શરીરનું સ્વરૂપ સમજવા યોગ્ય છે : ઔદારિક, વૈકિય, આહારક, તેજસ્ અને કાશ્મણ એમ પાંચ શરીરો છે. તેમાં આગળ આગળનું શરીર છે તે ઉત્તરોત્તર સૂક્ષ્મ છે. સ્કૂલ-ઉદાર