________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
ગ્રંથિ-ગાંઠ પડે છે, અને તેથી અનંતાનુબંધી ક્રોધ-માન-માયાલોભ એ અનંત સંસારનો અનુબંધ કરનારા તીવ્ર કષાયોની આમ ઉત્પત્તિ થાય છે : “જે સંસાર અર્થે અનુબંધ કરે છે તે કરતાં પરમાર્થને નામે, ભ્રાંતિગત પરિણામે, અસદ્ગુરુ, દેવ, ધમને ભજે છે તે જીવને ઘણું કરી અનંતાનુબંધી કોધ, માન, માયા, લોભ થાય છે.' આ અનંતાનુબંધી ચાર તથા ‘મિથ્યાત્વમોહિની, મિશ્રમોહિની' સમ્યકત્વમોહિની એ ત્રણ એમ એ સાત પ્રકૃતિ જ્યાં સુધી ક્ષયોપશમ, ઉપશમ કે ક્ષય થતી નથી. ત્યાં સુધી સમ્યગદર્શન ઉપજતું નથી. આ અનંતાનુબંધી અને રાગદ્વેષ ગ્રંથિ આદિ સર્વ ભૂલના, સર્વ ગૂંચના ને સર્વ આંટીના મૂલરૂપ દર્શનમોહ ટળે તો ગ્રંથિભેદ થઈ સમ્યગદર્શન પ્રગટે.
જીવની આ ગાઢ રાગદ્વેષ પરિણામરૂપ તમોગ્રંથિ, વાંસની કર્કશ ઘન રૂઢ ને ગૂઢ ગાંઠની જેમ, ભેદવી ઘણી ઘણી દુષ્કર છે. આ ગ્રંથિભેદરૂપ દુર્ધટ કાર્ય માટે અસામાન્ય અસાધારણ પ્રયત્નની જરૂર છે. તેમાં પૂર્વાનુપૂર્વ યથાપ્રવૃત જેવો તેવો પ્રયત્ન કામ આવે નહિ. કારણ કે જીવ યથાપ્રવૃતકરણ કરી અનંતવાર ગ્રંથિની નિકટ આવે છે; પણ તે કવચિત કિંચિત્ ભાવચમકારારૂપ સામાન્ય પ્રયત્ન હોઈ, આત્મવીર્યની મંદતાને લીધે જીવ તે ગ્રંથિભેદ કર્યા વિના પાછો વળી જાય છે. એટલે જીવ જ્યાં લગી અપૂર્વ આત્મપરિણામરૂપ ભાવઉલ્લાસને પામી, અપૂર્વ આત્મપુરુષાર્થ ખુરાવી, અનન્ય અસાધારણ પ્રયત્નથી, પોતાના સર્વ સામર્થ્યથી (with all his might), શૂરવીરપણે કરેડી કરી,” યાહોમ કરીને, ગ્રંથિરૂપ દુર્ભેદ્ય દુર્ગનો ભેદ કરવામાં સર્વાત્માથી પ્રવર્તતો નથી, ત્યાં લગી તે તે કાર્યમાં સફળ થતો નથી.
અને આ અપૂર્વ પુરુષાર્થ ખુરાવવા અર્થે આત્માર્થી જીવને મૂર્તિમાન સમ્યગદર્શનસ્વરૂપ સદ્ગુરુના ચરણકમળનું અને તેના સદુપદેશનું આલંબન પરમ ઉપકારી છે. કારણકે જ્યારે જીવને કષાયનું ઉપશાંતપણું હોય, માત્ર મોક્ષ સિવાય બીજી અભિલાષા હોય નહિ,