________________
૨૩૮
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
શિક્ષાપડ ૮૭ :
માલિની
૧
૨
ચતુર ગતિ ભમતાં ના મળ્યો મિત્ર! ક્યાંઈ,
કઈ ગહન ગુહામાં તું ગયોતો લપાઈ? અબ તુજ કંઈ ઝાખી અંતરે મેં નિહાળી,
દરશન હિતકારી! વંદના નિત્ય હારી! તુજ પરમ કૃપાથી દેહના માનમાંથી,
અસિ ચિનમય જ્યોતિરૂપ મેં બહાર કાઢી; ચમકતી અનુભૂતિ ધારથી તીણ ભારી; | દરશન હિતકારી! વંદના નિત્ય હારી. ક્ષીર નીર શું વિવેચી આત્મને ભિન્ન દીઠો
અનુભવ પય પીધો આત્મહંસે સુમીઠો; અનુગ્રહ સહુ હારો મિત્ર કલ્યાણકારી!
દરશન હિતકારી! વંદના નિત્ય હારી. સુચિરથી ભવહેતુ જ્ઞાન અજ્ઞાન થાતું,
ક્ષણમહિં વટલાવી નાંખતો તે સખા! તું; ભવનિવૃતિરૂપે તે કીધ સંસારહારી!
દરશન હિતકારી! વંદના નિત્ય હારી. ભવજલનિધિથી હું ના હવે તો ડરું છું,
ગઉપદ શું લીલાથી તુજ સ્વાયે તરૂં છું; નચિંત થઈ રહ્યો છું હું મહામોહ મારી,
દરશન હિતકારી! વંદના નિત્ય હારી. તુજ દરિશન પામ્યો તે કલિકાલ ધન્ય,
સુભગ પણ મને શું કામનો કાળ અન્ય? ભવ રણ વીરડી તું આપતી મિષ્ટ વારિ,
દરશન હિતકારી! વંદના નિત્ય હારી.
૪
૫