________________
ભકત ત્રિમૂર્તિ-ભાગ ૧
૨૩૯
ભૂલચૂકથી કરી કો સંગ લ્હારો કદાપિ,
કુમતિથી પછી છોડે, તું ન છોડે તથાપિ; પરમ પદ પમાડચા વિણ ના જંપધારી!
દરશન હિતકારી! વંદના નિત્ય હારી. કલ્પતરુ મહિમા તુચ્છ છે તુજ પાસે,
અણમૂલ મણિ ચિંતારત્ન ઝાંખું જ ભાસે; સુરઘટ સુરધેનું કીર્તિ તે મંદ પાડી,
દરશન હિતકારી! વંદના નિત્ય હારી. ૮ દરિદ્રપણું જ સારું તુજ સંયોગવાળું,
ચકવરતિપણે ના તુ વિયોગવાળું; ભવ ભવ તુજ હોજો સંગતિ મિત્ર! હારી,
દરશન હિતકારી! વંદના નિત્ય હારી. ૯ કદી પણ ન બુઝાતો સ્થિર તું રત્નદીવો,
મુજ મન પ્રગટેલો હે ચિરંજીવ! જીવો!. જય જય ભગવાન હે મોહ અંધારહારી!
દરશન હિતકારી! વંદના નિત્ય હારી. ૧૦
शिक्षापाठ ८८ : भक्त त्रिमूर्ति } भाग १
આનંદઘનજી, યશોવિજ્યજી અને દેવચંદ્રજી એ ત્રણે પરમાત્મ દર્શનનો સાક્ષાત્કાર પામેલા ભક્તશિરોમણિ મહાત્માઓ થઈ ગયા, તે તેમના પરમ ભાવોલ્લાસમય અનુભવોલ્ગાર પરથી સ્વયં સુપ્રતીત થાય છે. “વિમલ જિન દીઠા લોયણ આજ,” “દીઠી હો પ્રભુ!દીઠી જગગુરૂ તુજ,” “દીઠો સુવિધિ જિણંદ સમાધિ રસે જાર્યો રે” એ વચનો તેની સાક્ષી પૂરે છે. આ વિરલ વિભુતિરૂપ મહાગીતાર્થ મહાત્માઓ વીતરાગ દર્શનની અપૂર્વ પ્રભાવના કરનારા મહાજ્યોતિર્ધરો થઈ ગયા આ ભક્ત ત્રિમૂર્તિએ અદભુત ભકતિરસનો