________________
હિતાર્થી પ્રશ્નો-ભાગ ૫
૨૮૭
મતિના યોગ વિષયવિકારયુક્ત દુર્વાસનામય છે. અંતરંગ પરિણતિ-વૃત્તિ વિભાવમાં રાચી રહી છે, પરિણામની વિષમતા વ છે, એટલે તેને યોગ પણ અયોગ થઈ પડે છે. આમ ભવાભિનંદીની યોગક્રિયા પણ નિષ્ફળ હોય છે ને બોધ પણ વાસિત બોધ આધારરૂપ અસત્ પરિણામથી અનુવિદ્ધ હોઈ અબોધરૂપ હોય છે, એટલે જ તેના બધા મંડાણ નિષ્ફળ
હોવાથી તે નિષ્ફળારંભી એવો અનધિકારી છે. પ્રશ્ન : અધિકારી મુમુક્ષુ આત્માથનું લક્ષણ શું? ઉત્તર : ભવબંધનથી છૂટવાની નિર્દભ અંતરંગ ઇચ્છાવાળા હોય તે જ
સાચા મુમુક્ષુ. જેને કષાયની ઉપશાંતતા થઈ હોય, માત્ર મોક્ષ સિવાય બીજી અભિલાષા જેને ન હોય, સંસાર પ્રત્યે જેને ખેદ-કંટાળો ઉપજ્યો હોય, અને સર્વ પ્રાણી પ્રત્યે જેને અનુકંપા વર્તતી હોય, એવો આત્માર્થી જીવ જ આ યોગમાર્ગ પામવાને યોગ્ય છે. આવી જોગદશા જ્યાં લગી જીવ પામે નહિ, ત્યાંલગી તે મોક્ષમાર્ગને પામે નહિ ને તેનો અંત રોગ પણ મટે
નહિ. પ્રશ્ન : એક જ ધર્મક્રિયા કરવા છતાં ભવાભિનંદી ને મુમુક્ષને ફળમાં ભેદ કેમ પડે છે? - ઉત્તર : ભવાભિનંદીની ક્રિયા વિક્રિયારૂપ કે અક્રિયારૂપ હોઈ
આત્માને વિષઅનુષ્ઠાન, ગરઅનુષ્ઠાન કે અનનુષ્ઠાનરૂપ થઈ પડે છે, અને મુમુક્ષુની ક્રિયા સક્રિયારૂપ હોઈ આત્માને
તતુ કે અમૃતઅનુષ્ઠાનરૂપ થઈ પડે છે. પ્રશ્ન : તે કેવી રીતે તે સમજાવો. ઉત્તર : માનાર્થી ભવાભિનંદી આ લોક સંબંધી ધન-કીર્તિ પૂજાસત્કાર
આદિ ફલકામનાથી કે પરલોક સંબંધી ફલકામનાથી ક્રિયા કરે છે, એટલે તે આત્માને વિષરૂપે પરિણમી વિષઅનુષ્ઠાન થઈ પડે છે. અને આત્માર્થી મુમુક્ષુ આ લોક-પરલોક સંબંધી કામના રહિતપણે શુદ્ધ આત્માર્થે જ કિયા કરે છે, એટલે તે આત્માને અમૃતપણે પરિણમી અમૃતઅનુષ્ઠાન થઈ પડે છે.