________________
છે; અને In the foot-steps of the Great Master તે મહાગુરુના પગલે-શ્રીમદ્ સૂચવેલ પાઠોના નામોની સંકલના અનુસાર જ આ પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા ગ્રંથનું ગ્રંથન કરી આ લેખકે તેમની ભાવનાને મૂર્તિમાન્ કરવાનો અને તેમના પ્રેરણાબીજને ફળપરિણામી કરવાનો યથાશક્તિ પ્રયત્ન કર્યો છે.
આ ગ્રંથ લખવા સંબંધી સહજ સ્વયંભૂ સંકલ્પ તો આ લેખકના હૃદયમાં થોડા વર્ષ પૂર્વે ઉત્પન્ન થયો હતો; પણ તે વખતે તો માત્ર બે-ત્રણ પાઠ લખી તે સંકલ્પતરંગને ગૌણ કરી ઉપશમાવી દીધો હતો. અને પછી શ્રીયોગદષ્ટિસમુચ્ચય વિવેચન (બૃહતટીકા) આદિ ઇતર ગ્રંથલેખન પ્રવૃત્તિ આડે તેને અવકાશનો પણ અભાવ હતો; પરંતુ આ શ્રીયોગદષ્ટિસમુચ્ચય સવિવેચન ગ્રંથનું પ્રકાશન કાર્ય પૂર્ણ થયે, સં. ૨૦૦૬ ની સંવત્સરીના મંગલ દિને હવે આ પ્રજ્ઞાવબોધનું કાર્ય મ્હારે કરવું જ એવી અંતર્પ્રેરણા થતાં, તે સત્તાગત સંકલ્પબીજ નવપલ્લવિત થયું, અને તે શુભ દિને જ પ્રારંભિત થઈ ૨૦૦૭ ના આષાઢ શુદ પંચમીના દિને પૂર્ણતા પામી આ મૂર્તિમાન વૃક્ષ બન્યું, જેના ફળપરિપાકરૂપ આ ગ્રંથ સુજ્ઞ વાંચકના કરકમળમાં આવે છે.
મોક્ષમાળા (બાલાવબોધ) જેવો સન્મતિતર્ક આદિનો સમકક્ષ અપૂર્વ દર્શનપ્રભાવક ગ્રંથ જે મહામતિ મહાપ્રભાવકે સોળ વર્ષની વયે માત્ર ત્રણ જ દિવસમાં પ્રૌઢ ગંભીર સુપ્રસન્ન શાસ્રશૈલીથી ગૂંથ્યો હતો, તે સોળે કળાએ પૂર્ણ શ્રીમદ્ રાજચંદ્ર જેવા પ્રજ્ઞાનિધાન પરમ પુરુષની અનુપમ ક્ષયોપશમ શક્તિ ક્યાં? અને એમની જ સૂચિત માર્ગરેખાને અનુસરવાની ધૃષ્ટતા કરનાર આ મંદતિની અતિ અતિ સ્વલ્પ શક્તિ ક્યાં? ક્યાં મેરુ, ક્યાં સર્જવ? ક્યાં સિન્ધુ, ક્યાં બિન્દુ? ક્યાં ભાસ્કર, ક્યાં ખઘોત? મન્દ્રઃ कवियश: प्रार्थी ગમિધ્યાયુપહામ્યતામ્ ' } એ કવિ કાલિદાસની ઉક્તિનું તથા ‘અન્પશ્રુતં શ્રુતવતાં પરિહાસધામ' એ શ્રી માનતુંગાચાર્યની ઉક્તિનું અત્રે સ્મરણ થાય છે. તથાપિ ‘મહાનનો યેન ગતઃ સ પન્થા: '} મહાજને જે
'
(૬)
.