________________
प्रज्ञावबोध मोक्षमाळा
शिक्षापाठ १ : वांचकने प्रेरणा વિવેકી વાંચક! આજે આ ગ્રંથ તમારા કરકમલમાં આવે છે. તે પ્રત્યે તમે પ્રસન્ન દષ્ટિથી અવલોકજ! તેમાં કથન કરેલ ભાવોને વિચારપૂર્વક અવગાહજ! અને હેય-ઉપાદેયનો (ત્યજવા-ગ્રહવા યોગ્યનો) વિવેક કરી પરમાર્થનું પરિશ ન કરજો! એથી કરીને તમને આત્માના અનંત આનંદ ગુણની પ્રસાદી પ્રાપ્ત થશે.
સા વિદ્યા યા વિમુવતયે ! જેમ વ્યવહારમાં તેમ પરમાર્થમાં પણ જે મુક્તિનું કારણ થાય તે વિદ્યા. આત્મવિદ્યા એ જ ખરી વિદ્યા છે, તેના લક્ષ વિનાની સર્વ વિદ્યા અવિદ્યા છે. વર્તમાનમાં કેટલાક લોકો અવિવેકી વિદ્યાના પ્રસંગથી સમયના પ્રવાહમાં તણાઈ જઈ ધર્મ પ્રત્યે સર્વથા અશ્રદ્ધાળુ જણાય છે. તો કેટલાક વળી કુલપરંપરાગત મતાગ્રહ અને અંધશ્રદ્ધામાં ગરકાવ થયેલા દેખાય છે. ધર્મ તત્વની સમ્યક પરિજ્ઞા કરી, તે પ્રત્યે સાચી શ્રદ્ધા ધરાવનારા ધન્ય માનવો તો કવચિત્ જ દષ્ટિગોચર થાય છે. અશ્રદ્ધાળુને શ્રદ્ધા પ્રેરવા, અંધશ્રદ્ધાળુને સત્ય શ્રદ્ધા ઉપજાવવા અને સાચી શ્રદ્ધાળુને વિશેષ સ્થિર કરવા આ પુસ્તક નિમિત્તભૂત થાય એવી પરમ કૃપાળુ ભગવાન પ્રત્યે પ્રયાચના!
મહા ભવરોગ મટાડવા માટે પરમ ભાવવૈદ્ય વીતરાગ દેવે સમ્યગદર્શન–જ્ઞાન-ચારિત્રરૂપ દિવ્ય રસાયનનું નિરૂપણ કર્યું છે, જેનું સેવન કરવાથી આત્મા નીરોગી બને છે. જિનના મૂળમાર્ગરૂપ આ દિવ્ય રસાયનનો સરસ રસ આ ગ્રંથમાં મૂળરૂપે રહ્યો છે, જેથી એ આત્મનીરોગિતાનું કારણ થઈ પડશે! નિષ્કારણ કરૂણાશીલ ભગવાને હૃદયસાગરનું મંથન કરી જ્ઞાનામૃત વલોવ્યું છે, જેના પાનથી વિબુધો અમૃતપણાને પ્રાપ્ત થાય છે. માટે કામ એક આત્માર્થનું, બીજો નહિ મનરોગ’–એ મહાસૂત્રને હૃદયમાં ધારણ કરી, હે વિબુધો! વિનયાદિ