________________
૩૦
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
(૨) સર્વસંગ પરિત્યાગનો મનોરથ* :
એવો શુભ અવસર કયારે આવશે કે, હું આ લોકમાં બાહ્ય અને અત્યંતર પરિગ્રહથી મુક્ત થઈ સર્વસંગનો ત્યાગ કરનારો થાઉં? કયારે માધુકરી વૃત્તિને ભજનારો બનું? મૂળ ગુણ અને ઉત્તરગુણવાળી એવી મુનિઓની ચર્ચાનું સેવન ક્યારે કરીશ? દુ:શીલ પુરુષોનો સહવાસ-સંસર્ગ તજી ગુરુ ચરણોની રજમાં આળોટતો હું ધ્યાનયોગનો અભ્યાસ કરી કયારે આ સંસારનો ઉચ્છેદ કરીશ? અને અંતે ભાવે છે :
(૩) સમાધિ મરણનો મનોરથ :
મૃત્યુકાળ નજીક આવે ત્યારે ક્રમે ક્રમે ચાર પ્રકારના આહારનો ત્યાગ કરી તેમજ કોધાદિ કષાયોના ત્યાગરૂપી સંલેખના વ્રતને હું ધારણ કરીશ. અરિહંત ભગવાન, સિધ્ધ ભગવાન, સાધુ ભગવાન અને કેવળજ્ઞાનીઓએ પ્રકારેલું ધર્મનું શરણ ગ્રહી, જીવિત કે મરણની કામના ત્યાગી, પોતાના તપના બદલામાં સંકટોથી ન ગભરાતાં જિનેશ્વર ભગવાનની ભક્તિમાં લીન રહી આનંદ શ્રાવકની પેઠે હું સંથારો કરીશ.
* શ્રી હેમચંદ્રાચાર્યકુત “યોગશાસ'ના ગુર્જરીનુવાદમાંથી ટૂંકાળીને સાભાર.