________________
હિતાર્થી પ્રશ્નો-ભાગ ૨
પ્રશ્ન : આ ત્રણ પ્રકારની ચેતના કોને કોને હોય? ઉત્તર : કર્મચેતના મુખ્યપણે ત્રસ જીવને, એકેન્દ્રિયાદિને, અને જ્ઞાનચેતના સમ્યગ્દષ્ટ જ્ઞાનીને.
૨૭૯
કર્મફળચેતના
પ્રશ્ન : જ્ઞાનચેતના અને અજ્ઞાનચેતનાનું ફળ શું? ઉત્તર : કર્મચેતના અને કર્મલચેતના એ બન્ને પ્રકારની અજ્ઞાનચેતના અશુદ્ધ ઉપયોગરૂપ હોવાથી સંસારનું બીજ છે, અને જ્ઞાનચેતના એ શુદ્ધોપયોગરૂપ હોવાથી મોક્ષનું બીજ છે.
પ્રશ્ન : શુદ્ધ-અશુદ્ધ ઉપયોગ એટલે શું?
ઉત્તર : ચેતનાનું શુદ્ધ-અશુદ્ધ પરિણમન તે શુદ્ધ-અશુદ્ધ ઉપયોગ. પ્રશ્ન : તેવું શુદ્ધ-અશુદ્ધ પરિણમન કેમ થાય છે?
ઉત્તર : પારિણામિક સ્વભાવને લીધે જીવ જેવા જેવા ભાવે પરિણમવા ઇચ્છે તેવા તેવા ભાવે પરિણમી શકે છે. અશુદ્ધભાવે પરિણમે તો અશુદ્ધ ઉપયોગ અને શુદ્ધ ભાવે પરિણમે તો શુદ્ધ ઉપયોગ થાય.
પ્રશ્ન : શુદ્ધ-અશુદ્ધ ઉપયોગ કેવા પ્રકારે ?
ઉત્તર : હું દેહાદિ પરભાવથી ભિન્ન શુદ્ધ આંત્મા છું એમ શુદ્ધ આત્માનો અનુભવ કરતાં આત્મસ્વભાવમાં વર્ણવું તે શુદ્ધોપયોગ; અને દેહાદિ પરભાવમાં આત્મબુદ્ધિ રાખી વિભાવમાં વર્તવું તે અશુદ્ધોપયોગ. અશુદ્ધ ઉપયોગના બે પ્રકાર-શુભ અને અશુભ. આમ ઉપયોગ શુદ્ધ, શુભ, અશુભ એમ ત્રણ પ્રકારનો છે.
પ્રશ્ન :
આ ત્રણે પ્રકારના ઉપયોગનું ફળ શું?
ઉત્તર : શુભ ઉપયોગ પુણ્યબંધરૂપ હોવાથી તેનું ફળ દેવ-મનુષ્યાદિ સુગતિ છે, અશુભ ઉપયોગ પાપબંધરૂપ હોવાથી તેનું ફળ નરક-તિર્યંચાદિ દુર્ગતિ છે. આમ બન્ને પ્રકારનો અશુદ્ધ ઉપયોગ કર્મરૂપ હોવાથી તેનું ફળ સંસાર છે; અને શુદ્ધ ઉપયોગ ધર્મરૂપ હોવાથી તેનું ફળ મોક્ષ છે.