________________
મહત્ પુરુષોની અનંત દયા
ભવરૂપી આ રંગભૂમિમાં, ધારી નવ જીવ નટડો આ નાટક નાચે, યથા
નવ વેષ; કર્મ આદેશ
ક્વચિત ભજવે પાઠ દેવનો, ક્વચિત નારક રૂપ; ક્વચિત નાચે તિર્યંચ રૂપે, ક્વચિત નર સ્વરૂપ પ્રાયે તેહ બિચારો કરતો, ખોટ તણો વેપાર; કર્મ લેણદારો આવીને, મારે પુષ્કળ માર બીજું તો ક્યાંથી તે જાણે? જો ભૂલે નિજ ભાન; ક્યાંથી સ્મરે વા ક્યાંથી ભજે તે, ચેતનધન ભગવાન ?
शिक्षापाठ ७९ : महत् पुरुषोनी अनंत दया
""
૨૧૩
ભવ્યો.
ભવ્યો.
ભવ્યો.
ભવ્યો.
આ જગત જીવ હે કર્માધીના, અચરજ કછુઅ ન લીના’’ એમ જાણી જેના હૃદયઝરામાંથી સર્વ જીવ પ્રત્યે વાત્સલ્યધારા જ ઝરે છે, તે દયાર્દ મહાત્માઓ કેવા અક્ષય દયાનિધિ હશે ? નાનામાં નાના પ્રાણીને પણ ન હણવુ એટલું જ નહિ, પણ તેની રક્ષામાં જેમ બને તેમ યત્નથી પ્રવર્ત્તવું એવો જેણે નિર્મલ ઉપદેશ કર્યો છે, તે કરુણાસિન્ધુ મહાત્માઓની દયા કેવી અનંત હશે ? પંચેન્દ્રિયાદી જીવની દયા તો દૂર રહી, પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ એકેન્દ્રિયાદી જીવની પણ જેણે ‘દયા દયા નિર્મલ અવિરોધ' જ બોધી છે, તે દયામૂર્તિ મહત્ પુરુષોની દયા કેવી અખૂટ હશે ? પુષ્પપાંખડીને પણ દૂભવતાં કે લીલોતરીને પણ મોળતાં દેખી જાણે પોતાનું અંતર્ કપાઈ જતું હોય, એવી અનુકંપા જેને ઉપજે છે, તે વિશ્વવત્સલ પરમ કૃપાળુ મહાત્માઓનું હ્રદય કેવું કોમળપરિણામી હશે ?
પોતાના પ્રત્યે મહા અપરાધ કરનારા દુષ્ટ જીવો પ્રત્યે પણ આ પરમ કૃપાળુ મહાત્માઓ કરુણા જ ભાવે છે. દુષ્ટ સંગમ દેવે ભગવાન મહાવીરને છ છ મહિના સુધી ભીષણમાં ભીષણ ઉપસર્ગો કરી ખૂબ પજવ્યા, પણ ભગવાને તો તેના પ્રત્યે કરુણા જ વર્ષાવી. કમઠ