________________
જંબૂ સ્વામી
અર્થે આચાર ન આચરે. આમ જિનવચનમાં રત, અતિતી, સૂત્રાદિથી પ્રતિપૂર્ણ ને અત્યંત મોક્ષાર્થી, એવો આચાર-સમાધિથી સંવૃત દાન્ત પુરુષ મોક્ષભાવનું અનુસંધાન કરનારો ભાવસંધક હોય.
33
આ ચાર સમાધિને સમ્યક્ જાણીને સમાહિત–સુસમાધિસ્થિત આત્મા આત્માનું જ પદ ક્ષેમ ને શિવ કરે. આ શિવસ્વરૂપ આત્મપદ કેવું છે ? વિપુલ હિતવાળું અને તત્કાળ તથા આયતિમાં–પરિણામે પથ્થ ને સુખાવહ એવું આ શિવપદને પામી તે આત્મસમાધિસ્થિત પુરુષ જન્મમરણથી મુક્ત થાય છે, શાશ્વત એવા સિદ્ધ થાય છે, અથવા આત્મરત એવા મહદ્ધિક દેવ થાય છે.
(દોહરા) ચઉ સુખય્યામાં કરી, જ્ઞાનાદિ ઉપધાન; આત્મસ્વભાવ તળાઇમાં શયન કરે ભગવાન.
शिक्षापाठ १४ : जंबू स्वामी
જંબૂકુમાર લગ્ની પ્રથમ રાત્રીએ આઠ નવોઢા પત્નીઓ સાથે વાસભુવનમાં બિરાજ્યા છે. પણ નવયુવાવસ્થામાં વર્તતા આ મહાધનાઢય શ્રેષ્ઠિપુત્ર, શ્રી સુધર્માસ્વામીની સમક્ષ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લઈ ચૂક્યા છે; અને પ્રાત:કાળે તો તેમની પાસે દીક્ષા લેવાના સમયની પ્રતીક્ષા કરી રહ્યા છે. હાડોહાડ વૈરાગ્યરંગથી રંગાયેલા જંબૂકુમારને તેમના આ નિશ્ચયમાંથી ચલિત કરવાને નવવધૂઓ અનેક પ્રકારની ભોગકથા કહી ઘણો ઘણો પ્રયાસ કરે છે, પણ જંબૂકુમાર યોગકથાનું સંકીર્તન કરી તેમને નિરુત્તર કરતાં કહે છે કે-કામભોગની કથા તો આ જીવે અનંતવાર શ્રવણ કરી છે, અનંતવાર પરિચયકરી છે, અનંતવાર અનુભવ કરી છે; પણ સત્ એવી આત્મધર્મ કથા એણે કદી શ્રવણ કરી નથી, કદી પરિચય કરી નથી, કદી અનુભવ કરી નથી. મેં સુધર્મા સ્વામી જેવા સદ્ગુરુ મુખે સુધર્મ કથા શ્રવણ કરી છે. એટલે આ મહત્ પુરુષના નિગ્રંથ માર્ગે વિચરવાનો ‘અપૂર્વ અવસર' હવે હું ચૂકવાનો નથી. આમ ભોગકથાને સ્થાને યોગથાનો મિષ્ટ સંવાદ જંબૂકુમાર કરી રહ્યા હતા.