________________
૨૬૪
પ્રશાવબોધ મોક્ષમાળા
છે; તેમ મુમુક્ષુ આત્મા પણ પ્રતિબૃદસ્થાનીય-આદર્શરૂપ પ્રભુને નિરંતર દષ્ટિસન્મુખ રાખી નિજ આત્મસ્વરૂપની પૂર્ણ કલામય ઘટના કરે છે. “દર્પણ જિમ અવિકાર” પ્રભુના રૂપદર્પણમાં નિજસ્વરૂપનું દર્શન કરે છે. મહર્ષિ કુન્દકુન્દાચાર્યજી દે છે કે-“જે ભગવાન અહંતનું સ્વરૂપ દ્રવ્ય ગુણ અને પર્યાયથી જાણે, તે પોતાના આત્માનું સ્વરૂપ જાણે અને તેનો નિશ્ચય કરીને મોહ નાશ પામે.” આમ જિન ભગવાનના સ્વરૂપનું ભાવન કરવું તે ગૌણતાથી આત્મસ્વરૂપનું જ ભાવન છે; જિનનું પૂજન તે આત્મસ્વરૂપનું જ પૂજન છે. “જિનવર પૂજારે તે નિજ પૂજના રે.” (દવચંદ્રજી)
જેમ જેમ જિનવરના અવલંબને જીવ આગળ વધતો જઈ એકતાનતા સાધતો જાય છે, તેમ તેમ તે આત્માલંબની થતો જાય છે, અને પ્રભુના સ્વરૂપમાં ચિત્તવૃત્તિની તન્મયતારૂપ લય થતાં સંપૂર્ણ સ્વરૂપાલંબની થાય છે, એટલે કે પ્રભુના સ્વરૂપધ્યાનાવલંબન વગર-નિરાલંબનપણે વૃત્તિઆત્મા-કારતા ભજે છે.’ આમ પુષ્ટ નિમિત્તરૂપ પ્રભુનું આલંબનધ્યાન આત્માને સ્વરૂપારોહરણ કરવાને સુગમ ને શ્રેષ્ઠ ઉપાય છે, રાજમાર્ગ છે. શ્રીપૂજ્યપાદસ્વામીજીએ કહ્યું છે તેમ વાટ દીવાની ઉપાસના કરતાં પોતે દીવો બને છે, તેમ આત્મા પરમાત્માની ઉપાસના કરતાં સ્વયં પરમાત્મા થાય છે. ઉપાસ્યની ઉપાસનાથી ઉપાસક પોતે ઉપાસ્ય બને છે અને “નમો મુજ! નમો મુજ!” એવી યોગીશ્વર આનંદઘનજીએ ગાએલી પરમ ધન્ય દશા પ્રાપ્ત થાય છે. આમ તે પરમ પુરુષના અવલંબને પરમ પદની પ્રાપ્તિ સાવ સુઘટ ને સુગમ થઈ પડે છે; જે સંસાર સમુદ્ર સમાન તરવો અતિ દુસ્તર છે, તે પ્રભુના અવલંબને ગોષ્પદ સમાન લીલામાત્રમાં પાર ઉતરી જવાય એવો બની જાય છે! એટલા માટે જ શ્રી દેવચંદ્રજી જેવા ભકતશિરોમણિ મહાત્મા ગાઈ ગયા છે કે “જિન આલંબની નિરાલંબની થાય છે, તિણે હમે રમશું નિજ ગુણ શુદ્ધ નંદનવને રે લો.” તે અટલે સુધી કે આત્મતત્ત્વ જ્યાં સુધી સંપૂર્ણ નહિ થાય ત્યાંસુધી હું આ જગગુરુ દેવના ચરણ સદાય સેવ્યા કરીશ, યાવત્ બારમા લીગમાંહ