________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
પૂર્વે મોહથી આ પરવસ્તુમાં આત્મબુદ્ધિ બાંધીને હું જે પુદ્ગલકર્મથી બંધાયો છું, તે આ કર્મપુદ્ગલો પોતાનું જૂનું લેણું વસુલ કરવા આવ્યા છે. તે ભલે પોતાનું લેણું લઈ લઇ મને ઝટ ઋણમુક્ત કરો! બાકી હું તે પરવસ્તુ નથી ને પરવસ્તુ તે હું નથી. તે મ્હારી નથી ને હું તેનો નથી. હું તે હું છું. તે તે તે છે. મારૂં તે મારૂં છે, તેનું તે તેનું છે. હે ચેતન ! ત્હારૂં તે ત્હારી પાસે જ છે, બાકી બધુંય અનેરૂં છે. તો પછી આ પરવસ્તુમાં તું હુંકાર હુંકાર શું કરે છે? મારૂં મારૂં શું કરે છે? આત્માનો હુંકાર કરી એ હંકારનો હુંકાર તું તોડી નાંખ! ‘મારૂં' ને મારૂં એમ નિશ્ચય કર! એક સહજાત્મસ્વરૂપી શાશ્વત આત્મા જ મારો છે, બાકી બીજા બધા બાહ્ય ભાવો માત્ર સંયોગરૂપ છે. એમ ભાવી હે જીવ! તું સમસ્ત પરભાવપ્રપંચને ત્યજી, આત્મભાવને જ ભજ!
૨૬૨
(દોહરા) વસ્ર-દેહ જ્યમ દેહથી, આત્મા ભિન્ન જ ભાવ; મ્યાન-અસિ જ્યમ દેહથી, આત્મા ભિન્ન જ ભાવ. દેહ ન હું હું દેહ ના, દેહ ન મુજ કો દિન; હું આત્મા આત્મા જ મુજ, થઉં આત્મામાં લીન.
शिक्षापाठ ९७ : जिनभावना
""
જેવું જિન ભગવાનનું સ્વરૂપ છે, તેવું જ આ મારા આત્માનું સ્વરૂપ છે, એમ જિનસ્વરૂપની ભાવનાથી આત્મા જિનસ્વરૂપને પામે છે. “જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે; શૃંગી ઇલિકાને ચટકાવે, તે ભૂંગી જગ જોવે રે.’ (આનંદઘનજી) જે જેને ભાવે તે તેવો થાય. જેવી ભાવના તેવી સિદ્ધિ. ભમરીના ધ્યાનથી ઇયળ જેમ ભમરી બને છે, તેમ જિનભાવનાથી આત્મા જિન થાય છે. કારણકે શ્રીજિન ભગવાનનું જેવું શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છે, તેવું જ શુદ્ધ નિશ્ચયનયની દષ્ટિએ આ આત્માનું મૂળ સ્વરૂપ છે. કર્મરૂપ આવરણ ટળ્યું હોવાથી ભગવાનનું તે સ્વરૂપ વ્યક્તતા-આવિર્ભાવ પામ્યું છે. આવરણ વર્તતું હોવાથી આત્માનું તે સ્વરૂપ તિરોભાવ પામેલું હોઈ