________________
પંચ પરમ પદ વિષે વિશેષ વિચાર–ભાગ ૨
૧૭૭
સાક્ષાત અનુભવ કરે છે. સોનાની પરીક્ષાની જેમ દિવસે દિવસે જેનો આત્મશુદ્ધિરૂપ ‘વાન” વધતો જાય છે, એવા આ સાધુ ભગવાન શુદ્ધ સુવર્ણ જેવા શુદ્ધ, સ્ફટિક જેવા સ્વચ્છ અને અમૃત જેવા મધુર હોય છે. માર્દવની મૂર્તિ, આર્જવના અવતાર, ‘શાંતિના સાગર અને દયાના આગર,' એવા આ ક્ષમાનિધાન ખરેખરા ક્ષમાશ્રમણ ભગવંતોના જેટલા ગુણગાન કરીએ તેટલા ઓછા છે.
આવા આ પાંચ પરમ પદ મુમુક્ષુએ નમન કરવા યોગ્ય છે, સ્મરણ કરવા યોગ્ય છે, ભાવન કરવા યોગ્ય છે, ધ્યાવન કરવા યોગ્ય છે. આ પાંચે પદ આત્મરૂપ છે; અને તે સિદ્ધ ને સાધક અથવા પરમાત્મા અને અંતરાત્મા એમ બે કોટિમાં સમાય છે. સદેહમુક્ત સાકાર પરમાત્મા તે અરિહંત, વિદેહમુકત નિરાકાર પરમાત્મા તે સિદ્ધ. આ બને પરમ આરાધ્ય એવી સિદ્ધ કોટિમાં આવે છે. મહામુમક્ષ એવા સાધુ, ઉપાધ્યાય અને આચાર્ય એ ત્રણેય ઉચ્ચ, ઉચ્ચતર અને ઉચ્ચતમ કોટિના સાધકો-આરાધકો છે. આ ત્રણેય કક્ષાના સાધુપુરુષો ઉચ્ચ ગુણસ્થાનસ્થિતિને પામેલા આત્મારામી મહાત્માઓ છે. એટલે ગુણાધિકપણાને લીધે તેઓ પણ અન્ય મુમુક્ષુ આત્માઓને પરમ આરાધ્ય છે. આ પાંચે પરમ પદ આત્મારૂપ હોવાથી પ્રવાહથી શાશ્વત છે. એટલે એના પરૂપ આ પંચ પરમ પદનો મંત્ર પણ શાશ્વત છે. તે સદા જયવંત વર્તા! (દોહરા) આચાર્ય તે આત્મા નમું, પંચાચાર પ્રધાન;
ઉપાધ્યાય આત્મા નમું, સ્વાધ્યાય ધ્યાન નિધાન. સાધુ સકલ આત્મા નમું, ભાવસાધુ ગુણધામ; આત્મારામાં જે સદા, વિભાવ વિરતિ પામ.