Book Title: Karmagrantha Part 1 Karmavipak
Author(s): Devendrasuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
Catalog link: https://jainqq.org/explore/001086/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કર્મગ્રંથ વિક વિવેચક ધી૨જલાલ ડાહ્યાલાલ મહેતા Ree Baèfoc અનંતવીર્ય અનંતજ્ઞાન અનંતદર્શન SOUL વા RHICHI @n[hêFe DJll leve અવ્યાબાધ સુખ અનંત ચાસ્ત્રિ Page #2 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી જગચંદ્રસૂરીશ્વરજીના શિષ્યરત્ન આચાર્યશ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી વિરચિત કર્મવિપાક નામા પ્રથમ કર્મગ્ર) મૂળગાથાઓ, સંસ્કૃત છાયા, શબ્દાર્થ,ગાથાર્થ, ઉપયોગી સમાલોચના,પારિભાષિક શબ્દકોશ તથા પૂજ્ય ગણિવર્ય મુનિરાજશ્રી અભયશેખરવિજયજી મ. સા. કૃત પરિશિષ્ટ સહિત સરળ ભાષામાં સંક્ષિપ્ત વિવેચન. : વિવેચનકાર : ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા-સુરત. : પ્રકાશક : જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ-સુરત. Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ ૧૧૪૪૩, માતૃછાયા બીલ્ડીંગ, ચોથે માળે, રામજીની પોળ, નાણાવટ, સુરત-૩૯૫૦૦૧. : પ્રાપ્તિસ્થાન : ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા સરસ્વતી પુરતક ભંડાર ૧૧૪૪૩, માતૃછાયા બીલ્ડીંગ, પુસ્તકોના વેપારી બીજે માળે, રામજીની પોળ, હાથીખાના-રતનપોળ, નાણાવટ, સુરત-૩૯૫૦૦૧ અમદાવાદ (ગુજરાત) INDIA શ્રી યશોવિજયજી જેના સંસ્કૃત પાઠશાળા સ્ટેશન રોડ, રંગમહોલના નાકે, મહેસાણા (ઉત્તર ગુજરાત) INDIA INDIA : પ્રકાશન વર્ષ : વીર સંવત-૨૫૨૧ પર વિક્રમ સંવત-૨૦૧૧ ઇસ્વીસન-૧૯૯૫ પર પ્રથમવૃત્તિ -૩000 ચિત્રકાર : જયપંચોલી. : લેસર ટાઈપ સેટીંગ તથા મુદ્રક : ભરત પ્રિન્ટરી ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રીલીફરોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન : ૩૮૭૯૬૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના , છે શકે ભારતીય દર્શનોમાં પૂર્વે થયેલા સંત પુરુષોએ પોતપોતાના શાસ્ત્રોમાં ભિન્ન ભિન્ન રીતે કર્મવાદ સમજાવેલો છે. કર્મ” જેવું કોઈ અદશ્ય કારણ છે કે જે જગતના સર્વજીવોની સુખી-દુઃખી, રોગી-નિરોગી, રાજા-રંક, આદિ અવસ્થાઓના સર્જનમાં પ્રબળ હેતુ છે. વિચિત્રતાનું જ્યારે બાહ્ય કોઇ કારણ દૃષ્ટિગોચર થતું નથી, યુક્તિ-સંગત બનતું નથી ત્યારે આ માનવી અંતે શબ્દાત્તરથી (ઈશ્વર-ભાગ્ય-નસીબ-લક ઇત્યાદિ શબ્દોથી પણ) કર્મને સ્વીકારે જ છે. “આત્મા” એક ચેતનાવંત દ્રવ્ય છે. તે સ્વતઃ શુદ્ધ, બુદ્ધ, નિર્મળ, સ્ફટિકની તુલ્ય, સ્વતંત્ર એક પદાર્થ છે. તેની બે પ્રકારની અવસ્થા છે. એક કર્મ સાથે વીંટળાયેલી કે જે અવસ્થાને અશુદ્ધાવસ્થા કહેવાય છે અને બીજી કર્મ રહિત અવસ્થા કે જેને શુદ્ધાવસ્થા કહેવાય છે. અનાદિ-કાલીન આ સંસારમાં સર્વે જીવો અશુદ્ધાવસ્થાવાળા છે. તેથી આત્મા અને કર્મનો સંયોગ અનાદિનો છે. “કર્મ” એ પુદ્ગલ દ્રવ્ય છે. આત્માથી પરદ્રવ્ય " છે. નિર્જીવ દ્રવ્ય છે. વર્ણ-ગંધ-રસ-સ્પર્શવાળું રૂપી દ્રવ્ય છે પરંતુ અતિશય સૂક્ષ્મ હોવાથી ચક્ષુથી અગોચર છે. આ જીવ જ્યારે સ્નાનાદિ કરવા વડે પાણીથી ભીનો થયેલો હોય છે અથવા તૈલાદિની માલીસ વડે શરીર સ્નિગ્ધ હોય છે ત્યારે હવામાં ઉડતી ધૂળ (રજકણ) તેને ચોંટી જાય છે અને મેલ બને છે. એ જ ન્યાયે આ આત્મા સ્વતઃ શુદ્ધ બુદ્ધ હોવા છતાં પૂર્વબદ્ધકર્મના ઉદયથી જ્યારે જ્યારે યોગ અને કષાયોની વૃત્તિઓથી મલીન બને છે ત્યારે ત્યારે તેને હવામાં (લોકાકાશમાં) રહેલી કાર્મણવર્ગણા ચોંટી જાય છે અને તે જ કર્મ કહેવાય છે. તેને જ આત્માની અશુદ્ધાવસ્થા કહેવાય છે. ન જ Page #5 -------------------------------------------------------------------------- ________________ જ્યારે આ આત્મા શુદ્ધાવસ્થાવાળો અર્થાત્ કર્મરહિત બને છે. (જેમ કે મોક્ષગત આત્મા) ત્યારે આ આત્મા કર્મને બાંધતો નથી અને કર્મ ન હોવાથી ભોગવતો પણ નથી. અર્થાત્ અકર્તા અને અભોકતા છે. પરંતુ જ્યારે અશુદ્ધાવસ્થાવાળો, કર્મસહિત છે. ત્યારે વિકારી-અશુદ્ધાવસ્થાવાળો હોવાથી કર્મોનો આ આત્મા કર્તા-ભોકતા છે. શરીર અને ઇન્દ્રિયો સાધન માત્ર છે. તે કર્તા-ભોકતા નથી. પરંતુ શરીર અને ઇન્દ્રિયો દ્વારા આ આત્મા યોગ અને કષાયને વશ થયો થકો કર્મોને કરે છે અને પૂર્વ-બદ્ધને ભોગવે છે. આથી જે લોકો આ આત્માને અકર્તા અને અભોક્તા કહી માત્ર જ્ઞાતા-દૃષ્ટા જ કહે છે તે વીતરાગ એવા અયોગી જીવોમાં અને મોક્ષમાં બરાબર છે. પરંતુ સંસારી જીવોમાં જે આ વાત જોડે છે તે તેઓની અજ્ઞાન દશા છે. સંસારી જીવો અશુદ્ધ હોવાથી કર્મોના કર્તા-ભોક્તા છે જ. અધ્યાત્મ દૃષ્ટિએ જેમ આત્માની શુદ્ધદશા જાણવા જેવી છે કે જેથી તે પ્રાપ્ત કરી શકાય, તેવી જ રીતે અશુદ્ધદશા પણ જાણવા જેવી છે કે જેથી તેમાંથી બચી શકાય-નીકળી શકાય. ઉપાદેયભાવો પ્રવૃત્તિ માટે જેમ જાણવા જેવા છે તેમ હેયભાવો પણ નિવૃત્તિ માટે જાણવા જેવા જ છે. સોબત માટે સારો મિત્ર જેમ ઓળખવા જેવો છે. તેમ ઠગાઇ ન જઇએ તે માટે દુમિત્ર પણ સવિશેષે ઓળખવા જેવો હોય છે. હીરા-માણેક-મોતી-સોનું-રૂપું, નીલમ-પન્ના આદિ ઝવેરાત ખરીદતી વખતે જેમ આ ચમકવાળા, સ્વચ્છ, પાણીદાર, યથાર્થ કટીંગવાળા છે એ જાણવા જેવું છે તેમ આ પદાર્થોમાં છાંટ-કલંક-ખાડા કે બનાવટ નથી. એ પણ જાણવું જરૂરી જ છે. એ જ ન્યાયે આત્માને ઉપાદેયભાવે જેમ જાણવો જોઇએ તેમ હેયભાવે તેને લાગેલાં કર્મો પણ બરાબર જાણવાં જોઇએ. આ સિદ્ધાંતથી જ પૂર્વે થયેલા ગીતાર્થ આચાર્યોએ ‘‘કર્મ’’વિષયને સમજાવવા ઘણી સૂક્ષ્મ ચર્ચાઓ કરવાપૂર્વક મહાન્ શાસ્ત્રસર્જન કર્યું છે. તેઓના લખાયેલા ગ્રંથોનું જો દિગ્દર્શન માત્ર કરીએ તો પણ તેઓનું જીવન કેટલું જ્ઞાન-ધ્યાનમાં ઓતપ્રોત અને પારંગત હશે તેનું આશ્ચર્ય થયા વિના રહેશે જ નહીં. ચાર્વાકદર્શન વિના ભારતીય અન્ય દર્શનકારોએ શબ્દાન્તરથી ‘કર્મ” ને સ્વીકારેલું જ છે. પૂર્વભવ અને પુનર્ભવ માનનારા સર્વ ધર્મસૂત્રકારોએ આ કૈર્મ” ની માન્યતા સ્વીકારી છે. · Page #6 -------------------------------------------------------------------------- ________________ જગત્કર્તા ઇશ્વર છે એવું માનનારા ન્યાય-વૈશેષિક દર્શનકારોએ પણ ધર્મ અને અધર્મ નામના બે ગુણો સ્વીકારી કર્મની માન્યતાને સ્વીકૃત કરી છે. તેઓને જ્યારે પ્રશ્ન કરવામાં આવે છે કે જગત્કર્તા ઇશ્વર પરમ કૃપાલુ અને સ્વતંત્ર છે પછી શા માટે રાજા-રંક, સુખી-દુઃખી, રોગી-નિરોગીની ભિન્ન ભિન્ન રચના કરે છે. સર્વત્ર સુખી જ સંસાર કેમ સર્જતા નથી? ત્યારે આ જ ઉત્તર આપે છે કે તેના શુભ-અશુભ કર્મ પ્રમાણે ઇશ્વર જીવોને રાજા-રંકપણે સર્જે છે. શાસ્ત્રવિહિત કર્મજન્ય ગુણને ધર્મ અને શાસ્ત્ર નિષિધ્ધ કર્મજન્ય ગુણને અધર્મ કહે છે. શબ્દાન્તર માત્રથી આ કર્મ જ છે. સાંખ્યદર્શનમાં “પુરુષ અને પ્રકૃતિ” એમ બે તત્ત્વ માની પ્રકૃતિ જ સંસારની લીલાની સર્જક બતાવી છે. આ પ્રકૃતિનું પ્રતિબિંબ આત્મામાં માની આત્મામાં ઔપચારિક કર્તૃત્વ-ભોકતૃત્વ માનેલું છે. પ્રકૃતિનો સંયોગ તે સંસાર અને પ્રકૃતિનો વિયોગ તે મોક્ષ એમ માનેલું છે. આ પ્રકૃતિ એ જ શબ્દાન્તરથી કર્મ જ થયું. બૌદ્ધદર્શનમાં અંગુત્તરનિકાય અને ધમ્મપદ નામના બૌદ્ધશાસ્ત્રોમાં માનસિક-વાચિક અને કાયિક ચેતના એ જ કર્મ છે અને સંસાર પરિભ્રમણનું કારણ છે. તે કર્મના તેઓની દૃષ્ટિએ ૪ ભેદ બતાવેલા છે. (૧) જનક, (૨) ઉપસ્તંભક, (૩) ઉપપીડક, (૪) ઉપઘાતક. મીમાંસકદર્શનમાં અવિદ્યા શબ્દથી કર્મ સ્વીકૃત કર્યું છે. વસ્તુના યથાર્થ સ્વરૂપનું અજ્ઞાન એ જ અવિદ્યા છે, તે જ કર્મબંધરૂપ છે. કર્મશકિતને તેઓ ‘“અપૂર્વ” કહે છે. જૈમિનીય મુનિનું કથન છે કે વેદોમાં વર્ણવેલા યજ્ઞો દીર્ઘકાળે ફળ આપનારા છે. તેથી યજ્ઞો પૂર્ણ કર્યા પછી જ્યાં સુધી ફળપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી યજ્ઞકૃત કોઇ એવું અપૂર્વ' તત્ત્વ અંદર વર્તે છે કે જે કાલાન્તરે ફળ આપે છે. તે કર્મ જ છે. તથા યજ્ઞ અને યાગાદિ ક્રિયાઓ દ્વારા તથા નિત્ય નૈમિત્તિક ક્રિયાઓ દ્વારા આ જીવ પ્રતિક્ષણે કર્મ બાંધે છે. આ પ્રમાણે ચાર્વાક વિના સર્વ દર્શનકારો જાદી જાદી રીતે કર્મતત્ત્વ સ્વીકારે છે તથા તેના બંધનાં કારણો તથા તેના વિપાકના પ્રસંગો વિષે ઘણી ચર્ચા જોવા-જાણવા મળે છે. તે અન્ય પ્રસંગે સમજાવીશું. પરંતુ ઇતરદર્શનો કરતાં જૈનદર્શનમાં કર્મવિષયક વિપુલ સાહિત્ય અને સૂક્ષ્માતિસૂક્ષ્મ ચર્ચા-સંક્રમ Page #7 -------------------------------------------------------------------------- ________________ ઉદ્વર્તના-અપવર્તનાદિ રૂપ કર્મના પરિવર્તનોનું વિવેચન જોવા મળે છે તેનો અલ્પ અંશ પણ અન્યત્ર મળતો નથી. ગણધર ભગવંતોથી આજ સુધીના કાળમાં થયેલા અનેક આચાર્યોએ સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં ગદ્ય-પદ્ય રૂપે તથા વિદ્વાન્ ગૃહસ્થ પંડિતોએ ગુજરાતી-હિન્દી ભાષાન્તરો રૂપે પણ અનેકવિધ સાહિત્ય સર્જન કરેલું છે. પ્રભુ શ્રી મહાવીર દેવે કેવલજ્ઞાન પ્રાપ્ત કરી વીતરાગવાણી વડે શ્રુતજ્ઞાન રૂપી આ દીપક પ્રજ્વલિત કર્યો છે. જે દીપકને પાંચમા આરાના છેડા સુધી પ્રકાશમાન રાખવા આજ સુધીના થયેલા સંતોએ સુંદર શાસ્ત્રસર્જન કરવા રૂપી ઘી આ દીપકમાં પૂર્યું છે. જો વચ્ચેના સંતોએ શાસ્ત્રસર્જન કરવા રૂપી ઘી આ દીપકમાં પૂર્યું ન હોત તો દૃષ્ટિવાદની જેમ વર્તમાનકાલીન વિશિષ્ટ શ્રુત પણ કદાચ આપણા સુધી આવ્યું ન હોત. તેથી તે સંતોનો આપણા ઉપર દીપકને પ્રજ્વલિત રાખવા રૂ૫ મહાનું ઉપકાર છે. - જૈન દર્શનમાં મુખ્ય બે પરંપરા છે. (૧) શ્વેતામ્બર અને (૨) દિગંબર, આ બન્ને પરંપરામાં કર્મ વિષયક અનેક શાસ્ત્રસર્જન વિદ્વાનું મહાત્માઓએ કર્યું છે. તેની કંઈક રૂપરેખા માત્ર આપું છું. (૧) કર્મપ્રકૃતિ (કમ્મપડિ) આ ગ્રંથના કર્તા પૂજ્ય આચાર્યશ્રી શિવશર્મસૂરિજી છે. જેઓ પ્રાયઃ ૧૦ પૂર્વધારી છે. વિક્રમની શરૂઆતની સદીમાં પ્રાયઃ થયા છે. આ ગ્રંથ પ્રાકૃત ભાષામાં પદ્યરૂપે ૪૭પ શ્લોક પ્રમાણ છે. આ ગ્રંથ ઉપર ૭000 શ્લોક પ્રમાણ અજ્ઞાત-કફૂંક ચૂર્ણ છે. ૮૦૦૦ શ્લોક પ્રમાણ સંસ્કૃત ભાષામાં ગદ્ય રૂપે પૂજ્યશ્રી મલયગિરિજી કૃત ટીકા છે. તથા ૧૩,૦૦૦ શ્લોક પ્રમાણ પૂજ્ય ઉપાધ્યાયજી યશોવિજયજી મ. કૃત સંસ્કૃત ટીકા છે તથા પંડિતજી શ્રી ચંદુલાલ નાનચંદજી કૃત ગુજરાતી ટીકાનુવાદ પણ છે. (૨) પંચસંગ્રહ આ ગ્રંથના કર્તા શ્રી ચંદ્રર્ષિ મહત્તરાચાર્ય છે. ૯૬૩ શ્લોક પ્રમાણ આ ગ્રંથ છે. આ ગ્રંથકર્તા પાર્થર્ષિના શિષ્ય હોય એમ લાગે છે. આ ગ્રંથ ઉપર ૯૦૦૦ શ્લોક પ્રમાણ સ્વોપજ્ઞ, અને ૧૮,૮૫૦ શ્લોક પ્રમાણ પૂજ્ય મલયગિરિજી કૃત સંસ્કૃત ટીકાઓ છે. આ પંચસંગ્રહના બે ભાગ છે. પ્રથમ ભાગમાં પાંચ દ્વારો છે અને બીજા ભાગમાં કર્મ પ્રકૃતિના અનુસારે આઠ Page #8 -------------------------------------------------------------------------- ________________ કરણોનું વર્ણન છે. આ ગ્રંથની ટીકાનો ગુજરાતી અનુવાદ પંડિત શ્રી હીરાલાલ દેવચંદજીએ કરેલો છે તથા પંડિતજી શ્રી પુખરાજજી અમીચંદજીભાઈએ (અમારા વિદ્યાગુરુએ) પુનઃ તેનું સંપાદન કરી સાર સંગ્રહ કરેલ છે. પ્રાચીન કર્મગ્રંથ ષક દેવેન્દ્રસૂરિજીના બનાવેલા કર્મગ્રંથો સરળ અને અર્વાચીન છે. તેથી તેની અપેક્ષાએ પૂર્વે રચાયેલા કર્મગ્રંથોને “પ્રાચીન કર્મગ્રંથોમાં કહેવાયું છે. એવા છે કર્મગ્રંથો છે. તે ભિન્ન ભિન્ન કર્તાના બનાવેલા છે. નામો પ્રાચીન અને અર્વાચીનનાં સમાન છે. (૧) કર્મવિપાક આ પ્રથમ કર્મગ્રંથના કર્તા ગર્ગષિમુનિ છે. તે ૧૬૮ શ્લોક પ્રમાણ છે. ઉદિત કર્મોના વિપાકનું (ફળનું) વર્ણન કરેલ હોવાથી નામ કર્મવિપાક રાખેલ છે. આ કર્મગ્રંથની રચના વિક્રમની ૧૦ મી સદીમાં થઈ છે. તે ગ્રંથ ઉપર (૧) પરમાનંદ સૂરિજી કૃત ટીકા, (૨) ઉદય પ્રભસૂરિજી કૃત ટિપ્પણક અને (૩) અજ્ઞાતકર્તૃક ટીકા છે. આ ટીકાઓ અને ટિપ્પણક પ્રાય: વિક્રમની બારમી-તેરમી સદીમાં થયેલ છે. (૨) કર્મસ્તવ આ બીજા કર્મગ્રંથના કર્તાનું નામ અનુપલબ્ધ છે. તે પ૭ શ્લોક પ્રમાણ છે. તેના ઉપર બે ભાગ્યો અને બે સંસ્કૃત ટીકાઓ છે. બન્ને ભાષ્યોના કર્તા અજ્ઞાત છે. પરંતુ બન્ને ટીકાઓના કર્તા અનુક્રમે (૧) ગોવિન્દાચાર્ય અને (૨) ઉદયપ્રભસૂરિજી છે. આ બીજા કર્મગ્રંથનું “બન્યોદય-સયુક્ત સ્તવ'' એવું બીજા નામ પણ છે. (૩) બન્ધસ્વામિત્વ આ ગ્રંથના કર્તાનું નામ પણ અનુપલબ્ધ છે. આ ગ્રંથ ૫૪ શ્લોક પ્રમાણ છે. આ ગ્રંથ ઉપર એક સંસ્કૃત ટીકા છે. જે ટીકાના કર્તા પૂ. શ્રી હરિભદ્રસૂરિજી છે. આ હરિભદ્રસૂરિજી બૃહદ્ગચ્છના શ્રી માનદેવસૂરિજીના શિષ્ય હતા. તેથી યાકિની મહત્તરાર્નુથી અન્ય છે. આ ટીકાની રચના વિ. સં. ૧૧૭૨ મા વર્ષમાં,-વિક્રમની ૧૨ મી સદીમાં થઈ છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ (૪) ષડશીતિ આ ગ્રંથના કર્તા જિનવલ્લભગણિ છે. આ ગ્રંથ ૮૬ શ્લોક પ્રમાણ છે તેથી જ તેનું નામ “ડશીતિ” રાખવામાં આવેલ છે. આ ગ્રંથની રચના વિક્રમની બારમી સદીમાં થઈ છે. આ ગ્રંથનું બીજું નામ “આગમિક વસ્તુ વિચારસાર” પ્રકરણ છે. આ ગ્રંથ ઉપર અજ્ઞાતકર્તક બે ભાગ્યો છે જેની અનુક્રમે ર૩ અને ૩૮ ગાથાઓ છે. તથા ત્રણ સંસ્કૃત ટીકાઓ છે. (૧) શ્રી હરિભદ્રસૂરિજી કૃત ટીકા છે. (આ હરિભદ્રસૂરિ યાકિની મહત્તરાર્નુથી જુદા છે) (૨) પૂજ્ય શ્રી મલયગિરિજી કૃત ટીકા અને (૩) પૂ. શ્રી યશોભદ્રસૂરિજી કૃત ટીકા. આ ત્રણે ટીકાઓ વિક્રમની બારમી સદીમાં થઈ છે. આ ચોથા કર્મગ્રંથના કર્તા શ્રી જિનવલ્લભગણિ શ્રી જિનેશ્વરસૂરિજીના શિષ્ય હતા, અને અભયદેવસૂરિજી પાસે વિદ્યાભ્યાસ કરતા હતા, ગ્રંથકર્તા વિક્રમ સંવત ૧૧૬૭ માં સ્વર્ગવાસી થયા છે. (૫) શતક આ પાંચમા કર્મગ્રંથના કર્તા પૂ. શ્રી શિવશર્મસૂરિજી છે. જેઓ કમ્મપયડિના પણ કર્તા છે. આ કર્મગ્રંથ ૧૦૦ શ્લોક પ્રમાણ છે તેથી જ તેનું નામ “શતક” રાખેલ છે આ કર્મગ્રંથ ઉપર ત્રણ ભાષ્યો, એક ચૂર્ણિ અને ત્રણ ટીકાઓ છે. ત્રણ ભાષ્યોમાંથી બે લઘુભાષ્યો છે. જેની ૨૪ ૨૪ ગાથાઓ છે. તેઓના કર્તા અજ્ઞાત છે. પરંતુ ત્રીજા બૃહભાષ્ય છે. જેની ૧૪૧૩ ગાથા છે. વિક્રમ સં.૧૧૭૯ માં રચાયું છે. તેના કર્તા શ્રી ચક્રેશ્વરજી છે. તથા ચૂર્ણિના કર્તા અજ્ઞાત છે. ત્રણ ટીકાઓમાં પહેલી ટીકાના કર્તા મલધારિ શ્રી હેમચંદ્રાચાર્યજી છે. બીજી ટીકાના કર્તા શ્રી ઉદયપ્રભસૂરિજી છે અને ત્રીજી ટીકાના કર્તા શ્રી ગુણરત્નસૂરિજી છે આ ત્રણે ટીકાઓ વિક્રમની અનુક્રમે બારમી, તેરમી અને પંદરમી સદીમાં રચાઈ છે. (૬) સપ્તતિકા આ ગ્રંથના કર્તા ચંદ્ર મહત્તરાચાર્ય છે. (અથવા શિવશર્મસૂરિજી હોય એમ પણ પ્રાચીન ઇતિહાસ સંશોધકોનું માનવું છે.) આ ગ્રંથની ૭૦ ગાથા છે. તેથી જ તેનું સપ્તતિકા નામ રાખેલ છે. આ ગ્રંથનો કેટલોક વિષય કઠીન છે. તેથી તેની સરળતા માટે તેના ઉપર રચાયેલા ભાષ્યમાંથી કેટલીક ગાથાઓ Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રક્ષિપ્ત કરાઈ છે. જેથી હાલ ૯૧ ગાથા જોવા મળે છે. આ ગ્રંથ ઉપર શ્રી અભયદેવસૂરિજી કૃત ૧૯૧ ગાથાનું ભાષ્ય છે. અજ્ઞાતકર્તક ચૂર્ણિ છે. ચન્દ્રષિમહત્તરાચાર્યકૃત પ્રાકૃતવૃત્તિ છે. શ્રી મલયગિરિજી કૃત સંસ્કૃત ટીકા છે. તથા મેરૂતુંગાચાર્યની વિક્રમ સંવત ૧૪૪૯ માં રચાયેલી ભાષ્યવૃત્તિ છે. તથા શ્રી ગુણરત્નસૂરિજીની વિક્રમની ૧૫ મી સદીમાં રચાયેલી અવચૂરિ પણ છે. અર્વાચીન કર્મગ્રંથો (૫) ઉપરોકત કર્મગ્રંથોમાં જે જે વિષયો લખેલા છે. તે તે જ વિષયોને જણાવતા સરળભાષામાં પ્રાકૃત પદ્યમય લિપિમાં પૂ. શ્રી દેવેન્દ્રસૂરિજીએ નવા પાંચ કર્મગ્રંથો બનાવ્યા છે. જેનાં નામો પૂર્વના કર્મગ્રંથોને અનુસારે જ કર્મવિપાક-કર્મસ્તવ-બંધસ્વામિત્વ-પડશીતિ અને શતક રાખેલ છે. હાલ આ જ કર્મગ્રંથો વધારે અધ્યયન અધ્યાપનમાં પ્રચલિત છે. આ પાંચે કર્મગ્રંથો ઉપર ગ્રંથકર્તાની જ સ્વોપજ્ઞ ટીકાઓ છે. પરંતુ કોઈ અગમ્ય કારણસર ત્રીજા કર્મગ્રંથની ટીકા અનુપલબ્ધ છે. તથા પાંચે કર્મગ્રંથો ઉપર થઈને ૨૯૫૮ શ્લોક પ્રમાણ શ્રી મુનિશેખરસૂરિજીએ ટીકા બનાવી છે અને ૫૪૦૭ શ્લોક પ્રમાણ આ૦ ગુણરત્નસૂરિજીએ ટીકા બનાવી છે તથા શ્રી કમલસંયમ ઉપાધ્યાયજીએ ૧૫૦ શ્લોક પ્રમાણ માત્ર બીજા કર્મસ્તવ નામના કર્મગ્રંથ ઉપર વિ. સંવત ૧૫૫૯ માં વિવરણ લખેલ છે તથા પાંચે કર્મગ્રંથો ઉપર ત્રણ બાલાવબોધ લખાયેલ છે. (૧) વિક્રમની ૧૭ મી સદીમાં શ્રી જયસોમસૂરિજીએ ૧૭000 શ્લોક પ્રમાણ, (૨) વિક્રમની ૧૭ મી જ સદીમાં શ્રી મતિચંદ્રસૂરિજીએ ૧૨૦૦૦ શ્લોક પ્રમાણ અને (૩) વિક્રમની ૧૯ મી સદીમાં (સંવત ૧૮૦૩ માં) શ્રી જીવવિજ્યજીએ ૧૦OO૦ શ્લોક પ્રમાણ બાલાવબોધ લખેલ છે. સાર્ધશતક | કર્મગ્રંથના જ વિષયને સમજાવતો શ્રી જિનવલ્લભગણિજીનો બનાવેલો ૧૫૫ શ્લોક પ્રમાણ આ ગ્રંથ છે જેની રચના વિક્રમની ૧૨ મી સદીમાં થઈ છે. તેના ઉપર અજ્ઞાતકર્તૃક ભાષ્ય છે તથા એક ચૂર્ણિ અને બે ટીકાઓ પણ છે. (૧) વિક્રમ સંવત ૧૧૭૦ માં, શ્રી મૂનિચંદ્રસૂરિજી કૃત Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૨૨૦૦ શ્લોક પ્રમાણ ચૂર્ણિ છે. (૨) વિક્રમ સંવત ૧૧૭૧ માં, શ્રી ધનેશ્વરસૂરિજી કૃત ૩૭૦૦ શ્લોક પ્રમાણ સંસ્કૃત ટીકા છે અને (૩) વિક્રમ સંવત ૧૧૭૯ માં, શ્રી ચક્રેશ્વર સૂરિજી કૃત ૧૪૦૦ શ્લોક પ્રમાણે વૃત્તિ ટિપ્પણક પણ છે. મનઃસ્થિરીકરણ પ્રકરણ વિક્રમ સંવત ૧૨૮૪ માં શ્રી મહેન્દ્રસૂરિજીએ ૧૬૭ શ્લોક પ્રમાણ આ ગ્રંથ, તથા ૨૩૦૦ શ્લોક પ્રમાણ તેના ઉપર સ્વોપજ્ઞ ટીકા તેઓએ જ બનાવી છે. સંસ્કૃત કર્મગ્રંથ ચાર વિક્રમની ૧૫ મી સદીમાં, કુલ ૫૬૯ શ્લોક પ્રમાણ, સંસ્કૃત ભાષામાં ચાર કર્મગ્રંથો શ્રી જયતિલકસૂરિજીએ બનાવ્યા છે. ભાવ પ્રકરણ વિક્રમ સંવત ૧૬૨૩ માં શ્રી વિજય વિમલગણિજીએ ૩૦ શ્લોક પ્રમાણ ભાવ પ્રકરણ'' નામનો ગ્રંથ તથા તેના ઉપર ૩૨૫ શ્લોક પ્રમાણ સ્વોપજ્ઞ સંસ્કૃત ટીકા બનાવી છે. બંધહેતૂદય ત્રિભંગી વિક્રમની ૧૬ મી સદીમાં શ્રી વિજયહર્ષકુલ ગણિજીએ ૬૫ ગાથા પ્રમાણ આ ગ્રંથની રચના કરી છે તથા તેના ઉપર જ ૧૧૫૦ શ્લોક પ્રમાણ સંસ્કૃત ટીકા વાનરર્ષિગણિજીએ ૧૬૦૨ માં બનાવી છે. બન્યોદયસત્તા પ્રકરણ વિક્રમની ૧૭ મી સદીમાં શ્રી વિજયવિમલગણિજીએ ૨૪ ગાથા પ્રમાણ આ ગ્રંથની રચના કરી છે તથા આ જ ગ્રંથ ઉપર કર્તાએ પોતે જ ૩૦૦ શ્લોક પ્રમાણ સ્વોપજ્ઞ અવસૂરિ પણ બનાવી છે. કર્મસંવેધભંગ પ્રકરણ વિક્રમની ૧૭ મી સદીમાં શ્રી દેવચંદ્રસૂરિજીએ ૪૦૦ શ્લોક પ્રમાણ આ ગ્રંથની રચના કરી છે. જેમાં સપ્તતિકાના અનુસારે સંવેધ ભાંગાઓનું જ વર્ણન છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ભૂયસ્કારાદિ વિચાર પ્રકરણ શ્રી લક્ષ્મી વિજ્યજીએ ૬૦ શ્લોક પ્રમાણ આ ગ્રંથની રચના કરી છે. જેમાં ભૂયસ્કાર-અલ્પતર-અવસ્થિત બંધ અને અવક્તવ્ય બંધનું સવિસ્ત૨૫ણે વર્ણન છે. તથા પૂજ્ય આચાર્યદેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. ના માર્ગદર્શન અને પ્રેરણાથી તેમના શિષ્ય-પ્રશિષ્યોએ (૧) બંધ વિહાણ મહાગ્રન્થ તથા (૨) ખવગસેઢી-ઉવસમસેઢી ઇત્યાદિ મૂળ ગ્રન્થો પ્રાકૃતમાં અને ટીકાઓ સંસ્કૃત ભાષામાં રચેલી છે. તથા વળી પૂજ્યગણી શ્રી અભયશેખરવિજ્યજી મ. સાહેબે કર્મપ્રકૃતિ પદાર્થ ભાગ-૧-૨, તથા કર્મ પ્રકૃતિ પ્રશ્નોત્તરી ભાગ-૩ ઇત્યાદિ સાહિત્ય પણ કર્મ ઉપર સુંદર છણાવટ પૂર્વક રચાયેલું જોવા મળે છે. કમ્મપડિ અને શતક નામના પાંચમા કર્મગ્રંથ ઉપર પૂજ્ય મુનિચન્દ્રસૂરિજી મ.સા. ની બનાવેલી વિષમપદા નામની ટિપ્પણી પણ છે. તથા નીચેના ગ્રન્થોમાં પણ કર્મસંબંધી વિશાલ ચર્ચા જોવા મળે છે. ષખંડાગમ કર્મના વિષયને સમજાવતો, ષટ્ખંડ રૂપે (છ ભાગ રૂપે) સૌથી વધુ મહત્ત્વવાળો આ ગ્રંથ છે. જેની અંદર છ ખંડોમાં (૧) જીવસ્થાનક, (૨) ક્ષુદ્રકબંધ, (૩) બંધસ્વામિત્વવિષય, (૪) વેદના, (૫) વર્ગણા, (૬) મહાબંધ એમ છ વિષયોનું સવિસ્તર વર્ણન છે. આ ગ્રંથના કર્તા શ્રી ભૂતબલી અને પુષ્પદંત ભટ્ટારકજી છે. જેઓનો વિદ્યાભ્યાસ ગિરનાર પર્વતની ગુફાઓમાં ધરસેન આચાર્ય પાસે થયો છે. પુષ્પદંત અલ્પાયુષી હતા તેથી અલ્પ ભાગની રચના કરી છે. શેષભાગ ભૂતબલિજીએ પૂર્ણ કરેલ છે. આ મુનિઓ પ્રભુ શ્રી મહાવીર સ્વામી પછી ૬૮૦/૭૦૦ વર્ષે થયા છે એટલે ષટ્યુંડાગમની રચના બીજી-ત્રીજી સદીમાં બની છે. આ ગ્રંથ ઉપ૨ શ્રી કુંદકુંદાચાર્ય કૃત સંસ્કૃત ટીકા છે. સમન્તભદ્રાચાર્યકૃત પણ સંસ્કૃત ટીકા છે તથા વીરસેનાચાર્યકૃત ૭૨૦૦૦ શ્લોક પ્રમાણ સંસ્કૃત ટીકા છે જેનું નામ ધવલા તરીકે પ્રસિદ્ધ છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ કષાયપ્રાત - જ્ઞાનપ્રવાદ નામના પાંચમાં પૂર્વની દશમી વસ્તુમાંથી શ્રી ગુણધર આચાર્યશ્રીએ આ ગ્રંથની રચના કરી છે. પ્રાયઃ વિક્રમની ત્રીજી સદીમાં આ ગ્રંથ રચાયો છે. કર્મ અને કષાયના વિષયનું અતિશય વિસ્તારથી વર્ણન છે. પખંડાગમ અને કષાય પ્રાભૂત ગ્રંથો આગમની જેટલા માનનીય અને વિસ્તૃત છે. આ ગ્રંથ ઉપર ૪ ટીકાઓ છે. (૧) એક ટીકા શામકુંડાચાર્યની છે. (૨) બીજી ટીકા તંબુરાચાર્યજીની છે. (૩) ત્રીજી ટીકા બપ્યદેવસૂરિજીની છે. (૪) અને ચોથી ટીકા વીરસેનાચાર્યશ્રીની બનાવેલી ૬0000 શ્લોક પ્રમાણ “જયધવલા” નામની મહાટીકા છે. ગોમ્મદસાર આ ગ્રંથ સિદ્ધાન્ત ચક્રવર્તી શ્રી નેમિચંદ્રજીનો બનાવેલો છે. જેના બે ખંડ છે. (૧) જીવકાંડ અને (૨) કર્મકાંડ. દિગમ્બર સંપ્રદાયમાં આ બન્ને કાંડોનો અત્યારે સર્વત્ર અભ્યાસ થાય છે. આ ગ્રંથ ઉપર ચામુંડરાયની બનાવેલી કન્નડ ભાષામાં એક ટીકા છે. બીજી કેશવવણજીની સંસ્કૃત ટીકા છે. ત્રીજી અભયચંદ્રજીની સંસ્કૃત ટીકા છે. એમ ત્રણ ટીકાઓ છે. તથા પંડિતજી શ્રી ટોડરમલજીનું હિન્દી ભાષામાં વિવરણ છે. તથા પ્રથમ જીવકાંડ ઉપર પંડિતજી ખુબચંદ જૈનનું અને બીજા કર્મકાંડ ઉપર પંડિતજીશ્રી મનોહરલાલજી શાસ્ત્રીનું હિન્દી ભાષામાં વિવરણ છે. જે પરમશ્રુતપ્રભાવક મંડળ અગાસ તરફથી પ્રકાશિત થયેલું છે. લબ્ધિસાર આ ગ્રંથ પણ સિદ્ધાન્ત ચક્રવર્તી શ્રી નેમિચંદ્રજીએ રચેલ છે. તેની આશરે ૬૪૯/૬૫૦ ગાથા છે. તેના ઉપર કેશવવર્સીજીની સંસ્કૃત ટીકા છે અને ટોડરમલજીની હિન્દી વ્યાખ્યા છે. પંચસંગ્રહ આ ગ્રંથના કર્તા “અમિત મુનિ' છે આ ગ્રંથની રચના વિક્રમની અગિયારમી સદીમાં થઈ છે (વિ.સં. ૧૦૭૩ માં ગ્રંથ રચના થયેલી છે, તેની ૧૪૫૬ ગાથાઓ સંસ્કૃત ભાષામાં પદ્યરૂપે છે અને લગભગ ૧૦૦૦ શ્લોક Page #14 -------------------------------------------------------------------------- ________________ - ૧૩ પ્રમાણ ગદ્ય રૂપે છે. પ્રાકૃત પંચસંગ્રહ પણ છે. પરંતુ તેના કર્તા અનુપલબ્ધ છે. તેની ગાથા ૧૩૨૪ અને ગદ્યભાગ લગભગ ૫૦૦ શ્લોક પ્રમાણ છે. આ પ્રમાણે કર્મના વિષયને સમજાવતું સંસ્કૃત-પ્રાકૃત-હિન્દી-ગુજરાતી આદિ ભાષાઓમાં ગદ્ય-પદ્ય રૂપે શ્વેતાંબરીય અને દિગંબરીય પરંપરામાં વિપુલ સાહિત્ય સર્જન મહાત્માઓએ કરેલ છે. તે સર્વે ગ્રંથોમાં પ્રવેશ કરવા માટે આ “કર્મવિપાક” નગર પ્રવેશના દ્વાર સમાન છે સર્વત્ર સવિશેષ અધ્યયન યોગ્ય છે. જો કે આ કર્મગ્રંથનું ગુજરાતી વિવેચન શ્રી યશોવિજ્યજી જૈન સંસ્કૃત પાઠશાળા મહેસાણા, પંડિતજી ભગવાનદાસભાઈ, શ્રી સોમચંદ ડી. શાહ તથા પંડિત સુખલાલજી તરફથી લખાઈને પ્રસિદ્ધ થયેલ છે. પં. શ્રી પ્રભુદાસભાઈ અને પં. શ્રી ખુબચંદ કેશવલાલ તરફથી “કર્મવિચાર” નામે પુસ્તકો પ્રકાશિત થયાં છે. તથાપિ તેને વધારે સરળ ભાષા રૂપે બનાવવા તથા અમારા પોતાના અધ્યયન વિશેષ માટે અમે આ લખ્યું છે. ગ્રંથકર્તા વિષે યત્કિંચિત્ આ કર્મગ્રંથોના કર્તા પૂ. આ. શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મ. છે. તેઓના ગુરુજીનું નામ “શ્રી જગચંદ્રસૂરીશ્વરજી” હતું, તેઓ સવિશેષ તપ આચરતા હોવાથી તેઓના તપ પ્રભાવથી પ્રસન્ન થયેલા ચિતોડના મહારાજા નેત્રસિંહે તેઓને “તપા” બિરૂદ આપ્યું હતું ત્યારથી આ ગચ્છ “તપાગચ્છ”ના નામે પ્રસિદ્ધિ પામ્યો, વિક્રમ સંવત ૧૩૨૭ માં ગ્રંથકર્તા સ્વર્ગવાસી થયા છે. તેઓનું “ચંદ્રકુલ” હતું. આ પાંચ કર્મગ્રંથો ઉપરાંત શ્રાદ્ધદિનકૃત્ય વૃત્તિ, સિદ્ધ પંચાશિકાવૃત્તિ, સુદર્શન ચરિત્ર, સિદ્ધદરિડકા આદિ અનેક ગ્રંથોની રચના કરી છે. તેઓએ બનાવેલી ટીકા આદિ ગ્રંથોનું સંશોધન વિદ્વત્ન શ્રી ધર્મકીર્તિસૂરિજી તથા શ્રી વિદ્યાનંદસૂરિજીએ કર્યું છે. આભાર સ્વીકૃતિ આ ગુજરાતી વિવેચન લખવામાં સ્વપજ્ઞટીકા, મહેસાણા પાઠશાળાનું તથા પં. ભગવાનદાસજી કૃત ગુજરાતી વિવેચન આ ત્રણ ગ્રંથોનો મુખ્ય સહારો લીધેલ છે તથા પ્રસંગ-પ્રસંગે વિ.આ. ભાષ્ય, સમ્મતિતર્ક, નંદીસૂત્ર, આદિ ગ્રંથોનો સહારો લીધેલ છે. તે સર્વે ગ્રંથકર્તા અને વિવેચન કર્તાઓનો હું આભાર માનું છું. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મહેસાણા પાઠશાળા તથા પંડિતજી શ્રી પુખરાજજી સાહેબનો હું આભાર માનું છું કે જેઓએ મને આ યત્કિંચિત્ પણ સમ્યજ્ઞાન આપી મને ધર્મ સંસ્કારોનો વારસો આપ્યો છે. પૂજ્ય ગચ્છાધિપતિ, આચાર્ય શ્રી જયઘોષસૂરિજી મહારાજશ્રીની આજ્ઞાથી પૂજ્ય ગણિવર્ય મુનિરાજશ્રી અભયશેખરવિજયજી” મહારાજશ્રીએ આદિથી અંત સુધી એકેક પૃષ્ઠ અને એકેક પંક્તિ અતિશય લાગણીપૂર્વક પોતાના બહોળા અભ્યાસ અને અનુભવ દ્વારા તપાસી આપી ઘણા સ્થળોએ રહેલી ત્રુટિઓ સુધારી, આ વિવેચનને રસપ્રદ અને નિર્દોષ કરી આપ્યું છે. તથા તેઓએ પૂ. મુનિમંડળને ભણાવતાં ભણાવતાં એકઠી કરેલી કેટલીક સૂક્ષ્મ ચર્ચાઓ રૂપ ટિપ્પણીઓ આ ગ્રંથમાં પ્રસન્ન થઇને પ્રકાશિત કરવા સમ્મતિ આપી છે અને તે દ્વારા આ ગ્રંથની શોભામાં અતિશય વધારો કર્યો છે તે બદલ પૂ. ગચ્છાધિપતિનો તથા પૂ. ગણિવર્યશ્રીનો અંતઃ કરણપૂર્વક અત્યન્ત આભાર માનું છું. તથા પંડિતવર્ય શ્રી માણેકલાલ હરગોવનદાસભાઇએ અને પંડિતવર્ય શ્રી રસિકલાલ શાન્તિલાલભાઇએ પણ સમય અને સંજોગાનુસાર આ વિવેચન તપાસી આપ્યું છે તે બદલ તેઓનો પણ આભાર માનું છું. વ્યવસ્થિત ટાઇપસેટિંગ તથા પ્રકાશન કરી આપવા બદલ અમદાવાદ ભરત પ્રિન્ટરીના માલિક કાંતિલાલ ડી. શાહ તથા તેઓશ્રીના સુપુત્રો આદિનો તથા પોતાના અમૂલ્ય સમયનો ભોગ આપી કાળજીપૂર્વક પોતાના અભ્યાસ અને બહોળા અનુભવ સાથે સુંદર પ્રુફરીડીંગ કરી આપવા બદલ પંડિતવર્યશ્રી રતિલાલ ચીમનલાલભાઇનો ખૂબ જ આભાર માનું છું. જ્યારે આ વિવેચન લખાતું હતું ત્યારે જ કોપીઓનો ખર્ચ આપી કોપીઓ નોંધાવવા દ્વારા મારી પ્રકાશન ખર્ચ સંબંધી આર્થિક ચિંતા દૂર કરી જેઓએ સાથ-સહયોગ આપ્યો છે તે સર્વેનો પણ આ અવસરે આભાર માનું છું. છદ્મસ્થતાના અને બીન-ઉપયોગતાના કારણે શ્રી જિનેશ્વર પરમાત્માની આજ્ઞા વિરૂદ્ધ જે કંઇ આ ગ્રંથમાં લખાઇ ચૂક્યું હોય તેની ત્રિવિધે ક્ષમા યાચું છું અને તે ક્ષતિઓ તરફ તુરત મારૂં ધ્યાન દોરવા વિદ્વર્ગને નમ્ર ભાવે વિનંતિ કરૂં છું. ૧૧૪૪૩, માતૃછાયા બીલ્ડીંગ, બીજે માળે, રામજીની પોળ, નાણાવટ, સુરત-૩૯૫૦૦૧. (INDIA) લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા Page #16 -------------------------------------------------------------------------- ________________ . ૧૫. આ પુસ્તક પ્રકાશનની પહેલાં પ્રકાશિત થયેલાં પુસ્તકોમાં પણ જેઓએ ૧૦૦ થી વધુ કોપી નોંધાવી મને આર્થિક સહકાર આપ્યો છે તેઓનાં નામો તે તે પુસ્તકોમાં આપવાં રહી ગયાં છે તેથી અહીં તે નામો આપું છું અને તે સર્વેનો ખૂબ જ આભાર માનું છું. શ્રી જૈન ધર્મના મૌલિક સિદ્ધાન્ત - કોપી ૧000 મીલવોકી, અમેરિકા, એક તત્ત્વ જિજ્ઞાસુ ગૃહસ્થ. શ્રી યોગશતક - કોપી ૧૦૦૦ શ્રી વિજયભાઈ તથા મીનાબેન લોસ એંજીલર્સ-અમેરિકા. શ્રી યોગવિંશિકા - કોપી ૫૦૦ પૂ. આ. શ્રી જયંતસેનસૂરીશ્વરજી મ. ના સદુપદેશથી (ત્રિસ્તુતિક જૈન સંઘ). શ્રી જૈન તત્ત્વ પ્રકાશ - કોપી પ૦૦ શ્રી પ્રવિણભાઈ દંડ પરિવાર, વોશિંગ્ટન, અમેરિકા. શ્રી જૈન તત્ત્વ પ્રકાશ - કોપી ૫૦૦ શ્રી લૉસ એંજીલર્સ જૈન સેન્ટર અમેરિકા. શ્રી યોગવિંશિકા - કોપી ૨૦૦ શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા-મહેસાણા. શ્રી યોગવિંશિકા - કોપી ૨00 પૂ. લાવણ્યશ્રીજી મ.સા. (સરકારી ઉપાશ્રયવાળાં) ના સદુપદેશથી. શ્રી યોગશતક - કોપી ૧૦૦ શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા-મહેસાણા. શ્રી યોગશતક - કોપી ૧00 પૂ.આ.મ.શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ. ના સદુપદેશથી શ્રી યોગશતક - કોપી ૧૦૦ પૂ. લાવણ્યશ્રીજી મ.સા. (સરકારી ઉપાશ્રયવાળાં)ના સદુપદેશથી. (૧૦) Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પ્રકાશિત થયેલ પુસ્તકોની યાદી (૧) યોગવિંશિકા - પૂ. હરિભદ્રસૂરિજી કૃત વિંશતિવિંશિકામાંની ૧૭ મી યોગ ઉપરની વિંશિકા, તથા પૂ. ઉપાધ્યાયજી કૃત ટીકાનો અનુવાદ. (૨) યોગશતક - પૂ. હરિભદ્રસૂરિજી કૃત સ્વપજ્ઞ ટીકા સાથે અનુવાદ. (૩) શ્રી જૈન ધર્મના મૌલિક સિદ્ધાન્તો - જે પુસ્તકમાં અમેરિકા તથા લંડનમાં ભણાવેલા પાંચ વિષયોનો સંગ્રહ કર્યો છે. (૧) નવકારથી સામાઈય વયજુત્તો સુધીનાં સૂત્રોનું વિવેચન, (૨) નવતત્ત્વ, (૩) ચૌદ ગુણસ્થાનક, (૪) કર્મના ૮ અને ૧૫૮ ભેદોનું વર્ણન, (૫) અનેકાન્તવાદ, સાતનય-સપ્તભંગી, પારિભાષિક શબ્દકોશ વિગેરે. (૪) શ્રી જૈન તત્ત્વ પ્રકાશ ભાગ-૧ - બે પ્રતિક્રમણના સૂત્રોનું વિવેચન. (૫) શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - શ્રીમદ્ રાજચંદ્રજી કૃત ગ્રંથનું ગુજરાતી વિવેચન. જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ - જે પુસ્તકમાં જૈન શાસ્ત્રોમાં વારંવાર વપરાતા પારિભાષિક શબ્દોના અર્થો સંગ્રહિત કર્યા છે. (૭) જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માલા ભાગ-૧ - પ્રૌઢ સ્ત્રી-પુરુષને ઉપયોગી ચારસો પ્રશ્ન-ઉત્તરોનો સંગ્રહ. (૮) “કર્મવિપાક”- પ્રથમ કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. હાલ લખાતા ગ્રંથો (૧) રત્નાકરાવતારિકા - પહેલો-બીજો પરિચ્છેદ લખાઈ ગયો છે. જે ટુંક સમયમાં પ્રકાશિત થશે. ત્રીજા પરિચ્છેદનું વિવેચન લખાય છે. (૨) તત્ત્વાર્થાધિગમસૂત્ર - સરળ, બાલભોગ્ય ભાષાયુક્ત, પરિમિત વિવેચન. (૩) કર્મસ્તવ - બંધસ્વામિત્વ - બીજા-ત્રીજા કર્મગ્રંથનું વિવેચન (૪) યોગદૃષ્ટિ સમુચ્ચય - ટીકા સહિતનું સરળ પરિમિત ગુજરાતી વિવેચન. સ્વ-પરના આત્મ કલ્યાણ માટે જૈન શાસ્ત્રોના ગ્રંથોનો અભ્યાસ અને ઉપયોગ કરવા નમ્ર વિનંતિ છે. લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા Page #18 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય તપસ્વી શ્રી કંચનશ્રીજી મહારાજ સાહેબના શિષ્યા પરમ પૂજ્ય લાવણ્યશ્રીજી મહારાજ સાહેબ (સરકારી ઉપાશ્રયવાળા) ના સદુપદેશથી શ્રી આદિનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ છે. આદિનાથનગર, કાનજી વાડી, શાન્તાદેવી રોડ, નવસારી-૦૯૬૪૪૫ તરફથી ૫૦૦ (પાનસો) નકલના ગ્રાહક થઈને અમને જે આર્થિક સહકાર આપ્યો છે તે બદલ તેઓશ્રીનો હું આભાર માનું છું. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા Page #19 -------------------------------------------------------------------------- ________________ Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ બે બોલી મુનિ : અભયશેખરવિજય ગણી साम्यं बिभर्ति यः कर्म-विपाकं हदि चिन्तयन् । स एव स्यात् चिदानन्द-मकरन्दमधुव्रतः ॥ (ज्ञानसार) કર્મ વિપાકને ચિંતવતો જે ચિંતક હૃદયમાં સમતા ધારણ કરે છે તે જ ચિદાનન્દ રૂપી મકરંદને માણનારો ભ્રમર બને છે * * * * * * * * * * * * * * * * પડી પડોશમાંથી અવાજ આવી રહ્યો છે, બાપ દીકરાને મારી રહ્યો છે એનો, અને દીકરો રોઈ રહ્યો છે એનો. દીકરાએ શું કર્યું છે? એ ન જાણતા હોવા છતાં શું કલ્પના આવશે! એ જ કે દીકરાએ કંઈક અપરાધ-તોફાન-ખોટું કર્યું હશે ને તેથી બાપ એને સજા કરી રહ્યો છે. સામેથી ઘણાં ઢોર આવી રહ્યાં હોય, એમાંથી કો'કના જ ગળામાં એવી રીતે લાકડું બાંધેલું જોવા મળે કે જે વારંવાર એના જ પગમાં અથડાયા કરે ને એને હેરાન કર્યા કરે, આવું જોઈને શી કલ્પના આવશે? બીજાં પશુઓ તોફાની નહીં હોય, આ જ તોફાની હશે. આનાથી વિપરીત પડોશમાં એવું દૃશ્ય જોવા મળે છે કે બાપ દીકરાની પીઠ થાબડી રહ્યો છે, પ્રશંસા કરી રહ્યો છે, કંઈક બક્ષિસ આપી રહ્યો છે. દીકરાએ શું કર્યું છે? તે ન જાણતા હોવા છતાં શું કલ્પના આવશે? એ જ કે દીકરાએ કંઈક સારું કામ કર્યું હશે ને તેથી એને બક્ષિસ મળી રહી છે. આટલી તારવણી દિલમાં કોતરી લેવા જેવી છે કે “અપરાધ વિના સજા નહીં ... ને સત્કાર્ય વિના બક્ષિસ નહીં ... Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૮ બીજાઓ ઓફીસમાં બેઠા બેઠા ટેલીફોનનું ડાયલ ઘુમાવે ને હજારો રૂપિયા કમાઈ જાય, અને હું કેટલીય મજારી કરું , દોડધામ કરું છું. કંઈ કેટલાય ધંધા અજમાવી જોયા, પણ નિર્ધનતા સતી સ્ત્રીની જેમ મારો પડછાયો છોડતી નથી. બીજાને સુંદર-સુશીલ-ગુણિયલ પત્ની મળી. ને ઘણી ઘણી તપાસ કરીને પસંદ કરી હોવા છતાં મારી પત્ની કેમ કુભાર્યા નીકળી? રોજ ફલેશકંકાસ ને કજીયા. જીવવું ઝેર કરી નાંખ્યું. જરૂર પ્રકૃતિ મને સજા કરી રહી છે ને તો પછી જરૂર હું પૂર્વમાં કંઈક ને કંઈક તોફાન-અપરાધ કરી આવ્યો છું. નહીંતર મારા જ ગળે આવું લાકડું શા માટે બાઝે? જીવનના જે જે અંગમાં અનુકૂળતાઓ મળી છે તે તે પૂર્વમાં હું કંઈક સુકૃત કરી આવ્યો છું એની મને પ્રકૃતિ તરફથી બક્ષિસ મળેલ છે. ને જીવનના જે જે અંગમાં પ્રતિકૂળતાઓ પેદા થયેલી છે એ પૂર્વમાં હું જ કંઈક અપરાધ કરી આવ્યો છું એની પ્રકૃતિ તરફથી મને થઈ રહેલી સજા છે. તો પછી પત્ની-પુત્ર-પડોશી-ભાગીદાર કે બીજા કોઈને પણ મારા દુઃખમાં જવાબદાર શું માનવો? ને એના પ્રત્યે દ્વેષ-શત્રુતા શું કરવાં? સત્કાર્ય કર્યું, પુણ્ય બંધાયું, એના વિપાકે બક્ષિસ મળી.” “દુષ્કાર્ય કર્યું, પાપ બંધાયું, એના વિપાકે સજા થઈ.” જીવનમાં જે કંઈ સારું કે નરસું બની રહ્યું છે એમાં આવું કર્મવિપાકનું ચિન્તન કરનારના હૃદયને સમતાદેવી શા માટે ન વરે? અલ્યા! ઉભો રહે, વગર લાઈટે સાઈકલ ચલાવે છે...' અય! બાજુ પર ખસ, લાઈટ તો નથી, બ્રેક પણ નથી.' છતાં, ટ્રાફીક પોલીસે જેમ તેમ કરી સાઇકલનું હેન્ડલ પકડી સાઇકલ સવારને ઉભો રાખ્યો, ખીસામાંથી ડાયરી કાઢી, “કંઇ લખતાં વાંચતાં આવડે છે કે? “લખતાં આવડે છે, વાંચતાં નથી આવડતું..” સાઈક્લિસ્ટે કહ્યું. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૯ “વાંધો નહીં, લખતાં આવડે છે ને... લે તારું નામ ને એડ્રેસ આમાં લખી દે...’ ગામડિયાએ ડાયરી લઇ કંઇક લીટા કરી, ડાયરી પાછી આપી. પોલીસે જોયું અને ખીજાયો. ‘અલ્યા! આ શું લખ્યું ? વાંચી બતાવ... ‘મેં કહ્યું ને... મને વાંચતાં નથી આવડતું...' આપણે પણ રોજે રોજ કંઇક સારાં નરસાં કાર્યો કરીને આત્મા પર જાત જાતનું લખ્યા કરીએ છીએ, પણ અત્યારે જીવનમાં જે અનુભવી રહ્યા છીએ... એ પૂર્વમાં શું લખીને આવ્યા છીએ ? એનું પરિણામ છે? એટલું વાંચતાં શીખ્યા નથી. શરીર રોગિષ્ઠ (કે નિરોગી) શા માટે મળ્યું? પત્ની સુશીલ (કે કુશીલ) શા માટે મળી? આર્થિક પરિસ્થિતિ સદ્ધર (કે અદ્વર) શા માટે? પુત્રો વિનીત (કે ઉલ્લંઠ) શા માટે પાડ્યા! સંઘ-સમાજ કે સંસ્થાનું ઘણું કામ કરું છું છતાં મને જશને બદલે જૂતિયાં મળે છે ને ફલાણો કશું નથી કરતો છતાં જશ ખાટી જાય છે. ઘણો ઉપકાર કરવા છતાં હું લોકપ્રિય બનવાના બદલે અળખામણો કેમ બની ગયો છું ! બધાંને મારું આગમન અપ્રિય કેમ થઇ પડે છે ? જિંદગીના આવાં અનેક પાસાંઓ કયા કર્મનો વિપાક છે! તે અને એવું કર્મ મન-વચન-કાયાની કેવી સારી-નરસી પ્રવૃત્તિ-વૃત્તિથી બંધાય છે તે વાંચવાનું શીખવતો એક અવ્વલ કક્ષાનો ગ્રન્થ એટલે “કર્મવિપાક” નામનો પ્રથમ કર્મગ્રંથ. પ્રાચીન કર્મગ્રન્થનો આધાર લઇને પૂ. આ. શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજે રચેલા આ પ્રથમ કર્મગ્રંથ પર આજ સુધીમાં ઘણું ઘણું સાહિત્ય બહાર પડી ચૂકયું છે. છતાં જગત્તા જીવો ઘણું ખરું આ વાંચતાં શીખ્યા નથી-શીખતા નથી. એટલે વિશ્વવત્સલ શ્રી તીર્થંકર દેવોથી નિરક્ષરતા નિવારણ માટે ચાલુ થયેલા આ સાક્ષરતા અભિયાનમાં પંડિતવર્ય શ્રી ધીરજભાઇ મહેતા પણ પોતાનો કંઇક ફાળો નોંધાવવા જિજ્ઞાસુઓ સમક્ષ ઉપસ્થિત થયા છે જે જરૂર અનેક ભાવુકોને લાભકર્તા બનશે એમાં શંકા નથી. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨ સેંકડોની સંખ્યામાં સાધુ-સાધ્વીજી ભગવંતોને તેઓએ અનેક ગ્રન્થોનું અધ્યાપન કરાવ્યું છે તેથી તેઓનું ગ્રન્થ પરિશીલન સારું છે. વળી યોગવિંશિકાયોગશતક વગેરે અનેક ગ્રન્થોનો સરળ અનુવાદ પ્રકાશિત કર્યો હોવાથી તેઓની આ બાબતની હથોટી સારી કેળવાયેલી છે તથા અમેરિકાસ્થિત સાવ નવા જીવોને પણ આ વાતો કેવી રીતે સમજાવવી? એનો એમને અનુભવ છે એટલે આ વિવેચનમાં તેઓએ સારો એવો વિસ્તાર કર્યો છે જે નવા જીવોને વિષય વસ્તુ પણ સમજવામાં ઉપકારક બનશે એવી શ્રદ્ધા છે. સિદ્ધાન્તદિવાકર, ગચ્છાધિપતિ પૂજ્યપાદ આ. ભગવંત શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ. સા.ના સૂચનને અનુસરીને મેં મારા ક્ષયોપશમ અનુસાર આ વિવેચન વાંચી જોયેલું છે. મને પણ આ ગ્રન્થના અધ્યાપનનો લાભ અનેકશઃ પ્રાપ્ત થયેલો છે એ દરમ્યાન થયેલી વિચારણાઓ-ફુરણાઓનો લાભ અનેક જિજ્ઞાસુઓને પ્રાપ્ત થાય એવી ભાવનાથી પ્રથમ કર્મગ્રન્થના પદાર્થોનું લખાણ તૈયાર કરેલું. પણ શ્રી ધીરૂભાઇ પંડિતની ભાવના મુજબ એનું અલગ પુસ્તક ન છપાવતાં એમાંની વિશિષ્ટ વાતો આ પુસ્તકમાં જ પરિશિષ્ટ રૂપે સમાવિષ્ટ કરી છે. કર્મવિપાક નામના આ પ્રથમ કર્મ ગ્રન્થનો અભ્યાસ-પરિશીલન-મનન કરીને ડગલેને પગલે એને જીવનમાં વિચારતા રહીને, સમતા કેળવીને, ભવ્યજીવો ચિદાનંદના ભોકતા બનો એવી મંગલ કામના. શ્રી શંખેશ્વરજી મહાતીર્થ વિ. સં. ૨૦૫૧ શ્રી પ્રેમ-ભુવનભાનુ-ધર્મજિત જયશેખરસૂરીશ્વર શિષ્યાણું મુનિ અભયશેખરવિજય ગણી. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૧ અભિપ્રાય) ભારતીય આસ્તિક દર્શનકારોએ જુદા-જુદા નામે કર્મનો સ્વીકાર તો કર્યો છે. પણ તેના સ્વરૂપ નિદર્શનમાં કયાંય ઊંડાણ કે સૂક્ષ્મતા જણાતી નથી. જ્યારે જૈન દર્શનકારોએ એ જ કર્મના સ્વરૂપને અનેક મૂળ આગમ ગ્રંથોમાં પ્રતિષ્ઠિત કરેલ છે. અને તેના ઉપરથી પછી પછીના પૂર્વાચાર્યો-પૂર્વ મહાપુરુષોએ અનેક ગ્રંથો, ટીકાઓ આદિની રચના દ્વારા ખૂબ ઊંડાણથી વિશદ વિવેચન કરેલ છે. વર્તમાનમાં એ કર્મના સ્વરૂપનો અભ્યાસ કરવા પ. પૂ. આ. શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મ. સા. રચિત કર્મગ્રંથો ખૂબ ઉપયોગી છે. આજથી લગભગ એંશી વર્ષ પહેલાં સદ્ગુણાનુરાગી પૂ. શ્રી કર્પરવિજયજી મ. સાહેબે પૂ. શ્રી જીવવિજયજી મ. સા. ના ટબાના આધારે તૈયાર કરેલ આ કર્મગ્રંથો શ્રી જૈન શ્રેયસ્કર મંડળ-મહેસાણા તરફથી પ્રકાશિત થયેલ, ત્યારબાદ પં. શ્રી પ્રભુદાસભાઈ બેચરદાસ પારેખે લગભગ પાંસઠ વર્ષ પૂર્વે તેનું ફરીથી સંપાદન કરી પુનર્મુદ્રિત તે જ સંસ્થા તરફથી કરાવેલ. ત્યારબાદ તેમાં કોઈ વિશેષ સુધારા વિના તેની જ આવૃત્તિઓ ફરી -ફરી પ્રકાશિત થયેલ. ભાષાકીય સુગમતાની દૃષ્ટિએ તેમાં થોડા સુધારા-વધારાની આવશ્યક્તા જણાતી હતી. માનનીય વિદ્વદ-રત્ન પં. શ્રી ધીરજલાલભાઈએ તે આવશ્યક્તા આ પ્રથમ કર્મગ્રંથ (કર્મવિપાક)ના વિવેચનને તેને અનુસારે છતાં નવેસરથી લખવા દ્વારા મહદ્અંશે પૂર્ણ કરી છે. અને બાકીના કર્મગ્રંથોનું વિવેચન પણ આ જ રીતે ફરીથી તૈયાર કરી જ્ઞાન-પિપાસુ આત્માઓના અધ્યયનમાં સહાયક બનશે. –એવી આશા છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ - આ પ્રથમ કર્મગ્રંથનું સંપૂર્ણ મેટર મેં ઉપયોગપૂર્વક તપાસેલ છે. અને તેને લગતાં સૂચનો પણ પંડિતજીને કરેલ, જેના તેમણે યોગ્ય ખુલાસા પણ કરેલ છે. આ લખાણમાં કોઈ પણ સ્થળે થયેલ ભૂલો સૂચવવાથી તેને સુધારી લેવાની તત્પરતા દેખાડી પંડિતજી શ્રી ધીરુભાઈએ પોતાના સરલ સ્વભાવનો પરિચય કરાવ્યો છે તે જરૂર અનુમોદનીય છે. કર્મગ્રન્થમાં જણાવ્યા મુજબ કર્મના સ્વરૂપને સમજી ત્યાગમય જીવન દ્વારા કર્મબંધના હેતુઓને દૂર કરવાનો પ્રયત્ન જેટલા-જેટલા અંશે આચરણમાં મૂકાય તેટલા-તેટલા અંશે આ ગ્રંથ નિર્માણમાં સહાયક સર્વનો પ્રયત્ન સફળ ગણાય. લિ. રતિલાલ ચીમનલાલ દોશી (લુદરાવાળા) અધ્યાપક : શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન પાઠશાળા શ્રી મહાવીર સ્વામી જૈન દેરાસરના ઢાળ પાસે, અમદાવાદ, Page #26 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક વિકાસ માટે કર્મગ્રન્થના જ્ઞાનની ઘણી આવશ્યકતા છે. કર્મગ્રંથમાં આવતા કર્મ પ્રકૃતિના વિષયને સરળ ભાષામાં રજુઆત કરતા સંપાદનની આવશ્યકતા હતી. પંડિતશ્રી ધીરજલાલ ડાહ્યાલાલ મહેતાએ અથાગ પરિશ્રમ કરી કર્મ ગ્રંથનું સુંદર સંપાદન કરી અભ્યાસકવર્ગની ઘણા સમયની જરૂરિયાત પૂર્ણ કરી છે તે માટે પંડિતજીનો પ્રયત્ન પ્રશંસનીય છે. કર્મગ્રંથના સંપાદનનું મેટર મેં વાંચેલ છે તેથી તેમાં સરળ ભાષામાં કરેલ સુંદર રજુઆતથી પંડિતજીની વિદ્વત્તા તથા કર્મપ્રકૃતિના તત્ત્વજ્ઞાનની પ્રતીતિ થાય છે. કર્મ બન્ધના હેતુઓ તથા કર્મ પ્રકૃતિઓની સરળ વ્યાખ્યાના જ્ઞાનદ્વારા આ ગ્રન્થ અભ્યાસકવર્ગને કર્મ સાહિત્યનું જ્ઞાન પ્રાપ્ત કરવા તેમજ કર્મબન્ધનોથી દૂર રહેવા ઉપયોગી થશે. પંડિતશ્રી ધીરજલાલભાઇએ પરદેશમાં તત્ત્વજ્ઞાનના વર્ગો ચલાવતાં દિવસ દરમ્યાન રહેલ સમયમાં કર્મગ્રંથના સંપાદન માટે કરેલ પરિશ્રમથી તેઓશ્રીના કર્મ સાહિત્યના ઊંડા જ્ઞાનની તેમજ અભ્યાસક વર્ગ માટે ઉપયોગી થવાની તેઓની ભાવનાની પ્રતીતિ થાય છે. ભવિષ્યમાં દ્રવ્યાનુયોગના વિષયના તેમજ ન્યાયના ગ્રંથોનું સરળ ભાષામાં સંપાદન કરવા શકિતમાન બને એ જ અભિલાષા રાખું છું. તા. ૧૭-૧-૯૫ ૫, રત્નસાગર એપાર્ટમેન્ટ, કાજીનું મેદાન, સુરત. -માણેકલાલ હરગોવનદાસ સોનેથા સાહિત્યશાસ્ત્રી ડી.બી.એ. (પ્રથમ વર્ગ) Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૪ (૩) જિનેશ્વર ભગવંતે જગતનું સ્વરૂપ વર્ણવ્યું છે કે નવતત્ત્વ અને છ દ્રવ્યમય જગત્ છે. તેમાંયે મુખ્ય દ્રવ્ય જીવ છે. તે જીવો અનંત જ્ઞાન-દર્શન આદિ ગુણવાળા છે. અનંત શક્તિવાળો આત્મા હોવા છતાં જે સંસારી જીવોની વિચિત્રતા દેખાય છે તેનું મુખ્ય કારણ કર્મ છે. તે કર્મનું સ્વરૂપ યથાર્થ સમજાય તો જ આત્મા કર્મથી મુકત બનવા પ્રયત્ન કરે. કર્મનું સ્વરૂપ અનેક આગમો અને ગ્રંથોમાં વર્ણવેલ છે. છતાં બાળ જીવો સમજી શકે તે હેતુથી આગમોમાંથી સંક્ષેપમાં સ્વરૂપ ગ્રહણ કરી પૂ. આ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. એ કર્મગ્રંથ રૂપે પાંચ કર્મગ્રંથોની રચના કરી છે. આ ગ્રંથોનો અભ્યાસ સામાન્ય જીવો કરી શકે તે માટે તેની ટીકાનું ગુજરાતી ભાષાન્તર મહેસાણા શ્રી જૈન શ્રેયસ્કર મંડળ તરફથી પ્રકાશિત થયેલ છે. જેના આધારે આજે કર્મગ્રંથના અભ્યાસીઓ તેનું અધ્યયન કરે છે. તે ભાષાન્તરમાં કેટલાક પારિભાષિક શબ્દો હોવાથી તેમજ કેટલાક ગહન પ્રશ્નો ઉદ્દભવતા હોવાથી વિશેષથી કર્મનું સ્વરૂપ સમજી શકે તે આશયથી મારા વડીલબંધુ પં. શ્રી ધીરૂભાઇએ તે કર્મગ્રંથો ઉપર ગાથાર્થશબ્દાર્થ-વ્યાખ્યા-પ્રશ્નો જવાબ આદિ રૂપે જે તૈયાર કરેલ છે તે વાંચતાં એમ લાગે છે કે અધ્યાપકની મદદ વિના પણ અભ્યાસકો કર્મગ્રંથનું અને કર્મનું સ્વરૂપ સહેલાઇથી જાણી શકશે. પં. શ્રી ધીરૂભાઇનો પ્રયત્ન ઘણો જ પ્રશંસનીય છે. આ ગ્રંથોનું અધ્યયન-વાંચન કરી સર્વે આત્માઓ કર્મથી મુક્ત બને તેવી આશા. લિ. રસિકલાલ શાન્તિલાલ મહેતા ૩૦૧, કુમુદચંદ્રકૃપા, સોની ફળીયા, સુરત. Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા સ્ટેશન રોડ, રંગ મહોલના નાકે, મહેસાણા. (ઉ. ગુજરાત - INDIA) જૈન ધર્મનાં શાસ્ત્રોનું પ્રારંભથી સુંદર અધ્યાપન કરાવનાર આ એક જ સંસ્થા છે. મેં આ સંસ્થામાં રહીને જ આઠ વર્ષ ધાર્મિક અભ્યાસ કર્યો છે. ભારતભરમાં પાઠશાળામાં ભણાવનાર શિક્ષક શિક્ષિકાઓ આ સંસ્થામાં તૈયાર થયેલ છે. આજ સુધી લગભગ ઘણા ભાઈઓએ અભ્યાસ કરી દીક્ષા પણ સ્વીકારી છે. ન્યાયવ્યાકરણ અને ઉચ્ચ ધાર્મિક શાસ્ત્રોનું અધ્યયન કરાવવામાં આવે છે. ભણતા વિદ્યાર્થીઓને અભ્યાસકાળ દરમ્યાન અને અભ્યાસ પૂર્ણ કરે ત્યારે સારો પુરસ્કાર આપવામાં આવે છે. તો આપશ્રીના બાળકોને ઉત્તમ ધાર્મિક સંસ્કાર તથા અભ્યાસ માટે આ સંસ્થામાં મોકલવા વિનંતિ છે. તથા આ સંસ્થાને આર્થિક ક્ષેત્રે વધુ દૃઢ કરવા દાતાઓને વિનંતિ છે કે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યગ્યારિત્રનો ધોધ વરસાવતી આ સંસ્થાને અવશ્ય યાદ કરવા જેવી છે. લાભ લેવા માટે ખાસ વિનંતિ છે. આ સંસ્થામાં દાન આપવાની અનેક યોજનાઓ છે. તથા વિક્રમ સંવત ૧૯૫૪માં આ સંસ્થા સ્થપાયેલી છે. જેથી બે વર્ષ પછી આ સંસ્થાને ૧૦૦ વર્ષ પૂર્ણ થાય છે તેનો શતાબ્દિ મહોત્સવ ઉજવવાનો છે. તો આવા શુભ પ્રસંગે રત્નત્રયીનું પ્રસારણ કરતી આ સંસ્થાને અવશ્ય યાદ કરશો. એવી આશા રાખું છું. - લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા Page #29 -------------------------------------------------------------------------- ________________ मङ्गलाचरणम् सर्वज्ञं श्रीमहावीरं, बह्रासन्नोपकारिणम् । शक्रपूज्यं विनिर्मोहं वन्देऽहं तीर्थकारकम् ॥ १ ॥ · " लाभस्तैरल्पमेधसाम् ॥ ३ ॥ वाग्देवताभिधां देवीं संस्मृत्य हंसवाहिनीम् । कर्मग्रन्थं प्रवक्ष्यामि, देवेन्द्रसूरि - भाषितम् ॥ २ ॥ सन्ति यद्यपि नैकानि, टीका- भाषान्तराणि च । नैव दुःषमकालेन, ग्रामीणानां यथा ग्राम्यो, ह्यल्पज्ञोऽपि सुबोधक: । तद्वद् मम प्रयासोऽयं, मृदु गुर्जरया गिरा ॥ ४॥ कर्म साहित्य - स्नेहेन कृतमिदं विवेचनम् । सज्जनास्तद् विकुर्वन्तु, धैर्यगुणगणान्विताः ॥ ५ ॥ शेषाः पञ्चापि लिख्यन्ते, प्रकाश्यन्ते यथा तथा । श्रुतसुधारसास्वादे-नात्महितार्थिना मया ॥ ६ ॥ कृपया साधु-साध्वीनां समाप्तिरस्तु वै कृतेः । कल्याणमस्तु संघस्य, मम रचनयानया ॥ ७ ॥ 1 1 Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૭ કર્મવિપાક નામના પ્રથમ કર્મગ્રંથની મૂળ ગાથાઓ सिरि-वीर - जिणं वंदिअ, कम्मविवागं समासओ वुच्छं । कीरइ जीएण हेऊहिं, जेणं तो भन्नए "कम्मं " ॥ १ ॥ पयइ - ठिइ-रस-पएसा, तं चउहा मोअगस्स दिट्ठता । मूल-पगइट्ठ- उत्तर-पगइ - अडवन्नसयभेयं ॥ २ ॥ इह नाण- दंसणावरण- वेय- मोहाउ-नाम- गोआणि । विग्घंचपण- नव-दु-अट्ठवीस - चउतिसय-दु-पणविहं ॥ ३ ॥ मइ - सुअ- ओही -मण- केवलाणि, नाणाणि तत्थ मइनाणं । वंजणवग्गह- चउहा, मण- नयण - विणिंदियचउक्का ॥ ४ ॥ अत्थुग्गह- ईहा - वाय-धारणा करणमाणसेहिं छहा । इय अट्ठवीसभेअं, चउदसहा वीसहा व सुयं ॥ ५ ॥ अक्खर - सन्नि-सम्मं, साइअं खलु सपज्जवसिअं च । गमिअं अंगपविट्ठे, सत्तवि एए सपडिवक्खा ॥ ६ ॥ पज्जय- अक्खर -पय-संघाया, पडिवत्ती तह य अणुओगो । पाहुड - पाहुड - पाहुड, -वत्थु पूव्वा य स-समासा ॥७॥ अणुगामि- वड्ढमाणय- पडिवाईयरविहा छहा ओही । रिउमइ - विउलमई, मणनाणं केवलमिगविहाणं ॥ ८ ॥ एसिं जं आवरणं, पडुव्व चक्खुस्स तं तयावरणं । दंसण चउ पण निद्दा, वित्तिसमं दंसणावरणं ॥ ९ ॥ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૮ चक्खु-दिट्ठि-अचक्खु-सेसिंदिय-ओहि-केवलेहिं च । दंसणमिह सामन्नं, तस्सावरणं तयं चउहा ॥१०॥ सुहपडिबोहा निद्दा, निहानिदा य दुक्खपडिबोहा । पयला ठिओवविट्ठस्स, पयलपयला उ चंकमओ ॥११॥ दिण-चिंतिअस्थ करणी, थीणद्धी अद्ध-चक्की-अद्ध-बला । महु-लित्त-खग्ग-धारा-, लिहणं व दुहा उ वेअणीअं ॥१२॥ ओसन्नं सुरमणुए, सायमसायं तु तिरियनरएसु । मजं व मोहणीयं, दुविहं दंसणचरणमोहा ॥१३॥ दंसणमोहं तिविहं, सम्मं मीसं तहेव मिच्छत्तं । सुद्धं अद्धविसुद्धं, अविसुद्धं तं हवइ कमसो ॥१४॥ जीय-अजीय-पुण्ण-पावाऽऽसव-संवर-बंध-मुक्ख-निजरणा । जेणं सद्दहइ तयं, सम्मं खइगाइ-बहु-भेअं ॥१५॥ मीसा न रागदोसो, जिणधम्मे अंतमुहू जहा अन्ने । नालिअरदीवमणुणो, मिच्छं जिणधम्मविवरीअं ॥१६॥ सोलस कसाय नव नोकसाय, दुविहं चरित्तमोहणीयं । अण-अप्पच्चक्खाणा, पच्चक्खाणा य संजलणा ॥१७॥ जाजीव-वरिस-चउमास, पक्खगा नरय-तिरिय-नर-अमरा । सम्माणुसव्वविरई-अहखाय-चरित्तघायकरा ॥१८॥ जल-रेणु-पुढवी-पव्वय-राई-सरिसो चउव्विहो कोहो । तिणिसलया-कट्ठ-ट्ठिय-सेलत्थंभोवमो माणो ॥१९॥ Page #32 -------------------------------------------------------------------------- ________________ २८ मायावलेहि-गोमुत्ति-मिंढ-सिंग-घणवंसिमूलसमा । लोहो हलिद्दखंजण-कद्दम-किमि-राग-सामाणो ॥२०॥ जस्सुदया होइ जीए, हास रई अरइ सोग भय कुच्छा। सनिमित्तमन्नहा वा, तं इह हासाइ मोहणीयं ॥ २१ ॥ पुरिसित्थि-तदुभयं पइ, अहिलासो जव्वसा हवइ सो उ । थी-नर-नपुवेउदओ, फुफुम-तण-नगरदाहसमो ॥२२॥ सुर-नर-तिरि-नरयाऊ, हडिसरिसं नामकम्म चित्तिसमं । बायाल-तिनवइविहं, तिउत्तरसयं च सत्तट्ठी ॥ २३ ॥ गइ-जाइ-तणु-उवंगा, बंधण-संघायणाणि संघयणा । संठाण-वण्ण-गंध-रस-फास-अणुपुव्वि-विहगगई ॥२४॥ पिंडपयडित्ति चउदस, परघा-ऊसास आयवुजोअं। अगुरुलहु तित्थ निमिणो-वघायमिअ अट्ठ पत्तेआ ॥२५॥ तस- बायर-पजत्तं, पत्तेय-थिरं सुभं च सुभगं च । सुसराइज्जजसं, तसदसगं थावरदसं तु इमं ॥२६ ॥ थावर-सुहुम-अपज्जं, साहारण-अथिर-असुभ-दुभगाणि । दुस्सर-णाइज्जा जस-मिअ, नामे सेयरा वीसं ॥ २७ ॥ तसचउ-थिरछक्कं अथिरछक्कसुहमतिग-थावरचउक्कं । सुभगतिगाइविभासा, तयाइसंखाहिं पयडीहिं ॥२८॥ वनचउ-अगुरुलहुचउ, तसाइ-दु-ति-चउर-छक्कमिच्चाई। इअ अन्नावि विभासा, तयाइसंखाहिं पयडीहिं ॥ २९ ॥ Page #33 -------------------------------------------------------------------------- ________________ 30 गइयाईण उ कमसो, चउ-पण-पण-ति पण-पंच-छ-छक्कं । पण-दुग-पण-ट्ठ-चउ-दुग-इअ उत्तरभेअ पणसट्ठी ॥३०॥ अडवीसजुआ तिनवई, संते वा पनरबंधणे तिसयं । बंधण-संघायगहो, तणूसु सामन्नवनचउ ॥३१॥ इअ सत्तट्ठी बंधोदए अ, न य सम्ममीसया बंधे । बंधुदए सत्ताए, वीस-दुवीसट्टवण्णसयं ॥३२॥ निरय-तिरि-नर-सुरगई, इग-बिअ-तिअ-चउ-पणिंदि-जाईओ। ओराल-विउव्वाऽऽहारग, तेअ-कम्मण पण-सरीरा ॥३३॥ बाहूरु-पिट्ठि-सिर-उर, उयरंग-उवंग-अंगुली-पमुहा । सेसा अंगोवंगा, पढमतणुतिगस्सुवंगाणि ॥३४॥ उरलाइ-पुग्गलाणं, निबद्ध-बझंतयाण संबंधं । जं कुणइ जउ-समं तं, बंधणमुरलाइ-तणुनामा ॥३५॥ जं संघायइ उरलाइ-पुग्गले, तिणगणं व दंताली। तं संघायं बंधणमिव, तणुनामेण पंचविहं ॥३६ ॥ ओराल-विउव्वा-हारयाण, सग-तेअ-कम्मजुत्ताणं । नव बंधणाणि इयरदु-सहियाणं तिन्नि तेसिं च ॥३७॥ संघयणमट्ठिनिचओ, तं छद्धा वज्जरिसहनारायं । तह रिसहनारायं, नारायं अद्धनारायं ॥३८॥ कीलिअ-छेवळं इह-रिसहो पट्टो अकीलिआ वंजं । उभओ मक्कडबंधो, नारायं इममुरालंगे ॥३९॥ समचउरंसं निग्गोह-साइ-खुज्जाइ वामणं हूंडं। संठाणावन्ना-किण्ह-नील-लोहिय-हलिद्द-सिया ॥४०॥ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૧ सुरहिदुरही रसा पण, तित्त-कडु-कसाय-अंबिला-महुरा । फासा-गुरु लहु-मिउ-खर-सी-उण्ह-सिणिद्ध-रुक्खट्टा ॥४१॥ नील-कसिणं-दुग्गंधं, तित्तं कडुअंगुरूं खरं रुक्खं । सीअंच असुहनवगं, इक्कारसगं सुभं सेसं ॥४२॥ चउह-गइव्वणुपुव्वी, गइ-पुव्वीदुर्ग, तिगं नियाउजुअं पुव्वी उदओ वक्के, सुह-असुह-वसुट्ट-विहगगई ॥४३॥ परघाउदया पाणी, परेसिं बलिणंपि होइ दुद्धरिसो। ऊससणलद्धिजुत्तो, हवेइ ऊसासनामवसा ॥४४॥ रवि-बिंबे उजीअंगं, ताव-जुअं आयवाउ, न उजलणे । जमुसिण-फासस्स तहिं, लोहिअवण्णस्स उदउत्ति ॥४५॥ अणुसिणपयासरुवं, जीअंगमुजोअए इहुजोआ । जइदेवुत्तरविक्किअ-जोइसखजोअमाइव्व ॥४६॥ "अंगं न गुरु न लहुअं, जायइ जीवस्स अगुरुलहु उदया। तित्थेण तिहुअणस्स वि, पुज्जो से उदओ केवलिणो ॥४७॥ अंगोवंगनियमणं, निम्माणं कुणइ सुत्तहारसमं । उवघाया उवहम्मइ, सतणुवयवलंबिगाईहिं ॥४८॥ बि-ति-चउ-पणिंदिअ तसा, बायरओ बायरा जीया थूला । निय-निय-पज्जत्तिजुआ, पज्जत्ता लद्धिकरणेहिं ॥४९॥ पत्तेअतणू पत्ते उदएणं दंत-अट्ठिमाइ थिरं । नाभुवरि सिराइ सुहं, सुभगाओ सव्वजणइटो ॥५०॥ सुसरा महुरसुहझुणी, आइज्जा सव्वलोअगिज्झवओ। जसओ जसकित्तीओ, थावरदसगं विवज्जत्थं ॥५१॥ गोअंदुहुच्च-नी, कुलाल इव सुघड-भुंभलाऽइअं। विग्धं दाणे लाभे, भोगुवभोगेसु विरिए अ ॥५२॥ Page #35 -------------------------------------------------------------------------- ________________ सिरिहरियसमं एयं, जह पडिकूलेण तेण रायाई। . न कुणइ दाणाईयं, एवं विग्घेण जीवो वि ॥५३ ।। पडिणीयत्तण-निन्हव-उवघाय-पओस-अंतराएणं । अच्चासायणयाए, आवरणदुगं जीओ जयइ ॥५४॥ गुरुभत्ति-खंति-करुणा,वय-जोग-कसाय-विजय-दाणजुओ। दढधम्माई-अज्जइ, सायमसायं विवज्जयओ ॥५५॥ उम्मग्ग-देसणा-मग्ग-नासणा-देवदव्वहरणेहिं।। दंसणमोहं जिण-मुणि-चेइय-संघाईपडिणीओ ॥५६॥ "दुविहंपि चरणमोहं, कसाय-हासाइ-विसयविवसमणो । बंधइ नरयाउं महा-रम्भपरिग्गहरओ रुद्दो ॥५७॥ तिरिआउ गूढ-हिअओ, सढो ससल्लो तहा मणुस्साऊ । पयईइ तणुकसाओ, दाण-रुई मज्झिमगुणो अ॥५८॥ अविरयमाई सुराउं, बाल-तवोऽकामनिज्जरो जयई । सरलो अगारविल्लो, सुहनामं अन्नहा असुहं ॥५९॥ गुणपेही मयरहिओ, अज्झयण-ज्झावणारुई निच्चं । पकुणइ जिणाइभत्तो, उच्चं नीअं इयरहा उ ॥६०॥ जिणपूआ-विग्घकरो, हिंसाइपरायणो जयइ विग्धं । इअ कम्मविवागोऽयं, लिहिओ देविंदसूरीहिं ॥६१॥ Page #36 -------------------------------------------------------------------------- ________________ जयन्तु श्रीवीतरागाः પૂજ્યપાદ વિવિધગુણગણાલંકૃત આચાર્યદેવ શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી વિરચિત કર્મવિપાકનામા પ્રથમકર્મગ્રંથ કર્મવિપાક નામના પ્રથમ કર્મગ્રંથના અર્થ પ્રારંભ કરતાં પહેલા જૈનદર્શનની દૃષ્ટિએ “કર્મ” એ શું વસ્તુ છે? આત્માની સાથે કેમ બંધાય છે? અને કેવી રીતે બંધાય છે? તે સંબંધી કેટલીક પ્રાથમિક વિચારણા જાણી લઈએ. નવતત્ત્વમાં અજીવ તત્ત્વ આવે છે. તેના ધર્માસ્તિકાયાદિ પાંચ ભેદો છે. તેમાં પુદ્ગલાસ્તિકાય નામનું ૧ દ્રવ્ય છે. જે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળું અને રૂપી દ્રવ્ય છે. તેના સ્કંધ દેશ-પ્રદેશ અને પરમાણુ એવા ચાર ભેદ છે. સંખ્યાત-અસંખ્યાત કે અનંત પ્રદેશો ભેગા થઈને બનેલા દ્રવ્યોને સ્કંધ કહેવાય છે. સરખે સરખા પ્રદેશોના બનેલા સ્કંધોના સમૂહને વર્ગણા કહેવાય છે. અથવા એકેક સ્કંધને પણ વર્ગણા કહેવાય છે. પુદ્ગલાસ્તિકાય નામના દ્રવ્યમાં આવા પ્રકારની અનંતાનંત વર્ગણાઓ છે. આ અનંતાનંત વર્ગણાઓમાં વચ્ચે વચ્ચે અનંતી અવંતી વર્ગણાઓના આઠ સમૂહો એવા છે જેને જીવ ગ્રહણ કરી શકે છે. આ આઠમાંની એક પછી એક વર્ગણાઓ વધારે વધારે પ્રદેશોની બનેલી છે. અને અવગાહનામાં વધારે વધારે સૂક્ષ્મ છે. (૧) ઔદારિકવર્ગણા, (૨) વૈક્રિયવર્ગણા, (૩) આહારકવર્ગણા, (૪) તૈજસ-વર્ગણા, (૫) ભાષાવર્ગણા, (૬) શ્વાસોચ્છવાસવર્ગણા, (૭) મનોવર્ગણા અને (૮) કાર્મણવર્ગણા. એમ ૮ વર્ગણા જાણવી. મનુષ્યતિર્યંચોના ઔદારિક શરીરોની રચનામાં ઉપયોગી થાય તેવાં પુગલોને ઔદારિકવર્ગણા કહેવાય છે. દેવ નારકીના ભવપ્રત્યમિક અને મનુષ્ય Page #37 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કર્મગ્રંથ તિર્યંચના ગુણપ્રત્યયિક વૈક્રિય શરીરોની રચનામાં ઉપયોગી થાય એવાં પુદ્ગલોને વૈક્રિયવર્ગણા કહેવાય છે. ચૌદ પૂર્વધર મુનિમહાત્માઓ પ્રશ્નના નિવારણાદિ અર્થે કેવલી ભગવંત પાસે જવાના પ્રયોજનથી જે શરીર રચના કરે તેમાં ઉપયોગી થતાં પુદ્ગલોને આહારકવર્ગણા કહેવાય છે. શરીરમાં ભુક્ત આહારની પાચનક્રિયા કરનાર જે તૈજસ શરીર છે તેમાં ઉપયોગી પુદ્ગલોને તેજસ વર્ગણા કહેવાય છે. આ પ્રથમની ચાર વર્ગણાના સ્કંધોનો સમૂહ ચર્મચક્ષુથી દૃશ્ય છે તેથી બાદર પરિણામી કહેવાય છે. આ શરીરોથી સંસારના ભોગો (આહાર-પાણી-મળ-મૂત્ર-નિસર્ગ આદિ) થઈ શકે છે તેથી ભોગ યોગ્ય કહેવાય છે. અને હવે નીચે બતાવાતી શેષ ૪ વર્ગણાઓના સ્કંધોનો સમૂહ ચક્ષુથી અદૃશ્ય છે તેથી સૂક્ષ્મપરિણામી છે. આ શેષ ચાર સૂક્ષ્મ પરિણામી તો છે જ પરંતુ તેમાં પણ પછી પછીની વર્ગણા અતિશય સૂક્ષ્મ છે. તથા વચનોચ્ચારમાં, શ્વાસ ઉચ્છ્વાસમાં અને ચિંતન-મનનમાં ઉપયોગી થતાં પુદ્ગલોને અનુક્રમે પાંચમી ભાષાવર્ગણા, છઠ્ઠી શ્વાસોચ્છ્વાસ વર્ગણા અને સાતમી મનોવર્ગણા કહેવાય છે. અને આત્માની સાથે કર્મરૂપે બાંધવાને યોગ્ય જે પુદ્ગલો તેને આઠમી કાર્મણવર્ગણા કહેવાય છે. આ કર્મગ્રંથોમાં જે કર્મની ચર્ચા શરુ થાય છે તે કર્મ આ આઠમી કાર્યણવર્ગણાનું જ બને છે. તે પરમ સૂક્ષ્મ છે અદૃશ્ય છે. ચૌદ રાજલોક પ્રમાણ સમસ્ત લોકાકાશમાં પ્રદેશે પ્રદેશે આ વર્ગણા ભરેલી છે. જો કે આઠે વર્ગણા સમસ્ત લોકમાં ખીચોખીચ ભરેલી છે તથાપિ આપણી ચર્ચાનો વિષય જે કર્મ છે તેને યોગ્ય કાર્યણવર્ગણા પણ સમસ્ત લોકાકાશમાં વ્યાપ્ત છે એમ સમજી અત્યારે તેની ચર્ચા કરીએ. આ કાર્યણવર્ગણા નિર્જીવ છે. પુદ્ગલાત્મક છે. વર્ણાદિસહિત છે. ચક્ષુથી અગોચર છે. સમસ્ત લોકવ્યાપી છે. જેમ અંજનના ચૂર્ણથી ભરેલો ડબો હોય તેમ આ વર્ગણાથી ચૌદે રાજલોક ભરપૂર છે. સૂક્ષ્મ છે, અતિસૂક્ષ્મ છે. એક જાતની ઝીણી ૨જ છે. તે આત્માની સાથે ચોંટીને કર્મ બને છે. - Page #38 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક પ્રશ્ન-જે વસ્તુ નિર્જીવ હોય તે આત્માને કેમ ચોટે?તેનામાં બુદ્ધિ કે જ્ઞાન તો નથી તો ચોંટવાનો વ્યવહાર ક્યાંથી થયો ? ઉત્તર-જેમ વસ્ત્ર ઉપર તેલનું ટીપું પડયું હોય તો હવામાં ઉડતી ઝીણી ઝીણી સૂક્ષ્મ રજ નિર્જીવ હોવા છતાં, ચોંટવાની બુદ્ધિ ન હોવા છતાં તે રજ વસ્ત્રને ચોંટીને મેલ બની જાય છે. તેમ આત્મામાં તેલની ચીકાશ સદશ રાગ દ્વેષ- મોહ અને કષાયાદિના પરિણામરૂપ ચીકાશ હોય તો જ કાર્મણવર્ગણા નિર્જીવ હોવા છતાં આત્માને ચોંટીને કર્મ બને છે. અન્યથા નહીં. પ્રશ્ન-કર્મ નિર્જીવ છે. તો તેમાં જીવને દુઃખ-સુખ આપવાની શક્તિ કેવી રીતે આવે ? નિર્જીવ વસ્તુ જ્ઞાનરહિત હોવાથી આત્માને ઉપઘાત (દુઃખ) અને અનુગ્રહ (સુખી કરવાનું શું જાણે? ઉત્તર - આત્માને ઉપઘાત, અનુગ્રહ કરવાની નિમિત્તતા નિર્જીવ વસ્તુમાં સ્વયં છે જ. જેમ વિષ અને અમૃત નિર્જીવ હોવા છતાં એક વસ્તુ આત્માને દુઃખનું નિમિત્ત બને છે અને બીજી વસ્તુ સુખનું નિમિત્ત બને છે. તથા રાંધેલું અન્ન, પહેરાતાં વસ્ત્રો અને અલંકારો નિર્જીવ હોવા છતાં જીવને સુખનો હેતુ બને છે અને પીવાનું વિષ આદિ જીવને દુઃખનો હેતુ બને છે. એ જ રીતે કર્મ નિર્જીવ હોવા છતાં જીવને દુઃખ-સુખનો હેતુ બને છે. તથા કર્મમાં તો વળી આ આત્માએ જ પોતાને ભાવિમાં દુઃખ-સુખ આપવાની નિમિત્તતા સર્જી છે. બંધકાલે જ તેવા પ્રકારનો (ફળ આપવાની યોગ્યતા રૂપ) રસબંધ આ જીવે જ સર્જેલો છે. માટે પર્વ અન્નની જેમ કર્મ નિર્જીવ હેવા છતાં પણ આત્માને દુઃખ-સુખનો હેતુ છે. પ્રશ્ન-આત્માને આ કર્મો વળગ્યાં ક્યારે? આત્માને કર્મો લાગવાની શરૂઆત ક્યારથી થઈ હશે? ઉત્તર-આત્માને કર્મનો સંયોગ અનાદિકાળથી છે. તેનો પ્રારંભ જ નથી. જેમ કોઈ પણ મનુષ્યનો જન્મ તેના પિતાથી છે. તેનો પણ જન્મ તેના Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કર્મગ્રંથ પિતાથી છે. પરંતુ તે પરંપરાની આદિ નથી. કેરીનો જન્મ આંબામાંથી છે અને આંબાનો જન્મ પૂર્વની કેરી (ગોટલા)માંથી છે છતાં તેની પરંપરાની આદિ નથી. તથા મરઘીનો જન્મ ઈડામાંથી છે અને ઈંડાનો જન્મ પૂર્વ મરઘીમાંથી છે પરંતુ તેની પરંપરાની આદિ નથી તેવી જ રીતે જીવ અને કર્મના સંયોગની પરંપરાની પણ આદિ નથી. ધારો કે કર્મના સંયોગની આદિ માનીએ તો આ આત્માને જ્યારથી કર્મ શરૂ થયાં તે પહેલાં આત્મા કર્મરહિત હતો એમ નક્કી થાય અને જો કર્મરહિતને પણ કર્મ લાગતાં હોય તો સિદ્ધ થયેલા પરમાત્માઓને પણ ક્વચિત્ કર્મનો પ્રારંભ થશે અને ફરીથી સંસારની જન્મ-મરણની જંજાળમાં જોડાશે એવો અર્થ થાય. જે યુક્તિસંગત નથી. માટે કર્મ પ્રવાહથી અનાદિ છે. પ્રશ્ન- આ આત્માની સાથે જો કર્મનો સંબંધ અનાદિકાળથી છે તો તે સંબંધ અનંતકાળ પણ રહેવો જોઈએ. જેમ આત્મા અને જ્ઞાનનો સંબંધ અનાદિ છે અને તેથી જ અનંતકાળ તે સંબંધ રહે જ છે. તેની જેમ કર્મ આત્મામાંથી કદાપિ છુટું ન જ થવું જોઈએ? ઉત્તર- જે વસ્તુઓનો સંયોગ અનાદિકાળનો હોય તેનો સંયોગ અનંતકાળ રહેવો જોઈએ એવો નિયમ નથી. “આત્મા અને જ્ઞાનનું જે દષ્ટાંત આપ્યું છે તે પણ બરાબર નથી. કારણ કે જ્ઞાન એ ગુણ છે. સંયોગ સંબંધ બે દ્રવ્યોનો હોય છે. એક દ્રવ્ય હોય અને બીજી વસ્તુ ગુણ હોય તો તેનો સંયોગસંબંધ હોતો નથી. પરંતુ તાદાભ્યસંબંધ (અભેદ સંબંધ) કહેવાય છે. વળી જેમ દેહ અને આત્માનો સંયોગસંબંધ અનાદિ હોવા છતાં રત્નત્રયીની આરાધનાના બળે તેના સંયોગનો અંત કરી શકાય છે. નિગોદાવસ્થા અનાદિની હોવા છતાં આ આત્મા તેમાંથી નીકળે ત્યારે અંત ન કરી શકે છે. સુવર્ણ અને માટીનો સંયોગ અનાદિ હોવા છતાં અગ્નિના યોગે તેનો અંત કરી શકાય છે તેમ જીવ-કર્મનો સંયોગ અનાદિ હોવા છતાં રત્નત્રયીની આરાધનાના બળે અને ખાસ મોહના ક્ષયથી આ સંયોગનો અંત લાવી શકાય છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક પ્રશ્ન- જેમ રંગમાં બોળેલી પીંછી આકાશમાં ફેરવવા છતાં આકાશને કોઈ અસર થતી નથી. કારણ કે આકાશ અમૂર્ત છે. તેમ કર્મ રૂપી છે અને આત્મા અરૂપી છે માટે રૂપી એવું કર્મ અરૂપી એવા આત્માને લાભ-નુકશાન કરી શકવું જોઈએ નહીં. ઉત્તર- વિષ અને અમૃત રૂપી હોવા છતાં આત્માને દુઃખ-સુખ કરે છે તે સમજાવાઇ ગયું છે. વળી બુદ્ધિ (જ્ઞાન) અરૂપી છે અને મદિરા- દૂધાદિ રૂપી છે છતાં મદિરાપાનથી બુદ્ધિનો વિનાશ થાય છે અને દૂધાદિ ઉત્તમ દ્રવ્યોના પાનથી બુદ્ધિની વૃદ્ધિ થાય છે માટે રૂપી દ્રવ્ય અરૂપી દ્રવ્યને ઉપઘાત અને અનુગ્રહ કરી શકે છે. તથા સંસારી આત્મા કર્મ વિગેરે પુદ્ગલો સાથે ક્ષીર-નીરની જેમ એકમેક થયો હોવાથી કથંચિદ્ રૂપી પણ છે. તેથી તેના ઉપર કર્મોની અસર થાય તે સ્પષ્ટ છે, પ્રશ્ન- “કર્મ” જેવું અદૃશ્ય તત્ત્વ આ સંસારમાં હશે તેમાં તેની સિદ્ધિ માટે યુક્તિ શું ? ઉત્તર- આ સંસારમાં જે કંઇ વિચિત્રતા દેખાય છે તેની પાછળ કંઇને કંઇ કારણ હોવું જોઇએ. નિર્દેતુક આ વિચિત્રતા ન જ હોઇ શકે. માટે જે ચિત્ર-વિચિત્રતામાં બાહ્ય કારણોની વિષમતા દૃષ્ટિગોચર થતી નથી, ત્યાં તેનો જે અત્યંતર હેતુ છે તે જ કર્મ છે. જેમ કે (૧) એક જ ઘરે એકી સાથે જન્મેલા બે બાળકોમાં એક બુદ્ધિશાળી પાકે છે અને બીજો હીનબુદ્ધિવાળો થાય છે. એક ધનવાન અને એક દરિદ્ર થાય છે. એક જીવ છોકરો અને બીજો જીવ છોકરી થાય છે. (૨) રાજા-રંક, રોગી-નીરોગી, સુખી-દુઃખી, રૂપવાન-કુરૂપ, સજ્જનદુર્જન ઇત્યાદિ જે વિચિત્રતા થાય છે. તે કર્મકૃત છે. (૩) દુષ્ટ કાર્યો કરનાર અને ઉત્તમ કાર્યો કરનારને જો પાપ-પુણ્ય જેવું કોઇ કર્મ ન બંધાતું હોય તો આ જગતની વ્યવસ્થા રહે જ નહીં. ઇત્યાદિ યુક્તિઓથી સમજાય છે કે કર્મ જેવું કોઈ અદૃશ્ય કારણ છે જ . Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કર્મગ્રંથ - પ્રશ્ન - “કર્મતત્ત્વ” ને જૈન દર્શનકાર જ સમજાવે છે કે અન્ય દર્શનકારો પણ આ તત્ત્વને સમજાવે છે? : 1 ઉત્તર-અન્યદર્શનકારો પણ કર્મતત્ત્વને શબ્દાત્તરથી સ્વીકારે જ છે અને જગતને સમજાવે પણ છે જ. તે આ પ્રમાણે ન્યાય અને વૈશેષિકદર્શનકારો કર્મને બદલે ધર્મ-અધર્મ તત્ત્વ માને છે. વિહિતનો ધર્મ: નિષિદ્ધનચોડથર્નઃ આ ધર્મ-અધર્મ ને જ ભાગ્યઅદૃષ્ટ અને કર્મ કહેવાય છે. | વેદાન્તદર્શનમાં કર્મને “અવિદ્યા” તસ્વરૂપે માનેલું છે. સાંખ્યદર્શનમાં કર્મને “પ્રકૃતિ” રૂપે સમજાવેલ છે. તેના ચાર ભેદો બતાવેલા છે. કૃષ્ણ, શુક્લકૃષ્ણ, શુક્લ અને અશુદ્ઘાકૃષ્ણ ઇત્યાદિ. બૌદ્ધદર્શનમાં કર્મને વાસના કહેવામાં આવે છે. પ્રશ્ન- આ આત્મા કર્મો બાંધે છે તેમાં કારણ શું ? ક્યા ક્યા કારણોથી આ આત્મા કર્મોને બાંધે છે ? ઉત્તર- કર્મબંધનાં મુખ્યત્વે ચાર કારણો છે. (૧) મિથ્યાત્વ,(૨) અવિરતિ, (૩) કષાય, (૪) યોગ, સાચી વસ્તુને સાચા રૂપે ન સમજવી, ન માનવી અને ખોટી વસ્તુને સાચી માનવી તે મિથ્યાત્વ. હિંસા વિગેરે પાપોનો, સંસારિક ભોગોનો, પાંચ ઇન્દ્રિયોના સુખોનો ત્યાગ તે અવિરતિ, આવેશ-અહંકાર- છળકપટ અને અસંતોષ તે કષાય. અને મન-વચનકાયાની પ્રવૃતિ તે યોગ. આ ચાર પ્રકારની આત્મામાં જે પ્રવૃત્તિ છે તે જ મુખ્યત્વે કર્મબંધનાં કારણો છે. પરંતુ એકેક (જ્ઞાનાવરણીયાદિ ) કર્મના બંધનું કારણ શું શું છે? તે આ જ ગ્રંથની છેલ્લી ગાથાઓમાં સમજાવાશે. વિ.પ્રમાદ એ કષાયમાં અંતર્ગત હોવા છતાં વિવક્ષાના વશથી ભિન્ન કરીને તત્ત્વાર્થસૂત્રમાં કર્મબંધનાં પાંચ કારણો પણ કહ્યાં છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક આ પ્રમાણે કર્મ સંબંધી કેટલીક પ્રાથમિક આવશ્યક વિચારણા કરીને હવે આપણે કર્મવિપાક” નામના પ્રથમ કર્મગ્રંથના અર્થ શરૂ કરીએ सिरि-वीर-जिणं वंदिअ, कम्मविवागं समासओ वुच्छं। વરીફની , ને મનg“વન" છે (श्री-वीर-जिनं वन्दित्वा कर्मविपाकंसमासतः वक्ष्यामि । જિયતે નીવેન ફેમિ:, યેન તો મળ્યો “') શબ્દાર્થ - પિરિવીનાં શ્રી વીર જિનેશ્વરને, વંબિ-વંદન કરીને, —વિવાાં કર્મવિપાકને, સમાગો સંક્ષેપમાં, વુઍ=કહીશ, અથવા વર્ણવીશ, વીરડુ નીપ-જીવ વડે જે કરાય, દેહં મિથ્યાત્વાદિ હેતુઓ વડે, એi = જે કારણથી, તો તે કારણથી, એમ કહેવાય છે, “કર્મ” ગાથાર્થ- શ્રી વીર જિનેશ્વર પ્રભુને નમસ્કાર કરીને સંક્ષેપથી કર્મવિપાક” નામના પ્રથમ કર્મગ્રંથને હું કહીશ. જીવ વડે (મિથ્યાત્વાદિ) હેતુઓ દ્વારા જે કારણથી કરાય છે તે કારણથી તેને કર્મ કહેવાય છે. ૧. વિવેચન- આ ગ્રંથના કર્તા પૂજ્ય દેવેન્દ્રસૂરીશ્વરજી મ. સાહેબ છે. આત્માએ બાંધેલ કર્મો ઉદયમાં આવે ત્યારે શું શું ફળ આપે ? તે વિષય આ ગ્રંથમાં સમજાવાશે. તેથી આ ગ્રંથનું નામ “કર્મવિપાક” રાખેલ છે. =બાંધેલા કર્મોનો વિપાત્રફળ શું હોય તેનું વર્ણન. કોઈ પણ ગ્રંથનો પ્રારંભ કરીએ ત્યારે પ્રારંભમાં જ નીચે મુજબ ચાર વસ્તુઓ અવશ્ય હોય જ છે, તેને “અનુબંધચતુષ્ટય” કહેવાય છે. (૧) મંગળાચરણ, (૨) વિષય (અભિધેય), (૩) સંબંધ, (૪) પ્રયોજન. (૧) મંગળાચરણ - ઉપકારી પરમાત્માને નમસ્કાર કરવો તે, પ્રારંભેલા ગ્રંથમાં કોઈ વિઘ્નો આવે નહીં અને સંભવિત વિદ્ગોનો પણ વિધ્વંસ થઈ જાય તેટલા માટે મંગળાચરણ કરવામાં આવે છે. અહીં સિવિરનિ એ પ્રથમ પદમાં મંગળાચરણ છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કર્મગ્રંથ (૨) વિષય- આ ગ્રંથમાં શું કહેવાનું છે? કયો વિષય ચર્ચવાનો છે? તે, તેને અભિધેય પણ કહેવાય છે. વિષય એટલે જ અભિધેય, ગ્રંથમાં કહેવા લાયક પદાર્થ, વિષય જણાવવાથી વિદ્વાન પુરુષો આ ગ્રંથ વાંચેભણે-પ્રવેશ કરે. જો વિષય ન બતાવવામાં આવે તો આ ગ્રંથમાં શું હશે? હિતકારી તત્ત્વ હશે કે અહિતકારી? એમ સમજીને જ્ઞાની પુરુષો આવા ગ્રંથને ત્યજી દે, માટે વિષય જણાવવો જરૂરી છે. અહી મૂવિવાર એ પદમાં વિષય બતાવેલો છે. (૩) સંબંધ- આ ગ્રંથમાં જે વિષય કહેવાશે તે ક્યા ગ્રંથના આધારે કહેવાશે.? આ ગ્રંથનો કયા ગ્રંથની સાથે સંબંધ છે ? એ વાત જણાવવી તે સંબંધ કહેવાય છે. જે છઘસ્થ હોય તેમની વાણી જો સર્વજ્ઞની વાણી સાથે સંબંધવાળી હોય તો જ ઉપાદેય બને છે. સ્વતંત્રપણે મહિલ્પનાથી લખાયેલી વાણી ઉપાદેય હોતી નથી. આ ગ્રંથમાં મૂળગાથામાં સંબંધ સૂચક સ્પષ્ટ શબ્દ નથી તથાપિ વીર પ્રભુને નમસ્કાર કરેલ છે માટે તેમની વાણીને અનુસાર આ ગ્રંથમાં કર્મનો વિષય લખાશે એમ સંબંધ જાણવો. અથવા આ ગ્રંથ અને તેનાથી પ્રાપ્ત થતા જ્ઞાનની વચ્ચે વાચ્યવાચક ભાવ, ઉપાદાન-ઉપાદેય ભાવ અને કાર્ય-કારણ ભાવવાળો સંબંધ પણ જાણવો. (૪) પ્રયોજન- આ ગ્રંથ શા માટે બનાવ્યો ? ગ્રંથ બનાવવાનું પ્રયોજન શું? પ્રયોજન બે જાતનું હોય છે. કર્તાનું અને શ્રોતાનું, તે બન્ને બે પ્રકારનું છે અનંતર (તાત્કાલિક) અને પરંપરાએ (દૂરકાલે). કર્તાનું અનંતર પ્રયોજન શિષ્યોને જ્ઞાન કરાવવા રૂપ પરોપકાર અને સ્વાધ્યાય કરવા રૂપ સ્વઉપકાર કરવો તે છે. અને શ્રોતાનું અનંતર પ્રયોજન કર્મસંબંધી જ્ઞાન મેળવવું તે છે. બંન્નેનું પરંપરાએ પ્રયોજન સર્વકર્મક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષપ્રાપ્તિ કરવી એ છે. અહીં બંન્ને પ્રકારનું પ્રયોજન સ્વયં સમજી લેવું. Page #44 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક આત્માની સાથે બંધાયેલું આ કર્મ ક્ષીર-નીરની જેમ અને લોહાગ્નિની જેમ એકમેક થઈ જાય છે. આત્માના પ્રદેશ પ્રદેશે અનંત-અનંત કાર્મણવર્ગણાઓ મિથ્યાત્વાદિ હેતુઓને લીધે કર્મસ્વરૂપે રૂપાન્તર થઈને એકમેક બની જાય છે. તેનું ફળ આપ્યા વિના આત્માથી છૂટી પડતી નથી. મૂળગાથામાં વર્ષ શબ્દની વ્યાખ્યા પાછળની અધ ગાથામાં આપી છે કે મિથ્યાત્વાદિ હેતુઓ વડે આત્મા દ્વારા જે કરાય તે કર્મ કહેવાય છે. કર્મના દ્રવ્યકર્મ અને ભાવકર્મ એવા બે ભેદો છે. જે કાર્મણવર્ગણાના સ્કંધો કર્મસ્વરૂપે બની આત્માની સાથે એકમેક થાય છે તે દ્રવ્યકર્મ છે અને તેમાં કારણભૂત એવા આત્માના મિથ્યાત્વાદિ જે પરિણામો છે તે ભાવકર્મ છે. ભાવકર્મ કારણભૂત છે અને દ્રવ્યકર્મ તેના કાર્યભૂત છે. ૧. લાડુના દાને કર્મના ચાર પ્રકાર અને મૂલભેદ તથા ઉત્તરભેદોની સંખ્યાનું કથન: પફ-નિર-પાલા, તં વડા મોડાસરિતા મૂત્ર-પદ-૩ર-પફ-૩વસીમેયં . ૨ | (પ્રતિ-સ્થિતિ-રસ-પ્રદેશ, તવતુ નોકરી દત્તાત્ | मूलप्रकृत्यष्टोत्तरप्रकृत्यष्टपञ्चाशत् शतभेदम्) શબ્દાર્થ-પ-વિડ્ર=પ્રકૃતિ-સ્થિતિ. રસ-પાસા = રસ અને પ્રદેશ, તે વરદ = તે કર્મ ચાર પ્રકારે, મોયસ = લાડવાના, હિäતા = દૃષ્ટાન્તથી, મૂન' = મૂલપ્રકૃતિઓ, ગટ્ટ =આઠ છે, ઉત્તર પૂરૂં ઉત્તર પ્રકૃતિઓ, અવમ = અઠ્ઠાવન અધિક, સામેવાં = સો ભેદવાળી છે. ગાથાર્થ તે કર્મ પ્રકૃતિ-સ્થિતિ-રસ અને પ્રદેશના ભેદથી લાડવાના દૃષ્ટાન્ત ચાર પ્રકારનું છે. તેના મૂળભેદો આઠ અને ઉત્તરભેદો એકસો અઠ્ઠાવન છે. ૨. વિવેચન- આત્મા મિથ્યાત્વ અને કષાય આદિ ભાવવાળો જ્યારે બને અને તેના કારણે કાર્મણ વર્ગણા કર્મસ્વરૂપે પરિણામ પામી આત્મા Page #45 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કર્મગ્રંથ સાથે જે વખતે ચોંટે અર્થાત્ બંધાય તે જ વખતે એકી સાથે તે કર્મમાં ચાર પ્રકારનો બંધ થાય છે. અને તે લાડવાના દૃષ્ટાન્તથી સમજવા લાયક છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે प्रकृतिस्तु स्वभावः स्यात्, स्थितिः कालावधारणम् । अनुभागो रसो ज्ञेयः, प्रदेशो दलसंचयः ॥ પ્રકૃતિ એટલે સ્વભાવ, સ્થિતિ એટલે કાળમાપનું નક્કી થવું તે, રસ એટલે અનુભાવ અને પ્રદેશો એટલે દલિકોનો સમૂહ. (૧) પ્રકૃતિબંધ- શરીરમાં થયેલા વાયુને દૂર કરે એવા સૂંઠ-મરી આદિ દ્રવ્યોથી બનાવેલ લાડવો જેમ વાયુને હરે, પિત્તને દૂર કરે તેવાં જીરૂ આદિ દ્રવ્યો નાખીને બનાવેલ લાડવો જેમ શરીરમાં પિત્તને દૂર કરે, અને કફને દૂર કરે એવાં લિંડપિપર આદિ દ્રવ્યો નાખીને બનાવેલ લાડવો શરીરના કફને દૂર કરે છે. આવા આવા વાયુ-કફ-અને પિત્તને દૂર કરવાનો સ્વભાવ તે તે લાડવાનો છે. તેવી રીતે બંધાતું કર્મ પણ કોઈ આત્માના જ્ઞાન ગુણને ઢાંકવાના સ્વભાવવાળું, કોઈ કર્મ આત્માના દર્શન ગુણને ઢાંકવાના સ્વભાવવાળું અને કોઈ કર્મ સાતા-અસાતા આપવાના સ્વભાવવાળું બંધાય છે તે પ્રકૃતિબંધ કહેવાય છે. (૧) (૨) સ્થિતિબંધ - જેમ કોઈ ચુરમાના લાડવો ૧ કે ૨ દિવસ સારો રહે, કોઈ બુંદી આદિનો લાડવો ૮-૧૦ દિવસ સારો રહે, અને શિયાળાના પાકના મેથી-ગુંદ આદિના કોઈ લાડુ ૩૦ દિવસ પણ સારા રહે તેવી રીતે બંધાયેલું આ કર્મ આત્મા સાથે કોઈ ૨૦ કોડાકોડી સાગરોપમ રહે, કોઈ કર્મ ૩૦ કોડાકોડી સાગરોપમ રહે અને કોઈ કર્મ ૭૦ કોડાકોડી સાગરોપમ પણ રહે. આ પ્રમાણે આત્માની સાથે કર્મને રહેવાના કાળમાનનું નક્કી થયું તે સ્થિતિબંધ. ૨. (૩) રસબંધ - આત્માના ગુણોનો ઘાત કરવાનું કર્મમાં રહેલું જે સામર્થ્ય-શક્તિવિશેષ, આત્મા વડે જ કર્મોમાં બંધાયેલું જે સામર્થ્ય તે રસ Page #46 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૧૧ કહેવાય છે અથવા તે સામર્થ્યને અનુભાગ પણ કહેવાય છે. જેમ ચુરમાના અને બુંદીના તમામ લાડવા ગળ્યા જ હોય છે છતાં કોઈ લાડવો ઓછો ગળ્યો હોય છે કોઈ લાડવો વધારે ગળ્યો હોય છે અને કોઈ લાડવો તેનાથી અતિશય વધારે ગળ્યો હોય છે તથા મેથીના પાકના બનાવેલા તમામ લાડવા જો કે કડવા હોય છે તથાપિ કોઈ લાડવો થોડો કડવો, કોઈ લાડવો વધારે કડવો અને કોઈ લાડવો અતિવધારે કડવો હોય છે તે જ રીતે પ્રતિસમયે બંધાતા કર્મોમાં શુભકર્મ અને અશુભકર્મોનો રસ પણ (સામર્થ્ય પણ) ઓછું-વતું હોય છે. તે ઓછા-વત્તા રસની તરતમતા જો કે અસંખ્ય અને અનંત પ્રકારની હોય છે તો પણ જ્ઞાની મહાત્મા પુરષોએ તે ભેદો સમજાવવા સંક્ષેપમાં રસના ચાર પ્રકાર પાડેલા છે. (૧) મન્દ, (૨) તીવ્ર, (૩) તીવ્રતર, (૪) તીવ્રતમ, આ ચાર ભેદોને શાસ્ત્રોમાં એકસ્થાનિક, ક્રિસ્થાનિક, ત્રિસ્થાનિક અને ચતુઃસ્થાનિક કહેવાય છે. અથવા એકઠાણિયો, બેઠાણિયો, ત્રણાણિયો અને ચાર ઠાણિયો કહેવાય છે. શુભકર્મના રસને સમજાવવા શેરડીના રસનું દૃષ્ટાંત અને અશુભ કર્મના રસને સમજાવવા લિંબડાના રસનું દૃષ્ટાંત શાસ્ત્રોમાં આવે છે. આવા પ્રકારના રસની તરતમતાનું નક્કી થવું તે રસબંધ. ૩. | (૪) પ્રદેશબંધ - જેમ બાળકને સમજાવવા નાનો લાડવો વાળવામાં આવે જેને લાડુડી કહેવાય છે. મધ્યમ માણસોને આપવા મધ્યમ લાડવા વળાય છે. અને ઘણા જ લાડવા વાળવાના હોય અને વાળતાં કંટાળો આવતો હોય ત્યારે બહુ મોટા લાડવા વળાય છે. તેવી જ રીતે કર્મ બાંધતી વખતે યોગને અનુસારે ક્યારેક ઓછા પ્રદેશોવાળું (તો પણ અનંત પરમાણુઓ તો હોય જ), ક્યારેક વધારે પ્રદેશોવાળું, અને ક્યારેક અતિશય વધારે પ્રદેશોવાળું કર્મ આ આત્મા બાંધે છે તે પ્રદેશબંધ. ૪. જ્યારે લાડવો બનાવાય છે ત્યારે એકી સાથે પ્રકૃતિ આદિ ચારે ભાવોનું નિર્માણ તેમાં થાય છે તેવી જ રીતે બંધાતા કર્મોમાં એક જ સમયે તે કર્મના પ્રકૃતિ-સ્થિતિ-રસ- અને પ્રદેશાત્મક ભાવોનું નિર્માણ થાય છે. માટે લાડવાના દૃષ્ટાંતે બંધ ચાર પ્રકારનો છે. પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ યોગના આધારે થાય છે અને સ્થિતિબંધ તથા રસબંધ કષાયના આધારે Page #47 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કર્મગ્રંથ થાય છે. જેમ જેમ આત્મામાં યોગ વધારે હોય તેમ તેમ પ્રદેશો વધારે બંધાય અને તમન-વચન-કાયાનો) યોગ ઓછો હોય તો પ્રદેશો ઓછા બંધાય. કષાય વધારે હોય તો સ્થિતિ અને અશુભ કર્મોનો રસ વધારે બંધાય અને કષાય ઓછો હોય તો સ્થિતિ અને અશુભ કર્મોનો રસ ઓછો બંધાય છે. ૨. આ કર્મના મૂલભેદો ૮ છે. અને ઉત્તરભેદો (પેટાભેદો-પ્રતિભેદો) કુલ ૧૫૮ છે. તે હવે પછીની ત્રીજી ગાથામાં જણાવે છે. રૂદના- સં વર--મોટર-નામ-ગમfor વિષં રપ-વ-૩-ત્મકૂવીસ-૩-તિથિ-ટુ-પીવાં રૂા (રૂદ-જ્ઞાન-ર્શનાવરણ-વૈદ્ય-કોરાપુનમ-જોત્રાળ ! विघ्नं च पञ्चनवद्व्यष्टाविंशति चतुस्त्रिशतद्विपञ्चविधम्) શબ્દાર્થ :- ૬ = અહીં, નાગવંલાવર = જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય, વેચ= વેદનીય, મોહાસ = મોહનીય અને આયુષ્ય, નામોનિ = નામકર્મ અને ગોત્રકર્મ, વિર્ષ ૨ = અને અંતરાયકર્મ, પણ = પાંચ, નવ = નવ, ડું = બે, અદૃવીસ =અઠ્યાવીસ, ૨૩ = ચાર, તિથિ = એકસો અને ત્રણ, ૩ = બે, પણવિદ્દ = પાંચ પ્રકારના ભેદો છે. ગાથાર્થ - અહીં તે કર્મ જ્ઞાનાવરણીય- દર્શનાવરણીય-વેદનીયમોહનીય- આયુષ્ય- નામકર્મ- ગોત્રકર્મ અને અંતરાય એમ આઠ ભેદોવાળું છે. તેના અનુક્રમે પ-૯-ર-૨૮-૪-૧૦૩-૨ અને ૫ પેટા ભેદો છે. ૩. વિવેચન – આત્મા પ્રતિસમયે જે કર્મ બાંધે છે તેના મૂલથી આઠ ભેદો છે. અને તે એકેક મૂલકર્મના પેટાભેદો ગણતાં આઠે કર્મના કુલ પેટભેદો એકસો અઢાવન છે. આઠ મૂલકર્મોમાંથી આયુષ્ય વિનાનાં સાત મૂલકર્મો આ આત્મા નવમા ગુણઠાણા સુધી પ્રતિસમયે અવશ્ય બાંધે છે. આયુષ્ય કર્મ ભવમાં એક જ વાર બંધાય છે. સંસારના તમામ પદાર્થોમાં બે જાતના ધર્મો છે. સામાન્યધર્મ અને વિશેષધર્મ. જ્યાં વસ્તુ સ્પષ્ટ ન જણાય પરંતુ આ કંઈક છે એમ અસ્પષ્ટ જણાય તે સામાન્યધર્મ. અને તે જ વસ્તુ જ્યારે સ્પષ્ટપણે જણાય જેમ કે Page #48 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૧૩ આ ઘટ છે, આ પટ છે ઈત્યાદિ તે વિશેષ ધર્મ કહેવાય છે. વસ્તુના ધર્મો બે પ્રકારના હોવાથી તે ધર્મોને જાણવાની આત્માની શક્તિ પણ બે પ્રકારની કહેવાય છે. સામાન્યધર્મને જાણવાની આત્માની જે શક્તિ તે દર્શન અને વિશેષધર્મને જાણવાની આત્માની જે શક્તિ તે જ્ઞાન કહેવાય છે. વસ્તુમાં રહેલા ધર્મોની દ્વિવિધતાને લીધે તેને જાણવાની આત્માની શક્તિ પણ દ્વિવિધ છે. એટલે આત્મામાં દર્શનશકિત પણ છે અને જ્ઞાનશક્તિ પણ છે. (૧) આત્મા જ્યારે કર્મ બાંધે છે ત્યારે જે કર્મમાં આત્મા એવું સામર્થ્ય ઉત્પન્ન કરે છે. અર્થાત એવો સ્વભાવ પ્રગટ કરે છે કે તે કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે આત્મામાં રહેલી વિશેષધર્મને જાણવાની જ્ઞાનશક્તિને તે કર્મ આવૃત કરે, તેવા પ્રકારના જ્ઞાનને આવૃત કરવાના સ્વભાવવાળા કર્મને જ્ઞાનાવરણીયકર્મ કહેવાય છે. જે કર્મ આંખના આડા પાટા જેવું છે. જેમ આંખની આડા પાટાથી માણસ જોઈ શકતો નથી. તેવી રીતે જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી જીવ વસ્તુના વિશેષ ધર્મને જાણી શકતો નથી. (૨) જે કર્મમાં આત્મા બાંધતી વખતે એવો સ્વભાવ ઉત્પન્ન કરે કે તે કર્મ ઉદયમાં આવ્યું છતું આત્મામાં રહેલી વસ્તુના સામાન્યધર્મને જાણવાની દર્શનશક્તિને આવૃત કરે તે દર્શનાવરણીયકર્મ કહેવાય છે. તે કર્મ દ્વારપાલ (ચોકીદાર) જેવું છે. જેમ દ્વારપાલ બહારથી રાજાને જોવા આવનાર વ્યક્તિને રોકે તો મકાનની અંદરના રાજાને તે બહારના માણસો જોઈ ન શકે, તેવી જ રીતે દર્શનાવરણીયકર્મના ઉદયથી આત્મા સામાન્યધર્મને જાણી શકતો નથી. (૩) જે કર્મમાં એવો સ્વભાવ પ્રાપ્ત થાય કે તે કર્મ ઉદયમાં આવ્યું છતું આત્માને સુખ અથવા દુઃખનો અનુભવ કરાવે, આવા સ્વભાવવાળું જે કર્મ તે વેદનીયકર્મ કહેવાય છે. તે કર્મ મધથી લેપાયેલી તલવારની ધાર જેવું છે. જેમ આવી તલવાર ચાટતાં જ્યાં સુધી મધ હોય ત્યાં સુધી Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૪. પ્રથમ કર્મગ્રંથ સુખ થાય અને પછી વિવેક ચૂકી જતાં જ્યારે ધારથી જીભ છેદાય ત્યારે દુઃખ થાય, તે રીતે જે કર્મ આ આત્માને પ્રથમ સુખ આપે પછી દુઃખ આપે, આવા સ્વભાવવાળું જે કર્મ તે વેદનીયકર્મ કહેવાય છે. - (૪) જે કર્મમાં એવો સ્વભાવ પ્રાપ્ત થાય કે તે કર્મ ઉદયમાં આવ્યું છતું આત્માને અવિવેકી બનાવે, મોહ પમાડે, અકર્તવ્યો કરાવે તે મોહનીયકર્મ કહેવાય છે. આ કર્મ મદિરા જેવું છે. મદિરા જેમ મનુષ્યને વિવેકહીન બનાવે છે. તેમ મોહનીયકર્મ આત્માને વિવેકરહિત બનાવે છે. ગમે તેવા તુચ્છ પદાર્થો ઉપર પ્રીતિ કરાવે છે અને વારંવાર ફ્લેશ-કંકાશકડવાશ ઉત્પન્ન કરે છે. (૫) જે કર્મમાં આ આત્મા એવો સ્વભાવ ઉત્પન્ન કરે છે તે કર્મ ઉદયમાં આવ્યું છતું આ આત્માને તે તે ભવોમાં જીવાડે છે. તે તે ભવોમાં પકડી રાખે છે. દુઃખાદિના કારણે મરવાની ઈચ્છા થાય તો પણ રોકી રાખે છે તે આયુષ્યકર્મ કહેવાય છે. આ કર્મ પગમાં નખાયેલી બેડી તુલ્ય છે. જેમ પગમાં નખાયેલી બેડીવાળો મનુષ્ય તેની નિયતમુદત પહેલાં તેમાંથી નીકળી શકતો નથી. તેવી જ રીતે આયુષ્યકર્મના ઉદયવાળો જીવ તે તે ભવમાંથી આયુષ્ય પૂર્ણ થયા પહેલાં નીકળી શકતો નથી. (૬) જે કર્મ આ આત્માને શરીર-ઈન્દ્રિય-શરીરની રચના-રૂપરંગ ઈત્યાદિ આપવાના સ્વભાવવાળું હોય તે નામકર્મ કહેવાય છે. આ કર્મ ચિતારા જેવું છે. જેમ ચિતારો રંગ-બેરંગી ચિત્રો ચિતરે છે તેમ આ નામકર્મ શરીરે શરીરે ભિન્ન ભિન્ન રચના કરે છે. કોઈનું મુખ પ્રાયઃ કોઈની સાથે મળતું ન આવે તેવી રચના કરે છે. (૭) જે કર્મ આ આત્માને સારા-નસારા કુળોમાં જન્માવે, ઉત્તમ સંસ્કારી કે તુચ્છ-બિનસંસ્કારી કુળોમાં જન્મ અપાવે તે ગોત્રકર્મ કહેવાય છે. આ કર્મ કુંભાર જેવું છે. જેમ કુંભાર બે જાતના ઘડા આદિ વાસણો બનાવે છે. એક કુંભસ્થાપન-લગ્નની ચૉરી આદિ સારા કાર્યોમાં વપરાય Page #50 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૧૫ અને બીજા માંસ-મદિરા આદિ ભરવાના તુચ્છ કાર્યોમાં વપરાય. તેવી રીતે આ ગોત્રકર્મ આ જીવને સંસ્કારી અને અસંસ્કારી ઘરોમાં જન્મ અપાવે છે. (૮) આ આત્માને દાનાદિ કરતાં રોકે-વિઘ કરે એવા સ્વભાવવાળું જે કર્મ તે અંતરાયકર્મ કહેવાય છે. આ કર્મ રાજાના ભંડારી તુલ્ય છે. રાજાની દાનાદિ આપવાની ઈચ્છા હોવા છતાં પણ ભંડારી જે પ્રતિકૂળ હોય તો રાજાને “આમ આપ્યા જ કરશો તો તમારા ભંડારો ખુટી જશે.” ઈત્યાદિ સમજાવી દાનાદિ આપવામાં અંતરાય ઉભો કરે છે. તેમ આ કર્મ જીવને દાનાદિ ગુણોમાં વિઘ્નકર્તા છે. આ પ્રમાણે મૂળ આઠ કર્મો છે તેના ૧૫૮ ઉત્તરભેદો છે. જ્ઞાનાવરણીયના ૫ આયુષ્યકર્મના ૪ દર્શનાવરણીયના ૯ | નામકર્મના ૧૦૩ વેદનીયકર્મના ૨ | ગોત્રકર્મના ૨ મોહનીયકર્મના ૨૮ | અંતરાયકર્મના ૫ + ૧૧૪ = ૧૫૮ પ્રશ્ન- આ આઠ કર્મોને પ્રથમ જ્ઞાનાવરણીય પછી દર્શનાવરણીય ઈત્યાદિ ક્રમે ગોઠવવામાં કેમ આવ્યાં છે ? શું તેમાં કંઈ કારણ છે ? તે કર્મોના આવા ઉપન્યાસ (ગોઠવણ-રચનાના) ક્રમનું શું કારણ છે? ઉત્તર- હા, આવા પ્રકારનો ઉપન્યાસ કરવામાં આવા પ્રકારનું કારણ છે. આત્મામાં અનંત ગુણો છે. પરંતુ તે અનંતગુણોમાં જ્ઞાન અને દર્શન આ બે ગુણો સૌથી વધુ મુખ્ય ગુણો છે. કારણકે આ આત્મા જ્ઞાનદર્શન વડે જ પ્રથમ વસ્તુને યથાર્થપણે જાણી શકે છે. જાણ્યા વિના યથાર્થ પ્રવૃત્તિ-નિવૃત્તિ થતી નથી. આ રીતે જ્ઞાન-દર્શન આ બે ગુણો મુખ્ય હોવાથી તેને આવરણ કરનારાં જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયકર્મ શેષકર્મોથી પ્રથમ કહ્યાં છે. ૪૪ [. Page #51 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કર્મગ્રંથ પ્રશ્ન- જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ શેષકર્મો કરતાં ભલે પહેલાં કહ્યાં, પરંતુ તે બન્નેમાં જ્ઞાનાવરણીયકર્મ પહેલું અને દર્શનાવરણીયકર્મ બીજું. એમ શા માટે કહ્યું? છદ્મસ્થ જીવોને જ્ઞાનની ઉત્પત્તિમાં તો પ્રથમ સામાન્ય બોધ થાય છે પછી જ વિશેષ બોધ થાય છે. આ ઉલટો ક્રમ શા માટે ? ૧૬ ઉત્તર- વાત સાચી છે કે દર્શન (સામાન્ય બોધ) પહેલો થાય છે પરંતુ ‘“આ કંઈક છે” આવા પ્રકારનો થયેલો સામાન્ય બોધ ઈષ્ટ કાર્યમાં પ્રવૃત્તિ કરાવનાર અને અનિષ્ટકાર્યથી નિવૃત્તિ કરાવનાર નથી. જ્યાં સુધી વિશેષ બોધ થતો નથી ત્યાં સુધી ઈષ્ટાનિષ્ટ અને હિતાહિતમાં પ્રવૃત્તિનિવૃત્તિ થતી નથી. આ પ્રવૃત્તિ-નિવૃત્તિ જ્ઞાનગુણથી જ થાય છે, તેથી તે બે ગુણોમાં જ્ઞાનગુણ મુખ્ય છે અને તેની અપેક્ષાએ દર્શનગુણ ગૌણ છે, તેથી જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મોનો ઉપન્યાસ આ પ્રમાણે કર્યો છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય કર્મો ઉદયમાં આવે ત્યારે આ આત્મા આંધળો-બહેરો-બોબડો-બુદ્ધિહીન થવાથી દુઃખી થાય છે અને તે કર્મોની મંદતા (ક્ષયોપશમ) હોતે છતે સુખી થાય છે. માટે દુઃખ અને સુખને આપનારું ત્રીજું વેદનીયકર્મ તે બે કર્મો પછી ગોઠવ્યું છે. વેદનીયકર્મના ઉદયથી થયેલ સુખકાળે આ જીવને રાગ થાય છે અને દુ:ખકાળે દ્વેષ થાય છે. અર્થાત્ રાગ-દ્વેષ, હર્ષ-શોક, આનંદ અને ઉદાસીનતા પ્રગટે છે. આ બધા મોહના પ્રકાર છે. તેથી વેદનીયકર્મ પછી મોહનીયકર્મનો ક્રમ લીધો છે. મોહનીયકર્મને આધીન થયેલો આત્મા રાગાદિની પરવશતાને લીધે નરક-તિર્યંચ આદિનાં આયુષ્યો બાંધે છે અને અસાર એવા આ સંસારમાં રખડે છે માટે મોહનીય પછી આયુષ્યકર્મ કહ્યું છે. " આયુષ્યકર્મ જેવું ઉદયમાં આવે છે તેવું જ નામકર્મ ઉદયમાં આવે છે. જો આ આત્મા નરકના આયુષ્યના ઉદયવાળો થાય તો નરકગતિ, Page #52 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક - ૧૭ પંચેન્દ્રિયજાતિ વૈક્રિયશરીર-વૈક્રિયઅંગોપાંગ, હુડકસંસ્થાન ઈત્યાદિ તે તે ભવને યોગ્ય જ નામકર્મની કર્મપ્રકૃત્તિઓ ઉદયમાં આવે છે. માટે નામકર્મ આયુષ્યકર્મને અનુસરનારું હોવાથી આયુષ્ય પછી નામકર્મ કહેલ છે. નામકર્મની જો પુણ્યપ્રકૃતિઓ ઉદયમાં આવી હોય તો પ્રાયઃ ઉચ્ચગોત્ર અને નામકર્મની જો પાપપ્રકૃતિઓ ઉદયમાં આવી હોય તો પ્રાયઃ નીચગોત્ર કર્મ ઉદયમાં આવે છે. તેથી નામકર્મ પછી ગોત્રકર્મ કહ્યું છે. ઉચ્ચગોત્રના ઉદયવાળાને પ્રાયઃ અંતરાય કર્મનો ઉદય મંદ હોય છે. અને નીચગોત્રના ઉદયવાળાને પ્રાયઃ અંતરાય કર્મનો ઉદય તીવ્ર હોય; છે. એમ અંતરાયકર્મ પ્રાયઃ ગોત્રકર્મના ઉદયને અનુસરનારું હોય છે તેથી ગોત્રકર્મ પછી અંતરાયકર્મ કહ્યું છે. આ પ્રમાણે આઠે કર્મોના ઉપન્યાસનો ક્રમ સહેતુક છે. પરંતુ મન ફાવે તેમ નિર્દેતુક નથી. ૩. હવે આઠ કર્મોમાંના એકેક કર્મનું ક્રમશઃ વર્ણન કરવામાં આવે છે. મફ-સુઝ-મોહી--વતાન, નાપા તત્વ મફતા ! વંછાવાદ-વડા, મા-નવ-વિવિદAT I૪ છે. (मति-श्रुतावधि-मन केवलानि, ज्ञानानि तत्र मतिज्ञानम् । व्यञ्जनावग्रहश्चतुर्धा, मनोनयनं विनेन्द्रियचतुष्कात्) શબ્દાર્થ :- મડ્ડમતિજ્ઞાન, સુ-શ્રુતજ્ઞાન, મોદી=અવધિજ્ઞાન, મા મન:પર્યવજ્ઞાન, વેવાણ કેવળજ્ઞાન, નાળિ=એમ પાંચ જ્ઞાનો છે, તત્થ= ત્યાં, માળ=મતિજ્ઞાન કહેવાય છે, વંગણવ-વ્યંજનાવગ્રહ, વડદ-ચાર પ્રકારે છે. મg-નયણ-મન અને ચક્ષુ, વિ=વિના, તે બે ઇન્દ્રિયો સિવાય દ્રિય વડા=શેષ ચાર ઇન્દ્રિયોના ભેદથી. ગાથાર્થ- મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન-મન:પર્યવજ્ઞાન-અને કેવળજ્ઞાન એમ કુલ પાંચ જ્ઞાનો છે. ત્યાં પ્રથમ મતિજ્ઞાન સમજાવાય છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પ્રથમ કર્મગ્રંથ મન અને ચક્ષુ વિના શેષ ઈન્દ્રિય ચતુષ્કના ભેદથી વ્યંજનાવગ્રહ ચાર ભેદવાળો છે. ૪. વિવેચન - આઠ કર્મોમાં સૌથી પ્રથમ જ્ઞાનાવરણીયકર્મ કહેલું છે. તે પ્રથમ સમજાવાય છે. જ્ઞાનને ઢાંકનારું જે કર્મ તે જ્ઞાનાવરણીયકર્મ. જ્ઞાન કેટલા પ્રકારનું છે ? જ્ઞાનના કેટલા ભેદો છે તે જો સમજાયું હોય તો જ તેને આવરણ કરનારું કર્મ સમજાય. એટલા માટે જ્ઞાનાવરણીયકર્મ સમજાવવાનું હોવા છતાં પ્રથમ આવાર્ય (આવરણ કરવા યોગ્ય) એવા જ્ઞાનગુણના ભેદો-પ્રતિભેદો સમજાવે છે. જ્ઞાનના પાંચ ભેદો છે. મતિજ્ઞાન વિગેરે, તેના અર્થો આ પ્રમાણે (૧) મતિજ્ઞાન-પાંચ ઈન્દ્રિયો અને મનથી થનારું તે તે વિષયને જણાવનારું, જે જ્ઞાન તે મતિજ્ઞાન કહેવાય છે. ચક્ષુથી રૂપવિષયક, થ્રાણથી ગંધવિષયક જિલ્લાથી રસવિષયક, ત્વચાથી સ્પર્શવિષયક, શ્રોત્રથી શબ્દવિષયક અને મનથી સંકલ્પ-વિકલ્પવિષયક જે જ્ઞાન થાય છે તે મતિજ્ઞાન છે. મતિજ્ઞાનને આભિનિબોધિકજ્ઞાન પણ કહે છે. મ=સન્મુખ રહેલા પદાર્થનો નિઃનિશ્ચયાત્મકજે બોધતે આભિનિબોધ, તેના ઉપરથી સ્વાર્થમાં “ફ” (૭-૨-૧૬૯) પ્રત્યય લાગવાથી આભિનિબોધિક શબ્દ બને છે. (૨) શ્રુતજ્ઞાન - આ જ્ઞાન પણ ઈન્દ્રિયો અને મનથી જ થાય છે. તથાપિ જે જ્ઞાન પ્રાપ્ત કરવામાં ભણાવનાર-સમજાવનાર ગુરુની અને શાસ્ત્રાદિની જરૂરીયાત રહે, અર્થાત્ ગુરુ કે આગમાદિ શાસ્ત્રોના આલંબને જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે શ્રુતજ્ઞાન કહેવાય છે. જેમ કોઈ પણ પુસ્તકનું એક પાનું ચક્ષુથી વાંચી જવું તે મતિજ્ઞાન છે. પરંતુ તેમાં રહેલા હાર્દનેપરમાર્થને જાણવું તે શ્રુતજ્ઞાન છે. તે તે વાક્યોમાં રહેલો પરમાર્થ ગુરુ સમજાવનાર હોય તો જ સમજવો સરળ બને છે. તથા શબ્દ અને અર્થની પર્યાલોચન (વિચારણા) વિનાનું જે જ્ઞાન તે મતિજ્ઞાન અને પર્યાલોચનવાળું જે જ્ઞાન તે શ્રુતજ્ઞાન. જેમ કે “ઘટ-પટ Page #54 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૧૯ શબ્દો કાનથી સાંભળ્યા છે, અને આ ઘટ-પટ શબ્દો ઘટ-પટ નામના પદાર્થના વાચક છે એમ શબ્દ અને અર્થ વચ્ચેના વાચ્યવાચક ભાવના સંબંધનું જે સ્મરણ થાય તે, આ બન્ને મતિજ્ઞાન છે. પરંતુ તેનાથી ઉપસ્થિત થયેલા પદાર્થોનો પરસ્પર અન્વય થવા દ્વારા જે શાબ્દબોધ થાય છે તે શ્રુતજ્ઞાન કહેવાય છે. તેથી જ પ્રથમ મતિજ્ઞાન થાય છે પછી જ શ્રુતજ્ઞાન થાય છે. મતિજ્ઞાન કારણ છે, શ્રુતજ્ઞાન તેનું કાર્ય છે. મતિજ્ઞાન થયા પછી શ્રુતજ્ઞાન થાય જ એવો નિયમ નથી. પરંતુ શ્રુતજ્ઞાન થતાં પહેલાં અવશ્ય મતિજ્ઞાન હોય જ છે. વિશેષાવશ્યકભાષ્ય ગાથા ૧૦પમાં કહ્યું છે કે મપુત્રે સુમુત્ત ન મર્દ સુયyવ્યા પ્રશ્ન - ગુરુજી સમજાવનારા હોય છે અને વાવાચકભાવના સંબંધવાળું જે જ્ઞાન તે જો શ્રુતજ્ઞાન કહેવાતું હોય તો એકેન્દ્રિય- વિશ્લેન્દ્રિય વિગેરે જીવોને ઈન્દ્રિયો જ ઓછી છે તો તેને શ્રુતજ્ઞાન કેમ હોઈ શકે ? ઉત્તર - એકેન્દ્રિય-વિક્લેન્દ્રિય જીવોને જો કે પુદ્ગલોની રચના રૂપ દ્રવ્યન્દ્રિયો ઓછી છે. પરંતુ જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમ સ્વરૂપ ભાવેન્દ્રિયો લબ્ધિસ્વરૂપે પાંચે હોય છે. અને તેથી જ કોઈ વનસ્પતિ વાદળના ગર્જરવથી ફળે છે. કોઈ વનસ્પતિ ચંદ્ર-સૂર્ય જોઈને ખીલે છે. કોઈ મદિરાપાનના છંટકાવથી ફળે છે માટે લબ્ધિઈન્દ્રિયને આશ્રયી શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ રૂપ અવ્યક્ત શ્રુતજ્ઞાન એકેન્દ્રિયાદિને પણ હોય છે. (૩) અવધિજ્ઞાન - પાંચ ઈન્દ્રિયો અને મનની મદદ લીધા વિના માત્ર રૂપી દ્રવ્યોને સાક્ષાત્ કરાવનાર જે જ્ઞાન તે અવધિજ્ઞાન. આ જ્ઞાન દેવ-નારકીને જન્મથી મરણ પર્યન્ત પંખીને મળેલી ઉડવાની શક્તિની જેમ ભવપ્રત્યયિક સદા કાળ હોય છે અને મનુષ્ય-તિર્યંચોને તપ-સંયમાદિ વિશિષ્ટ ગુણોને આશ્રયી જ થાય છે માટે ગુણપ્રત્યાયિક કહેવાય છે.. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પ્રથમ કર્મગ્રંથ (૪) મન:પર્યવજ્ઞાન-અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞીપંચેન્દ્રિય જીવોના મનોગત ભાવોનું સાક્ષાત્ આત્માને જે જ્ઞાન તે મનઃપર્યવજ્ઞાન. આ જ્ઞાન વિશિષ્ટ મુનિ-મહાત્માઓને જ હોય છે. (૫) કેવળજ્ઞાન - સર્વ દ્રવ્યોનું, લોકાલોક સર્વ ક્ષેત્રનું, ભૂતભાવિ-વર્તમાન એમ ત્રણે કાળનું અને સર્વ પર્યાયોનું એક સમયમાં જે જ્ઞાન થાય અર્થાત્ સંપૂર્ણ જે જ્ઞાન તે કેવળજ્ઞાન કહેવાય છે. વસ્તુ જેના વડે જણાય તેને પ્રમાણ કહેવાય છે. જૈનશાસ્ત્રોમાં બે પ્રમાણ આવે છે. ૧. પ્રત્યક્ષ પ્રમાણ અને ૨. પરોક્ષ પ્રમાણ, જે ઈન્દ્રિયોની સહાય વિના જ્ઞાન થાય તે પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે. અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન આ ત્રણ પારમાર્થિક પ્રત્યક્ષજ્ઞાન છે. જે ઈન્દ્રિયોની સહાયથી સાક્ષાત્ જ્ઞાન થાય છે તે સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેવાય છે. જો કે તે ઈન્દ્રિયોની સહાયવાળું હોવાથી વાસ્તવિક તો પરોક્ષ જ છે. તથાપિ ઉપચારથી પ્રત્યક્ષ કહેવાય છે. તેમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન આવે છે. અને ધૂમથી વહ્નિની જે કલ્પના કરાય છે. તેવા પ્રકારનાં અનુમાન-આગમ વિગેરે સંબંધી મતિ-શ્રુતજ્ઞાનો પરોક્ષ કહેવાય છે. મતિશ્રુત પરોક્ષ અને અવિધ આદિ ત્રણ જ્ઞાનો પ્રત્યક્ષ છે. મતિ આદિ ચાર જ્ઞાનો ક્ષાયોપશમિક ભાવનાં છે. અને કેવળજ્ઞાન ક્ષાયિક છે. અને આવ૨ણ સંપૂર્ણ ક્ષય થયા પછી જે જ્ઞાન પ્રગટ થાય તે ક્ષાયિક કહેવાય છે. અને આવરણ ઉદયમાં હોવા છતાં મંદ ઉદય થવાથી કંઇક અંશે જ્ઞાન પ્રગટ થાય અને કંઇક અંશે આવરણનો ઉદય પણ હોય તો તેને ક્ષયોપશમભાવ કહેવાય છે. તેનાથી થયેલાં જ્ઞાનો ક્ષાયોપશમિક કહેવાય છે. આવરણનો સર્વથા વિનાશ તે ક્ષય, અને તીવ્ર આવરણને મંદ ક૨ીને ભોગવવું તે ક્ષયોપશમ જાણવો: મતિ આદિ ચાર જ્ઞાનો એકી સાથે એક જીવમાં હોઇ શકે છે, પરંતુ કેવળજ્ઞાન થાય ત્યારે પ્રથમનાં ચાર શાનો હોતાં નથી. Page #56 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૨૧ પ્રશ્ન- કેવલજ્ઞાનાવરણીયનો જ્યારે ક્ષય થાય ત્યારે તે કર્મના ક્ષયથી જેમ કેવલજ્ઞાન પ્રગટ થાય છે. તેમ શેષ ચાર જ્ઞાનાવરણીય કર્મોનો પણ ક્ષય તો થાય જ છે. તેથી શેષ ચાર જ્ઞાનો પણ કેવલીને હોવાં જોઈએ, ન હોય એમ કેમ કહો છો? ઉત્તર- આત્માનો મૂલગુણ ફક્ત એક કેવલજ્ઞાન જ છે. તે કેવલજ્ઞાનાવરણીયથી ઢંકાયે છતે જીવસ્વભાવે જે અલ્પ જ્ઞાનમાત્રા ખુલ્લી રહી જાય છે તેને મતિજ્ઞાનાદિ ચાર જ્ઞાનો કહેવાય છે. તે ખુલ્લી રહેલી માત્રા ભૂત મતિજ્ઞાનાદિને મતિજ્ઞાનાવરણીયાદિ ચાર કર્મો ઢાકે છે. પરંતુ પાંચે આવરણ દૂર થયે છતે મૂલથી જ કેવળજ્ઞાન પ્રગટ થઈ જાય છે તેથી તેના આવરણકૃત જે કલ્પિત પ્રકાશો હતા તે રહેતા જ નથી. જેમ સૂર્યનો મૂલ એક જ પ્રકાશ છે. જયારે સૂર્ય વાદળથી ઢંકાય છે ત્યારે તેનો અંદપ્રકાશ રહે છે. ઝુંપડા આદિના ઉપરના ઢાંકણથી તે મંદ પ્રકાશ પણ અવરાય છે પરંતુ જયારે ઝુંપડાનું આવરણ અને વાદળ એમ બન્ને દૂર થઈ જાય છે ત્યારે સૂર્યનો મૂળ પ્રકાશ જ પ્રગટ થાય છે પરંતુ મંદ પ્રકાશ રહેતો નથી. તેની જેમ અહીં સમજી લેવું. પ્રશ્ન- મતિજ્ઞાનાદિ પાંચ જ્ઞાનોને આ ક્રમે જ કેમ ગોઠવવામાં આવ્યાં છે ? ઉત્તર- મતિજ્ઞાનાદિ પાંચ જ્ઞાનનો ઉપન્યાસક્રમ આ પ્રમાણે કરવામાં ઘણાં કારણો છે જે વિશેષાવશ્યકમહાભાષ્યમાં સવિસ્તર લખ્યાં છે. તે હાલ વિદ્યાર્થીઓની બુદ્ધિને અનુરૂપ સંક્ષેપથી કારણ માત્ર રૂપે બતાવવામાં આવે છે. વધારે વિસ્તાર અન્યગ્રંથોથી સમજી લેવો. (૧) પાંચ જ્ઞાનોમાં સૌથી પ્રથમ અનાદિકાળથી આત્માને મતિશ્રુતજ્ઞાન હોય છે શેષજ્ઞાનો પછી થાય છે. માટે મતિ-શ્રુત પ્રથમ કહ્યાં છે. (૨) મતિપૂર્વક શ્રુત થાય છે. પરંતુ શ્રુતપૂર્વક મતિ થતી નથી. તેથી મતિ કારણ છે અને શ્રુત કાર્ય છે માટે તે બેમાં મતિ પ્રથમ અને શ્રુત પછી કહેલ છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પ્રથમ કર્મગ્રંથ (૩) મતિ અને શ્રુતની વચ્ચે (૧) સ્વામી, (૨) કાલ, (૩) કારણ, (૪) વિષય અને (૫) પરોક્ષત્વ એ પાંચ બાબતની સમાનતા છે માટે તે બન્ને પાસે પાસે કહ્યાં છે, જે મતિજ્ઞાનના સ્વામી, તે જ શ્રુતજ્ઞાનના સ્વામી છે. એકથી બાર ગુણઠાણાવાળા સર્વે જીવો મતિ-શ્રુત ઉભયના સ્વામી છે. જે સમયે આ જીવ સમ્યક્ત્વ પામે અને સમ્યક્ત્વના કારણે જે કાળે મતિ અજ્ઞાનમાંથી મતિજ્ઞાન પાત્ર થાય તે જ કાળે શ્રુતઅજ્ઞાનમાંથી શ્રુતજ્ઞાન પણ પ્રાપ્ત થાય છે. મતિજ્ઞાનનું કારણ પાંચ ઈન્દ્રિયો અને મન છે. શ્રુતજ્ઞાનનું કારણ પણ તે જ છે. મતિ જ્ઞાનનો વિષય સર્વદ્રવ્યો અને અસર્વપર્યાયો છે તે જ વિષય શ્રુતજ્ઞાનનો પણ છે. મતિજ્ઞાન જેમ પરોક્ષ છે તેમ શ્રુતજ્ઞાન પણ પરોક્ષ છે. આ પ્રમાણે બન્નેની સમાનતા હોવાથી બન્ને જ્ઞાનો પાસે પાસે કહેલ છે. (૪) મતિ-શ્રુતજ્ઞાનની સાથે અવધિજ્ઞાનનું કાળ, વિપર્યય, સ્વામી અને લાભનું સાધર્મ હોવાથી તે બે પછી ત્રીજું અવધિજ્ઞાન કહેલ છે. સમ્યગ્દષ્ટિપણામાં મતિ-શ્રુત જેમ ૬૬ સાગરોપમ કાળ સુધી હોય છે તેમ અવધિજ્ઞાન પણ ૬૬ સાગરોપમ સુધી ઉત્કૃષ્ટથી ટકી શકે છે, તે કાળ સાધર્મ. મિથ્યાત્વે જતાં મતિ-શ્રુત જેમ વિપર્યયપણાને પામે છે તેમ અવિધ પણ વિપર્યયપણાને પામે છે તે વિપર્યયસાધર્મ્સ, મતિ શ્રુત જેમ ચારે ગતિમાં થાય છે તેમ અવધિજ્ઞાન પણ ચારેગતિમાં થાય છે તે સ્વામીસાધર્મ અને મિથ્યાત્વાવસ્થામાંથી સમ્યક્ત્વ અવસ્થા પામતાં જેમ મતિ- શ્રુત અજ્ઞાનમાંથી મતિ-શ્રુતજ્ઞાનનો લાભ થાય છે તેમ અવધિઅજ્ઞાનમાંથી અવધિજ્ઞાનનો પણ લાભ થાય છે તે લાભસાધર્મ જાણવું. (૫) અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનની વચ્ચે છદ્મસ્થતા, વિષય, ભાવ, અને પ્રત્યક્ષતા એમ ચાર પ્રકારની સદૃશતા હોવાથી અવધિજ્ઞાનની પછી મન:પર્યવજ્ઞાન કહેલ છે. અવધિજ્ઞાન જેમ છદ્મસ્થને થાય છે તેમ મન:પર્યવ પણ છદ્મસ્થને જ થાય છે. અવધિજ્ઞાનનો વિષય જેમ રૂપીદ્રવ્ય છે તેમ મન:પર્યવનો વિષય પણ (મનોવર્ગણા રૂપ) રૂપી દ્રવ્ય જ છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૨ ૩ અવધિજ્ઞાન જેમ ક્ષયોપશમ ભાવવાળું છે. તેમ મન:પર્યવજ્ઞાન પણ ક્ષયોપશમભાવવાળું જ છે. અને બન્ને પ્રત્યક્ષપ્રમાણ હોવાથી પ્રમાણની અપેક્ષાએ પણ સમાન છે. માટે અવધિ પછી મન:પર્યવ કહેલ છે. (૬) મન:પર્યવ અને કેવલજ્ઞાનની વચ્ચે યતિસાધમ્ય, સર્વોત્તમતા અને અન્તિમપ્રાપ્તિતા હોવાથી મન:પર્યવજ્ઞાન પછી કેવળજ્ઞાન કહેલ છે. મન:પર્યવજ્ઞાન પણ યતિને જ થાય છે. તેમ કેવળજ્ઞાન પણ ભાવમુનિને જ થાય છે. કેવળજ્ઞાન સર્વોત્તમ છે અને કેવળજ્ઞાન સૈથી અન્ને પ્રગટ થાય છે. તે કારણથી મન:પર્યવજ્ઞાન પછી કેવળજ્ઞાન કહેલ છે. આ પ્રમાણે સંક્ષેપમાં પાંચ જ્ઞાનનો ઉપન્યાસક્રમ જાણવો. હવે તે પાંચ જ્ઞાનોમાંથી પ્રથમ મતિજ્ઞાનનું વર્ણન શરૂ કરીએ. મતિજ્ઞાન બે પ્રકારનું છે. (૧) શ્રુતનિશ્રિત અને (૨) અશ્રુતનિશ્રિત. બન્નેનાં ચાર-ચાર ભેદો છે. શ્રુતનિશ્રિતના (૧) અવગ્રહ,- (૨) ઇહા, (૩) અપાય અને (૪) ધારણા એમ ૪ ભેદો છે અને અશ્રુતનિશ્રિતના (૧) ઔત્પાતિકી, (૨) વૈનાયિકી, (૩) કાર્મિકી અને (૪) પારિણામિકી એમ ચાર પ્રકારની બુદ્ધિ એ જ ચાર ભેદો છે. કૃતનિશ્રિતનો પ્રથમભેદ જે અવગ્રહ છે તેના બે પેટાભેદો છે (૧) વ્યંજનાવગ્રહ અને (૨) અર્થાવગ્રહ. મતિજ્ઞાન શ્રુતનિશ્રિત અશ્રુતનિશ્રિત. અવગ્રહ ઈહા અપાય ધારણા વ્યંજના- અર્થાવગ્રહ-૪, વગ્રહ-૬ ઔત્પાતિકી વૈયિકી કાર્મિકી પારિણામિકી. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પ્રથમ કર્મગ્રંથ હવે આ બધા ભેદ-પ્રતિભેદોના અર્થ વિચારીએ ઇન્દ્રિયો અને મન દ્વારા જે વિષયોનું જ્ઞાન પહેલાં કરેલું હોય, ગુરુ આદિ પાસે સાંભળેલું હોય, લોકમુખે બોલાતા પદાર્થો વારંવાર સાભળવા દ્વારા જ્ઞાન મેળવેલું હોય, પરંતુ વર્તમાનકાલે તે વિષય જાણવામાં જ્યારે પ્રવર્તે ત્યારે તે ભૂતકાલીન અનુભવના આલંબન વિના જ પૂર્વના સંસ્કારથી સહજ રીતે જે જ્ઞાન થતું હોય તે કૃતનિશ્રિત મતિજ્ઞાન કહેવાય છે. અર્થાત પૂર્વે શ્રુતનો સંસ્કાર પામેલું, પરંતુ વર્તમાનમાં શ્રુતને અનુસર્યા વગર જે મતિજ્ઞાન થાય તે શ્રુતનિશ્ચિત મતિજ્ઞાન કહેવાય છે. જેમકે કોઈ બાળકે સૌ પ્રથમ એક ઘટ જોયો, પરંતુ આ ઘટને શું કહેવાય? તે આ બાળકને ખબર નથી, તેથી તેણે અનુભવીને પૂછ્યું “આ શું કહેવાય ?” અનુભવીએ ઉત્તર આપ્યો કે “આ ઘટ કહેવાય” ત્યાર બાદ બે ચાર વાર ઘડાને જોઈને એ બાળક અનુભવીનું વચન યાદ કરે છે કે “આ ઘડો છે” તે શ્રુતજ્ઞાન છે પરંતુ ત્યારબાદ કાળાંતરે આ બાળકે ફરીથી ઘટ જોયો, તે વખતે “આવા આવા આકારવાળા પદાર્થને ઘટ કહેવાય” એવો વિચાર મનમાં લાવ્યા વિના, ભૂતકાળના તે અનુભવનુ આલંબન લીધા વિના પૂર્વના સંકેતના સંસ્કારમાત્રના બળથી “આ ઘટ છે” એવું જે જ્ઞાન થાય છે તે કૃતનિશ્રિત મતિજ્ઞાન કહેવાય છે. અને જે પહેલાં કદાપિ સાંભળ્યું નથી, જોયું નથી, અનુભવ્યું નથી અને આપમેળેપોતાની બુદ્ધિ-પ્રજ્ઞાના આધારે જે વસ્તુ સમજાય તે અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન કહેવાય છે. જેમકે અભયકુમાર અને બીરબલની બુદ્ધિ. પ્રથમ શ્રુતનિશ્ચિત મતિજ્ઞાનના ૪ ભેદ છે. ઇન્દ્રિયો અને મનની સાથે જાણવા લાયક વિષયનો સન્નિકર્ષ થવા દ્વારા, અથવા સન્નિકર્ષ થયા વિના “આ કંઈક છે” એવું તદ્દન અસ્પષ્ટ સામાન્યપણે જાણવું તે અવગ્રહ. તેના બે ભેદો છે. ઇન્દ્રિય અને વિષયનો સન્નિકર્ષ થાય તેને વ્યંજનાવગ્રહ કહેવાય છે. અને “આ કંઈક છે” એવો અર્થબોધ જે થાય છે તે અર્થાવગ્રહ કહેવાય છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૨૫ ઈન્દ્રિય અને વિષયનો સક્સિકર્ષ હોય પરંતુ જ્ઞાનની માત્રા જ્યાં જણાતી ન હોય તેને વ્યંજનાવગ્રહ કહેવાય છે. વ્યંજનાવગ્રહ શબ્દમાં બે વ્યંજન શબ્દો હતા તેમાંથી એક વ્યંજન શબ્દનો લોપ થયેલ છે. પ્રથમ વ્યંજન શબ્દનો અર્થ ઉપકરણેન્દ્રિય છે. વ્યથતે અર્થ અને તિ નમ્ વિષય જેના વડે જણાય તે વ્યંજન, વિષય જાણવાનું અસાધારણ કારણ. અહીં વિ ઉપસર્ગપૂર્વક રજૂ ધાતુથી કરણમાં અદ્ પ્રત્યય લાગીને વ્યંજન શબ્દ બનેલ છે. વ્યંજન એટલે ઉપકરણેન્દ્રિય. પુદ્ગલની બનેલી અંદર રહેલી અત્યંતર નિવૃત્તિ જે ઈન્દ્રિય છે તેમાં વિષય જણાવવામાં નિમિત્તભૂત બનવાની જે શક્તિ છે તેને ઉપકરણેન્દ્રિય કહેવાય છે. બાહ્યનિવૃત્તિ ખ્યાન જેવી છે. અત્યંતરનિવૃત્તિ તલવાર જેવી છે. અને આ ઉપકરણેન્દ્રિય તલવારની ધારમાં રહેલી છેદનશક્તિ સદુશ છે. તેને વ્યંજન કહેવાય છે. બીજા વ્યંજન શબ્દનો અર્થ વિષય છે. વ્યક્તિ યત્ તત્ #નમ્, ઉપકરણેન્દ્રિય દ્વારા જે જણાય તે વ્યંજન, અહીં કર્મમાં अनट् प्रत्यय थयो छे व्यञ्जनेन व्यञ्जनस्य अवग्रहः इति व्यञ्जनावग्रहः ઉપકરણેન્દ્રિય વડે તે તે વિષયનું અસ્પષ્ટપણે જે જાણવું તે વ્યંજનાવગ્રહ. અહીં વચ્ચેના વ્યંજન શબ્દનો લોપ થઈ મધ્યમપદલોપી સમાસ થયો છે. આ વ્યંજનાવગ્રહ ચકું અને મનનો થતો નથી. શેષ ચાર ઇન્દ્રિયોનો જ થાય છે. કારણ કે શેષ ચાર ઇન્દ્રિયો પ્રાપ્યકારી છે અને ચક્ષુ તથા મન અપ્રાપ્યકારી છે. જે ઇન્દ્રિયો વિષયની સાથે સંયોગ પામી છતી વિષયબોધ કરે તે ઇન્દ્રિયો પ્રાપ્યકારી કહેવાય છે. જેમ કાનમાં વક્તાનો શબ્દ પ્રવેશ કરે તો જ કાન સાંભળે છે. નાકની પાસે ફૂલ અડાડવામાં આવે અને તેની ગંધ નાકના છિદ્રમાં જાય તો જ જણાય છે. જીભની સાથે લાડવાનો સંયોગ થાય ત્યારે જ રસ જણાય છે. પાણીની ડોલમાં હાથ નાખીએ ત્યારે જ શીત કે ઉષ્ણની ખબર પડે છે. માટે શ્રોત્ર-ધ્રાણ-રસના અને સ્પર્શનેન્દ્રિય એમ ચાર પ્રાપ્યકારી છે. પરંતુ ચક્ષુ દૂર રહેલા વિષયને જાણે છે. દૂર દૂર Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પ્રથમ કર્મગ્રંથ રહેલા પાણીને કે અગ્નિને ચક્ષુ જુએ છે ત્યારે પાણીથી ચહ્યું ભીંજાતી નથી અને અગ્નિથી ચક્ષુ બળતી નથી અર્થાત્ વિષયવડે ચક્ષુને અનુગ્રહ-ઉપઘાત થતો નથી માટે ચક્ષુ અપ્રાપ્યકારી છે. વળી ચક્ષુથી દૂર રહેલું કાજળ દેખાય છે. પરંતુ ચક્ષુમાં આંજેલું કાજળ દેખાતું નથી. તેવી જ રીતે ચક્ષુમાં પડેલું તણખલું, અંદર આંજેલો સુરમો કે અંદર નાખેલું દવાનું ટીપું ચક્ષુથી દેખાતું નથી. દૂર હોય તો જ દેખાય છે માટે ચક્ષુ અપ્રાપ્યકારી છે. તથા દવાની ભરેલી એક શીશીમાં રહેલી દવાનો સ્વાદ-ગંધ જાણી શકાતા નથી પરંતુ રૂપ જોઈ શકાય છે. માટે પણ ચક્ષુ અપ્રાપ્યકારી છે. ન્યાય અને વૈશેષિક દર્શનકારો એમ માને છે કે ચક્ષુમાંથી સૂર્યના કિરણોની જેમ કિરણો નીકળે છે અને વિષયને સ્પર્શે છે. પરંતુ આ વાત બરાબર નથી. જો કિરણો નીકળતાં હોય તો તે કિરણો દેખાવાં જોઈએ, તથા કિરણોથી દૂર-દૂરનું દેખાય તો અંદર પડેલ તૃણ-અંજનાદિ પણ દેખાવા જોઈએ. પરંતુ દેખાતાં નથી માટે આ દલીલ બરાબર નથી. કોઈ એવો પ્રશ્ન કરે કે જો ચક્ષુ અપ્રાપ્યકારી છે. તો ભીંત આદિના આંતરામાં રહેલી વસ્તુને પણ ચક્ષુ દેખનાર બનવી જોઇએ, પરંતુ આ દલીલ પણ બરાબર નથી. કારણ કે ચક્ષુની શક્તિ એવા પ્રકારની જ છે કે નિયત દેશમાં રહેલા અસ્પૃષ્ટ વિષયને જાણે છે. જેમ લોહચુંબક દૂર રહેલા લોઢાને ખેંચે છે પરંતુ ભીંત આદિથી અંતરિત કે લાખો યોજન દૂર રહેલા લોઢાને ખેંચતું નથી, તેમ ચક્ષુમાં જાણવું. માટે ચક્ષુ અસ્પષ્ટ વિષયને જાણે છે તેથી અપ્રાપ્યકારી છે. તેવી જ રીતે મન પણ આત્માની સાથે રહ્યું છતું જ દૂર દૂર રહેલા શત્રુંજય અને મેરૂ આદિ પર્વતોનું અને તેના ઉપર બિરાજમાન તીર્થંકર ભગવન્તોનું ચિંતન-મનન કરે છે. પરંતુ મનનો અને વિષયનો સંયોગ થતો નથી. મન ઈન્દ્રિય હોવાથી આત્માને છોડીને જતી જ નથી અને Page #62 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૨૭ માનો કે જાય તો પણ અત્યંતર કરણ હોવાથી એકલું કાર્ય કરી શકે નહીં. . જેમ સુથારના હાથમાં રહેલો કુહાડો સુથારથી છૂટો પડે તો કર્યા વિના તે કુહાડો છેદનકાર્ય કરી શકે નહીં. તથા શત્રુંજય કે મેરૂ પર્વતાદિ વિષયો ઉડીને મનવાળા દેશમાં આવતા નથી. માટે મનનો અને વિષયનો સંયોગ ન થતો હોવાથી મન પણ અપ્રાપ્યકારી છે. પ્રશ્ન - “મારું મન અમુક ઠેકાણે ગયું છે.” આવું તો કહેવાય છે. વ્યાખ્યાનાદિમાં જેનું ચિત્ત ન હોય તેને એમ કહેવાય છે કે “તારું મન ક્યાં ભટકે છે?” તો તમે એમ કેમ કહો છો કે મન બહાર જતું નથી? ઉત્તર - આ ઉપચારવચન છે. યથાર્થવચન નથી. જેમ અનાજ સારું ઉગ્યું હોય અને અન્તિમ વરસાદની જરૂર હોય ત્યારે જો સમયસર વરસાદ વરસે તો “સોનું વરસે છે,” એમ કહેવાય છે તે ઉપચારવચન છે. સોનું કદાપિ વરસતું જ નથી. પરંતુ સમયસર વરસેલા વરસાદથી અનાજ પાકશે, લોકો કમાશે અને લોકોના ઘરમાં સોનું આવશે માટે “સોનું વરસે છે.” એમ બોલાય છે તેમ મન બીજા વિષયનું ચિંતનમનન કરતું હોય ત્યારે “તારું મન ક્યાં ભટકે છે?” આમ બોલાય છે. દૂર-દૂર દેશમાં રહેલા અગ્નિ-પાણી-સર્પ-કે સિંહાદિ તથા ચંદન-પુષ્પાદિનું ચિંતન-મનન કરવા છતાં મનને ઉપઘાત-અનુગ્રહ થતો નથી માટે મનનો વિષયની સાથે સ્પર્શ નથી તેથી અપ્રાપ્યકારી છે. (આ વિષય વિશેષાવશ્યકમહાભાષ્યમાં તથા રત્નાકરાવતારિકાના બીજા પરિચ્છેદમાં સવિસ્તર ચલો છે ત્યાંથી વિશેષાર્થીએ જોઈ લેવો.) : આ પ્રમાણે ચહ્યું અને મન વિના શેષ ચાર ઈન્દ્રિયો વિષયની સાથે સંબંધ પામીને વિષયને જાણે છે માટે તે ચાર પ્રાપ્યકારી છે અને તે ચાર ઈન્દ્રિયોનો જ વ્યંજનાવગ્રહ થાય છે. જેમ કે કોઈ પુરુષ ભરઉંઘમાં સૂતો છે તેને જગાડવા માટે જગાડનારે એક પછી એક એમ ક્રમશઃ ૧૦ બૂમો પાડી અને દસમી બૂમે તે “હું” એમ કરીને જાગ્યો : ત્યાં ૧ થી ૯ બૂમ સુધીના જગાડનારના શબ્દો જે તેના કાનમાં પ્રવેશ્યા તે વખતે ઈન્દ્રિયની સાથે Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૮. પ્રથમ કર્મગ્રંથ શબ્દનો સંપર્ક થવાથી જે પ્રક્રિયા થઈ તે તમામ વ્યંજનાવગ્રહ છે અને દસમી બૂમે “હું” એમ બોલતો જે જાગે છે તે વખતે અર્થનો બોધ થતો હોવાથી અર્થાવગ્રહ થાય છે. તેવી જ રીતે ધ્રાણમાં વિષયની ગંધના પુગલો પ્રવેશ્યા જ કરે પરંતુ પ્રાણને ખ્યાલ ન આવે ત્યાં સુધી વ્યંજનાવગ્રહ કહેવાય છે અને તે પ્રવેશેલાં પુદગલો ઉત્કટરૂપમાં થાય અને અહીં કંઈક ગંધાય છે એમ ખ્યાલ આવે ત્યારે જ અર્થાવગ્રહ થાય છે. આ રીતે રસના અને ત્વચામાં પણ સમજી લેવું. પ્રશ્ન - ઈન્દ્રિય અને વિષયનો સન્નિકર્ષ થાય પરંતુ વિષય ન જણાય ત્યાં સુધી જો વ્યંજનાવગ્રહ કહેવાય તો તે જ્ઞાનનો ભેદ કેમ કહી શકાય ? વિષય તો બિલકુલ જણાતો જ નથી. સર્વથા અજ્ઞાતાવસ્થા જ છે. જ્યાં અલ્પ પણ જ્ઞાનની માત્રા નથી તેવા વ્યંજનાવગ્રહને મતિજ્ઞાનના ભેદ તરીકે કેમ કહી શકાય ? દીપક હોય અને અન્ધકાર હોય એમ કેમ બને ? ઉત્તર - પ્રશ્નકારની વાત સત્ય છે. પરંતુ વ્યંજનાવગ્રહમાં જ્ઞાન પણ છે અને જ્ઞાનાભાવ પણ છે એમ બન્ને રીતે પણ મતિજ્ઞાનનો ભેદ ગણી શકાય છે તેવો ઉત્તર શાસ્ત્રોમાં આવેલો છે તે આ પ્રમાણે જેમ માટીનું બનાવેલું નવું શરાવ (કોડીયું-ચપ્પણીયું) લઈએ. તેમાં ક્રમશઃ એક પછી એક જલબિન્દુ નાખીએ. તે શરાવ નવું હોવાથી ચૂસી જશે. એટલે આપણને પાણી નષ્ટ થયું લાગશે, પરંતુ ક્રમશઃ આશરે ૯૯ જલબિન્દુઓ નાંખતાં તે શરાવ રીટું થતાં ૧૦૦મું જલબિન્દુ તે શરાવમાં ટકશે, હવે જો ૧ થી ૯૯ જલબિન્દુઓ સર્વથા નષ્ટ થઈ જ ચૂક્યાં હોય તો ૧૦૦મા જલબિન્દુ વખતે પણ શરાવ તો નવું જ હોવાથી તે ટીપુ પણ ચૂસાઈ જવું જ જોઈએ, પરંતુ ચૂસાતું નથી. તેથી માનવું જ પડે છે કે ૧ થી ૯૯ જલબિન્દુઓનું પાણી ન દેખાતું હોવા છતાં સર્વથા નષ્ટ નથી. તેના હોવાપણાથી જ ૧૦૦મું બિન્દુ સ્થિરતાને પામે છે. તેવી જ રીતે જગાડનારની પહેલી બૂમથી નવમી બૂમ સુધીના કાનમાં પ્રવેશેલા Page #64 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક શબ્દો સર્વથા નષ્ટ થતા નથી. અલ્પ-અલ્પ જ્ઞાનમાત્રાને તો ખોલતા જ જાય છે. પરંતુ તે જ્ઞાનમાત્રા અલ્પપ્રમાણમાં હોવાથી અનુભવમાં આવતી નથી. અને વૃદ્ધિ પામતાં પામતાં ૧૦૦મા જલબિન્દુની જેમ “હું” કરીને જાગે છે એમ ઉત્કટ જ્ઞાનમાત્રા થાય ત્યારે અર્થાવગ્રહ સ્વરૂપે જણાય છે. સારાંશ કે ૧ થી ૯૯ જલબિન્દુઓ જેમ સર્વથા નષ્ટ નથી તેમ ૧ થી ૯ બૂમમાં જ્ઞાનમાત્રાનો સર્વથા અભાવ નથી. પરંતુ અલ્પજ્ઞાનમાત્રા છે. જેના પ્રતાપે દસમી બૂમે ઉત્કટ જ્ઞાનમાત્રા થવાથી અર્થાવગ્રહ બને છે. બીજો ઉત્તર એ છે કે ધારો કે વ્યંજનાવગ્રહમાં જ્ઞાનાભાવ જ છે તથાપિ અર્થાવગ્રહાદિ જ્ઞાનમાત્રાનું તે કારણ છે. કારણમાં કાર્યનો ઉપચાર કરીને જ્ઞાનાભાવ હોવા છતાં વ્યંજનાવગ્રહને મતિજ્ઞાન કહેવાય છે. આ પ્રમાણે ઇન્દ્રિય અને વિષયના સન્નિકર્ષથી ૧ થી ૯૯ જલબિન્દુઓની જેમ તદ્દન અસ્પષ્ટપણે વિકસતી જે જ્ઞાનમાત્રા તે વ્યંજનાવગ્રહ જાણવો અને તે ચક્ષુ-મન વિના શેષ ચાર ઈન્દ્રિયોથી થાય છે. માટે ઈન્દ્રિયોના ભેદથી તે ચાર પ્રકારનો છે, (૧) સ્પર્શનેન્દ્રિય વ્યંજનાવગ્રહ, (૨) રસનેન્દ્રિય વ્યંજનાવગ્રહ, (૩) ઘ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ, (૪) શ્રોત્રેન્દ્રિય વ્યંજનાવગ્રહ. ૪. હવે અર્થાવગ્રહાદિના ભેદો જણાવે છે. अत्थुग्गह-ईहा-वाय-धारणा करणमाणसेहिं छहा । इय अठ्ठवीसभेअं, चउदसहा वीसहा व सुयं ॥५॥ (अर्थावग्रहेहाऽपायधारणा: करणमानसैः षोढा । इत्यष्टाविंशतिभेदं, चतुर्दशधा विंशतिधा वा श्रुतम्) શબ્દાર્થ- અસ્થ હિઅર્થાવગ્રહ, હાઈહા, અવાય અપાય, ધાર[= ધારણા, રV=ઈન્દ્રિયો અને, માનહિં મન દ્વારા, છહીં-છ પ્રકારે છે, યે આ પ્રમાણે, નવી મેગં=અઠ્યાવીસ ભેદોવાળું મતિજ્ઞાન છે, ૨૩૮સીચૌદ પ્રકારે, વીસ વીસ પ્રકારે, વૈ=અથવા, સુયં શ્રુતજ્ઞાન. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પ્રથમ કર્મગ્રંથ ગાથાર્થ-પાંચ ઈન્દ્રિયો અને મન એમ કુલ ૬ ઈન્દ્રિયો વડે થતા અર્થાવગ્રહ-ઈહા-અપાય અને ધારણા છ-છ પ્રકારે છે. આ પ્રમાણે મતિજ્ઞાન કુલ અઠ્ઠાવીસ ભેદોવાળું છે અને શ્રુતજ્ઞાન ચૌદ ભેદોવાળું અથવા વશ ભેદોવાળું છે. ૫. વિવેચન-અર્થાવગ્રહ=“આ કંઈક છે” એવું તદન સામાન્ય, નામજાતિ-ગુણ-ક્રિયા કે દ્રવ્યની કલ્પના વિનાનું અવ્યક્ત જે જ્ઞાન તે અર્થાવગ્રહ કહેવાય છે. પ્રાપ્યકારી એવી ચાર ઇન્દ્રિયોનો વ્યંજનાવગ્રહ અંતર્મુહૂર્ત સુધી ચાલે છે. ત્યારબાદ તે વ્યંજનાવગ્રહને લીધે તેના જ અન્તિમ સમયે “આ કંઈક છે” એવો જે તદન સામાન્ય અને અસ્પષ્ટ એવો અર્થનો બોધ થાય છે તે “અર્થાવગ્રહ” કહેવાય છે. તથા ચહ્યું અને મન અપ્રાપ્યકારી હોવાથી વ્યંજનાવગ્રહ થયા વિના દૂરથી જ વિષય ગ્રહણ કરતાં પ્રથમ સમયે જ અર્થાવગ્રહ થાય છે. વ્યંજનાવગ્રહ જઘન્યથી આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી શ્વાસોચ્છવાસ પૃથકત્વ થાય છે. પરંતુ તે બન્ને નાનાં-મોટાં અંતર્મુહૂર્ત જ કહેવાય છે. માટે વ્યંજનાવગ્રહનો કાળ અંતર્મુહૂર્ત છે અને આ કંઈક છે' એવા પ્રકાના તદન અવ્યક્ત અર્થના બોધવાળા અર્થાવગ્રહનો કાળ માત્ર ૧ સમય છે. જેને શાસ્ત્રોમાં નૈૠયિક અર્થાવગ્રહ કહેવાય છે. પ્રશ્ન- નૈયિક અર્થાવગ્રહ એવો ભેદ પાડવાની શું જરૂર? શું અર્થાવગ્રહના બીજા ભેદો છે કે જેથી આવું વિશેષણ જોડવું પડે ? ઉત્તર- જો કે વાસ્તવિક અર્થાવગ્રહ આ એક સમયના કાળવાળો જે છે તે જ એક છે. તથાપિ ઉપચારથી બીજો અર્થાવગ્રહ પણ કહેવાય છે તેનાથી આ અર્થાવગ્રહને ભિન્ન સમજાવવાનૈઋયિક એવું વિશેષણ જોડેલું છે. ૧. નૈક્ષયિક-વાસ્તવિક-પારમાર્થિક-ઉપચાર વિનાનો અર્થાવગ્રહ. Page #66 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક પ્રશ્ન- ઉપચારથી બીજો અર્થાવગ્રહ કયો ? ઉત્તર- આ નૈૠયિક અર્થાવગ્રહ પછી ઈહા થશે, ઈહા પછી અપાય થશે, અને અપાયમાં જે નિર્ણય થયો તેના જ વિશેષ સૂક્ષ્મ ધર્મોને જાણવાની જિજ્ઞાસા થાય તો અપાય પછી પુનઃ ઈહા થાય છે. ત્યારે તે અપાયને (વાસ્તવિક અપાય હોવા છતાં) ઉપચારથી અર્થાવગ્રહ કહેવાય છે. કારણકે જેની પછી ઈહા આવે, અર્થાત્ ઈહાની પૂર્વે જે હોય તે અર્થાવગ્રહ કહેવાય છે. આ રીતે અપાયને જે અર્થાવગ્રહ કહેવાય તે વ્યાવહારિક અથવા ઔપચારિક અર્થાવગ્રહ કહેવાય છે. તે પૂર્વની ઈહાની અપેક્ષાએ અપાય સ્વરૂપ છે. માટે વાસ્તવિક અર્થાવગ્રહ નથી, તેનો કાળ અન્તર્મુહૂર્ત છે, અને વ્યંજનાવગ્રહના અત્તે થનારો આ અર્થાવગ્રહ તે નૈૠયિક અર્થાવગ્રહ છે. તેનો કાળ માત્ર ૧ સમયનો જ છે. આ નૈૠયિક અર્થાવગ્રહ પાંચ ઈન્દ્રિયો અને મન એમ છ થી થતો હોવાથી છ પ્રકારનો છે. ઈહા “આ શું હશે” એવો જે વિચારવિશેષ કરવો તે ઈહા કહેવાય છે. અર્થાવગ્રહમાં ‘આ કંઈક છે” એવો બોધ થયા પછી આ શું હશે ? શું શબ્દ હશે કે રૂપાદિ હશે ? શું પુરુષનો અવાજ હશે કે સ્ત્રીનો અવાજ હશે ? શું ચૈત્રનો શબ્દ હશે કે મૈત્રનો શબ્દ હશે ? ઈત્યાદિ જે વિચારણા વિશેષ કરવી તે ઈહા કહેવાય છે. આ વિચારણા અન્વયધર્મથી પણ થાય છે અને વ્યતિરેકધર્મથી પણ થાય છે. અન્વય એટલે હોવું અને વ્યતિરેક એટલે ન હોવું. ૩૧ === જ્યાં વિષય જાણવાની તમન્ના થઈ છે. અને શંકા થઈ છે કે જે આ જણાય છે તે શું છે ? ત્યાં જે વસ્તુ સંભવી શકે તેના વિદ્યમાન ધર્મોને જાણીને તે વસ્તુના હોવાપણાના નિર્ણય તરફ આગળ વધવું તે અન્વયથી ઈહા કહેવાય છે. અને ત્યાં જે વસ્તુ સંભવતી નથી તેના ધર્મોના નાસ્તિપણાથી તે વસ્તુ નથી એવા નિર્ણય તરફ ઢળતો જે વિચારવિશેષ તે વ્યતિરેકથી ઈહા કહેવાય છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩૨ પ્રથમ કર્મગ્રંથ જેમ કે દૂરથી જંગલમાં સન્ધ્યાકાળે એક વૃક્ષનું સુકું ઠૂંઠું દેખાયું તેને ઉપરના ભાગમાં જમણી--ડાબી ગયેલી બે શાખા છે. ઉપર પણ મોટો ઘટાદાર ભાગ છે. જાણે બે શાખા એ બે હાથ અને વચ્ચેનો ઘટાદાર ભાગ તે માથું હોય તેવું દૂરથી દેખાય છે. તેથી તેમાં શંકા થાય છે કે-આ જે દેખાય છે તે શું સ્થાણું છે કે પુરુષ છે ? આટલું માત્ર જ્ઞાન તે સંશય કહેવાય છે. તેને ઈહા કહેવાતી નથી. ઈહાનો પૂર્વવર્તી ભાગ કહેવાય છે. પરંતુ જ્યારે વિચારધારા આગળ વધે છે કે પંખીઓ ઉડે છે અને માથે બેસે છે. પંખીઓના માળા દેખાય છે. પવનને અનુસારે હાલે છે માટે સ્થાણું (ઠૂંઠું) હોવું જોઈએ આ અન્વયધર્મથી વિચારણા કરી. તથા સન્ધ્યા સમય છે, અન્ધકાર વ્યાપી ગયો છે માટે પુરુષ ન હોઈ શકે, વળી ખણજ ખણતો નથી, તે માટે હાથ હલાવતો નથી માટે પુરુષ ન હોઇ શકે. આ વ્યતિરેક ધર્મથી વિચારણા કરી. આવી એક ધર્મથી કે ઉભયધર્મથી વિચારણા કરવાપૂર્વક નિર્ણય પાસે પહોંચી જવું તે ઈહા. પ્રશ્ન – સંશય અને ઈહામાં શું તફાવત ? - ઉત્તર - સંશયમાં ત્યાં વિદ્યમાન વસ્તુ અને ત્યાં અવિદ્યમાન વસ્તુ એમ બન્નેનો અનિર્ણય સમાન જ હોય છે. જ્યારે ઇહામાં વિદ્યમાન વસ્તુના નિર્ણય તરફ, અને અવિદ્યમાન વસ્તુના નિષેધ તરફ ઢળતો વિચારવિશેષ હોય છે, માટે જ સંશય અજ્ઞાનાત્મક છે અને ઈહા જ્ઞાનાત્મક છે. અપાય-ઈહા દ્વારા સંભાવિત કરેલી વસ્તુનો નિર્ણય કરવો તે અપાય. જેમ કે ાનથી સંભળાય છે માટે ‘આ શબ્દ જ છે પરંતુ રૂપાદિ નથી.’’ તથા આવો મધુર અને તીણો શબ્દ છે માટે ‘આ સ્ત્રીનો જ શબ્દ છે પરંતુ પુરુષનો નથી.’’ ઈત્યાદિ નિર્ણયાત્મક જે જ્ઞાન તે અપાય કહેવાય છે. જો કે “આ સ્ત્રીનો જ અવાજ છે.’’ એવો અપાય થયા પછી પણ “શું ભાવનાબેનનો છે ? કે રંજનબેનનો છે ? એવી ઈહા થઈ શકે છે. આવા પ્રકારની ઈહાની અપેક્ષાએ પૂર્વના નિર્ણયાત્મક અપાયને પણ અર્થાવગ્રહ કહેવાય છે. પરંતુ તે વ્યાવહારિક અર્થાત્ ઔપચારિક અર્થાવગ્રહ કહેવાય છે. આ પ્રમાણે ઈહા-અપાય-ઈહા Page #68 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક અપાય- અને ઈહા એમ જ્ઞાનધારા ત્યાં સુધી ચાલે છે કે જ્યાં સુધી આત્માની વિશેષધર્મો જાણવાની જિજ્ઞાસા જીવંત હોય. આ અપાય પણ છએ ઈન્દ્રિયોથી થાય છે માટે છ પ્રકા૨નો છે. ધારણા – નિર્ણય કરેલા અર્થને ધારી રાખવું. યાદ રાખવું. હૈયામાં સ્થિર કરવું તે ધારણા. કરેલા નિર્ણયને જો હૈયામાં દૃઢીભૂત કરવામાં ન આવે તો કાલાન્તરે યાદ ન આવે, ભૂલી જવાય, માટે, સ્થિર કરવું તે ધારણા. તેના ત્રણ પેટાભેદો છે. (૧) અવિસ્મૃતિ, (૨) વાસના, (૩) સ્મૃતિ. ૩૩ = (૧) અવિચ્યુતિ અપાયકાલે વસ્તુતત્ત્વનો જે નિર્ણય કર્યો, તે નિષ્કૃત થયેલા વસ્તુતત્ત્વને તે જ કાળે અન્તર્મુહૂર્ત સુધી ધારાવાહી જ્ઞાનપણે યાદ રાખવો, ચિત્તને તેમાં જ સ્થિર કરવું, ઉપયોગને તે વિષયથી અન્યત્ર ન લઈ જવો તે અવિચ્યુતિ કહેવાય છે, જેમ કે કોઈ એક ગાથા કંઠસ્થ કરી, તે અપાય થયો, ત્યારબાદ સતત અન્તર્મુહૂર્ત સુધી તેને જ ગોખ્યા કરવી, ચિત્ત તે કંઠસ્થ ગાથાના રટનમાં જ પરોવવું તે અવિચ્યુતિ કહેવાય છે. અર્થાત્ પ્રથમ વાર થયેલો નિર્ણય અપાય છે અને પછી એ જ નિર્ણયને ત્યારે જ વારંવાર દોહરાવાય એ અવિચ્યુતિ છે. આ અવિચ્યુતિના કારણે ગાથા હૈયામાં જામી જાય છે. અને કાળાન્તરે યાદ કરતાં તુરત જ સ્મરણમાં આવે છે. આ અવિચ્યુતિનો કાળ અંતર્મુહૂર્ત છે. (૨) વાસના - અવિચ્યુતિ ધારણા દ્વારા હૈયામાં ગાથાના જે સંસ્કાર જામ્યા છે કે જે સંસ્કાર ભાવિમાં સ્મરણનું કારણ બનશે. તે જામેલા સંસ્કારને જ વાસના કહેવાય છે. આ વાસના અવિચ્યુતિથી ઉત્પન્ન થાય છે. અને સ્મૃતિનું કારણ બને છે. વાસનાનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત વર્ષનો જાણવો. (૩) સ્મૃતિ - અવિસ્મૃતિ અને વાસનાથી હૈયામાં દૃઢ થયેલા, સ્થિરીભૂત બનેલા વિષયને કાળાન્તરે યાદ કરવો, સંસ્કારના કા૨ણે તેની યાદી થવી તે સ્મૃતિ કહેવાય છે. કેટલાક જીવોને યુવાવસ્થામાં બાલ્યાવસ્થાનું 3 Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પ્રથમ કર્મગ્રંથ કાર્ય યાદ આવે છે. વૃદ્ધાવસ્થામાં બાલ્ય અને યુવાવસ્થાનું કાર્ય યાદ આવે છે. તથા આ જન્મમાં ગયા જન્મનું સ્મરણ થાય છે તે સર્વે આ સ્મૃતિમાં સમજવું. જાતિસ્મરણ જ્ઞાન પણ ધારણાના ત્રીજા ભેદમાં જ અંતર્ગત સમજવું. તે ઉત્કૃષ્ટથી ભૂતકાળના સંખ્યાતા ભવને પણ જાણી શકે છે. અવિસ્મૃતિ અને સ્મૃતિકાલે અર્થબોધ હોવાથી તે બંને જ્ઞાનાત્મક છે. પરંતુ વાસના સંસ્કાર માત્ર સ્વરૂપ છે. અર્થબોધ સ્વરૂપ નથી માટે જ્ઞાનાત્મક નથી, તથાપિ સ્મૃતિરૂપ જ્ઞાનનું કારણ અને અવિસ્મૃતિરૂપ જ્ઞાનનું કાર્ય હોવાથી બન્ને બાજુથી ઉપચાર કરીને વાસનાને પણ જ્ઞાન કહેલ છે. તથા અવિસ્મૃતિ આદિ ત્રણ ભેદો હોવા છતાં ધારણા માત્ર રૂપે સામાન્ય ગણવામાં આવે છે અને આ ધારણા પાંચ ઇન્દ્રિયો અને મનથી થાય છે માટે છ પ્રકારે થાય છે. વ્યંજનાવગ્રહના ૪, અર્થાવગ્રહના ૬, ઈહાના ૬, અપાયના ૬, અને ધારણાના ૬, એમ મળીને શ્રુતનિશ્રિત મતિજ્ઞાનના ૨૮ ભેદો થાય છે. તેમાં અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાનની ૪ બુદ્ધિ ઉમેરીએ તો ૩૨ ભેદો થાય છે. પ્રશ્ન- અશ્રુતનિશ્રિત મતિજ્ઞાનની ચાર બુદ્ધિના અર્થો શું? ઉત્તર-પૂર્વના શ્રુતના સંસ્કારના આલંબન વિના સ્વપ્રજ્ઞાથી જે બોધ થાય તે અશ્રુતનિશ્રિત કહેવાય છે. તેના પેટા ભેદ સ્વરૂપ ચાર પ્રકારની બુદ્ધિના અર્થો આ પ્રમાણે છે - ' (૧) ઔત્યાતિકી= અકસ્માત બુદ્ધિ ઉત્પન્ન થાય તે, હાજરજવાબી, પ્રશ્નને અનુરૂપ સત્ય અથવા કલ્પિત પરંતુ યથોચિત ઉત્તર યાદ આવી જાય છે. કોઈ સાધુમહાત્માને સૂર્યને જ દેવ માનનારા પુરુષે પ્રશ્ન કર્યો કે તમે જૈનો જે ભગવાન મોક્ષે ગયા છે, ક્યારે પણ આવવાના નથી અને કશું આપવાના નથી, તેવી વ્યક્તિને ભગવાન માનો અને જે પ્રતિદિન ઉગે છે, આથમે છે, પ્રકાશ આપે છે, આરોગ્ય આપે છે. દરરોજ આવે જ છે, નિદ્રામાંથી જાગૃત કરે છે, તે સૂર્યને તમે ભગવાન ન માનો તે કેમ Page #70 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૩૫ ઉચિત કહેવાય ? સાધુસંતે ઉત્તર આપ્યો કે સૂર્યને અમે એવા ભગવાન માનીએ છીએ કે જેવા તમે નથી માનતા. સાંજના સમયે સૂર્યભગવાન જવાના છે એવો ખ્યાલ આવે તેની વિરહ વેદનાથી બે ઘડી પહેલાં જ અમે આહાર-પાણી છોડી દઈએ છીએ, તેમના વિરહમાં (રાત્રિમાં) કંઈ જ જમતા નથી, તેમના આગમન પછી પણ તેઓનું દર્શન જગતમાં બધે વ્યાપે ત્યાં સુધી (૪૮મિનિટ) કંઈ લેતા નથી,પછી જ આહાર પાણી સ્વીકારીએ છીએ અને તમે તેમને ભગવાન માનવા છતાં તેમના વિરહમાં આનંદ –ચમન કરો છો. કહો કે હવે સૂર્યને અમે સાચા ભગવાન માનનારા કે તમે સાચા ભગવાન માનનારા ? આ ઉત્તર શાસ્ત્રાનુયાયી ભલે નથી પરંતુ યથોચિત છે. તેથી તે ઔત્પાતિકી બુદ્ધિ જાણવી. (અહીં શિક્ષકે રોહિણીયા ચોરનાં, અકબર-બીરબલનાં અને અભયકુમારની બુદ્ધિનાં યથોચિત દૃષ્ટાન્ત સમજાવવાં) (૨) વૈનાયિકી- ગુરુજીના વિનયથી જે બુદ્ધિ આવે તે વૈનાયિકી. અભ્યાસ કરતાં કરતાં ગુરુ પ્રત્યેના વિનયભાવથી પ્રાપ્ત કરેલી, ગુરુની પ્રસન્નતાથી જે બુદ્ધિ આવે તે વૈનાયિકી કહેવાય છે. અહીં વિનીત-અવિનીત શિષ્યોમાં રેતીમાં પડેલાં પગલાં દેખી હાથણીનો, એક આંખે કાણીનો, તેના ઉપર રાજાની રાણી છે તેનો, તે સગર્ભા છે તેનો, અને પૂર્ણ દિવસવાળી છે તેનો જે નિર્ણય કર્યો તેનું દૃષ્ટાન્ત સમજી લેવું. (૩) કાર્મિકી- કામ કરતાં કરતાં જે બુદ્ધિ ઉત્પન્ન થાય તે કાર્મિકી. જેમકે ચિત્રકારની કળા, દરજીની કળા, સોનીની કળા, હજામની કળા અને રસોઈની કળા, ભરતગુંથણની કળા વિગેરે જે બુદ્ધિઓ છે તે. (૪) પારિણામિકી= પરિણામ એટલે ઉંમરવિશેષ, વયે વિશેષ, વયના પરિપાકથી જે બુદ્ધિ આવે તે, ઉમ્મરલાયક સ્ત્રી-પુરુષોએ અનેક પ્રકારના તડકા-છાંયડો જોયા હોય, સંકટના પ્રસંગોમાંથી પસાર થયાં હોય તેથી તેઓની ઘડાયેલી- કસાયેલી જે બુદ્ધિ તે. “ઘરડાં ગાડાં વાળે” એ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩૬ પ્રથમ કર્મગ્રંથ કહેવત અહીં જોડવી. (પ્રાકૃતવિજ્ઞાન પાઠમાળાના પરિશિષ્ટમાં આવતી યુવાન અને વૃદ્ધ મંત્રીઓની કથા શિક્ષકે અહીં સમજાવવી.)વસ્તુતઃ પરિણામ એટલે સ્વ-પરની તે તે પ્રવૃત્તિના પરિણામનું પૂર્વાપર આલોચન, ઉંમર વધતાં, અનુભવો થતાં થતાં આ બુદ્ધિ ઘડાય છે. પ્રશ્ન - મતિજ્ઞાનના ૨૮+૪=૩૨ ભેદો જ છે કે વધારે પણ છે? ઉત્તર : વધારે પણ છે. શ્રુતનિશ્રિત મતિજ્ઞાનના વ્યંજનાવગ્રહાદિ જે ૨૮ ભેદો પૂર્વે સમજાવ્યા છે. તેના એકેક ભેદના બહુ-અબહુ ઈત્યાદિ ૧૨-૧૨ પેટા ભેદો થાય છે. જેથી ૨૮૪૧૨=૩૩૬+૪=કુલ ૩૪૦ ભેદો થાય છે. પ્રશ્ન--બહુ-અબહુવિગેરે ૧૨-૧૨ ભેદો ક્યા? અને તેનો અર્થ શું? ઉત્તર- તે બારે ભેદો તથા તેના અર્થો આ પ્રમાણે છે (૧)બહુગ્રાહી= ઈન્દ્રિય વડે જણાતા વિષયમાં દ્રવ્યના ભેદને જાણી શકે છે. જેમ વાજિંત્રોનો અવાજ સંભળાતો કોઈ મનુષ્ય આ અવાજમાં શંખ,-નગારાં, ઝાલર, ભેરી, મૃદંગ વાગે છે. એમ શબ્દ ઉપરથી વાજિંત્રને જુદા જુદા જાણી શકે છે. (૨) અબહુગ્રાહી= “માત્ર વાજિંત્રો વાગે છે એટલું જ જાણે, પરંતુ પૃથક પૃથક વાજિંત્રને ન પારખી શકે, તેટલો તીવ્ર ક્ષયોપશમ ન હોય તે. (૩) બહુવિધગ્રાહી=વિષયમાં દ્રવ્યના ભેદને જાણવા ઉપરાંત તેના ગુણધર્મોને પણ પૃથક પૃથક્ જાણી શકે એવો તીવ્ર ક્ષયોપશમ, જેમ કે વાજિંત્રોનો જે આ શબ્દ સંભળાય છે. તેમાં શંખ-નગારાંઝાલર આદિનો ભેદ તો જણાય જ, તદુપરાંત ક્યું વાજિંત્ર તાલમાં વાગે છે. ક્યું ખોખરૂં વાગે છે. ક્યું તાલ બહાર વાગે છે. ઇત્યાદિ ગુણધર્મોને પણ જાણે છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક (૪) અબહુવિધગ્રાહી=ઉપરોક્ત ગુણધર્મોમાંથી એક-બે ગુણધર્મોને જાણે, પરંતુ વધારે ગુણધર્મોને જે ન જાણે તે. (૫) ક્ષિપ્રગ્રાહી-વિષય પ્રાપ્ત થતાં જ ક્ષયોપશમની તીવ્રતાથી જલ્દી જાણે તે. (૬) અક્ષિપ્રગ્રાહી=ક્ષયોપશમની મંદતાથી ધીમેધીમે વિચારી વિચારીને જાણે તે. ૩૭ (૭) નિશ્રિતગ્રાહી=કોઇ હિંગોથી વસ્તુ જાણે, જેમ ધ્વજાથી દેવમંદિર જાણે તે. (૮) અનિશ્રિતગ્રાહી= કોઇ પણ પ્રકારના લિંગનો આશ્રય લીધા વિના સ્વરૂપ માત્રથી જે જાણે તે, જેમ ધ્વજા જોયા વિના દેવમંદિર જાણે તે. (૯) સંદિગ્ધગ્રાહી=વસ્તુને જાણે, પરંતુ હૈયામાં શંકા હોય તે. (૧૦) અસંદિગ્ધગ્રાહી=વસ્તુને નિશ્ચયપૂર્વક જાણે, અલ્પ પણ શંકા ન હોય તે. (૧૧) ધ્રુવગ્રાહી= વસ્તુનું સ્વરૂપ એવું જાણે કે સદા રહે, ચાલ્યું ન જાય તે. (૧૨) અધ્રુવગ્રાહી= વસ્તુનું સ્વરૂપ એવું જાણે કે જે તુરંત ભુલી જવાય. પ્રશ્ન વ્યંજનાવગ્રહાદિમાં તદ્દન અસ્પષ્ટ જ્ઞાનમાત્રા છે. આ કંઇક છે'’ એવો બોધ પણ સ્પષ્ટ નથી ત્યાં ઉપર સમજાવેલા બાર ભેદો કેવી રીતે હોઇ શકે? "" ઉત્તર- વ્યંજનાવગ્રહ-અર્થાવગ્રહ અને ઇહા આ ત્રણ વિભાગો અસ્પષ્ટ હોવાથી બહુ આદિ ૧૨-૧૨ ભેદો જો કે તેમાં સ્પષ્ટ ઘટતા જણાતા નથી. તથાપિ અપાય-ધારણામાં સારી રીતે સંભવે છે અને અપાય Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પ્રથમ કર્મગ્રંથ ધારણા એ વ્યંજનાવગ્રહાદિનું કાર્ય છે. વ્યંજનાવગ્રહાદિ એ કારણ છે. જો કારણમાં ભેદો ન હોય તો કાર્યમાં ભેદો આવે નહીં. કાર્યમાં ભેદો સ્પષ્ટ દેખાય છે માટે કારણમાં ભેદો હોવા જ જોઈએ, એમ અનુમાનથી અસ્પષ્ટપણે પણ વ્યંજનાવગ્રહાદિમાં ૧૨-૧૨ ભેદો સમજવા. જુદી જુદી જાતના ઇંડાઓના પ્રવાહી રસમાં રહેલો જીવભેદ દેખાતો નથી. પરંતુ કોઈમાંથી ચકલી, કોઇમાંથી મોર, કોઈમાંથી પોપટ અને કોઈમાંથી કબૂતર ઈત્યાદિ ભિન્ન ભિન્ન પક્ષી સ્વરૂપ કાર્ય થતું દેખાય છે. માટે માનવું જોઈએ કે ઇંડાના પ્રવાહી રસકાળમાં પણ જીવભેદ હતો જ, તે રીતે અહીં પણ સમજવું. પ્રશ્ન- આ મતિજ્ઞાનવાળો આત્મા, વધુમાં વધુ કેટલું જાણે? ઉત્તર- મતિજ્ઞાની આત્મા ઉત્કૃષ્ટથી કેટલું જાણે તે ચાર પ્રકારે સમજાવાય છે. દ્રવ્યથી= મતિજ્ઞાની આત્મા શાસ્ત્રના આધારે સામાન્યથી સર્વદ્રવ્ય જાણી શકે, પરંતુ તેના સર્વ પર્યાયો ન જાણી શકે, જેમ કે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો છે. તે લોકાકાશવ્યાપી છે. ગતિ-સ્થિતિ-અવગાહાદિ સહાયક છે. ઇત્યાદિ જાણે, પરંતુ તેના સર્વ પર્યાયો ન જાણે. ક્ષેત્રથી- આગમના સંસ્કારથી લોક-અલોક સમસ્ત ક્ષેત્રને જાણે છે. કાળથી-આગમના સંસ્કારથી સામાન્યપણે ત્રણે કાળ જાણી શકે છે. ભાવથી- ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોના કેટલાક ભાવોને (પર્યાયોને) આગમના સંસ્કારથી જાણે છે. સર્વ પર્યાયોને જાણી શકતો નથી. આ પ્રમાણે મતિજ્ઞાન સંબંધી કેટલીક ચર્ચા પૂર્ણ કરી. ત્યાર બાદ શ્રુતજ્ઞાનનું વર્ણન કરવાનો ક્રમ આવે છે. શ્રુતજ્ઞાનના એક અપેક્ષાએ ૧૪ ભેદો છે અને બીજી અપેક્ષાએ ૨૦ ભેદો પણ છે. હવે પછીની છઠ્ઠી ગાથામાં શ્રુતજ્ઞાનના ૧૪ ભેદો અને સાતમી ગાથામાં ૨૦ભેદો સમજાવાશે. ૫. Page #74 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક હવે શ્રુતજ્ઞાનના ૧૪ ભેદો સમજાવે છે अक्खर - सन्नि-सम्मं, साइअं खलु सपज्जवसिअं च । गमिअं अंगपविट्ठे, सत्तवि एए सपडिवक्खा ॥ ६ ॥ (અક્ષર-સંન્નિ-સમ્ય, સા∞િ હતુ સપર્યવસિતં = । गमिकमङ्गप्रविष्टं, सप्तापि एते सप्रतिपक्षा:) . શબ્દાર્થ :- અવર = અક્ષરશ્રુત, ત્રિ-સંજ્ઞીશ્રુત, સમ્ન- સભ્યશ્રુત સાળં” સાદિશ્રુત, જીતુ - ખરેખર, સપત્નવસિર્ગ = સપર્યવસિતશ્રુત, ==અને, મિત્રં=ગમિકશ્રુત, અપવિત્તું અંગપ્રવિષ્ટશ્રુત, સત્ત-સાતે, વિ - પણ, ૫ = આ, સંપત્તિવા = પ્રતિપક્ષભેદો સહિત જાણવા. ગાથાર્થ= અક્ષરશ્રુત,- સંજ્ઞીશ્રુત, સમ્યક્શ્રુત, સાદિશ્રુત, સપર્યવસિતશ્રુત, ગમિકશ્રુત અને અંગપ્રવિષ્ટ શ્રુત એમ આ સાત ભેદો તેના પ્રતિપક્ષ ભેદો સહિત કુલ ૧૪ ભેદો શ્રુતજ્ઞાનના જાણવા. ૬. = ૩૯ વિવેચન= અક્ષરશ્રુત આદિ શ્રુતજ્ઞાનના કુલ ૧૪ ભેદો છે. તેમાંના કોઇ પણ પરસ્પર વિરોધી બે ભેદોમાં સર્વશ્રુતનો સમાવેશ થાય છે. તથાપિ ચૌદ માર્ગણાઓની જેમ જુદી જુદી રીતે શ્રુતજ્ઞાન સમજાવવા માટે ઉપર મુજબ શ્રુતજ્ઞાનના ૧૪ ભેદો પાડેલા છે. તેનું વિવેચન આ પ્રમાણે ઃ (૧) અક્ષરશ્રુત=અક્ષરો બોલવાથી જે અર્થ બોધ થાય તે, સ્પષ્ટ શબ્દોનું ઉચ્ચારણ ક૨વા વડે અર્થનો જે બોધ થાય તે. જગતમાં ભાવો બે જાતના છે (૧) અભિલાપ્ય અને (૨) અનભિલાપ્ય, જે શબ્દોથી બોલી શકાય, બોલીને બીજાને સમજાવી શકાય તે અભિલાપ્ય અને શબ્દોથી જે ન બોલી શકાય, માત્ર અનુભવથી જ જે સમજી શકાય તે અનભિલાપ્ય ભાવ, જેમ કે આ ઘટ-પટ- કળશ છે ઇત્યાદિ શબ્દોચ્ચારણથી સમજી શકાય છે માટે અભિલાપ્ય છે. અને ઘીનો સ્વાદ કેવો ? તે શબ્દથી સમજી શકાતું નથી. અનુભવ કરીએ તો જ સમજાય છે માટે અનભિલાખ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૦ પ્રથમ કર્મગ્રંથ કહેવાય છે. અભિલાપ્ય ભાવો અનંતા છે અને અનભિલાપ્ય ભાવો અભિલાપ્ય ભાવો કરતાં અનંતગુણા છે. અર્થાત્ અનંતાનંત છે. સર્વે પૂર્વધર ભગવત્તો, અર્થાત શ્રુતકેવલીઓ ચૌદ પૂર્વોમાં રચાયેલી જે અક્ષરરચના તે અક્ષરજ્ઞાનની અપેક્ષાએ સમાનશ્રુતવાળા હોય છે. પરંતુ તે અક્ષરધૃતથી ગમ જે ભાવો તેની અપેક્ષાએ હીનાધિક શ્રુતજ્ઞાનવાળા હોય છે. પરસ્પર છઠ્ઠાણવડિયાં (ષસ્થાનપતિત) હોય છે. એક પૂર્વધર કરતાં બીજાપૂર્વધરનું જ્ઞાન અનુભવને આશ્રયી (૧) અનંતભાગ અધિક, (૨) અસંખ્યાતભાગ અધિક, (૩) સંખ્યાત ભાગ અધિક, (૪) સંખ્યાતગુણ અધિક, (૫) અસંખ્યાતગુણ અધિક, અને (૬) અનંતગુણ અધિક એમ છે જાતની પરસ્પર જ્ઞાનની તરતમતાવાળું હોય છે તેને શાસ્ત્રોમાં છઠ્ઠાણવડિયો અથવા ષસ્થાનપતિત કહેવાય છે. અનભિલાખ ભાવો સૌથી વધારે ( અનંતાનંતી છે. તેનાથી અનંતમા ભાગના અભિલાપ્ય ભાવો છે. તેનાથી અનંતમા ભાગના ભાવોને ગણધર ભગવંતો શાસ્ત્રોમાં ગૂંથે છે. આ રીતે શાસ્ત્ર રચનાથી અનુભવ ગમ્ય ભાવો અનંતગુણા હોય છે જે પૂર્વધર ભગવન્તો પોતાના ક્ષયોપશમના અનુસારે હીનાધિક જાણે છે. માટે પરસ્પર તરતમતા છે. અક્ષરદ્યુતના ત્રણ ભેદો છે (૧) સંજ્ઞાક્ષર, (૨) વ્યંજનાક્ષર અને (૩) લધ્યક્ષર, આકાર રૂપે જે અક્ષરો લખાય છે, મરોડ રૂપે જે સ્લેટકાગળ-કે કપડાદિ ઉપર આલેખાય છે. જે લીપી રૂપે ચિત્રાય છે તે સંજ્ઞાક્ષર છે. આ સંજ્ઞાક્ષર આકૃતિ સ્વરૂપ હોવાથી જેટલી લીપીઓ તેટલા સંજ્ઞાક્ષર જાણવા. જેમકે ગુજરાતી-હિન્દી, બંગાલી, ઉર્દુ, ઇંગ્લીશ, તામિલ, મરાઠી ઈત્યાદિ ભેદો આજે દેખાય છે. શાસ્ત્રોમાં હંસલીપી, ભૂતલીપી વિગેરે અઢાર જાતની લિપી કહેલી છે તે સંજ્ઞાક્ષર. જે શબ્દો મુખે ઉચ્ચારણ રૂપે બોલાય તે વ્યંજનાક્ષર કહેવાય છે. ભાષા રૂપે પ્રતિપાદન કરાય તે વ્યંજનાક્ષર છે. તે 5 થી ૬ સુધીના મળીને કુલ ૫૨ (બાવન) અક્ષરો છે. થી સૌ સુધી ૧૪ સ્વરો છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક અનુસ્વાર અને વિસર્ગ, જ્ર થી ૪ સુધીના ૩૩ વ્યંજનો, ળ-ક્ષ-અને જ્ઞ એમ મળીને કુલ ૫૨(બાવન) અક્ષરો જ ઉચ્ચારણમાં આવે છે. ગમે તે ભાષામાં બોલો પણ ઉચ્ચારણમાં આ ૫૨ (બાવન) અક્ષરો જ આવે છે જેમ કે પુસ્તકને ઇંગ્લીશમાં Book કહેવાય, પરંતુ તેનું ઉચ્ચારણ કરીએ ત્યારે ‘બૂક' બાવનમાંના અક્ષરોથી જ બોલાય છે. એમ સર્વ ભાષાઓમાં જાણવું . એટલે લખાય તે સંજ્ઞાક્ષર અને બોલાય તે વ્યંજનાક્ષર આવો અર્થ સમજવો. (4 લખેલા અક્ષરો પુદ્ગલાત્મક છે. અને બોલેલા અક્ષરો પણ ભાષાવર્ગણાનાં પુદ્ગલો જ છે. આ બન્ને અક્ષરો પુદ્ગલ હોવાથી જડ છે. અજ્ઞાનાત્મક છે. પરંતુ “ લધ્યક્ષર” રૂપ ભાવશ્રુતજ્ઞાનનું કારણ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને સંજ્ઞાક્ષર તથા વ્યંજનાક્ષરને પણ શ્રુતજ્ઞાન કહેલ છે. તફાવત માત્ર એટલો જ છે કે સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર ઉપચારે શ્રુત હોવાથી દ્રવ્યશ્રુત છે અને ‘“લધ્યક્ષર” વાસ્તવિક શ્રુત હોવાથી ભાવશ્રુતજ્ઞાન છે. ૪૧ શબ્દો સાંભળીને અથવા લખેલા શબ્દો વાંચીને હૃદયમાં થતો જે અર્થબોધ તે લબ્બક્ષરશ્રુત કહેવાય છે. વક્તા પાસે સાંભળવા દ્વારા અને અનેક પુસ્તકોના વાંચન દ્વારા આત્મામાં પ્રગટ થતો જ્ઞાનાવરણીય કર્મનો જે ક્ષયોપશમ તે લબ્બક્ષરશ્રુત કહેવાય છે. આ પ્રમાણે ત્રણે પ્રકારના અક્ષરો દ્વારા થતું જે શ્રુત તે અશ્ર્વરશ્રુત કહેવાય છે. અક્ષરોના ઉચ્ચારણ વિના છીંક-ઉધરસ-તાળી પાડવી-ખોંખારો ખાવો ઇત્યાદિ પ્રસંગોમાં અસ્પષ્ટ ઉચ્ચારણ દ્વારા જે બોધ થાય તે અનક્ષરશ્રુતજ્ઞાન કહેવાય છે. આ ચેષ્ટામાં ઉચ્ચારણ રૂપ શબ્દ છે તે દ્રવ્યશ્રુત અને તેનાથી બીજાને પોતાનું અસ્તિત્વ જે જણાવાય છે. તે ભાવ શ્રુત એમ દ્રવ્યશ્રુત અને ભાવશ્રુત રૂપ અનક્ષરશ્રુત છે. તથા હાથની-આંખની તેવી તેવી ચેષ્ટાઓ દ્વારા મને અંદર આવવાની હા કહે છે, ના કહે છે, ઇત્યાદિ બોધ થાય છે તે બોધને એકલા ભાવશ્રુત Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪૨ પ્રથમ કર્મગ્રંથ રૂપ અનક્ષરગ્રુત કહેવાય છે. કારણ કે ત્યાં બોલવારૂપ દ્રવ્યશ્રુત નથી એમ જાણવું અથવા શ્રુતજ્ઞાનોપયુક્ત જીવની કોઈ પણ ચેષ્ટા એ અનક્ષશ્રુત કહેવાય છે. (૩-૪) સંજ્ઞી-અસંજ્ઞીશ્રુત સંજ્ઞા એટલે સમજણ, બુદ્ધિ, જ્ઞાનમાત્રા, શાસ્ત્રોમાં આ સંજ્ઞા ત્રણ પ્રકારની જણાવી છે. (૧) હેતુવાદોપદેશિકી, (૨) દીર્ઘકાલિકી, (૩) દૃષ્ટિવાદોપદેશિકી. આ ત્રણમાંથી બીજા નંબરની દીર્ઘકાલિકીસંજ્ઞા જે જીવોને હોય છે તેઓને સંજ્ઞી કહેવાય છે. અને બાકીના જીવોને અસંશી કહેવાય છે. - જ્યાં માત્ર વર્તમાનકાળનો જ વિચાર કરવામાં આવે, પૂર્વાપર દીર્ઘકાળનો વિચાર જ્યાં નથી તે હેતુવાદોપદેશિકી સંજ્ઞા કહેવાય છે. વિકલેન્દ્રિય અને સમૂર્ણિમ પં. તિર્યંચ મનુષ્યોને આ સંજ્ઞા હોય છે. છતાં તે જીવોને અસંશી કહેવાય છે. કારણ કે આ સંજ્ઞા અતિશય અલ્પમાત્રાવાળી છે. જેમ અલ્પ ધનથી માણસ ધનવાન ન કહેવાય, અલ્પ રૂપથી માણસ રૂપવાન ન કહેવાય અને અલ્પજ્ઞાનથી માણસ જ્ઞાની ન કહેવાય, તેમ અહીં સમજવું. પૂર્વાપર- ભૂત- ભાવિનો વિચાર કરીને કાર્યમાં પ્રવૃત્તિ કરે તેવી દીર્ઘ-કાળની વિચારણા શક્તિ જેમાં હોય તે દીર્ઘકાલિકીસંજ્ઞા. આ સંજ્ઞા ગર્ભજ પતિયચ-મનુષ્યોને અને દેવ-નારકીઓને હોય છે. આ સંજ્ઞા વિશિષ્ટ હોવાથી આ સંજ્ઞાવાળાને સંજ્ઞી અને શેષને અસંશી કહેવાય છે. વીતરાગ પરમાત્માના આગમશાસ્ત્રોના અધ્યયનથી મુમુક્ષુ ભાવે આત્માના હિતની દષ્ટિ-વિચારણા-તે દૃષ્ટિવાદોપદેશિકી, આ સંજ્ઞા માત્ર સમ્યગ્દષ્ટિ આત્માઓમાં જ હોય છે. ૪ થી ૧૨ ગુણસ્થાનકોમાં હોય છે. આ ત્રણ પ્રકારની સંજ્ઞાઓમાંથી દીર્ઘકાલિકી સંજ્ઞાની અપેક્ષાએ શાસ્ત્રોમાં સંજ્ઞી-અસંજ્ઞીપણાનો વ્યવહાર થાય છે માટે તે સંજ્ઞાવાળા Page #78 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ગર્ભજ પોતિર્યંચ, મનુષ્ય, દેવ-નારકીને સંશી કહેવાય છે. તે સંશી આત્માઓમાં પ્રાપ્ત થયેલું જે શ્રુતજ્ઞાન તે સંજ્ઞીશ્રુત અને તે સંજ્ઞા વિનાના એકેન્દ્રિયથી સંમૂર્ણિમ પંચેન્દ્રિય સુધીના જીવો અસંશી કહેવાય છે અને તેમાં આવેલું શ્રુતજ્ઞાન તે અસંજ્ઞીશ્રુત કહેવાય. છે. (૫-૬) સમ્યક્શત અને મિથ્યાશ્રુત સમ્યકશ્રુત પણ બે પ્રકારનું છે દ્રવ્યથી અને ભાવથી, તે જ રીતે મિથ્યાશ્રુત પણ બે પ્રકારનું છે દ્રવ્યથી અને ભાવથી, કુલ ૪ પ્રકાર થાય છે. જે શાસ્ત્રોના કર્તા- રચના કરનાર- બનાવનાર સમ્યગ્દષ્ટિ હોય, અનેકાન્તવાદી હોય, યથાર્થદષ્ટિવાળા હોય, સાચા તત્ત્વજ્ઞ હોય, તેઓનું રચેલું જે શ્રુત તે દ્રવ્યથી સમ્યકશ્રુત, જેમ કે દ્વાદશાંગી, ચૌદ પૂર્વો અને તેના આધારે પછીના આચાર્યોએ બનાવેલાં સર્વ શાસ્ત્રો તથા ઉપાધ્યાયમુનિ મહાત્મા આદિ વિશિષ્ટ આત્માઓએ બનાવેલાં શાસ્ત્રો. જે શાસ્ત્રોના કર્તા સમ્યગ્દષ્ટિ નથી, અનેકાન્તવાદી નથી, યથાર્થ દૃષ્ટિ નથી, એકાન્ત નિત્ય અથવા એકાન્ત અનિત્યાદિ માની તેની જ એકાન્ત રૂપે જે પ્રરૂપણા કરે છે તે દ્રવ્યથી મિથ્યાશ્રુત જેમકે ઇતરદર્શનો, જે શાસ્ત્રો સમ્યગ્દષ્ટિ કર્તાનાં બનાવેલાં હોય કે ભલે મિથ્યાદૃષ્ટિ કર્તાનાં બનાવેલાં હોય પરંતુ તે શાસ્ત્રોને ભણનાર- ગ્રહણ કરનાર-પાત્ર જો સમ્યગ્દષ્ટિ હોય તો તે સમ્યગ્દષ્ટિ પાત્રમાં આવેલું તમામ શ્રત ભાવથી સમ્યકશ્રુત કહેવાય છે. કારણ કે તેની બુદ્ધિ સભ્ય હોવાથી બન્ને પ્રકારનાં શાસ્ત્રોમાંથી પણ સમ્યમ્ બોધ કરવાની શક્તિ ધરાવે છે. અને શાસ્ત્રોને ભણનાર પાત્ર જો મિથ્યાષ્ટિ હોય તો તેમાં આવેલું શ્રુત તે ભાવથી મિથ્યાશ્રુત કહેવાય છે. કારણ કે તેની બુદ્ધિ મિથ્યાભાવવાળી હોવાથી શાસ્ત્ર કથિત ભાવોને સમ્ય રીતે બોધ કરવાની તેની શક્તિ નથી. જેમ વરસાદનું વરસતું પાણી એક જ હોવા છતાં છીપમાં પડે તો Page #79 -------------------------------------------------------------------------- ________________ ૪૪ પ્રથમ કર્મગ્રંથ મોતી થાય અને સમુદ્રમાં પડે તો પાણી જ રહે અને સર્પના મુખમાં પડે તો ઝેર થાય, પાત્રને અનુસારે તે પાણી પરિણામ પામે છે તેવી જ રીતે જ્ઞાન પણ પાત્રને અનુસારે પરિણામ પામે છે. આ પ્રમાણે દ્રવ્યથી વિચારીએ તો સમ્યગ્દષ્ટિનું બનાવેલું તે સભ્યશ્રુત, અને મિથ્યાદષ્ટિનું બનાવેલું શ્રુત તે મિથ્યાશ્રુત અને ભાવથી વિચારીએ તો સમ્યગ્દષ્ટિ પાત્રમાં આવેલું જે શ્રુત તે સભ્યશ્રુત અને મિથ્યાર્દષ્ટિ પાત્રમાં આવેલું જે શ્રુત તે મિથ્યાશ્રુત એમ અર્થ જાણવો. પ્રશ્ન- સમ્યગ્દષ્ટિ પણ ઘટને ઘટ, પટને પટ, ઘોડાને ઘોડો અને માણસને માણસ કહે છે અને મિથ્યાદષ્ટિ પણ આ જ પ્રમાણે કહે છે તો પછી શા માટે એકના જ્ઞાનને સમ્યશ્રુત અને બીજાના જ્ઞાનને મિથ્યાશ્રુત કહેવાય છે. ઉત્તર- તમારી વાત સાચી છે. પરંતુ આ ઘટ છે, પટ છે અશ્વ છે કે માણસ છે, ઇત્યાદિ વ્યાવહારિક જ્ઞાનને આશ્રયી આ ભેદો પાડવામાં આવ્યા નથી, જીવ-અજીવ-પુણ્ય- પાપ-મોક્ષ આદિ જે તત્ત્વો છે તેના જ્ઞાનને આશ્રયી આ ભેદો પાડેલા છે જે આત્મા મિથ્યાદૃષ્ટિ છે તેની ઘટપટ-અશ્વાદિને આશ્રયી બુદ્ધિ સ્થૂલદૃષ્ટિએ સત્ય હોવા છતાં જીવ અજીવાદિની બાબતમાં સત્ય નથી. કારણ કે જીવ-અજીવાદિ નિત્યાનિત્ય હોવા છતાં મિથ્યાત્વમોહના ઉદયથી ન્યાય-વૈશેષિક અને સાંખ્યાદિ દર્શનકારો નિત્ય જ માને છે અને બૌદ્ધાદિ દર્શનકારો અનિત્ય જ માને છે. ચાર્વાકદર્શનકાર આત્મા દ્રવ્ય જ સ્વીકારતા નથી. શરીરથી આત્મા ભિન્નાભિન્ન હોવા છતાં એકાન્તનિશ્ચયનયવાળા ભિન્ન જ માને છે. અને એકાન્તવ્યવહારનયવાળા અભિન્ન જ માને છે. ઇત્યાદિ તત્ત્વજ્ઞાનને આશ્રયી જેની દૃષ્ટિ વિપરીત છે તેનું શ્રુત મિથ્યાશ્રુત કહેવાય છે. તથા વળી ઘટપટ અશ્વાદિ સંબંધી જે જ્ઞાન છે તે પણ “સર્વથા આ ઘટ જ છે” એમ એકાન્તદૃષ્ટિ હોવાથી અજ્ઞાન જ છે. મિથ્યા જ છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૪૫ પ્રશ્ન- મિથ્યાદષ્ટિ આત્મામાં ઘટ-પટ-અશ્વાદિનું જે જ્ઞાન છે, તે સમ્યગુ છે એમ કહી શકાય? ઉત્તર- તે જ્ઞાન પણ મિથ્યાજ્ઞાન જ છે. ઘટ-પટાદિ વસ્તુઓ પણ સત-અસત્ ઉભયરૂપ છે. ઘટમાં ઘટનું અસ્તિપણું અને પટનું નાસ્તિપણું એમ બન્ને છે. પટમાં પણ ઘટનું નાસ્તિપણું અને પટનું અસ્તિપણું એમ બન્ને છે પરંતુ મિથ્યાદષ્ટિ આત્મા એકને જ માને છે બીજાનો અપલાપ કરે છે માટે તે જ્ઞાન પણ સત્ય નથી. યથાર્થ બોધ ન હોવાથી મિથ્યાજ્ઞાન જ છે. પ્રશ્ન-મિથ્યાષ્ટિમાં એવો શું દુર્ગુણ છે કે જેનાથી તેનું શ્રુત મિથ્યાશ્રુત કહેવાય છે? ઉત્તર- (૧) સત્ શું અને અસત્ શું તેનો વિવેક ન હોવાથી, (૨) તેનું જ્ઞાન ભવવૃદ્ધિનો જ હેતુ હોવાથી, (૩) ઇચ્છા મુજબ આગમવાક્યોનો અર્થબોધ કરતો હોવાથી અને (૪) જ્ઞાનનું ફળ જે વિરતિ તેનો અભાવ હોવાથી મિથ્યાષ્ટિના જ્ઞાનને શાસ્ત્રોમાં અજ્ઞાન કહ્યું છે. આ ચાર કારણોનું વિવરણ આગળ સમજાવાશે. (૭-૮) સાદિ-અનાદિઠુત. તથા. (૯-૧૦) સપર્યવસિત-અપર્યવસિત શ્રુત. જે શ્રુતજ્ઞાનનો પ્રારંભ થાય તે સાદિઠુત, જે શ્રુતજ્ઞાનનો પ્રારંભ ન થાય તે અનાદિધૃત, જે શ્રુતજ્ઞાનનો અંત આવે તે સપર્યવસિતકૃત, અને જે શ્રુતજ્ઞાનનો અંત ન આવે તે અપર્યવસિતશ્રુત. આ ચાર ભાંગા દ્રવ્યથીક્ષેત્રથી-કાળથી અને ભાવથી વિચારવામાં આવે છે તે આ પ્રમાણે છે- ' (૧) દ્રવ્યથી- જ્યારે એક આત્મા મિથ્યાત્વગુણસ્થાનકથી સમ્યક્ત પ્રાપ્ત કરે છે ત્યારે આ સમ્યફ્યુતની આદિ થાય છે માટે સાદિષ્ણુત, અને તે જ આત્મા જ્યારે સમ્યકત્વ વમીને મિથ્યાત્વે જાય છે ત્યારે તે સમ્યકશ્રુત ચાલ્યું જાય છે માટે સંપર્યવસિત, અથવા કોઈ આત્મા નવું શ્રુત ભણે ત્યારે સાદિ અને ભણેલું ભૂલી જાય ત્યારે, અથવા મૃત્યુ પામે ત્યારે Page #81 -------------------------------------------------------------------------- ________________ ૪૬ પ્રથમ કર્મગ્રંથ વિનાશ પામે છે તેથી તેને આશ્રયી સપર્યવસિત શ્રુત કહેવાય છે. અને અનેક જીવ દ્રવ્યોને આશ્રયી શ્રુતજ્ઞાન અનાદિકાળથી ચાલ્યું જ આવે છે અને શિષ્ય-પ્રશિષ્યોની પરંપરા દ્વારા અનંતકાળ ભણાતું જ રહેશે. માટે અનાદિ-અપર્યવસિત કહેવાય છે. સારાંશ કે એક જીવદ્રવ્ય આશ્રયી સાદિ-સપર્યવસિત અને અનેક જીવદ્રવ્ય આશ્રયી અનાદિ-અપર્યવસિત કહેવાય છે. (૨) ક્ષેત્રથી- ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્રમાં પહેલા ઋષભદેવાદિ તીર્થકર ભગવન્તના શાસનથી આ સમ્યજ્ઞાનની શરૂઆત થાય છે અને વચ્ચે શાસન વિચ્છેદ થાય છે તેની વિવક્ષા ન કરીએ તો ચરમ તીર્થંકરના શાસનના અંતકાળે (પાંચમા આરાના છેડે) આ સમ્યગ્રુતનો વિનાશ થાય છે માટે ભરત-ઐરાવતક્ષેત્ર આશ્રયી સમ્યકશ્રુત સાદિ-સપર્યવસિત છે, પરંતુ મહાવિદેહ ક્ષેત્રમાં સદા તીર્થકર ભગવન્તો હોવાથી ત્યાં સમ્યફશ્રુતજ્ઞાન સદાકાળ હોય જ છે. તેથી તે ક્ષેત્ર આશ્રયી અનાદિ-અપર્યવસિત સમ્યફથુત છે. (૩) કાળથી- ઉત્સર્પિણી- અવસર્પિણી કાળને આશ્રયી ત્રીજા આરાથી સમ્યકશ્રુત પ્રારંભાય છે અને ઉત્સર્પિણીમાં ચોથા આરામાં કેટલોક કાળ ગયા પછી, અને અવસર્પિણીમાં પાંચમા આરાના છેડે આ સમ્યકશ્રુતજ્ઞાન વિનાશ પામે છે માટે ઉત્સર્પિણી-અવસર્પિણી કાળ આશ્રયી સમ્યકશ્રુત સાદિ-સપર્યવસિત છે, પરંતુ મહાવિદેહ ક્ષેત્રમાં નોઉત્સર્પિણી અને નોઅવસર્પિણી કાળ છે. તે કાળને આશ્રયી સદા શ્રુતજ્ઞાન હોવાથી અનાદિ-અપર્યવસિત છે. (૪) ભાવથી- ઉપયોગને આશ્રયી જ્યારે વિચારીએ ત્યારે ક્યારેક શ્રુતજ્ઞાનનો ઉપયોગ હોય અને તે ઉપયોગપૂર્વક ભણાતું-ભણાવાતું હોય ત્યારે, તથા કયારેક ઉપયોગ ન પણ હોય અર્થાત્ ચિત્ત અન્યવિષયમાં હોય અને શ્રુતજ્ઞાન ભણાતું તથા ભણાવાતું હોય ત્યારે ઉપયોગને આશ્રયી સાદિ-સપર્યવસિત અને લબ્ધિને આશ્રયી વિચારીએ તો શ્રુતજ્ઞાનાવરણીય કર્મના લાયોપથમિક ભાવરૂપ લબ્ધિ આ જીવને કાયમ હોય જ છે. કદાચ Page #82 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ભવ્ય જીવમાં કેવળજ્ઞાન પામે ત્યારે અંત આવે, પરંતુ અભવ્ય જીવમાં તો સદાકાળ શ્રુતજ્ઞાનની લબ્ધિ હોય જ છે. (અહીં સમ્યક કે મિથ્યાશ્રુતનો ભેદ વિચાર્યો નથી, તેથી તે લબ્ધિને આશ્રયી અનાદિ અપર્યવસિત છે અથવા સમ્યગ્દષ્ટિ ભવ્યને આશ્રયી સાદિ-સપર્યવસિત, અને મિથ્યાષ્ટિઅભવ્યને આશ્રયી અનાદિ-અપર્યવસિત કહેવાય છે. (૧૧-૧૨) ગમિકશ્રુત અને અગમિકશ્રુત - જે શાસ્ત્રોમાં વારંવાર સરખે સરખા પાઠો આવતા હોય, પ્રયોજન વશથી જે વિશેષતા બતાવવી હોય તેટલી જ માત્ર વિશેષતા બતાવીને બીજા બધા પાઠના આલાવા જ્યાં સરખા હોય તે ગમિકહ્યુત. આ પ્રાયદૃષ્ટિવાદમાં હોય છે. સમજવા પુરતું જ ઉદાહરણ તરીકે જેમ પક્ષ્મી સૂત્રમાં આવતા પાંચ મહાવ્રતના આલાવા વિગેરે, અને જ્યાં સરખે સરખા પાઠો હોતા નથી તે અગમિકશ્રુત. જેમ આચારાંગ, સૂયગડાંગ, ઠાણાંગ વિગેરે. (૧૩-૧૪) અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય - તીર્થંકર પરમાત્માની વાણી સાંભળીને ગણધર મહારાજાઓ જે શાસ્ત્રોની રચના કરે છે તેને અંગ કહેવાય છે. તે અંગમાં આવેલું જે શ્રુત તે અંગપ્રવિષ્ટશ્રુત કહેવાય છે. તે દ્વાદશાંગી જાણવી. આચારાંગ-સૂયગડાંગઠાણાંગ, સમવાયાંગ-ભગવતીજી વિગેરે. તેમાં અત્યારે ૧૨મું દૃષ્ટિવાદ અંગ વિચ્છેદ ગયેલું છે. શેષ અગ્યાર અંગ ઉપલબ્ધ છે. ગણધર મહારાજાઓ પછી થયેલા સ્થવિર આચાર્યોનું બનાવેલું જે શ્રુત તે અંગ બાહ્યશ્રુત કહેવાય છે. જેમકે ઉત્તરાધ્યયન, નિશીથસૂત્ર, દશવૈકાલિક, દશાશ્રુતસ્કંધ આદિ. આ પ્રમાણે શ્રુતજ્ઞાનના અક્ષરદ્યુત આદિ સાતની સામે પ્રતિપક્ષ રૂપે બીજા સાત ભેદો ગણતાં થયેલા ૧૪ ભેદોનું વર્ણન પૂર્ણ થયું. ૬. Page #83 -------------------------------------------------------------------------- ________________ ४८ પ્રથમ કર્મગ્રંથ હવે તે જ શ્રુતજ્ઞાનના બીજી અપેક્ષાએ ૨૦ ભેદો છે તે સમજાવે છે. पज्जय-अक्खर-पय-संघाया, पडिवत्ती तह य अणुओगो। પદુડ-પાદુ -પાદુ વધુ પૂછ્યા યા-સમાસા છા (पर्यायाक्षर-पद-संघाताः, प्रतिपत्तिस्तथा चानुयोगः । પ્રાકૃત-પ્રાકૃત-પ્રાકૃત-વસ્તુ-પૂર્વાળિ સલમાન) શબ્દાર્થ :- પાયપર્યાયશ્રુત, અવર-અક્ષરશ્રુત, વ=પદદ્ભુત, સંધાયા=સંઘાતશ્રુત, પડવની પ્રતિપત્તિશ્રુત, તહં તથા, ચ=અને, મજુરોનો =અનુયોગશ્રુત, પાહુડ પાદુડ પ્રાભૃત-પ્રાભૃતકૃત, પાદુર્ડ પ્રાભૃતશ્રુત, વલ્થવસ્તુશ્રુત, પૂથ્વી=પૂર્વશ્રુત, ચ=અને, સમાસા-સમાસ સહિત ભેદો છે. ગાથાર્થ- પર્યાયશ્રુત, અક્ષરશ્રુત, પદદ્ભુત, સંઘાતશ્રુત, પ્રતિપત્તિશ્રુત તથા અનુયોગશ્રુત, પ્રાભૃતપ્રાભૃતકૃત, પ્રાભૃતકૃત, વસ્તુશ્રુત, અને પૂર્વશ્રુત એમ દશભેદો છે તે સમાસ સહિત કરતાં વીસ ભેદો થાય છે. ૭. | વિવેચન - પૂર્વે જે ચૌદ ભેદો સમજાવ્યા, તેમાંના કોઈ પણ પ્રતિપક્ષી બે ભેદોમાં સર્વશ્રુતનો સમાવેશ થાય છે. જેમ કે અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય, કોઈ શાસ્ત્રો અંગપ્રવિષ્ટ હોય અને કોઈ શાસ્ત્રો અંગબાહ્ય હોય છે. પરંતુ સર્વ શાસ્ત્રોનો આ બેમાં સમાવેશ થાય છે. આ રીતે આ ચૌદ ભેદો સમજાવ્યા છે. અને હવે જે વીસ ભેદો સમજાવાય છે, તે ઉત્તરોત્તર અધિક-અધિક ક્ષયોપશમને આશ્રયી પાડેલા ભેદો છે. પર્યાય અને પર્યાવસમાસશ્રુત કરતાં અક્ષર અને અક્ષરસમાસશ્રુતમાં વધારે ક્ષયોપશમ છે. એમ તેનાથી ઉત્તરોત્તર ભેદો વિશિષ્ટ-વિશિષ્ટ-ક્ષયોપશમને આશ્રયી સમજાવવામાં આવ્યા છે. સૌથી વધારે ક્ષયોપશમવાળું શ્રુતજ્ઞાન પૂર્વશ્રુત અને પૂર્વસમાસશ્રુતમાં હોય છે. આ પ્રમાણે ૧૪ અને ૨૦ ભેદોનું પ્રયોજન ભિન્ન ભિન્ન જાણવું. (૧-૨) પર્યાયશ્રુત-પર્યાયસમાસશ્રુત - શ્રુતજ્ઞાનનો સૌથી સૂક્ષ્માતિસૂક્ષ્મ અવિભાજ્ય અંશ તેને પર્યાય Page #84 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૪૯ કહેવાય. આવા એક પર્યાયનું જે શ્રુતજ્ઞાન તે વાસ્તવિકપણે પર્યાયશ્રુત કહી શકાય, પરંતુ આવા એકપર્યાયનું શ્રુતજ્ઞાન કોઈ જીવને હોતું નથી. કારણકે બીજા જીવો કરતાં ઓછામાં ઓછા શ્રુતજ્ઞાનવાળા સૂક્ષ્મ નિગોદીયા જીવને ઉત્પત્તિના પ્રથમ સમયે તેમાં પણ અતિશય અલ્પશ્રુતજ્ઞાનવાળા જીવનું પણ શ્રુતજ્ઞાન અનેક પર્યાયવાળું જ હોય છે. એકપર્યાયવાળું હોતું નથી. તેથી આ જઘન્યશ્રુતવાળા સૂક્ષ્મનિગોદના જીવને આશ્રયી જે સ્વલ્પતરધ્રુતજ્ઞાન વર્તે છે. તેનાથી ઉત્પત્તિના પ્રથમ સમયે જ વર્તતા બીજા કોઈ સૂક્ષ્મ નિગોદના જીવને એક પર્યાય જેટલું જે અધિકશ્રુતજ્ઞાન વર્તે, તે પર્યાયશ્રુત કહેવાય છે. અર્થાત્ જઘન્યતર શ્રુતજ્ઞાનવાળા કરતાં એક પર્યાય જેટલું અધિક શ્રુત જેને વર્તે તે પર્યાયશ્રુત. અને જઘન્યતર શ્રુતવાળા તે પ્રથમ જીવ કરતાં બે-ચાર-દશ પર્યાય જેટલું અધિક શ્રુત જેને વર્તે તે પર્યાયસમાસશ્રુત જાણવું. સમાસ એટલે સમૂહ. (૩-૪) અક્ષરદ્યુત અને અક્ષરસમાસશ્રુત - ૩ થી ૪ સુધીના જે સ્વરો તથા વ્યંજનો છે તેને અક્ષર કહેવાય છે. કોઈપણ એક અક્ષર એકલો (એકલવાયો) હોય ત્યારે તેના કેટલા કેટલા અર્થો થાય ? અને તે જ અક્ષર બીજા સ્વર-વ્યંજનોની સાથે જોડાયો છતો કેટલા અર્થો થાય ? તેના સંબંધી વાચ્ય અર્થનું જે જ્ઞાન તે અક્ષરદ્યુત. જેમ કે તે એકલો હોય તો પૃથ્વી અર્થ થાય છે. અને તે જ * બીજા સાથે મળ્યો છતો કડું, કુંડળ, કમળ, કનક, કાજળ, કાન્તિ, કોમળ ઈત્યાદિ અનેક અર્થો સમજાવે છે. આવા એકેક અક્ષરના એકલવાયા રૂપે અને સાંયોગિક રૂપે અસંખ્યાતા પર્યાયો (અર્થે જણાવવાની શક્તિરૂપ) થાય છે. તેમાંથી કેટલાક પર્યાયયુક્ત એક અક્ષરનું જે જ્ઞાન તે અક્ષરશ્રુત, અને ઘણા અક્ષરોનું જે જ્ઞાન તે અક્ષરસમાસશ્રુત. (પ-૬) પદદ્ભુત અને પદસમાસક્રુત સંસ્કૃત ભાષામાં “વિદત્યન્ત ભદ્ર” વિભક્તિ જેને અંતે Page #85 -------------------------------------------------------------------------- ________________ ૫૦ , પ્રથમ કર્મગ્રંથ હોય તેને પદ કહેવાય છે. અને નવકારમંત્ર- ઈરિયાવહિયે આદિ સૂત્રોમાં “અર્થપરિસમણિઃ પત્રમ" જ્યાં અર્થ પૂર્ણ થાય તેને પદ કહેવાય છે. પરંતુ તે બન્ને અર્થે અહીં લેવાના નથી. આચારાંગ આદિ શાસ્ત્રોનું અઢાર હજાર પદનું માન કહેવાય છે અને સૂયગડાંગ આદિનું તેનાથી ડબલ ડબલ પદોનું માન કહેવાય છે. તે પદ અહીં સમજવાનું છે. કર્મગ્રંથની ટીકામાં લખ્યું છે કે આ પદ કેટલું લેવું? તેનું માપ તેવા પ્રકારના સંપ્રદાયના અભાવથી હાલ જણાતું નથી. તેથી તે માન હાલ વ્યવહારમાં નથી. તેવા એક પદનું જ્ઞાન તે પદધૃત અને ઘણાં પદોનું જ્ઞાન તે પદસમાસશ્રુત. (૭-૮) સંઘાતશ્રુત અને સંઘાતસમાસકૃત - ગતિ- ઈન્દ્રિય-કાય-યોગ ઈત્યાદિ ૧૪ માર્ગણાઓ આવે છે. તત્ત્વોની વિચારણા કરવા માટે પાડેલાં જે દ્વારા તેને માર્ગણા કહેવાય છે. આવી ૧૪ મૂળમાર્ગણા છે અને તેના ૬૨ ઉત્તરભેદો છે. જેમ કે ગતિના ૪, ઈન્દ્રિયના ૫, કાયના ૬, યોગના ૩ વિગેરે. આ ઉત્તરમાર્ગણાઓમાંથી કોઈ પણ એક ઉત્તર માર્ગણામાં જીવતત્ત્વ વિગેરે સંબંધી જ્ઞાન થાય તે સંઘાતકૃત અને બે ત્રણ ઉત્તરમાર્ગણાઓમાં જીવતત્ત્વાદિનું જ્ઞાન થાય તે સંઘાતસમાસશ્રુત કહેવાય છે. (અહીં કોઈ પણ એક મૂળ માર્ગણાના જેટલા ઉત્તરભેદો હોય તેમાંથી ૧ ઉત્તરભેદ ઓછો હોય તો તે સંઘાતસમાસક્રુત કહેવાય છે. દા. ત. ગતિમાર્ગણાના ચાર ભેદો છે. તેમાં રાસ ગતિમાં જીવતત્ત્વાદિનું જ્ઞાન થાય તો તે સંઘાતસમાસશ્રુત કહેવાય છે. પરંતુ જો ચારે ગતિસંબંધી જીવતત્ત્વાદિનું જ્ઞાન થાય તો એક મૂળમાર્ગણા સંપૂર્ણ જણાવાથી તે પ્રતિપત્તિશ્રુત કહેવાય છે. માટે ૧ ઉત્તરમાર્ગણા ઓછી હોય ત્યાં સુધી સંઘાત સમાસશ્રુત કહેવાય છે એમ સમજવું.) (૯-૧૦) પ્રતિપત્તિશ્રુત-પ્રતિપત્તિસમાસકૃતઃ ગતિ આદિ ઉપર સમજાવેલી ૧૪ મૂળમાર્ગણાઓમાંથી કોઈપણ એક મૂળમાર્ગણા (તેના સર્વ ઉત્તરભેદો સાથે)નું જીવતત્ત્વ વિગેરે સંબંધી Page #86 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૫૧ જે જ્ઞાન થાય તે પ્રતિપત્તિકૃત અને બે-ત્રણ-ચાર મૂળમાર્ગણાઓમાં જીવાદિ તત્ત્વ સંબંધી જે જ્ઞાન થાય તે પ્રતિપત્તિસમાસશ્રુત કહેવાય છે. (૧૧-૧૨) અનુયોગશ્રુત અને અનુયોગસમાસશ્રુત. વસ્તુ તત્ત્વની સૂક્ષ્મ વિચારણા કરવા માટે વ્યાખ્યાનના ઉપાયભૂત સત્પદપ્રરૂપણા, દ્રવ્ય પ્રમાણ, ક્ષેત્ર આદિ પાડેલાં જે નવ દ્વારા તે અનુયોગ કહેવાય છે. તેવા એક અનુયોગ ઉપર જીવ-અજવાદિ નવ તત્ત્વોની વિચારણાપૂર્વકનું જે જ્ઞાન તે અનુયોગશ્રુત અને બે-ત્રણ-ચાર યાવતુ નવે અનુયોગ ઉપર જીવાદિ તત્ત્વોનું જે જ્ઞાન તે અનુયોગસમાસશ્રુત કહેવાય છે. (૧૩-૧૪) પ્રાભૃતપ્રાભૃતસ્કૃત અને પ્રાપ્રાસમાસક્રુત દષ્ટિવાદ નામના બારમા અંગમાં પરિકર્મ, સૂત્ર, પૂર્વાનુયોગ, પૂર્વગત, અને ચૂલિકા એમ પાંચ અધિકારો છે. તેમાંના ચોથા “પૂર્વગત” નામના અધિકારમાં ચૌદ પૂર્વે આવે છે. તે એકેક પૂર્વમાં જુદાજુદા જે અધિકારો તેને વસ્તુ કહેવાય છે. એકેક પૂર્વમાં ૧૪-૧૪ વસ્તુઓ છે. તેમાંની એકેક વસ્તુમાં નાનાં નાનાં પ્રકરણો, પેટા અધિકારો, તેને પ્રાભૃત કહેવાય છે. એકેક વસ્તુમાં આવા પ્રકારના ૨૦ પ્રાભૃત હોય છે. અને એકેક પ્રાભૃતમાં નાના નાના વિષયોની ચર્ચા રૂપ ભિન્ન ભિન્ન પ્રકરણો સ્વરૂપ પેટા અધિકારો તે પ્રાભૃતપ્રાભૃત કહેવાય છે. એકેક પ્રાભૃતમાં ૨૦-૨૦ પ્રાભૃતપ્રાભૂત અધિકારો હોય છે. આ પ્રમાણે પૂર્વોના અંતર્વર્તી અધિકાર તે વસ્તુ, વસ્તુના અંતર્વર્તી અધિકાર તે પ્રાભૃત, અને પ્રાભૃતના અંતર્વર્તી અધિકાર તે પ્રાભૃતપ્રાભૃત કહેવાય છે. એટલે પ્રાભૃતપ્રાભૂત એ સૌથી નાના અધિકારો છે. તેવા એક પ્રાભૃતપ્રાભૂતનું જે જ્ઞાન તે પ્રાપ્રાભૃત. અને બે-ત્રણ-ચાર યાવત્ ઓગણીસ પ્રાભૃતપ્રાભૂતનું જે જ્ઞાન તે પ્રાપ્રાસમાસશ્રુત કહેવાય છે. (જો વસે પ્રાભૃતપ્રાભૂતનું જ્ઞાન થાય તો એક મૂલ પ્રાભૃત પૂર્ણ થવાથી તે પંદરમા ભેદરૂપ પ્રાભૃતશ્રુતમાં ગણાય છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ પર (૧૫-૧૬) પ્રાભૂતશ્રુત અને પ્રાભૃતસમાસશ્રુત દૃષ્ટિવાદના અંતર્વર્તી જે પૂર્વ, તે પૂર્વના અંતર્વર્તી જે વસ્તુ, અને વસ્તુના અંતર્વર્તી જે અધિકારો છે. તે પ્રાભૂત કહેવાય છે. તેવા એક પ્રાભૂતનું જ્ઞાન તે પ્રાભૃતશ્રુત અને બે-ત્રણ-ચારથી યાવત્ ઓગણીસ પ્રાભૂતનું જે જ્ઞાન તે પ્રાભૃતસમાસશ્રુત કહેવાય છે. (જો વીસે પ્રાભૂતનું જ્ઞાન થાય તો એક વસ્તુનું પૂર્ણ જ્ઞાન થવાથી તે ૧૭ મા ભેદરૂપ વસ્તુશ્રુતમાં આવે છે.) પ્રથમ કર્મગ્રંથ (૧૭-૧૮) વસ્તુશ્રુત અને વસ્તુસમાસશ્રુત પૂર્વના અંતર્વર્તી અધિકાર વિશેષ તે વસ્તુ, એકેક પૂર્વમાં ચૌદ ચૌદ વસ્તુ છે. તેમાંની એક વસ્તુનું જે જ્ઞાન તે વસ્તુશ્રુત. અને બે-ત્રણચાર યાવત્ તેર વસ્તુનું જ્ઞાન તે વસ્તુસમાસશ્રુત. (૧૯-૨૦) પૂર્વશ્રુત અને પૂર્વસમાસશ્રુત. દૃષ્ટિવાદ નામના બારમા અંગમાં આવેલાં ચૌદ પૂર્વોમાંથી એક પૂર્વનું જ્ઞાન તે પૂર્વશ્રુત અને બે-ત્રણ-ચાર યાવત્ ચૌદે પૂર્વોનું જ્ઞાન અને દૃષ્ટિવાદનું જે જ્ઞાન તે પૂર્વસમાસશ્રુત જાણવું. આ પ્રમાણે શ્રુતજ્ઞાનના આ વીશ ભેદો ઉત્તર-ઉત્તર અધિક અધિક ક્ષયોપશમની માત્રાની અપેક્ષાએ સમજાવેલા છે. હવે આ શ્રુત જ્ઞાની આત્મા દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી અને ભાવથી કેટલું કેટલું જાણી શકે તે દ્રવ્યાદિ સંબંધી વિષય સમજાવે છે. ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની આત્મા સર્વજ્ઞ ભગવંતોના આગમશાસ્ત્રોના આધારે સર્વ દ્રવ્યોને, સર્વ લોકાલોક ક્ષેત્રને, અતીતાદિ સર્વકાળને અને ઔયિકાદિ સર્વ ભાવોને આલંબનથી જાણે છે. શ્રુતજ્ઞાન એ મતિજ્ઞાન કરતાં વિશિષ્ટ હોવાથી વધારે સ્પષ્ટપણે જાણે છે. સામાન્યપણે જાણવું તે "" આ જ્ઞાનનો વિષય નથી. માટે વિશેષે-સ્પષ્ટપણે જાણે છે. વળી ભાવથી જાણવાની બાબતમાં “ સર્વ ભાવને જાણે'' તેનો અર્થ ઔદયિકાદિ પાંચે ભાવોને જાણે એવો અર્થ કરવો, પરંતુ સર્વપર્યાયોને જાણે એવો અર્થ ન ક૨વો, કારણકે શ્રુતજ્ઞાની આત્મા સર્વપર્યાયોને જાણી શકતો નથી. (જુઓ તત્ત્વાર્થસૂત્ર અ. ૧., સૂત્ર ૨૭ તથા વિશેષાવશ્યક ગાથા ૫૫૩) Page #88 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક પ૩ પ્રશ્ન- જંબૂસ્વામી મોક્ષે ગયા પછી કેવળજ્ઞાન વિચ્છેદ પામ્યું છે એમ શાસ્ત્રોમાં સંભળાય છે. વળી ચોથા આરામાં જન્મેલો આત્મા પાંચમા આરામાં કેવલજ્ઞાની થાય, પરંતુ પાંચમા આરામાં જન્મેલો આત્મા સંઘયણબળ ન હોવાથી કેવલજ્ઞાની ન થાય એવું પણ શાસ્ત્રોમાં સંભળાય છે. તો પછી ભદ્રબાહુસ્વામી કે જેઓ ચૌદપૂર્વધર હતા તેઓને “શ્રુતકેવલી” કેમ કહેવાય છે? તથા આચાર્યશ્રી હેમચંદ્રાચાર્યજીને “કલિકાલસર્વજ્ઞ” કેમ કહેવાય છે? શું આ આચાર્યો શ્રુતજ્ઞાની હતા કે કેવલજ્ઞાની? ઉત્તર- આ બન્ને આચાર્યો પાંચમા આરામાં જ જન્મેલા છે અને જંબૂસ્વામી પછી જ થયા છે માટે કેવલજ્ઞાની નથી જ, પરંતુ તે બન્નેમાં શ્રુતજ્ઞાન એટલું બધું વિશાળ હતું કે કેવલજ્ઞાનીની જેમ શ્રોતાના પ્રશ્નોના સંતોષકારક ઉત્તર આપતા હતા, શ્રુતજ્ઞાની હોવા છતાં જાણે કેવલી હોય શું? કલિકાલમાં જાણે સર્વજ્ઞ જ આવ્યા હોય તેમ ઉપચાર કરવામાં આવ્યો છે. શ્રોતા એ બેમાં કોઈ ભેદ પારખી ન શકે કે શ્રુતકેવલી કોણ? અને કેવલજ્ઞાની કોણ? એટલું એ બન્નેની દેશનામાં સામ્ય હોવાથી ૧૪ પૂર્વધરોને શ્રુતકેવલી કહેવાય છે. શ્રી હેમચંદ્રાચાર્યાદિ દરેક વિષયનું ઘણું ઉડું જ્ઞાન ધરાવનારા હતા, માટે જાણે બધું જ જાણનારા છે. એમ સમજી કલિકાલસર્વજ્ઞ કહેવાયા હતા. જેમ નદીનો કાંઠો આવે ત્યારે પણ નદી આવી એમ કહેવાય છે. તેમ અહીં ઉપચાર સમજવો. પરોક્ષ પ્રમાણમાં આવતાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એમ બે જ્ઞાનોનું વર્ણન પૂર્ણ થયું. હવે પ્રત્યક્ષ પ્રમાણના ભેદ તરીકે આવતા અવધિજ્ઞાનાદિ શેષ ત્રણ જ્ઞાનોનું વર્ણન કરીશું. ૭. અવધિજ્ઞાનાદિ ત્રણ શાનોના ભેદો જણાવે છે. अणुगामि - वड्डमाणय - पडिवाईयरविहा छहा ओही । रिउमइ - विउलमई, मणनाणं केवलमिगविहाणं ॥८॥ (अनुगामि - वर्धमानक- प्रतिपातीतरविधात् षोढावधिः । ऋजुमति- विपुलमती, मनोज्ञानं केवलमेकविधानम् ) Page #89 -------------------------------------------------------------------------- ________________ પ૪ પ્રથમ કર્મગ્રંથ શબ્દાર્થ પુfમ = અનુગામી, વાય = વર્ધમાનક, ડિવા = પ્રતિપાતી, રવિણ = પ્રતિપક્ષીના ભેદથી, છઠ્ઠી = છ પ્રકારે, મોહી = અવધિજ્ઞાન છે. રિડમ = 2જુમતિ, વિતરૃ = વિપુલમતિ એમ બે પ્રકારે, મળનાd = મન:પર્યવજ્ઞાન છે, વર્તમ્ = કેવલજ્ઞાન, વિશાળ = એક પ્રકારનું છે. ગાથાર્થ- અનુગામી, વર્ધમાન અને પ્રતિપાતી એમ ત્રણ ભેદ તથા તેના પ્રતિપક્ષી ત્રણ ભેદ મળી અવધિજ્ઞાન કુલ ૬ ભેદવાળું છે. ઋજુમતિ અને વિપુલમતિ એમ બે પ્રકારે મન:પર્યવજ્ઞાન છે. અને (અન્તિમ) કેવળજ્ઞાન એક જ પ્રકારનું છે. ૮. વિવેચન =ઈન્દ્રિયોની અપેક્ષા વિના આત્મા પોતે સાક્ષાત્ રૂપી દ્રવ્યોને જે જ્ઞાનથી જાણી શકે તે જ્ઞાનનું નામ અવધિજ્ઞાન કહેવાય છે. તે જ્ઞાનના સામાન્યથી બે ભેદ છે. (૧) ભવપ્રત્યયિક અને (૨) ગુણપ્રત્યયિક, આ બન્ને પ્રકારનું અવધિજ્ઞાન અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય છે. પરંતુ ક્ષયોપશમ એ અત્યંતર કારણ છે. તથા બન્ને પ્રકારના અવધિજ્ઞાનની પ્રાપ્તિમાં તે ક્ષયોપશમ રૂપ અત્યંતર કારણ તો હોય જ છે. તેથી તે ક્ષયોપશમ સાધારણ કારણ કહેવાય છે. અને ભવ તથા ગુણ એકેક પ્રકારના અવધિજ્ઞાનનાં જ કારણો હોવાથી ભવ અને ગુણને અસાધારણ કારણ કહેવાય છે. તેથી બન્ને પ્રકારના અવધિજ્ઞાનમાં ક્ષયોપશમ સાધારણ કારણ હોવા છતાં તેની અવિવક્ષા કરીને વિશિષ્ટ કારણ ભવ અને ગુણને આશ્રયી આ બે ભેદો કરેલ છે “ ભવ ” એ જ છે નિમિત્ત જેની પ્રાપ્તિમાં તે ભવપ્રત્યયિક અવધિજ્ઞાન કહેવાય છે. આ અવધિજ્ઞાન દેવ-નારકીને હોય છે. અહીં પણ ક્ષયોપશમ અત્યંતર કારણ તો છે જ, પરંતુ ગુણ કારણ નથી તેથી ગુણના વ્યવચ્છેદ માટે “ભવ જ” એમ જ શબ્દ વાપરવામાં આવેલ છે. દેવનારકીના જીવો ભલે ગુણોવાળા હોય કે ગુણોથી હીન હોય તથાપિ પંખીને ઉડવાની શક્તિની જેમ અને માછલાને તરવાની શક્તિની જેમ આ અવધિજ્ઞાન જન્મથી જ મળે છે અને મરણપર્યન્ત રહે છે. માટે ભવપ્રત્યયિક કહેવાય છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૫૫ પ્રશ્ન- મનુષ્યો નારકી કરતાં ગુણીયલ અને સુખી છે છતાં સર્વે મનુષ્યોને અવધિજ્ઞાન ન મળે અને નારકી પાપી અને દુઃખી છતાં સર્વે નારકીને મળે આવો ન્યાય કેમ? ઉત્તર- આ અવધિજ્ઞાન સુખ-દુઃખ, કે પુણ્ય-પાપથી થતું નથી. તથા તેવા જીવોને થતું નથી. પરંતુ ભવમાત્રના કારણથી જ ઉત્પન્ન થાય છે. પતંગીયાં-મચ્છર-અને ચકલી જેવાં પ્રાણી તુચ્છ-હીનબળવાળાં છે તથાપિ જન્મથી જ ઉડવાની શક્તિ મળે છે. તેમ નારકીના જીવોને નરકનો ભવ મળતાં જ તે ભવના કારણે જ અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય જ છે. જો કે પ્રાપ્ત થયેલું આ અવધિજ્ઞાન સુખનું કારણ બનતું નથી પરંતુ વધારે દુઃખનું જ કારણ બને છે. મોહના ક્ષયોપશમવાળાને જ જ્ઞાન સુખનું કારણ બને છે. મોહના ઉદયવાળાને તો જ્ઞાન બહુધા દુઃખની વૃદ્ધિનું જ કારણ બને છે. જેમ સુખમાત્રના જ અર્થી આત્માને જ્યોતિષ શાસ્ત્રના જ્ઞાનથી થતી ભાવિની આગાહીનું જ્ઞાન દુઃખનું જ કારણ બને છે. તે જ પ્રમાણે નારકીને આ અવધિજ્ઞાન પણ દુઃખકારક જ જાણવું. દેવ-નારકીને થનારું આ ભવપ્રત્યયિક અવધિજ્ઞાન જન્મથી મરણપયત સદા હોવાથી, તથા નિશ્ચિતદ્રવ્ય-ક્ષેત્રાદિ વિષયવાળું હોવાથી તેના પ્રતિભેદો પાડવામાં આવતા નથી. પરંતુ મનુષ્ય-તિર્યંચોને જે અવધિજ્ઞાન થાય છે તે ગુણોની નિમિત્તતાથી થાય છે. મનુષ્ય-તિર્યચોમાં ગુણોની તરતમતા હોવાથી તેનાથી થનારૂં અવધિજ્ઞાન પણ તરતમતાવાળું ઉત્પન્ન થાય છે. તેથી ગુણ પ્રત્યયિક અવધિજ્ઞાનના છ ભેદો છે. તે હવે સમજાવે છે (૧-૨) અનુગામી અને અનનુગામી ઉત્પન્ન થયેલું જે અવધિજ્ઞાન લોચનની પેઠે આત્મા જ્યાં જાય ત્યાં તેની સાથે જાય. જે આત્માને જેટલા ક્ષેત્રનું અને જેટલા કાળનું અવધિજ્ઞાન જે ક્ષેત્રમાં ઉત્પન્ન થયું હોય તે ક્ષેત્રથી અન્ય ક્ષેત્રમાં આ આત્મા જાય તો પણ તે અવધિજ્ઞાન તેટલા જ ક્ષેત્ર-કાળવાળું ચાલુ જ રહે, ચાલ્યું ન જાય Page #91 -------------------------------------------------------------------------- ________________ પ૬ પ્રથમ કર્મગ્રંથ તે અનુગામી અવધિજ્ઞાન કહેવાય છે. અને સાંકળથી બાંધેલો દીપક જેમ પોતાના નિયત ક્ષેત્રમાં જ પ્રકાશ આપે છે. તેની જેમ જે અવધિજ્ઞાન જે ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલું હોય તે જ ક્ષેત્રમાં આત્મા સ્થિત હોય તો પદાર્થ બોધ કરાવે, પરંતુ તે અવધિજ્ઞાની આત્મા તે ક્ષેત્રથી અન્ય ક્ષેત્રમાં જાય તો તે અવધિજ્ઞાનથી બોધ ન થાય. પુનઃ ઉત્પત્તિવાળા ક્ષેત્રમાં આવે ત્યારે વિષયબોધ થાય. આવા પ્રકારનું ક્ષેત્રનિમિત્તક ક્ષયોપશમવાળું જે અવધિજ્ઞાન તે અનનુગામી અવધિજ્ઞાન કહેવાય છે. આ અવધિજ્ઞાન કોઈ આત્માને પર્યન્તના આત્મપ્રદેશોમાં, કોઈને મધ્યના આત્મપ્રદેશોમાં, કોઈને પાછળના ભાગમાં, કોઇને પીઠના ભાગમાં અને કોઈને આગળના ભાગમાં એમ અનેક પ્રકારે પણ થાય છે. ફગઅવધિ કહેવાય છે. કોઇપણ એક ભાગના ફડુંગઅવધિથી વિષય જોવે તો પણ ઉપયોગ સર્વાત્મપ્રદેશોમાં એક જ હોય છે. વળી આત્મપ્રદેશોમાં કોઈ આત્મપ્રદેશોમાં અનુગામી, અને કોઈ આત્મપ્રદેશોમાં અનનુગામી એમ પણ થાય છે. આ બધું ક્ષયોપશમની ચિત્ર-વિચિત્રતાના કારણોથી થાય છે. એમ સમજવું. (જુઓ નંદીસૂત્રમાં સૂત્ર-૯ આગમોદયસમિતિ તરફથી પ્રકાશિત પૃષ્ઠ ૮૧ થી ૯૦). (૩-૪) વર્ધમાન અને હીયમાનઃ દિન-પ્રતિદિન પ્રશસ્ત-પ્રશસ્તતર અધ્યવસાયોને કારણે જે અવધિજ્ઞાન દ્રવ્ય-ક્ષેત્ર-કાળાદિની અપેક્ષાએ વૃદ્ધિ પામતું જાય તે વર્ધમાન અવધિજ્ઞાન કહેવાય છે. આ અવધિજ્ઞાન જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગમાં જે રૂપી દ્રવ્યો હોય તેને જોવાની શક્તિ ધરાવે છે. તેમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતાં સંખ્યાત-અસંખ્યાત યોજન ક્ષેત્ર દેખી, સમસ્ત ચૌદ રાજલોક સુધીના ક્ષેત્રમાં રહેલ રૂપી દ્રવ્યોને જોવાની શક્તિ સુધી વધે છે ત્યારે તેને લોકાવધિ કહેવાય છે. ત્યારબાદ વૃદ્ધિ પામતું પામતું તે અવધિજ્ઞાન અલોકમાં પણ લોક જેવડા જેવડા અસંખ્યાતા ખંડો ઉભા કરીએ ત્યાં સુધીના અલોકના આકાશમાં પણ જો કોઈ રૂપી દ્રવ્ય હોત તો જોઇ શકત તેટલી વિશિષ્ટ શક્તિ ઉત્પન્ન થાય છે, તેને પરમાવધિ કહેવાય છે. આ પરમાવધિ અપ્રતિપાતી જ હોય છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક પ૭ પ્રશ્ન- અલોકમાં રૂપી દ્રવ્યો તો કોઈ છે જ નહીં, પછી તેવી અવધિજ્ઞાનની શક્તિ કહેવાનો અર્થ શું? તે શક્તિની સફળતા શું? ઉત્તર- આ ક્ષયોપશમની શક્તિનું માપ છે. જો પદાર્થ હોત તો જોઈ શકત. માત્ર ત્યાં પદાર્થ નથી એટલે કંઈ જોતા નથી. પરંતુ જોનારની શક્તિ તો છે જ. જેમ આકાશ તરફ ઉંચું જોનારી ચક્ષુની શક્તિ એવી છે કે જો તે આકાશમાં ૩૦૦/૪૦૦ ફુટવાળા ક્ષેત્રમાં કોઈ પંખી કે વિમાન ઉડતું હોત તો જોઈ શકત. ફક્ત પંખી કે વિમાન ઉડતું ન હોય તો કંઈ દેખાય નહીં. પરંતુ તેનો અર્થ એ નથી કે ચક્ષુમાં જોવાની શક્તિ નથી. તેમ અહીં પણ જાણવું. તથા વળી જેમ જેમ દૂર દૂર ક્ષેત્ર જોવાની શક્તિ અવધિજ્ઞાનની વધતી જાય છે તેમ તેમ લોકની અંદર રહેલાં રૂપી દ્રવ્યોમાં સૂક્ષ્મ-સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ સ્કંધોને પણ જાણી શકે છે તથા તેના વધુ-વધુ પર્યાયોને પણ જાણે છે. અને વધારે સ્પષ્ટપણે જાણે છે. આ પ્રમાણે લોક બહારની અવધિજ્ઞાનની શક્તિ લોકની અંદરના દ્રવ્યોને વધુ સૂક્ષ્મ અને સ્પષ્ટ જાણવાની અપેક્ષાએ ફળવાળી છે. કાળથી જોવાની શક્તિ વધતાં વધતાં વધુમાં વધુ અસંખ્યાતી ઉત્સર્પિણી અને અસંખ્યાતી અવસર્પિણી કાળમાં બનેલા રૂપી દ્રવ્યોના પર્યાયોને જાણી શકે છે તે વર્ધમાન કહેવાય છે. તથા ઉત્તરોત્તર અશુભ અધ્યવસાયોને કારણે જે અવધિજ્ઞાન ઘટતું જાય તે હીયમાન અવધિજ્ઞાન કહેવાય છે. તે ઊર્ધ્વલોકમાં જયોતિષોના વિમાન આદિને વિષે, અધોલોકમાં રત્નપ્રભા આદિ પૃથ્વીને વિષે, અને તિથ્થુ અસંખ્યાતા દ્વીપસમુદ્રોને વિષે થયા પછી ઘટતુ ઘટતું અનુક્રમે ફક્ત અંગુલના અસંખ્યાતમા ભાગના ક્ષેત્રગત રૂપીદ્રવ્યોને જાણનારું થાય છે. ત્યારબાદ તે સ્થિતિમાં સ્થિર પણ રહે છે અને કયારેક સર્વથા નષ્ટ પણ થાય છે. આ રીતે ઘટતા અવધિજ્ઞાનને હીયમાન અવધિજ્ઞાન કહેવાય છે.' ૧. જુઓ તસ્વાર્થભાષ્યમાં સટીક સૂત્ર ૧-૨૩, નંદીસૂત્રમાં યાવત્ સમસ્ત લોકને જોઈને પણ આ જ્ઞાન પડી જાય છે. એમ કહ્યું છે. જુઓ પૃષ્ઠ ૯૬. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પ્રથમ કર્મગ્રંથ (પ-૬) પ્રતિપાતી અને અપ્રતિપાતી જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગથી માંડીને યાવત ઉત્કૃષ્ટથી સમસ્ત લોક સુધીનું જે અવધિજ્ઞાન થાય, ત્યારબાદ તે અવધિજ્ઞાનથી તે તે રૂપી દ્રવ્યોને જોઈને સહસા ચાલ્યું જાય, વિનાશ પામી જાય તે પ્રતિપાતી અવધિજ્ઞાન કહેવાય છે. અને લોક ઉપરાંત અલોકના એક-બે આકાશપ્રદેશોને પણ જે અવધિજ્ઞાન જાણે છે તે અવધિજ્ઞાન આવ્યા પછી ચાલ્યું જતું નથી. તથા વિનાશ પામતું નથી. યાવત્ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યાં સુધી સ્થિર જ રહે છે. માટે તેવા અવધિજ્ઞાનને અપ્રતિપાતી અવધિજ્ઞાન કહેવાય છે. પ્રશ્ન- હાયમાન અને પ્રતિપાતીમાં શું તફાવત? ઉત્તર-ધીમે ધીમે ઘટતું જાય તે હીયમાન, અને એક સાથે સર્વથા ચાલ્યું જાય તે પ્રતિપાતી કહેવાય છે. પ્રશ્ન- તત્ત્વાર્થસૂત્ર ૧-૨૩ના ભાષ્યમાં અનવસ્થિત અને અવસ્થિત એવા ૨ ભેદો આ છ ભેદમાં કહ્યા છે તેનો ક્યા ભેદમાં સમાવેશ થાય છે? ઉત્તર- અનવસ્થિત એટલે પ્રતિપાતી, અને અવસ્થિત એટલે અપ્રતિપાતી એમ શબ્દભેદ માત્ર જાણવો. અર્થભેદ નથી. કારણ કે જે ઉત્પન્ન થયેલું અવધિજ્ઞાન અવસ્થિત (સ્થિર) ન હોય એટલે કે આવેલું ચાલ્યું જાય તે અનવસ્થિત કહેવાય છે. પ્રતિપાતીનો પણ એ જ અર્થ છે. તથા જે અવધિજ્ઞાન પ્રગટ થયેલું ન જ ચાલ્યું જાય, સદા રહે તે અવસ્થિત કહેવાય છે. અપ્રતિપાતીનો પણ આ જ અર્થ છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી અથવા મરણ પર્યન્ત જે સદા રહે તે અવસ્થિત-અપ્રતિપાતી કહેવાય છે. પ્રશ્ન-દેવ-નારકીના અવધિજ્ઞાનમાં આ છ ભેદોમાંથી કેટલા ઘટે? ઉત્તર- અનુગામી, અને અપ્રતિપાતી એમ બે જ ભેદો હોઈ શકે છે. પરંતુ પ્રતિપક્ષી ભેદો ન હોવાથી આ ભેદોની વિવક્ષા થતી નથી, તેથી માત્ર તિર્યંચ-મનુષ્યોના અવધિજ્ઞાનના (એટલે કે ગુણપ્રત્યયિક અવધિજ્ઞાનના) જ આ છ ભેદો પાડવામાં આવ્યા છે. તેમાં પણ તિર્યંચોને અપ્રતિપાતી વિના પાંચ ભેદો હોય છે અને મનુષ્યોને છએ ભેદો હોય છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક હવે અવધિજ્ઞાન દ્વારા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે જઘન્ય-ઉત્કૃષ્ટથી કેટલું જાણી શકાય? તેનું માન જણાવે છે દ્રવ્યથી માન- અવધિજ્ઞાની આત્મા જઘન્યથી (અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલા) અનંત રૂપી દ્રવ્યોને જાણે છે. અને ઉત્કૃષ્ટથી પણ અનંત રૂપી દ્રવ્યોને (સમસ્ત લોકાકાશમાં રહેલ સર્વ રૂપી દ્રવ્યોને) જાણે છે. અવધિજ્ઞાનવાળા આત્માને અવધિદર્શન પણ અવશ્ય હોવાથી સામાન્યપણે જાણે તે અવધિદર્શન અને વિશેષપણે જાણે તે અવધિજ્ઞાન કહેવાય છે. તેથી તે આત્મા સામાન્ય- વિશેષ એમ બન્નેપણે જાણે દેખે છે. જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનથી જણાતાં રૂપી દ્રવ્યો અનંતગુણા હોય છે. એમ જાણવું. ૫૯ - ક્ષેત્રથી માન - જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગને અને ઉત્કૃષ્ટથી સમસ્ત લોક તથા અલોકને વિષે પણ લોક જેવડા જેવડા અસંખ્યાતા ખંડુક પ્રમાણ આકાશને જાણે, દેખે. (અહીં આકાશદ્રવ્ય અરૂપી હોવાથી અવધિજ્ઞાનનો વિષય નથી. તથાપિ તે તે આકાશમાં રહેલાં રૂપી દ્રવ્યોને જ જાણે એમ અર્થ કરવો, જેથી ઉપચારે આકાશને જાણે-દેખે એમ કહેલ છે. આધાર-આધેયભાવનો અભેદ ઉપચાર સમજવો.) કાળથી માન- જઘન્યથી આવલિકાના અસંખ્યાતમા ભાગના કાળને, અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી પ્રમાણ-અતીતઅનાગતકાળને જાણે, દેખે. (અહીં કાળ પણ અરૂપી હોવાથી તેટલા કાળમાં બનેલા રૂપી દ્રવ્યોના પર્યાયોને જાણે એમ અર્થ સ્વયં સમજી લેવો. પરંતુ કાળને જાણે એવો અર્થ ન કરવો) ભાવથી માન જઘન્યથી પણ અનંતા પર્યાયોને જાણે અને ઉત્કૃષ્ટથી પણ અનંતા પર્યાયોને જાણે, પરંતુ જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ પર્યાયો અનંતગુણા સમજવા. છતાં સમસ્ત પર્યાયો ન જાણે. પરંતુ સમસ્ત પર્યાયોના અનંતમા ભાગસ્વરૂપ એવા અનંત પર્યાયોને જાણે, જો કે એકેક દ્રવ્યના વધુમાં વધુ અસંખ્યાતા જ પર્યાયો જાણે, અને ઓછામાં ઓછા . Page #95 -------------------------------------------------------------------------- ________________ ૬૦ પ્રથમ કર્મગ્રંથ પ્રતિદ્રવ્યે ચાર પર્યાયો જાણે તથાપિ જઘન્યથી દ્રવ્યો અનંતા જણાતાં હોવાથી અને એકેક દ્રવ્યદીઠ અસંખ્યાતા પર્યાયો જણાતા હોવાથી જઘન્યથી પણ કુલ અનંત પર્યાયોને જાણે છે. અવધિજ્ઞાનથી દ્રવ્ય-અને પર્યાયો અનંતા જણાય છે. માટે જધન્ય અને ઉત્કૃષ્ટ વચ્ચે તરતમતા અનંત જાતની હોવાથી અનંતા ભેદો પણ થાય છે. પરંતુ ક્ષેત્ર-અને કાળ અસંખ્યાતો જ જણાય છે. માટે તેને આશ્રયી જઘન્ય-ઉત્કૃષ્ટ વચ્ચે તરતમતા અસંખ્યાત જાતની હોવાથી અસંખ્યાતા ભેદો પણ થાય છે. આ પ્રમાણે અવધિજ્ઞાન સમજાવી હવે મન:પર્યવજ્ઞાન સમજાવાય છે. અઢીદ્વીપમાં રહેલા સંશી પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવોને જાણવાની આત્માની જે શક્તિ તે મન:પર્યવજ્ઞાન, તેના ૠામતિ તથા વિપુલમતિ એમ બે ભેદો છે. મનોગત ભાવોને વિપુલમતિની અપેક્ષાએ સામાન્યથી ગ્રહણ કરનાર જે જ્ઞાન તે ૠમતિ અને અનેક વિશેષધર્મોથી યુક્ત એવા મનોગત ભાવોને જાણનાર જે જ્ઞાન તે વિપુલમતિ. ઋન્નુમતિ કે વિપુલમતિ એમ બન્ને પ્રકારનું મનઃપર્યવજ્ઞાન વિશેષવિશેષ ધર્મોને જ જાણનારું છે. ઋમતિ પણ સામાન્યધર્મગ્રાહી નથી. પરંતુ વિશેષધર્મગ્રાહી જ છે. ફક્ત વિપુલમતિની અપેક્ષાએ સ્વલ્પ વિશેષગ્રાહી છે અને વિપુલમતિ અધિક વિશેષગ્રાહી છે. જેમ કે આ માણસે ઘડો વિચાર્યો છે” એવું ૠામતિવાળો આત્મા જાણે છે. આ જ્ઞાનમાં ‘‘આ કંઇક વિચારે છે” એવો સામાન્ય માત્ર બોધ નથી પરંતુ ઘટવિશેષધર્મનો બોધ છે. ફક્ત અધિકવિશેષધર્મનો બોધ નથી, જ્યારે વિપુલમતિવાળો આત્મા “આ ઘટ તેણે દ્રવ્યથી માટીનો બનેલો, ક્ષેત્રથી રાજનગરાદિનો બનાવેલો, કાળથી શિશિરાદિ ઋતુમાં બનાવેલો, અને ભાવથી કૃષ્ણાદિ વર્ણવાળો, વિચાર્યો છે’’ એમ અનેક વિશેષધર્મોથી યુક્ત જાણે છે. ઋજુમતિજ્ઞાન વિપુલમતિજ્ઞાન કરતાં સ્વલ્પવિશેષધર્મગ્રાહી હોવા છતાં પણ ‘વિશેષધર્મગ્રાહી'' છે માટે તેને દર્શન કહેવાતું નથી. જો કે Page #96 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ચક્ષુ-અચક્ષુ દર્શનના પ્રસિદ્ધ અર્થથી ભિન્ન અર્થ વિવક્ષીને પૂજ્ય આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજીએ સમ્મતિતર્ક કાણ્ડ બીજામાં જણાવ્યું છે કે મનઃપર્યવજ્ઞાની આત્મા અચક્ષુ દર્શનથી ગ્રાહ્ય મનોવર્ગણાને દેખે છે તથા અવધિજ્ઞાની આત્મા અવધિદર્શનથી દેખે છે. કેવળજ્ઞાની આત્મા કેવળદર્શનથી દેખે છે. મતિજ્ઞાની આત્મા ચક્ષુ-અચક્ષુ દર્શનથી દેખે છે. અને શ્રુતજ્ઞાની આત્મા શ્રુતજ્ઞાન મતિપૂર્વક હોવાથી મતિકાલે થયેલા ચક્ષુઅચક્ષુ દર્શનથી જ દેખે છે. શ્રુતજ્ઞાન કાળે વાચ્યવાચકભાવના સંબંધવાળું વિશિષ્ટજ્ઞાન હોવાથી દર્શન કહેવાતું નથી, પરંતુ શ્રુતજ્ઞાન અનિન્દ્રિયનો (મનનો) વિષય હોવાથી સમ્મતિતર્કના અનુસારે અચક્ષુદર્શનથી દેખે છે. આ પ્રમાણે ત્યાં જણાવ્યું છે. ૬૧ પ્રશ્ન- મન:પર્યવજ્ઞાની આત્મા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી કેટલા વિષયને જાણે ? ઉત્તર- ૠમતિ દ્રવ્યથી અઢીદ્વીપવર્તી સંજ્ઞી પંચેન્દ્રિય જીવો વડે ગ્રહણ કરીને મનપણે પરિણમાવેલા એવા મનોવર્ગણાના અનંતાનંત પ્રદેશોથી નિષ્પન્ન સ્કંધોને જાણે છે. વિપુલમતિ તેનાથી કંઇક વધારે સ્કંધોને અતિશય વધુ સ્પષ્ટપણે જાણે છે. ક્ષેત્રથી ઋમતિ અધોલોકમાં અધોગ્રામ (મહાવિદેહ ક્ષેત્રમાં પશ્ચિમબાજુના ભાગમાં આવેલી ૨૪/૨૫ મી બે કુબડી વિજયો) સુધી, ઊર્ધ્વલોકમાં જ્યોતિપ્ચક્ર સુધી, અને તિર્કાલોકમાં અઢી દ્વીપ સુધીમાં રહેલા સંશી પં. જીવોના મનોગતભાવોને જાણે છે. વિપુલમતિ તે જ ક્ષેત્રને અઢી આંગળ માત્ર અધિક દેખે છે. તેમજ વધારે સ્પષ્ટ રીતે જાણે છે (મહાવિદેહ ક્ષેત્રમાં મેરૂપર્વતથી પશ્ચિમદિશા તરફનો ભાગ ધીમે ધીમે ઢાળ પડતો ઊંડો ઊંડો થતો જાય છે. તે દિશામાં અન્તે આવેલી૨૪/૨૫ મી એમ બન્ને વિજયો સમભૂતલાના લેવલથી ૧,000 યોજન ઊંડી થઇ જાય છે. જેથી અધોલોકવર્તી કહેવાય છે. કારણ કે તિર્છાલોક ફક્ત ૯૦૦ યોજન સુધી જ ગણાય છે. તેથી તે બે વિજયોને અધોગ્રામ અથવા કુબડીવિજય પણ કહેવાય છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કર્મગ્રંથ કાળથી ઋજુમતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અતીતઅનાગત કાળના મનોગત ભાવોને જાણે છે અને વિપુલમતિ કંઈક વધારે કાળના ભાવોને જાણે છે અને વધારે સ્પષ્ટપણે જાણે છે. ભાવથી ઋજુમતિ મનોગત ભાવના અનંત પર્યાયોને જાણે છે અને વિપુલમતિ તેનાથી કંઈક અધિક પર્યાયોને જાણે છે અને વધારે સ્પષ્ટતર જાણે છે. ઋજુમતિ કરતાં વિપુલમતિ વધારે સ્પષ્ટતર જાણતું હોવાથી વિશુદ્ધ છે તથા જુમતિ પ્રતિપાતી હોઈ શકે છે અર્થાત્ આવેલું ચાલ્યું પણ જઈ શકે છે અને વિપુલમતિ અપ્રતિપાતી છે. આવ્યા પછી કદાપિ ચાલ્યું જતું નથી. યાવત્ કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી સદાકાળ સ્થાયી જ રહે છે. પ્રશ્ન- અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાનમાં પરસ્પર શું વિશેષતા? ઉત્તર- આ બન્ને જ્ઞાનોમાં નીચે જણાવ્યા મુજબ પરસ્પર ચાર પ્રકારે તફાવત છે. (૧) વિશુદ્ધિ, (૨) ક્ષેત્ર, (૩) સ્વામી, (૪) વિષય. (૧) વિશુદ્ધિ- અવધિજ્ઞાની જે રૂપી દ્રવ્યોને જાણે છે તેમાંથી મન:પર્યવજ્ઞાની મનોવર્ગણા માત્રને જ જાણે છે. પરંતુ અતિશય વિશુદ્ધપણે જાણે છે. (૨) ક્ષેત્રથી અવધિજ્ઞાની ઉત્કૃષ્ટથી સમસ્ત લોક, અને અલોકમાં પણ અસંખ્યાત ખંડ સુધી જાણે છે. અને મન:પર્યવજ્ઞાની માત્ર અઢીદ્વીપ ક્ષેત્ર જ જાણે છે. (૩) સ્વામી- અવધિજ્ઞાન ચારે ગતિના જીવોને થઈ શકે છે. અને મન:પર્યવજ્ઞાન માત્ર મનુષ્યગતિમાં જ , તે પણ સંયમી આત્માને જ, તેમાં પણ કોઈ વિશિષ્ટ મહાત્માને જ થાય છે. (૪) વિષયઅવધિજ્ઞાનનો વિષય ઉત્કૃષ્ટથી સમસ્ત રૂપી દ્રવ્યો છે પરંતુ મન:પર્યવજ્ઞાનનો વિષય માત્ર મનોવર્ગણા જ, તે પણ સંજ્ઞી પં. વડે ગૃહીત, તેમાં પણ માત્ર અઢીદ્વીપવર્તી જ. ૧. જુઓ-નંદીસૂત્ર-મૂળ તથા ટીકા. પૃષ્ઠ ૧૦૭-૧૦૮. . Page #98 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૬૩ પ્રશ્ન- ઉપરોક્ત ચર્ચા સમજતાં અવધિજ્ઞાન ક્ષેત્રથી સ્વામીથી, અને વિષયથી મન:પર્યવજ્ઞાન કરતાં વધારે મોટું છે તો તેનો નંબર મન:પર્યવજ્ઞાન પછી હોવો જોઇએ ? ત્રીજો નંબર શા માટે? ઉત્તર : ક્ષેત્રાદિ ત્રણમાં અવધિજ્ઞાન અધિક હોવા છતાં પણ વિશુદ્ધિની અપેક્ષાએ મન:પર્યવજ્ઞાન જ અધિક છે. તે ચારેમાં વિશુદ્ધિ-એ જ પ્રધાન છે. જેમ તાંબા-પિત્તળનાં વાસણો ઝવેરાતના દાગીનાથી ક્ષેત્રાદિ ત્રણેમાં અધિક છે તો પણ વિશુદ્ધિમાં ઝવેરાતના દાગીના જ અધિક છે. અહીં વિશુદ્ધિ એટલે કિંમત અર્થ સમજવો, તેવી રીતે મન:પર્યવજ્ઞાન વિશુદ્ધિમાં નિર્મળતામાં) અધિક છે. પ્રશ્ન-મન:પર્યવજ્ઞાનનાં બીજાં પર્યાયવાચી નામો છે? ઉત્તર- હા, મન:પર્યવ, મન પર્યય અને મન:પર્યાય એમ ત્રણ નામો છે. પર ઉપસર્ગપૂર્વક મર્ ધાતુથી પ્રથમ નામ છે. રિ ઉપસર્ગપૂર્વક મર્યું ધાતુથી બીજું નામ છે અને પરિ ઉપસર્ગપૂર્વકર્ધાતુથી ત્રીજાં નામ છે. વકિવિરાળ = હવે કેવલજ્ઞાન સમજાવે છે. તે એક જ પ્રકારનું છે. સર્વદ્રવ્ય- સર્વક્ષેત્ર- સર્વકાળ અને સર્વ ભાવોને જાણવાવાળું આ જ્ઞાન છે. શાસ્ત્રોમાં આ કેવળજ્ઞાનને શુદ્ધ, સકલ, અસાધારણ, અનંત, નિર્ચાઘાત, અને એક પણ કહેવાય છે તેનાં પ્રયોજનો આ પ્રમાણે છે. (૧) સંપૂર્ણપણે આવરણનો વિલય થવાથી જ થાય છે. માટે શુદ્ધ છે. (૨) પ્રથમથી જ સંપૂર્ણપણે પ્રગટ થાય છે માટે સકલ છે. (૩) તેના સમાન બીજું કોઈ જ્ઞાન ન હોવાથી અસાધારણ-અદ્વિતીય છે (૪) અનંતય વિષયોને જાણે છે માટે, તથા અનંતકાળ સુધી રહેવાવાળું છે માટે અનંત છે. (૫) લોક-અલોકમાં સર્વત્ર શેય પદાર્થોને જોવામાં આ જ્ઞાન કોઈ પણ પ્રકારના વ્યાઘાતને (અલનાને) પામતું નથી માટે નિર્વાઘાત છે. (૬) કેવલજ્ઞાન વખતે મત્યાદિજ્ઞાનો નથી માટે એક છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૬૪ - પ્રથમ કર્મગ્રંથ પ્રશ્ન- કેવળજ્ઞાનના કાળે મત્યાદિ શેષ ચાર જ્ઞાનો હોય કે ન હોય? ઉત્તર- નયવિશેષથી બન્ને દૃષ્ટિઓ પ્રવર્તે છે. કેટલાક આચાર્યોનું મન્તવ્ય છે કે કેવલજ્ઞાન ક્ષાયિકભાવનું છે. અને શેષ ચાર જ્ઞાનો ક્ષયોપશમભાવના છે. તેથી જ કેવળજ્ઞાન નિરાવરણ હોય છે. અને શેષ ચાર જ્ઞાનો સાવરણ (કર્મના ઉદયની અપેક્ષાવાળાં) હોય છે. માટે કેવલજ્ઞાન વખતે શેષ ચાર જ્ઞાનો હોતો નથી. વળી તેઓનું કહેવું છે કે સૂર્યની આડું વાદળ આવે અને સૂર્ય ઢંકાઈ જાય ત્યારે જે મન્દ-મન્દતર, મન્દતમ પ્રકાશ થાય છે તે કૃત્રિમ છે. મેઘના આવરણને લીધે કલ્પિત પ્રકાશ છે. તેને જ કટ-કુટી સ્વરૂપ આવરણો ઢાંકે છે. પરંતુ જ્યારે કટ-કુટી સ્વરૂપ આવરણો અને મેઘનું આવરણ એમ સર્વ આવરણ ચાલ્યાં જાય ત્યારે કલ્પિતભેદ વાળો મદ-મદતર અને મન્દતમ પ્રકાશ હોતો નથી, ફક્ત મૂલ તડકો જ પ્રગટ થાય છે. તેવી રીતે કેવલજ્ઞાન રૂ૫ સૂર્ય કેવલજ્ઞાનાવરણ સ્વરૂપ મેઘથી ઢંકાય છે ત્યારે જીવસ્વભાવ વિશેષને લીધે જે કેવલજ્ઞાનની યત્કિંચિત પ્રભા ખુલ્લી રહે છે તે જ પ્રજાને મત્યાદિજ્ઞાન કહેવાય છે. તેને જ કટકુટી સ્વરૂપ મતિજ્ઞાનાવરણીયાદિ કર્મો ઢાંકે છે. પરંતુ જ્યારે કટ-કુટી સ્વરૂપ મતિજ્ઞાનાવરણીયાદિ કર્મો અને મેઘસમાન કેવલજ્ઞાનાવરણીયકર્મ એમ સર્વ આવરણોનો વિલય થાય છે ત્યારે સૂર્યના પ્રકાશ સમાન મૂલ કેવલજ્ઞાન જ પ્રગટ થાય છે. મન્દ-મન્દતર-મન્દતમ પ્રકાશ સમાન મત્યાદિ જ્ઞાનો હોતાં નથી. બીજા કેટલાક આચાર્યોનું એવું મન્તવ્ય છે કે કેવલજ્ઞાનની પ્રાપ્તિ કાલે જેમ કેવલજ્ઞાનાવરણીયનો ક્ષય થાય છે. તેમ શેષ ચાર જ્ઞાનાવરણીય કર્મોનો પણ ક્ષય થાય જ છે માટે કેવલજ્ઞાનના કાલે શેષ ચાર જ્ઞાનો પણ હોય જ છે. ફક્ત નિસ્તેજ હોવાથી તેનો વ્યવહાર થતો નથી. જેમ સૂર્ય અસ્ત થઇ જાય ત્યારે રાત્રિ કાળે ચંદ્રગ્રહ-નક્ષત્ર અને તારા પ્રકાશે છે પરંતુ તે જ ચંદ્રાદિ સૂર્યની હાજરી હોય ત્યારે આકાશમાં વિદ્યમાન હોવા છતાં પ્રકાશ કરતા નથી. સૂર્યના પ્રકાશમાં અંતર્ગત થઈ જાય છે. તેમ અહીં કેવલજ્ઞાનની બાબતમાં પણ આ પ્રમાણે જ જાણવું. Page #100 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક પ્રશ્ન- એક સાથે એક જીવને કેટલાં શાનો હોય છે ? ઉત્તર- ઓછામાં ઓછું એક જ્ઞાન અને વધુમાં વધુ ચાર જ્ઞાનો હોય છે. જો એક જ્ઞાન હોય તો કેવલજ્ઞાન, અથવા શ્રુતગ્રંથાનુસારી વિશિષ્ટશ્રુતને આશ્રયી એકેન્દ્રિયાદિમાં એલું મતિજ્ઞાન, કારણ કે કેવલજ્ઞાન ક્ષાયિકભાવવાળું હોવાથી તે એકલું જ હોય છે. તેના કાળે શેષ ચાર જ્ઞાનો ક્ષાયોપમિક ભાવનાં હોવાથી હોતાં નથી. આ કેવલજ્ઞાન સિવાયનું બીજું કોઇ પણ જ્ઞાન એકલું સંભવતું નથી. કારણ કે બધા છદ્મસ્થ જીવોને છેવટે મતિ અને શ્રુત તો હોય જ છે. એકલું મતિજ્ઞાન કે એકલું શ્રુતજ્ઞાન કોઇને હોતું નથી, પરંતુ જો ‘શ્રુતજ્ઞાન’” તરીકે શ્રુતગ્રંથોને અનુસારે થતું વાચ્ય- વાચક ભાવના સંબંધવાળું એવું જે વિશિષ્ટ શ્રુતજ્ઞાન, તે લઇએ તો તે પંચેન્દ્રિય મનુષ્યાદિમાં જ સંભવતું હોવાથી એકેન્દ્રિય-વિકલેન્દ્રિયાદિ જીવોમાં આવી વિશિષ્ટ શ્રોત્ર લબ્ધિ ન હોવાથી આવું વિશિષ્ટ શ્રુતજ્ઞાન નથી. માટે એકલું મતિજ્ઞાન માત્ર હોય છે, એમ કહી શકાય. પરંતુ સામાન્યથી શ્રુતજ્ઞાન જો લેવામાં આવે તો એકેન્દ્રિયાદિ સર્વે જીવોને મતિ-શ્રુતજ્ઞાનાવરણનો ક્ષયોપશમ અંશતઃ હોવાથી મતિ-શ્રુત બન્ને જ્ઞાનો એક સાથે એક જીવમાં હોય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે નસ્ત્ય મનાનું તત્વ સુચનાળ, નૃત્ય સુયનાળું, તથૅ મનાનં, માટે બે જ્ઞાનો જો હોય તો તિ અને શ્રુત હોય છે. ત્રણ જ્ઞાનો જો હોય તો મતિ-શ્રુત-અવધિ, અથવા મતિ-શ્રુત-મન:પર્યવ હોય છે. અવધિ વિના પણ મન:પર્યવ થઇ શકે છે. ચાર જો હોય તો તિ આદિ પ્રથમનાં ચાર હોય છે. એકી સાથે પાંચ જ્ઞાનો હોતાં નથી. (જુઓ તત્ત્વાર્થ સૂત્ર-૧-૩૧) એક જીવમાં લબ્ધિને આશ્રયી વધુમાં વધુ ચાર જ્ઞાનો હોવા છતાં પણ ઉપયોગને આશ્રયી ફકત એક જ જ્ઞાનનો ઉપયોગ પ્રવર્તે છે. બે-ત્રણ-ચાર જ્ઞાનોનો ઉપયોગ એક સાથે પ્રવર્તતો નથી. લબ્ધિ એટલે જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી પ્રગટ થયેલી જ્ઞાનશક્તિ, અને ઉપયોગ એટલે પ્રગટ થયેલી તે શક્તિનો વપરાશ. 4 ૬૫ Page #101 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કર્મગ્રંથ તથા દર્શનોપયોગ અને જ્ઞાનોપયોગની બાબતમાં પણ છદ્મસ્થ આત્માઓને પ્રથમ દર્શનોપયોગ હોય છે અને પછી જ્ઞાનોપયોગ હોય છે કારણ કે પ્રથમ સામાન્યથી શેયને જાણે ત્યાર બાદ ઉહાપોહ કરતાં કરતાં વિશેષપણે જોયને જાણે છે. વળી તે ઉપયોગ અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્ત પરાવર્તન પામે છે. પરંતુ કેવલજ્ઞાની મહાત્માને દર્શનોપયોગ અને જ્ઞાનોપયોગની બાબતમાં ત્રણ મતો પ્રવર્તે છે. (૧) સિદ્ધાન્તવાદી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણાદિ ક્રમવાદી કહેવાય છે. તેઓનું કહેવું છે કે પ્રથમ સમયે જ્ઞાનોપયોગ અને દ્વિતીય સમયે દર્શનોપયોગ એમ સ્વભાવથી જ સમયાન્તરે ઉપયોગ-પરાવૃત્તિ હોય છે. સર્વે લબ્ધિઓ સાકાર ઉપયોગવંતને જ પ્રાપ્ત થાય છે માટે કેવલજ્ઞાનરૂપ લબ્ધિની પ્રાપ્તિના પ્રથમ સમયે જ્ઞાનોપયોગ હોય છે, પછી દર્શનોપયોગ હોય છે, ત્યારબાદ સમયાન્તરે ક્રમશઃ બન્ને ઉપયોગી અનંતકાળ ચાલે છે. પરંતુ એક સમયમાં એકી સાથે જ્ઞાન-દર્શન બન્ને ઉપયોગી સાથે હોતા નથી. ગુગવં નલ્થિ તો ૩વો આવા પ્રકારના સિદ્ધાન્તના વચનનો આશ્રય કરીને ક્રમવાદ સ્વીકારે છે. (૨) તર્કશિરોમણિ મલવાદીજી ભેદવાદી છે. એક જ સમયમાં જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ બન્ને સાથે જ હોય છે સમયાન્તરે હોતા નથી એમ માને છે. પરંતુ જ્ઞાન અને દર્શન સ્વ-સ્વ આવરણક્ષય-જન્ય હોવાથી ભિન્ન ભિન્ન શક્તિઓ છે. આ બન્ને શક્તિ એકરૂપ નથી. સામાન્યધર્મને જાણવાની શક્તિ તે દર્શન અને વિશેષધર્મને જાણવાની શક્તિ તે જ્ઞાન, બન્ને શક્તિઓ અને બન્ને આવરણો ભિન્ન ભિન્ન હોવાથી બન્ને ઉપયોગો ભિન્ન-ભિન્ન છે. માત્ર બન્ને આવરણોનો બારમા ગુણઠાણાના ચરમ સમયે એકી સાથે ક્ષય થતો હોવાથી તેરમા ગુણઠાણાના પ્રથમ સમયે જ બન્ને ઉપયોગો એકી સાથે એક જીવમાં હોય છે. (જુઓ સમ્મતિતર્ક કાંડ બીજો) ૧. જુઓ સમ્મતિતર્ક કાર્ડ બીજો ગાથા ૪ થી ૩૧. Page #102 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૬૭ (૩) તાર્કિક શ્રીસિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી અભેદવાદી છે તેઓનું મન્તવ્ય આ પ્રમાણે છે કે- જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ એવા બે ભિન્ન ભિન્ન ઉપયોગો છદ્મસ્થાવસ્થામાં જ હોય છે કારણ કે તે કાળે કર્મોનાં આવરણો હોવાથી સામાન્ય જાણવા વડે જ વિશેષ જણાય છે. પરંતુ કેવલી અવસ્થામાં આવો ભેદ હોતો નથી. વિષયોને જાણવાની આત્માની એક જ રાયકશક્તિ છે. ફક્ત શેય પદાર્થો દ્વિવિધ હોવાથી એક જ જ્ઞાયકશક્તિનાં બે નામો છે. જો સમયાન્તરે ઉપયોગ માનીએ તો જ્ઞાનોપયોગકાળે દર્શનોપયોગ ન હોવાથી જાણે, પણ દેખે નહીં અને દર્શનોપયોગ કાળે જ્ઞાનોપયોગ ન હોવાથી દેખે, પણ જાણે નહીં તેવા ભગવાનને સર્વજ્ઞસર્વદર્શી કેમ કહેવાય ? વળી તેરમા ગુણઠાણે જ્ઞાનોપયોગકાળે પણ દર્શનાવરણીય કર્મ ક્ષીણ હોવાથી પ્રતિબંધકતત્ત્વ ન હોવાને કારણે દર્શનોપયોગને કોણ અટકાવે ? પ્રશ્ન- ભેદવાદી મલ્લવાદીજી અને અમેદવાદી શ્રી સિદ્ધસેનજીને ગુગવં નત્યિ તો વો'' આ પાઠની સાથે શું વિરોધ નહીં આવે? ઉત્તર- તેઓનું કહેવું છે કે આ પાઠ છદ્મસ્થજીવોને આશ્રયીને છે. કેવલજ્ઞાનીને આશ્રયી નથી. તથા વેવેની ગં સમયે નાફ તં સમર્થન પાસ અને ગં સમયે પાસ તં સમયે ન નાખવું ઇત્યાદિ શાસ્ત્રોમાં જે પાઠો છે તે પણ શ્રુતકેવલી અને અવધિકેવલી આશ્રયી છે પરંતુ સર્વજ્ઞ કેવલી આશ્રયી નથી. એવો ઉત્તર તેઓ આપે છે.(જાઓ સમ્મતિતર્કકાણ્ડ બીજો). આ ત્રણે પક્ષોની ચર્ચા વિશેષાવશ્યક ભાષ્યમાં અંશતઃ અને સમ્મતિતર્કમાં સવિશેષપણે છે. વિશેષાર્થીએ ત્યાંથી જાણી લેવી. માત્ર દિગ્દર્શન રૂપે પ્રાથમિક અભ્યાસને ધ્યાનમાં રાખી અહીં સૂચના સ્વરૂપે જણાવી છે. પૂજ્યપાદ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ જ્ઞાનબિંદુમાં નથવિશેષથી આ ત્રણે પક્ષોનો સમન્વય પણ કર્યો છે. પ્રથમ પક્ષ સૂક્ષ્મ ઋજાસૂત્રનયને અનુસરનાર છે. બીજો પક્ષ વ્યવહારનયને અનુસરનાર છે અને ત્રીજો પક્ષ શુદ્ધ સંગ્રહનયને અનુસરનાર છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૬૮ . પ્રથમ કર્મગ્રંથ આ પ્રમાણે પાંચેય જ્ઞાનોનું વર્ણન અહીં પૂર્ણ થાય છે. જો કે અન્ય ગ્રંથોમાં આવતા વર્ણનની અપેક્ષાએ આ વર્ણન અતિશય સંક્ષિપ્ત છે. તથાપિ પ્રાથમિક અભ્યાસી છાત્રગણની અપેક્ષાએ આ વર્ણન પણ પૂરતું છે. તત્ત્વાર્થસૂત્ર અધ્યાય પહેલો, વિશેષાવશ્યકભાષ્ય ગાથા ૭૫ થી ૯૦૦ સમ્મતિતર્કકાડ બીજો, નંદીસૂત્ર, જ્ઞાનબિન્દુ આદિ અન્યગ્રંથમાં પાંચ જ્ઞાનનું વિશેષ વર્ણન કરેલ છે. ૮. જ્ઞાનશક્તિ પાંચ પ્રકારની છે. માટે તેને આવરણ કરનારું જ્ઞાનાવરણીય કર્મ પણ પાંચ પ્રકારનું છે. આવાર્ય ગુણની પંચવિધતાને લીધે આવારક કર્મ પણ પંચવિધ કહેવાય છે. તે જણાવે છે. एसिं जं आवरणं, पडुव्व चक्खुस्स तं तयावरणं । दंसण चउ पण निद्दा, वित्तिसमं दंसणावरणं ॥९॥ (एषां यदावरणं पट इव चक्षुषस्तत्तदावरणम्) दर्शनचतुष्कं पञ्च निद्रा, वेत्रिसमं दर्शनावरणम् ) શબ્દાર્થ સિં = આ પાંચે જ્ઞાનોનું , i = જે, આવM = આવરણ, પડુત્ર પાટાની જેમ, વરસ = ચક્ષુની આડા, સં = તે તે કર્મ, તયાર = તે તે આવરણ કહેવાય છે, તંઈ = દર્શન, વડ = ચાર, પણ = પાંચ, નિદ્દા = નિદ્રા, વિત્તિમં = દ્વારપાળ સમાન, હિંસાવર" = દર્શનાવરણીય કર્મ કહેવાય છે. ગાથાર્થ- આ પાંચ જ્ઞાનોનું આચ્છાદન કરનારૂં જે કર્મ, તે ચક્ષુની આડા પાટાની જેમ તે તે આવરણીય કર્મ કહેવાય છે. દર્શનાવરણચતુષ્ક અને નિદ્રાપંચક એમ દર્શનાવરણીય કર્મ ૯ પ્રકારનું છે અને તે દ્વારપાલ સમાન છે. ૯. વિવેચન - ચક્ષુ દૂરની વસ્તુ જોવામાં ભલે નિર્મળ હોય, પરંતુ જો તે ચક્ષુની ઉપર એક-બે પડવાળો ઘનીભૂત પાટો બાંધવામાં આવે તો ચક્ષુ મન્ટ જોઈ શકે છે. ત્રણ-ચાર પડવાળો ઘનતર પાટો બાંધવામાં આવે તો તે Page #104 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૬૯ જ ચક્ષુ મદતર જોઈ શકે છે અને વધારે પડોવાળો ઘનતમ પાટો બાંધવામાં આવે તો અતિશય મંદતમે જોઈ શકે છે, તેની જેમ ઘન-ઘનતર અને ઘનતમ જ્ઞાનાવરણીય કર્મના આવરણથી આવૃત થયેલો આ જીવ જગના ભાવોને સ્વલ્પ, સ્વલ્પતર, અને સ્વલ્પતમ જોઈ શકે છે માટે જ્ઞાનાવરણીય કર્મ ચક્ષુની આડા પાટા જેવું છે. તથા આવાર્ય ગુણો પાંચ હોવાથી આવારકકર્મ પણ પાંચ પ્રકારનું છે. અને તે તે નામવાળું આવરણ કહેવાય છે. જેમ કે મતિજ્ઞાનનું જે આવરણ તે મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનનું જે આવરણ તે શ્રુતજ્ઞાનાવરણ, એ જ રીતે અવધિજ્ઞાનાવરણ, મન:પર્યવજ્ઞાનાવરણ અને કેવલજ્ઞાનાવરણ એમ જ્ઞાનાવરણીય મૂલકર્મ અને તેના પાંચ ઉત્તર ભેદો જાણવા. હવે દર્શનાવરણીય કર્મ સમજાવે છે ચાર પ્રકારનું દર્શનાવરણીય અને પાંચ પ્રકારની નિદ્રા એમ કુલ ૯ પ્રકારનું દર્શનાવરણીય કર્મ જાણવું. અહીં મૂળગાથામાં વાં, આ પદથી જો કે શબ્દાર્થ પ્રમાણે ચાર દર્શન એવો અર્થ થાય છે પરંતુ દર્શન એ કંઈ કર્મ નથી. એ તો સામાન્યધર્મને જાણવાની આત્માની શક્તિ વિશેષ છે. તેને કર્મ કેમ કહેવાય ? માટે તન શબ્દ લખેલો હોવા છતાં નાવરણીય અર્થ સમજવો, વૈશે પલમુકાયોપવરાત્ એવો ન્યાય હોવાથી પદનો એક દેશ જ્યાં લખ્યો હોય ત્યાં પણ પદસમુદાય લેવાનો ઉપચાર થતો હોવાથી અહીં દર્શન શબ્દથી દર્શનાવરણીય કર્મ સમજવું. જેમ લઘુવૃત્તિમાં તે સુવા સૂત્ર (૩-૨-૧૦૮) થી ભીમસેન શબ્દને બદલે ભીમ શબ્દ પણ વપરાય છે તેમ અહીં પણ સમજી લેવું. नितरां द्राति, अतिशयेन कुत्सितत्वं गच्छति चैतन्यं यस्यामवस्थायां સા નિદ્રા, જે અવસ્થામાં આત્માનું ચૈતન્ય અતિશય કુત્સિતપણાને પામે, જ્ઞાન-દર્શનશક્તિ સર્વથા ઢંકાઈ જાય તે અવસ્થાને નિદ્રા કહેવાય છે, આ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૭૦ પ્રથમ કર્મગ્રંથ કર્મ દ્વારપાલ-પ્રતિહારી સમાન છે. જેમ ઘરમાં બેઠેલા રાજાને જોવા માટે બહારથી લોકો તે રાજાને ઘેર આવ્યા હોય, પરંતુ દરવાજે બેઠેલો ચોકીદાર જો તે આવનારા લોકોને રોકે તો તેઓ રાજાને જોઈ શકતા નથી. અથવા રાજા લોકોને જોઈ શક્તો નથી તેવી રીતે આ આત્મા દર્શનાવરણીય કર્મ વડે આવૃત થયો છતો ઘટ-પટાદિ પદાર્થોને જોઈ શકતો નથી. આ દૃષ્ટાન્ત બન્ને રીતે જોડવું. (જુઓ કર્મગ્રંથ ટીકા પૃષ્ઠ ૨૧-૨૨.) હવે તે નવે ભેદો ક્રમશઃ સમજાવે છે. વહુ-લિ-વહુ-સિંતિય-હિ-વત્રિા दंसणमिह सामन्नं, तस्सावरणं तयं चउहा ॥१०॥ વશુદિ-અવધુ, સેન્દ્રિય-મધ-વર્તેશ दर्शनमिह सामान्यं, तस्यावरणं तच्चतुर्धा) શબ્દાર્થ :- વવકુલિ = ચક્ષુદર્શન, અવનવું = અચક્ષુદર્શન, સંદ્રિય = શેષ ઇન્દ્રિયોથી, આદિ = અવધિદર્શન, વહિં ૨ = અને કેવલદર્શન, તંતi = દર્શન એટલે, રૂદ = અહીં, સામર્ન = સામાન્ય , તરસ= તેનું, સાવરí = આવરણ, તય = તે કર્મ, વહી = ચાર પ્રકારે ગાથાર્થ=ચક્ષુદર્શન એટલે દૃષ્ટિ અર્થાત્ નયન, તેના વડે જોવું તે, અચકું એટલે શેષ ઈન્દ્રિયો, તેના વડે જાણવું તે, તથા અવધિ અને કેવલદર્શન એમ દર્શન ચાર પ્રકારે છે. દર્શન એટલે અહીં સામાન્ય બોધ એવો અર્થ કરવો, તેનું આવરણ પણ ચાર પ્રકારે છે. ૧૦. વિવેચન- “ચક્ષુદર્શન” શબ્દમાં ચક્ષુનો અર્થ દૃષ્ટિ-નયન-નેત્ર એવો જાણવો, એટલે ચક્ષુરિન્દ્રિય દ્વારા થતો જે સામાન્ય બોધ તે ચક્ષુદર્શન, તેને આવરણ કરનાર જે કર્મ તે ચક્ષુદર્શનાવરણીય કર્મ. આ કર્મના ઉદયથી એકેન્દ્રિય-બેઈન્દ્રિય અને તે ઈન્દ્રિય જીવોને મૂળથી ચક્ષુની Page #106 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૭૧ જ અપ્રાપ્તિ છે તથા ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોને જો કે ચક્ષુની પ્રાપ્તિ થાય છે તો પણ આ કર્મના ઉદયથી તે ચક્ષુ કાં તો ચાલી જાય છે. અથવા મોતીયો ઝામર આદિ રૂપ તિમિરાદિથી અસ્પષ્ટ જોનારી બને છે. તથા કદાચ ચક્ષુ રોગ વિનાની ધારો કે નિર્મળ હોય તો પણ મર્યાદિત જ ક્ષેત્ર જોઈ શકે, પરંતુ મર્યાદિત ક્ષેત્રથી અધિક ક્ષેત્ર જે ન જોઈ શકે તે પણ આ કર્મનો ઉદય જાણવો. અચક્ષુદર્શન” શબ્દમાં અચલુ શબ્દથી ચક્ષુથી ભિન્ન એવી સ્પર્શનાદિ શેષ ૪ બાોન્દ્રિયો અને મને એમ પાંચ ઇન્દ્રિયો જાણવી. તે શેષ ૪ ઈન્દ્રિયો અને મન દ્વારા સામાન્ય ધર્મનો જે બોધ થાય તે અચક્ષુદર્શન, તેને આચ્છાદન કરનારૂં જે કર્મ તે અચક્ષુદર્શનાવરણ. ચક્ષુદર્શન ચક્ષુ દ્વારા અને અચક્ષુદર્શન શેષ ઇન્દ્રિયો અને મન દ્વારા થાય છે. બન્નેમાં પદાર્થના સામાન્યધર્મના બોધને દર્શન કહેવાય છે. મતિ-શ્રુતજ્ઞાનવાળા આત્માઓને પ્રથમ ઇન્દ્રિય સાપેક્ષ જે સામાન્ય અવબોધ થાય છે. તે જ ચક્ષુ-અચક્ષુદર્શન કહેવાય છે. ઇન્દ્રિયોની અપેક્ષા વિના, માત્ર રૂપી દ્રવ્ય વિષયક, તે પણ ક્ષેત્રકાલાદિની મર્યાદાવાળો જે સામાન્ય અવબોધ તે અવધિદર્શન, તેને આચ્છાદન કરનારૂં જે કર્મ તે અવધિદર્શનાવરણીય કર્મ કહેવાય છે. સર્વવસ્તુઓના સામાન્યધર્મને જાણનારૂં જે દર્શન તે કેવલદર્શન, તેને આચ્છાદન કરનારું જે કર્મ તે કેવલદર્શનાવરણીય કર્મ. અહીં ચારે પ્રકારના દર્શનમાં દર્શન શબ્દનો “સામાન્ય અવબોધ” એવો અર્થ સમજવો. મન:પર્યવજ્ઞાની (ભલે જુમતિવાળા હોય તો પણ) પ્રથમથી જ વિશેષધર્મોને જ જાણતા હોવાથી મન:પર્યવજ્ઞાન જ કહેવાય છે પરંતુ દર્શન કહેવાતું નથી. ૧૦. હવે નિદ્રાપંચકના અર્થ જણાવે છે सुहपडिबोहा निद्दा, निहानिहा य दुक्खपडिबोहा। पयला ठिओवविट्ठस्स, पयलपयला उ चंकमओ ॥११॥ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૭૨ પ્રથમ કર્મગ્રંથ (सुखप्रतिबोधा निद्रा, निद्रानिद्रा च दुःखप्रतिबोधा । प्रचला स्थितोपविष्टस्य, प्रचलाप्रचला तु चक्र मतः) શબ્દાર્થ -સુરકિવોહી સુખે સુખે જાગૃતિ થાય તેવી, નિદ્દા–નિદ્રા, નિનિદ્દા નિદ્રાનિદ્રા, ચ=અને, કુવાડિવોહા-દુઃખે દુઃખે જાગૃતિ થાય તેવી, પતા=પ્રચલા, ઉત્તમ ઉભેલાને, વિસ=બેઠેલા પુરુષને, થત થતા પ્રચલા પ્રચલા, ૩ વળી, ચંવમો ચાલતા પુરુષને, ગાથાર્થ – સુખે જાગૃતિ થાય જેમાં તે નિદ્રા, મુશ્કેલીથી જાગૃતિ થાય જેમાં તે નિદ્રાનિદ્રા, ઉભા રહેલાને, કે બેઠેલાને જે નિદ્રા આવે તે પ્રચલા, અને ચાલતાને જે નિદ્રા આવે તે પ્રચલા પ્રચલા. ૧૧. વિવેચન- દર્શનાવરણીય કર્મની ચક્ષુદર્શનાવરણીયાદિ ચાર પ્રકૃતિનું વર્ણન કરી હવે નિદ્રાદિ પાંચ પ્રકૃતિનું વર્ણન સમજાવે છે. નિદ્રા= જે નિદ્રાવાળી અવસ્થામાં પ્રાણી સહેલાઇથી જાગૃત થાય, શબ્દમાત્રથી ઉઠી જાય, ધીમા અવાજમાત્રથી જાગૃત થઈ જાય, ઘરમાં આવનારના પગ પડવા માત્રથી જે જાણી શકાય. એવી અતિશય અલ્પમાત્રાવાળી જે નિદ્રા તે નિદ્રા કહેવાય છે. જેને શ્વાનનિદ્રા તુલ્ય કહેવાય છે. કુતરો પોળમાં સુતો છતો જેમ માણસના આગમન માત્રથી જાગી જાય છે. તેમ જે તુરત જ જાગી જવાય એવી જે નિદ્રા તે નિદ્રા. આવી નિદ્રા લાવનાર કર્મપ્રકૃતિ પણ કારણમાં કાર્યનો ઉપચાર કરવા વડે નિદ્રા કહેવાય છે. નિદ્રાનિદ્રા=નિદ્રાતઃ તિથિની યા નિદ્રા ના નિકાના પૂર્વોક્ત નિદ્રાથી અતિશય ચઢીયાતી જે નિદ્રા તે નિદ્રાનિદ્રા. જે નિદ્રાવાળી અવસ્થામાં પ્રાણી દુઃખથી જાગૃત થાય, બહુ ઢંઢોળવાથી જાગે અથવા આંખે પાણી છાંટવા આદિના ઉપાયોથી જાગે-એવી ગાઢ નિદ્રા તે નિદ્રાનિદ્રા, આવી ગાઢ નિદ્રા અપાવનાર કર્મ પણ નિદ્રાનિદ્રા. Page #108 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક પ્રચલા= ઉભેલા પુરુષને કે બેઠેલા પુરુષને જે નિદ્રા આવે તે પ્રચલા, આવી પ્રચલા લાવનારી કર્મપ્રકૃતિ પણ પ્રચલા. પ્રચલાપ્રચલા- ચાલતાં ચાલતાં જે નિદ્રા આવે તે, આવી નિદ્રા અપાવનાર કર્મ પણ પ્રચલા પ્રચલા, આવી નિદ્રા ગાય-બળદ-પાડા-અને ઘોડા વિગેરે પશુઓને વધુ સંભવે છે કે જેઓ ગાડાં વિગેરેમાં જોડાયા છતા દરરોજના અનુભવ મુજબ નિદ્રામાં ઘણો પંથ કાપે છે. તથા મનુષ્યોને પણ જ્યારે નિર્ભય પંથ હોય, પગપાળા સંઘમાં ચાલવાથી શરીર બહુ પરિશ્રમિત હોય, વહેલી સવારે અર્ધનિદ્રામાંથી ઉઠીને ચાલવાનું બન્યું હોય ત્યારે નિદ્રામાં પણ પંથ કપાય છે. વાસ્તવિક આ ગાથામાં ચાર પ્રકારની નિદ્રા સમજાવી છે. પરંતુ તેવા તેવા પ્રકારની ચાર નિદ્રાને અપાવનારું કર્મ પણ તે તે નિદ્રાના નામથી સમજી લેવું. કારણ કે તેવી તેવી નિદ્રાવાળા દર્શનાવરણીય કર્મનો ઉદય થવો તે કારણ છે અને આવા પ્રકારની નિદ્રા આવવી એ કાર્ય છે. કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી કર્મને પણ તે તે નિદ્રાના નામથી જ બોલાવાય છે. ૧૧. હવે પાંચમી થીણદ્ધિ નિદ્રા સમજાવે છે. વિઘ્ન-ખ્રિતિમણ્ય રળી, થીળી અ-વશી-અદ્-વતા । મહુ-ભિન્ન-જીવ-ધારા-, જિદ્દળ વ તુન્હા ૩ વેસનીમ ॥૨॥ (दिनचिन्तितार्थकरणी स्त्यानर्द्धिरर्धचक्रयर्धबला । મધુ-લિપ્ત-ઘા-ધારા-, બેહનું વ ક્રિયા તુ વેનીયમ્ ॥) ૭૩ , શબ્દાર્થ :- વિઘ્ન-દિવસે, વ્રુિતિ-ચિંતવેલો, મત્સ્ય-અર્થ-કાર્ય, રળી=કરવાવાળી, થી િથીણદ્ધિ નિદ્રા છે, અદ્ધની અર્ધચક્રીથીવાસુદેવથી, અવના અર્ધ બળવાળી છે, મત્યુ-મધથી, ત્તિત્ત-લેપાયેલી, વધારા–તલવારની ધારને, હિળ-ચાટવા, વસદૃશ, દુહા-બે પ્રકારે, ૩વળી, તેમનીયં વેદનીય કર્મ, Page #109 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કર્મગ્રંથ ગાથાર્થ - દિવસે ચિંતવેલા કાર્યને કરવાવાળી થીણદ્ધિ નિદ્રા છે. અને તે અર્ધચક્રી (વાસુદેવ) કરતાં અર્ધ બળવાળી હોય છે. મધથી લેપાયેલી તલવારની ધારને ચાટવા સરખું બે પ્રકારે વેદનીય કર્મ છે. ૧૨. વિવેચન= દિવસે કે ઉપલક્ષણથી રાત્રે પણ ચિંતવેલા કાર્યને કરવાવાળી જે નિદ્રા તે સ્થાનદ્ધિ અથવા સ્યાનગૃદ્ધિ નિદ્રા કહેવાય છે. એટલે કે દિવસે કોઇની સાથે મનદુઃખ આદિથી વૈર થયું હોય, કોઈ વસ્તુ જોઈ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ હોય, કોઈની સાથે તીવ્ર સ્નેહ બંધાયો હોય, ઈત્યાદિ તીવ્ર પરિણામ દિવસે અથવા સૂતા પહેલાંની રાત્રિના કાળે આવ્યો હોય, ત્યાર બાદ રાત્રે સૂતાં છતાં એવી નિદ્રા આવે કે જે નિદ્રામાં ઉઠીને તે દિવસે અથવા પ્રાથમિક રાત્રિકાળે થયેલા વૈરનો ત્યાં જઈને બદલો લઈ આવે, ખાવાની તીવ્ર ઇચ્છા પૂર્ણ કરી આવે, સ્નેહથી મળી આલિંગનાદિ કરી આવે, અને પાછો આવીને સૂઈ જાય છતાં જાગૃત ન થાય, અને જ્યારે નિદ્રા પૂર્ણ થાય ત્યારે “મને આવા પ્રકારનું સ્વપ્ન આવ્યું” એવું જેમાં લાગે તે થીણદ્ધિનિદ્રા કહેવાય છે. સંસ્કૃતમાં તેને સ્યાનદ્ધિ અથવા સ્યાનગૃદ્ધિ પણ કહેવાય છે. સ્થાના=fvgીમૂતા, ઋદ્ધિ=ત્તિ: યસ્યાં તો સ્થાદ્ધિ =સ્યાન એટલે પિંડીભૂત-એકઠી થયેલ છે, ઋદ્ધિ એટલે આત્મિક શક્તિ જે નિદ્રામાં તે મ્યાનદ્ધિ-થીણદ્ધિ, જે નિદ્રામાં આત્માની શક્તિ ઘણી જ પિંડીભૂત થાય, એકઠી થાય તે સ્વાનદ્ધિ, અથવા નાfપsીભૂત વૃદ્ધિ =જ્ઞા;િ યસ્યાં ના સ્થાનકિપિંડીભૂત થઈ છે આસકિત જે નિદ્રામાં તે સ્યાનગૃદ્ધિ, જે નિદ્રામાં તીવ્ર લોલુપતા-આસક્તિ એકઠી થાય તે એમ બન્ને અર્થો સંગત થાય છે. આ નિદ્રામાં શારીરિક બળ અને તીવ્ર લોલુપતા એકઠી થઈને દુષ્કૃત્ય કરાવે છે. આ નિદ્રાના ઉદયવાળો જીવ જો પ્રથમ વજઋષભનારાચસંઘયણવાળો હોય તો તેને અર્ધચક્રી (એટલે વાસુદેવ)ના બળ કરતાં અર્ધબળ પ્રાપ્ત થાય છે. તે સંઘયણ વિના અન્ય સંઘયણવાળાને વધુમાં વધુ સાત-આઠ ગણું બળ પ્રાપ્ત થાય છે. લોકપ્રકાશમાં એમ પણ કહ્યું છે કે Page #110 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૭૫ અન્ય સંઘયણવાળાને આ નિદ્રા જ્યારે ઉદયમાં ન આવી હોય તો પણ બીજા પુરુષો કરતાં ત્રણ ચારગણું બળ સહજ હોય છે. આ નિદ્રાના ઉદય ઉપર શ્રી વિશેષાવશ્યકભાષ્ય (ગાથા ૨૩૫)માં અનેક દૃષ્ટાન્તો આપ્યાં છે, ત્યાંથી જાણી લેવાં. પ્રશ્ન - દર્શનાવરણીયકર્મ દર્શનગુણને આવરે છે. તે આવાર્ય દર્શનગુણ ચક્ષુદર્શન વિગેરે માત્ર ચાર (૪) જ છે. અને આવરણ કરનાર દર્શનાવરણીય કર્મના ૯ ભેદો તમે સમજાવો છો. તે કેમ સંગત થાય? જો આવાર્ય ૪ હોય તો આવારક પણ ચાર (૪) જ હોવાં જોઈએ. અથવા જો આવારકકર્મ નવ હોય તો આવાર્યગુણ પણ નવ (૯) ગણાવવા જોઈએ. ઉત્તર – તમારો પ્રશ્ન સત્ય છે. આવાર્ય ગુણ ચક્ષુદર્શન વિગેરે ચાર જ છે. તેનું આવરણ કરનારા દર્શનાવરણીય કર્મના પણ ચક્ષુદર્શનાવરણીયાદિ ચાર ભેદો જ છે. પરંતુ તે ચાર કર્મોમાંથી પ્રથમનાં ત્રણ કર્મો ક્ષયોપશમ ભાવવાળાં છે. તેમાં પણ અચક્ષુદર્શનાવરણીય કર્મનો સર્વ જીવોને નિયમા ક્ષયોપશમભાવ હોય જ છે. અને ચક્ષુદર્શનાવરણીય કર્મનો ચઉરિન્દ્રિય-પંચેન્દ્રિય જીવોમાં યથાયોગ્ય ક્ષયોપશમભાવ હોય છે. તથા જેને અવધિજ્ઞાન પ્રગટ થયું છે તેવા પંચેન્દ્રિય જીવોને અવધિ દર્શનાવરણીય કર્મનો ક્ષયોપશમ હોય છે. એટલે તે ત્રણે કર્મો પોતાના આવાર્ય મૂળ ચક્ષુદર્શનાદિ ત્રણ ગુણનો ઘાત તો કરે જ છે પરંતુ દેશઘાતી હોવાથી અને ક્ષયોપશમભાવવાળાં હોવાથી પોતાના આવાર્ય ગુણને સર્વથા હણી શકતાં નથી. કારણ કે ક્ષયોપશમાનુવિદ્ધ ઔદયિકભાવ હોય છે. તેથી ક્ષયોપશમ હોવા છતાં મર્યાદિત પ્રમાણમાં જ ચક્ષુ દર્શન વિગેરે પ્રાપ્ત થાય છે. તેને જ ઉદયમાં આવેલ નિદ્રાપંચક હણે છે. અને જ્યારે નિદ્રાનો ઉદય ન હોય ત્યારે તે આવાર્ય ગુણોની યત્કિંચિત્ પ્રભા ઉઘાડી રહે જ છે. જેમ કે સામાન્ય મનુષ્ય-પશુ-પક્ષી આદિને આ ત્રણે કર્મોનો ઉદય હોવા છતાં ૪૦૦-૫૦૦ ફૂટ દૂરથી જોવાની, સાંભળવાની, સુંઘવાની વિગેરે દર્શનલબ્ધિ ઉઘાડી જ રહે છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કર્મગ્રંથ નિદ્રાપંચકને આવરણ કરવા લાયક આ ચક્ષુદર્શનાદિ ત્રણ ગુણો જ છે. આ જ ઉઘાડી રહી ગયેલી અર્થાત ક્ષયોપશમભાવથી પ્રાપ્ત થયેલી દર્શનલબ્ધિને આ નિદ્રાપંચક ઘાત કરે છે. માટે નિદ્રાપંચકને દર્શનાવરણીયમાં ગણી છે. અને તે પણ સર્વથા હણે છે. કારણ કે નિદ્રાકાળે તે જોવાનીસાંભળવાની અને સુંઘવાની શક્તિ સર્વથા ઢંકાઈ જાય છે. માટે સર્વઘાતી પણ કહી છે. જો કે આ નિદ્રાપંચક પ્રાપ્ત થયેલી દર્શનલબ્ધિ રૂ૫ અંશને જ હણે છે. તથાપિ સર્વથા હણે છે. માટે સર્વઘાતી છે. સારાંશ કે ચક્ષુદર્શનાવરણાદિ ચાર કર્મો ચક્ષુદર્શનાદિ ચાર મૂલગુણોને હણે છે અને નિદ્રાપંચક આ ચાર દર્શનાવરણીય કર્મોમાંના પ્રથમના ત્રણ કર્મોના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલી ચક્ષુદર્શનાદિ લબ્ધિને હણે છે. માટે નવેમાં દર્શનાવરણીયપણું કહેલું છે. (જુઓ કર્મ પ્રકૃતિ ઉપર પૂ. ઉપાધ્યાયજી યશોવિજયજી મ. કૃત ટીકા ગાથા ૧. નૌકા તથા પ્રથમ કર્મગ્રંથની ટીકા ગાથા ૧૨) આ પ્રમાણે દર્શનાવરણીય કર્મ પૂર્ણ કરી હવે ત્રીજું વેદનીય કર્મ સમજાવે છે - મધથી ખરડાયેલી તલવારની ધારને ચાટવા સરખું આ ત્રીજું વેદનીયકર્મ છે. જેમ મધથી લિપ્ત તલવારની ધાર ચાટતાં પ્રથમ જ્યાં સુધી મધનો સ્વાદ આવે ત્યાં સુધી સાતા ઉપજે. પરંતુ આસક્તિથી વધારે ચાટતા ચાટતાં જ્યારે જીભ કપાય ત્યારે અસાતા ઉપજે. તેની જેમ આ જીવ વિષયના ઉપભોગકાળે સુખનો અનુભવ કરે. અને પછી તે જ વિષયોના વિપાકથી કે વિરહથી દુઃખનો અનુભવ કરે છે. માટે આ વેદનીય કર્મ મધથી લિપ્ત અસિધારા સમાન છે અને તે બે પ્રકારનું છે. (૧) સાતવેદનીય અને (૨) અસતાવેદનીય. જ્યાં આત્માને સુખનો અનુભવ થાય, ચારે બાજુ અનુકૂળતાઓની પ્રાપ્તિ થાય, સાનુકુળ સંજોગો મળે, શરીર નિરોગી મળે તે સાતવેદનીય અને જ્યાં દુઃખનો અનુભવ થાય, પ્રતિકૂળ સંજોગોની પ્રાપ્તિ થાય. તે અસતાવેદનીય કર્મ કહેવાય છે. ૧૨. Page #112 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક હવે ગતિને આશ્રયી વધારે સાતા - અસાતા ક્યાં હોય તે જણાવે છે ओसन्नं सुरमणुए, सायमसायं तु तिरियनरएसु । मज्जं व मोहणीयं, दुविहं दंसणचरणमोहा ॥ १३ ॥ (ओसन्नं सुरमनुजे, सातमसातं तु तिर्यङ्नरकेषु । मद्यमिव मोहनीयं, द्विविधं दर्शनचरणमोहात् ) શબ્દાર્થ :- ઓસત્સં મનુષ્યગતિમાં, સાયં સાતા હોય છે, અસાયં અસાતા, તુ = વળી, ત્તિરિયનરજ્જુ = તિર્યંચ અને નરકગતિમાં, મ વ = મદિરા જેવું, મોહળીય મોહનીયકર્મ છે. દ્વિવિધ = બે પ્રકારો, વંતળવરણમોહ। = દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયકર્મના ભેદથી. પ્રાયઃ, ઘણું કરીને, સુરમપુણ્ = દેવ અને = – – = 99 - ગાથાર્થ :- દેવ-મનુષ્યગતિને વિષે પ્રાયઃ સાતાનો અને તિર્યંચ તથા નરકને વિષે પ્રાયઃ અસાતાનો ઉદય હોય છે. મોહનીય કર્મ મદિરા જેવું છે અને દર્શનમોહનીય તથા ચારિત્રમોહનીયના ભેદથી બે પ્રકારે છે. ૧૩. વિવેચન :- દેવ તથા મનુષ્યગતિમાં બહુલતાએ સાતાવેદનીયનો ઉદય હોય છે. છતાં દેવોને પોતાના ચ્યવન કાળે, સ્ત્રીવિયોગાદિ કાળે, તથા પરસ્પર અપહરણ અને લડાઈ કાળે અસાતાનો ઉદય પણ હોય છે. તથા મનુષ્યોને પણ વધ, બંધન, ઈષ્ટવિયોગ, અનિષ્ટસંયોગ, શ૨ી૨પીડા અને રોગ - શોકાદિ કાળે અસાતાનો ઉદય હોય છે. અહીં મૂળગાથામાં કહેલ “ ઓસન્ન ’” શબ્દ બહુલતાનો સૂચક છે. નરક તથા તિર્યંચગતિમાં ઘણું કરીને અસાતાનો ઉદય હોય છે. છતાં તીર્થંકરપ્રભુના ચ્યવનાદિ કલ્યાણકોના પ્રસંગે સાતાનો પણ ઉદય હોય છે. તિર્યંચોમાં ચક્રવર્તી રાજાના પટ્ટહસ્તી અને અશ્વરત્ન આદિને સાતાનો ઉદય પણ હોય છે. દેવોને વધારે સાતા. તેનાથી મનુષ્યોને ઓછી સાતા હોય છે. નારકીને વધારે અસાતા, તેનાથી તિર્યંચોને ઓછી અસાતા હોય છે. આ પ્રમાણે વેદનીયકર્મ પૂર્ણ થયું. મોહનીય કર્મ મદિરા સમાન છે. જેમ મદિરાપાનથી ઉન્મત્ત થયેલ પ્રાણી સારાસારના વિવેકથી ભ્રષ્ટ થાય છે. કર્તવ્ય શું ? અને અકર્તવ્ય શું? તે જાણતો નથી. ગમે તેમ બોલે અને ગાંડાની જેમ વર્તે છે. તેવી રીતે Page #113 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કર્મગ્રંથ મોહનીય કર્મથી મૂઢ થયેલ પ્રાણી પારમાર્થિક હિતાહિતના વિવેકથી ભ્રષ્ટ થાય છે. આત્માના અહિતકારી તત્ત્વોમાં (કુદેવ - કુગુરુ આદિમાં) હિતબુદ્ધિ કરે છે અને હિતકારી તત્ત્વોમાં (સુદેવ-સુગુરુ આદિમાં) અહિતબુદ્ધિ કરે છે. માટે મોહનીયકર્મ મદિરા સમાન છે. (મોહનીય શબ્દમાં મુન્ ધાતુથી બનીય પ્રત્યય થયેલ છે. તેમની અને આ ત્રણ પ્રત્યયોબુકોની અપેક્ષાએવિધ્યર્થકૃદન્તના છે અને વ્યાકરણની અપેક્ષાએ કૃત્યપ્રત્યયો છે. તે કૃત્યપ્રત્યયો તત્કાળાનાણા વર્ષમાવે ઉત્તર્યાશ્ચ સિદ્ધહેમ ૩-૩-૨૧ થી કર્મકારકમાં જ થાય છે. અહીં જો આ સૂત્રાનુસારે કર્મકારકમાં કરીએ તો મુહ્ય યઃ મણી મોદનીય જે મુંઝાય તે મોહનીય એવો અર્થ થાય છે અને તે આત્મા જ આવે, પરંતુ કર્મ અર્થ જેલેવો છે તે આવે નહીં. માટે સિદ્ધહેમ ૫-૧-૨ વહુનમ્ સૂત્રથી આ મનીય પ્રત્યય કર્તા કારકમાં કરવો. પરંતુ કર્મકારકમાં ન કરવો. મોહતિ વત્ તત્ મોહનીચ= આત્માને જે મુંઝવે, મોહ પમાડે, તે મોહનીય,તેથી મુંઝવનાર એવુંમોહનીય કર્મ જ અર્થ થશે. પરંતુ મુંઝવવા લાયક આત્મા એવો અર્થ થશે નહીં.). આ મોહનીયકર્મના બે ભેદો છે. (૧) દર્શનમોહનીય અને (૨) ચારિત્રમોહનીય દર્શન એટલે શ્રદ્ધા-વિશ્વાસ,પ્રેમ, રુચિ એવો શબ્દાર્થ જાણવો, જીવ-અજીવ-પુણ્ય-પાપઆદિયથાર્થતત્ત્વોપ્રત્યેની વાસ્તવિકજે શ્રદ્ધા-રુચિતે દર્શન અર્થાત્ સમ્યકત્વ કહેવાય છે. સર્વજ્ઞ અને વીતરાગ પરમાત્માઓએ જગતનું જ સ્વરૂપ બતાવ્યું છે તે સ્વરૂપ, વક્તા પૂર્ણજ્ઞાની હોવાથી અને રાગાદિ રહિત હોવાથી સંપૂર્ણપણે સત્ય છે એવી અચલ-અડગ શ્રદ્ધા તે દર્શન = સમ્યગ્દર્શન અર્થાત્સમ્યક્ત્વકહેવાય છે. તે સમ્યગ્દર્શનમાં કર્મ મુંઝવણ ઉભી કરે. શ્રદ્ધાથવાનદે,અથવાશ્રદ્ધામાં શંકાકરાવેતે દર્શનમોહનીય. - હિંસા-જુઠ-ચોરી આદિ દુરાચારોનો જે ત્યાગ અને અહિંસા-સત્ય આદિ સદાચારોનું જે આસેવન તે ચારિત્ર. આવા પ્રકારનું ઉત્તમ ચારિત્ર જીવનમાં આવવા ન દે, અથવા ચારિત્રમાં મુંઝવણ ઉભી કરે, દોષો લગાડે, ચારિત્રને લૂષિત કરે તે ચારિત્રમોહનીય. સંક્ષેપમાં વિચારોને મિથ્યા કરે તે દર્શનમોહનીય અને આચારોને મિથ્યાકરે તે ચારિત્રમોહનીય કહેવાય છે. ૧૩. Page #114 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક હવે પ્રથમ દર્શનમોહનીયના ત્રણ ભેદો સમજાવે છે - दंसणमोहं तिविहं, सम्मं मीसं तहेव मिच्छत्तं । सुद्धं अद्धविसुद्धं, अविसुद्धं तं हवइ कमसो ॥१४॥ (दर्शनमोहं त्रिविधं, सम्यग् मिश्रं तथैव मिथ्यात्वम् । शुद्धमविशुद्धं, अविशुद्धं तद् भवति क्रमशः) શબ્દાર્થ - હંસાનોરં દર્શનમોહનીય કર્મ, તિવિદં ત્રણ પ્રકારે, સમ્મ=સમ્યકત્વ મોહનીય, મી-મિશ્રમોહનીય, તહેવ=તથા, મિત્ત= મિથ્યાત્વમોહનીય, સુદ્ધ=શુદ્ધપૂંજ, વિશુદ્ધ અર્ધવિશુદ્ધ, વિશુદ્ધ અશુદ્ધપૂંજ, તો કર્મ, હવ હોય છે. તેમનો અનુક્રમે. ગાથાર્થ :- દર્શનમોહનીય કર્મ ત્રણ પ્રકારે છે. (૧) . સમ્યકત્વમોહનીય, (૨) મિશ્ર મોહનીય, (૩) મિથ્યાત્વમોહનીય. તે ત્રણે કર્મ અનુક્રમે શુદ્ધ, અર્ધશુદ્ધ અને અશુદ્ધપૂંજ સ્વરૂપ છે. ૧૪. વિવેચન :- આ આત્મા જ્યારે ઉપશમાદિ સમ્યકત્વ પામે છે. ત્યારે તે સમ્યકત્વની વિશુદ્ધિના બલથી પૂર્વબદ્ધ સત્તાગત મિથ્યાત્વમોહનીય કર્મનાં પુદ્ગલોમાં મિથ્યાભાવ લાવવાની જે વિકારક શક્તિ છે તેને હણીને-હીન કરીને તે જ પુદ્ગલોને ત્રણ ભાગ સ્વરૂપે કરે છે. જેમ ડાંગરને ખાંડણિયા આદિમાં ખાંડવાથી કેટલીક ડાંગર ફોતરાં વિનાની બને છે. કેટલીક ડાંગર અર્ધ ફોતરાવાળી બને છે. અને કેટલીક ડાંગર હજુ તેવીને તેવી જ રહે છે. એ જ પ્રમાણે મિથ્યાત્વમોહનીયકર્મનાં જે પુલોમાંથી મિથ્યાભાવ લાવવાની વિકારક શક્તિ વધારે પ્રમાણમાં હીન થઈ ચુકી હોય, અર્થાત્ નહીંવત્ રહી હોય તે પુદ્ગલો જો કે અલ્પવિકારક શક્તિ યુક્ત છે તથાપિ તેની માત્રા અલ્પ હોવાથી શુદ્ધપુંજ કહેવાય છે. તેનું જ નામ સમ્યકત્વમોહનીય. જે પુદ્ગલોમાં વિકારકશક્તિ અર્ધહીન થઈ છે તે અશુદ્ધપુંજ. તેનું નામ મિશ્રમોહનીય. અને મિથ્યાત્વમોહનીયકર્મનાં જે પુદગલો હજુ પણ તેવાં ને તેવાં જ રહ્યાં છે તે Page #115 -------------------------------------------------------------------------- ________________ ૮૦ પ્રથમ કર્મગ્રંથ અશુદ્ધપુંજ અર્થાત્ મિથ્યાત્વમોહનીયકર્મ કહેવાય છે. આ ત્રણે કર્મો આત્માના સમ્યકત્વ ગુણને (દર્શન ગુણને) હણે છે તથા ક્લષિત કરે છે માટે ત્રણેને દર્શનમોહનીય કર્મ કહેવાય છે. મિથ્યાત્વનાં ચાર ઠાણીયા રસવાળાં, ત્રણ ઠાણીયા રસવાળાં, અને તીવ્ર બે ઠાણીયા રસવાળાં પુદ્ગલો તે મિથ્યાત્વમોહનીય, મધ્યમ બે ઠાણીયા રસવાળાં પુદ્ગલો તે મિશ્રમોહનીય, અને મંદ બેઠાણીયા રસવાળાં તથા એક ઠાણીયા રસવાળાં પુદ્ગલો તે સમ્યક્ત્વમોહનીય કર્મ કહેવાય છે. પ્રશ્ન – સમ્યકત્વમોહનીય તો શુદ્ધપુંજ હોવાથી ઉપાદેય ગણાવો જોઈએ, તથા મિથ્યાત્વ મોહનીયકર્મના ઉદયથી આત્મા મિથ્યાત્વી કહેવાય અને મિશ્રમોહનીયના ઉદયથી આત્મા મિશ્રદષ્ટિ કહેવાય, તેવી જ રીતે સમ્યકત્વમોહનીયના ઉદયથી જીવ સમ્યક્તી કહેવાય છે. તો મુહપત્તિના પચાસ બોલમાં “ સમ્યકત્વમોહનીય, મિશ્રમોહનીય, મિથ્યાત્વ મોહનીય પરિહરૂ” એમ સમ્યકત્વમોહનીયને પણ તજવાનું કેમ બતાવ્યું છે? ઉત્તર - સમ્યકત્વમોહનીયકર્મ તે શુદ્ધપુંજ છે જ નહીં. ફક્ત મિથ્યાત્વ અને મિશ્રની અપેક્ષાએ વિકારકશક્તિ અલ્પ હોવાથી અલ્પની અવિવક્ષા કરીને શુદ્ધપુંજ કહેવામાં આવ્યો છે. વાસ્તવિકપણે તો સમ્યકત્વમોહનીયકર્મ પણ હજુ એકઠાણીયો અને મંદ બે ઠાણીયો રસ હોવાથી સમ્યકત્વમાં શંકા-કાંક્ષા આદિ અતિચારો ઉત્પન્ન કરવાનું જ કામ કરે છે. તે કર્મ સમ્યકત્વ આપતું નથી પરંતુ પ્રાપ્ત સમ્યક્તને દોષિતકલંકિત કરે છે માટે હેય જ છે. મિથ્યાત્વ અને મિશ્ર કરતાં આ કર્મનો રસ ઘણો જ મંદ કરેલ હોવાથી સમ્યકત્વને આ કર્મ અટકાવી શકતું નથી. પરંતુ કાંકરા તો મારે જ છે. તેથી કાંકરા નાખવા રૂપ દોષો જ ઉત્પન્ન કરવાનો આ કર્મનો સ્વભાવ છે. માટે હેય છે પરંતુ ઉપાદેય નથી. - તથા મિથ્યાત્વ અને મિશ્રના ઉદયથી જેમ મિથ્યાત્વી અને મિશ્રદષ્ટિ કહેવાય છે. તેમ સમ્યકત્વમોહનીયના ઉદયથી જીવ સમ્યકત્વી Page #116 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક કહેવાતો નથી. જો તેમ કહેવાય તો ઉપશમ અને ક્ષાયિકસમ્યકત્વીને તો સમ્યકત્વી કહેવાશે જ નહીં. કારણ કે તેને તો સમ્યકત્વ મોહનીય ઉદયમાં જ નથી. માટે સમ્યકત્વમોહનીયના ઉદયકાળે ચાર ઠાણીયો-ત્રણ ઠાણીયો અને તીવ્ર તથા મધ્યમ બે ઠાણીયો રસ જે હણાયો છે તેનાથી એટલે તીવ્ર રસના અભાવથી સમ્યકત્વ પ્રાપ્ત થયું છે. પરંતુ શેષ રહેલ મંદ બે ઠાણીયા અને એક ઠાણીયા રસથી સમ્યકત્વ પ્રાપ્ત થયું નથી. તે રસ તો દોષોત્પાદક જ છે. તીવ્ર રસના અભાવથી સમ્યકત્વની પ્રાપ્તિ થઈ છે. પરંતુ શેષ બાકી રહેલ મંદ રસના ઉદયથી સમ્યકત્વ થયું નથી, થતું નથી. અને થશે પણ નહીં. તે મંદ રસોદય પણ દોષનો સર્જક હોવાથી જો તે પણ ચાલ્યો જાય તો વધારે નિર્મળ સમ્યકત્વ પ્રગટ થાય છે કારણ કે બાધકતત્ત્વ સર્વથા નષ્ટ થયું. ઈત્યાદિ સૂક્ષ્મદષ્ટિએ વિચારવું. તથા સીત્તે મોત તિ એમ સમી તપુરુષ સમાસ કરવો. જે કર્મ સમ્યકત્વમાં મુંઝવે તે સમ્યકત્વ મોહનીયકર્મ કહેવાય. (પરંતુ સમત્વ અપાવે તે સમ્યકત્વમોહનીય એવો અર્થ ન કરવો.) આત્માને યથાપ્રવૃત્ત-અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરવા વડે અનુક્રમે સ્થિતિભેદ, ગ્રન્થિભેદ અને અંતરકરણ કરવા દ્વારા સમ્યક્ત્વની પ્રાપ્તિ જે થાય છે અને તેના વડે જે ત્રણ પુંજ કરાય છે તે હકીકત બીજા કર્મગ્રંથના વિવેચન પ્રસંગે તેની બીજી ગાથામાં જણાવાશે. ૧૪. હવે સમ્યગ્દર્શનનું સ્વરૂપ સમજાવે છે - ની-મી-પુ0-પાવાઇડસ-સંવર-ધંધ-મુવર -નિકાર ને સદ તા, સખ્ય ફાફ-ટુ-બે . ૨૫ (નીવાળીવ–પુષ્ય-પત્રિવ-સંવર-વન્ધ-મોક્ષ-નિર્ભરપાનિ ! येन श्रद्दधाति तत्सम्यक् क्षायिकादिबहुभेदम्) Page #117 -------------------------------------------------------------------------- ________________ ૮૨ પ્રથમ કર્મગ્રંથ શબ્દાર્થ :- નીચ = જીવ, મળીય = અજીવ, પુuUT = પુણ્ય, પાવ = પાપ, આસવ = આશ્રવ, સંવર = સંવર, વંધ = બંધ, અવર = મોક્ષ અને, નિગરા = નિર્જરા, નેd = જેના વડે, સરૂ = શ્રદ્ધા કરાય, તર્થ = તે, સખ્ત = સમ્યકત્વ, ઉફા = ક્ષાયિકાદિ, નંદુબેઠં = ઘણા ભેદવાળું છે. ગાથાર્થ :- જીવ-અજીવ-પુણ્ય-પાપ-આશ્રવ-સંવર-બંધ-મોક્ષ અને નિર્જરા આ નવ તત્ત્વોની જેના વડે શ્રદ્ધા કરાય છે તે તત્ત્વોની રુચિ સ્વરૂપ આત્મપરિણામને સમ્યકત્વ કહેવાય છે અને તે સમ્યકત્વ ક્ષાયિકાદિ બહુભેદવાળું છે. ૧૫. વિવેચન - જીવ-અજીવ-પુણ્ય-પાપ આદિ નવ તત્ત્વોનું જેવું સ્વરૂપ આ સંસારમાં છે. તેવા સ્વરૂપની શ્રદ્ધા કરવી-રુચિ કરવી, તેને જ સત્ય છે એમ સ્વીકારવું. તે સમ્યગ્દર્શન કહેવાય છે. (જુઓ તસ્વાર્થ સૂત્ર તત્ત્વાર્થશ્રદ્ધાનં સ ર્ણનમ્ ૧-૨) આ સમ્યગ્દર્શન દર્શનમોહનીય કર્મના ક્ષયથી, ઉપશમથી અને ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. દર્શનમોહનીય કર્મનો ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમ આ ત્રણ અત્યંતર (અંતર્વર્તી) કારણો છે અને સમ્યગ્દર્શન એ તેનું કાર્ય છે. (૧) આ દેહમાં અસંખ્યાત પ્રદેશાત્મક જીવ છે. દેહમાં હોવા છતાં દેહથી ભિન્ન પદાર્થ છે. ચૈતન્ય એ તેનું લક્ષણ છે. મિથ્યાત્વાદિ હેતુઓને લીધે કર્મોનો કર્તા છે. અને પૂર્વબદ્ધ કર્મોનો ભોક્તા છે. આયુષ્ય આદિ કર્મોને લીધે એક ભવથી બીજા ભવમાં આવન-જાવન કરનાર છે. પૂર્વભવ-પુનર્ભવવાળો છે. દ્રવ્ય-ગુણ-પર્યાયવાળો છે. દ્રવ્યથી તે અનાદિ અનંત નિત્ય છે. ગુણોથી જ્ઞાનાદિ ગુણોવાળો છે. પર્યાયથી દેવ-મનુષ્યાદિ પર્યાયો પામવાવાળો છે અને તેથી અનિત્ય પણ છે. ઈત્યાદિ જીવનું સ્વરૂપ જેવું છે તેવું યથાર્થ માનવું તે સમ્યગ્દર્શન, Page #118 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક (૨) ચૈતન્ય વિનાનું નિર્જીવ જે દ્રવ્ય તે અજીવ, આ દ્રવ્ય ધર્મઅધર્મ-આકાશ-પુદ્ગલ-અને કાળ એમ પાંચ ભેદે છે. પુદ્ગલ રૂપી અને શેષ ચાર અરૂપી છે. સર્વે દ્રવ્યો લોકમાત્ર વ્યાપી છે. પરંતુ આકાશ લોકાલોક વ્યાપી છે. કાળ અઢી દ્વીપ વ્યાપી છે. કાળ ઔપચારિક દ્રવ્ય છે. પરમાર્થથી જીવ અને અજીવના પર્યાય સ્વરૂપ છે ઈત્યાદિ. ૮૩ (૩) જીવને સુખ આપે, અનુકૂળતાઓ આપે, આનંદ કરાવે, પ્રસન્નતા આપે તે પુણ્ય. (દ્રવ્ય પુણ્ય). તેના સાતાવેદનીયાદિ ૪૨ ભેદો છે. પાત્રને દાનાદિ આપવા રૂપ નવ પ્રકારે આ પુણ્ય બંધાય છે, ઈત્યાદિ. (૪) જીવને દુઃખ આપે, પ્રતિકૂળતાઓ આપે, નાખુશીભાવ લાવે, શોક-ઉદાસીનતા લાવે તે પાપ (દ્રવ્ય પાપ), તેના અસાતાદિ ૮૨ ભેદો છે. હિંસા આદિ ૧૮ પાપસ્થાનકોથી બંધાય છે, ઈત્યાદિ. (૫) જેમ હોડીમાં છિદ્રથી પાણી આવે તેમ આત્મામાં જે જે કાર્યો કરવાથી કર્મો આવે તે તે કાર્યો આશ્રવ કહેવાય. હોડી સમુદ્રમાં ડૂબે તેમ જીવ આ સંસારમાં ડૂબે, તેના પાંચ ઈન્દ્રિય, ચાર કષાય, પાંચ અવ્રત. ત્રણ યોગ, અને પચીસ ક્રિયા એમ ૪૨ ભેદો છે. (૬) આવતાં કર્મો જેનાથી રોકાય, હોડીમાં આવતું પાણી જેમ ડુચો મારવાથી અથવા સાંધો પૂરવાથી રોકાય, તેમ કર્યો આવતાં જે કાર્યોથી રોકાય તે સંવર. જેમ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ ઈત્યાદિ. આ સંવરના ૫૭ ભેદો છે. (૭) આત્મામાં આવેલા કર્મોનું ક્ષીર-નીરની જેમ અથવા લોહાગ્નિની જેમ એકમેક થવું. તન્મય થવું. અંદર અંદર ભળી જવું તે બંધ, પ્રકૃતિબંધાિ તેના ચાર ભેદો છે. આ સંસારી આત્મા કર્મોથી બંધાય પણ છે અને છુટે પણ છે. કર્તા-ભોક્તા છે. અકર્તા નથી. માત્ર જ્ઞાતા-દૃષ્ટા નથી. સિદ્ધિગત આત્મા કર્મોનો અકર્તા છે, ઈત્યાદિ. Page #119 -------------------------------------------------------------------------- ________________ ८४ પ્રથમ કર્મગ્રંથ (૮) આત્માનું સર્વથા કર્મોથી છુટા થવું તે મોક્ષ. નૃત્નક્ષયો મોક્ષ તત્ત્વાર્થસૂત્ર ૧૦-૩, શુદ્ધ-બુદ્ધ, નિરંજન-નિરાકાર, અનંત જ્ઞાનાદિ ગુણોવાળી અવસ્થા તે મોક્ષ. આ જગતમાં મોક્ષ પણ છે અને મોક્ષના ઉપાયો પણ છે. જ્ઞાનાદિ ગુણોનું સેવન અને મિથ્યાત્વાદિ દોષોનો ત્યાગ એ જ મોક્ષનો પરમ ઉપાય છે, ઈત્યાદિ. (૯) સર્વ કર્મોનો ક્ષય થવા રૂપ મોક્ષના કારણભૂત અંશે અંશે કર્મોનો ક્ષય થવો તે નિર્જરા. તેના બાહ્ય-અત્યંતર તપ સ્વરૂપ ૧૨ ભેદો છે. મૂળગાથામાં શબ્દપ્રાસ માટે નિર્જરાને મોક્ષની પછી કહ્યું છે. માટે વિવેચનમાં અમે પણ એમ જ કર્યું છે. (આ કર્મગ્રંથનો અભ્યાસ કરનાર નવતત્ત્વ પૂર્વે ભણેલા જ હશે એમ સમજી અમે અહીં આ ગાથામાં નવતત્ત્વોનું વધારે વિવેચન લખ્યું નથી.) ઉપર મુજબ સંસારમાં નવે તત્ત્વો છે. તેની શ્રદ્ધા કરવી. તે જેમ છે તેમ શ્રદ્ધા કરવી. જરા પણ મનથી ખોટી કલ્પનાઓ ન કરવી. વીતરાગ કેવલી પરમાત્માઓએ જે બતાવ્યું છે. તે સંપૂર્ણ સત્ય જ છે. એવી જે પરમ શ્રદ્ધા. નં નિહિં નત્તિ તમેવ સર્વ આવા પ્રકારનો જે દઢ સંકલ્પ તે સમ્યગ્દર્શન કહેવાય છે. તે સમ્યગ્દર્શન ક્ષાયિક આદિ ઘણા ભેદોવાળું છે. મુખ્યત્વે ઔપશમિક, લાયોપથમિક, અને ક્ષાયિક એમ ત્રણ ભેદો છે. અને વિવેક્ષાભેદે વેદક તથા સાસ્વાદન ગણવાથી પાંચ ભેદો પણ છે. (૧) ઔપશમિક :- ત્રણ પ્રકારની દર્શનમોહનીયકર્મની સત્તા હોવા છતાં આત્માએ એવી દબાવી દીધી હોય કે જેથી તેની એક પણ પ્રકૃતિ ઉદયમાં ન આવે અને આત્માની રુચિને ન હણી શકે, કે ન લૂષિત કરી શકે, તે કાળે આત્માનું જે સમ્યગ્દર્શન તે ઔપથમિક સમ્યગ્દર્શન. આ સમ્યગ્દર્શન ત્રણ કરણો કરવાથી આવે છે અને બીજી Page #120 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૮૫ વખત ઉપશમશ્રેણી પ્રારંભતી વખતે આવે છે. સંસારચક્રમાં એક જીવને ઉપશમ સમ્યકત્વ પાંચ વાર આવે છે. અંતર્મુહૂર્ત જ ટકે છે. સૌથી પ્રથમ આ સમ્યગ્દર્શન જીવને પ્રાપ્ત થાય છે. આ સમ્યગ્દર્શન ચારથી અગિયાર ગુણસ્થાનક સુધી હોય છે. તથા સમ્યકત્વ મોહનીયનો ઉદય ન હોવાથી અપૌદ્ગલિક કહેવાય છે. પરંતુ સત્તામાં સમ્યકત્વ મોહનીય હોવાથી અશુદ્ધ અપૌદ્ગલિક કહેવાય છે. જ્યારે ક્ષાયિક શુદ્ધ અપૌદ્ગલિક સમજવું. (૨) ક્ષાયોપથમિક :- ત્રણ પ્રકારની દર્શનમોહનીયમાંથી મિથ્યાત્વ મોહનીય અને મિશ્રમોહનીય એમ બે પ્રકૃતિનો ઉદય (રસોદય) જ્યાં અટકાવ્યો હોય પરંતુ સમ્યકત્વ મોહનીયનો રસોદય જ્યાં ચાલુ હોય, તે કાળે જે સમ્યગ્દર્શન તે ક્ષાયોપથમિક સમ્યગ્દર્શન. તીવ્ર મિથ્યાત્વ -મિશ્રને મંદરસીભૂત કરીને અનુભવવું તે ક્ષાયોપથમિક સમ્યકત્વ. ઉદયમાં આવેલ મિથ્યાત્વ અને મિશ્રમોહનીયના રસને હણીને સમ્યકત્વ મોહનીય રૂપે કરી રસોદયથી ભોગવી વિનાશ કરવો તે ક્ષય, તથા સત્તામાં રહેલ, હાલ ઉદયમાં ન આવેલ, પરંતુ ઉદીરણા આદિના બળે ઉદયમાં આવવાને સમર્થ એવાં મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનાં દલિકો ઉદયમાં ન આવી જાય એવી રીતે દબાવી રાખવાં એ ઉપશમ, આ બે ભાવો સાથે હોવાથી ક્ષયોપશમ સમ્યકત્વ કહેવાય છે. આ સમ્યકત્વ ચારથી સાત ગુણઠાણા સુધી હોય છે. ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત રહે છે અને વધુમાં વધુ સાધિક છાસઠ સાગરોપમ રહે છે. સમ્યકત્વમોહનીયના ઉદયવાળું હોવાથી પૌદ્ગલિક (પુદ્ગલના ઉદયવાળું) અને અશુદ્ધ કહેવાય છે. (૩) ક્ષાયિક - ત્રણે દર્શનમોહનીય તથા તેની પૂર્વે જ ક્ષય થતા હોવાથી અનંતાનુબંધી ચાર કષાય એમ દર્શન સપ્તક)નો જેણે સંપૂર્ણપણે બંધ-ઉદય અને સત્તામાંથી જ વિનાશ કર્યો છે. અર્થાત્ આ સાત પ્રકૃતિનો એક પણ કર્મ પરમાણુ જેને સત્તામાં પણ નથી જ, તેનું દર્શનમોહનીય Page #121 -------------------------------------------------------------------------- ________________ ૮૬ પ્રથમ કર્મગ્રંથ સપ્તકના ક્ષયથી ઉત્પન્ન થયેલું જે સમ્યક્ત્વ તે ક્ષાયિકસમ્યકત્વ કહેવાય છે. આ સમ્યકત્વ જિનકાલીન પ્રથમ સંઘયણવાળાને જ થાય છે. મોક્ષમાર્ગ ચાલુ હોય ત્યારે જ પ્રાપ્ત થાય છે. મનુષ્ય ભવમાં જ મળે છે અને એક જ વાર આવે છે. આવ્યા પછી જતું નથી તેથી સાદિ-અનંત છે. આ સમ્યકત્વ સમ્યકત્વમોહનીય કર્મના ઉદય વિનાનું છે. એટલે અપૌગલિક તો છે જ, પરંતુ તે પ્રકૃતિ સત્તામાં પણ ન હોવાથી શુદ્ધ અપૌલિક કહેવાય છે. આ સમ્યકત્વવાળો જીવ પરભવનું આયુષ્ય અને જિનનામકર્મ જ ન બાંધ્યું હોય તો તે જ ભવે મોક્ષે જાય છે. અને જો બદ્ધાયુ હોય તો ત્રણચાર ભવે (અને ક્વચિત્ પાંચ ભવે) મોક્ષે જાય છે. અને જિનનામ કર્મ બાંધ્યું હોય તો ત્રીજા ભવે મોક્ષે જાય છે. (૪) વેદક સમ્યકત્વ - આ ક્ષાયોપથમિકનો જ એક ભેદ છે. સમ્યકત્વમોહનીયના ઉદયવાળા સમ્યકત્વને ક્ષાયોપથમિક કહેવાય છે. તેમાં જ્યારે મિથ્યાત્વ, મિશ્ર, અનંતાનુબંધીચતુષ્ક એમ છ કર્મ પ્રકૃતિઓનો સર્વથા ક્ષય થઈ ચૂક્યો હોય, સમ્યકત્વ મોહનીયનો પણ ક્ષય થઈ રહ્યો હોય તેમાં જ્યારે છેલ્લો ગ્રાસ ક્ષય થતો હોય ત્યારે વેદકસમ્યકત્વ કહેવાય છે કે જેની પછી તુરત જ ક્ષાયિકસમ્યકત્વ આવે છે. સમ્યકત્વમોહનીય કર્મનો ઉદય ચાલુ હોવાથી અશુદ્ધ પૌગલિક છે અને ક્ષાયોપથમિકમાં જ અંતર્ગત છે તથાપિ અનિત્તમ ગ્રાસના ઉદયની વિશિષ્ટ વિવક્ષા કરીને ક્ષાયોપથમિકથી કોઈ કોઈ સ્થાનોએ ભિન્ન સમજાવ્યું છે. (૫) સાસ્વાદન :- ઔપશમિકસમ્યકત્વ પામ્યા પછી ત્રણ દર્શન મોહનીય ઉપશમાવેલી હોવા છતાં અનંતાનુબંધી ચતુષ્કનો જો ઉદય થઈ જાય તો સાસ્વાદનસમ્યકત્વ કહેવાય છે. અહીં દર્શનત્રિક સર્વથા ઉપશાન્ત હોવાથી આ સાસ્વાદન ઔપશમિકમાં જ અંતર્ગત થાય છે. તથાપિ અનંતાનુબંધી ઉદયમાં આવવાથી અને તે સમ્યકત્વનો ઘાતક હોવાથી Page #122 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ઔપશમિકથી ભિન્ન ગણેલ છે. મિથ્યાત્વ મિશ્ર અને સમ્યક્ત્વમોહનીયનો ઉદય ન હોવાથી સમ્યક્ત્વગુણ અવરાયેલો (ઢંકાયેલો) હોતો નથી, છતાં અનંતાનુબંધીનો ઉદય હોવાથી એ ગુણનો સ્પષ્ટ અનુભવ પણ થતો નથી, તેથી સમ્યક્ત્વના કંઈક આસ્વાદવાળું હોવાથી આ સાસ્વાદન સમ્યક્ત્વ કહેવાય છે. આ પ્રમાણે ઔપમિક અશુદ્ધ અપૌદ્ગલિક, ક્ષાયોપમિક અશુદ્ધ પૌદ્ગલિક, ક્ષાયિક શુદ્ધ અપૌદ્ગલિક, વેદક અશુદ્ધ પૌલિક અને સાસ્વાદન અશુદ્ધ અપૌદ્ગલિક સમજવું. જ્યાં સમ્યક્ત્વમોહનીયનો ઉદય હોય તે પૌદ્ગલિક અને ઉદય ન હોય તે અપૌદ્ગલિક તથા સત્તા ન હોય તો શુદ્ધ અને સત્તા હોય તો અશુદ્ધ એમ અર્થ સમજવો. તથા અન્યશાસ્ત્રોમાં જુદી જુદી વિવક્ષાએ દીપક, રોચક અને કારક એવા પણ સમ્યક્ત્વના ભેદ સમજાવેલા છે. જે આગળ-આગળ પ્રસંગે સમજાવાશે. ૮૭ પ્રશ્ન દર્શન મોહનીય કર્મના ત્રણ ભેદોમાં સમ્યક્ત્વમોહનીય કર્મ આવે છે તેનો અર્થ સમજાવવો જોઈએ. તેને બદલે સમ્યક્ત્વ ગુણનો અર્થ અને તેના ભેદો શા માટે સમજાવ્યા ? ઉત્તર - તમારો પ્રશ્ન સત્ય છે. પરંતુ આવાર્ય ગુણ જો બરાબર સમજાય તો જ આવારક કર્મ સમજાય. તે માટે જ્ઞાનના અર્થનો અને ભેદોનો વિસ્તાર સમજાવ્યો, તેવી જ રીતે આ સમ્યક્ત્વમોહનીય કર્મ સમજાવવાના પ્રસંગે સમ્યક્ત્વનો અર્થ અને ભેદો સમજાવ્યા છે. હવે સ્વયં સમજી લેવું કે આવી રુચિ-શ્રદ્ધાસ્વરૂપ સમ્યક્ત્વને જે કલુષિત કરે, મલીન કરે, અતિચારવાળું બનાવે, દોષિત કરે, સર્વથા હણી ન શકે પરંતુ હતપ્રાયઃ કરે તે સમ્યક્ત્વ મોહનીય કર્મ કહેવાય છે. જે આત્માનું અહિત કરનાર હોવાથી હેય છે. ૧૫. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૮૮ પ્રથમ કર્મગ્રંથ હવે મિથ્યાત્વ મોહનીય અને મિશ્રમોહનીયના અર્થ સમજાવે છે - मीसा न रागदोसो, जिणधम्मे अंतमुहू जहा अन्ने । नालिअरदीवमणुणो, मिच्छं जिणधम्मविवरीअं ॥१६॥ (मिश्राद् न रागद्वेषौ, जिनधर्मे अन्तर्मुहूर्तं यथाऽन्ने । नालिकेरद्वीपमनुजस्य, मिथ्यात्वं जिनधर्मविपरीतम्) શબ્દાર્થ - મીતી = મિશ્રમોહનીયના ઉદયથી, = થતા નથી, રાવતો = રાગ અને દ્વેષ, ઉનાથને = જૈનધર્મને વિષે, અંતમુહૂ અંતર્મુહૂર્ત સુધી, નહીં = જેમ, અને = અનાજ ઉપર, નાનિંગરવીવ= નાલીકેર દ્વીપમાં વસનારા, નપુણો = મનુષ્યને, મિર્જી = મિથ્યાત્વ, ઉનાથવિવરીશં = જૈનધર્મથી વિપરીત. ગાથાર્થ :- જેમ નાલીકેર દ્વીપવાસી મનુષ્યને અન્ન ઉપર પ્રીતિઅપ્રીતિ હોતી નથી, તેમ મિશ્રમોહનીય કર્મના ઉદયથી આ જીવને જૈનધર્મ ઉપર રાગ કે દ્વેષ હોતો નથી. તેનો કાળ અંતર્મુહૂર્ત છે. અને જૈનધર્મથી વિપરીત શ્રદ્ધા તે મિથ્યાત્વ મોહનીયકર્મ કહેવાય છે. ૧૬. વિવેચન : - જ્યાં કેવળ નાલીયેર (ઉપલક્ષણથી અન્યફળો માત્ર) થાય છે. પરંતુ કોઇપણ જાતનું ધાન્ય નીપજતું નથી, તેને નાલીકેરદ્વીપ કહેવાય છે. જો કે આવો દ્વીપ આજે ઉપલબ્ધ નથી. પરંતુ કર્ણાટક અને તામિલની આસપાસના સમુદ્રમાં કોઈ નાનો ટાપુ હોવો જોઈએ, ત્યાં વસતા મનુષ્યો નાળીયેર આદિ ફળોથી જ જીવતા હોવાથી, ધાન્ય જોયેલું જ ન હોવાથી, તેઓની સામે ધાન્ય મૂકવામાં આવે તો તે ધાન્ય ઉપર તે મનુષ્યોને રુચિ પણ થતી નથી અને અરુચિ પણ થતી નથી, કારણ કે તેઓએ કોઈ પણ જાતનું ધાન્ય જોયેલું જ નથી. તેની જેમ મિશ્રમોહનીયકર્મનો ઉદય જ્યારે હોય ત્યારે આ જીવને જૈનધર્મ ઉપર રુચિ પણ થતી નથી અને અરુચિ પણ થતી નથી. આવો પરિણામ જીવને ઉત્કૃષ્ટથી ફક્ત અંતર્મુહૂર્ત જ રહે છે. મિશ્રમોહનીયના ઉદયકાળે Page #124 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૮૯ ત્રીજું ગુણસ્થાનક કહેવાય છે. અંતર્મુહૂર્ત બાદ જો અધ્યવસાયોની વિશુદ્ધિ થાય તો સમ્યક્વમોહનીયકર્મનો ઉદય થાય છે. અને જીવ સમ્યત્વ પ્રાપ્ત કરે છે પણ જો અધ્યવસાયોની અશુદ્ધિ થાય તો મિથ્યાત્વમોહનીયકર્મનો ઉદય થાય છે. અને જીવ મિથ્યાત્વે જાય છે. તથા જિનેશ્વર પરમાત્મા દ્વારા બનાવાયેલાં તત્ત્વોને વિષે જે કર્મના ઉદયે અરુચિ થાય, અણગમો થાય, તે મિથ્યાત્વમોહનીયકર્મ કહેવાય છે. આ પ્રમાણે ત્રણ પ્રકારના દર્શનમોહનીયકર્મના અર્થો પૂર્ણ થયા. ૧૬. હવે ચારિત્રમોહનીય કર્મના અર્થ સમજાવે છે. - सोलस कसाय नव नोकसाय, दुविहं चरित्तमोहणीयं । अण-अप्पच्चक्खाणा, पच्चक्खाणा य संजलणां ॥१७॥ (षोडश कषाया नव नोकषाया, द्विविधं चारित्रमोहनीयम् । . अनन्ताप्रत्याख्यानाः, प्रत्याख्यानाश्च संज्वलनाः) શબ્દાર્થ - નોનસ = સોળ, સાથે = કષાયો અને નવ = નવ પ્રકારે, નોસીય = નોકષાયો. એમ, વિર્દ = બે પ્રકારે, વરિત્તમોદણીયં = ચારિત્રમોહનીય કર્મ છે. ૩ = અનંતાનુબંધી, અUવા = અપ્રત્યાખ્યાનીય, પન્નવસ્થા = પ્રત્યાખ્યાનીય, ય = અને, સંગUTI = સંજવલન કષાય. ગાથાર્થ - સોળ પ્રકારના કષાયો, અને નવ પ્રકારના નોકષાયો એમ બે પ્રકારે ચારિત્રમોહનીય કર્મ જાણવું. તથા અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાનીય અને સંજ્વલન એમ કષાયો ચાર પ્રકારે છે. ૧૭. વિવેચન :- અહિંસા - સત્ય - અચૌર્ય ઈત્યાદિ સદાચારોરૂપ જે ચારિત્ર છે. તેમાં જે મોહ પમાડે, મુંઝવે તે ચારિત્રમોહનીયકર્મ. તેના બે ભેદ છે (૧) કષાય મોહનીય અને (૨) નોકષાય મોહનીય, કષ એટલે Page #125 -------------------------------------------------------------------------- ________________ ૯૦ પ્રથમ કર્મગ્રંથ સંસાર, જન્મ-મરણ, ભવોની પરંપરા, આય એટલે લાભ, વૃદ્ધિ, જેનાથી જન્મ-મરણોની વૃદ્ધિ થાય, ભવની પરંપરા વધે તે કષાય કહેવાય છે. ક્રોધ - આવેશ, ગુસ્સો, કોપ, તિરસ્કાર, અપમાન. માન - અહંકાર, અભિમાન, મોટાઈ, આત્મપ્રશંસા. માયા - છળ, કપટ, છેતરપિંડી, બનાવટ, પ્રપંચ, હૈયામાં જુદા ભાવ અને હોઠમાં જુદા ભાવ તે. લોભ - આસક્તિ, મમતા, મૂછ, અસંતોષ, વાસના, પ્રીતિ. આ ચારે કષાયોના અનંતાનુબંધી - અપ્રત્યાખ્યાનીય - પ્રત્યાખ્યાનીય અને સંજવલન એમ ચાર ચાર ભેદો હોવાથી ૪૪૪=૧૬ કષાયો થાય છે. કષાયોની સાથે રહેનારા હાસ્યાદિ નવને નોકષાય કહેવાય છે. તેના નવ ભેદો છે. અહીં નો શબ્દ સાહચર્ય અને પ્રેરણા અર્થવાચી છે. कषायसहवर्तित्त्वात्, कषायप्रेरणादपि । हास्यादिनवकस्योक्ता, नोकषायकषायता ॥ હાસ્યાદિ નવને કષાયોના સહચારી હોવાથી તથા કષાયોને પ્રેરણા કરનાર હોવાથી “નોકષાય” રૂપ કષાયતા કહેલી છે. જેમ ચોરી કરનારા એવા ચોરની સાથે રહેનારો ચોરી ન કરતો એવો પુરુષ તેની ચોરીની ક્રિયા વખતે સાથે રહેતો છતો તથા તે ક્રિયામાં પ્રેરક બનતો છતો ચોર કહેવાય છે. તેવી રીતે આ હાસ્યાદિ નવ પ્રકૃતિઓ કષાયોની સાથે રહી છતી પરંપરાએ કષાયોને લાવનાર, સહાય કરનાર છે માટે નોકષાયાત્મક એવી કષાયતા કહેલી છે. આ નવ નોકષાયો અનંતાનુબંધી આદિ પ્રથમના બાર કષાયોના સહવર્તી છે. પરંતુ સંજવલનના સહવર્તી નથી કારણ કે પ્રથમના બાર કષાયો ગયે છતે તુરત જ નવા નોકષાયોનો અંત આવે છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૯૧ ચારિત્ર મોહનીયના બે ભેદો સમજાવી હવે તે બેમાંથી પ્રથમ કષાય મોહનીયકર્મ સમજાવે છે - ક્રોધ-માન-માયા અને લોભ આ ચારે કષાયો મન્દ, મન્દતર, મન્દતમ, તીવ્ર, તીવ્રતર, અને તીવ્રતમના ભેદથી તરતમપણે અસંખ્યાત જાતના હોય છે. પરંતુ તે અસંખ્યાત પ્રકારોનો સંક્ષેપ કરીને જ્ઞાની મહાત્માઓ આપણને ચાર પ્રકારે સમજાવે છે. ક્રોધ પણ ચાર પ્રકારે, માન પણ ચાર પ્રકારે, માયા પણ ચાર પ્રકારે અને લોભ પણ ચાર પ્રકારે છે. તેથી ૪૪૪=૧૬ ભેદો થાય છે. (૧) અતિશય તીવ્ર ક્રોધ તે અનંતાનુબંધી. (૨) સામાન્ય તીવ્ર ક્રોધ તે અપ્રત્યાખ્યાનીય. (૩) સામાન્ય મંદ ક્રોધ તે પ્રત્યાખ્યાનીય. (૪) અતિશય મંદ ક્રોધ તે સંજવલન એ જ પ્રમાણે માન-માયા-લોભ પણ ચાર પ્રકારે છે. (૧) અનંતાનુબંધી - અનંત સંસારનો અનુબંધ કરાવે એવો અતિશય તીવ્રતર જે કષાય તે અનંતાનુબંધી. આ કષાય સૌથી વધારે તીવ્ર છે. આ કષાયનું બીજું નામ સંયોજના કષાય પણ છે. સંયોજન એટલે જોડવું. જે કષાય આત્માને અનંત સંસારની સાથે જોડે તે સંયોજના, તેના ક્રોધ-માન-માયા અને લોભ એમ ચાર પ્રકાર છે. (૨) અપ્રત્યાખ્યાનીય :- સ્વલ્પ પચ્ચકખાણ પણ જે કષાયથી ન થાય, દેશવિરતિના પરિણામને પણ જે અટકાવે, ત્યાગના પરિણામ આવવા જ ન દે તે અપ્રત્યાખ્યાનીય, અહીં પ્રત્યાખ્યાન શબ્દ અલ્પ પ્રત્યાખ્યાન અર્થમાં છે. અને આ નિષેધ અર્થમાં છે. સ્વત્વમા પ્રત્યારોનવૃિધ્વતિ = અલ્પ પણ પચ્ચકખાણને જે આવૃત કરે તે અર્થાત્ જેના ઉદયથી પચ્ચક્ખાણનો સર્વથા અભાવ જ હોય, અલ્પ પણ પચ્ચક્ખાણ ન થાય તે અપ્રત્યાખ્યાનીય કષાય. આ કષાયનું બીજું નામ અપ્રત્યાખ્યાનાવરણ પણ છે. આ કષાય અનંતાનુબંધી કરતાં કંઈક અંશે મંદ-મંદતર છે. તેના ક્રોધાદિ ચાર ભેદો છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કર્મગ્રંથ (૩) પ્રત્યાખ્યાનાવરણ - હિંસા-જૂઠ-ચોરી-અબ્રહ્મ આદિ સ્વરૂપ મહાપાપોનો જે સર્વથા ત્યાગ તે સર્વવિરતિ કહેવાય છે. તેવી સર્વવિરતિ (રૂપ સર્વત્યાગ)ના પચ્ચકખાણને જે કષાય આવૃત કરે, તે પ્રત્યાખ્યાનાવરણ કહેવાય છે. આ કષાય માત્ર સર્વત્યાગને રોકે છે પરંતુ દેશત્યાગને આવૃત કરતો નથી. તેથી દેશવિરતિ ધર્મ પ્રાપ્ત થાય છે. અપ્રત્યાખ્યાનીય કરતાં આ કષાય મંદ છે. આ કષાયના પણ ક્રોધ-માન-માયા-લોભ એમ ચાર ભેદ છે. (૪) સંજવલન = ==કંઈક, વન્તિ = બાળે, સંશ્વાન, સર્વવિરતિવાળા મહાત્મા મુનિને પણ ઉપસર્ગ-પરિષહાદિ આવે છતે કંઈક બાળે એટલે કંઈક દોષ યુક્ત કરે, કંઈક મલિનતા લાવે, તે સંજ્વલન, આ કષાય પ્રત્યાખ્યાનાવરણ કરતાં વધારે મદતર છે. આ કષાયના પણ ક્રોધાદિ ચાર પ્રકાર છે. એમ કષાયના કુલ ૧૬ ભેદો છે. ૧૭. હવે તે ચારે કષાયોની સ્થિતિ, અને ફળ સમજાવે છે - जाजीव-वरिस-चउमास, पक्खगा नरय-तिरिय-नर-अमरा । सम्माणुसव्वविरई-अहखाय-चरित्तघायकरा ॥ १८ ॥ (यावज्जीव-वर्ष-चतुर्मास-पक्षगा, नरकतिर्यग्नरामराः । सम्यगणुसर्वविरति,-यथाख्यातचारित्रघातकराः) શબ્દાર્થ - નાનીવયાવજીવ, વરિસ=એક વર્ષ, ૨૩મા ચાર માસ, પ+= પંદર દિવસ, નરય = નરકગતિ, તિરિય = તિર્યંચ ગતિ, નર = મનુષ્યગતિ અને અમર = દેવગતિ અપાવનાર, સભ્ય = સમ્યક્ત્વ, ૩y = દેશવિરતિ, સવ્વવિર = સર્વવિરતિ, માથ્વીય = યથાખ્યાત, વરિત્ત = ચારિત્રનો, વાયરા = ઘાત કરનારા છે. ગાથાર્થ = અનંતાનુબંધી આદિ ચારે કષાયો અનુક્રમે (૧) યાવજીવ, (૨) એક વર્ષ, (૩) ચાર માસ અને (૪) પંદર દિવસની સ્થિતિવાળા છે. અનુક્રમે નક-તિર્યંચ-મનુષ્ય અને દેવગતિ અપાવનારા છે. તથા અનુક્રમે સમ્યત્વનો, દેશવિરતિનો, સર્વવિરતિનો અને યથાખ્યાત ચારિત્રનો ઘાત કરનારા છે. ૧૮. Page #128 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૯૩ વિવેચન = આ ગાળામાં અનંતાનુબંધી આદિ કષાયો પરસ્પર કેવા તીવ્ર-મંદ છે ? કયા કષાયથી કયો કષાય કેટલો બળવાન છે ? તે સમજાવવા માટે સ્કૂલ વ્યવહારથી કાળપ્રમાણતા, ગતિદાયકતા, અને ગુણઘાતકતા એમ ત્રણ પ્રકારનાં સ્વરૂપ સમજાવેલ છે. નં. કષાયનું નામ | કાળપ્રમાણતા ગતિદાયકતા | ગુણઘાતકતા અનંતાનુબંધી | માવજીવ | નરકગતિમાપકતા | સમ્યકત્વ અપ્રત્યાખ્યાનીય એક વર્ષ | તિર્યંચગતિપ્રાપકતા દેશવિરતિ પ્રત્યાખ્યાનીય | ચાર માસ | મનુષ્યગતિમાપક્તા સર્વવિરતિ ૪| સંજ્વલન | પંદર દિવસ ! દેવગતિપ્રાપકતા | યથાખ્યાત પ્રથમ અનંતાનુબંધી કષાય એવો તીવ્ર છે કે કોઈ એક આત્માને બીજા આત્માની સાથે થયેલ વૈમનસ્ય કે અહંકારાદિ યાવજીવ (મરણપર્યત) રહે છે. અપ્રત્યાખ્યાન કષાય પૂર્વના અનંતાનુબંધી કષાયથી કિંઈક મંદ છે. તેથી બાર માસ સુધી રહે છે. વર્ષના અંતે કરાતા સંવર્ચ્યુરી પ્રતિક્રમણ દ્વારા મિચ્છામિ દુક્કડે આપતાં જાય છે. પ્રત્યાખ્યાનાવરણ ચાર માસે ચૌમાસી પ્રતિક્રમણ કરતાં જાય છે અને સંજ્વલન કષાય પંદર દિવસે પફખી પ્રતિક્રમણ કરતાં સકલ જીવોની સાથે ખામણાં કરતાં જાય છે. એમ એક પછી એક કષાયો મંદ છે એમ સમજાવવા આ કાલપ્રમાણતા જણાવી છે. આ કાલપ્રમાણતા ચારે કષાયોની અરસપરસ તીવ્રતા-મંદતા જણાવવા માટે છે. પરંતુ તે તે કષાયો તેટલો તેટલો કાળ રહે એવો નિયમ નથી. કારણકે સમ્યકત્વથી વમી મિથ્યાત્વે અંતર્મુહૂર્ત રહી તુરત સમ્યકત્વ ૧. કષાયોની કાલપ્રમાણતા અને ગતિપ્રાપકતા સ્થૂલ વ્યવહારનય આશ્રયી છે. તે માટે જુઓ કર્મગ્રંથની આ ગાથાની ટીકા. Page #129 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કર્મગ્રંથ પામે એવો મિથ્યાત્વગુણઠાણાનો જઘન્ય અંતર્મુહૂર્ત કાળ આવે છે. એટલે અનંતાનુબંધી અંતર્મુહૂર્ત પણ રહે છે. તથા અવિરતસમ્યગ્દષ્ટિગુણઠાણું પૂર્વાપરના મનુષ્યભવો સાથે અનુત્તરવાસી દેવોને ૩૩ સાગરોપમથી કંઈક અધિક કાળ રહે છે તેથી અપ્રત્યાખ્યાનીય કષાય તેટલો કાળ પણ રહે છે. દેશવિરતિ ગુણઠાણાનો કાળ દેશોનપૂર્વક્રોડ વર્ષ છે. ત્યાં પ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉદય નિયમા હોય છે. તેથી પ્રત્યાખ્યાનાવરણ તેટલો કાળ હોઈ શકે છે. તેવી જ રીતે છઠ્ઠા-સાતમા ગુણઠાણાનો કાળ (વચ્ચે બીજાં ગુણઠાણાંઓને સ્પર્ધા વિના) દેશોનપૂર્વક્રોડ સુધી હોય છે તેથી સંજ્વલન કષાય પણ તેટલો કાળ હોઈ શકે છે. બાહુબલી મુનિને સંજ્વલન માન દીર્ઘકાળ પણ હતું. માટે આ બધી ચર્ચા લક્ષ્યમાં લેતાં ચારે કષાયોનું જે આ કાલપ્રમાણ છે તે સ્થૂલવ્યવહાર નયની દૃષ્ટિએ તીવ્ર-મંદતા સૂચવનારૂં છે. પરંતુ તે તે કષાયો તેટલો તેટલો કાળ રહે જ, અથવા તેટલો તેટલો કાળ જ ૨હે એમ ન સમજવું. ૯૪ તથા અનંતાનુબંધી કષાય એવો તીવ્ર છે કે નરકગતિ અપાવે, અપ્રત્યાખ્યાનીય આદિ કષાયો તેનાથી કંઈક કંઈક મંદ-મંદ છે, જે અનુક્રમે તિર્યંચગતિ-મનુષ્યગતિ અને દેવગતિ અપાવે છે. આ પણ સ્થૂલવ્યવહાર નયને આશ્રયીને તીવ્ર-મંદતા જણાવવા માટે જ પ્રતિપાદન કરેલું છે. અન્યથા પહેલા ગુણઠાણે વર્તતા અનંતાનુબંધી કષાયના ઉદયવાળા અભવ્ય જીવો વૈમાનિક દેવલોકમાં અને નવ પ્રૈવેયક સુધી ઉત્પન્ન થાય છે. આવા પ્રકારનું જે શાસ્ત્રવચન આવે છે. તે વચન ઘટે નહીં. આ ચારે કષાયો અનુક્રમે સમ્યક્ત્વ-દેશવિરતિ-સર્વવિરતિ-અને યથાખ્યાત ગુણનો ઘાત કરે છે. આ વચન માત્ર સ્થૂલવ્યવહારનયથી નથી પરંતુ નિશ્ચયનયથી છે. કારણ કે તે તે કષાયોના ઉદયકાળે ઘાત્ય એવા તે તે ગુણો અંશથી પણ પ્રાપ્ત થતા નથી. છતાં તેમાં પણ એટલું સમજવું જરૂરી છે કે અનંતાનુબંધી આદિ ત્રણ કષાયોનો રસોદય માત્ર જ તે તે ગુણોનો ઘાતક છે. પ્રદેશોદય તે તે ગુણોનો થાત કરી શકતો નથી. Page #130 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક પ્રદેશોદય તો માત્ર પ્રાપ્ત થયેલા તે તે ગુણોમાં અતિચાર ઉત્પન્ન કરે છે. અને સંજ્વલન કષાયનો રસોદય કે પ્રદેશોદય બન્ને યથાખ્યાત ચારિત્રનો ઘાત કરે છે. પરંતુ સામાયિકાદિ શેષ ચારિત્રોનો ઘાત કરતો નથી પરંતુ તે સંજ્વલન કષાયનો બન્ને પ્રકા૨નો ઉદય શેષચારિત્રોમાં અતિચાર ઉત્પન્ન કરે છે. (આ વિષય શિક્ષકબંધુએ સૂક્ષ્મતાથી સમજાવવો.) ૧૮. હવે સોળે કષાયોની તીવ્ર-મંદતા સમજાવવા માટે અનુક્રમે ૧૬ દૃષ્ટાંતો ગ્રંથકારશ્રી સમજાવે છે - નત-રેણુ-પુથ્વી-પય-રા$-સરસો ચડવ્યો જોદ્દો । તિળિસલયા-દુ-પ્રિય-સેનËબોવમો માળો ॥૨૧॥ માયાવત્તેદિ-ગોમુત્તિ-મિં-સિંગ-ધળવંસિમૂલસમાં હોદ્દો નિદણુંનળ-દમ-િિમ-રાળ-સામાનો ॥૨૦॥ ગત-રેણુ-પૃથ્વી-પર્વત-રાપ્તિ,વૃશશ્ચતુર્વિધ: ોધઃ । ત્તિનિશાતા-જાબાસ્થિ-શૈલસ્તથ્યોપમો માનઃ શ્ मायाऽवलेखिका - गोमूत्रिका भेष शृङ्ग- घनवंशीमूलसमा । હોમો હરિદ્રા-જીઅન-મ-મિરાસમાન: || ૨૦ || શબ્દાર્થ :- નલ = પાણીમાં, રેણુ = રેતીમાં, પુથ્વી = પૃથ્વીમાં, પર્વતમાં પડેલી, રાફ = રેખા (ફાટ-તિરાડ), સરિસો – સરખો, चडव्विहो = ચાર પ્રકારનો, જોો ક્રોધ જાણવો, તિખિલ-નયા નેતરની સોટી, ૬ = કાષ્ઠની સોટી, અદ્ગિમ પત્થરના થાંભલાની, નવમો = ઉપમાવાળો, पव्वय = હાડકાં, સેત્તસ્થંભ માળો માન સમજવો. = = = = = - समा માયા = માયા (કપટ), અવìત્તિ = લાકડાની છોલ, ગોમુત્ત ગોમૂત્રિકા, મિંઢસિં ઘેટાના શિંગડાં, પળવંત = મજબૂત વાંસના મૂલ, સરખી ચાર જાતની છે, તોદ્દો = લોભ, ઇતિર્ = હળદર, અંજન-કાજળ, મ કાદવ-ગાડાંના પૈડાનો મેલ, િિમરાન કિરમજીનો રંગ, સમાળો તેની સમાન ચાર લોભ જાણવા. खंजण ૯૫ = = - = = Page #131 -------------------------------------------------------------------------- ________________ ૯૬ પ્રથમ કર્મગ્રંથ ગાથાર્થ = સંજ્વલન આદિ ચારે પ્રકારના ક્રોધ અનુક્રમે પાણીની રેખા, રેતીની રેખા, માટીની રેખા અને પર્વતની રેખા સરખા જાણવા, એ જ પ્રમાણે સંજ્વલન આદિ ચારે પ્રકારના માન નેતરની સોટી, કાષ્ટની સોટી, હાડકા અને પત્થરના થાંભલા સરખા જાણવા. સંજવલન આદિ ચારે પ્રકારની માયા અનુક્રમે લાકડાની છોલ, ગોમૂત્રિકા, ઘેટાના શિંગડાં અને કઠણ વાંસના મૂલ સરખી જાણવી. એ જ પ્રમાણે ચાર પ્રકારનો લોભ અનુક્રમે હળદર, કાજળ, કાદવ અને કરમજીના રંગ સરખો જાણવો. ૧૯-૨૦. વિવેચન = ચારે પ્રકારના ક્રોધમાં, ચારે પ્રકારના માનમાં, ચારે પ્રકારની માયામાં અને ચારે પ્રકારના લોભમાં પરસ્પર કેવી તીવ્ર-મન્દતા છે તે સમજાવવા આ બન્ને ગાથામાં અનુક્રમે ૧૬ દૃષ્ટાંતો સમજાવે છે. અહીં કષાયોની અરસ પરસ તીવ્રતા સમજાવવા માટે સંજ્વલન કષાયથી ક્રમ ચાલુ કરે છે. મંદતા સમજવા માટે ઉલટો ક્રમ આપણે સ્વયં સમજી લેવો. જે બે જીવો વચ્ચે ક્રોધ-કષાય થાય છે તે બે જીવો વચ્ચે અબોલા શરૂ થાય છે. ફાટ પડે છે. છુટા પડે છે. બન્નેની વચ્ચે તિરાડ પડે છે, તેથી ક્રોધનાં ચારે દષ્ટાંતો ફાટનાં (તિરાડનાં) આપેલાં છે. (૧) સંજ્વલન ક્રોધ જલની રેખા સમાન છે. જેમ લાકડી વડે વહાણ વડે કે સ્ટીમર વડે પાણીમાં થતી રેખા (ફાટ-તિરાડ) અલ્પકાળ રહી તે તે લાકડી વિગેરે ગયે છતે પાછળથી સંધાઈ જાય છે તેમ સંજવલન ક્રોધથી થયેલ તિરાડ અલ્પકાળમાં પૂરાઈ જાય છે. (૨) પ્રત્યાખ્યાનીય ક્રોધ રેતીની રેખા સમાન છે. નદીના કિનારે રહેલી સૂકી રેતીમાં લાકડીથી કરાયેલી રેખા પાણીની રેખાની જેમ તુરત પૂરાતી નથી પરંતુ કંઈક અધિક લાંબા કાળે જ્યારે પવન જોરદાર ફેંકાય ત્યારે જ પૂરાય છે. તેમ પ્રત્યાખ્યાનીય ક્રોધથી થયેલ તિરાડ સંજ્વલન કષાય કરતાં કંઈક અધિક કાળે પૂરાય છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક (૩) અપ્રત્યાખ્યાનય ક્રોધ માટીની રેખા સમાન છે. જેમ ગામડાના તળાવની માટીમાં ચોમાસાનો વરસાદ આવવાથી માટી પીગળી જાય છે. પરંતુ ભાદરવા મહિનાના તડકાથી તે જ માટી સુકાઈ જાય છે ત્યારે તે માટીમાં તિરાડ પડે છે. તે તિરાડ જલ અને રેતીની રેખાની જેમ પવન આદિ વડે જલદી પૂરાતી નથી. પરંતુ બારે મહીને જ્યારે ફરીથી વરસાદ આવે છે ત્યારે જ વરસાદના પાણીથી માટી પીગળવાથી તે તિરાડ પૂરાય છે તેમ અપ્રત્યાખ્યાનીય ક્રોધથી થયેલ તિરાડ પ્રત્યાખ્યાનાવરણના ક્રોધથી કંઈક અધિક કાળે પૂરાય છે. (૪) અનંતાનુબંધી ક્રોધ પત્થરની રેખા (પર્વતની રેખા) સમાન છે. પર્વતની શીલાઓમાં પડેલા ફાટ જેમ કેમે કરી કોઈ કાળે પૂરાતા નથી. તેમ અનંતાનુબંધી ક્રોધથી પડેલા ફાટ મરણપર્યત અથવા ભવાન્તરે પણ અગ્નિશર્માની જેમ કેમે કરી પૂરાતા નથી. આ રીતે આ ચારે ક્રોધ કષાયો ક્રમશઃ મંદ-તીવ્ર-તીવ્રતર અને તીવ્રતમ છે. (૫) સંજ્વલન માન નેતરની સોટી સમાન છે. માન હંમેશાં અનમનશીલ છે. કોઈને નમવું નહીં એ જ માનનો સ્વભાવ છે. તેથી માનના ચારે દષ્ટાંતોમાં નમવા અને ન નમવાના ભાવવાળાં ચાર દષ્ટાંતો આપે છે. જેમ નેતરની સોટી સુખે સુખે નમાવી શકાય છે તેમ જે આત્મા કંઈક થોડુંક જ સમજાવતાં પોતાની અક્કડતા ત્યજી દે છે. તે આત્માનું માન સંજ્વલનમાન કહેવાય છે. તેથી તે નેતરની સોટી જેવો હોવાથી મંદ કહેવાય છે. (૬) પ્રત્યાખ્યાનીય માન કાષ્ઠની સોટી જેવો છે. જેમ લાકડું નેતર કરતાં કઠીન હોવાથી તુરત નમાવી શકાતું નથી. પરંતુ પાણીમાં પલાળી પોચું કરી પગના ઢીંચણે ભીડાવી મુશીબતે વાળી શકાય છે તેમ આ માન મુશ્કેલીથી ત્યજાય છે. માટે આ પ્રત્યાખ્યાનીય માન સંજ્વલનમાન કરતાં તીવ્ર છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કર્મગ્રંથ (૭) અપ્રત્યાખ્યાનીય માન હાડકાં સમાન છે. જેમ હાડકું બહુ પ્રકારના વિવિધ ઉપાયો અજમાવવાથી મહાકષ્ટ વળે છે. તેમ અપ્રત્યાખ્યાનીય માનવાળો આત્મા ઘણું ઘણું સમજાવવાથી મહાકષ્ટ વળે છે માટે તીવ્રતર છે. (૮) અનંતાનુબંધી માન પત્થરના થાંભલા સમાન છે. જેમ પત્થરનો થાંભલો ગમે તેટલા ઉપાયો કરો તો પણ કોઈ રીતે નમતો નથી, બહુ જોર કરો તો કદાચ તૂટી જાય, પરંતુ નમે તો નહીં જ, તેવી જ રીતે આ માનવાળો આત્મા મૃત્યુ પર્યન્ત પોતાનું માન છોડતો નથી. વટની ખાતર ફનાફાતીયા થઈ જાય, અરે પ્રાણો પણ ન્યોચ્છાવર કરી નાખે, પરંતુ વટ ન છોડે, નમે નહી માટે મહા તીવ્રતમ છે. આ રીતે સંજવલન આદિ ચારે પ્રકારના માન પરસ્પર મંદ-તીવ્ર-તીવ્રતર અને તીવ્રતમ છે. (૯) સંજ્વલન માયા વાંસના છાલ સરખી છે. માયાનો સ્વભાવ વક્રતા-કુટિલતા છે. તેથી હવેનાં ચારે દૃષ્ટાંતો વક્રતા ઉપરનાં છે. જેમ રંધાથી છોલાતા વાંસની છાલ રંધામાં જે એકઠી થાય છે તે છાલમાં વક્રતા હોય છે. પરંતુ હાથમાં લઈને તેને સીધી કરવામાં આવે તો તુરત જ તે સીધી થઈ જાય છે. તેમ આ માયા મંદપ્રકૃતિવાળી હોવાથી સજ્જન માણસો વડે સમજાવાતાં તુરત જ દૂર થઈ જાય છે. અને સરળતા આવી જાય છે. માટે મંદ છે. (૧૦) પ્રત્યાખ્યાની માયા ગોમૂત્રિકા સમાન છે. જેમ ગાડે જોડેલો બળદ ચાલતાં ચાલતાં રસ્તામાં મૂત્રધાર કરે છે. અને શરીર ગતિશીલ હોવાથી તે ધારા વક્રતાવાળી થાય છે. પરંતુ તેની પાછળ રેતી ધરસે ત્યારે અથવા લાંબાકાળે પવન આવે ત્યારે તે વક્રતા નાશ પામે છે તેમ આ માયા લાંબા કાળે જાય છે. તેથી તીવ્ર છે. (૧૧) અપ્રત્યાખ્યાનીય માયા ઘેટાના શીંગડા જેવી છે. જેમ ઘેટાના શિંગડાની વક્રતા કોઈ રીતે નષ્ટ કરવી સુકર નથી, મહાકષ્ટ દૂર Page #134 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક થાય છે તેવી જ રીતે આ માયા ત્યજવી વધારે દુષ્કર છે. માટે તીવ્રતર કહેવાય છે. (૧૨) અનંતાનુબંધી માયા કઠણ વાંસના મૂલસમાન છે. ધરતીમાં ઉગેલા વાંસના મૂલ ઘણાં મજબૂત અને અતિવક્ર હોય છે. તે કેમે કરી સરળ કરી શકાતાં નથી, બહુ ખેંચવા જતાં તૂટી જાય, પરંતુ વક્રતા ન છોડે, તેવી જ રીતે કદાચ મૃત્યુ થઈ જાય, પરંતુ આ અનંતાનુબંધીની માયા કોઈ પણ રીતે દૂર કરી શકાતી નથી. માટે તીવ્રતમ છે. આ રીતે આ ચારે માયા પરસ્પર મંદ-તીવ્ર-તીવ્રતર-તીવ્રતમ છે. (૧૩) લોભ આત્માને ઉપરક્ત = રંજિત કરે છે. માટે તેને સમજાવવા રંગની ઉપમા આપી છે. સંજવલન લોભ હળદરના રંગ સરખો છે. જેમ હળદરનો રંગ સાબુથી ધોઈ તડકામાં સુકવતાની સાથે જ ઉડી જાય છે તેમ સંજ્વલન લોભ = (આસક્તિ-મૂછ) જ્ઞાની ગુરુનો યોગ થતાં જલ્દી ચાલ્યો જાય છે. માટે બીજા ત્રણ પ્રકારના લોભ કરતાં મંદ છે. (૧૪) પ્રત્યાખ્યાનાવરણનો લોભ કાજળ જેવો છે. જેમ આંખમાં આંજવાના કાજળનો રંગ કપડા ઉપર લાગ્યો હોય તો જલ્દી જતો નથી પરંતુ કષ્ટ કરીને જાય છે તેમ આ લોભ કષ્ટ જાય છે. માટે તીવ્ર છે. (૧૫) અપ્રત્યાખ્યાનીય લોભ કાદવ જેવો છે. જેમ ગાડાના પૈડામાં વચ્ચે નખાતા તેલથી બનેલો ચીકણો કાળો મેલ અથવા ગટર આદિના કચરાનો કાળો મેલ બહુ જ ચીકણો કાળો હોય છે. તેના ડાઘ મહાકરે જાય છે તેમ અપ્રત્યાખ્યાનીય લોભ ઘણા પ્રકારના પ્રયત્નોથી જાય છે માટે બીજા કષાયો કરતાં તીવ્રતર છે. (૧૯) અનંતાનુબંધી લોભ કરમજીના રંગ જેવો છે. જેમ કીરમજી એટલે મજીઠનો રંગ બહુ જ પાકો ગણાય છે, તે લાગ્યા પછી કેમે કરી જતો નથી. તેની જેમ અનંતાનુબંધી લોભ મજીઠના રંગ જેવો તીવ્રતમ છે. કપડું ફાટી જાય, પરંતુ મજીઠનો રંગ ન જાય. તેમ માણસ મરી જાય, Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પ્રથમ કર્મગ્રંથ પરંતુ આ લોભ ન છૂટે. આ રીતે ચારે લોભ અનુક્રમે મંદ-તીવ્ર-તીવ્રતરતીવ્રતમ છે. સોળે કષાયોની પરસ્પર તીવ્રતા-મંદતા સમજાવવા માટે આ દૃષ્ટાંતો આપેલાં છે. ૧૯-૨૦. હવે નવ નોકષાયનું સ્વરૂપ સમજાવે છે. जस्सुदया होइ जीए, हास रई अरइ सोग भय कुच्छा । सनिमित्तमन्नहा वा, तं इह हासाइ मोहणीयं ॥२१॥ (यस्योदयाद् भवति, हासो, रतिररतिः शोको भयं कुत्सा । सनिमित्तमन्यथा वा, तदिह हास्यादिमोहनीयम् ।) શબ્દાર્થ:- Hસં=જેના, ૩યા=ઉદયથી, =હોય છે, ગી=જીવને વિષે, સ=હાસ્ય, –નર રતિ-અરતિ, સોના-મ=શોક અને ભય, છીં=જુગુપ્સા, નિમિત્તઋનિમિત્ત સહિત, અન્ના = નિમિત્ત વિના, વી=અથવા, તંતે કર્મ, ફુ=અહીં, હસા=હાસ્યાદિ તે તે નામવાળું, મોળીયં – મોહનીયકર્મ કહેવાય છે. ગાથાર્થ:--જે કર્મના ઉદયથી આ જીવને નિમિત્ત સહિત કે નિમિત્ત વિના હાસ્ય-રતિ-અરતિ-શાક-ભય કે જુગુપ્સા ઉત્પન્ન થાય છે. તે કર્મને અનુક્રમે હાસ્યાદિ મોહનીયકર્મ કહેવાય છે. ૨૧. વિવેચનઃ- જીવને હાસ્યાદિ થવામાં બાહ્ય નિમિત્ત હોય અથવા ન પણ હોય, પરંતુ અભ્યત્તર નિમિત્ત તો હોય જ. છતાં બાહ્ય નિમિત્તો લોકોની દૃષ્ટિએ દશ્ય છે અને અભ્યત્તર નિમિત્ત લોક-દૃષ્ટિએ દશ્ય નથી. તેથી હાસ્યાદિ ઉત્પન્ન થવામાં જ્યારે બાહ્ય નિમિત્તો હોય ત્યારે સનિમિત્તક કહેવાય છે. અને જ્યારે બાહ્ય નિમિત્ત ન હોય ત્યારે અત્યંતર નિમિત્ત હોવા છતાં પણ અનિમિત્તક કહેવાય છે. હાસ્ય ઉત્પન્ન થવામાં ૪ કારણો છે. ઠાણાંગ સૂત્રમાં કહ્યું છે કે હું ठाणेहिं हासुप्पत्ती सिया, तं जहा, पासित्ता, भासित्ता, सुणित्ता, संभरित्ता (૧) સામે તેવા પ્રકારનાં દ્રશ્યો જોવાથી, (૨) પ્રશંસાદિવાળાં વચનો Page #136 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક બોલવાથી, (૩) રાગોત્પાદક વચનો સાંભળવાથી, અને (૪) પૂર્વે અનુભવેલાં સુખો સ્મરણ કરવાથી, આ ચાર પ્રકારથી જીવને હાસ્ય ઉત્પન્ન થાય છે. તેમાં પ્રથમનાં ત્રણ સનિમિત્તક છે. છેલ્લામાં બાહ્યનિમિત્ત ન હોવાથી અનિમિત્તક છે. એમ બન્ને પ્રકારનાં હાસ્યો ચાર કારણો દ્વારા જે કર્મના ઉદયથી આ જીવને થાય છે. તે કર્મનું નામ હાસ્યમોહનીય કહેવાય છે. ન રતિ એટલે પ્રીતિ-સુખબુદ્ધિ, અને અતિ એટલે અપ્રીતિ-દુઃખબુદ્ધિ, નાખુશીભાવ, જે કર્મના ઉદયથી જીવને બાહ્યનિમિત્તો હોતે છતે અથવા બાહ્યનિમિત્તો વિના પૂર્વાનુભૂતના સ્મરણાદિથી જે પ્રીતિ-અપ્રીતિ થાય છે તે રતિ-અતિ મોહનીયકર્મ કહેવાય છે. ૧૦૧ પ્રશ્ન - રતિ એટલે પ્રીતિ-સુખની પ્રાપ્તિ. સાતાવેદનીયકર્મના ઉદયથી પણ જીવને સુખની પ્રાપ્તિ થાય જ છે, તો સાતાવેદનીય અને આ રતિમોહનીયકર્મમાં તફાવત શું ? તેવી જ રીતે અરતિ એટલે અપ્રીતિદુઃખ, તે અસાતાવેદનીયના ઉદયથી પણ જન્ય છે. તો તે અસાતા અને અતિમાં તફાવત શું ? ઉત્તર - સુખ અને દુઃખનાં સાધનો મળવાં તથા તેનાથી સુખદુઃખનો અનુભવ થવો તે સાતા-અસાતા નામનું ત્રીજું વેદનીય કર્મ છે. અને મળેલાં તે સાધનોથી થતા સુખ અને દુઃખમાં સુખબુદ્ધિ અને દુઃખબુદ્ધિ તે રતિ-અતિ મોહનીયકર્મનો વિષય છે. સાનુકૂળતા અને પ્રતિકૂળતામાં પણ ચિત્તની જે અન્યથાવૃત્તિ છે તે રતિ-અરતિમોહનીયનો વિષય છે. જેમ કે ૩૪ અતિશયાદિ સુખસમૃદ્ધિમાં વર્તતા તીર્થંકરભગવન્તો રતિ વિનાના છે. અને પ્રતિકૂળતામાં વર્તતા બંધકમુનિના શિષ્યો તથા ગજસુકુમાલ મુનિ આદિ અરતિ વિનાના છે. ઈત્યાદિ. (જુઓ કમ્મપયડિ, બંધનકરણ ગાથા-૧ પૂ. ઉપાધ્યાયજીકૃત ટીકા). ૧. અન્યથાવૃત્તિ એટલે ચિત્તનું ઉલટું હોવાપણું, દુ:ખકાલે પણ મનમાં દુઃખનો અભાવ અને સુખકાલે પણ અનાસક્તિ. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦ર પ્રથમ કર્મગ્રંથ - જે કર્મના ઉદયથી જીવ પ્રિયના વિરહાદિ નિમિત્તોથી અથવા પૂર્વાવસ્થામાં પ્રાપ્ત દુઃખના સ્મરણથી આકંદન કરે, રડે, ભૂમિ ઉપર આળોટે, છાતી કુટે, માથું પછાડે, દીર્ઘ નિઃસાસા નાખે, આપઘાત કરવા તરફ પ્રેરાય તે શોકમોહનીય કર્મ. જે કર્મના ઉદયથી સામે નિમિત્તો મળવાથી, અથવા બાહ્ય નિમિત્ત વિના પણ પૂર્વે જોયેલાં દૃશ્યોના સ્મરણથી જીવ ભય પામે તે ભયમોહનીયકર્મ કહેવાય છે. ભયો સાત પ્રકારના હોય છે. • (૧) મનુષ્યને રાજા, પોલીસ, કે શત્રુ આદિ અન્ય મનુષ્ય તરફથી જે ભય તે ઈહલોકભય. (૨) મનુષ્યને પશુ-પક્ષી-કે દેવો તરફથી જે ભય તે પરલોકભય. (૩) પોતાનું ધન ચોરાઈ જશે, કોઈ લુંટી જશે, એવો ભય તે આદાનભય. (૪) વિજળી, પાણીનું પૂર, આગ કે ઘર પડવાના જે ભયો તે અકસ્માભય. (૫) આજીવિકા બરોબર મળશે કે નહીં તેનો ભય તે આજીવિકાભય. (૬) મૃત્યુનો ભય તે મરણભય. (૭) જગતમાં અપયશ-અપકીર્તિ ફેલાવાનો જે ભય તે અપયશભય. જે કર્મના ઉદયથી તુચ્છ વસ્તુ ઉપર પણ સનિમિત્તક કે અનિમિત્તક ધૃણા-તિરસ્કાર આવે તે જુગુપ્સા મોહનીયકર્મ.૪ આ હાસ્યાદિષટ્રક તથા હવે જણાવાતા ત્રણ વેદો એમ નવને નવ નોકષાય કહેવાય છે. કારણ કે આ નવે દેખીતી રીતે કષાય નથી. પરંતુ હાસ્યાદિ કરવાથી અરસપરસ કાલાન્તરે કષાયો થાય છે. તેથી તેઓને નોકષાય કહેલા છે. નોકષાય એટલે કે કષાયોને લાવનાર, કષાયોને મદદ કરનાર, કષાયોને પ્રેરણા કરનાર, કષાયોને સહાયક, એવો અર્થ જાણવો. જેમ એક ચોર ચોરી કરતો હોય અને બીજો ચોર બહાર ખબર રાખવા રૂપે તેને મદદ કરતો હોય તો તે બીજો ચોર મુદામાલ વિનાનો હોવાથી Page #138 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૧૦૩ સાક્ષાત્ ચોર નથી તથાપિ તે પ્રથમ ચોરને સહાયક હોવાથી ચોર જ ગણાય છે. તેમ અહીં નોકષાયનવક ૧૬ કષાયને મદદગાર છે એમ જાણવું. ૨૧. હવે ત્રણ વેદોનું સ્વરૂપ સમજાવે છે - पुरिसित्थि-तदुभयं पइ, अहिलासो जव्यसा हवइ सो उ । થી-નર-નપુરો , jપુમ-ત-નારલાહો ારા (પુરુષ-સ્ત્રી-ત૬માં, પ્રત્યfમનાવો ત્વાન્ ભવતિ સતુ. સ્ત્રી-નર-નપુંસવેરોય, jપુતૃણન રદ્વારમ:) શબ્દાર્થ-રિસ–પુરુષપ્રત્યે, સ્થિ = સ્ત્રી પ્રત્યે, તમર્થ = સ્ત્રીપુરુષ એમ બશે, પરૂ = પ્રત્યે, દત્તાતો = ભોગની જે અભિલાષા, વ્યસા=જે કર્મના વશથી, દવ થાય છે. તો તે કર્મ, વળી, થીનરનપુડો =અનુક્રમે સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદનો ઉદય કહેવાય છે, પુમ =બકરીઓની લીંડીનો અગ્નિ, તU–ઘાસનો અગ્નિ, અને નવી=નગરના અગ્નિની, સમો તુલ્ય (આ વેદ) છે. ગાથાર્થ - જે કર્મના ઉદયના વશથી આ જીવને પુરુષ પ્રત્યે, સ્ત્રી પ્રત્યે, અને ઉભય પ્રત્યે ભોગ ભોગવવાની અભિલાષા થાય છે તે અનુક્રમે સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ કહેવાય છે. અને તે ત્રણે વેદો અનુક્રમે બકરીની લીંડીના અગ્નિતુલ્ય, ઘાસના અગ્નિની તુલ્ય, અને નગરના અગ્નિની તુલ્ય છે. ૨૨. વિવેચનઃ- જે કર્મના ઉદયથી જીવને પુરુષના શરીર સાથે ભોગ ભોગવવાની અભિલાષા થાય તે સ્ત્રીવેદ કહેવાય છે. આ વેદ છાણાના અગ્નિતુલ્ય એટલે કે બકરીની લીંડીઓનો જે અગ્નિ છે તેની તુલ્ય હોય છે. છાણાનો અને લીંડીઓનો અગ્નિ મોડો સળગે છે. પરંતુ સળગ્યા પછી તેનો તાપ વધે છે. જલ્દી શાન્ત થતો નથી. અગ્નિના ભાઠાને ઊંચો-નીચો કરવાથી આગ અને તાપ વધે છે. તેમ સ્ત્રીના જીવને પુરુષ પ્રત્યેની Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પ્રથમ કર્મગ્રંથ ભોગની અભિલાષા પુરુષની જેમ જલ્દી થતી નથી. પરંતુ મોડી થાય છે. પુરુષના શરીરનો સ્પર્શ થવાથી તે અભિલાષા એકદમ વધે છે. જલદી તૃપ્ત થતી નથી. જે કર્મના ઉદયથી સ્ત્રી પ્રત્યે ભોગની અભિલાષા થાય તે પુરુષવેદ કહેવાય છે. તે વેદ તૃણના અગ્નિતુલ્ય છે. જેમ તૃણ જલદી સળગે છે અને જલદી બુઝાય છે. તેમ પુરુષનો જીવ સ્ત્રીના શરીરને જોતાં જ, અથવા સ્પર્શ કરતાં જ ભોગની અભિલાષાવાળો બને છે. અને ભોગ ભોગવતાં તુરત જ અભિલાષા શાન્ત થઈ જાય છે તેથી આ વેદ તૃણના અગ્નિતુલ્ય છે. જે કર્મના ઉદયથી જીવને સ્ત્રી-પુરુષ એમ ઉભય પ્રત્યે ભોગની અભિલાષા થાય તે નપુંસકવેદ સમજવો. આ વેદ નગરના અગ્નિસમાન છે. જેમ નગરમાં લાગેલી મોટી આગ કેમે કરીને બુઝાતી નથી. તેમ આ અભિલાષા કોઈ ઉપાયોથી જલદી તૃપ્ત થતી નથી. માટે નગરદાતુલ્ય છે. આ પ્રમાણે ૩ દર્શનમોહનીય, ૧૬ કષાયમોહનીય, ૬ હાસ્યષક અને ૩ વેદ એમ ૨૮ પ્રકારે મોહનીયકર્મ સમજાવ્યું. ૨૨. હવે આયુષ્યકર્મ સમજાવે છે - સુર-નર-તિરિયા, કિરિ નામ વિત્ત છે बायाल-तिनवइविहं, तिउत्तरसयं च सत्तट्ठी ॥२३ ॥ (સુર-નર-તિર્થ-નવયુદ્ધવિશં નામ ત્રિસમસ્T. द्विचत्वारिंशत्-त्रिनवतिविधं-त्र्युत्तरशतं च सप्तषष्टिः) શબ્દાર્થ : સુર: = દેવનું, નર: = મનુષ્યનું, તિરિ = તિર્યંચનું, અનેનરય = નરકનું, આ= આયુષ્ય, ડર = બેડી સરખું છે, નામ્ = નામકર્મ, વિત્તિમં = ચિત્રકાર સરખું છે, વાયાત = બેંતાલીસ, તિવવિ૬ = ત્રાણું, તિરસથું = એકસો ત્રણ, અને સત્ત= સડસઠ ભેદો છે. - Page #140 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૧૦પ ગાથાર્થ - દેવ-મનુષ્ય-તિર્યંચ અને નરકના ભવ સંબંધી આયુષ્ય કર્મ ચાર પ્રકારે છે. અને તે બેડી સરખું છે. નામકર્મ ચિતારા જેવું છે. અને તેના ૪૨-૯૩-૧૦૩-અને ૬૭ એમ ચાર પ્રકારે ભેદો છે. ૨૩. વિવેચન :- જે કર્મના ઉદયથી જીવ પોતાના નિયતભવમાં જીવી શકે. અને જ્યારે તે કર્મ પૂર્ણ થાય ત્યારે નિયમો મૃત્યુ જ પામે. એવું જે કર્મ તે આયુષ્યકર્મ છે. આ આયુષ્યકર્મ પગમાં નંખાયેલી બેડી સરખું છે. જેમ બેડીથી જકડાયેલો મનુષ્ય પોતાની નિયતમુદત સુધી તે બેડીમાંથી છટકી શકતો નથી. તેમ આયુષ્યકર્મ રૂપી બેડીથી બંધાયેલો મનુષ્ય તે તે ભવનું આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી તે તે ભવમાંથી નીકળી શકતો નથી. એટલે ભવમાં જીવાડનાર, ભવમાં પકડી રાખનાર આ કર્મ છે. આ આયુષ્ય કર્મ બે પ્રકારનું બંધાય છે. (૧) અપવર્તનીયકાળની અપેક્ષાએ ન્યૂન થઈ શકે તેવું, અને (૨) અનપવર્તનીયકાળની અપેક્ષાએ ન્યૂન ન થાય તેવું. એટલે કે જેમ લાંબા કાળ સુધી બળી શકે એવું ૧૦૦ ફુટ લાંબુ દોરડું ગુંચળું વાળી ભઠ્ઠામાં નાખવામાં આવે તો પાંચ મિનિટમાં પણ બની શકે છે. બન્નેમાં બળવાની ક્રિયા સરખી જ થાય છે. ફક્ત લાંબું રાખવામાં આવે ત્યારે દીર્ઘકાળ થાય છે અને ગુંચળું વાળવામાં આવે ત્યારે અલ્પકાળ થાય છે. તેની જેમ ચિંતા આઘાત-અપમાન આદિ આંતરકારણોથી, અને વિષ-શસ્ત્રઅધિકાહાર-પાણી આદિ બાહ્યકારણોથી લાંબાકાળ સુધી ભોગવવા યોગ્ય કર્મ અલ્પકાળમાં જ ભોગવાઈ જાય તે અપવર્તનીય આયુષ્ય કહેવાય છે. અને જે આયુષ્ય જેટલા કાળનું હોય તેટલા જ કાળમાં ભોગવાય પરંતુ કાળની અપેક્ષાએ ન્યૂન ન થાય તે અનપવર્તનીય આયુષ્ય કહેવાય છે. આ બન્ને પ્રકારનું આયુષ્યકર્મ પ્રદેશોની અપેક્ષાએ તો પુરેપુરું તે તે ભવોમાં ભોગવવું જ પડે છે. પ્રદેશો જરા પણ ઓછા થતા નથી. ફક્ત પ્રદેશોને ભોગવવાના કાળમાં બાહ્ય-અભ્યત્તર નિમિત્તોથી ન્યૂનતા આવે છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ પ્રથમ કર્મગ્રંથ આ સિદ્ધાંત ઉપરથી એ ફલિત થાય છે કે પચીસ વર્ષ જેવી નાની ઉંમર અને યુવાવસ્થાવાળો પુરુષ પણ જો અકસ્માતમાં મૃત્યુ પામે તો તેનું બાકીનું મનુષ્યભવનું સર્વ આયુષ્ય દોરડાના ગુંચળાની જેમ ગુંચળું વળી મૃત્યુ પામતાં પહેલાં સંપૂર્ણ ભોગવાઈ જ જાય છે. તુટતું નથી, બાકી રહેતું નથી, કે પરભવમાં સાથે લઈને જતો નથી. ફક્ત વ્યવહાર દૃષ્ટિવાળા જીવોને આશ્રયી જેટલા વર્ષ જીવવાનો હતો તેટલા વર્ષ ન જીવ્યો એટલે આયુષ્ય તુટી ગયું કહેવાય છે. વળી આવી રીતે મૃત્યુ પામેલા જીવો “અવગતિએ ગયા” એમ જે કહેવાય છે તે પણ ઉચિત નથી કારણકે અવગતિ નામની કોઈ ગતિ નથી. મૃત્યુ પામ્યા પછી સામાન્યથી ત્રણ સમયમાં તો પરભવમાં ત્રસનાડીમાં ગમે તેટલું સ્થાન દૂર હોય તો પણ જીવ ઉત્પન્ન થાય જ છે. અધવચમાં ક્યાંય રોકાતો જ નથી. માટે મૃત્યુ પામ્યા પછી પરભવમાં પહોંચી જ જાય છે. પરંતુ પરભવમાં તે જીવ વ્યંતર જેવા દેવોમાં ગયો હોય, ઉત્પન્ન થયા પછી અવધિજ્ઞાનનો કદાચ ઉપયોગ મૂકે અને તેનાથી પોતાનું ગયા ભવનું અકાળ અવસાન દેખે તો તે ગયા ભવના સ્ત્રી-પુત્ર આદિ પરિવાર ઉપરના મોહને લીધે દેવાવસ્થા રૂપે આ ઘરે આવી પણ શકે. અને સ્નેહીઓને દર્શન પણ આપે, ઈચ્છાઓ પણ પૂરે, કોઈના શરીરમાં પ્રવેશ પણ કરે. તે પણ દેવભવ સંબંધી ઉત્તરવૈક્રિય સાથે મોહથી પ્રવેશ કરે. ઈત્યાદિ યથાયોગ્ય સમજવું. - દેવતા-નારકી-યુગલિક તિર્યંચ-મનુષ્યો, તે જ ભવે મોક્ષે જનારા જીવો તથા ત્રેસઠશલાકાપુરુષોનું (૨૪ તીર્થંકર પરમાત્મા, ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ અને ૯ બળદેવ એમ ૬૩ પુરુષોનું) આયુષ્ય અનપવર્તનીય હોય છે. બાકીના તિર્યંચ-મનુષ્યોનું આયુષ્ય અપવર્તનીય પણ હોય છે અને અનપવર્તનીય પણ હોય છે. (જુઓ તત્ત્વાર્થ સૂત્ર. ૨-૫૨) તે આયુષ્યકર્મના ચાર ભેદ છે. સુરાયુ, નરાયું, તિર્યંચાયુ અને નરકાય, પોતાના શરીરની સ્વાભાવિક કાન્તિ વડે જે શોભે-દીપે તે સુર કહેવાય છે. અર્થાત્ દેવ કહેવાય છે. તે ભવમાં જીવાડનારૂં જે આયુષ્ય તે Page #142 -------------------------------------------------------------------------- ________________ ? કર્મવિપાક સુરાયુષ્ય, દેવાવસ્થામાં પ્રાયઃ શારીરિક અને માનસિક સુખ છે કારણ દેવવૈભવ ઘણો છે. પરંતુ પરિગ્રહસંજ્ઞા અને લોભસંજ્ઞા દેવભવમાં વધારે હોવાથી ઈર્ષ્યા-પરસ્ત્રી અને પરધનનું અપહરણ, લડાઈ, સ્પર્ધા, ઈન્દ્રની આજ્ઞાની પરવશતા આદિ દુઃખો પણ છે. છતાં બાહ્યસંપત્તિની અપેક્ષાએ દેવભવમાં સુખ કહેવાય છે. અને નરક ભવમાં વધારે દુ:ખ છે. તીવ્ર પુણ્ય અને તીવ્ર પાપના ફળને ભોગવવાનું સ્થાન તે જ દેવ અને નરક છે. નાકી નીચે છે અને દેવોનાં સ્થાનો કેટલાંક નીચે અને કેટલાંક ઉપર છે. નરાયુ એટલે મનુષ્યનું આયુષ્ય. જે વસ્તુસ્થિતિને યથાર્થ સમજી શકે તે નર, તે ભવમાં જીવાડનારૂં જે કર્મ તે નરાયુષ્ય. તિર્યંચાયુ = તિર્છા ચાલે તે તિર્યંચ. અહીં તિર્ધ્યાનો અર્થ વાંકા ચાલે એવો ન કરવો, પરંતુ તિÁ એટલે વિવેક વિનાના, ગમે ત્યાં મળમૂત્ર કરે, ગમે ત્યાં મોઢું નાખે, ગમે તેવી ભૂમિ ઉપર આળોટે ઈત્યાદિ. વિવેકરહિત પ્રકૃતિવાળા તે તિર્યંચો કહેવાય છે. પશુ-પક્ષી જળચ૨ આદિ જીવો તથા ચઉરિન્દ્રિય સુધીના જીવો પણ આમાં ગણાય છે. નરકાયુ જે અતિશય પાપ કરનારા નર મનુષ્યોને તથા તિર્યંચોને દુ:ખ ભોગવવા માટે જાણે બોલાવતા હોય તે નરક. આ અતિશય દુઃખનું ક્ષેત્ર છે. ૧૦૭ * = પ્રશ્ન - મનુષ્ય-તિર્યંચો પ્રત્યક્ષ દેખાય છે એટલે છે એમ સમજાય છે. પરંતુ દેવ-નારકી દેખાતા નથી તો હશે એમ કેમ મનાય ? ઉત્તર મનુષ્ય-તિર્યંચના ભવમાં પુણ્ય અને પાપના ફળની માત્રા પરિમિત છે. કોઈ મનુષ્ય ગમે તેટલાં ખૂન કરે પરંતુ તેને ફાંસીથી આગળ સજા આ ભવમાં શક્ય નથી, માટે વધારે પાપ કરનારને વધારે ફળ ભોગવવા માટેનું કોઈ સ્થાન હોવું જોઈએ, તે જ નારક. તેવી જ રીતે ગમે તેવો ઉપકાર કરનારને રાજ્ય પ્રાપ્તિથી વધારે માનવભવમાં સુખ નથી. માટે વધુ સુખ ભોગવવાનું જે સ્થાન તે સ્વર્ગ. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પ્રથમ કર્મગ્રંથ • વળી દેખાય એ જ પ્રમાણ મનાય અને ન દેખાય તે જો ન હોય તો આપણા-ત્રણ-ચાર પેઢી ઉપરના વડીલોને આપણે કોઈએ જોયા નથી. તેથી આપણે “તેઓ પણ ન હતા” એમ જ માનવું રહ્યું પરંતુ એ જેમ નથી મનાતું. જોયા નથી તો પણ જીવંત વડીલોના કથનથી અતીત વડીલોને ન જોયા હોવા છતાં સ્વીકારીએ છીએ. તેમ સર્વજ્ઞમહાત્માઓના વચનથી આપણને ન દેખાય તો પણ દેવ-નારકી છે એમ સ્વીકારવું જોઈએ. આ પ્રમાણે આયુષ્યકર્મ સમજાવી હવે નામકર્મ સમજાવે છે. તેના-૪૨-૯૩-૧૦૩-૬૭ એમ ચાર પ્રકારે ભેદો થાય છે. જે આગળ ગાથાઓમાં સમજાવાય જ છે. આ કર્મ ચિતારા જેવું છે. જેમ ચિતારો રંગ-બેરંગી ચિત્રો ચિત્ર છે. કોઈ એક ચિત્ર બીજા ચિત્રની સાથે મળતું ન જ આવે તે રીતે ચિત્રી જાણે છે. તે જ રીતે આ નામકર્મ પણ માણસે માણસે, અને પશુએ પશુએ જુદા જુદા આકારો ચિત્રી જાણે છે. તેથી જ લાખો માનવીઓનાં પણ મોઢાં જુદાં જુદાં જ દેખાય છે. કોઈ પણ માણસ લાખો માનવામાં પણ પોતાના માણસને મોઢાના આકાર ઉપરથી ઓળખી શકે છે. માટે આ નામકર્મ ચિતારા જેવું છે. ૨૩. હવે તે નામકર્મના પ્રથમ ૪ર ભેદ સમજાવે છે. -ના-તણુ-, વંથ-સંપાય સંયUTI સંd-avor-ib--છાપ-પુષ્ય-વિધાર્ડ રજા (તિ-જ્ઞાતિ-તન-૩પનિ -વંદન-પાતનાનિ સંદરનાનિં. સંસ્થાન-વ-પ-રસ- -ભાનુપૂર્વી- વિત:) શબ્દાર્થ:- = ગતિ, નાડું = જાતિ, તy = શરીર, વંn = અંગોપાંગ, વંધr = બંધન, સંધાયાણિ = સંઘાતન, સંધયણ = સંઘયણ, સંતાન = સંસ્થાન, વM = વર્ણ, ગંધ = ગંધ, રસ = રસ, પાસ = સ્પર્શ, અજુપુષ્યિ = આનુપૂર્વી, વિસા = વિહાયોગતિ. Page #144 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૧૦૯ ગાથાર્થ - (૧) ગતિ, (૨) જાતિ, (૩) શરીર, (૪) ઉપાંગ, (૫) બંધન, (૬) સંઘાતન, (૭) સંઘયણ, (૮) સંસ્થાન, (૯) વર્ણ, (૧૦) ગંધ, (૧૧) રસ, (૧૨) સ્પર્શ, (૧૩) આનુપૂર્વી, (૧૪) વિહાયોગતિ એમ કુલ ૧૪ પિંડ પ્રકૃતિઓ જાણવી. ૨૪. વિવેચન :- દેવ-નરક-તિર્યંચ અને મનુષ્ય આદિ તે તે પર્યાયોને ભોગવવા માટે આત્માઓને જે નમાવે, દબાવે તે નામકર્મ. આયુષ્યકર્મના આધારે જ નામકર્મ ઉદયમાં આવે છે. આત્મા પાસે નામકર્મની બધી જ પ્રકૃતિઓ બાંધેલી સ્ટોકમાં હોવા છતાં પણ તે જ ગતિ- જાતિ-શરીર ઉદયમાં આવે છે કે જે ભવનું આયુષ્યકર્મ ઉદયમાં આવ્યું હોય. બાકીની ગતિજાતિ-શરીર આદિ નામકર્મની પ્રકૃતિઓ ઉદિતકર્મમાં સંક્રમીને પ્રદેશોદયથી ભોગવાય છે. પરંતુ રસોદયથી તે કાળે ઉદયમાં આવતી નથી. તે નામકર્મના પ્રથમ ૪ર ભેદ છે. (૧૪) પિંડપ્રકૃતિ, (૮) પ્રત્યેક પ્રકૃતિ, (૧૦) ત્રસદશક, અને (૧૦) સ્થાવરદશક. એમ ૧૪+૮+૧+૧૦ = મળીને કુલ ૪૨ પ્રકૃતિઓ થાય છે. જેના બે-ત્રણ-ચાર-પાંચ-છ ઈત્યાદિ પેટાભેદો હોય, એટલેકે જે ઘણા પેટાભેદોનો પિંડ બન્યો હોય તેવી પ્રવૃતિઓને પિંડ પ્રકૃતિ કહેવાય છે. તેના ૧૪ ભેદો છે. તે આ પ્રમાણે - (૧) ગતિનામકર્મ = જે કર્મના ઉદયથી જીવને દેવ-નારક આદિ અવસ્થા પ્રાપ્ત થાય. દેવ-નરક આદિ પર્યાય અનુભવવા તરફ ગમન થવું. તે ગતિનામકર્મ, (અહીં અમ્ ધાતુ પ્રાપ્તિ અર્થમાં છે.) (૨) જાતિનામકર્મ = એકેન્દ્રિય-બેઈન્દ્રિય-તે ઇન્દ્રિય આદિ જાતિની પ્રાપ્તિ તે જાતિનામકર્મ કહેવાય છે.' ૧. જો કે ઈન્દ્રિયોની પ્રાપ્તિ થવી તે જાતિનામકર્મ નથી. કારણકે દ્રવ્યેન્દ્રિયો પુદ્ગલોની બનેલી હોવાથી અંગોપાંગનામકર્મ અને પર્યાપ્ત નામકર્મથી પ્રાપ્ત થાય છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ પ્રથમ કર્મગ્રંથ (૩) શરીરનામકર્મ = જે નાશ પામે, નાશ પામવાને યોગ્ય હોય, શડન, પડન અને વિધ્વંસનને યોગ્ય હોય તે શરીર કહેવાય છે. તે ઔદારિકાદિ પાંચ છે. તેની પ્રાપ્તિ જેનાથી થાય તે શરીરનામકર્મ. ભાવેન્દ્રિયો આત્માનો જ્ઞાન ગુણ હોવાથી જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી જ મળે છે. માટે ઈન્દ્રિયોની પ્રાપ્તિ માટે આ જાતિનામકર્મ માનવું તે ઉચિત નથી. પરંતુ “આ પણ એકેન્દ્રિય, આ પણ એકેન્દ્રિય, આ પણ એકેન્દ્રિય” ઈત્યાદિ જે સમાનવ્યવહાર થાય છે. તે સમાન શબ્દવ્યવહારની પ્રવૃત્તિમાં કારણભૂત જાતિનામકર્મ છે. જેમ સોના-રૂપા-ત્રાંબા અને માટી આદિના અનેકવિધ ઘડાઓમાં “આ ઘટ છે. આ ઘટ છે.” ઈત્યાદિ સમાનવ્યવહારના કારણે ન્યાયશાસ્ત્રોમાં ઘટવજાતિ માનવામાં આવે છે. તેમ આ પણ સમાનપણે થતા શબ્દના વ્યવહારની પ્રવૃત્તિનું જે નિમિત્તકારણ છે. તે જ જાતિ નામકર્મ છે. કદાચ અહીં કોઈ એવી શંકા કરે કે આવા પ્રકારનો સમાનપણે વ્યવહાર તો ઘણા સ્થળોએ થાય છે. જેમ કે “ આ ઈન્દ્ર છે. આ ઇન્દ્ર છે.” “આ દેવદત્ત છે. આ પણ દેવદત્ત છે.” ઈત્યાદિ ઘણા સમાન વ્યવહાર થતા હોવાથી ઘણી જાતિઓ થઈ જશે, તથા “આ પણ દેવ છે. આ પણ દેવ છે. આ નારકી છે. આ પણ નારકી છે.” ઇત્યાદિમાં દેવ-નારકી આદિપણે સમાન વ્યવહાર થાય છે તો ત્યાં પણ ચારગતિને બદલે ચાર જાતિ જ માનવી પડશે. તેમ માનવાથી શાસ્ત્ર વ્યવહારને બાધા આવશે. તેનો ઉત્તર એ છે કે ખરેખર “સમાન શબ્દવ્યવહારનું કારણ પણ જાતિ નથી, પરંતુ “સમાન ચૈતન્યની પ્રાપ્તિનું કારણ” જાતિ છે. સમાન ચૈતન્ય મળવાથી સમાન શબ્દવ્યવહાર થાય છે. ગમે તેટલા જ્ઞાની આત્માઓ પણ એકેન્દ્રિયમાં જાય ત્યારે એકેન્દ્રિયના ભવને યોગ્ય ચૈતન્યવાળા જ બની જાય છે. અને ગમે તેવો એકેન્દ્રિય જીવ પણ મરીને પંચેન્દ્રિયમાં આવે ત્યારે પંચેન્દ્રિયને યોગ્ય ચૈતન્યવાળો બને જ છે, માટે જાતિનામકર્મના ઉદયથી હીનાધિક ચૈતન્ય મળે છે અને હીનાધિક ચૈતન્યથી સમાન શબ્દવ્યવહાર થાય છે. તેથી જાતિનામકર્મ એ સમાનશબ્દવ્યવહારનું સીધું કારણ નથી. પરંતુ હીનાધિક ચૈતન્યનું સીધું કારણ બન્યું છતું સમાન શબ્દવ્યવહારનું કારણ બને છે માટે કારણનું કારણ હોવાથી એટલે કે પરંપરા-કારણ હોવાથી જાતિનામકર્મને પણ સમાન શબ્દવ્યવહારનું કારણ કહેવાય છે. આ રીતે જાતિનામકર્મથી ઇન્દ્રિયો પ્રાપ્ત થતી નથી. પરંતુ સમાનચૈતન્ય અને તેનાથી સમાનશબ્દ વ્યવહાર પ્રાપ્ત થાય છે. છતાં પ્રથમકર્મગ્રંથના અભ્યાસકાળને ધ્યાનમાં લઈને બાલજીવોના પ્રવેશ માટે ચૂલવ્યવહારથી આમ સમજાવાય છે. (જુઓ કમ્મપયડ, બંધનકરણ ગાથા-૧ પૂ. ઉપાધ્યાયજી કૃત ટીકા) Page #146 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૧૧૧ - (૪) અંગોપાંગનામકર્મ = શરીરરૂપે રચાયેલા પુદ્ગલોમાં અંગપ્રતિસંગ રૂપે જે રચના થાય તે અંગોપાંગ, તેના ઔદારિકાદિ ત્રણ ભેદો છે. તેની પ્રાપ્તિ જેનાથી થાય તે અંગોપાંગનામકર્મ. (૫) બંધનનામકર્મ = દારિકાદિ શરીર રૂપે રચેલાં પુદ્ગલોનો અને પ્રતિસમયે નવાં નવાં ગ્રહણ કરાતાં ઔદારિકાદિ પુદ્ગલોનો પરસ્પર સંબંધ જે કર્મ કરી આપે તે બંધનનામકર્મ. (૬) સંઘાતનનામકર્મ = ઔદારિક આદિ શરીરોની રચના કરવા માટે તેને યોગ્ય પુદ્ગલોનો જથ્થો એકઠો કરી આપનારૂં જે કર્મ તે સંઘાતનનામકર્મ. પ્રશ્ન - આ કાર્ય તો શરીર નામકર્મથી જ થઈ શકે તેમ છે. કારણ કે શરીરનામકર્મ જ શરીરને યોગ્ય પુગલો ગ્રહણ કરાવે છે. તેથી સંઘાતનનામકર્મની જુદી આવશ્યકતા જ ક્યાં છે ? ઉત્તર - પ્રગ્ન વ્યાજબી છે. “શરીરને યોગ્ય પુગલોનું ગ્રહણ” શરીર નામકર્મથી જ સાધ્ય છે. તેમાં સંઘાતનનામકર્મ માનવાની જરૂર નથી. પરંતુ શરીરને યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ પણ શરીરની રચનાને અનુરૂપ “પરિમિત જ ગ્રહણ” કરવામાં સંઘાતન નામકર્મ કામ કરે છે. તેથી એકવડીયા બાંધાનું કે બેવડીયા બાંધાનું શરીર બનાવવાનું હોય છે તેના માટે તેને યોગ્ય પરિમિત પુદ્ગલગ્રહણ આ સંઘાતન નામકર્મ જન્ય છે. એટલે હીનાધિક પુદ્ગલ ગ્રહણ થતું નથી. તેની પરિમિતતામાં સંઘાતનનામકર્મ આવશ્યક છે. (૭) સંઘયણનામકર્મ = હાડકાંનો બાંધો, હાડકાંની રચના, હાડકાંની મજબૂતાઈ અથવા શિથીલતા તે સંઘયણ કહેવાય છે. જે કર્મના ઉદયથી શરીરમાં હાડકાંની રચના મજબૂત મળે અથવા શિથીલ મળે, તે સંઘયણ નામકર્મ કહેવાય છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૨ પ્રથમ કર્મગ્રંથ (૮) સંસ્થાનનામકર્મ = સંસ્થાન એટલે આકારવિશેષ, જે કર્મના ઉદયથી ઔદારિકદિ શરીરોની રચના અમુક પ્રકારની વ્યવસ્થિત કે અવ્યવસ્થિત થાય "સામુદ્રિકશાસ્ત્રમાં કહ્યા પ્રમાણેના માપવાળાં કે માપ વિનાનાં અંગોની રચના પ્રાપ્ત થાય તે સંસ્થાનનામકર્મ | (૯-૧૦-૧૧-૧૨-વર્ણ-ગંધ-રસ-સ્પર્શ નામકર્મ = જે કર્મના ઉદયથી ઔદારિક આદિ શરીરોમાં કાળા-ધોળા વિગેરે વર્ણોની, સુગંધદુર્ગધ વિગેરે ગંધની, ખાટા-તીખા-મીઠા આદિ રસની, અને કોમળ-કર્કશ આદિ સ્પર્શની પ્રાપ્તિ થાય તે અનુક્રમે વર્ણનામ, ગંધનામ, રસનામ અને સ્પર્શનામકર્મ કહેવાય છે. (૧૩) આનુપૂર્વીનામકર્મ = એકભવથી બીજાભવમાં જતા એવા આ જીવને બળદના નાકમાં નાખેલી દોરીની જેમ આકાશપ્રદેશોની પંક્તિને અનુસારે જે કર્મ વક્રતા કરાવે, જીવને કાટખૂણાવાળા આકાશપ્રદેશોમાં પંક્તિને અનુસાર ઉત્પત્તિ ક્ષેત્ર તરફ વાળે તે આનુપૂર્વી નામકર્મ. (૧૪) વિહાયોગતિનામકર્મ = પગ કે પાંખ દ્વારા ચાલવાની શક્તિ જીવને જે કર્મના ઉદયથી મળે તે વિહાયોગતિનામકર્મ, બળદ, હાથી અને હંસ જેવી ચાલ મળે તે શુભ, અને ઊંટ અને ગધેડા જેવી ચાલ મળે તે અશુભ. . નામકર્મના ૧૪ ભેદોમાં પહેલો ભેદ પણ ગતિ છે અને આ છેલ્લો ભેદ પણ ગતિ છે. આ બન્ને એક ન થઇ જાય તેટલા માટે ભિન્ન કરવા સારું આ ચૌદમી પ્રકૃતિમાં ગતિની આગળ વિહાયન્ શબ્દ જોડેલો છે. વિહાયસ્ નો અર્થ આકાશ થાય છે. આકાશમાં અર્થાત્ ખુલ્લી જગ્યામાં પગથી થનારી જે ચાલ તે વિહાયોગતિ કહેવાય છે. ૧. શરીરનું તથા શરીરના એકેક અંગોનું માપ જે શાસ્ત્રોમાં બતાવાયું હોય તે શાસ્ત્રોને “સામુદ્રિક શાસ્ત્ર” કહેવાય છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૧૧૩ આ ગણાવેલી ચૌદે પ્રકૃતિઓના પેટાભેદો થાય છે. કોઇના ૨, કોઈના ૩, કોઇના ૪, ઈત્યાદિ, પરંતુ તે પેટભેદો ગાથા ૨૯ તથા ૩૨ થી ૪ર માં ગ્રંથકારશ્રી પોતે જ બતાવવાના છે. એટલે અમે અહીં વિસ્તાર કરતા નથી. આ પ્રમાણે ઉત્તરભેદોનો પિંડ હોવાથી આ ચૌદને પિંડ પ્રકૃતિઓ કહેવાય છે. ૨૪. હવે પ્રત્યેક પ્રકૃતિ ૮ જણાવે છે - पिंडपयडित्ति चउदस, परघा-ऊसास आयवुजोअं। अगुरुलहु तित्थ निमिणो-वधायमिअ अट्ठ पत्तेआ ॥२५॥ (पिण्डप्रकृतिरिति चतुर्दश, पराघातोच्छवासातपोद्योतम् अगुरुलघु-तीर्थनिर्माणोपघातमित्यष्टौ प्रत्येकाः) શબ્દાર્થ - fપંડપ = પિંડપ્રકૃતિઓ, ત્તિ = ઉપર મુજબ, = કુલ ૧૪ છે, પરધા = પરાઘાત, સાસ = ઉચ્છવાસ, બાયેવ = આતપ, ડબ્બોર્ગ = ઉદ્યોત, અનુકુલહું = અગુરુલઘુ, તિત્વ = તીર્થકર નામકર્મ, નિમિષા = નિર્માણ નામકર્મ, ૩વધાર્થ = ઉપઘાત, રૂગ = આ પ્રમાણે, મઢ= આઠ, જેમા = પ્રત્યેક પ્રકૃતિઓ છે. ગાથાર્થ = ઉપર ગાથામાં કહ્યા મુજબ કુલ ૧૪ પિંડપ્રકૃતિઓ છે. (૧) પરાઘાત, (૨) ઉચ્છવાસ, (૩) આતપ, (૪) ઉદ્યોત, (૫) અગુરુલઘુ, (૬) તીર્થંકરનામ, (૭) નિર્માણ, (૮) ઉપઘાત એમ ૮ પ્રત્યેક પ્રકૃતિઓ છે. ૨૫. વિવેચન = ઉપરોક્ત ૨૪મી ગાથામાં જણાવેલી ગતિ-જાતિશરીર વિગેરે કુલ ૧૪ પિંડપ્રકૃતિઓ છે. કારણકે તે દરેકમાં બે-ત્રણ-ચાર પેટભેદોનો પિંડ છે. જે પેટભેદો આગળ કહેવાશે. પ્રત્યેક પ્રકૃતિ એટલે જેના પેટાભેદ ન હોય, માત્ર એકેક જ જે હોય તે પ્રત્યેક પ્રકૃતિ કહેવાય છે. તેવી પ્રત્યેક પ્રવૃતિઓ કુલ ૨૮ છે. તેમાં આઠસ્વતંત્ર છે અને દશ-દશના બે ઝુમખા છે એટલે કે ૮+૧૦+૧૦=એમ ૨૮ છે. આઠ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પ્રથમ કર્મગ્રંથ આ ૨૫મી ગાથામાં કહે છે. પ્રથમની ૧૦ ૨૬મી ગાથામાં કહેવાશે, અને પછીની દશ ૨૭મી ગાથામાં કહેવાશે. તે દસ-દસ સામ-સામી=પ્રતિપક્ષી છે. પરસ્પર વિરોધી છે. પ્રથમની ૧૦ શુભ છે. પાછળની ૧૦ અશુભ છે. સ્વતંત્ર એવી આ આઠ પ્રકૃતિઓના અર્થ જો કે ગાથા ૪૩ થી ૪૭માં આગળ કહેવાશે જ, તો પણ બાળજીવોના પ્રવેશ માટે અલ્પ અર્થ અહીં અપાય છે. વિશેષ અર્થ આગળ ત્યાં આવશે. (૧) પરાઘાતનામકર્મ = જે કર્મના ઉદયથી સામેના બળવાન માણસો પણ દબાઈ જાય, વિરોધી પણ વિરોધ ન કરી શકે તે. (૨) ઉચ્છવાસનામકર્મ = નાકથી કે શેષ અંગોથી સુખે સુખે શ્વાસ લઈ શકાય તે, શ્વાસની તકલીફ ન હોવી. (૩) આતપનામકર્મ = જે સૂર્યના વિમાનમાં પૃથ્વીકાય રત્નો છે. તેને આ કર્મનો ઉદય છે. પોતે અનુષ્ણ હોવા છતાં પોતાનો પ્રકાશ જગતને ઉષ્ણ આપે છે. સૂર્યકાન્ત મણિ વગેરેને પણ આ કર્મ હોય છે. (૪) ઉદ્યોતનામકર્મ = જે પોતે શીતળ હોતે છતે પોતાનો પ્રકાશ જગતને પણ શીતળ આપે છે. આ કર્મનો ઉદય ચંદ્રાદિશેષ જ્યોતિષમાં રહેલા પૃથ્વીકાય આદિ રત્નગત જીવો વગેરેને હોય છે. (૫) અગુરુલઘુનામકર્મ = જે કર્મના ઉદયથી જીવને પોતાનું શરીર - પોતાને ભારે પણ ન લાગે અને હલકું પણ ન લાગે તે. (૬) તીર્થકર નામકર્મ = જે કર્મના ઉદયથી જીવ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી શકે, ત્રણે જગતને પૂજનીક બને છે. (૭) નિર્માણનામકર્મ = અંગ-ઉપાંગોની યથાસ્થાને રચના કરે તે. (૮) ઉપઘાતનામકર્મ = પોતાના શરીરના અંગોથી પોતે જ દુઃખી થાય તેવી વિચિત્ર અંગરચના, રસોળી ખુંધ વિગેરે જે કર્મના ઉદયથી થાય તે. આ જ આઠે પ્રકૃતિઓના વિશેષ અર્થ આગળ આવશે. ૨૫. Page #150 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક હવે પ્રથમ દશકાના નામ કહે છે તલ- આયર-પાત્ત, પજ્ઞેય-થિ' સુખં ત્ર સુમનું વા सुसराइज्जजसं, तसदसगं थावरदसं तु इमं ॥ २६ ॥ (ત્રસ-વાવ-પર્યામ, પ્રત્યે-સ્થિર શુભં ત્ર સુમનં ૬ । सुस्वरादेययशः, त्रसदशकं स्थावरदशकं त्विदम् ) શબ્દાર્થ :- તમ ત્રસ, વાયર = બાદર, પખત્ત = પર્યાપ્ત, જ્ઞેય પ્રત્યેક, થિર = સ્થિર, સુક્ષ્મ શુભ, સુમñ = સૌભાગ્ય, મુત્તર સુસ્વર, આપ્ન આદેય, નસં – યશ, તસવ્સમાં = ત્રસદશક, થાવરÄ= સ્થાવર દશક, તુ = વળી, રૂમં આ પ્રમાણે છે. = = = = = ૧૧૫ ગાથાર્થ :- ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સૌભાગ્ય, સુસ્વર, આદેય અને યશ આ પ્રથમ ત્રસદશક કહેવાય છે. (તેનાથી વિપરીત) સ્થાવરદર્શક આ પ્રમાણે છે- ૨૬. = વિવેચન = આ દશ પ્રકૃતિઓમાં પ્રથમ ત્રસનામકર્મ હોવાથી ત્રસદશક કહેવાય છે. તથા બીજી દશ પ્રકૃતિઓમાં પ્રથમ સ્થાવર નામકર્મ હોવાથી સ્થાવરદશક કહેવાય છે. બન્ને દશ-દશ પરસ્પર વિરોધી છે. ત્રસાદિ ૧૦ શુભ છે કારણકે તેના ઉદયમાં જીવને સુખ થાય છે. અને સ્થાવરાદિ ૧૦ અશુભ છે. કારણકે તેના ઉદયથી જીવને દુઃખ થાય છે. આ ૨૦ પ્રકૃતિઓના અર્થ ૪૮-૪૯-૫૦મી ગાથામાં કહેવાશે. ૨૬. હવે સ્થાવરદશકની ૧૦ પ્રકૃતિઓ જણાવે છે ઃ થાવા-મુહમઅપળ, સાહારળ-અધિર-અસુમ-સુમનાળિ । તુસ્સર-ખાફના નસ-મિત્ર, નામે સેવા વીનં ।। ૨૭ (સ્થાવર-સૂક્ષ્માપર્યાŔ, સાધારળાસ્થિરાજીમતુર્માનિ | दु:स्वरानादेयायश, इति नाम्नि सेतरा विंशति:) શબ્દાર્થ :- થાવર્=સ્થાવર, સુહુમ=સૂક્ષ્મ, અપĒ=અપર્યાપ્ત, સાહારન=સાધારણ, અથિ=અસ્થિર, અશુભ=અશુભ, જુમ=િઢાર્ભાગ્ય, Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ પ્રથમ કર્મગ્રંથ કુસદુઃસ્વર, ખાડા=અનાદેય, અનસં=અયશ, રૂમ=આ પ્રમાણે, નામે = નામકર્મમાં, મેયર = પ્રતિપક્ષી સહિત, વીવીશ છે. ગાથાર્થ - (૧) સ્થાવર, (૨) સૂક્ષ્મ, (૩) અપર્યાપ્ત, (૪) સાધારણ, (૫) અસ્થિર, (૬) અશુભ, (૭) દૈભંગ્ય, (૮) દુઃસ્વર, (૯) અનાદેય, (૧૦) અયશ. એમ નામકર્મમાં પ્રતિપક્ષી સહિત ૨૦ પ્રકૃતિઓ જાણવી. ૨૭. વિવેચન :- ત્રસદશકની બરાબર સામે અશુભ એવી આ સ્થાવરદશક હોવાથી બન્ને મળીને પ્રતિપક્ષી સહિત ૨૦ પ્રકૃતિઓ દશકાની ગણાય છે. આ વીસે પ્રકૃતિઓના અર્થ આગળ ગાથા ૪૮-૪૯-૫૦ માં આવવાના છે. તથા કંઈક સરળ પણ છે. તેથી અહીં લખતા નથી. ૧૪ પિંડપ્રકૃતિઓ. ગતિ આદિ. ગાથા- ૨૪ ૮ પ્રત્યેકપ્રકૃતિઓ પરાઘાત આદિ. ગાથા -૨૫ ૧૦ ત્રસદશક. ત્રસ વિગેરે. ગાથા -૨૬ ૧૦ સ્થાવરદશક. સ્થાવર વિગેરે. ગાથા-૨૭ ૪ર કુલ નામકર્મની બેતાલીસ પ્રવૃતિઓ થાય છે. જો કે નામકર્મના પેટાભેદો ૪૨-૯૩-૧૦૩-૬૭ એમ ચાર પ્રકારે છે. તો પણ તે ચાર આંકમાંથી ૪૨ નો આંક કેવી રીતે છે. તે આ ૨૪થી ૨૭ એમ ચાર ગાથાઓથી જણાવેલ છે. બાકીના ત્રણ આંક પણ આગળ ૩૦મી ગાથામાં સમજાવાશે. બીજા -- ત્રીજા આદિ કર્મગ્રંથોમાં આ પ્રવૃતિઓમાંથી ઘણી ઘણી પ્રકૃતિઓ સાથે-સાથે લેવા-મૂકવાની આવે છે. ૧૪ ગુણસ્થાનકોમાં અને ૬૨ માર્ગણાસ્થાનોમાં કઈ પ્રકૃતિઓ બંધાય ? અને કઈ પ્રકૃતિઓ ન બંધાય ? તે જણાવવા માટે વારંવાર આ પ્રવૃતિઓને ઓછી પણ કરવી પડે છે અને ઉમેરવી પણ પડે છે. વારંવાર આ બધી પ્રવૃતિઓનાં નામો લખવાથી ગ્રંથ પણ ગૌરવવાળો બની જાય, અને અભ્યાસકવર્ગને પણ અરુચિ ઉત્પાદક બની જાય, તે માટે સરળતા સારૂ કેટલીક કેટલીક Page #152 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક પ્રકૃતિઓ સાથે કરીને તેની “ પારિભાષિક સંજ્ઞાઓ” બનાવે છે, જે જે પ્રકૃતિઓ ભેગી કરીને જે જે સંજ્ઞા બનાવી હોય. તે તે સંજ્ઞા માત્ર લખવાથી તે તે પ્રકૃતિઓ લેવા-મૂકવાની સરળતા થાય છે. જેમકે “સ્વર” કહેવાથી ૧ થી ઔ સુધીના ૧૪ સ્વરો સમજી શકાય છે. ૧૪ સ્વરો લખવા પડતા નથી. તથા “વ્યંજન” લખવાથી ૢ થી ૬ સુધીના ૩૩ વ્યંજનો સમજી શકાય છે. ૩૩ લખવા પડતા નથી. તેમ અહીં પણ સરળતા માટે આવી સંજ્ઞાઓ સમજાવે છે. ૨૭. तसचउ-थिरछकं, अथिरछक सुहुमतिग- थावरचउक्कं । सुभगतिगाइविभासा, तयाइसंखाहिं पयडीहिं ॥ २८ ॥ ( ત્રસવતુ- સ્થિરષમસ્થિર- સૂક્ષ્મત્રિ-સ્થાવરવતુમ્ सुभगत्रिकादिविभाषा, तदादिसंख्याभिः प्रकृतिभिः ) ૧૧૭ *** શબ્દાર્થ:- તસવડ ત્રસચતુષ્ક, થિરછા= સ્થિરષટ્ક, થિરછ = અસ્થિરષટ્ક, સુદુમતિ। = સૂક્ષ્મત્રિક, થાવરત્ન = સ્થાવરચતુષ્ક, સુમતિજ્ઞ = સૌભાગ્યત્રિક વિગેરે, વિમાસા = સંજ્ઞાઓ, તયારૂ તે તે તે પ્રકૃતિને આદિમાં ગણીને, સંઘાત્તિ = સંખ્યા વડે, પયડીર્દિ = પ્રકૃતિઓ વડે. ગાથાર્થ:- ત્રસચતુષ્ક, સ્થિરષટ્ક, અસ્થિરષટ્ક, સૂક્ષ્મત્રિક, સ્થાવર ચતુષ્ક, સૌભાગ્યત્રિક વિગેરે સંજ્ઞાઓ તે તે પ્રકૃતિને આદિમાં ગણીને તેટલી સંખ્યાવાળી પ્રકૃતિઓ વડે કરવી. ૨૮, વિવેચનઃ- શાસ્ત્રોની રચના અલ્પાક્ષરી બને, અભ્યાસકવર્ગને સુખપ્રદ બને, તેટલા માટે આવી સંજ્ઞાઓ બનાવવામાં આવી છે. સંજ્ઞા બનાવવમાં પ્રથમ એક પ્રકૃતિ લખાય છે.અને તેની પછી કોઇ પણ સંખ્યાવાચક શબ્દ લખાય છે. તેનાથી તે પ્રકૃતિથી આરંભીને તેટલી સંખ્યાવાળી પ્રકૃતિઓ ૨૪ થી ૨૭ ગાથામાં આવેલા ક્રમ પ્રમાણે આપણે સ્વયં સમજી લેવી. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પ્રથમ કર્મગ્રંથ દા. ત. ત્રણચતુષ્ક = ત્રસથી આરંભીને ચાર-ત્રસ, બાદર, પર્યાપ્ત અને પ્રત્યેક નામકર્મ. આ ચારને ત્રસચતુષ્ક કહેવાય છે. સ્થિરષક = સ્થિર નામકર્મથી આરંભીને છ-સ્થિર, શુભ, સૌભાગ્ય, સુસ્વર, આદેય અને યશ. આ છને સ્થિરષક કહેવાય છે. અસ્થિરષક = અસ્થિરથી આરંભીને છ. અસ્થિર-અશુભદૌર્ભાગ્ય-સ્વર-અનાદેય અને અયશ. આ છ પ્રકૃતિઓને અસ્થિરષક કહેવાય છે. સૂમત્રિક= સૂક્ષ્મથી આરંભીને ત્રણ. સૂક્ષ્મ-અપર્યાપ્ત-સાધારણ આ ત્રણને સૂક્ષ્મત્રિક કહેવાય છે. સ્થાવર ચતુષ્ક= સ્થાવરથી આરંભીને ચાર. સ્થાવર-સૂક્ષ્મઅપર્યાપ્ત અને સાધારણ. આ ચારને સ્થાવર ચતુષ્ક કહેવાય છે. સુભગત્રિક = સૌભાગ્યથી આરંભીને ત્રણ. સૌભાગ્ય, સુસ્વર અને આદેય. આ ત્રણને સૌભાગ્યત્રિક કહેવાય છે. આવી આવી સંજ્ઞાઓ સ્વયં પણ સમજી લેવી. આદિમાં લખેલી પ્રકૃતિથી આરંભ કરવો, અને જે સંખ્યાવાચક શબ્દ જોડેલો હોય તેટલી જ પ્રકૃતિઓ લેવી, જેથી સંજ્ઞાઓ બની જશે. અને ટુંકાણમાં ઘણું સમજાશે. ૨૮. બીજી પણ કેટલીક સંજ્ઞાઓ બતાવે છે ન્નિવ-મગુરુનહુવક, સાફ-ટુ-તિ-ર૩ર-છમિત્રા इअ अन्नावि विभासा, तयाइसंखाहिं पयडीहिं ॥२९॥ (वर्णचतुष्कागुरुलघुचतुष्क,-त्रसादि-द्वि-त्रि-चतुःषट्कमित्यादि । इत्यन्या अपि विभाषाः, तदादिसंख्याभिः प्रकृतिभिः) શબ્દાર્થ - વવ વર્ણચતુષ્ક, મ હુવડ-અગુરુલઘુ ચતુષ્ક, તલા ત્રણ વિગેરે, ટુ-તિ-ર૩ઋદ્ધિક-ત્રિક-ચતુષ્ક, છલકા =ષક - - - Page #154 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક વિગેરે, રૂ=આ પ્રમાણે, વિ=બીજી પણ, વિમા=સંજ્ઞાઓ, તથાસંતે આદિ પ્રકૃતિઓની સંખ્યા વડે, પચવીરિં=પ્રકૃતિઓ દ્વારા. ગાથાર્થ :- વર્ણ ચતુષ્ક, અગુરુલઘુચતુષ્ક, ત્રસાદિ હિક, ત્રિક, ચતુષ્ક, અને ષક વિગેરે આ પ્રમાણે બીજી સંજ્ઞાઓ પણ તે તે કર્મને આદિમાં મૂકીને તેટલી સંખ્યા વાળી પ્રકૃતિઓ વડે કરવી. ૨૯. વિવેચન :- ઉપરની ગાથામાં સમજાવ્યું તે જ પ્રમાણે વર્ણચતુષ્ક વિગેરે સંજ્ઞાઓ કહેલા કર્મને આદિમાં ગણીને સમજી લેવી. જેમ કેવર્ણચતુષ્ક-વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ. અગુરુલઘુચતુષ્ક = અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત અને ઉચ્છવાસ, આ સંજ્ઞામાં કહેલી ૪ પ્રકૃતિઓ ૨૫મી ગાથામાં કહેલા ક્રમ પ્રમાણે નથી. તેમાં પૂર્વાચાર્યોની આવા પ્રકારની રૂઢિ કારણ છે. જો કે ક્રમને અનુસારે અગુરુલઘુ, તીર્થકર, નિર્માણ, અને ઉપઘાત એમ જ ચાર આવવી જોઈએ, પરંતુ પૂર્વાચાર્યો “અગુરુલઘુચતુષ્ક”માં ઉપરોક્ત ગણતા આવ્યા છે. માટે તે જ લેવી. ત્રસદ્ધિક – ત્રસ અને સ્થાવર. ત્રસત્રિક - ત્રસ-બાદર-અને પર્યાપ્ત. ત્રણચતુષ્ક – ત્રસ-બાદર-પર્યાપ્ત-અને પ્રત્યેક. ત્રસષક - ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ. આ વિગેરે બીજી સંજ્ઞાઓ પણ ગાથામાં ન લખી હોય તો પણ તે તે પ્રકૃતિને આદિમાં ગણીને સ્વયં સમજી લેવી. જ્યાનર્વિત્રિક – થીણદ્વિત્રિક. આ સંજ્ઞા પણ અગુરુલઘુચતુષ્કની જેમ રૂઢ છે. પરંતુ ગાથાના ક્રમ પ્રમાણે નથી. નિદ્રાનિદ્રા, પ્રચલામચલા અને ત્યાનધિને થીણદ્વિત્રિક કહેવાય છે. જેમાં ગાથા ૧૧ - ૧૨ માં કહેલો ક્રમ જળવાતો નથી. છતાં પણ પૂર્વાચાર્યોની રૂઢિથી આ સંજ્ઞા Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ પ્રથમ કર્મગ્રંથ ચાલી આવે છે. આ પ્રમાણે અગુરુલઘુચતુષ્ક અને થીણદ્ઘિત્રિક આ બે સંજ્ઞાઓ રૂઢિવશથી જાણવી. અને બાકીની સંજ્ઞાઓ ગાથામાં કહેલા ક્રમપ્રમાણે જે પ્રકૃતિ કહેલી હોય ત્યાંથી તેટલી સંખ્યાવાળી કર્મપ્રકૃતિઓની તે તે સંજ્ઞા સમજી લેવી. ૨૯. હવે પિંડપ્રકૃતિઓ જે ૧૪ છે તેના ઉત્તરભેદ કહે છે. ગાળ ૩ વમતો, ૩-પળ-પળ-તિ પળ-પંચ-છવો । પળ-ટુ-પળ-ટુ-એન્ડ-ટુા-બ ઉત્તરમેએ પાસટ્ટી રૂ૦ ॥ (ગત્યાવીનાં તુ મશ:, વતુ: પદ્મ-પદ્મ-ત્રિ-પદ્ય-પદ્ય ષટ્ ષમ્ । पञ्च-द्विक-पञ्चाष्टचतुर्द्विकमित्युत्तरभेदाः पञ्चषष्टि: ) શબ્દાર્થ :-ડ્વાન = ગતિ વિગેરે ૧૪ પિંડપ્રકૃતિઓના, ૩ = વળી, મો = અનુક્રમે ઘડ ચાર, પળ પાંચ, પળ પાંચ, તિ છ, છઠ્ઠું - છ, પળ-પાંચ, બે, ત્રણ, પળ-પાંચ, પંવ-પાંચ, ૫ = પાંચ, ગટ્ટુ = આઠ, વડ ઉત્તરભેઞ = પેટા ભેદો, પળસડ્ડી = આ પ્રમાણે, 2012, 57 = 4, 337 પાંસઠ છે. = = = = = ગાથાર્થ :- ચૌદ પિંડપ્રકૃતિઓના ઉત્તરભેદો અનુક્રમે ચાર, પાંચ, પાંચ, ત્રણ, પાંચ, પાંચ, છ, છ, પાંચ, બે, પાંચ, આઠ, ચાર, અને બે છે. એમ કુલ ઉત્તરભેદો ૬૫ થાય છે. ૩૦. = વિવેચન – ગતિ આદિ ૧૪ પિંડપ્રકૃતિઓ ચોવીસમી મૂલ ગાથામાં જે કહેલી છે. તેના ઉત્તરભેદોની સંખ્યા આ ગાથામાં જણાવી છે. તે તે ઉત્તરભેદોનાં નામો, તથા તેના અર્થો ગાથા ૩૩ થી ૪૩માં ગ્રંથકારશ્રી જ જણાવવાના છે. એટલે અહીં લખતા નથી. ૧. આ ગાથા ગ્રંથકર્તાની નથી, અન્યકર્તૃક પ્રક્ષિપ્ત છે. કર્મગ્રંથની ટીકામાં આ ગાથા તથા તેની ટીકા નથી. માટે પ્રક્ષિપ્ત છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ગતિના જાતિના શરીરના અંગોપાંગના બંધનના સંઘાતનના સંઘયણના ફરક ૩ rr સંસ્થાનના વર્ણના ગંધના રસના સ્પર્શના આનુપૂર્વીના વિહાયોગતિના ૩૩ આ પ્રમાણે ત્રીશમી ગાથાનો અર્થ પૂર્ણ થયો. ૩૦, ૬ ઇ જ ૩ નામકર્મના ૪૨ ભેદો ૨૭મી ગાથામાં સમજાવ્યા છે. તેના ઉપરથી હવે બાકી રહેલા ૯૩-૧૦૩-અને ૬૭ ભેદો નામકર્મના જણાવે છે - अडवीसजुआ तिनवई, संते वा पनरबंधणे तिसयं । પંચળ-સંયાય હો, તસુ સામન્નવત્રત્રક ॥૩૨ ॥ ૧૨૧ ૪ ૨ ૩૨ કુલ ૬૫ (अष्टाविंशतियुक्ता त्रिनवतिः सति वा पञ्चदशबंधने त्रिशतम् । बंधन-संघातग्रहस्तनुषु सामान्यवर्णचतुष्कम् ) મહવીસ=અઠ્યાવીસ, નુઞાયુક્ત, તિનવર્ફે ત્રાણું, સંđ=સત્તામાં, વા-અથવા, પનરવંધળે=પંદરબંધન માનવામાં, ત્તિયં=એકસોત્રણ, બંધળસંચાયળો-બંધન અને સંઘાતનનું ગ્રહણ, તબૂસુ=શરીરમાં કરો, સામનવનવ-વર્ણચતુષ્ક સામાન્યથી લેવું. ગાથાર્થ - (ઉપરોક્ત ૬૫ ભેદોને) ૨૮થી યુક્ત કરીએ તો નામકર્મના ૯૩ ભેદો થાય છે. તે સત્તામાં લેવાય છે. અથવા પંદર બંધન ગણીએ તો એક્સો ત્રણ-૧૦૩ થાય છે. તે પણ સત્તામાં લેવાય છે. અને Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ પ્રથમ કર્મગ્રંથ બંધન તથા સંઘાતનનું ગ્રહણ શરીરમાં લઈએ અને વર્ણ ચતુષ્ક સામાન્યથી લઈએ તો ૬૭ ભેદ થાય છે. ૩૧. વિવેચન - પરાઘાત આદિ ૨૫મી ગાથામાં કહેલી ૮, ત્રસ આદિ ૨૬મી ગાથામાં કહેલી ૧૦, અને સ્થાવર આદિ ૨૭મી ગાથામાં કહેલી ૧૦, એમ ૨૮ પ્રકૃતિઓ પિંડ કૃતિઓના પેટાભેદ જે ૬૫ છે. તેમાં ઉમેરવાથી ૬૫+૨૮=મળીને નામકર્મની ૯૩ પ્રકૃતિઓ થાય છે. અથવા પાંચ બંધનને બદલે કેટલાક આચાર્ય મહારાજાઓની વિવક્ષાભેદની દૃષ્ટિએ પંદર બંધન પણ ગણાય છે. જો બંધન આ રીતે પાંચને બદલે પંદર લઈએ તો ૧૪ પિંડપ્રકૃતિના જ જે ઉપર ૬૫ ભેદો ગણાવ્યા તે ૭૫ થાય છે અને તેમાં પરાઘાત આદિ ૮+૧૦+૧૦=૨૮ ઉમેરતાં નામકર્મની ૧૦૩ પ્રકૃતિઓ થાય છે. બીજા કર્મગ્રંથમાં આ આઠે કર્મો ચૌદ ગુણસ્થાનકોમાંથી કયાં કયાં કર્મો કયા ગુણસ્થાનક સુધી બંધાય છે. ઉદયમાં આવે છે અને સત્તામાં (સ્ટોકમાં રહે છે. તે વાત એકેક ઉત્તરભેદવાર સમજાવાશે, ત્યાં સત્તામાં નામકર્મની આ ગણાવેલી ૯૩ અથવા ૧૦૩ પ્રકૃતિઓ લેવામાં આવશે. અને હવે ચોથો ૬૭નો નામકર્મનો આંક સમજાવાય છે તે માત્ર બંધ-ઉદય અને ઉદીરણામાં લેવામાં આવે છે. ૬૭નો આંક આ પ્રમાણે ગણાય છે -૧૪ પિંડપ્રકૃતિઓના જે પાંસઠ પેટા ભેદો ગાથા ૩૦માં જણાવ્યા છે. તેમાં પાંચ બંધન અને પાંચ સંઘાતન શરીરની અંદર જ ગણવાં, કારણ કે જ્યારે જ્યારે જે જે શરીર બંધાય છે કે ઉદય-ઉદીરણામાં આવે છે કે સત્તામાં હોય છે ત્યારે ત્યારે તે તે બંધનનામકર્મ અને સંઘાતનનામકર્મ અવશ્ય બંધ-ઉદય-ઉદીરણા અને સત્તામાં આવે જ છે. માટે જુદું ગણવાનું કંઈ ખાસ વિશિષ્ટ પ્રયોજન નથી. તેથી આ ૧૦ ઓછી થાય છે. તથા વર્ણના ૫, ગંધના ૨, રસના ૫, અને સ્પર્શના ૮, એમ કુલ ૨૦ ઉત્તરભેદો જે કહ્યા છે. તેને બદલે માત્ર વર્ણગંધ-રસ- અને સ્પર્શ એમ ચારે મૂળભેદ રૂપે એક એક ગણવા. તેથી Page #158 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૧૨૩ ૨૦ને બદલે ૪ મૂળભેદ ગણવાથી ૧૬ ભેદો તે ઓછા થાય છે. આ પ્રમાણે ૫ બંધન, ૫ સંઘાતન, અને ૧૬ વર્ણાદિના મળીને કુલ ૫ + + + ૧૬ = ૨૬ ભેદો ઉપરોક્ત ૬પમાંથી ઓછા થાય છે. જેથી પિંડપ્રકૃતિઓના પેટભેદો ૬૫ને બદલે માત્ર ૩૯ થાય છે. તેમાં પરાઘાત આદિ ૨૮ ભેદો પૂર્વની જેમ ઉમેરીએ તો ૬૭ ભેદો નામકર્મના લેવાય છે. કોષ્ટક (નામકર્મનું) પિંડપ્રકૃતિઓ | ૧૪ | ૬૫ | ૭૫ | ૩૯ પરાઘાત આદિ | + ૮ | ત્રસ દશક | +૧૦ | ૧૦ | ૧૦ | ૧૦ સ્થાવર દશક [+૧૦ | ૧૦ | ૧૦ | ૧૦ ૪૨ ૯૩ ] ૧૦૩ ! ૬૭. કુલ પિંડપ્રકૃતિઓનો આંક બદલાવાથી ચારે આંકો બદલાય છે. મૂળભેદ ગણીએ તો ૧૪, ઉત્તરભેદ ગણીએ તો ૬૫, પંદરબંધન ગણીએ તો ૭૫, અને બંધન-સંઘાતન શરીરમાં ગણી વર્ણાદિ સામાન્યથી લઈએ તો ૩૯ થાય છે. તે ચારે આંકમાં પરાઘાત આદિ આઠ, ત્રસદશક, અને સ્થાવરદશક ઉમેરાય છે. નામકર્મની ૯૩ અને ૧૦૩ સત્તામાં ગણાય છે. અને ૬૭ બંધઉદય-ઉદીરણામાં ગણાય છે. અને ૯૩, ૧૦૩, ૬૭, આ ત્રણે આંક ગણવા સરળ પડે માટે તેના ઉપાય રૂપે ૪૨ ભેદ કહ્યા છે. બાકી ૪૨ ભેદનો બંધાદિમાં ક્યાંય વ્યવહાર આવતો નથી. ૩૧. હવે બંધાદિમાં આઠે કર્મની પ્રકૃતિ કેટલી હોય તે જણાવે છે - इअ सत्तट्ठी बंधोदए अ, न य सम्ममीसया बंधे । बंधुदए सत्ताए, वीस-दुवीसह वण्णसयं ॥३२॥ (इति सप्तषष्टिबन्धोदये च, न च सम्यग्मिश्रके बन्धे । बन्धोदये सत्तायां विंशं द्वाविशं अष्टपञ्चाशं शतम् ) Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૪ પ્રથમ કર્મગ્રંથ શબ્દાર્થ - રૂ =આ પ્રમાણે, સત્તદ્દી=સડસઠ, વંથો =બંધ અને ઉદયમાં, એ=અને, નિ=નહીં, ૩=વળી, સમૂનીયા=સમ્યકત્વમિશ્રમોહનીય, વંધે-બંધમાં, વંથg=બંધ તથા ઉદયમાં, સત્તા=સત્તામાં, વીસ-કુવીસ-વા=વીશ,બાવીસ અને અઠાવનથી અધિક એવી, સચં=સો એટલે કે ૧૨૦, ૧૨૨, ૧૫૮ પ્રકૃતિઓ જાણવી. ગાથાર્થ - આ પ્રમાણે નામકર્મની બંધ-ઉદયમાં ૬૭ પ્રકૃતિઓ જાણવી. મોહનીયકર્મમાંની સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય બંધમાં ગણાતી નથી. તેથી આઠે કર્મોની બંધ-ઉદય-અને સત્તામાં અનુક્રમે ૧૨૦૧૨૨- અને ૧૫૮ પ્રકૃતિઓ થાય છે. ૩૨. વિવેચન - ઉપર સમજાવ્યા પ્રમાણે બંધ-ઉદય અને ઉદીરણામાં નામકર્મની ૬૭ પ્રકૃતિઓ લેવાય છે. અને સત્તામાં ૯૩ અથવા ૧૦૩ ગણાય છે. આમ ગણવામાં પૂર્વાચાર્યોનો વિવક્ષાભેદ જ કારણ છે. વાસ્તવિક રીતે તો નામકર્મની એકસો ત્રણે પ્રકૃતિઓ બંધાય જ છે. ઉદય-ઉદીરણામાં પણ આવે જ છે. બાંધ્યા વિના સત્તામાં આવે ક્યાંથી ? અને સત્તામાં જો આવી હોય તો પૂર્વે બાંધેલી પણ ચોક્કસ છે જ અને પાછળના કાળે ઉદય-ઉદીરણામાં પણ ચોક્કસ આવશે જ. માટે સત્તામાં જ ફક્ત ૧૦૩ છે એમ નહીં, પરંતુ બંધ-ઉદય-ઉદીરણા અને સત્તા એમ ચારે પ્રકારોમાં ૧૦૩ જ છે. તથાપિ કેટલીક-કેટલીક પ્રવૃતિઓ સરખી સરખી હોવાથી બંધ-ઉદય અને ઉદીરણા વખતે સાથે ગણી છે. જેથી ૬૭ લેવામાં આવે છે. અને સત્તા વખતે જુદી ગણી છે. તથા કોઈ પાંચ બંધન માને છે. અને કોઈ પંદર બંધન માને છે. તેથી સત્તામાં ૯૩ અથવા ૧૦૩ ગણાય છે. બંધ = નવા નવા કર્મોનું આત્મા સાથે ચોંટવું. ઉદય = પૂર્વે બાંધેલા કર્મોને ભોગવવાં. ઉદીરણા = ઉદયકાળને ન પાકેલાને બળાત્કારે ઉદયમાં લાવવાં. સત્તા = બાંધેલા કર્મોની આત્મા સાથે વિદ્યમાનતા. Page #160 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૧ ૨૫ મોહનીયકર્મના ભેદો જો કે ૨૮ છે. પરંતુ બંધમાં ૨૬ જ ગણાય છે. કારણ કે સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીયનો બંધ થતો નથી. ફક્ત મિથ્યાત્વ મોહનીય કર્મ જ બંધાય છે. આત્મા જ્યારે સમ્યકત્વ પામે છે ત્યારે પૂર્વે બંધાયેલું મિથ્યાત્વ મોહનીયકર્મ જ રસઘાત થવાથી શુદ્ધ અને અર્ધશુદ્ધ રૂપ બને છે. તેને જ સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીયકર્મ કહેવાય છે. તે કારણથી બંધમાં મોહનીયકર્મની ર૬ જ ગણાય છે અને ઉદય-ઉદીરણા-સત્તામાં મોહનીયની ૨૮ ગણાય છે. વાસ્તવિક વિચાર કરીએ તો સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય પણ બંધાયા વિના અદ્ધરથી આકાશમાંથી કંઈ ટપકી પડી નથી. બંધાવાથી જ આવી છે. પરંતુ સમ્યકત્વમોહનીયસ્વરૂપે અને મિશ્રમોહનીયસ્વરૂપે બંધાઈ નથી. મિથ્યાત્વમોહનીય રૂપે બંધાયા પછી આત્મવિશુદ્ધિના લીધે શુદ્ધરૂપે બની છે. માટે પોતાના રૂપે બંધાતી નથી. એટલે બંધમાં ગણાતી નથી. આ પ્રમાણે નામકર્મ અને મોહનીયકર્મ, આ બે કર્મમાં બંધ-ઉદયઉદીરણા અને સત્તામાં જુદી જુદી સંખ્યા થવાથી આઠે કર્મની સાથે બંધઉદય-ઉદીરણા-સત્તામાં ગણીએ ત્યારે સંખ્યા પણ જુદી જુદી થાય છે. તેનું ચિત્ર આ પ્રમાણે છે – જ્ઞાના. દર્શ. વેદ. મોહ. આયુ નામ ગોત્ર અંત. કુલ બંધ | ૨ | ૨૬ | ૪ ૬૭ | ૨ | પ | ૧૨૦ ઉદય ૫ | ૯ ૨૮ | ૪ |૬૭ | ૨ | ૫ | ૧૨૨ ઉદી. ૨ | ૯ | ૯ | ૨ | ૨૮ | ૧૨૨ સત્તા ૫ | ૧૪૮ ૧૫૮ / 'હા Page #161 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કર્મગ્રંથ મૂળગાથાના ઉત્તરાર્ધમાં આઠે કર્મની પ્રકૃતિઓ બંધ-ઉદય (ઉદીરણા) અને સત્તામાં કેટલી હોય ? તેનો આંક આપેલો છે. બંધમાં ૧૨૦, ઉદય (ઉદીરણા)માં ૧૨૨, અને સત્તામાં ૧૫૮ હોય છે. ગર્ગર્ષિ મહર્ષિ આદિ કેટલાક આચાર્યો પંદર બંધન માને છે તેથી ૧૫૮ થાય છે. અને જો પાંચ બંધન ગણીએ તો આઠ કર્મની ૧૪૮ થાય એ સ્વયં સમજી લેવું. પાંચ અને પંદર બંધન કેવી રીતે થાય છે તે વાત આગળ ૩૬મી ગાથામાં આવે જ છે. ૩૨. હવે ઉત્તરભેદો જે ૬૫ કહ્યા તે ગણાવે છે - નિય-તિ-િનર-મુરારૂં, ફન-વિઞ-તિઞ-૨૩-પiિતિ-નાડુંઓ । ઓરાન-વિઝાડઽહારા, તેઞ-મળ પળ-મરીશ ।। રૂરૂ (નિરય-તિર્થા-નર-સુર।તય:, -દ્વિ-ત્રિ-ચતુ:-પÀન્દ્રિયનાતય: I વાર-વૈયિાડડાર-તેન:-ાર્નાનિ પદ્મ શરીરખિ ) ૧૨૬ - શબ્દાર્થ - નિય-નકગતિ, તિ-િતિર્યંચગતિ, ન-મનુષ્યગતિ, સુરË-દેવગતિ, ફ-એકેન્દ્રિય, વિજ્ઞ-બેઈન્દ્રિય, તિમ-તેઈન્દ્રિય, ૩ચરિન્દ્રિય, નિંદ્રિ-પંચેન્દ્રિય, નાઓ-એમ પાંચ જાતિ જાણવી, ઓરાનઔદારિક, વિઘ્ન-વૈક્રિય, સારા-આહારક, તેઞ-તૈજસ, જમ્મુ-કાર્યણ, પળ-સરીરા-એમ પાંચ શરીરો જાણવાં. ગાથાર્થ - નક-તિર્યંચ-મનુષ્ય અને દેવ એમ ચાર ગતિ જાણવી, એકેન્દ્રિય-બેઇન્દ્રિય-તેઇન્દ્રિય- ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય એમ પાંચ જાતિ જાણવી, તથા ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કર્મણ એમ પાંચ શરીર સમજવાં, ૩૩. વિવેચન = ગતિ એટલે અવસ્થાવિશેષની પ્રાપ્તિ, જે અવસ્થા વિશેષમાં દુઃખ-સુખ વિશિષ્ટ પ્રકારે આ જીવ ભોગવી શકે તેવી અવસ્થા વિશેષને ગતિ કહેવાય છે. તે ગતિ ચાર પ્રકારે છે. તેના કારણે તેવી તેવી ગતિ અપાવનારૂં નામકર્મ પણ ચાર પ્રકારે છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૧૨૭ (૧) નરકગતિનામકર્મ = અતિશય દુઃખ ભોગવવાવાળી જે અવસ્થાવિશેષ તે નરકગતિ, તેને અપાવનારૂં જે કર્મ તે નરકગતિનામકર્મ. તે નરકગતિના ૭ ભેદ છે. (૨) તિર્યંચગતિનામકર્મ = નરકની અપેક્ષાએ હીન અને મનુષ્યાદિની અપેક્ષાએ અધિક દુઃખ ભોગવવાનું જે ક્ષેત્ર તે તિર્યંચગતિ. આવી ગતિ અપાવનારૂં જે કર્મ તે તિર્યંચગતિનામકર્મ. (૩) મનુષ્યગતિનામકર્મ = વિવેકવાળો જે ભવ, જેમાં નરક-તિર્યંચ કરતાં ઓછું દુઃખ છે અને દેવાવસ્થા કરતાં ઓછું સાંસારિક સુખ છે. તે મનુષ્યગતિ, તેને અપાવનારૂં જે કર્મ તે મનુષ્યગતિનામકર્મ. (૪) દેવગતિનામકર્મ = સંસારના સુખની અધિકતાવાળો જે ભવ તે દેવગતિ, તેને અપાવનારૂં જે કર્મ તે દેવગતિનામકર્મ. જાતિનામકર્મના પાંચભેદ છે. જાતિ એટલે પરસ્પર સમાન ચૈતન્યની પ્રાપ્તિ. એકેન્દ્રિયમાં ઉત્પન્ન થનારા તમામ જીવોમાં કંઈક કંઈક પરસ્પર ઓછુ-વધતું ચૈતન્ય હશે. તો પણ સામાન્યથી બેઇન્દ્રિયાદિ જીવો કરતાં ઓછું જ હોય છે. તેથી બધા જ સરખા ચૈતન્યવાળા લગભગ હોવાથી “એકેન્દ્રિય જાતિ” વાળા કહેવાય છે. એવી જ રીતે બેઈન્દ્રિયતેઈન્દ્રિય આદિ જાતિમાં પણ પરસ્પર જે ચૈતન્ય સરખું (સમાન) પ્રાપ્ત થાય છે તે આ જાતિનામકર્મ છે. સમાન ચૈતન્ય મળવાથી “આ એકેન્દ્રિય છે. આ પણ એકેન્દ્રિય છે. આ પણ એકેન્દ્રિય છે” એવો સમાન શબ્દવ્યવહાર થાય છે. આ રીતે જાતિનામકર્મ એ સમાન ચૈતન્યનું કારણ બને છે અને સમાન ચૈતન્ય એ સમાન શબ્દવ્યવહારનું કારણ બને છે. શરીરમાં મળતી આંખ-કાન-નાક-જીભ-ચામડી વિગેરે જે ઈન્દ્રિય છે તે અંગોપાંગ નામકર્મથી અને પર્યાપ્ત નામકર્મથી મળે છે. તેમાં જાતિનામકર્મ કારણ નથી. તથા જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમ રૂપ જે ભાવેન્દ્રિયો છે તેમાં જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ કારણ છે. પરંતુ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ પ્રથમ કર્મગ્રંથ “સમાન ચૈતન્યની પ્રાપ્તિમાં અસાધારણ કારણ જાતિનામકર્મ છે. તેના પાંચ ભેદો છે. તે આ પ્રમાણે – (૧) એકેન્દ્રિયજાતિનામકર્મ = બેઈન્દ્રિય આદિ ઉપરના સર્વ જીવો કરતાં જેમાં ઘણું જ ઓછું ચૈતન્ય ખુલ્લું થાય છે અને પરસ્પર તે જીવોમાં માત્ર એક જ ઈન્દ્રિય સંબંધી ચૈતન્ય છે. તે એકેન્દ્રિયજાતિ. તેવા ભવને અપાવનારૂં કર્મ તે એકેન્દ્રિયજાતિનામકર્મ. (૨) બેઈન્દ્રિયજાતિનામકર્મ = એકેન્દ્રિય કરતાં કંઇક અધિક અને પરસ્પર સ્પર્શનેન્દ્રિય તથા રસનેન્દ્રિય સંબંધી જ માત્ર ચૈતન્ય જ્યાં છે તે બેઈન્દ્રિયજાતિ. તેવો ભવ અપાવનારૂં જે કર્મ તે બેઈન્દ્રિય જાતિનામકર્મ. એવી જ રીતે(૩) તેઈન્દ્રિયજાતિનામકર્મ = ત્રણ ઈન્દ્રિયો સંબંધી સમાન ચૈતન્યવાળા ભવને અપાવનારૂં કર્મ તે તેઈન્દ્રિય જાતિનામકર્મ. (૪) ચઉરિદ્રયજાતિનામકર્મ = ચાર ઈન્દ્રિયો સંબંધી સમાન ચૈતન્યવાળા ભવને અપાવનારૂં જે કર્મ તે ચઉરિન્દ્રિય જાતિનામકર્મ. (૫) પંચેન્દ્રિયજાતિનામકર્મ = પાંચે ઈન્દ્રિયો સંબંધી સમાન ચૈતન્યવાળા ભવને અપાવનારૂં જે કર્મ તે પંચેન્દ્રિયજાતિનામકર્મ. સુખ અને દુઃખના ઉપભોગનું જે સાધન તે શરીર, જેનાથી સંસારનાં દુઃખ- સુખ ભોગવાય તે શરીર,શીત યત્ તત્ શરીરમ્ = જે નાશ પામવાના સ્વભાવવાળું છે તે શરીર કહેવાય છે. તે શરીર પાંચ પ્રકારનાં છે તેથી તેને અપાવનારું શરીર નામકર્મ પણ પાંચ પ્રકારનું છે.ઔદારિક શરીર નામકર્મ વિગેરે. (૧) ઉદારશબ્દ ઉપરથી રૂદ્ પ્રત્યય લાગીને ઔદારિક શબ્દ બને છે. ઉદાર એટલે સૌથી મોટું, સૌથી વધુ તેજસ્વી, અને સૌથી વધુ દાનેશ્વરી, આ ત્રણ પ્રકારના ગુણવાળા શરીરને ઔદારિક શરીર કહેવાય છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૧૨૯ (૧) વૈક્રિયશરીર દેવોને આશ્રયી ૭ હાથ, નારકીને આશ્રયી પ00 ધનુષ્ય અને આહારક શરીર મુઠી વાળેલા ૧ હાથ પ્રમાણ છે. તૈજસકાર્મણની સ્વતંત્ર અવગાહના હોતી નથી. જયારે ઔદારિક શરીર વનસ્પતિકાયને આશ્રયી એક હજાર યોજનથી પણ કંઈક અધિક અવગાહનાવાળું છે માટે સૌથી મોટું છે. (૨) તીર્થકર ભગવન્તો આદિને આ શરીર હોય છે અને તે દેવોથી પણ અધિક તેજવાળું છે. જેની સામે લોકો બરાબર જોઈ શકતા નથી. જેના તેજને સંહરવા માટે પાછળ ભામંડળ રખાય છે. તેથી સૌથી વધારે તેજવાળું પણ આ શરીર છે. (૩) વૈક્રિય આદિ ચારે શેષ શરીરો આત્માને સાંસારિક સંપત્તિનું દાન કરી શકે છે, પરંતુ ફરીથી જ્યાં જન્મ-મરણની જંજાળ નથી એવી મોક્ષલક્ષ્મીનું દાન આત્માને આ ઔદારિક શરીર જ કરે છે. માટે સૌથી વધુ દાનેશ્વરી છે. આવા ત્રણ ગુણોવાળા શરીરને અપાવનારૂં જે કર્મ તે ઔદારિકશરીર નામકર્મ. (૨) જે નાનું થઈને મોટું થાય, મોટુ થઈને નાનું થાય, જે આકાશગામી થઈને ભૂમિગામી થાય, અને ભૂમિગામી થઈને આકાશગામી થાય ઈત્યાદિ વિવિધ-ક્રિયાઓવાળું જે શરીર તે વૈક્રિય શરીર.તેને અપાવનારૂં જે કર્મ તે વૈક્રિયશરીરનામકર્મ. આ વૈક્રિય શરીર (૧) ભવપ્રત્યયિક અને (૨) લબ્ધિપ્રત્યયિક એમ બે પ્રકારનું હોય છે. ભવ એ જ છે પ્રાપ્તિમાં કારણ જેને તેનું નામ ભવપ્રત્યયિક. દેવ તથા નારકીના જીવોને ભવપ્રત્યયિક વૈક્રિય શરીર હોય છે. પંખીને જેમ ભવથી જ ઉડવાની શક્તિ મળે છે. માછલાંને જેમ ભવથી જ તરવાની શક્તિ મળે છે. તેમ દેવ-નારકીને ભવથી જ વૈક્રિય શરીર બનાવવાની શક્તિ મળે છે. દેવ-નારકીનો ઉપપાત જન્મ હોવાથી આ શરીરને ઔપપાતિક પણ કહેવાય છે. તથા દેવ-નારકી આવા નવા વૈક્રિય શરીરની રચના કરે ત્યારે પણ જન્મથી મળેલું વૈક્રિય શરીર તો પોતાનું કામકાજ કરે જ છે. તેથી નવા બનાવેલા આ શરીરને Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ પ્રથમ કર્મગ્રંથ ઉત્તરવૈક્રિયશરીર કહેવાય છે. આ પ્રમાણે દેવ-નારકીના આ શરીરનાં ભવપ્રત્યયિક, ઔપપાતિક અથવા ઉત્તરવૈક્રિય આદિ વિવિધ નામો છે. મનુષ્ય-તિર્યંચોને તપ-ચારિત્ર-તથા જ્ઞાન-ધ્યાન આદિ ગુણોના પ્રતાપે આ વૈક્રિય શરીરની પ્રાપ્તિ થાય છે માટે તે લબ્ધિપ્રત્યયિક કહેવાય છે. વાયુકાયામાં પણ વૈક્રિય શરીર બનાવવાની શક્તિ છે. પરંતુ સર્વ વાયુકામાં આ શક્તિ હોતી નથી. માત્ર કેટલાક બાદર-પર્યાપ્ત વાયુકામાં જ હોય છે. અને તે પણ વૈક્રિયસતકની ઉવલના ન થઈ હોય ત્યાં સુધી જ હોય છે. તેથી ભવપ્રત્યયિક ગણાતું નથી. આવા પ્રકારના વૈક્રિય શરીરને અપાવનારૂં જે કર્મ તે વૈક્રિય શરીરનામકર્મ. (૩) તીર્થંકર પરમાત્માનાં દર્શન કરવા માટે, અથવા આગમોના અર્થમાં થયેલા સંશયને દૂર કરવા માટે, ચૌદ પૂર્વધર મુનિ મહાત્માઓ આહારક શરીરને યોગ્ય એવી આહારકવર્ગણાનાં પુદગલો ગ્રહણ કરી તે પુગલોનું એક હાથ પ્રમાણ અવગાહનાવાળું જે શરીર બનાવે તે આહારકશરીર, આ શરીર સ્ફટિકની જેમ અતિશય સ્વચ્છ અને નિર્મળ હોય છે. મહાવિદેહ ક્ષેત્ર સુધી જતાં-અને આવતાં પોતે કોઈનાથી વ્યાઘાત પામતું નથી અને પોતાનાથી બીજા કોઈને વ્યાઘાત થતો નથી. એક હાથ જેટલી અવગાહનાવાળું હોવાથી દશ્ય છે. લોકો જોઈ પણ શકે છે. છતાં અતિશય વેગવાળી ગતિ હોવાથી અદશ્ય પણ કહેવાય છે. મહાવિદેહ ક્ષેત્ર સુધી ગમનાગમન કરે છે છતાં કાળ માત્ર અન્તર્મુહૂર્ત જ થાય છે. આવા પ્રકારના નિર્મળ શરીરને અપાવનારૂં જે કર્મ તે આહારકશરીરનામકર્મ. (૪) જે કર્મના ઉદયથી જીવને તૈજસ શરીરની પ્રાપ્તિ થાય તે તેજસ શરીરનામકર્મ. જીવે કરેલા આહારાદિના પાચનનું જે કારણ તે તૈજસશરીર. આ પાચનક્રિયા કરાવનારૂં તેજસ શરીર સર્વજીવોને હોય છે. પરંતુ તપઆદિ વિશિષ્ટ ગુણોને લીધે તૈજસ લબ્ધિ જે પ્રગટ થાય છે. તે લબ્ધિપ્રત્યયિક તૈજસ શરીર કોઇક આત્માઓને જ હોય છે. તે લબ્ધિના પ્રતાપે અપકાર કરવાની બુદ્ધિથી શ્રાપરૂપે અને ઉપકાર કરવાની બુદ્ધિથી ઠારવા રૂપે Page #166 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૧૩૧ તેજોવર્ગણાનાં પુદ્ગલોનું જ શરીર બનાવી સામેના જીવ ઉપર મુકવામાં આવે છે. તેને અનુક્રમે તેજલેશ્યા અને શીતલેશ્યા કહેવાય છે. આ શરીર પણ લબ્ધિ પ્રત્યયિક છે. કોઈક જીવોને જ થાય છે. તે જોવર્ગણાનું બનેલું છે. (૫) કર્મણવર્ગણાનું બનેલું જે શરીર તે કાર્મણશરીર. એકભવથી બીજા ભવમાં જતા જીવને આ તૈજસ-કાર્પણ બે શરીરો હોય છે. બાકીના ત્રણે શરીરોનો ત્યાગ થાય છે. વિગ્રહ ગતિમાં જતો જીવ આ બે શરીરોવાળો છે. તેનાથી જ સંસારી કહેવાય છે તથા પરભવમાં ગયા પછી આ બે શરીરોના કારણે જ ઔદારિકાદિ અન્ય શરીરોની પ્રાપ્તિ થાય છે. આ કાર્મણશરીર પોતે આઠ કર્મ રૂપ છે અને કાર્મણશરીરનામકર્મ એ કાર્મણશરીરની પ્રાપ્તિમાં કારણ છે. આ પ્રમાણે ૪ પ્રકારની ગતિ, ૫ પ્રકારની જાતિ, અને પ પ્રકારનાં શરીરોને અપાવનારાં નામકર્મો પણ અનુક્રમે ૪-૫-૫- પ્રકારનાં છે. એમ ત્રણ પિંડપ્રકૃતિઓ સમજાવી. ૩૩. હવે અંગોપાંગ નામકર્મ સમજાવે છે - વાહૂ-િિલિર-૩૫, ૩-૩યંગ-અંગુત્રી-પપુ ! सेसा अंगोवंगा, पढमतणुतिगस्सुवंमाणि ॥३४॥ (बाहूरू-पृष्टिः-शिर-उर, उदरमङ्गानि उपाङ्गान्यङ्गुलिप्रमुखानि । शेषाण्यङ्गोपाङ्गानि प्रथमतनुत्रिकस्योपाङ्गानि ) શબ્દાર્થ - વાક્ = બે ભૂજા, ૩= બે સાથળ, પિટ્ટિ = પીઠ, સિર = માથું, ૩૨ = હદય-છાતી, ૩યર = ઉદર-પેટ, સં = આ આઠ અંગો છે. ૩વં = ઉપાંગો, મંત્રી = આંગળી, પમુહી = વિગેરે, સેસી = બાકીના, ગંગોવં = અંગોપાંગો કહેવાય છે, પઢમંતy = પ્રથમનાં શરીરો, તિરસ = ત્રણને, સર્વાળિ = આ અંગોપાંગો હોય છે. ગાથાર્થ = બે ભૂજા, બે સાથળ, પીઠ, મસ્તક, હૃદય અને ઉદર આ આઠ અંગો કહેવાય છે. આંગળી વિગેરે ઉપાંગો કહેવાય છે. અને Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ પ્રથમ કર્મગ્રંથ બાકીના (રેખા વિગેરે) અંગોપાંગ કહેવાય છે. પ્રથમના ત્રણ શરીરોમાં જ આ અંગ-ઉપાંગ અને અંગોપાંગ હોય છે. ૩૪. વિવેચન = શરીરના મુખ્ય મુખ્ય જે અવયવો તે અંગ કહેવાય છે. તે અંગ આઠ છે. (૨) ભૂજા-હાથ, (૨) સાથળ-પગ, (૧) પીઠ, (૧) મસ્તક, (૧) છાતી-હદય, (૧) ઉદર-પેટ, એમ આ આઠ અવયવો શરીરના મુખ્ય ભાગો હોવાથી તે આઠને અંગ કહેવાય છે. અંગના જે પેટા અવયવ તે ઉપાંગ કહેવાય છે. જેમ કે હાથ એ અંગ છે. તેના પેટા અવયવ રૂપ આંગળીઓ તે ઉપાંગ. પગ એ અંગ છે. તેના પેટાઅવયવ રૂપ પગની આંગળીઓ, ઢીંચણ, તે ઉપાંગ. પીઠ એ અંગ છે. તેના પેટાઅવયવ રૂપ મણકા તે ઉપાંગ, એમ સર્વત્ર સમજવું. - ઉપાંગના જે પેટા-અવયવ તે અંગોપાંગ કહેવાય છે. જેમ કે આંગળીઓ તે ઉપાંગ છે. તેની રેખાઓ, વેઢાઓ તે અંગોપાંગ. તેવી જ રીતે નખ, રોમરાજી વિગેરે અંગોપાંગ કહેવાય છે. આ અંગ-ઉપાંગ-અને અંગોપાંગ માત્ર ઔદારિક વૈક્રિય અને આહારક એમ ત્રણ શરીરોમાં જ હોય છે. તૈજસ-કાશ્મણ શરીરોમાં હોતાં નથી. કારણકે તૈજસ-કાશ્મણને સ્વતંત્ર સંસ્થાન (આકાર) હોતો નથી. આ ત્રણ શરીરો પ્રમાણે આત્મપ્રદેશો આકાર ધારણ કરે છે. અને આત્મપ્રદેશો સાથે તૈજસ-નર્મણ વ્યાપ્ત થયેલું હોવાથી તેના જ આકારે બને છે. તેથી તેનું ખાસ વિશિષ્ટ સંસ્થાન કહેવાતું નથી. જેમ ઘડામાં નાખેલું પાણી ઘડાના આકારે બને છે અને થાળમાં ઠારેલું પાણી થાળના આકારે બને છે માટે પાણીનો પોતાનો ખાસ કોઈ આકાર નથી. તેમ તૈજસ-કાશ્મણનો ઔદારિકાદિ ત્રણ શરીરોથી ભિન્ન ખાસ કોઈ વિશિષ્ટ આકાર નથી. માટે તેઓનું અંગોપાંગ નામકર્મ હોતું નથી. પ્રશ્ન = અંગોપાંગ શબ્દની સંધિ છુટી પાડવામાં આવે તો અંગ અને ઉપાંગ એમ બે જ પદો નીકળી શકે છે અને તમે ઉપર અંગ, ઉપાંગ Page #168 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૧૩૩ અને અંગોપાંગ એમ ત્રણ સમજાવ્યાં, તો ત્રણ પદો આ એક શબ્દમાંથી કેવી રીતે કાઢી શકાય? ઉત્તર = અક્ષર ૨ ૩પ નિ ૨, તિ અલોપાનિ, આ પ્રમાણે પહેલાં “અંગ અને ઉપાંગ” એમ બે પદોનો ઇતરેતર દ્વન્દ સમાસ થાય છે. અને ત્યારબાદ “પાન ૨ પ્રકોપનિ -એમ બે પદોનો “ચલાવવંધ્યેયઃ' (સિદ્ધહેમ સૂત્ર ૩-૧, ૧૧૯) થી એકશેષ સમાસ થયેલ છે. તેથી અંગ, ઉપાંગ અને અંગોપાંગ એમ ત્રણે અર્થ થઈ શકે છે. આ પ્રમાણે ત્રણ શરીરોમાં અંગ-ઉપાંગ-અને અંગોપાંગ હોય છે. તેથી તેઓને અનુક્રમે ઔદારિકાંગોપાંગ, વૈક્રિયાંગોપાંગ, અને આહારકાંગોપાંગ કહેવાય છે. અને તે ત્રણે અંગોપાંગને આપનારાં કર્મોને અનુક્રમે ઔદારિકાંગોપાંગનામકર્મ, વૈક્રિયાંગોપાંગનામકર્મ અને આહારકાંગોપાંગ નામકર્મ કહેવાય છે. ૩૪. હવે પાંચ પ્રકારનાં બંધન સમજાવે છે. उरलाइ-पुग्गलाणं, निबद्ध-बझंतयाण संबंधं । जं कुणइ जउ-समं तं, बंधणमुरलाइ-तणुनामा ॥३५॥ (औदारिकादि-पुद्गलानां, निबद्ध-बध्यमानानां सम्बन्धम् । यत्करोति जतुसम, तद् बन्धनमौदारिकादि-तनुनाम्नः ) શબ્દાર્થ - ૩રતારૂ = ઔદારિક વિગેરે, પુપાતાળું = પુદ્ગલો, નિબદ્ધ = પૂર્વે બાંધેલાં, અને જીંયા = નવાં બંધાતાંનો, સંબંધું = પરસ્પર સંબંધ, કં = જે કર્મ, રૂ કરે છે, અસમં = લાખ સરખું, તે = તે કર્મ, વંથi = બંધનનામકર્મ, ૩રના =ઔદારિકાદિ, તપુનામ = શરીરના નામથી. · Page #169 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કર્મગ્રંથ ૧૩૪ ગાથાર્થ = પૂર્વે બાંધેલાં અને હાલ નવાં બંધાતાં એવાં ઔદારિકાદિ પુગલોનો પરસ્પર સંબંધ જે કર્મ કરી આપે છે તે કર્મ લાખની સરખું ઔદારિકાદિ શરીરના નામે પાંચ પ્રકારનું છે. ૩૫. વિવેચન = લાખ (અથવા ગુંદ-વિગેરે પદાર્થો) જેમ બે કાષ્ઠકાગળ આદિને પરસ્પર જોડી આપે છે. બન્નેનો પરસ્પર સંબંધ=એકમેકાવસ્થા કરી આપે છે. તેની જેમ જે કર્મ પૂર્વે ગ્રહણ કરેલાં ઔદારિક શરીરનાં પુદ્ગલોની સાથે નવાં ગ્રહણ કરાતાં ઔદારિક શરીરનાં પુદ્ગલોને એકમેક કરી આપે છે તે કર્મ ઔદારિકબંધન નામકર્મ કહેવાય છે. તેમ વૈક્રિયાદિમાં પણ સમજવું. કોઈ પણ જીવ જન્મ્યો ત્યારે જ તેણે પોતાનું ઔદારિકાદિ યથાયોગ્ય શરીર તો બનાવ્યું જ છે. પરંતુ તે શરીરમાં પ્રતિસમયે નવાં નવાં ગ્રહણ કરાતાં આહાર-પાણી-અને હવા આદિનાં ઔદારિકાદિ પુદ્ગલો ઉદરમાં ગયા પછી ઔદારિકાદિ રૂપે પરિણામ પામી, જુના બનેલા રૂધિર-માંસહાડ-ચરબી-વીર્ય ઇત્યાદિ તે તે અંશોમાં એકમેક જે થઈ જાય છે. તે આ બંધનનામકર્મનું જ કાર્ય છે. જો આ કર્મ ન હોત તો ઔદારિકાદિ શરીર નામકર્મથી પુદ્ગલોનું શરીર રૂપે પરિણમન થાત. પરંતુ એકમેક ન થવાના કારણે રેતીના કણોની જેમ સમૂહ રૂપે જ માત્ર થાત. પરંતુ પિંડરૂપ બનત નહીં. અને પિંડરૂપે બને છે તેથી બંધનનામકર્મ છે. એમ સિધ્ધ થાય છે. તે તે શરીર નામકર્મની સાથે તે તે બંધનનામકર્મ બંધમાં, ઉદયમાં અને સત્તામાં હોય જ છે. ફક્ત બંધ-ઉદયમાં બંધનની શરીરથી જુદી વિવક્ષા કરેલી નથી. અને સત્તામાં જુદી વિવક્ષા કરેલી છે. જુનાં ગ્રહણ કરેલાં ઔદારિક પુદ્ગલોની સાથે નવા ગ્રહણ કરાતાં ઔદારિક પુદ્ગલોનો પરસ્પર જે સંબંધ થવો તે ઔદારિકબંધન, અને તે કરાવનારું જે કર્મ તે ઔદારિક બંધન નામકર્મ કહેવાય છે. તેવી જ રીતે Page #170 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૧૩૫ જુનાં ગ્રહણ કરેલાં વૈક્રિય પુદગલોનો નવો ગ્રહણ કરાતાં વૈકિય પુદ્ગલોની સાથે પરસ્પર જે સંબંધ થાય છે તે કરનારા કર્મને વૈક્રિયબંધન નામકર્મ કહેવાય છે. આ જ રીતે આહારકબંધનનામકર્મ, તૈજસબંધનનામકર્મ, અને કર્મણબંધનનામકર્મ પણ સ્વયં સમજી લેવાં. આ પ્રમાણે બંધનનામકર્મ પાંચ પ્રકારે છે. ૩પ. હવે પાંચ પ્રકારનાં સંઘાતન સમજાવે છે - जं संघायइ उरलाइ-पुग्गले, तिणगणं व दंताली । तं संघायं बंधणमिव, तणुनामेण पंचविहं ॥३६ ॥ (यत्संघातयति-औदारिकादि-पुद्गलान् तृणगणमिव दंताली तत्संघातं बन्धनमिव, तनुनाम्ना पञ्चविधम् ) । શબ્દાર્થ - = = જે કર્મ, સંપાય = એકઠાં કરે છે, ૩રનારૂં = ઔદારિકાદિ, પુમા = પુદ્ગલોને, તણIM = તૃણના સમૂહને, ૨ = જેમ, સંતાન = દંતાળી, તે = તે કર્મ, સંથાર્થ = સંઘાતનનામકર્મ, વંથi = બંધનની, વ = જેમ, તપુનામે = શરીરના નામે, પંવિ૬ = પાંચ પ્રકારે છે. ગાથાર્થ = જેમ દંતાલી ઘાસના સમૂહને એકઠો કરે છે તેમ જ કર્મ ઔદારિકાદિ પુદ્ગલોને (શરીરની રચનાને અનુરૂપ) એકઠાં કરે છે તે સંઘાતન નામકર્મ બંધનની જેમ જ ઔદારિકાદિ શરીરના નામે પાંચ પ્રકારે છે. ૩૬. વિવેચન = મનુષ્ય-તિર્યંચનો ભવ હોય ત્યારે ઔદારિક શરીરની રચના થાય છે. દેવ-નારકીનો ભવ હોય ત્યારે વૈક્રિય શરીરની રચના થાય છે. મનુષ્ય-તિર્યંચોમાં પણ લબ્ધિ વિકસાવવાનું પ્રયોજન હોય તો વૈક્રિયશરીરની રચના થાય છે. ચૌદ પૂર્વધર મુનિ મહાત્માઓ પ્રયોજનવશથી આહારક શરીરની રચના કરે છે. પ્રતિસમયે તૈજસ-કાશ્મણ શરીરની રચના તો ચાલુ જ છે. તદુપરાંત તેજોલેશ્યા અથવા શીતલેશ્યાના નિસર્ગકાળે વિશિષ્ટ તૈજસ શરીરની રચના થાય છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ પ્રથમ કર્મગ્રંથ જુદા જુદા-ભવોમાં, અને જુદા-જુદા કાળે થતી આ શરીરની રચનામાં તે તે શરીરને અનુકુલ પુદ્ગલોના જત્થાનો સંગ્રહ કરી આપનારૂં જે કર્મ છે તે સંઘાતન નામકર્મ છે. જેમ દંતાલી (પાંચ-છ દાંતાવાળું, ઘાસને એકઠું કરવાનું, લાંબા હાથાવાળું એક જાતનું ખેતરોમાં વપરાતું સાધનવિશેષ) છુટા-છુટા પડેલા ઘાસને એકઠું કરી આપે છે. તે જ રીતે આ કર્મ જીવને ઔદારિકાદિ જે શરીર બનાવવાનું હોય તે શરીરને અનુકુળ પુગલોના જત્યાવિશેષ ભેગા કરી આપે છે. તે કર્મને સંઘાતન નામકર્મ કહેવાય છે. શરીરો પાંચ છે તેથી તે તે શરીરને યોગ્ય પગલોના જસ્થાઓને એકઠા કરવા રૂપ સંઘાતન નામકર્મ પણ પાંચ પ્રકારે જ છે. ઔદારિકસંઘાતનનામકર્મ, વૈક્રિયસંઘાતનનામકર્મ, આહારકસંઘાતનનામકર્મ, તૈજસસંઘાતનનામકર્મ અને કર્મણસંઘાતનનામકર્મ. પ્રશ્ન = જે ઔદારિકાદિ શરીર નામકર્મ છે તેનાથી જ શરીરોને યોગ્ય પગલોનું ગ્રહણ સિદ્ધ થઈ જાય છે. કારણકે શરીરનામકર્મમાં જ લખ્યું છે કે તે તે શરીરને યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરી ઔદારિકાદિ તે તે શરીર રૂપે પરિણાવી શરીરની રચના કરવી તે શરીરનામકર્મ. તો પછી સંઘાતન નામકર્મ માનવામાં શું વિશેષતા છે ? શરીરનામકર્મથી સંઘાતનનામકર્મનું એવું તે શું કાર્યવિશેષ છે કે જેનાથી સંઘાતન નામકર્મ ભિન્ન સ્વીકારવું પડ્યું છે? માટે ભિન્નકાર્ય વિશેષ શું? તે સમજાવો. ઉત્તર ઔદારિકાદિ શરીરને યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ, શરીર રૂપે પરિણમન, અને શરીરોની રચના, ઇત્યાદિ કાર્ય તો શરીર નામકર્મથી જ જન્ય છે. પરંતુ તે તે પુગલોના જત્થા કેટલા લાવવા ? પુદ્ગલોના જસ્થાની “પરિમિતતા” કરાવનારું આ સંઘાતન નામકર્મ છે. શરીરનો બાંધો એકવડીયો બનવાનો હોય તો ઓછા જત્થા, મધ્યમ બાંધો બનવાનો હોય તો મધ્યમ જત્થા, અને હાથી જેવી વિશાળ કાયા બનવાની હોય તો વિપુલ જત્થા લાવવામાં આ કર્મ કામ કરે છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૧૩૭ સારાંશ કે “પુદ્ગલોનું ગ્રહણમાત્ર, અને શરીર રૂપે પરિમણન માત્ર” કરાવવું તે શરીરનામકર્મનો વિષય છે. પરંતુ શરીરની રચનાને અનુકુળ પરિમિતતા કરાવનારૂં સંઘાતનનામકર્મ છે. આ પ્રમાણે બન્ને કર્મોનો વિષય-કાર્યક્ષેત્ર ભિન્ન હોવાથી બન્ને કર્મો જુદાં છે. શરીરો પાંચ છે તેથી શરીરો અને બંધનોની જેમ આ સંઘાતનનામકર્મ પણ શરીરોના નામે જ પાંચ પ્રકારનાં છે તે સ્વયં સમજી લેવું. ૩૬. હવે ગર્ષિ આદિ ઋષિઓના મતે ૧૫ બંધન વિવાય છે તે સમજાવે છે - મોરાન-વિધ્યા-હીરા, તા-તે-મજુત્તાઈ . नव बंधणाणि इयरदु-सहियाणं तिनि तेसिं च ॥३७॥ (૩ર-વૈચિઠ્ઠીરાણાં, વર્તન-યુવતી નામ્ | नव बन्धनानि इतरद्विसहितानां त्रीणि तेषां च ) શબ્દાર્થ - ૩ોર7િ = ઔદારિક, વિડવ્ય = વૈક્રિય, મીરરયાળ = આહારક, સT = પોતાની, તે = તૈજસ, મ્ય = કાર્મણથી, જુત્તા = યુક્ત કરીએ તો, નવ = નવ પ્રકારે, વંધણિ = બંધનો છે. યર = ઇતર-બાકીનાં, ટુરિયા = બે જે તૈજસ-કાશ્મણ, તેનાથી સહિત, તિમિ = ત્રણ, તેસિં = તે તૈજસકામણનાં. ગાથાર્થ = પોતાની સાથે, તૈજસની સાથે, અને કાર્મણની સાથે, ઔદારિક, વૈક્રિય અને આહારકનું જોડાણ કરવાથી કુલ નવ બંધનો થાય છે. તથા તે જ ઔદારિકાદિ ત્રણ શરીરોનું ઈતર એવાં બે શરીર તૈજસકાર્મણ, તેની સાથે જોડવાથી બીજાં ત્રણ બંધનો થાય છે. તથા તે તૈજસકાર્પણનાં જ ત્રણ બંધનો થાય છે. એમ ૧૫ બંધનો છે. ૩૭. વિવેચન = ઔદારિક-વૈક્રિય- અને આહારક આ ત્રણ શરીરોનો (૧) પોતાની સાથે, (૨) તૈજસની સાથે, અને (૩) કર્મણની સાથે, - સંયોગ કરવાથી કુલ ૯ પ્રકારનાં બંધનો થાય છે. તે આ પ્રમાણે – Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ પ્રથમ કર્મગ્રંથ (૧) જુનાં ગ્રહણ કરેલાં ઔદારિક પુદ્ગલોનો નવાં ગ્રહણ કરાતાં ઔદારિકપુદ્ગલોની સાથે સંબંધ કરાવનારૂં જે કર્મ તે ઔદારિક-ઔદારિક બંધન નામકર્મ. (૨) જુનાં ગ્રહણ કરેલાં અને નવાં ગ્રહણ કરાતાં ઔદારિકપુગલોનો જુનાં ગ્રહણ કરેલાં અને નવાં ગ્રહણ કરાતાં તૈજસ પુદ્ગલોની સાથે પરસ્પર સંબંધ કરાવનારૂં જે કર્મ તે ઔદારિકતૈજસબંધનનામકર્મ. (૩)-જુનાં ગ્રહણ કરેલાં અને નવાં ગ્રહણ કરાતાં ઔદારિક પુગલોનો જુનાં ગ્રહણ કરેલાં અને નવા ગ્રહણ કરાતાં કાર્મણ પુદ્ગલોની સાથે પરસ્પર સંબંધ કરાવનારૂં જે કર્મ તે ઔદારિકકાર્મસબંધનનામકર્મ. આ જ પ્રમાણે (૪) વૈક્રિય વૈક્રિય બંધનનામકર્મ, (૫) વૈક્રિય તૈજસબંધનનામકર્મ, (૬) વૈક્રિય કાર્મણબંધનનામકર્મ, (૭) આહારક આહારક બંધનનામકર્મ, (૮) આહારક તૈજસબંધનનામકર્મ અને (૯) આહારક કાર્પણ બંધનનામકર્મ, એમ ૯ બંધનો થાય છે. તથા આ જ ઔદારિક-વૈક્રિય- અને આહારક એમ ત્રણ શરીરોને ઈતર એવાં જે તૈજસ-કાશ્મણ બે શરીરો, તે બેની સાથે-સહિત કરવાથી પણ બીજાં ત્રણ બંધનો થાય છે. આ અર્થ ફરવુહિયાં એ પદમાંથી નીકળે છે. (૧૦) જુનાં ગૃહીત અને નવાં ગૃહ્યમાણ ઔદારિક પુદ્ગલોનો જુનાં ગૃહીત થયેલાં અને નવાં ગૃઘમાણ એવાં તૈજસ-કાશ્મણ એમ બન્ને પ્રકારનાં પુદ્ગલોની સાથે સંબંધ કરાવનારૂં જે કર્મ તે ઔદારિક તૈજસકાર્પણબંધન નામકર્મ. એ જ પ્રમાણે (૧૧) વેક્રિયતૈજસકાર્મણબંધનનામકર્મ અને (૧૨) આહારકતૈજસકાર્મસબંધનનામકર્મ પણ સમજી લેવાં. તથા તે તૈજસ અને કાર્યણ એમ બે જ શરીરોના પરસ્પર સંબંધ થવા રૂપ ત્રણ બંધનો થાય છે. આ અર્થ “ત્રિ સિં =" એ પદમાંથી નીકળે છે. ઉપર સમજાવ્યા પ્રમાણે જ (૧૩) તૈજસ તૈજસ બંધન નામકર્મ, Page #174 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક (૧૪) તેજસ કાર્પણ બંધન નામકર્મ અને (૧૫) કાર્મણ-કાર્યણ બંધન નામકર્મ. એમ પન્નર ભેદે બંધનો છે. અહીં ઔદારિક પુદ્ગલોનો વૈક્રિય અને આહા૨ક પુદ્ગલો સાથે, તથા વૈક્રિય પુદ્ગલોનો ઔદારિક અને આહારક સાથે, તથા આહારક પુદ્ગલોનો ઔદારિક અને વૈક્રિય સાથે પરસ્પર સંબંધ થતો નથી, તેથી તેઓનું પરસ્પર બંધન કહ્યું નથી. આ અર્થ ઉ૫૨થી એમ ફલિત થાય છે કે ઔદારિક શરીરવાળો આત્મા જ્યારે જ્યારે વૈક્રિય કે આહાક શરીર બનાવે છે ત્યારે ત્યારે તે તે શરીરો ઔદારિકથી જુદાં બને છે અને જુદાં રહે છે. પરંતુ તૈજસ-કાર્પણની જેમ ઔદારિકની સાથે ઓતપ્રોત-એકમેક થતાં નથી. તથા ઔદારિક શરીરવાળા આત્માને ભૂત-પ્રેત આદિ તુચ્છ દેવો વળગે, શરીરપ્રવેશ કરે ત્યારે પણ તે દેવોનું વૈક્રિય શરીર જુદું હોય છે. માત્ર ઔદારિકની સાથે સાંયોગિકભાવે જોડાયેલું હોય છે. તાદાત્મ્યભાવે જોડાયેલું હોતું નથી અને તેથી જ તે ભૂત-પ્રેત નીકળી જાય છે ત્યારે તેનું વૈક્રિય પણ તેની સાથે જ ચાલ્યું જાય છે. ઔદારિકવાળા આત્મામાં વર્તતું નથી. ઈત્યાદિ યુક્તિઓ પણ સ્વયં સમજવી, પંદર બંધનોનાં નામો આ પ્રમાણે છે - (૧) ઔદારિક ઔદારિક બંધન, (૨) ઔદારિક તૈજસ બંધન, (૩) ઔદારિક કાર્યણ બંધન, (૪) વૈક્રિય વૈક્રિય બંધન, (૫) વૈક્રિય તૈજસ બંધન, (૬) વૈક્રિય કાર્યણ બંધન, (૭) આહારક આહારક બંધન, ૧૩૯ (૮) આહારક તૈજસ બંધન, (૯) આહારક કાર્યણ બંધન, (૧૦) ઔદારિક તૈજસ-કાર્યણ બંધન, (૧૧) વૈક્રિય તૈજસ-કાર્યણ બંધન, (૧૨) આહારક તૈજસ કાર્મણ બંધન, (૧૩) તૈજસ-તેજસ બંધન, (૧૪) તૈજસ-કાર્યણ-બંધન, (૧૫) કાર્મણ-કાર્યણ બંધન. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ પ્રથમ કર્મગ્રંથ ગાથાના ક્રમ પ્રમાણે ઉપર ૧૫ નામો લખ્યાં છે. પરંતુ બીજી રીતે વિચાર કરીએ તો (૧) ઔદારિકની સાથે સંબંધ ધરાવનારાં કુલ ૪ બંધનો છે. નંબર-૧-૨-૩-૧૦, આ ચારને ઔદારિક બંધન ચતુષ્ટય કહેવાય છે. તેવી જ રીતે (૨) વૈક્રિયની સાથે સંબંધ ધરાવનારાં પણ કુલ ૪ બંધનો છે. નંબર-૪-૫-૬-૧૧, તથા આહારકની સાથે સંબંધ ધરાવનારાં પણ કુલ ચાર બંધનો છે. નંબર ૭-૮-૯-૧૨. તથા તૈજસની સાથે સંબંધ ધરાવનારાં ફક્ત બે છે નંબર ૧૩-૧૪ અને કાશ્મણની સાથે સંબંધ ધરાવનારૂં ફક્ત ૧ જ બંધન છે. નંબર ૧પમું. આ રીતે ઔદારિકનાં ૪, વૈક્રિયનાં ૪, આહારકનાં ૪, તૈજસનાં ૨ અને કાશ્મણનું ૧, એમ મળીને કુલ ૧૫ બંધનો થાય છે. પ્રશ્ન = જો પુદ્ગલોનો પરસ્પર બંધ (સંબંધ) પંદર જાતનો છે તો તેવા પ્રકારના જસ્થાઓનો સંઘાત પણ પંદર જાતનો જ હશે. કારણ કે જત્થા ભેગા કર્યા હોય તેનો જ પરસ્પર બંધ થાય છે. માટે જો સંઘાત પાંચ છે તો બંધન પંદર કેમ ? અને જો બંધન પંદર છે તો સંઘાત પાંચ કેમ ? કાં તો બન્ને પાંચ હોવાં જોઈએ અથવા બન્ને પંદર હોવાં જોઇએ? પરંતુ પ-૧૫નો સંખ્યાભેદ કેમ છે? ઉત્તર =પ્રશ્ન સત્ય છે. બંધન પંદર છે. તેથી “શરીરોની રચના”ને અનુરૂપ “જસ્થાઓનું ગ્રહણ” એ રૂપ સંઘાતન પણ પંદર જ છે. પરંતુ વિજાતીયનું ગ્રહણ પ્રશંસાપાત્ર નથી. તેથી તે ગ્રહણ પણ અગ્રહણ સ્વરૂપ જ ગણાય છે. જેમ કોઈ એક મનુષ્ય લાકડાનું ટેબલ બનાવે છે. તેમાં જરૂરીયાત પ્રમાણે ૧-૨ ઇંચ લાંબા ખીલા કોઈ નોકર પાસે બજારમાંથી મંગાવે છે. પરંતુ તે નોકર પોતાની અણઆવડતના કારણે ધારો કે વા ઇંચના અને વા ઇચના ખીલા લઈ આવે છે. હવે તે લાવેલા ખીલા ટેબલમાં યથાસ્થાને કામ નહીં આવવાથી મંગાવનારનું મુખ ચડી જાય છે અને લાવનાર ઉપર ગરમ થઈ જાય છે અને બોલી ઉઠે છે કે “તું તો લાવ્યો, પરંતુ ન લાવ્યા બરાબર છે.” તે ખીલા મંગાવ્યા પ્રમાણે અને Page #176 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક યથાર્થ આવ્યા નથી એટલે ગ્રહણ પણ અગ્રહણ ગણાય છે છતાં મંગાવનાર તે ખીલાને ફેંકી દેતો નથી, બીજા અન્યસ્થાનોમાં પણ તેનો વપરાશ તો કરે જ છે. ટેબલમાં તે નાના ખીલા પણ નાખે તો છે જ. તે જ રીતે શરીરોને અનુરૂપ સજાતીય પુદ્ગલોના સંયોગને જ શુભ ગણેલ છે. ઔદારિકની સાથે તૈજસ-કાર્પણ કે ઉભયનું ગ્રહણ વિજાતીય હોવાથી અશુભ માની સંઘાતન માનવામાં આવ્યું નથી. પરંતુ ગ્રહણ તો થયું જ છે એટલે પરસ્પર બંધ તો કરે જ છે. ઈત્યાદિ સુયોગ્ય તર્કથી સમજવું. ૩૭. હવે છ સંઘયણનું સ્વરૂપ સમજાવે છે - संघयणमट्ठिनिचओ, तं छद्धा वज्जरिसहनारायं । તહ સહનારાયું, નારાય અનાય ॥ રૂટો कीलिअ - छेवट्ठ इह - रिसहो पट्टो अकीलिआ वज्जं । ૩મો મીડવંથો, નારાયું રૂમમુરાનંને રૂક્ષ્ (संहननमस्थिनिचय: तत्षोढा वज्रऋषभनाराचम् । तथा च ऋषभनाराचं नाराचमर्धनाराचम् ) कीलिका - सेवार्तमिह, ऋषभः पट्टश्च कीलिका वज्रम् । उभयतो मर्कटबन्धो, नाराचमिदमुदाराङ्गे ) શબ્દાર્થ ઃ- સંષયળ = સંઘયણ, અદ્ગિનિષઓ = હાડકાંની રચના, તં તે સંઘયણ, છી = છ પ્રકારનું છે, વરસદના યં=વજૠષભનારાચ, તહ = તથા, સહનારાય ઋષભ-નારાચ, નાયં નારાચ, અનારાય અર્ધનારાચ, જીવિત્ર કીલિકા, છેવવું = છેવઢું, ૪ = અહીં, સિહો = ૠષભ એટલે, પટ્ટો પાટો, નૈતિ કીલિકા એટલે, વાં વજ-ખીલી, મો–બન્ને બાજુનો મર્કટબંધ, નારાયું = તે નારાચ, ફર્મ = આ છ સંઘયણો, રાતને = ઔદારિક શરીરમાં હોય છે. = = = ૧૪૧ = ગાથાર્થ = સંઘયણ એટલે હાડકાંની મજબૂત રચના, તે છ પ્રકારે છે. (૧) વજૠષભ નારાચ, (૨) ૠષભનારાચ, (૩) નારાય, (૪) = Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ પ્રથમ કર્મગ્રંથ અર્ધનારા, (૫) કીલિકા, (૬) સેવાર્ત, અહીં ઋષભ એટલે પાટો, વજ એટલે કાલિકા = ખીલી, અને બન્ને બાજુનો જે મર્કટબંધ તેને નારાચ કહેવાય છે. આ છ સંઘયણો ઔદારિક શરીરમાં હોય છે. ૩૮-૩૯. વિવેચન = શરીરની મજબૂતાઈ અસ્થિની રચનાની મજબૂતાઈ ઉપર આધાર રાખે છે. જેટલી અસ્થિની રચના મજબૂત, તેટલી શરીરની મજબૂતાઈ જાણવી. આ કારણથી અસ્થિની રચના જાણવી જરૂરી છે. અસ્થિની રચના માત્ર ઔદારિક શરીરમાં જ હોય છે. તેથી આ ગાથામાં કહેલાં છ એ સંઘયણ માત્ર ઔદારિક શરીરમાં જ હોય છે. વૈક્રિય આહારક શરીર અસ્થિની રચના વિનાનું જ હોય છે. તેથી તે બે શરીરોમાં સંઘયણ હોતાં નથી. જો કે આગમમાં દેવોને વજઋષભનારાચ સંઘયણવાળા કહ્યા છે પરંતુ તે માત્ર શક્તિની અપેક્ષાએ જ જાણવું. વાસ્તવિક દેવોને સંઘયણ હોતું નથી. ફક્ત વજઋષભનારા સંઘયણવાળા મનુષ્ય-તિર્યંચની જેમ દેવોનું શરીર અત્યંત મજબૂત હોય છે. મનુષ્ય-તિર્યંચોને છ એ સંઘયણ હોય છે. વિશ્લેન્દ્રિયોને છેવટું સંઘયણ હોય છે અને દેવ-નારકી – એકેન્દ્રિય જીવો સંઘયણ વિનાના છે. હવે સંઘયણો સમજવા માટે તેમાં આવેલા પારિભાષિક શબ્દોના પ્રથમ અર્થો સમજીએ. વજ એટલે ખીલાના આકારનું હાડકું, ઋષભ એટલે પાટાના આકારનું હાડકું, અને નારાચ એટલે મર્કટબંધ-જેમાં બે હાડકાં સામ-સામાં એક-બીજા હાડકાને વીંટળાઈને રહેલો હોય તે, જેમ માંકડાનું બચ્યું તેની માતાના પેટે જે રીતે વળગેલું હોય છે તે એવું મજબૂત વળગેલું હોય છે કે તેની માતા છલાંગ મારે ત્યારે બચ્ચે ઉલટું થઈ જાય છે. છતાં પડતું નથી. તેમ મજબૂત બે હાડકાંની આરપાર નીકળવાવાળી રચના વિશેષ તે મર્કટબંધ કહેવાય છે. તેને જ નારા કહેવાય છે. (૧) જ્યાં બે હાડકાં મર્કટબંધની જેમ પરસ્પર એકબીજાને વીંટળાયેલાં હોય, તથા તે બન્ને હાડકાં ઉપર પાટાના આકારે હાડકું વીંટળાયેલું હોય, Page #178 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૧૪૩ તથા તે ત્રણે હાડકાંને ભેદનાર ખીલાના આકારવાળું હાડકું આરપાર ગયેલું હોય, આવી હાડકાંની મજબૂતાઈ તે વજ88ષભનારાચ સંઘયણ. તેને અપાવનારૂં જે કર્મ તે વજઋષભનારાચ સંઘયણનામકર્મ. (૨) પૂર્વે કહેલી તમામ વ્યવસ્થા હોય પરંતુ માત્ર વજઃખીલાના આકારવાળું ત્રણને ભેદનારું હાડકું ન હોય. પાટો અને મર્કટબંધ એ બે જ હોય, તે ઋષભનારાચ સંઘયણ. તેને અપાવનારૂં જે કર્મ તે ઋષભનારાચ સંઘયણનામકર્મ. (૩) જ્યાં માત્ર બન્ને હાડકાં મર્કટબંધથી જ બંધાયેલાં હોય, પરંતુ હાડકાંનો પાટો કે ખીલી આકારવાળું હાડકું જ્યાં ન હોય તેવા આકારવાળી હાડકાંની જે રચના તે નારાચસંઘયણ. તેને અપાવનારૂં જે કર્મ તે નારાચસંઘયણનામકર્મ. (૪) જ્યાં બે હાડકાંની વચ્ચે એક બાજુ મર્કટબંધ હોય, પરંતુ બીજી બાજુ મર્કટબંધ ન હોય, બન્ને હાડકાં સ્વતંત્ર માત્ર હોય તેવી મજબૂતાઈવાળી જે હાડની રચના તે અર્ધનારાચ સંઘયણ. તેને અપાવનારૂં જે કર્મ તે અર્ધનારાચસંઘયણ નામકર્મ. (૫) જ્યાં બે હાડકાંની વચ્ચે મર્કટબંધ ન હોય, પાટો પણ ન હોય, માત્ર સાંડસીની જેમ ખીલી જ મારેલી હોય, બે હાડકાંની વચ્ચે ખીલાના આકારવાળું હાડકું માત્ર હોય તે કીલિકાસંઘયણ. તેને અપાવનારૂં જે કર્મ તે કીલિકાસંઘયણ નામકર્મ. (૬) જ્યાં મર્કટબંધ-પાટો-કે ખીલાના આકારનાં કોઈ હાડકાં આરપાર નથી-માત્ર બે હાડકાંના છેડા અડીને જ જેમાં રહેલા છે. સહેજ ધક્કો માત્ર લાગતાં ખસી જાય છે તે છેવટું-સેવાર્ત-છેદસ્કૃષ્ટ સંઘયણ કહેવાય છે. છેદ = છેડા, પૃષ્ટ = અડેલા, જ્યાં છેડા માત્ર અડેલા છે તેથી છેદસ્પષ્ટ નામ પડેલ છે. તેના ઉપરથી જ અપભ્રંશ થઈને છેવટ્ઝ શબ્દ બનેલ છે. તથા સ્નિગ્ધ પદાર્થના ભોજનની અને તૈલાદિના સેવાની અપેક્ષાથી વ્યાપ્ત છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ પ્રથમ કર્મગ્રંથ સેવા + ત = સેવાથી યુક્ત છે તેથી સેવાર્ત. તેને અપાવનારું કર્મ પણ સેવાર્તસંઘયણનામકર્મ. ૩૮-૩૯. હવે છ પ્રકારનાં સંસ્થાન સમજાવે છે - समचरंसं निग्गोह-साइ-खुज्जाइ वामणं हूंडं । સંવાવના- ની-દય-ત્તિ-શિયા ૪૦ | (સમતુરä ચોધ-સાહિ-યુજ્ઞાનિ વામન સુવું ! સંસ્થાનાનિ વM: M-નીત-નહિત-હારિદ્ર-પિતા:) શબ્દાર્થ - સમવસં = સમચતુરસ, નિગોદ = ન્યગ્રોધ, સારું = સાદિ, રઘુગના = કુન્જાદિ, વીમા = વામન, સુંઠું = હુંડક, સંવાળ = સંસ્થાન, વના = વર્ણ, fષ્ટ્ર = કાળો, નન = નીલો, સોહિય = લાલ, સિદ્ = પીળો, સિયા = શ્વેત-ધોળો. ગાથાર્થ = સમચતુરર્સ, ન્યગ્રોધ, સાદિ, કુલ્થ, વામન અને હુંડક, આ છ સંસ્થાનો છે. કાળો, નીલો, લાલ, પીળો અને ધોળો એ પાંચ વર્ષો છે. ૪૦. વિવેચન = શરીરના અંગ-પ્રતિઅંગોના માપનું વર્ણન જેમાં કરવામાં આવ્યું હોય તેવા શાસ્ત્રને “સામુદ્રિક શાસ્ત્ર કહેવાય છે. તે સામુદ્રિક શાસ્ત્રના આધારે શરીરના અંગ-ઉપાંગોની રચના હોય તો તે શરીરનો આકાર શુભ કહેવાય છે, અને તેના માપથી વિપરીત માપવાળાં અંગો હોય તો તે આકાર અશુભ કહેવાય છે. તે સમજાવવા સંસ્થાન (શરીરના અંગ-પ્રતિઅંગોની રચના) આકાર છ પ્રકારે છે. તે જણાવે છે.(૧) સમચતુરસ્ત્ર = શરીરના સઘળા અવયવો સામુદ્રિક શાસ્ત્રમાં કહ્યા મુજબના પ્રમાણયુક્ત હોય, અથવા પર્યકાસને બેઠેલા પુરુષના બે ઢીંચણનું અંતર, ડાબા ખભા અને જમણા ઢીંચણનું અંતર, જમણા ખભા અને ડાબા ઢીંચણનું અંતર, લલાટ અને આસનનું અંતર, એમ આ ચારે ખૂણા જેના Page #180 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૧૪૫ સરખા હોય, સમ = સરખા છે, વહુ = ચારે, ૩ = ખૂણા જેના તે સંસ્થાન સમચતુરસ્ત્ર સંસ્થાન કહેવાય છે. તેને અપાવનારૂં કર્મ સમચતુરસસંસ્થાન નામકર્મ કહેવાય છે. આ પ્રમાણે બાકીનાં પાંચ સંસ્થાનોમાં પણ અપાવનારાં તે તે કર્મોને તે તે નામવાળું સંસ્થાન નામકર્મ કહેવાય છે. (૨) જોધપરિમંડલ = ન્યગ્રોધ એટલે વડલાનું વૃક્ષ, પરિમંડલ = એટલે તેના જેવો આકારવિશેષ, જેમ વડલાનું વૃક્ષ ઉપરના ભાગે સુંદર શાખા-પ્રશાખા-પાંદડાં અને ફળવાળું હોય છે અને નીચેના ભાગમાં લાંબી લાંબી વડવાઇઓ લટકતી હોવાથી તેવા પ્રકારની શોભાવાળું હોતું નથી. તેવી રીતે પ્રાણીઓના શરીરનો નાભિથી ઉપરનો અર્ધભાગ સુંદર હોય, પ્રમાણયુક્ત હોય અને નીચેનો અર્ધભાગ તેવો શોભાવાળો ન હોય, પરંતુ લક્ષણો અને પ્રમાણો વિનાનો હોય તે ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન. (૩) સાદિ અથવા સાચી = શરીરમાં નાભિથી ઉપરનો ભાગ લક્ષણ અને પ્રમાણ વિનાનો હોય અને નાભિથી નીચેનો ભાગ લક્ષણોથી અને પ્રમાણથી યુક્ત હોય તે સાદિસંસ્થાન, આદિ ભાગ એટલે નીચેનો ભાગ, તે પ્રમાણયુક્ત હોવાથી તે ભાગથી સહિત જે સંસ્થાન તેને સ + ૮ = સાદિ સંસ્થાન કહેવાય છે. અથવા સાચી એટલે શાલ્મલી વૃક્ષ, તેના જેવી શરીરાકૃતિ, શાલ્મલીવૃક્ષ જેમ નીચેથી શોભાવાળું હોય છે. અને ઉપરના ભાગમાં તેવા પ્રકારની શોભાવાળું હોતું નથી. તેની જેમ જે શરીરમાં ઉપરનો ભાગ પ્રમાણ-શૂન્ય હોય અને નીચેનો ભાગ પ્રમાણયુક્ત હોય તે સાચી. ' (૪) કુન્જ સંસ્થાન = શરીરનાં મુખ્ય ૪ અંગો (૧) મસ્તક, (૨) ગ્રીવા, (૩) હાથ અને (૪) પગ, આ ચાર અંગો સામુદ્રિકશાસ્ત્રમાં કહેલ લક્ષણો અને પ્રમાણોથી યુક્ત હોય અને બાકીના ઉર-ઉદર-પીઠ ઈત્યાદિ શેષ અંગો લક્ષણહીન હોય તે કુન્જ સંસ્થાન. (૫) વામન સંસ્થાન = ઉપર કહેલ કુજથી ઉલટું જે સંસ્થાન, અર્થાત્ મસ્તક-ગ્રીવા-હાથ-અને પગ આ ચાર જેમાં લક્ષણહીન હોય અને શેષ ઉર-ઉદર-પીઠ ઈત્યાદિ અવયવો પ્રમાણયુક્ત હોય તે વામન સંસ્થાન. ૧૦ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ પ્રથમ કર્મગ્રંથ (૬) હુંડક સંસ્થાન = ઊંટના અઢારે વાંકાં, એની જેમ શરીરના સર્વ અંગ-પ્રત્યંગો જેમાં લક્ષણહીન હોય, બેડોળ હોય, તે હુડકસંસ્થાન. જે કર્મના ઉદયથી પ્રાણીઓના શરીરમાં ચામડીનો રંગ તથા શરીરના બીજા રુધિર-માંસ-વીર્ય આદિનો રંગ કાળો-ધાળા-પીળો-નીલો અને શ્વેત પ્રાપ્ત થાય તે વર્ણનામકર્મ કહેવાય છે. તે ૫ ભેદે છે. (૧) કૃષ્ણવર્ણ નામકર્મ = જે કર્મના ઉદયથી પ્રાણીનું શરીર કાજળ જેવા કાળા વર્ણવાળું બને તે કૃષ્ણવર્ણ નામકર્મ. (૨) નીલવર્ણ નામકર્મ = જે કર્મના ઉદયથી પ્રાણીનું શરીર પોપટની પાંખ જેવું નીલા વર્ણવાળું બને તે નીલવર્ણ નામકર્મ. (૩) લેહિતવર્ણ નામકર્મ- અથવા રક્તવર્ણ નામકર્મ = જે કર્મના ઉદયથી પ્રાણીનું શરીર મજીઠ જેવા લાલરંગવાળું બને તે રક્તવર્ણ નામકર્મ. (૪) પીતવર્ણ નામકર્મ = જે કર્મના ઉદયથી પ્રાણીના શરીરમાં હળદરના જેવા પીળા રંગની પ્રાપ્તિ થાય તે પીતવર્ણ નામકર્મ. (૫વેતવર્ણ નામકર્મ = જે કર્મના ઉદયથી પ્રાણીના શરીરમાં શંખની જેમ શ્વેત-ધોળા રંગની પ્રાપ્તિ થાય તે શ્વેતવર્ણ નામકર્મ. આ પાંચ વર્ણ સિવાય કાબરચિતરો, છિંકણીયો તથા ચોકલેટ આદિ અનેક રંગો છે. પરંતુ તે રંગો ઉપર કહેલા પાંચ રંગેના યથાયોગ્ય મીલનથી બને છે માટે જુદા-જુદા કહ્યા નથી. ૪૦. હવે બે ગંધ, પાંચ રસ, અને આઠ સ્પર્શ જણાવે છેસુરહિદુહો રસ પાન, તિર-ડુ-સાય-અવિના-મદુરા પાસ-ગુ-તદુ-મિડ-ક-સી-૩-સિદ્ધિ -તુલ ૪૨ (સુરમપુરમી રસા: પ%, તિવત-ટુ-ષાયા-મથુરા: | સ ગુરુ-ત-મૃદુલર-શીત–૩–થિક્ષાઃ મણી ) Page #182 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૧૪૭ શબ્દાર્થ - સુરદ = સુગંધ, પુરી = દુર્ગધ, રસા = રસો, પણ = પાંચ, ઉતર = કડવો, ટુ – તીખો, સાથ = તૂરો-ફિક્કો, કવિતા = ખાટો, મદુરા = મધુર, પાસા = સ્પર્શ, ગુરુ = ભારે, તદુ-હલકો, મિડ =કોમળ, ઉર = કર્કશ, સી = શીત, ૩૬ = ઉષ્ણ, સિદ્ધિ = સ્નિગ્ધ અવર = રુક્ષલુખો, મg = આઠ. ગાથાર્થ = સુગંધ અને દુર્ગધ એમ બે પ્રકારે ગંધ જાણવી, કડવોતીખો-તુરો-ખાટો અને મીઠો એમ પાંચ પ્રકારે રસ જાણવો, ભારે, હલકો, કોમળ-કર્કશ-શીત-ઉષ્ણ-સ્નિગ્ધ અને રુક્ષ એમ કુલ આઠસ્પર્શી જાણવા.૪૧. વિવેચન = શરીરમાં બે પ્રકારની ગંધ, પાંચ પ્રકારનો રસ, અને આઠ પ્રકારનો સ્પર્શ અપાવનારૂં જે કર્મ, તે કર્મ તે તે નામથી કહેવાય છે. (૧) સુરભિ નામકર્મ = જે કર્મના ઉદયથી પ્રાણીઓના શરીરમાં કસ્તુરી ગુલાબ અને અત્તર જેવી સુગંધ પ્રાપ્ત થાય તે સુરભિગંધ નામકર્મ. (૨) દુરભિ નામકર્મ = જે કર્મના ઉદયથી પ્રાણીઓના શરીરમાં લસણ અને ઉકરડા આદિના જેવી દુર્ગધ પ્રાપ્ત થાય તે દુરભિગંધ નામકર્મ. (૧) તિક્તરસ નામકર્મ = કફ આદિ રોગોનો નાશ કરે એવો લીંબડા આદિનો જે રસ તે તિક્તરસ, જે કર્મના ઉદયથી પ્રાણીઓના શરીરમાં લીંબડાના રસની જેમ તિક્તરસ = કડવા રસની પ્રાપ્તિ થાય તે તિક્તરસ નામકર્મ. (૨) કટુરસ નામકર્મ = ગળા આદિના રોગનો નાશ કરે એવો મરી-સુંઠ વિગેરેનો જે રસ તે કકરસ, જે કર્મના ઉદયથી પ્રાણીઓના શરીરમાં આવો તીખો રસ પ્રાપ્ત થાય તે કટુરસ નામકર્મ (૩) કષાયરસ નામકર્મ = રક્તદોષનો નાશ કરનાર હરડી-બેડાં આદિનો જે રસ તે કષાયરસ, જે કર્મના ઉદયથી પ્રાણીઓના શરીરમાં આવા પ્રકારને કષાયરસ (તુર-ફીક્કો રસ)પ્રાપ્ત થાય તે કષાયરસ નામકર્મ. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ પ્રથમ કર્મગ્રંથ (૪) આલ્ફરસ નામકર્મ = જે કર્મના ઉદયથી પ્રાણીઓના શરીરમાં આંબલી અને લીંબુ જેવો ખાટો રસ પ્રાપ્ત થાય તે આસ્ફરસનામકર્મ. (૫) મધુરરસ નામકર્મ = જે કર્મના ઉદયથી પ્રાણીઓના શરીરમાં પિત્તાદિ દોષોને શમાવનાર ગોળ-સાકર જેવો મધુરરસ પ્રાપ્ત થાય તે મધુરરસ નામકર્મ. આ પ્રમાણે જે કર્મના ઉદયથી પ્રાણીઓના શરીરમાં નીચે મુજબ આઠ સ્પર્શની પ્રાપ્તિ થાય છે, તે તે સ્પર્શનામકર્મ કહેવાય છે. (૧) અધોગમનનું કારણ બને તેવું લોઢાની જેવું ભારેપણું તે ગુરુસ્પર્શ. (૨) તિર્ય-ઊર્ધ્વગમનનું કારણ બને તેવું રૂ ની જેમ હલકાપણું તે લઘુસ્પર્શ. (૩) મખમલ આદિની જેમ કમળતાની પ્રાપ્તિ તે મૃદુસ્પર્શ. (૪) પત્થર આદિની જેમ કર્કશતાની પ્રાપ્તિ તે કર્કશસ્પર્શ. (૫) બરફ આદિની જેમ ઠંડાપણાની પ્રાપ્તિ તે શીતસ્પર્શ. (૬) અગ્નિ આદિની જેમ ઉષ્ણપણાની પ્રાપ્તિ તે ઉષ્ણસ્પર્શ. (૭) ઘી-તેલ આદિની જેમ ચીકાશવાળા સ્પર્શની પ્રાપ્તિ તે સ્નિગ્ધસ્પર્શ. (૮) ભસ્મ-આદિની જેમ લુખ્ખા સ્પર્શની પ્રાપ્તિ તે રુક્ષસ્પર્શ. આ પ્રમાણે વર્ણના ૫, ગંધના ૨, રસના ૫, અને સ્પર્શના ૮ મળીને કુલ વર્ણાદિ ચારના ૨૦ ભેદો થાય છે. સત્તામાં તે ૨૦ ગણાય છે. જો કે બંધ, ઉદય તથા ઉદીરણામાં પણ વીસે ભેદો હોય જ છે કારણ કે જો બંધ જ ન થયો હોય તો સત્તામાં આવે કયાંથી ? તથા કમ્મપયડીમાં ઉદીરણા કરણમાં વીસે ભેદો ઉદય-ઉદીરણામાં ગણ્યા પણ છે. પરંતુ કર્મગ્રંથકારોએ વીસ પેટાભેદ ન ગણતાં બંધ-ઉદય-ઉદીરણામાં સામાન્યથી વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ એમ ચાર જ ભેદ વિવસ્યા છે. અહીં વિવક્ષાભેદ માત્ર કારણ છે. ૪૧. Page #184 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૧૪૯ હવે આ ૨૦ ભેદમાં શુભ-અશુભ કેટલા? તે સમજાવે છે नील-कसिणं-दुग्गंधं, तित्तं कडुअं गुरुं खरं रुक्खं । सीअंच असुहनवगं, इक्कारसगं सुभं सेसं ॥ ४२ ॥ (નોન- તુલ્યું, તિવર્ત ટુર્વ મુરાં અક્ષમ્ | शीतं चाशुभनवकमेकादशकं शुभं शेषम् ) શબ્દાર્થ -નીત્ત = નીલો વર્ણ, તિi = કાળો વર્ણ, દુર્ઘ = દુર્ગધ, તિd = તિક્તરસ, વડુ = કટુકરસ, ગુરુ = ગુરુસ્પર્શ, રઘ = કર્કશસ્પર્શ, વર્ષ = રૂક્ષસ્પર્શ, સીગં = શીતસ્પર્શ, મસુદનવ = અશુભ નવક છે. ફુવાર = અગિયાર વર્ણાદિ, સુમં = શુભ છે, સેસં = બાકીના. ગાથાર્થ = વર્ણમાં નીલો અને કાળો, ગંધમાં દુર્ગન્ધ, રસમાં તિક્ત અને કટુક અને સ્પર્શમાં ગુરુ-કર્કશ-રુક્ષ અને શીત આ કુલ ૯ ગુણો અશુભ છે. બાકીના ૧૧ શુભ છે. ૪૨. વિવેચન = વર્ણાદિ નામકર્મના ૨૦ પેટાભેદોમાંથી ૯ અશુભ અને શેષ ૧૧ શુભ છે. અશુભ શુભ નીલ-કૃષ્ણ રક્ત-પીત-શ્વેત ગંધ દુર્ગધ કષાય-આમ્લ-મધુર. | ગુરુ-કકર્શ, રુક્ષ-શીત લઘુ-મૃદુ-સ્નિગ્ધ-ઉષ્ણ વર્ણ | સુગંધ ૨સ તિક્ત-કટુ સ્પર્શ નીલ વર્ણાદિને આપનારાં નીલવર્ણાદિ નામકર્મોને અશુભ અને રક્તવર્ણાદિ આપનારાં રક્તવર્ણાદિ નામકર્મોને શુભ કહેવાય છે. ૪૨. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ પ્રથમ કર્મગ્રંથ चउह-गइव्वणुपुव्वी, गइ-पुव्वीदुर्ग, तिगं नियाउजुअं પુત્રી એ વદે, સુ-ભૂસુદ-સુદ-વિહાર કરૂ (चतुर्धा-गतिरिवानुपूर्वी, गति-पूर्वीद्विकं त्रिकं निजायुयुतम् । पूर्युदयो वक्रे शुभाशुभवृषोष्ट्रविहगगतयः ) શબ્દાર્થ:-૨૩ =ચાર પ્રકારે, અબૈ=ગતિની જેમ, મળુપુત્રી આનુપૂર્વી, રૂપુત્રી ગતિ અને આનુપૂર્વી, દ્વિક, તિરાં-ત્રિક નિય૩=પોતાના આયુષ્યથી, ગુણંગયુક્ત, પુત્રી૩ો=આનુપૂર્વીને ઉદય, વક્રગતિમાં, સુદ-સુદ-શુભ-અશુભ વસુદ-બળદ અને ઉંટ જેવી, વિહા=વિહાયોગતિ જાણવી. ગાથાર્થ- આનુપૂર્વી કર્મ ગતિની માફક ચાર પ્રકારે છે. ગતિ અને આનુપૂર્વીનું દ્ધિક ગણાય છે. તથા તેમાં પોતાનું આયુષ્ય યુક્ત કરીએ તો ત્રિક કહેવાય છે. આનુપૂર્વીનો ઉદય વક્રગતિમાં થાય છે. બળદ અને ઉંટની જેમ શુભ-અશુભ વિહાયોગતિ બે પ્રકારે છે. ૪૩. વિવેચનાઃ- નરકગતિ આદિ ગતિ જેમ ચાર પ્રકારની છે. તે જ પ્રમાણે આનુપૂર્વીકર્મ પણ ચાર પ્રકારે જ જાણવું. કારણ કે એક ભવથી છુટી બીજા ભવમાં જતાં જે ગતિ ઉદયમાં આવી હોય, તે જ આનુપૂર્વ ઉદયમાં આવે છે. તથા બંધ-સત્તામાં પણ ગતિની સાથે જ આનુપૂર્વી હોય છે. તેથી આ ગતિ અને આનુપૂર્વીનું જોડકું છે. માટે બીજા ત્રીજા આદિ કર્મગ્રંથોમાં અથવા પંચસંગ્રહાદિ ઉપરના શાસ્ત્રોમાં જ્યાં જ્યાં ગતિદ્ધિક એમ લખ્યું હોય ત્યાં ત્યાં તે તે ગતિ અને તે તે આનુપૂર્વી લેવાય છે. અને જ્યાં ત્રિક લખ્યું હોય ત્યાં તે તે આયુષ્ય પણ સાથે ગણાય છે. જેમ કે(૧) નરકદ્ધિક એટલે નરકગતિ અને નરકની આનુપૂર્વી, (૨) નરકત્રિક એટલે નરકગતિ, નરકાનુપૂર્વી, અને નરકાયુષ્ય. એમ ચારે ગતિનાં દ્રિક તથા ત્રિક સમજી લેવાં. Page #186 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૧૫૧ આ આનુપૂર્વીનો ઉદય જીવને એક ભવથી નીકળ્યા પછી બીજા ભવમાં પહોચતાં પહેલાં વચગાળાના ક્ષેત્રમાં વિગ્રહગતિમાં જ હોય છે. “અનુણ તિઃ” તત્ત્વાર્થ. સૂત્ર ૨-૨૭ થી આ જીવની પરભવમાં જતાં આકાશપ્રદેશોની પંક્તિને અનુસારે જ ગતિ થાય છે. હવે પરભવમાં ઉત્પન્ન થવાવાળું ક્ષેત્ર જો આકાશપ્રદેશોની એક પંક્તિમાં આવતું ન હોય તો સમશ્રેણીએ જતા જીવને ઉત્પત્તિક્ષેત્ર તરફ કાટખૂણેથી વાળવાનું કામકાજ આ આનુપૂર્વનામકર્મ કરે છે. એથી આ આનુપૂર્વકર્મ બળદના નાકમાં નાખેલા રાશિ સમાન છે. તેના ઉદયથી સમશ્રેણીએ જતો જીવ પણ કાટખૂણેથી વળીને વક્રા કરીને પોતાના ઉત્પત્તિક્ષેત્રમાં પહોંચે છે. જે ભવમાં જવાનું હોય તે ભવની આનુપૂર્વીનો ઉદય હોય છે. કારણ કે ચાલુ ભવથી છુટ્યા પછી બીજા જ સમયે વિગ્રહગતિમાં પણ પરભવનું આયુષ્ય, પરભવની ગતિ, અને પરભવની જ બધી નામકર્મની પ્રકૃતિઓનો ઉદય હોય છે. તેથી આનુપૂર્વી પણ તે ભવની જ હોય છે. (૧) નરકાનુપૂર્વકર્મ-નરક ભવમાં જતા જીવને વક્રા કરાવે તે. (૨) તિર્યંચાનુપૂર્વકર્મ=તિર્યંચ ભવમાં ” ” (૩) મનુષ્યાનુપૂર્વકર્મ=મનુષ્ય ભવમાં " " " (૪) દેવાનુપૂર્વકર્મ= દેવ ભવમાં " આ પ્રમાણે ચાર આનુપૂર્વીનામકર્મ સમજાવ્યું. હવે શુભ અને અશુભ એમ બે પ્રકારની વિહાયોગતિ સમજાવે છે (૧) વૃષભ-હાથી-અને હંસના જેવી પ્રશંસનીય ચાલ-ગતિની પ્રાપ્તિ જે કર્મથી થાય તે શુભવિહાયોગતિ નામકર્મ. (૨) ઊંટ-અને ગધેડાના જેવી નિન્દનીય ચાલ-ગતિની પ્રાપ્તિ જે કર્મથી થાય તે અશુભવિહાયોગતિનામકર્મ કહેવાય છે. પ્રશંસનીય અને નિન્દનીય એવી ચાલવાની ક્રિયા એ મુખ્ય લક્ષ્ય છે. ચૌદ પિંડ-પ્રકૃતિઓમાં પહેલી પ્રકૃતિ પણ ગતિ છે. અને આ પણ ગતિ છે. તેથી તે બન્ને કર્મો Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ પ્રથમ કર્મગ્રંથ એક ન થઇ જાય તે માટે આ ચૌદમી પ્રકૃતિમાં ગતિની આગળ “વિહાયસ” શબ્દ વિશેષણ રૂપે જોડેલો છે. અહીં ગતિ-આનુપૂર્વીનું દ્રિક, અને ગતિ-આનુપૂર્વી અને આયુષ્યનું ત્રિક એવી સંજ્ઞા જેમ કરવામાં આવી છે. તેવી બીજી પણ કેટલીક સંજ્ઞાઓ જાણવા જેવી છે. જે ગાથામાં લખી નથી તો પણ આગળ ગ્રંથોમાં ઉપયોગી છે. માટે જણાવાય છે. વૈક્રિયદિક = વૈક્રિયશરીર અને વૈક્રિય અંગોપાંગ, ઔદારિકદ્ધિક = ઔદારિક શરીર અને ઔદારિકાંગોપાંગ. આહારકદ્ધિક = આહારકશરીર અને આહારક અંગોપાંગ, વૈક્રિયચતુષ્ક = વૈક્રિય શરીર, બંધન, અંગોપાંગ અને સંઘાતન, ઔદારિકચતુષ્ક = ઔદારિક” ” ” આહારકચતુષ્ક = આહારક” ” ” વૈક્રિયષટ્રક = વૈક્રિય શરીર, વૈક્રિયઅંગોપાંગ, દેવગતિ, દેવાનુપૂર્વી, નરકગતિ અને નરકાનુપૂર્વી. વૈક્રિયસતક = વૈક્રિય શરીર,અંગોપાંગ સંઘાતન,પંદરમાંથી જ બંધન, ઔદારિકસપ્તક = ઔદારિક " " " " આહારક સપ્તક = આહારક , , , વૈક્રિયાષ્ટક = વૈક્રિય શરીર, અંગોપાંગ, દેવગતિ, દેવાનુપૂર્વી, દેવાયુષ્ય,નરકગતિ, નરકાનુપૂર્વી, નરકાયુષ્ય. આવી અન્ય સંજ્ઞાઓ પણ સમજી લેવી. અહીં ૧૪ પિંડપ્રકૃતિના જે ૬૫ પેટાભેદો છે. તેનાં નામો તથા અર્થો પૂરા થાય છે. ૪૩. Page #188 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૧૫૩ હવે પ્રત્યેક પ્રકૃતિના અર્થો જણાવે છે परघाउदया पाणी, परेसिं बलिणंपि होइ दुद्धरिसो। ऊससणलद्धिजुत्तो, हवेइ ऊसासनामवसा ॥४४॥ (पराघातोदयात्प्राणी, परेषां बलिनामपि भवति दुर्धर्षः। उच्छ्वसनलब्धियुक्तो, भवति उच्छ्वासनामवशात् ) શબ્દાર્થ - પરીકથા = પરાઘાત નામ કર્મના ઉદયથી, પાપી = પ્રાણી, પરેસિં = બીજા માણસોને, વતિifપ = બળવાનું હોય તો પણ, હોડું = હોય છે. ટુરિસો = દુઃખે જીતી શકાય તેવો, સસણ = ઉચ્છવાસ નામની, નદ્ધનુત્તો = લબ્ધિથી યુક્ત, હવે = હોય છે. સાસનામવલી = ઉચ્છવાસ નામકર્મના વશથી. ગાથાર્થ = પરાઘાત નામકર્મના ઉદયથી પ્રાણી બળવાન્ એવા પણ પરને દુર્ઘર્ષ (દુઃખે જીતાય તેવો) બને છે. ઉચ્છવાસ નામકર્મના ઉદયથી જીવ ઉચ્છવાસ લબ્ધિથી યુક્ત બને છે. ૪૪. વિવેચન = જે કર્મના ઉદયથી પ્રાણી એવો મહાન તેજસ્વી બને કે પોતાના દર્શન માત્રથી, અથવા વાણીના અતિશયથી સામે બેઠેલા બળવાનું માણસોને પણ દુર્ઘર્ષ થાય, સામે રહેલા બળવાન માણસોને પણ ક્ષોભ પમાડે, દબાવી દે, કંઈ પણ બોલી ન શકે તેવા ઠંડા થઈ જાય, આ વ્યક્તિ ન આવી હોય ત્યાં સુધી ઘણો જ વિરોધ કરતા હોય, ગમે તેમ બેફામ આડાઅવળું વિરુદ્ધ બોલતા હોય, પરંતુ આ વ્યક્તિ આવીને જ્યારે સ્ટેજ ઉપર બેસે ત્યારે તેને જોઈને જ કોઈ બોલી ન શકે, કોઇ કંઇ વિરોધ ન કરી શકે, પોતાના તમામ પ્રતિસ્પધીઓ દબાઈ જાય તે પરાઘાત નામકર્મ. ઘણા માણસોનો એવો પ્રભાવ જ હોય છે કે જે પ્રભાવના કારણે તેનો કોઈ વિરોધ ન કરે, અથવા વિરોધ કરનારા વિરોધ કરી ન શકે, વિરોધીઓની પ્રતિભા નષ્ટ થઈ જાય, એવો પ્રભાવ જે કર્મના ઉદયથી મળે તે પરાઘાત નામકર્મ. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પ્રથમ કર્મગ્રંથ કોઈ વ્યક્તિ મોટી સભામાં ગયેલ હોય ત્યારે અથવા રાજામહારાજાની સભામાં ગયેલ હોય ત્યારે તેને જોતાં જ સભાના સર્વ સભ્યોનો વિરોધ શાન્ત થઇ જાય તેવો પ્રભાવ જે કર્મના ઉદયથી પ્રાપ્ત થાય તે જ પરાઘાતનામકર્મ. આ આત્મા ઉચ્છવાસ લેવા-મુકવાની લબ્ધિવાળો જે કર્મના ઉદયથી બને તે કર્મ ઉચ્છવાસનામકર્મ. સુખે સુખે ઉચ્છવાસ લઈ શકે, મુકી શકે, ઉચ્છવાસ લેવા-મુકવામાં કોઇ પણ જાતની તકલીફ ન પડે તેવી ઉચ્છવાસની લબ્ધિ જે કર્મના ઉદયથી મળે તે ઉચ્છવાસનામકર્મ. હવે આતપ નામકર્મ સમજાવે છે रवि-बिंबे उजीअंगं, ताव-जुअं आयवाउ, न उजलणे। जमुसिण-फासस्स तहिं, लोहिअवण्णस्स उदउत्ति ॥४५॥ (रविबिम्बे तु जीवाङ्गं, तापयुतमातपाद् न तु ज्वलने । यदुष्णस्पर्शस्य तत्र लोहितवर्णस्य उदय इति) શબ્દાર્થ :- વિવિવે = સૂર્યના બિંબને વિષે, ૩ = નક્કી, નવ = જીવનું અંગ, તાવનુસં = તાપયુક્ત, માયવી૩ = આતપ નામકર્મના ઉદયથી, 7 = નહીં, ૩ = વળી, જો = અગ્નિકાયમાં, કં = કારણ કે, ૩સિfસન્ન = ઉષ્ણસ્પર્શનો, તહિં = તેમાં, ત્રિવUUસ = લોહિતવર્ણનો, ૩૬૩= ઉદય છે. ત્તિ = માટે. ગાથાર્થ = સૂર્યના બિંબને વિષે જ (પૃથ્વીકાય) જીવોનું શરીર જે તાપયુક્ત લાગે છે તે આતપ નામકર્મના ઉદયથી છે. પરંતુ અગ્નિકાય જીવોને આતપનામકર્મનો ઉદય હોતો નથી. કારણ કે ત્યાં ઉષ્ણસ્પર્શનામકર્મનો અને લોહિતવર્ણનામકર્મનો ઉદય હોય છે. ૪૫. વિવેચન = જે કર્મના ઉદયથી જીવોનું શરીર અનુષ્ણ હોવા છતાં બીજાને ઉષ્ણ પ્રકાશ આપે તે કર્મને આતપ નામકર્મ કહેવાય છે. પરંતુ આ આતપનામકર્મનો ઉદય માત્ર સૂર્યના વિમાનમાં રહેલા પૃથ્વીકાયમય જે રત્નો છે તે રત્નોમાં રહેલા પૃથ્વીકાય જીવોને જ હોય છે. અન્યત્ર Page #190 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક . ૧૫૫ ક્યાંય આતપનામકર્મનો ઉદય હોતો નથી. સૂર્યના વિમાનમાં જે રત્નો છે તેમાં વર્તતા પૃથ્વીકાય જીવોને જ માત્ર આ કર્મનો ઉદય હોવાથી તેઓ જ પોતે અનુષ્ણ છે છતાં જગતને તેનો પ્રકાશ ઉષ્ણ આપી શકે છે. પ્રશ્ન = અગ્નિકાયના જીવો પણ ઉષ્ણ પ્રકાશ તો આપે જ છે તો શું તેઓને આતપનામકર્મનો ઉદય ન મનાય ? ઉત્તર = ના, કારણ કે પહેલી વાત તો એ છે કે તેઓ પોતે અનુષ્ણ (શીતળ) જ નથી. ઉષ્ણ જ છે અને આતપનામકર્મનો ઉદય તેઓને હોય છે કે જેઓ પોતે સ્વયં અનુષ્ણ હોતે છતે બીજાને ઉષ્ણ પ્રકાશ આપે તે, આ વ્યાખ્યા અગ્નિકાયમાં લાગુ પડતી નથી. કારણ કે તે અગ્નિ પોતે ઉષ્ણ હોતે છતે બીજાને ઉષ્ણ પ્રકાશ આપે છે. માટે આતપ નામકર્મનો ઉદય ત્યાં નથી. પ્રશ્ન = અગ્નિકાયના જીવોને જો આતપનામકર્મનો ઉદય ન હોય તો તેઓ લાલ (રક્ત) અને ઉષ્ણ (ગરમ) કેમ જણાય છે ? પાંચ વર્ણોમાંથી રક્તવર્ણ અને આઠ સ્પર્શીમાંથી ઉષ્ણસ્પર્શ કેમ છે ? શું તે આતપનામકર્મના ઉદયથી નથી? ઉત્તર = ના, રક્તતા અને ઉષ્ણતા એ આતપનામકર્મના ઉદયજન્ય નથી. પરંતુ રક્તતા જે દેખાય છે તે લોહિતવર્ણનામકર્મના ઉદયજન્ય છે અને ઉષ્ણતા જે જણાય છે તે ઉષ્ણસ્પર્શનામકર્મના ઉદયજન્ય છે. આ બને પરિસ્થિતિઓ આતપનામકર્મના ઉદયજન્ય નથી. પરંતુ તે તે વર્ણનામકર્મ અને સ્પર્શનામકર્મના ઉદયજન્ય છે. ૪૫. હવે ઉદ્યોતનામકર્મનું સ્વરૂપ સમજાવે છે अणुसिणपयासरुवं, जीअंगमुजोअए इहुजोआ। जइदेवुत्तरविक्किअ-जोइसखज्जोअमाइव्व ॥४६॥ (अनुष्णप्रकाशरूपं जीवाङ्गमुद्योतते इहोद्योतात् । यतिदेवोत्तरवैक्रियज्योतिष्कखद्योतादय इव) Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧પ૬ પ્રથમ કર્મગ્રંથ શબ્દાર્થ :- અલિપ = શીતળ, પાલવું = પ્રકાશસ્વરૂપ, ગીર = જીવનું અંગ, ૩ોમા = ઉદ્યોત કરે છે, રૂદ = અહીં, ૩ોમા = ઉદ્યોત નામકર્મના ઉદયથી, ખરું = યતિ-સાધુ, દેવ = દેવતા વડે, કવિમિ = કરાયેલા વૈક્રિય અને ઉત્તરવૈક્રિયમાં, ગોફા = ચંદ્રાદિ જ્યોતિષ દેવોને, રોગમારૂં = આગિયા વિગેરે, વ્ર = જીવોની જેમ. ગાથાર્થ = સાધુનું વૈક્રિય શરીર, દેવોનુ ઉત્તર વૈક્રિય શરીર, ચંદ્રાદિ જ્યોતિષ્ક દેવો અને આગિયા વિગેરેની જેમ જે જીવોનું શરીર અનુષ્ણ (શીતળ) પ્રકાશ રૂપે ઉદ્યોત કરે છે તે અહીં ઉદ્યોતનામકર્મના ઉદયથી થાય છે. ૪૬. વિવેચન = વૈક્રિય શરીરની રચના કરવાની લબ્ધિ જે સાધુ મહાત્માઓને ઉત્પન્ન થઇ છે તે સાધુ મહાત્માઓ જ્યારે વૈક્રિય શરીરની રચના કરે ત્યારે તે વૈક્રિય શરીરમાં, તથા દેવો જ્યારે ઉત્તર વૈક્રિય બનાવે ત્યારે તેમના બનાવેલા તે અન્યવૈક્રિયશરીરમાં, તથા ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર અને તારાદિ (સૂર્ય વિનાના) તમામ જ્યોતિષ્ક દેવોના વિમાનોમાં જડેલા પૃથ્વીકાયમય રત્નોના જીવોમાં, તથા (ચઉરિન્દ્રિય) એવા આગિયા જીવોમાં, તથા આદિ શબ્દથી રત્નાદિમાં, મણિ-નીલમ-પન્નાદિ પૃથ્વીકાય જીવોમાં, અપૂકાય જીવોમાં, તથા ઔષધિ આદિ વનસ્પતિકાય જીવોમાં, તે તે જીવોનું શરીર જે શીતળતા રૂપે પ્રકાશ કરે છે. તે ઉદ્યોત નામકર્મના ઉદયથી પ્રકાશ કરે છે. પોતે પણ શીતળ હોય અને પોતાનો પ્રકાશ બીજાને પણ શીતળતા આપે તે ઉદ્યોતનામકર્મના ઉદયથી છે. ઉપરની ચર્ચાથી કેટલીક વાત સ્પષ્ટ સમજવાની જરૂર છે કે જે આગળ ઉપર છઠ્ઠા કર્મગ્રંથમાં ઉપયોગી થશે. તે આ પ્રમાણે (૧) સાધુ મહાત્માઓને જન્મથી મળેલા ઔદારિક શરીરમાં ઉદ્યોત નામકર્મનો ઉદય બીલકુલ હોતો નથી. (૨) સાધુ મહાત્માઓ વૈક્રિય શરીરની રચના કરે ત્યારે પણ આહાર, શરીર અને ઇન્દ્રિય આ ત્રણ પર્યાપ્તિઓ તે શરીર સંબંધી પૂર્ણ થયા પછી જ ઉદ્યોતનો ઉદય થાય છે. તે પણ કોઈ જીવોને ઉચ્છવાસ Page #192 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૧૫૭ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પહેલાં પણ ઉદ્યોત શરૂ થાય છે અને કોઈ જીવોને ઉચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી પણ ઉદ્યોત શરુ થાય છે. તથા કોઈ જીવને ભાષા પર્યાપ્તિ પૂર્વે અથવા ભાષા પર્યાપ્તિ પછી પણ ઉદ્યોતનો ઉદય શરૂ થાય છે. તથા કોઈને મન:પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી અને કોઈને મન:પર્યાપ્તિ પૂર્ણ કર્યા પહેલાં આ ઉદ્યોત નામકર્મનો ઉદય શરૂ થાય છે. (૩) ૧થી૫ ગુણસ્થાનક વાળા ગૃહસ્થો વૈક્રિય શરીર બનાવે (અંબડશ્રાવકાદિની જેમ) તો પણ તેઓને ઉદ્યોતનો ઉદય હોતો નથી. (૪) સાધુ મહાત્માઓ ચૌદ પૂર્વધર બન્યા પછી આહારક શરીર બનાવે, તો તે પણ એક જાતનું મૂલશરીરથી ભિન્ન શરીર હોવાથી તે શરીરમાં પણ ઉદ્યોતનો ઉદય થઈ શકે છે. તે આહારક શરીર સંબંધી શ્વાસોચ્છવાસ, ભાષા અને મન:પર્યાપ્તિની પૂર્વે અથવા પછી આ ઉદ્યોતનો ઉદય થઈ શકે છે. (૫) દેવોને તેઓએ બનાવેલા ઉત્તરવૈક્રિયમાં જ ઉદ્યોતનો ઉદય હોય છે અને તે પણ તે ઉત્તરવૈક્રિયશરીર સંબંધી પ્રથમની ત્રણ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી, ૪-૫-૬ પર્યાપ્તિની પૂર્વે અથવા પછી ઉદય હોય છે. (૬) દેવોને પણ જન્મથી મળેલા મૂલવૈક્રિયમાં ઉદ્યોતનો ઉદય હોતો નથી. (૭) નારકીના મૂલવૈક્રિયમાં કે ઉત્તરવૈક્રિયમાં એકેયમાં પણ ઉદ્યોતનો ઉદય હોતો નથી. (૮) તિર્યંચગતિમાં ફક્ત તેઉકાય-વાયુકાયને મુકીને બાકીના તમામ (એકેન્દ્રિય-વિન્સેન્દ્રિય-અને પંચેન્દ્રિય તિર્યંચો)માં ઔદારિક શરીરમાં ઉદ્યોતનો ઉદય થઈ શકે છે. તે પણ ૪-૫-૬ પર્યાપ્તિઓની આગળ અથવા-પાછળ ઉદ્યોતનો ઉદય થાય છે. (૯) એકેન્દ્રિય-વિશ્લેન્દ્રિય-અને અસંશી પંચેન્દ્રિય તિર્યંચમાં વૈક્રિય લબ્ધિ નથી (વાયુકાયમાં વૈક્રિયરચના છે પરંતુ તેઓને ઉદ્યોતનો ઉદય હોતો જ નથી). બાકીના માત્ર સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યોમાં વૈક્રિયલબ્ધિ હોઈ શકે છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ પ્રથમ કર્મગ્રંથ તેઓ જ્યારે વૈક્રિયરચના કરે ત્યારે યથાસંભવ ૪-૫-૬ પર્યાયિઓની પૂર્વે અને પછી ઉદ્યોતનો ઉદય હોઈ શકે છે. (૧૦) જ્યોતિષ્ક દેવોમાં ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર અને તારાનાં જે વિમાનો છે તે વિમાનોમાં જે પૃથ્વીકાયમય રત્નો છે તે રત્નોના જીવોને ચોથી ઉચ્છવાસ પર્યાપ્તિની આગળ-અથવા પાછળ ઉદ્યોતનો ઉદય હોય છે. (૧૧) દેવોના ઉત્તરવૈક્રિયમાં જે ઉદ્યોતનો ઉદય પાંચ નંબરની લાઈનમાં જણાવ્યો તે ભવનપતિ-વ્યંતર-જ્યોતિષ્કદેવો અને વૈમાનિકદેવો એમ ચારે નિકાયના દેવોમાં જાણવો. - ગાથામાં જે ગોડ = શબ્દ છે તેનાથી ચંદ્રાદિ જ્યોતિષ્ક દેવોના વિમાનોમાં રહેલા પૃથ્વીકાયમય રત્નના જીવો જાણવા અને તેવુત્તરવિક્રમ શબ્દથી ભવનપતિ-વ્યંતર-જ્યોતિષ્ક અને વૈમાનિક એમ ચારે નિકાયના દેવો સમજવા. આ પદના સારાંશથી સૂર્યના વિમાનના પૃથ્વીકાય જીવોને ઉદ્યોતનો ઉદય હોતો નથી. પરંતુ સૂર્ય નિકાયમાં જન્મેલા જે દેવો છે તેઓને ઉત્તરવૈક્રિયની રચનાકાળે ઉદ્યોતનો ઉદય હોય છે. ૪૬. હવે અગુરુલઘુ તથા તીર્થંકર નામકર્મ સમજાવે છે"अंगं न गुरु न लहुअं, जायइ जीवस्स अगुरुलहु उदया । तित्थेण तिहुअणस्स वि, पुजो से उदओ केवलिणो ॥४७॥ (अङ्गं न गुरु न लघु, जायते जीवस्य अगुरुलघूदयात् । तीर्थेन त्रिभुवनस्यापि, पूज्यस्तस्योदयः केवलिनः) - શબ્દાર્થ - = શરીર, ગુરુ = ભારે પણ નહીં, અને ન તદુ = હલકું પણ નહીં, નાયડુ = થાય છે, નીવર્સ = જીવોને, અમુકુલહુડી = અગુરુલઘુના ઉદયથી, તિલ્થળ = તીર્થકર નામકર્મ વડે, તિદુર્માસ વિ = ત્રણે ભુવનને પણ, જો = પૂજ્ય થાય છે, તરસ = તેનો, ૩ો = ઉદય, વળિો = કેવલીને હોય છે. ગાથાર્થ = અગુરુલઘુ નામકર્મના ઉદયથી સર્વ જીવોને પોતાનું Page #194 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૧પ૯ શરીર ભારે (વજનદાર) પણ લાગતું નથી, તથા હલકું (બીનવજનદાર) પણ લાગતું નથી. તીર્થંકર નામકર્મના ઉદય વડે જીવ ત્રણે જગતને પૂજનીય બને છે. આ તીર્થંકર નામકર્મનો ઉદય કેવલી ભગવાનને હોય છે. ૪૭. વિવેચન = જે કર્મના ઉદયથી સર્વ જીવોને પોતાનું શરીર વજનમાં અતિશય ભારે લાગતું નથી, તથા અતિશય હળવું પણ લાગતું નથી તે આ અગુરુલઘુ નામકર્મનો ઉદય છે. હાથીના જીવને હાથીનું શરીર ભારે લાગતું નથી અને કીડીના જીવને કીડીનું શરીર હળવું લાગતું નથી. પરંતુ બન્ને પ્રકારના જીવોને પોત-પોતાનું શરીર અગુરુલઘુ (ગુરુતા-લઘુતા વિનાનું) જે લાગે છે તે આ કર્મનો ઉદય છે. કોઈ પણ જીવનું શરીર જો અતિશય ભારે હોય તો તે શરીર વહન જ ન કરી શકાય, અને જો અતિશય લઘુ જ હોય તો વાયુ વડે ઉડી જાય, ભૂમિ ઉપર સ્થિર રહી જ ન શકે, માટે ગુરુ કે લઘુ નથી, પરંતુ અગુરુલઘુ છે. આ અગુરુલઘુ નામકર્મ ધ્રુવોદયી છે. સર્વે જીવોને અવશ્ય ઉદયમાં હોય જ છે. તથા જે જીવોને ઉઠતા-બેસતાં ચરબી આદિના કારણે શરીર ભારે લાગતું હોય, શરીરે સોજા આવેલા હોય તેથી તકલીફ પડતી હોય, તો તે અસતાવેદનીયાદિ અન્ય કર્મોનો ઉદય સમજવો, તથા આ અગુરુલઘુ નામકર્મનો મંદ રસોદય સંભવે છે. તેથી વાયુ જેવા હલકા વજનવાળા જીવોને, અને લોખંડ-સુવર્ણાદિ જેવા વજનદાર જીવોને પણ પોત પોતાના શરીરમાં આ અગુરુલઘુ નામકર્મનો ઉદય તો હોય જ છે. માત્ર ત્યાં મંદ રસોદય હોય એમ લાગે છે, જેથી એકમાં વધારે લઘુતા અને બીજામાં વધારે ગુરુતા દેખાય છે. જો કે તે તે જીવોને તો પોતપોતાનું શરીર અગુરુલઘુ જ લાગે છે. પરંતુ બાહ્યદૃષ્ટિવાળા અન્ય જીવોને તે શરીર હલકું-ભારે જે લાગે છે. તે આ કર્મના મંદ ઉદયથી હોય એમ લાગે છે.' ૧. જાઓ ગુજરાતી કર્મગ્રંથ પહેલો વિવેચક પંડિત ભગવાનદાસભાઈ સંપાદક પૂ. આ. શ્રી રાજશેખરસૂરીશ્વરજી મ. પૃષ્ઠ-૧૩૧. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ પ્રથમ કર્મગ્રંથ જે કર્મના ઉદયથી જીવ ત્રણે ભુવનને પૂજનીય એવું ધર્મતીર્થ પ્રવર્તાવે, ધર્મનો પરમસત્યરૂપ ઉપદેશ આપે, સાધુ-સાધ્વી આદિ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે, અને તેના દ્વારા સુર-અસુર-માનવ-તિર્યંચ આદિ ત્રણે ભુવનના લોકો વડે પૂજનીય બને તે તીર્થકર નામકર્મ. આ કર્મનો ઉદય માત્ર કેવલજ્ઞાનીઓને જ હોય છે. તીર્થકર પરમાત્માના જીવોને પણ તીર્થકર નામકર્મનો વિપાકોદય કેવલજ્ઞાન પામ્યા પછી જ થાય છે. તે પૂર્વે વિપાકોદય હોતો નથી. છતાં પ્રદેશોદય ત્રીજા ભવે જ્યારથી તીર્થકરનામકર્મ બંધાયું છે ત્યારથી જ અંતર્મુહૂર્ત બાદ શરૂ થાય છે તેના કારણે આ જીવોનો પ્રભાવ અન્ય જીવો કરતાં ત્રીજા ભવથી સદા વધારે હોય છે. પરંતુ તીર્થની સ્થાપના કરવા રૂપ વિપાકોદય કેવલજ્ઞાન પામ્યા પછી જ થાય છે. તથા સર્વે કેવલજ્ઞાનીઓને તીર્થકર નામકર્મનો ઉદય હોય જ, એવો નિયમ નથી. પરંતુ તીર્થંકર નામકર્મનો ઉદય જો હોય તો કેવલજ્ઞાન પામ્યા પછી જ હોય છે એવો નિયમ છે. પ્રશ્ન = તીર્થકર ભગવન્તો કેવલજ્ઞાન પામ્યા પછી નિસ્પૃહ છે. અન્ય જીવો પ્રત્યે મમતા વિનાના છે. કૃતકૃત્ય છે. તો શા માટે ધર્મોપદેશ આપતા હશે ? ચતુર્વિધ સંઘની સ્થાપના શા માટે કરતા હશે ? વળી ક્ષીણમોહ છે તો લોકો ભગવાનને કરુણાના સાગર કેમ કહેતા હશે ? ભગવાનને લોકો ઉપર શું કરુણા વરસતી હશે ? દુઃખી લોકોને ભગવાનું કરુણાળુ હોવાથી શું સુખી કરતા હશે ? ગૌતમસ્વામિને પ્રભુ મહાવીરસ્વામી કરુણાના સાગર હોવાથી કેવલજ્ઞાન આપી મોક્ષ સાથે કેમ ન લઈ ગયા? 1 ઉત્તર = કેવલજ્ઞાન પામેલા તીર્થકર ભગવત્તે નિઃસ્પૃહ છે, નિર્મમ છે તથા અપેક્ષાવિશેષે કૃતકૃત્ય પણ છે જ, તેથી સ્પૃહાથી, મમતાથી કે કોઈ કૃત્ય કરવાના આશયથી ધર્મોપદેશ આપતા નથી. પરંતુ પોતે જ પોતાના Page #196 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૧૬૧ ત્રીજા ભવમાં “સવિ જીવ કરૂં શાસન રસી”ની ભાવનાથી તીર્થકર નામકર્મ બાંધ્યું છે અને અત્યારે કેવલી અવસ્થામાં પોતાનું જ બાંધેલું તે તીર્થકર નામકર્મ ઉદયમાં આવેલું છે. તે તીર્થકર નામકર્મનો વિપાકોદય જ એવો હોય છે કે જે ધર્મોપદેશ આપવા વડે જ ભગવાય, તેથી તીર્થંકર નામકર્મના ઉદયથી (ઉદયને પરવશ હોવાથી) ધર્મોપદેશ આપે છે તથા ઘાતકર્મો ક્ષીણ કરેલાં હોવાથી તેટલા અંશે કૃતકૃત્ય છે. પરંતુ હજુ અઘાતી કર્મો ક્ષીણ કર્યા નથી તેથી તેટલા અંશે (કંઈક અંશે) તે હજુ અકૃતકૃત્ય પણ છે. એકાન્ત કૃતકૃત્ય બન્યા નથી. માટે પૂર્વબદ્ધ કર્મોદયથી ધર્મોપદેશ આપે છે અને તેનાથી જ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. તથા ભગવાન વીતરાગાવસ્થાવાળા છે. નથી કોઈ ઉપર કરુણાવાળા, કે નથી કોઈ ઉપર ક્રૂરતાવાળા, પરંતુ સર્વ જીવોને સાચા ધર્મના રસિક બનાવવાની પરમ ઉત્તમ ઉંચી ભાવનાથી પૂર્વભવમાં બાંધેલું તીર્થંકર નામકર્મ આજે વિપાકેદયમાં આવેલું છે. તેથી તેનો ઉદય અન્ય જીવોનું પરમકલ્યાણ કરનાર બને છે. તેના ઉદયથી વાણી પણ પાંત્રીસ આદિ અનેક ગુણોવાળી હોય છે. તેથી સાંભળનાર શ્રોતાવર્ગને એમ લાગે છે કે અમારા ઉપર પ્રભુની પરમ કરુણા વરસી રહી છે કે જે આવી હિતકારી પરમ-કલ્યાણકારી વાણી સંભળાવે છે. સમજાવે છે. આ પ્રમાણે “કરુણાના સાગર” આ વાક્ય શ્રોતાઓનું છે. શ્રોતાઓને પ્રભુની વાણી પરમ કલ્યાણનું કારણ હોવાથી શ્રોતાઓ પ્રભુને “કરુણાના મહાસાગર કહે છે. શ્રોતાવર્ગ દ્વારા કરાયેલું આ ઉપચારવાક્ય છે. પ્રભુ પોતે પણ કર્મોદયને આધીન છે તો અન્ય સંસારી જીવો તો કર્મના ઉદયને આધીન હોય જ, તેમાં આશ્ચર્ય શું ? તેથી જ ભગવાન કોઈ દુઃખીને સુખી બનાવતા નથી કે ગૌતમસ્વામીને સ્વ-ઈચ્છાથી કેવલજ્ઞાન આપતા નથી. તમામ જીવો પોતે જ પોતાનાં કર્મો લઘુ કરવાથી કે ક્ષય કરવાથી ગુણો પામે છે. માત્ર પોતાના કલ્યાણમાં પ્રભુની વાણી અસાધારણ કારણ છે. તેથી તે પૂજ્ય છે. ઉપકારી છે. ૪૭. ૧૧ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ હવે નિમાર્ણનામકર્મ અને ઉપઘાતનામકર્મ સમજાવે છેअंगोवंगनियमणं, निम्माणं कुणइ सुत्तहारसमं । उवघाया उवहम्मइ, सतणुवयवलंबिगाईहिं ॥ ४८ ॥ (अङ्गोपाङ्गनियमनं, निर्माणं करोति सूत्रधारसमम् । उपघातादुपहन्यते, स्वतन्ववयवलंबिकादिभि:) શબ્દાર્ડ- અશોવં નિયમળ = અંગ અને ઉપાંગની ગોઠવણ, निम्माणं નિર્માણ નામકર્મ, कुणइ કરે છે, સુત્તહારક્ષમ સૂત્રધાર સરખું છે, વષાયા ઉપઘાત નામકર્મના ઉદયથી વહમ્મદ્ = પીડાય છે. પોતાના શરીરના જ, અવયવ અવયવો જે, તંત્રિાદિ = सतणु પડજીભી આદિ વડે. = = પ્રથમ કર્મગ્રંથ = = ગાથાર્થ ઃ- જે કર્મ સુથારની જેમ અંગ-ઉપાંગોની યથાસ્થાને વ્યવસ્થા–ગોઠવણી કરે છે તે નિર્માણનામકર્મ છે. ઉપઘાત નામકર્મના ઉદયથી જીવ પોતાના શરીરના જ અવયવો પડજીભી આદિવડે દુઃખી થાય છે. ૪૮, = વિવેચન :- અંગોપાંગનામકર્મ શરીરના અંગો-ઉપાંગો અને અંગોપાંગોની રચના કરી આપે છે. પરંતુ તે સર્વ અવયવોને યથાસ્થાને જોડવાનું કામ નિર્માણ નામકર્મ કરે છે. જેમ નાના નાના સુથારો બારીબારણાં તથા તેના ટુકડાઓ ઘડીને બનાવી આપે. પરંતુ યથાસ્થાને તે સર્વ બારી-બારણાંની ગોઠવણી મુખ્ય સુથાર કરે છે. તેમ હાથની જગ્યાએ જ હાથ, પગની જગ્યાએ જ પગ, માથાની જગ્યાએ જ માથું, ઇત્યાદિ પોતપોતાના યથાસ્થાને તમામ અવયવોની ગોઠવણી કરનારૂં જે કર્મ તે નિર્માણ નામકર્મ છે. આ નિર્માણ નામકર્મ ધ્રુવ-ઉદયી છે. સર્વ જીવોને સર્વ અવસ્થામાં ઉદયમાં હોય જ છે. માટે સર્વ અવયવો પ્રતિનિયત સ્થાને જ ગોઠવાય છે. છતાં કોઇ બાળકોમાં જન્મતાં અંગોની ગોઠવણી અસ્તવ્યસ્ત જણાય, તો તે ઉપઘાત નામકર્મના ઉદયથી જાણવું. Page #198 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૧૬૩ જે કર્મના ઉદયથી પ્રાણી પોતાના જ શરીરના બેડોળ, વિકૃત, અથવા હીન કે અધિક અવયવો વડે પોતે દુઃખી થાય, સંસારમાં પરાભવ પામે, દોષિત શરીરવાળો ગણાય તે ઉપઘાત નામકર્મ. જેમ કે શરીરમાં રસોળી હોય, પડજીભી હોય, ચોરદાંત હોય, હરસ-મસા-તલ-ખુંધ, છ આંગળીયો, માથે ટાલ, ગાલે મોટું લાલ ચાઠું, ગળે આંચળ, વિગેરે ભાગોથી શરીર દોષિત હોય તે સર્વ ઉપઘાતનામકર્મથી સમજવું. ગળે ફાંસો ખાવો, પર્વત ઉપરથી પડતું મુકવું, નદી કે સમુદ્રમાં ઝંપાપાત કરવો, અગ્નિમાં બળી મરવું, ટ્રેન નીચે આપઘાત કરવો, ઈત્યાદિમાં શરીર જ દુઃખનું કારણ હોવાથી ઉપઘાત નામકર્મનો ઉદય સમજવો. પ્રશ્ન :- માથે ટાલ હોય, ડબલ દાંત હોય, છ આંગળીઓ હોય, ઇત્યાદિ ભાવવાળો જીવ તો પૈસાદાર-ધનવાન-ભાગ્યશાલી કહેવાય છે. તેને ઉપઘાત નામકર્મનો ઉદય કેમ કહો છો ? ઉપઘાત નામકર્મ તો અશુભ છે. ઉત્તર :-જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ભલે કદાચ તે ભાવિમાં થનારી ધનપ્રાપ્તિનાં સૂચક ચિહ્નો હોય, અને તેના કારણે તે જીવોને ધનવાન કે ભાગ્યશાલી ભલે ગણાતા હોય, તથાપિ શરીરની સુંદર રચનામાં તો તે ખામી ગણાય, દૂષિતતા ગણાય, શરીર દોષવાળું ગણાય, માટે ઉપઘાતનો ઉદય ગણાય છે. અને તે શરીરની વિકૃતિ હોવાથી અશુભમાં જ આવે છે. આ પ્રમાણે પરાઘાત આદિ ૮ પ્રત્યેક પ્રકૃતિઓ સમજાવી. ૪૮. હવે ત્રસદશકના અર્થ સમજાવે છેવિ-તિ-વ-પforતિસા, વાયરો વાયર ગયા શૂના , निय-निय-पज्जत्तिजुआ, पज्जत्ता लद्धिकरणेहिं ॥४९ ॥ (દ્ધિ-ત્રિ-વતુ:-પગ્નેન્દ્રિયાત્રાદ્ વાતો વાતાઃ નવા શૂરા. निज-निज-पर्याप्ति-युताः पर्याप्ताद् लब्धिकरणाभ्याम् ) શબ્દાર્થ - વિ = બેઈન્દ્રિય, તિ= તે ઇન્દ્રિય, વ = ચઉરિન્દ્રિય, Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ પ્રથમ કર્મગ્રંથ પબિન્દિ = પંચેન્દ્રિય, તા= ત્રસનામકર્મના ઉદયથી, વાયરમો = બાદર નામકર્મના ઉદયથી, વાયરી = બાદર, નીયા = જીવો, ચૂના = પૂલ, નિયનિય = પોત પોતાની, પmત્તિનુકા = પર્યાપ્તિઓથી યુક્ત, તદ્ધિ રહિં = લબ્ધિ અને કરણ વડે. " ગાથાર્થ - ત્રસ નામકર્મના ઉદયથી જીવ બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય થાય છે. બાદર નામકર્મના ઉદયથી જીવો બાદર એટલે સ્થૂલ થાય છે. પર્યાપ્ત નામકર્મના ઉદયથી જીવો પોતપોતાની પર્યાપ્તિઓથી યુક્ત થાય છે. અને તે લબ્ધિ તથા કરણ વડે બે પ્રકારના છે. ૪૯. વિવેચન :- પ્રયોજનના વશથી પોતાની ઇચ્છા પ્રમાણે એકસ્થાનથી બીજે સ્થાને જઈ શકે, ઇચ્છા મુજબ ગમનાગમન કરી શકે તે ત્રસ કહેવાય છે. બેઈન્દ્રિય-તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય-અને પંચેન્દ્રિય જીવો ત્રસ કહેવાય છે કારણ કે આ ચાર પ્રકારના જીવો સ્વેચ્છાનુસાર ગમનાગમન કરે છે. આવા પ્રકારનું બેઈન્દ્રિયાદિના ભવવાળું ત્રસપણે જે કર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે તે ત્રસનામકર્મ કહેવાય છે. પ્રશ્ન- તત્ત્વાર્થ સૂત્રમાં તો તેઉકાય-વાયુકાયને પણ ત્રસ કહેવામાં આવે છે. સૂત્ર-૨-૧૪, તો શું તેઓને પણ ત્રસનામકર્મનો ઉદય હોય? ઉત્તર :- ના, તેઉકાય-વાયુકાયને સ્થાવર નામકર્મનો જ ઉદય હોય છે. ત્રસનામકર્મનો ઉદય હોતો નથી, અગ્નિ એક ઘરથી બીજા ઘર ઉપર, અને એક વૃક્ષ ઉપરથી બીજા વૃક્ષ ઉપર ગમન કરે છે. તથા વાયુ સ્વયં જગતમાં વાય છે. ગમન કરે છે. માટે ગમન શક્તિ યુક્ત હોવાથી ગતિત્રસ કહેવામાં આવ્યા છે. એટલે કે ગતિથી જાણે ત્રસ જેવા છે. નદીના કાંઠામાં શીતળતા અને પવિત્રતા હોવાથી લક્ષણાથી જેમ નદીનો ઉપચાર કરાય છે. પરંતુ તે વાસ્તવિક નદી નથી; ત્યાં જળપ્રવાહ નથી. તેમ તેઉકાય-વાયુકાયમાં ગતિધર્મને આશ્રયી ત્રસત્વનો આરોપ કરવામાં Page #200 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક આવે છે. વાસ્તવિક ત્રસ નથી, તેથી જ તેઓની ગતિ તે ગતિમાત્ર છે. પરંતુ દુઃખથી બચવાની અને સુખની પ્રાપ્તિ પૂર્વકની બુદ્ધિવાળી ગતિ નથી, માટે જ વાસ્તવિક સ્થાવર છે. પ્રશ્ન :- પત્થર પણ ઢાળ મળે તો ગતિ કરે છે. પાણી પણ ઢાળ મળે તો ગતિ કરે છે તથા ઝાડ પણ વાયુ મળે તો શાખા-પ્રશાખા હાલે છે. તો પૃથ્વી-પાણી-વનસ્પતિને ત્રસ (ગતિત્રસ) કેમ ન કહ્યા ? ૧૯૫ ઉત્તર ઃ- આ ત્રણે ઢાળ- અથવા પવનનો સહારો મળે તો તેના વેગથી ગતિ કરે છે સ્વયં પોતે ગતિ કરતા નથી. જ્યારે અગ્નિ અને વાયુ તો ભક્ષ્ય મળતાં કોઇની સહાય વિના સ્વયં ગતિ કરે છે માટે તેઉ-વાયુ આ બે જ ગતિત્રસ છે. શેષ ત્રણ સ્થાવર છે. વાસ્તવિક પાંચે સ્થાવર છે. જે કર્મના ઉદયથી જીવ સ્થૂલ બને, બાદર પરિણામ વાળો બને, જેનું એક શરીર અથવા શરીરોનો સમુદાય ભેગો થયો છતો ચક્ષુથી દેખી શકાય તે બાદર નામકર્મ કહેવાય છે. સૂક્ષ્મ જીવોનાં અસંખ્ય શરીરો ભેગાં મળે તો પણ ચક્ષુગોચર બનતાં નથી. બાદર નામકર્મના ઉદયવાળા જીવોમાં કદાચ એક જીવનું શરીર ભલે ચક્ષુગોચર ન થાય, પરંતુ સમૂહ થયે છતે અવશ્ય ચક્ષુગોચરને યોગ્ય થાય છે. તે બાદર નામકર્મ કહેવાય છે. આ કર્મના ઉદયથી જીવ પોતે બાદર પરિણામમાં પરિણામ પામે છે. તેથી તેનું શરીર દૃશ્ય બને છે. બાદર નામકર્મનો વિપાકોદય જીવમાં ફળ આપે છે. આ પ્રકૃતિ જીવવિપાકી છે. એટલે જીવને બાદ૨૫ણે પરિણમાવે છે. તેથી તેને મળેલું શરીર દૃશ્ય બને છે. કદાચ શરીર ન હોય તો પણ આ કર્મના ઉદયથી જીવ બાદર ભાવવાળો પિરણામ પામે છે. જેમકે વિગ્રહગતિમાં ઔદારિકાદિ શરીર નથી. છતાં જીવને બાદર નામકર્મનો ઉદય હોય છે. માટે જીવનું બાદરપણું સમજવું, શરીરનું નહીં. જીવ બાદર બનતો હોવાથી તેનું શરીર પણ બાદર કહેવાય છે. જેમ ક્રોધનો ઉદય=આવેશ-ગુસ્સો જીવમાં જ થાય છે. છતાં અન્યોન્ય સંબંધ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ પ્રથમ કર્મગ્રંથ હોવાથી શરીર પણ લાલચોળ બને છે. તપી જાય છે અને પરિશ્રમિત બની જાય છે. પરંતુ વાસ્તવિક આવેશ જીવમાં જ છે. તેમ અહીં બાદર પરિણામ જીવનો સમજવો. જે કર્મના ઉદયથી જીવ પોત-પોતાના ભવને યોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરી શકે તે પર્યાપ્ત નામકર્મ એકેન્દ્રિયને ૪, વિકસેન્દ્રિય તથા અસંજ્ઞીને ૫, અને સંજ્ઞી પંચેન્દ્રિયને ૬, પર્યાપ્તિ હોય છે. જે કર્મના ઉદયથી તે પર્યાપ્તિઓ પૂર્ણ કરી શકે તે પર્યાપ્ત નામકર્મ અને પૂર્ણ ન કરી શકે તે અપર્યાપ્તનામકર્મ. તેના બે ભેદ છે, એક ભેદ લબ્ધિની અપેક્ષાએ, અને બીજો ભેદ કરણની અપેક્ષાએ. આ પ્રસંગ સમજવા માટે પ્રથમ પર્યાપ્તિઓનું સ્વરૂપ કંઈક સમજીએ. પુદ્ગલોના ઉપચયથી આહાર- શરીર અને ઇન્દ્રિયોને યોગ્ય પુગલોને ગ્રહણ કરવાની, તથા તે તે રૂપે પરિણમાવવાની આત્મામાં પ્રગટ થતી જે શક્તિવિશેષ તે પર્યાપ્તિ, તથા શ્વાસ-ભાષા અને મનને યોગ્ય પગલોને ગ્રહણ કરવાની, તે તે રૂપે પરિણાવવાની, અને તેનું જ અવલંબન લઈને છોડવાની શક્તિ વિશેષ તે પર્યાપ્તિ કહેવાય છે. પર્યાપ્તિ એ એક જાતની આત્માની શક્તિવિશેષ છે. તે પુગલોના સહારાથી ઉત્પન્ન થાય છે. અને આહારાદિનાં પુદ્ગલોનું ગ્રહણ અને પરિણમન કરે છે. તથા શ્વાસોચ્છવાસાદિનું ગ્રહણ-પરિણમન અને અવલંબન લઈને વિસર્જન કરે છે. આ આહારાદિના ગ્રહણ-પરિણમન-અવલંબન અને વિસર્જનમાં વપરાતી શક્તિવિશેષ તે જ પર્યાપ્તિ છે. તેના છ ભેદ છે. (૧) ઉત્પત્તિસ્થાનમાં રહેલા આહારને યોગ્ય પગલોને જે શક્તિથી ગ્રહણ કરી, તેને આહાર રૂપે પરિણમાવે, અને શરીર બનાવવાને યોગ્યઅયોગ્ય રૂપે પૃથફ કરે તે શક્તિનું નામ આહારપર્યાપ્તિ. (૨) યોગ્ય પુદ્ગલોમાંથી હાડકાં – માંસ-લોહી-વીર્ય-આદિ રૂપે સાત ધાતુઓનું શરીર જે શક્તિથી બનાવે, તે શક્તિનું નામ શરીરપર્યાપ્તિ. Page #202 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૧૬૭ આહાર પર્યાપ્તિ ઉત્પત્તિના પ્રથમ સમયે સર્વ જીવોને થાય છે. પરંતુ તે આહારમાંથી શરીર બનાવતાં અંતર્મુહૂર્ત કાળ લાગે છે. માટે આહાર પર્યાપ્તિનો કાળ ૧ સમય, પરંતુ શરીરપર્યાપ્તિનો કાળ અંતર્મુહૂર્ત સમજવો, સાતધાતુમય શરીરની રચના ફક્ત ઔદારિક શરીરમાં સમજવી. કારણ કે તે જ શરીરમાં સાત ધાતુ હોય છે. તેમજ વૈક્રિય શરીર રૂપે અને આહારક શરીર રૂપે રચના થવી તે પણ શરીરપર્યાપ્તિ સમજવી. જેમ ખોરાક-પાણી લેવાથી જીવમાં શક્તિ વધે છે. તેમ પુદ્ગલોના સહારાથી આહાર-અને શરીરની ગ્રહણ તથા પરિણમનની શક્તિ જીવમાં પ્રગટ થાય છે. (૩) શરીર રૂપે બનેલા પુદ્ગલોમાં આંખ-કાન-નાક-જીભ આદિ ઇન્દ્રિયો બનાવવાની પુદ્ગલોની મદદથી આત્મામાં ઉત્પન થયેલી શક્તિવિશેષ તે ઇન્દ્રિયપર્યાપ્તિ. આ ત્રણ પર્યાપ્તિઓમાંની પ્રથમ આહાર પર્યાપ્તિમાં માત્ર પુગલોનું ગ્રહણ તથા પરિણમન જ છે. અને શરીર તથા ઇન્દ્રિય પર્યાપ્તિમાં પુદ્ગલોનું પરિણમન માત્ર જ છે. પરંતુ અવલંબન લઈને વિસર્જન કરવાનું નથી અને હવે પછીની ત્રણ પર્યાપ્તિમાં અવલંબન લઈને વિસર્જન પણ કરવાનું હોય છે. આ ત્રણ પર્યાયિઓ તમામ જીવો (પર્યાપ્તા કે અપર્યાપ્તા સર્વ જીવો) પૂર્ણ કરે છે. કારણ કે ત્રણ પૂર્ણ કર્યા પછી જ પરભવનું આયુષ્ય બંધાય છે. અને પરભવનું આયુષ્ય બાંધ્યા પછી જ (અબાધાકાળના અંતર્મુહૂર્ત બાદ જો મૃત્યુ થાય છે. તેથી ૧ શ્વાસોચ્છવાસમાં સાધિક ૧૭ ભવ કરનારા અને જલ્દી જલ્દી જન્મ-મરણ કરનારા જીવો પણ આ ત્રણ પર્યાપ્તિઓ તો પૂર્ણ કરે જ છે. (૪) શ્વાસોચ્છવાસને યોગ્ય પુદ્ગલોને જે શક્તિથી ગ્રહણ કરી, શ્વાસ-ઉચ્છવાસ રૂપે પરિણમાવી, તેનું જ અવલંબન લઈને વિસર્જન કરાય તે શક્તિને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહેવાય છે. શ્વાસ-ઉચ્છવાસનાં પુદ્ગલોને ગ્રહણ કરી પકડી રાખવાનાં હોતાં નથી. છોડી જ દેવાનાં હોય Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ પ્રથમ કર્મગ્રંથ છે. તેથી આ ત્રણ પર્યાપ્તિમાં વિસર્જન અધિક છે. વળી જેમ દડાને ફેંકતાં દડાનું અવલંબન (આધાર) લેવો પડે છે. તેને ફેંકવામાં વીર્યોત્પત્તિ માટે તેનો સહારો લેવો પડે છે તેમ શ્વાસ આદિના પુદ્ગલોના વિસર્જનમાં તેનું જ અવલંબન લેવું પડે છે. (૫) ભાષાને યોગ્ય ભાષાવર્ગણાનાં જે પુગલો છે તેને ગ્રહણ કરી, ભાષા રૂપે પરિણાવી, તેનું જ અવલંબન લઈને ભાષા રૂપે જે શક્તિથી મુકાય છે તે ભાષા પર્યાપ્તિ કહેવાય છે. (૬) મનને યોગ્ય મનોવર્ગણાનાં જે પુદ્ગલો છે તે પુદ્ગલોને ગ્રહણ કરી મન રૂપે પરિણમાવી, તેનું જ અવલંબન લઈને જે શક્તિથી મનરૂપે વિસર્જન કરાય છે તે શક્તિનું નામ મન:પર્યામિ કહેવાય છે. આ છ પર્યાપ્તિઓમાં આહાર-શરીર-અને ઇન્દ્રિય આ ત્રણ પર્યાપ્તિઓ પરસ્પર સંબંધવાળી છે. કારણ કે ગ્રહણ કરેલા આહારમાંથી જ શરીર બને છે. શરીરમાંથી જ ઇન્દ્રિયો બને છે. પરંતુ શ્વાસ-ભાષા અને મન તે તે શ્વાસ-ભાષા-અને મનોવર્ગણાના પુદ્ગલોમાંથી બનતી હોવાથી સ્વતંત્ર છે. કાળ- મનુષ્ય-તિર્યંચોને ઔદારિક શરીર આશ્રયી પહેલી આહાર પર્યાપ્તિ ૧ સમયે થાય છે. શેષ પાંચે પર્યાયિઓ એકેક અંતર્મુહૂર્ત, એકેક અંતર્મુહૂર્ત એમ પાંચ અંતર્મુહૂર્ત પૂર્ણ થાય છે. તો પણ અંતર્મુહૂર્ત નાનાંમોટાં અસંખ્ય ભેટવાળાં હોવાથી છ એ પર્યાતિનો ભેગો કાળ અંતર્મુહૂર્ત જ કહેવાય છે. દેવ-નારકી, મનુષ્યના વૈક્રિય-આહારક શરીરમાં તથા તિર્યંચના વૈક્રિય શરીરમાં પહેલી પર્યામિ એક સમયે, બીજી શરીર પર્યામિ અંતર્મુહૂર્ત, અને બાકીની ચારેય પર્યાયિઓ એકેક સમયે પૂર્ણ થાય છે. સિદ્ધાન્તકારના મતે દેવોની પાંચમી-છઠ્ઠી બને પર્યાપ્તિ ન સમયમાં સાથે પૂર્ણ થાય છે. છતાં દરેક જીવોને પોતાની સર્વ પર્યાયિઓ પૂર્ણ કરવાનો કાળ અંતર્મુહૂર્ત હોય છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૧૬૯ પ્રારંભ- છ એ પર્યાપ્તિઓનો પ્રારંભ સાથે કરે છે પરંતુ પૂર્ણાહૂતિ ક્રમશ થાય છે. કારણ કે પછી-પછીની પર્યામિ પૂર્વ-પૂર્વની પર્યાપ્તિ કરતાં સૂક્ષ્મ-સૂક્ષ્મતર છે. શાસ્ત્રમાં છ રૂ કાંતનારી સ્ત્રીઓનું દષ્ટાન્ત આવે છે. છ એ સ્ત્રીઓ ભલે સાથે રૂ કાંતવાનું કામ ચાલુ કરે તથાપિ જાડું કાંતનારીને વહેલું પૂર્ણ થાય છે અને સૂક્ષ્મ-સૂક્ષ્મતર કાંતનારીને વાર લાગે છે. આ છ પર્યાતિઓમાંથી કોઈ જીવ ત્રણ પૂર્ણ કરીને, કોઈ ચાર પૂર્ણ કરીને, કોઈ પાંચ પૂર્ણ કરીને અને કોઈ છ પૂર્ણ કરીને મૃત્યુ પામે છે. તે સમજાવવા આ પર્યાપ્તાના બે ભેદ કહે છે. લબ્ધિપર્યાપ્તા અને કરણપર્યાપ્તા. જે જીવોને પોત-પોતાની પર્યામિઓ પૂર્ણ કરવાની લબ્ધિ અર્થાત્ શક્તિ વર્તે છે. પોતાની યથાયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા પછી જ મૃત્યુ થાય એવી જેની પાસે લબ્ધિ-શક્તિ છે, તે લબ્ધિ પર્યાપ્તા કહેવાય છે. કોઈ જીવ એક ભવમાંથી મૃત્યુ પામી બીજા ભવમાં જ્યારે જતો હોય ત્યારે વિગ્રહગતિમાં પણ જો ત્યાં જઈ પોતાની પર્યાદ્ધિઓ પૂર્ણ કર્યા પછી મૃત્યુ પામવાનો હોય તો પર્યાપ્તિઓ પૂર્ણ કરવાની લબ્ધિવાળો હોવાથી પર્યાપ્તો જ કહેવાય છે. તેવી જ રીતે આહાર-શરીર-ઇન્દ્રિય પર્યાપ્તિ કરતો હોય ત્યારે પણ પૂર્ણ કર્યા પછી મરવાનો હોય તો લબ્ધિથી પર્યાપ્ત જ કહેવાય છે અને જે જીવ પોતાના ભવને યોગ્ય પર્યાદ્ધિઓ પૂર્ણ કર્યા વિના જ અધવચ્ચે જ મૃત્યુ પામવાનો હોય તો તે જીવ લબ્ધિથી અપર્યાપ્ત જ કહેવાય છે. લબ્ધિપર્યાપ્ત જીવ સદા તે ભવમાં લબ્ધિપર્યાપ્ત જ રહે છે અને લબ્ધિ અપર્યાપ્ત જીવ સદા તે ભવમાં લબ્ધિઅપર્યાપ્ત જ રહે છે. એક ભવમાં એક જ અવસ્થા આવે છે. બને અવસ્થા આવતી નથી. લબ્ધિઅપર્યાપ્તને અપર્યાપ્ત નામકર્મનો ઉદય હોય છે અને લબ્ધિપર્યાપ્તને પર્યાતનામકર્મનો જ ઉદય છે. પર્યાપ્ત-અપર્યાપ્ત નામકર્મનો ઉદય લબ્ધિને આશ્રયી હોય છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ પ્રથમ કર્મગ્રંથ કરણ એટલે પર્યાપ્તિઓ પૂર્ણ કરવાની ક્રિયા, જે જીવે પોતાના ભવને યોગ્ય પોતાની પર્યાપ્તિઓ પૂર્ણ કરવાની ક્રિયા સમાપ્ત કરી છે. પોતાની પર્યાપ્તિઓ પૂર્ણ કરી લીધી છે તે કરણપર્યાપ્ત અને જે જીવ પોતાના ભવને યોગ્ય ૪-પ-કે ૬ પર્યાપ્તિઓ પૂર્ણ કરી નથી પરંતુ હજુ પર્યાપ્તિઓ કરે છે તે કરણ અપર્યાપ્તા. છ પર્યાપ્તિઓ કરતા જીવો કરણ અપર્યાપ્ત કહેવાય છે પરંતુ તે જ જીવો પોતાની પર્યાદ્ધિઓ પૂર્ણ થતાં કરણ પર્યાપ્તા બને છે. એક ભવમાં બન્ને અવસ્થા આવી શકે છે. કરણ પર્યાપ્ત થવાવાળાને કરણ અપર્યાપ્ત અવસ્થામાં પણ પર્યાપ્તનામકર્મનો જ ઉદય હોય છે. પર્યાતિઓ પૂર્ણ કરવાની ક્રિયા પૂર્ણ થઈ નથી તેટલા પુરતો જ તે અપર્યાપ્ત કહેવાય છે. વાસ્તવિક તો તે પર્યાપ્ત જ છે. કરણ અપર્યાપ્ત અવસ્થામાં લબ્ધિની અપેક્ષાએ અપર્યાપ્ત પણ હોઈ શકે અને લબ્ધિની અપેક્ષાએ પર્યાપ્ત પણ હોઈ શકે, પરંતુ કરણ પર્યાપ્ત અવસ્થામાં માત્ર લબ્ધિ પર્યાપ્ત જ હોય છે. તેવી જ રીતે લબ્ધિ પર્યાપ્ત જીવો પોતાની પર્યાપ્તિઓ કરતા હોય ત્યારે કરણ અપર્યાપ્તા અને પર્યાપ્તિઓ પૂર્ણ કરી રહે પછી કરણ પર્યાપ્તા એમ બન્ને થઈ શકે છે. પરંતુ લબ્ધિ અપર્યાપ્તા જીવો નિયમ કરણ અપર્યાપ્તા કહેવાય છે. કોઈક સ્થળોએ “કરણ નો ત્રીજી ઇન્દ્રિયપર્યાપ્તિ” એવો પણ અર્થ કરવામાં આવ્યો છે. જેઓએ ત્રીજી ઈન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કરી છે તે કરણપર્યાપ્તા અને ત્રીજી હજુ અપૂર્ણ છે તે કરણ અપર્યાપ્તા. આવો અર્થ પણ કોઈ સ્થળોએ છે. આ અર્થ પ્રમાણે સર્વે લબ્ધિ અપર્યાપ્તા જીવો પણ ત્રણ પર્યાપ્તિઓ પૂર્ણ કરીને જ મૃત્યુ પામતા હોવાથી નિયમા કરણ પર્યાપ્તા થાય જ છે. એવો અર્થ ફલિત થાય છે. પરંતુ આ અર્થ વ્યાપકપણે પ્રસિદ્ધ નથી. આ પ્રમાણે ત્રસ-બાદર-પર્યાપ્તનામકર્મ સમજાવ્યું. ૪૯. Page #206 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૧૭૧ હવે પ્રત્યેક-સ્થિર-શુભ-સૌભાગ્યના અર્થ સમજાવે છે. पत्तेअतणू पत्ते उदएणं दंत-अट्ठिमाइ थिरं । नाभुवरि सिराइ सुहं, सुभगाओ सव्वजणइट्ठो ॥५०॥ (प्रत्येकतनुः प्रत्येकोदयेन, दन्तास्थ्यादि स्थिरम् । नाभ्युपरि शिर आदि शुभं, सुभगात्सर्वजनेष्टः) શબ્દાર્થ - પત્તે તપૂ = જુદા-જુદા શરીરવાળો, પત્તે ૩૫ = પ્રત્યેક નામકર્મના ઉદયથી, વંત = દાંત, દિડું = હાડકાં વિગેરે, થિર = સ્થિર, નામુરિ = નાભિથી ઉપર, સિરાડું = મસ્તક વિગેરે, સુર્દ = શુભ, અમો = સૌભાગ્ય નામકર્મના ઉદયથી, સવ્યન = સર્વ માણસોને, રૂ = ઈષ્ટ-વહાલો. ગાથાર્થ = પ્રત્યેક નામકર્મના ઉદયથી જુદા-જુદા શરીરવાળો બને છે. સ્થિરનામકર્મના ઉદયથી દાંત-હાડકાં વિગેરે સ્થિર પ્રાપ્ત થાય છે. શુભ નામકર્મના ઉદયથી નાભિ ઉપરના મસ્તકાદિ અંગો શુભ પ્રાપ્ત થાય છે. સૌભાગ્ય નામકર્મથી જીવ સર્વ જીવોને વહાલો લાગે છે. ૫૦. વિવેચન = જે કર્મના ઉદયથી દરેક જીવને ઔદારિક કે વૈક્રિય ભિન્ન-ભિન્ન શરીર પ્રાપ્ત થાય. જીવવાર જુદું જુદું શરીર મળે, એકેક શરીરમાં તેનો માલીક જીવ એકેક ભિન્ન ભિન્ન હોય તે પ્રત્યેક નામકર્મ. વનસ્પતિકાય સિવાય તમામ જીવોને પોત-પોતાનું શરીર ભિન્ન ભિન્ન જ હોય છે. વનસ્પતિકાયમાં વૃક્ષ-શાખા-પ્રશાખા-ફલ-ફળ ઇત્યાદિને જીવવાર ભિન્ન ભિન્ન શરીર હોય છે અને બટાકા-ડુંગળી-લસણ-ગાજર ઇત્યાદિ વનસ્પતિમાં અનંતજીવો વચ્ચે એક જ શરીર હોય છે. તેથી તેને સાધારણ કહેવાય છે. આવો પ્રત્યેકનો પ્રતિસ્પર્ધી ભેદ માત્ર વનસ્પતિકાયમાં જ હોવાથી ત્યાં પ્રત્યેક-સાધારણ બે ભેદો પ્રસિદ્ધ છે શેષ પૃથ્વીકાય આદિ સર્વ જીવો પ્રત્યેક નામકર્મના ઉદયવાળા છે તથાપિ તેઓમાં કયાંય સાધારણ એવો બીજો ભેદ ન હોવાથી પ્રતિસ્પર્ધીના અભાવે પ્રત્યેકનો વ્યવહાર થતો નથી. Page #207 -------------------------------------------------------------------------- ________________ * ૧૭૨ પ્રથમ કર્મગ્રંથ જે કર્મના ઉદયથી શરીરમાં રહેલા દાંત-હાડકાં વિગેરે અવયવો પોતપોતાની જગ્યાએ સ્થિર જ રહે છે. ખસી જતા નથી, પડી જતા નથી કે એકઠા થઈ જતા નથી. તે સ્થિરનામકર્મ કહેવાય છે. કોઈ માણસ મુખ પહોળું કરે તો ઉપરના દાંત નીચે પડી જતા નથી, એક પડખે સુવે તો ઉપરના પડખાનાં હાડકાં નીચે ઢગલો થઈ જતાં નથી. તે સ્થિર નામકર્મ છે. જે કર્મના ઉદયથી નાભિની ઉપરના અવયવો શુભ પ્રાપ્ત થાય તે શુભનામકર્મ. કારણ કે હાથ-મસ્તકનો બીજાને સ્પર્શ થાય તો સામનો માણસ આનંદિત થાય છે. કોઈના પણ માથા ઉપર, પીઠ ઉપર હાથ મૂકવામાં આવે તો તે રાજી થશે, પણ પગ મુકવામાં આવે તો રાજી થશે નહીં, માટે ઉપરના અવયવો જે શુભ છે તે શુભ નામકર્મનો ઉદય છે. જે કર્મના ઉદયથી આ જીવ બીજાનો ઉપકાર ન કરવા છતાં બીજાને વહાલો લાગે, લોકો વ્હાલ વરસાવે, ઓછું કામ કરવા છતાં લોકોની પ્રસન્નતા વધે, લોકોનો પ્રેમ વધે તે સૌભાગ્યનામકર્મ. કોઈ કોઈ વખત પુણ્યશાલી જીવ સૌભાગ્યાદિ શુભનામકર્મના ઉદયવાળો હોય છતાં સામેના જીવમાં રહેલા તીવ્ર એવા મિથ્યાત્વ-રાગઅને દ્વેષ આદિ મોહનીય કર્મના ઉદયને લીધે તેવા જીવોને પુણ્યશાલી જીવ ઉપર પણ અપ્રીતિ-નાખુશીભાવ થાય છે. પરંતુ તે દોષ તે જીવોનો જાણવો. જેમ સૂર્ય પ્રકાશ કરે ત્યારે ઘુવડ ન જોઈ શકે તે ઘુવડનો દોષ છે. જેમ વરસાદ વરસે ત્યારે જવાસો વનસ્પતિ સૂકાય તે જવાસાનો દોષ છે. તેમ તીર્થંકર પરમાત્મા જેવા મહાસૌભાગ્યવાળા જીવો પણ અભવ્યાદિ જીવોને ખટકે છે તે દોષ તે અભવ્યાદિ જીવોનો સમજવો. ૫૦. હવે સુસ્વર-આદેય અને યશના અર્થ કહીને સ્થાવરદશક જણાવે છે. सुसरा महुरसुहझुणी, आइज्जा सव्वलोअगिज्झवओ। जसओ जसकित्तीओ, थावरदसगं विवज्जत्थं ॥५१॥ Page #208 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક (सुस्वराद् मधुरसुखध्वनिरादेयात्सर्वलोकग्राह्यवचाः । यशसो यशः कीर्तयः, स्थावरदशकं विपर्ययार्थम् ) શબ્દાર્થ :- સુખરા સુસ્વર નામકર્મના ઉદયથી, મઘુર = મધુરમીઠી, સુન્ન = સુખકારી, ન્રુળી - ધ્વનિ, આર્ના આઠેય નામકર્મના ઉદયથી, સબતોઞ = સર્વ લોકોને, શિાવો = ગ્રાહ્યવચનવાળો, નસો યશનામકર્મના ઉદયથી, નક્ષત્તિીઓ યશ અને કીર્તિ, થાવરસ = = સ્થાવરદશક, વિવપ્નત્યં = વિપરીત અર્થવાળું છે. ગાથાર્થ સુસ્વર નામકર્મના ઉદયથી મીઠી અને સુખકારી વાણી પ્રાપ્ત થાય છે. આદેય નામકર્મના ઉદયથી સર્વલોકોને ગ્રાહ્ય વચનવાળો બને છે. યશનામકર્મના ઉદયથી યશ અને કીર્તિ પ્રાપ્ત થાય છે. સ્થાવરદશક આ ત્રસદશકના અર્થથી વિપરીત અર્થવાળું જાણવું. ૫૧. વિવેચન જે કર્મના ઉદયથી કંઠ કોયલ જેવો મધુર અને બીજાને સાંભળતાં જ સુખ-આનંદ-અને હર્ષ ઉત્પન્ન થાય એવો સુંદર મળે તે સુસ્વરનામકર્મ. ૧૭૩ = જે કર્મના ઉદયથી જીવનું વચન સર્વ લોકો માન્ય કરે, બોલતાંની સાથે જ વચન ઝીલી લે. લોકો કહ્યાગરા બની જાય, જીવનું વચન લોકોને પ્રીતિ ઉપજાવનારૂં બને, બોલના વક્તાના વચનથી આકર્ષાઇને લોકો સત્કાર-સન્માન-અને વિનય કરે તે આદેય નામકર્મ. જે કર્મના ઉદયથી જીવની ચારે દિશામાં ખ્યાતિ વધે, પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, દાન દ્વારા, તપાદિ ગુણ દ્વારા, અથવા શૂરવીરતા દ્વારા પ્રશંસા થાય, યશ અને કીર્તિ ચોતરફ ફેલાય. તે યશઃકીર્તિ નામકર્મ. પ્રશ્ન :- યશ એટલે પ્રશંસા, અને કીર્તિ એટલે પ્રશંસા, આ બન્નેમાં તફાવત શું ? શા માટે યશઃકીર્તિ એમ બે નામેા ભિન્ન બાલાય છે? ઉત્તર ઃ- સામાન્યથી બન્નેને અર્થ પ્રશંસા-ખ્યાતિ છે. તે પણ વિશેષથી વિચારીએ તા બન્નેમાં નીચે મુજબ તફાવત છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ પ્રથમ કર્મગ્રંથ તા-પુષ્ય-તા કીર્તિ પરીક્રમવૃત્ત થશઃ | एकदिग्गामिनी कीर्तिः, सर्वदिग्गामुकं यशः॥ દાન અને પુણ્યકાર્યો કરવાથી જે ખ્યાતિ થાય તે કીર્તિ. પરાક્રમતાથી-શૂરવીરતાથી જે ખ્યાતિ થાય તે યશ. એક દિશામાં ફેલાનારી જે પ્રસિદ્ધિ તે કીર્તિ. સર્વ દિશામાં ફેલાનારી વ્યાપક એવી જે પ્રસિદ્ધિ તે યશ. શાસ્ત્રમાં કીર્તિ કરતાં યશને મોટો ગણાવ્યો છે. હવે સ્થાવર દશકના અર્થ સમજાવવાના છે. પરંતુ તે ત્રસદશકથી બરાબર વિપરીત છે. તેથી ત્રસદશકના અર્થો ઉપરથી સ્વયં સમજાય તેવા છે માટે જ ગ્રંથકારશ્રીએ ગાથામાં લખ્યા નથી. તે અર્થો આ પ્રમાણે છે(૧) સ્થાવર નામકર્મ- સુખ-દુઃખના સંજોગોમાં પ્રયોજન વશથી પણ પોતાની ઇચ્છા મુજબ દુઃખથી નિવૃત્તિ માટે, અને સુખની પ્રવૃત્તિ માટે જે ગતિ કરી શકે નહીં તે સ્થાવર નામકર્મ. (૨) સૂમનામકર્મ- અસંખ્ય શરીરે લંબ રૂપે ભેગાં થયેલો હોય છતા ચર્મચક્ષુથી દેખી ન શકાય એવો આત્માનો સૂક્ષ્મ પરિણામ તે સૂમનામકર્મ, આ કર્મ પણ જીવને જ પોતાનું ફળ બતાવે છે. માટે જીવનો જે સૂક્ષ્મ પરિણામ તે આ કર્મથી સમજવો. શરીરનું સૂક્ષ્મ થવું કે જે શરીર ચક્ષુથી અગોચર હોય એમ અર્થ ન કરવો, આત્મા સૂક્ષ્મ પરિણામવાળો આ કર્મથી થયેલો છે. તેથી શરીર પણ સૂક્ષ્મ બનેલું છે એમ અર્થ સ્પષ્ટ કરવો. (૩) અપર્યાપ્તનામકર્મ- જે કર્મના ઉદયથી જીવ પોત-પોતાના ભવને યોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરી ન શકે, અધુરી પર્યાપ્તિએ જ મૃત્યુ પામે તે અપર્યાપ્ત નામકર્મ. લબ્ધિની અપેક્ષાએ જે અપર્યાપ્તા હોય છે તેઓને અપર્યાપ્ત નામકર્મનો જ ઉદય હોય છે. પરંતુ કરણની અપેક્ષાએ જે અપર્યાપ્તા હોય છે તેઓને અપર્યાપ્ત નામકર્મનો ઉદય હોય એવો નિયમ Page #210 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક નથી, કારણ કે કરણ અપર્યાપ્ત અવસ્થામા વતર્તા જે જીવા પેાતાની પર્યાપ્તિએ ભાવિમા પૂર્ણ કરીને જ મૃત્યુ પામવાના હાય છે તેઓને પર્યાપ્તનામકર્મના ઉદય વિગ્રહગતિથી જ ચાલુ થયેલા હાય છે. માટે લબ્ધિ અપર્યાપ્તાને જ અપર્યાપ્ત નામકર્મનો ઉદય હોય છે એમ સમજવું. (૪) સાધારણ નામકર્મ - અનંત જીવા વચ્ચે એક જ શ૨ી૨ની પ્રાપ્તિ થાય તે સાધારણ નામકર્મ, કાંદા, બટાકા, લસણ, ગાજર, ઇત્યાદિ અનંતકાયને સાધારણ નામકર્મનો ઉદય હોય છે. અનંતકાયમાં ઉત્પન્ન થનારા અનંતા જીવો (પરભવથી કોઇ જાદા જુદા ભવોમાંથી અવીને અહીં આવીને) સાથે ઉત્પન્ન થાય છે. સાથે જીવે છે. સાથે શ્વાસ-આહાર ગ્રહણ કરે છે. અને સાથે મરે છે. પરંતુ મર્યા પછી ભિન્ન ભિન્ન ગતિમાં જઇ શકે છે. કારણ કે એક શ૨ી૨વર્તી હોવા છતાં તૈજસ-કાર્યણ શરીર દરેકને સ્વતંત્ર જાદાં જાદાં હોય છે તથા અધ્યવસાયસ્થાનો પણ ભિન્ન ભિન્ન હોય છે. (૫) અસ્થિર નામકર્મ જે કર્મના ઉદયથી શરીરમાં જીભ, આંખની પાંપણ, નાડી, રુધિર, આદિ ગતિશીલ જ પ્રાપ્ત થાય તે અસ્થિરનામકર્મ. ( આ સ્થિર-અસ્થિર નામકર્મ દરેક જીવોને સાથે જ ઉદયમાં હોય છે અને નિયમા ઉદયમાં હોય છે) = ૧૭૫ (૬) અશુભ નામકર્મ = નાભિથી નીચેના અવયવો જે કર્મના ઉદયથી અશુભ પ્રાપ્ત થાય, જેના સ્પર્શથી સામેનો જીવ દુ:ખી થાય, જેમ પગના સ્પર્શથી અન્ય વ્યક્તિને દુ:ખ થાય છે. તે અશુભનામકર્મ. (આ શુભઅશુભ નામકર્મ દરેક જીવોને સાથે ઉદયમાં હોય છે અને નિયમા ઉદયમાં હોય છે). પ્રશ્ન = સ્થિર-અસ્થિર-શુભ-અશુભ આ ચારે કર્મોનો ઉદય દરેક જીવોને નિયમા હોય જ છે એમ કહો છો પરંતુ પૃથ્વીકાય-અકાય જેવા જીવોને, અને નિગોદના જીવોને આ ચાર કર્મોનો ઉદય કેમ હોઇ શકે ? તેઓને હાડકાં-દાંત નથી. જીભ-પાંપણ નથી, નાભિ જ નથી તો તેના ઉપરના ભાગો શુભ અને નીચેના ભાગો અશુભ કેમ હોઇ શકે ? Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ પ્રથમ કર્મગ્રંથ ઉત્તર=પ્રશ્ન સાચો છે, પરંતુ તેવા જીવોમાં પણ શરીરનો કોઇ ભાગ સ્થિર અને કોઇ ભાગ અસ્થિર સમજવો, પૃથ્વીકાય-અકાય કે નિગોદના જીવોનું શરીર અંગુલના અસંખ્યાતમા ભાગનું હોવાથી આખું શરીર જોઇ શકાતું નથી તો ભાગની વાત તો ક્યાંથી જોઇ શકાય ? છતાં વનસ્પતિકાય જેવા જીવમાં થડ આશ્રયી, સ્થિર, અને શાખા-પ્રશાખા આશ્રયી અસ્થિર સમજી લેવું. તથા નાભિના ઉપલક્ષણથી મધ્યભાગવત્ આત્મપ્રદેશો સમજી ઉ૫૨-નીચેનો ભાગ શુભ-અશુભ સમજવો. પ્રશ્ન = પગના સ્પર્શથી દુ:ખ થાય છે માટે નાભિ નીચેના અવયવો અશુભ છે એમ સમજાવો છો પરંતુ સ્ત્રીના ચરણ-સ્પર્શથી પુરુષને ( અને પુરુષના ચરણ-સ્પર્શથી સ્ત્રીને ) પ્રીતિ થતી પણ દેખાય છે તો પગનો ભાગ અશુભ કેમ કહેવાય ? ઉત્તર = તેમાં મોહની પ્રબળતા’’ કારણ છે. જેમ વિષ્ટા અશુભ છે છતાં ભૂંડને તે ગમે છે. અને તેટલા માત્રથી તે શુભ થઇ શકતી નથી તેમ અહીં મોહને લીધે જીવને પગનો સ્પર્શ પ્રીતિ કરનારો બને છે, પરંતુ વાસ્તવિક નહીં, માટે અશુભ નામકર્મનો ઉદય છે તે બરાબર છે. (૭) દૌર્ભાગ્ય નામકર્મ માણસને અપ્રિય લાગે, તે દૌર્ભાગ્ય નામકર્મ. જે કર્મના ઉદયથી ઉપકાર કરવા છતાં સામેના (૮) દુઃસ્વર નામકર્મ = જે કર્મના ઉદયથી કાનને અપ્રિય લાગે તેવા ખરાબ સ્વરની પ્રાપ્તિ થાય તે દુઃસ્વર નામકર્મ. (૯) અનાદેય નામકર્મ = યુક્તિ-યુક્ત બોલવા છતાં, હિતકારક વચનો કહેવા છતાં જે કર્મના ઉદયથી લોકો માન્ય ન કરે, લોકો માન- સન્માનવિનય ન કરે તે અનાદેય નામકર્મ. (૧૦) અયશ નામકર્મ = જે કર્મના ઉદયથી ચોતરફ નિંદા થાય, અપકીર્તિ ફેલાય, કોઇ પણ કામમાં અપજશ મળે તે અપયશ નામકર્મ. Page #212 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક આ પ્રમાણે સ્થાવરદશક કહ્યું. આ પ્રમાણે નામકર્મના ૪૨-૯૩૧૦૩-૬૭ ભેદો વિસ્તારથી સમજાવ્યા. ૫૧, હવે ગોત્રકર્મ તથા અંતરાયકર્મના ભેદો જણાવે છે गोअं दुहुच्च-नीअं, कुलाल इव सुघड-भुंभला इअं । विग्धं दाणे लाभे, भोगुवभोगेसु विरिए अ ॥५२॥ ( ગોત્રં દિયોત્ત્વનીરં, લાલ ફવ સુષટ-મુંમલાવિમ્ । विघ्नं दाने लाभे भोगोपभोगेषु वीर्ये च ) = સારા શબ્દાર્થ :- ગોત્રં - ગોત્ર કર્મ, વુદ્ઘ = બે પ્રકારે છે. સત્ત્વનીગં ઉચ્ચગોત્ર અને નીચગોત્ર, લાલ કુંભાર, વ = જેમ, સુષડ ઘડા, અને મુંમતાÄ = મદિરાના અશુભ ઘડા વિગેરે, વિષં = અંતરાય કર્મ, વાળે - દાનને વિષે, તમે = લાભને વિષે, ભોળુવભોળેલુ = ભોગ અને ઉપભોગને વિષે, વિણિ ય અને વીર્યને વિષે. = = = ૧૭૭ = ગાથાર્થ :- જેમ કુંભાર સારા ઘડા અને ભુંભલાદિ બનાવે છે તેવી રીતે ગોત્ર કર્મ ઉચ્ચ-નીચ એમ બે ભેદે છે. દાન-લાભ-ભોગ-ઉપભોગ અને વીર્યને વિષે વિઘ્ન કરનાર અંતરાય કર્મ પાંચ પ્રકારે છે. પર. = વિવેચન :- ગોત્ર કર્મના ઉચ્ચ અને નીચ એમ બે ભેદ છે. આ કર્મ કુંભાર સરખું છે. જેમ કુંભાર એક જ માટીમાંથી પૂર્ણકલશ આદિ એવા ઘટ બનાવે છે કે જે કુંભસ્થાપના-લગ્નની ચૉરી આદિમાં વપરાય, પુષ્પ-ચંદન-કંકુ-માલા-અને અક્ષતાદિ વડે પૂજાને પામે, અને તે જ માટીમાંથી એવા પણ ઘટ બનાવે છે કે જે મદિરા-વિષ્ટા-માંસાદિનું ભાજન બન્યા છતા નિન્દાને પામે, તિરસ્કારને પામે, તેમ ઉચ્ચગોત્રના ઉદયથી જીવ એવા કુળમાં ઉત્પન્ન થાય છે કે જે બુદ્ધિરહિત, ધનરહિત, અને રૂપરહિત હોય તો પણ લોકમાં પ્રશંસા પામે છે. અને નીચ ગોત્રના ઉદયથી એવા કુળમાં ઉત્પન્ન થાય છે કે જે બુદ્ધિમાન્, ધનવાન્, અને રૂપવાન્ હોવા છતાં પણ નિંદા અને તિરસ્કારને પામે છે. ૧૨ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ પ્રથમ કર્મગ્રંથ ઉચ્ચગોત્ર કર્મના ઉદયથી વિશિષ્ટ કુળની ઉત્પત્તિ માત્ર વડે પ્રશંસા પામે છે અને નીચગોત્ર કર્મના ઉદયથી હલકા કુલની ઉત્પત્તિ માત્ર વડે નિન્દા પામે છે. - હવે અંતરાય કર્મ સમજાવે છે તેના પાંચ ભેદ છે. આત્મામાં દાનાદિ ગુણોની જે લબ્ધિઓ (શક્તિ) રહેલી છે. તેને રોકવાનું કામ કરનાર આ અંતરાય કર્મ છે. દાનાદિ લબ્ધિઓ પાંચ પ્રકારની છે તેથી તેને અંતરાય કરનાર કર્મ પણ પાંચ પ્રકારનું છે. (૧) દાનાન્તરાય- સ્વ અને પરના ઉપકાર માટે પોતાની વસ્તુનો ત્યાગ કરવો તે દાન (તસ્વાર્થ સૂત્ર ૭-૩૩). આવા પ્રકારના આત્મ-ગુણનો પ્રતિબંધ કરનાર જે કર્મ તે દાનાન્તરાય. દાનમાં આપવા યોગ્ય પદાર્થ ઘરે વિદ્યમાન હોય, ઘરે સામેથી કોઈ ગુણવાનું પાત્ર લેવા આવ્યું હોય, અને આવા ગુણવાનું સુપાત્રને આપવાથી શું લાભ થાય છે ? તે શાસ્ત્રાભ્યાસથી કે ગુરુગમથી જીવ જાણતો હોય, છતાં આપવાની તમન્ના ન જાગે તે દાનાન્તરાયકર્મ. (શ્રેણિકરાજાની કપિલાદાસીની જેમ) (૨) લાભાન્તરાય- ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ થવી તે લાભ. તેનો પ્રતિબંધ કરનારૂં જે કર્મ તે લાભાન્તરાય. વિશિષ્ટ દાતાને ઘેર જઈ વિનય પૂર્વક માગવા છતાં ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ જે કર્મના ઉદયથી ન થાય તે લાભાન્તરાય. ઢંઢણ મુનિને છ માસ આહારપ્રાપ્તિ ન થઈ, ઋષભદેવ પ્રભુને પશુઓને પૂર્વભવમાં કરેલા અંતરાયથી ૧૩ માસ આહારપ્રાપ્તિ ન થઈ ઈત્યાદિની જેમ. (૩) ભોગાન્તરાય- જે વસ્તુઓનો માત્ર એકવાર ઉપયોગ થઈ શકે, ફરી બીજી વાર જેનો ઉપયોગ ન થાય તેવી વસ્તુઓના વપરાશને ભોગ કહેવાય છે. જેમ રાંધેલું અનાજ, પુષ્પમાલા, ઇત્યાદિ. તે ભોગમાં પ્રતિબંધ કરનારૂં જે કર્મ તે ભોગાન્તરાય, ઘરમાં ભોગને યોગ્ય મેવા-મીઠાઈ આદિ અનેક ચીજો પુણ્યોદયથી મળી હોય, સુખી હોય, છતાં ત્યાગની ભાવના વિના તે Page #214 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક વસ્તુઓનો પોતે પોતાના માટે ઉપયોગ કરી ન શકે, વસ્તુ વાપરવાનું મન ન થાય, તે ભોગાન્તરાય, પરંતુ દેશવિરતિ અથવા સર્વવિરતિ ધર્મ સ્વીકારવાની ઇચ્છાથી વસ્તુસ્વરૂપને અસાર-હેય સમજીને ભોગવે નહીં તો તે ભોગાન્તરાયકર્મ કહેવાતું નથી. પરંતુ મોહનીયકર્મનો ક્ષયોપશમ છે. (૪) ઉપભોગાન્તરાય- જે વસ્તુઓનો વારંવાર ઉપયોગ થઇ શકે તે ઉપભોગ, જેમ કે વસ્ત્ર, પાત્ર, સ્ત્રી, ગૃહ, ઇત્યાદિ. ઘરમાં આવી વસ્ત્રપાત્રાદિ ઉપભોગ યોગ્ય વસ્તુઓ ઘણી હોય, ત્યાગના પરિણામ પણ ન હોય છતાં શરીરની એલર્જીના કારણે, અથવા ચામડીના દર્દવિશેષાદિના કારણે અથવા એવા કારણ વિના માત્ર આસક્તિથી તેનો ઉપયોગ જીવ ન કરી શકે તે ઉપભોગાન્તરાય. મમ્મણ શેઠની જેમ. (૫) વીર્યાન્તરાયકર્મ- વીર્ય એટલે સામર્થ્ય-શક્તિ-તાકાત, તેનો પ્રતિબંધ કરનારૂં જે કર્મ તે વીર્યાન્તરાયકર્મ. યુવાન હોવા છતાં, શરીરે નિરોગી હોવા છતાં, જે કર્મના ઉદયથી આ જીવને બલ ફોરવવાનું મન ન થાય પ્રમાદી બને તે સર્વ વીર્યાન્તરાયકર્મ જાણવું. (વીરા સાલવીની જેમ. અંતરાયકર્મ નિવારણ પૂજા-૬ઠ્ઠી). ૧૭૯ છતાં આ પાંચે અંતરાય કર્મો ઉદયમાં આવવાથી આ જીવ વસ્તુ હોવા પુદ્ગલ સંબંધી તે તે દાન-લાભ-ભોગ-ઉપભોગ આદિમાં પ્રવૃત્તિ કરી શક્તો નથી. અને આ જ પાંચે અંતરાય કર્મોના ક્ષયોપશમથી (તીવ્રકર્મ મંદ થઇને ઉદયમાં આવવાથી ) પુદ્ગલ સંબંધી તે તે દાન-લાભાદિ પ્રવૃત્તિઓમાં આ જીવ વ્યવહારથી પ્રવૃત્તિઓ કરી શકે છે. ત્યાગની ભાવના ન હોય તો દાન લાભ-ભોગ-ઉપભોગ આદિમાં જોડાઇ શકે છે. પરંતુ જ્યારે આ પાંચે અંતરાય કર્મોનો સર્વથા ક્ષય થાય છે ત્યારે તે૨મા ગુણઠાણાથી આ પાંચે લબ્ધિઓ સંપૂર્ણ પણે પ્રગટ થાય છે લબ્ધિઓ (શક્તિઓ) પ્રગટ થયેલી હોવા છતાં પુદ્ગલ સંબંધી દાન-લાભ-ભોગઉપભોગ આદિ વ્યાવહારિક પ્રવૃત્તિ હોતી નથી પરંતુ અઘાતી કર્મોનો Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ પ્રથમ કર્મગ્રંથ ઉદય હજુ હોવાથી, શરીરના પ્રતિબંધને કારણે, વેદનીયકર્મના ઉદયને કારણે, અને શરીર સ્વભાવના કારણે નિરીહભાવે આહાર અને વસ્ત્રાદિનો ઉપયોગ કેવલીઓ કરે છે. પરંતુ વાસ્તવિકપણે તો તે અવસ્થામાં જીવ પોતાના ગુણોમાં આ લબ્ધિઓનો ઉપયોગ કરે છે. અને સિદ્ધાવસ્થામાં તો શરીરનો આ પ્રતિબંધ પણ ન હોવાથી પૂર્ણપણે સ્વગુણરમણતામાં જ આ લબ્ધિઓનો ઉપયોગ આત્મા કરે છે. સિદ્ધાવસ્થામાં લબિરૂપે દાનાદિગુણો હોવા છતાં પ્રવૃત્તિરૂપે હોતા નથી. છતાં ક્ષાયિકભાવના આ ગુણોની વિદ્યમાનતા કંઈક આવી રીતે ઘટાવી શકાય. પૌગલિક સર્વ વસ્તુઓના ત્યાગ રૂપ દાનધર્મ ત્યાં છે. આત્માના સત્તાગત સર્વ ગુણોની પ્રાપ્તિ રૂપ લાભધર્મ ત્યાં છે. આત્માના આવિર્ભૂત ગુણોમાં રમણતા રૂપ ભોગ અને ઉપભોગ ધર્મ ત્યાં છે. આત્માના ગુણોમાં સ્વશક્તિના વપરાશ રૂપ વીર્યગુણ ત્યાં છે. આ પ્રમાણે અંતરાયકર્મના પાંચ ભેદો કહ્યા. પર. હવે તે કર્મ કોના જેવું છે? તે દૃષ્ટાન્ત સાથે સમજાવે છે सिरिहरियसमं एयं, जह पडिकूलेण तेण रायाई। न कुणइ दाणाईयं, एवं विग्घेण जीवो वि ॥५३॥ (श्रीगृहिकसममेतद्-यथा प्रतिकूलेन तेन राजादिः । .. न करोति दानादिकमेवं विघ्नेन जीवोऽपि) શબ્દાર્થ - સિરિરિય = ભંડારી સરખું, પયં = આ અંતરાયકર્મ, નદ = જેમ, પડિલૂળ = વિરુદ્ધ વર્તવાથી, તે = તે કારણથી, રીયા = રાજા વિગેરે, ન સુખરૂં = કરી શકે નહીં, લાખાદ્ય = દાન વિગેરે, વં= આ પ્રમાણે વિષેખ = વિઘ્નકર્મથી-અંતરાયકર્મથી, નીવો વિ = જીવ પણ. ગાથાર્થ:- આ અંતરાયકર્મ રાજભંડારી જેવું છે. જેમ તે રાજભંડારી પ્રતિકૂળ હોય, તો તેનાથી રાજાદિ દાનાદિ કરી શકતા નથી, તેમ આ જીવ પણ (અંતરાય કર્મના ઉદયથી) દાનાદિ કરી શકતો નથી. પ૩. Page #216 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૧૮૧ વિવેચનઃ- શ્રી એટલે લક્ષ્મી, તે લક્ષ્મી એજ છે ઘર જેનું તે શ્રીગૃહી અર્થાત્ સતત ધન લેવા-દેવાના કારભારમાં જ રહેનારો તે શ્રીગૃહી એટલે ભંડારી, રાજાને દાનાદિ આપવાની ઇચ્છા હોય, રાજાના રાજ્યમાં ધન-વૈભવ વિપુલ હોય, છતાં રાજા જેને આપવા ઇચ્છે છે તેના ઉપર રાજભંડારીને વૈમનસ્ય હોય તો રાજાને “આમ છૂટે હાથે દાન આપશો તો રાજભંડારો ખૂટી જશે” ઇત્યાદિ આડું અવળું સમજાવીને રોકે છે. તેથી રાજાદિ જેમ દાન આપી શકતા નથી તે રીતે આ અંતરાયકર્મના ઉદયથી જીવ દાનાદિ કરી શકતો નથી. આ પ્રમાણે અંતરાયકર્મ કર્યું. આ રીતે જ્ઞાનાવરણીય આદિ મૂલ આઠ કર્મો અને તેના પેટાભેદો ૧૨૦-૧૨૨-૧૪૮-૧૫૮ અહીં સમજાવ્યા. તેથી “કર્મવિપાક” બાંધેલા કર્મોનાં ફળો શું ? તે વિષય પૂર્ણ થાય છે આ પ્રથમ કર્મગ્રંથનો પ્રસ્તુત અધિકાર અહીં સમાપ્ત થાય છે. પ૩. હવે અહીં એક પ્રશ્ન થવો સંભવિત છે કે બાંધેલાં કર્મો જો આવા આવા પ્રકારના વિપાકો આપે છે તો આવા વિપાકને આપનારાં તે તે કર્મો શું શું કરવાથી બંધાતાં હશે ? તે પણ જણાવો તો સારું થાય, કારણ કે તો જ આવા માઠાં ફળોને આપનાર કર્મોના બંધ વખતે જ આ આત્મા ચેતીને ચાલે, જેથી કટ્રફળ ભોગવવાનો સમય ન આવે, આવી કર્મબંધના હેતુઓને (કારણોને) જાણવાની તમન્ના શિષ્યોને થવી સંભવિત છે. તેનો ઉત્તર ગ્રંથકાર શ્રી આપતાં હવે પછીની ગાથામાં પ્રથમ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મબંધનાં કારણો જણાવે છે पडिणीयत्तण-निन्हव-उवघाय-पओस-अंतराएणं । अच्चासायणयाए, आवरणदुर्ग जीओ जयइ ॥५४॥ (પ્રત્યનીત્વ-નિવ-૩૫યાત-પ્રષ-અનાવે अत्याशातनया आवरणद्विकंजीवो जयति ) Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ પ્રથમ કર્મગ્રંથ શબ્દાર્થ -ળીમત્તા = પ્રત્યુનીકતા, અનિષ્ટાચરણ, નિન્દવ = છુપાવવું, ૩વષય = ઉપઘાત, હણવું, પસ = પ્રષ, સંતરા અંતરાય કરવાથી, વીસાયણયાણ = અતિશય આશાતનાથી, સાવરકુનાં = બે આવરણીયકર્મ, નીમો = જીર્વે, નય = બાંધે છે. - ગાથાર્થ :- (જ્ઞાન-જ્ઞાની-અને જ્ઞાનનાં સાધનો પ્રત્યે) અનિષ્ટ આચરણ કરવાથી, અપલાપ કરવાથી, હણવાથી, દ્વેષ કરવાથી, અંતરાય કરવાથી, અને અતિશય આશાતના કરવાથી, જીવ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ બાંધે છે. ૫૪. - વિવેચન :- મિથ્યાત્વ-અવિરતિ-કષાય અને યોગ એમ કર્મબંધના ચાર હેતુઓ શાસ્ત્રોમાં કહેલા જ છે. પરંતુ તે સામાન્ય બંધ હેતુઓ છે. આ ચાર બંધહેતુઓથી આ જીવ પ્રતિસમયે સાત અથવા આઠ કર્મ બાંધે જ છે. પરંતુ તેમાં હવે કહેવાતા વિશેષ બંધહેતુઓ ભળે છે ત્યારે તે વિશેષહેતુ જે જે કર્મના હોય છે તે તે કર્મનો તીવ્રરસ બાંધે છે. એટલે આ વિશેષહેતુઓ વિવક્ષિત એક-એક કર્મ આશ્રયી છે અને તે ખાસ ચીકણો રસ બાંધવામાં કારણ છે. તેથી તે જાણવા જરૂરી છે. હવે તે પ્રથમ જ્ઞાનાવરણીય કર્મ અને દર્શનાવરણીય કર્મના વિશેષ હેતુઓ જણાવે છે આત્માનો મુખ્ય ગુણ જે જ્ઞાન છે તે જ્ઞાન પ્રત્યે, જ્ઞાન આપનાર જ્ઞાની (ધર્મગુરુ-વિદ્યાગુરુ-કે વડીલો) પ્રત્યે, તથા જ્ઞાનનાં સાધનો પાટીપુસ્તક-કાગળ-પેન-દફતર, સ્લેટ વિગેરે સાધનો પ્રત્યે (૧) પ્રત્યનીકતા કરવાથી એટલે તેઓને ન ગમે તેવું આચરણ કરવાથી, તેઓને માઠું લાગે, મનદુઃખ થાય, અપ્રીતિ થાય, અવિનય દેખાય તેવું આચરણ કરવાથી, (૨) જેમની પાસે ભણ્યા હોઇએ તેમનું નામ છુપાવવાથી, પ્રાથમિક ભણાવનાર કરતાં આપણે વધુ ભણીએ ત્યારે પ્રાથમિક શિક્ષકનું નામ આપણા અધિક અભ્યાસને લીધે છુપાવીએ તો તેનાથી અથવા Page #218 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૧૮૩ ભણાવતી વખતે હું બધું ભણાવીશ તો મારું માન ઘટી જશે અને આ ભણનારનું માન વધી જશે એવા આશયથી ભણાવતી વખતે ભણેલું છુપાવી રાખવાથી, (૩) તે ત્રણેયનો નાશ કરવાથી, હત્યા કરવાથી, માર મારવાથી, શસ્ત્ર મારવાથી, (૪) તેમના પ્રત્યે દ્વેષ કરવાથી, અપ્રીતિ કરવાથી, નાખુશી ભાવ રાખવાથી, મનમાં અસદ્ભાવ રાખવાથી, (૫) તેઓને અંતરાય કરવાથી, ભણનારને ભણવાનું કામ કરવામાં અને ભણાવનારને ભણાવવાનું કામ કરવામાં વિક્ષેપો-વિઘ્નો ઉભાં કરવાથી, ઘોંઘાટ ક૨વાથી, કાંકરીચાળો કરવાથી, (૬) અતિશય આશાતના કરવાથી, નિંદા-ટીકા, કુથલી કરવાથી, અવર્ણવાદ બોલવાથી, એમ આ છ કારણોથી જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. મિથ્યાત્વાદિ સામાન્ય ચાર બંધ હેતુઓ વડે બંધાતું જ્ઞાનાવરણીય કર્મ ઉપરોક્ત વિશેષ બંધ હેતુઓ વડે દીર્ઘસ્થિતિવાળું અને તીવ્ર ચીકણા રસવાળું બંધાય છે. આ જ પ્રમાણે વસ્તુના સામાન્ય ધર્મને જાણવું તે દર્શન, દર્શન ગુણવાળા દર્શની, અને દર્શનનાં (સામાન્ય બોધનાં) સાધનોની પ્રત્યેનીકતા આદિ છ કારણના સેવવાથી આ જીવ દર્શનાવરણીય કર્મ બાંધે છે. વિશેષ બોધ તે જ્ઞાન અને સામાન્ય બોધ તે દર્શન. એમ બન્નેના ગુણી અને ગુણનાં સાધનો સમાન છે. આ પ્રમાણે આ ગાથામાં જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના બંધહેતુઓ કહ્યા. ૫૪. હવે ત્રીજા વેદનીયકર્મમાં પ્રથમ સાતાવેદનીયના બંધહેતુ જણાવે છેગુરુમત્તિ-પ્રતિ-જળ, વય-નો-સાય-વિનય-તાળ-જીઓ ર્ધમ્મારૂં-અનફ, સાયમસાયં વિવપ્નયઓ ।। Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ પ્રથમ કર્મગ્રંથ (હ-વિત-ક્ષતિ-વરુણ, વ્રત-યો-ઋષાવિનય--રાયુતઃ | दृढधर्मादिरर्जयति, सातमसातं विपर्ययतः) શબ્દાર્થ :- ગુરુમત્તિ = ગુરુ પ્રત્યે ભક્તિ, વંતિ = ક્ષમા, વરુણT = કરુણા-દયા, વય-નોન = વ્રતનું પાલન, યોગદશાનું પાલન, સાવિનય = કષાયોનો વિજય, તાળનુ = દાન ગુણથી યુક્ત, રૂઢયા = ધર્મના કાર્યોમાં દૃઢતાવાળો, અ7 = બાંધે છે, સાથે = સાતા વેદનીય, સાચું = અસાતા વેદનીય, વિવMયો = તેનાથી વિપરીત આચરણ કરવાથી. ગાથાર્થ :- ગુરુની ભક્તિ, ક્ષમા, કરુણા, વ્રતપાલન, યોગપાલન, કષાયવિજય, દાનગુણ અને ધર્મકાર્યમાં દૃઢતા, ઈત્યાદિ શુભાચારથી આ જીવ સાતા વેદનીયકર્મ બાંધે છે અને તેનાથી વિપરીત આચરણ કરવાથી આ જીવ અસાતા વેદનીય કર્મ બાંધે છે. પપ. વિવેચન :- સાતવેદનીય એ પુણ્યપ્રકૃતિ છે. મન-વચન અને કાયાના શુભયોગો સાતાવેદનીય કર્મના આશ્રવ છે. ધર્માભિમુખ, વિનયાદિ ગુણસંપન્ન જે યોગ તે શુભયોગ કહેવાય છે. નીચે જણાવાતા શુભ આચારો સેવતાં સેવતાં જીવ સાતવેદનીય કર્મ બાંધે છે. (૧) ગુરુભક્તિ = જન્મ આપનાર માતા, પિતા, સ્કુલ તથા પાઠશાળાનું શિક્ષણ ભણાવનાર વિદ્યાગુરુ, ધર્મનો ઉપદેશ આપનાર ધર્મગુરુ તથા વડીલ એવો સર્વ પૂજનીય વર્ગ તે ગુરુ કહેવાય છે. તેઓની ભક્તિ કરવી, એટલે મનથી તેઓ પ્રત્યે હાર્દિક સદ્ભાવ-બહુમાન-અહોભાવ, અને પૂજ્યભાવ રાખવો, વચનથી તેમની ગુણપ્રશંસા, ઉપકાર ગાવો, અને કાયાથી શરીરસેવા કરવી, આહારાદિ આપવાં. એમ ગુરુઓની સેવાભક્તિ-શુશ્રુષા કરવી. (૨) ક્ષમા = ક્રોધના પ્રસંગો આવે છતાં ક્રોધ ન કરવો, ગળી જવું, સમતા રાખવી, ગુસ્સો-આવેશ-કે દ્વેષ ન કરવો. (૩) કરુણા = દયા રાખવી, સર્વે દુઃખી જીવો ઉપર લાગણી-દયા કરવી. Page #220 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૧૮૫ (૪) વ્રતપાલન = અણુવ્રતાદિ, મહાવ્રતાદિ તથા ઉત્તમ નિયમોનું પાલન કરવું. (૫) યોગ = આત્માને મોક્ષની સાથે જોડે તે યોગ, વિનય-સ્વાધ્યાય આદિ, તેનું વારંવાર સેવન કરવું. સાધુ સામાચારીનું સારી રીતે પાલન કરવું અથવા મન-વચન-કાયાને અશુભ માર્ગથી રોકીને શુભમાર્ગમાં જોડવાં. (૬) કષાયવિજય = ચારે કષાયોના જ્યારે જ્યારે પ્રસંગો આવે ત્યારે ત્યારે તેનો વિજય મેળવવો, ક્ષમા-નમ્રતા-સરળતા અને સંતોષ ધારણ કરીને કષાયોને જીતવા. (૭) દાનયુક્તતા = પોતાની શક્તિને અનુસારે પોતાની છતી વસ્તુ પારકાના ઉપકાર માટે તજવી, અન્યને દાન આપવું. (૮) દૂઢધર્મ = ધર્મ કરતાં કરતાં આપત્તિઓ આવે તો પણ ધર્મનું આચરણ મુકવું નહીં, ધર્મના કાર્યોમાં દઢ રહેવું. સ્થિર રહેવું. (૯) માઃિ = આદિ શબ્દથી જિનેશ્વર પ્રભુની પૂજા કરવી, વૃદ્ધ વડીલોની વૈયાવચ્ચ કરવી. પરોપકાર કરવો. ઉપરોક્ત શુભ આચરણથી આ જીવ સાતા વેદનીય કર્મ બાંધે છે. અને તેનાથી વિપરીત આચરણ કરનારો જીવ અસાતાવેદનીય કર્મ બાંધે છે. (૧) ગુરુનું અપમાન, તિરસ્કાર કરનાર, (૨) ક્રોધ કરનાર, (૩) નિર્દયપણે વર્તનાર, (૪) વ્રતો રહિત અથવા વ્રતોથી ભ્રષ્ટ, (૫) શુભ સામાચારી રૂપ યોગને નહીં સેવનાર, (૬) કષાયોને પરવશ, (૭) કૃપણલોભી-કંજૂસ, (૮) ધર્મકાર્યમાં અસ્થિર-ચંચળ, ઈત્યાદિ અશુભ આચરણવાળો જીવ અસાતાવેદનીયકર્મ બાંધે છે. તથા પોતાને, પરને અને ઉભયને દુઃખ-શોક-તાપ-આક્રંદન, વધઅને પરાભવ આદિ કરનારો જીવ પણ અસતાવેદનીય કર્મ બાંધે છે. ૫૫. * જી. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ પ્રથમ કર્મગ્રંથ હવે દર્શનમોહનીય કર્મના બંધહેતુઓ કહે છે ૩મ-સT-મન-ના-વધ્યદહિં હંસાનોના-મુછા-વૈદ્ય-સંથાપિડિoો / વદ્દો (उन्मार्गदेशना-मार्गनाशना-देवद्रव्यहरणैः । दर्शनमोहं जिन-मुनि-चैत्य-संघादि प्रत्यनीकः ) શબ્દાર્થ :- ૩Hવેલા = ઉન્માર્ગની દેશના કરવી, માનાસા = સન્માર્ગનો નાશ કરવો, વ્યહિં = દેવદ્રવ્યનું હરણ કરવું, દંતાનોરું = દર્શનમોહનીય કર્મ બાંધે છે, નળ-મુળ = જિનેશ્વર પ્રભુ અને મુનિ મહાત્મા, વેઝ = ચૈત્ય અને, સંધારું = ચતુર્વિધ શ્રી સંઘ આદિનો, પરિણામો = પ્રત્યનીક-શત્રુ. ગાથાર્થ - ઉન્માર્ગની દેશના આપવાથી, સન્માર્ગનો નાશ કરવાથી અને દેવદ્રવ્યનું હરણ કરવાથી, જીવ દર્શનમોહનીય કર્મ બાંધે છે. તથા જિનેશ્વર પરમાત્મા, મુનિ મહાત્મા, જિનપ્રતિમા તથા ચતુર્વિધ શ્રી સંઘનો વિરોધી જીવ પણ દર્શનમોહનીય કર્મ બાંધે છે. ૫૬. વિવેચન - અનંત સંસારમાં ભટકાવનારૂં જે કર્મ, સર્વ કર્મો કરતાં વધુ ભયંકર જે કર્મ, તે દર્શનમોહનીય કર્મ અર્થાત્ મિથ્યાત્વ મોહનીય કર્મ. (કારણ કે સમ્યકત્વમોહનીય અને મિશ્ર મોહનીયનો તો બંધ થતો જ નથી. તેથી અહીં દર્શનમોહનીય શબ્દથી મિથ્યાત્વ મોહનીય કર્મ જાણવું.) તેના બંધ હેતુઓ આ પ્રમાણે છે(૧) ઉન્માર્ગદેશના = ઉન્માર્ગની (ઉલટા માર્ગની) દેશના કરવાથી, સંસારના ભોગો, વિષય-કષાયોની વાસના વિગેરે જે સંસારનાં કારણો છે. તેને મોક્ષનાં કારણો સમજાવવાથી, જે હેય છે તેને ઉપાદેય ગણાવવાથી, જે ઉપાદેય છે તેને હેય ગણાવવાથી, કુદેવ, કુગુરુ અને કુધર્મની ઉપાસનાથી મોક્ષપ્રાપ્તિ થાય છે તેમ સમજાવવાથી. Page #222 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૧૮૭ (૨) સન્માર્ગવિનાશ = સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શન-અને સમ્યગ્યારિત્ર એ રત્નત્રયી સાચો મુક્તિનો માર્ગ છે તેનો વિનાશ કરવાથી, તેનાં સાધનો, તથા તે ગુણોવાળા ગુણીઓનો વિનાશ કરવાથી, સાચા માર્ગે ચાલતાને આડું-અવળું સમજાવી પતિત કરવાથી. (૩) દેવદ્રવ્યહરણ = પ્રભુ પ્રત્યેની ભક્તિથી સમર્પિત કરેલું જે દ્રવ્ય તે દેવદ્રવ્ય, આ દ્રવ્ય પરમાત્માની મૂર્તિ, તથા મંદિરના સંરક્ષણ માટે રખાય છે. તેનું ભક્ષણ કરવાથી, તેનું બીજો કોઈ ભક્ષણ કરતો હોય તે જાણવા છતાં અને રોકવાની શક્તિ હોવા છતાં તેની ઉપેક્ષા કરવાથી, તેના દ્વારા આડી-અવળી રીતે સ્વાર્થ સાધવાથી, તે દેવદ્રવ્યનું નાણું બેંકમાં જમા કરાવી તેની સામે પોતાના ધંધા માટે લોન લેવાથી, ઈત્યાદિ રીતે પરંપરાએ પણ તેનો ઉપયોગ કરવાથી. (૪) જિન-મુનિ-ચૈત્ય-સંઘાદિ પ્રત્યેનીક = શ્રી વીતરાગ પરમાત્મા, પંચમહાવ્રતધારી મુનિ મહારાજા, જિનેશ્વર પરમાત્માની મૂર્તિ તથા તેની રક્ષા માટેનું મંદિર, અને શ્રી ચતુર્વિધ સંઘ, આ સર્વે સંસારથી તરવાનાં સાધનો છે. અનેક જીવોને તારે છે. તેવા પરમ ઉપકારી તત્ત્વોની નિંદા કરવાથી, વિરોધ કરવાથી, તેઓના દુશ્મન થવાથી, તેઓને ન રુચે તેવું આચરણ કરવાથી આ જીવ દર્શનમોહનીય કર્મ બાંધે છે. (૫) આદિ = ગાથામાં લખેલા આદિ શબ્દથી બીજા પણ આવા પ્રકારના બંધ હેતુ સમજી લેવા-જેમ કે સિદ્ધ પરમાત્મા, શ્રુતજ્ઞાન, વડીલો, ગુરુજનો, તીર્થસ્થાનો, આદિ પવિત્ર તત્ત્વોની નિંદા-ટીકા-વિરોધ અને વિનાશ કરવાથી પણ જીવ આ કર્મ બાંધે છે. પ. હવે ચારિત્રમોહનીય કર્મના બંધહેતુઓ જણાવે છે "दुविहंपि चरणमोहं, कसाय-हासाइ-विसयविवसमणो । बंधइ नरयाउं महा-रम्भपरिग्गहरओ रुद्दो ॥५७॥ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ પ્રથમ કર્મગ્રંથ (द्विविधपि चरणमोहं, कषाय-हास्यादि-विसयविवशमनाः । बध्नाति नरकायुर्महा-रम्भ-परिग्रहरतो रौद्रः) શબ્દાર્થ :- વિદ્યપિ = બન્ને પ્રકારના પણ, વરમોઢું = ચારિત્રમોહનીય કર્મને, સાય-હાસારું = કષાય અને હાસ્યાદિને, વિવસમનો = પરવશ મનવાળો જીવ, વંધ = બાંધે છે, નરથાણું = નરકનું આયુષ્ય, મહારશ્નપરિષદરો = મોટા આરંભ અને પરિગ્રહમાં રક્ત બનેલો, રુદ્દો = ભયંકર રૌદ્ર પરિણામવાળો જીવ. ગાથાર્થ - કષાય અને હાસ્યાદિને પરવશ થયેલું છે મન જેનું એવો આત્મા બન્ને પ્રકારનું ચારિત્ર મોહનીયકર્મ બાંધે છે તથા મહારંભઅને પરિગ્રહમાં રક્ત અને રૌદ્ર પરિણામવાળો જીવ નરકનું આયુષ્ય બાંધે છે. પ૭. વિવેચન - અનંતાનુબંધી-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનાવરણ, અને સંજવલન-ક્રોધ-માન-માયા-અને લોભ એમ ૧૬ પ્રકારના જે કષાયો તે કષાયચારિત્ર મોહનીય. અને હાસ્ય-રતિ-અરતિ-શોક-ભય- જુગુપ્સા-ત્રણ વેદ એ નોષાયચારિત્રમોહનીય. એમ ચારિત્ર મોહનીયકર્મ બે પ્રકારે છે. ક્રોધાદિ કષાયોને પરવશ થયેલો આત્મા કષાયમોહનીય હાસ્યાદિ નોકષાયોને પરવશ થયેલો આત્મા હાસ્યાદિ ષક, અને 'પાંચ ઈન્દ્રિયોના વિષયોને પરવશ થયેલો વેદત્રિક બાંધે છે, એટલે કષાયોની, હાસ્યાદિની અને પાંચ ઇન્દ્રિયોના વિષયસુખોની પરાધીનતા એ જ કષાયનોકષાય-અને વેદત્રિકના બંધહેતુ છે. - હવે નરકાયુષ્યના બંધહેતુ જણાવે છે-મહા-આરંભ-સમારંભમાં આસક્ત, કતલખાનાં, અથવા ઘણી હિંસાવાળાં મોટાં કારખાનાં કરનાર, ધન-ધાન્યાદિ નવ પ્રકારના પરિગ્રહમાં અતિશય આસક્ત, ઘણી જ મમતામૂર્છાવાળો, રૌદ્ર પરિણામી, એટલે ભયંકર કષાયોના આવેશવાળો, પંચેન્દ્રિયાદિ જીવોના વધ કરવાના પરિણામમાં જ રક્ત એવો આત્મા આ નરકનું આયુષ્યકર્મ બાંધે છે. પ૭. Page #224 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૧૮૯ હવે તિર્યંચાયુષ્ય તથા મનુષ્યાયુષ્યના બંધહેતુ કહે છે तिरिआउ गूढ-हिअओ, सढो ससल्लो तहा मणुस्साऊ । पयईइ तणुकसाओ, दाण-रुई मज्झिमगुणो अ॥५८॥ (तिर्यगायुYढहृदयः, शठः सशल्यस्तथा मनुष्यायुः । प्रकृत्या तनुकषायो, दानरुचिर्मध्यमगुणश्च) શબ્દાર્થ :- તિરિત્રાડ = તિર્યંચનું આયુષ્ય, પૂમિ = ગુપ્ત હૃદયવાળો, સો = લુચ્ચો, સસો = શિલ્ય-કપટવાળો, તરી = તથા, મધુસાડ = મનુષ્યનું આયુષ્ય, ય-સ્વભાવે, તપુનામો = પાતળા કષાયવાળો, ફાળપુરું = દાનની રુચિવાળો, મલ્ફિનગુણો = મધ્યમગુણવાળો જીવ. ગાથાર્થ - ગૂઢ હૃદયવાળો, લુચ્ચાઈવાળો અને શલ્ય (કપટ) વાળો આત્મા તિર્યંચાયુષ્ય બાંધે છે. તથા સ્વભાવે જ પાતળા કષાયવાળો દાનની રુચિવાળો, અને મધ્યમગુણવાળો આત્મા મનુષ્યાયુષ્ય બાંધે છે. ૫૮ વિવેચન :- નીચેનાં કારણો વાળો આત્મા તિર્યંચાયુષ્ય બાંધે છે. (૧) ગૂઢહૃદય- જેનું હૃદય અતિશય ગુપ્ત છે. હૈયામાં રહેલી કડવાશ-ઝેર કે વિરોધ જે દેખાવા દે નહીં, મીઠાશ-મિત્રતા-અને વિશ્વાસ સંપાદન કરીને પરનો ઘાત કરે અથવા પરને નુકશાન પહોંચાડે. જેમ કે ઉદાયિ રાજાનો વિશ્વાસ સંપાદન કરીને બહારથી પરમ વિનયી બનેલા એવા વિનય રત્ન સાધુ કે જેણે છરી વડે ઉદાયીની અને ગુરુની હત્યા કરી હતી. (૨) શઠ- લુચ્ચો, મોઢે મીઠું-મીઠું બોલનાર, પરંતુ અધ્યવસાયમાં અતિશય ભયંકર, જેમ કે શ્રીપાળ મહારાજા પ્રત્યે ધવળશેઠની પ્રવૃત્તિ. (૩) સીશલ્ય- શલ્ય સહિત, કપટયુક્ત, વ્રત-નિયમોનો ભંગ થવા છતાં પ્રાયશ્ચિત્ત અને આલોચના ન કરનાર, બીજાના નામે કરનાર, જેમ કે લક્ષ્મણા સાધ્વીજી. જેમણે ચકલા-ચકલીની મૈથુન ક્રીડા દેખીને પ્રભુ પ્રત્યે “અવેદી હોવાથી પ્રભુ સવેદીના દુઃખને શું જાણે?” આવો વિચાર કરી પોતાની ભૂલ સમજાવાથી બીજાના નામે પોતે ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત લીધું. આ ત્રણ તિર્યંચાયુષ્યના બંધહેતુઓ જાણવા. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ પ્રથમ કર્મગ્રંથ - હવે મનુષ્યાયુષ્યના બંધહેતુઓ જણાવે છે(૧) સ્વભાવે જ પાતળા કષાયવાળો, ક્રોધાદિ ચારે કષાયો હોય, પરંતુ જેની માત્રા અતિશય અલ્પ છે. ઉગ્રતા નથી, ઊંડો ડંખ નથી, કોઈક સમજાવે કે તુરત જ કષાય છોડી દે, એવા પાતળા કષાયોવાળો, (૨) દાનરુચિ- પરોપકાર અર્થે યથાશક્તિ દાન આપવાની રુચિવાળો પોતાનો સ્વાર્થ જતો કરીને પણ પરનું ભલું કરનારો, દાક્ષિણ્યતા ગુણવાળો, (૩) મધ્યમગુણયુક્ત- વિનય-વિવેક-તપ-જ્ઞાન-ધ્યાન આદિ ગુણોની મધ્યમ માત્રાવાળો, ગુણીયલ, વિવેકી, કંઈક સંયમી એવો આત્મા મનુષ્પાયુષ્ય બાંધે છે. ૫૮. હવે દેવાયુષ્ય તથા શુભાશુભ નામકર્મના બંધહેતુ જણાવે છે अविरयमाई सुराउं, बाल-तवोऽकामनिज्जरो जयई । सरलो अगारविल्लो, सुहनामं अन्नहा असुहं ॥५९॥ अविरतादिः सुरायुर्बालतपा अकामनिर्जरो जयति । सरलः अगौरववान्, शुभनाम अन्यथाऽशुभम् ) શબ્દાર્થ :- વિરા–અવિરતિ આદિ, સુરીયું-દેવાયુષ્યને, વાતવો-અજ્ઞાન તપ કરવા વાળો, અનિઝર-અકામનિર્જરાવાળો, નથ–બાંધે છે, સરતો-સરળસ્વભાવી, એIRવ7ો-આસક્તિ વિનાનો જીવ, સુનામં-શુભનામકર્મ, નહા-અન્યથા, ઉલટું, અસુર્દ-અશુભ નામકર્મ બાંધે છે. ગાથાર્થ- અવિરત (સમ્યગ્દષ્ટિ) આદિ, તથા અજ્ઞાનતપ કરનાર અને અકામનિર્જરા કરનાર દેવાયુષ્ય બાંધે છે. સરલસ્વભાવી અને આસક્તિ વિનાનો જીવ શુભનામકર્મ બાંધે છે. તેનાથી ઉલટું વર્તન કરનાર જીવ અશુભ નામકર્મ બાંધે છે. પ૯. Page #226 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૧૯૧ વિવેચન :- દેવોના મુખ્યત્વે ચાર પ્રકાર છે. ભવનપતિ-વ્યંતરજ્યોતિષ્ક-વૈમાનિક, આ ચાર નિકાયના દેવોમાં ભવનપતિ અને વ્યંતરને અસુર (હલકા દેવો) કહેવાય છે. અને જ્યોતિષ-વૈમાનિકને સુર (ઉંચા દેવો) કહેવાય છે. વિરમગુરૂં એ પદ સુરાયુષ્યના બંધનો હેતુ છે અને મોનિકારો વિગેરે પદો અસુરાયુષ્યના બંધનો હેતુ છે. અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ અને સર્વવિરતિવાળા (૪-૫-૬૭ ગુણસ્થાનક વાળા) આત્માઓ દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેના રાગવાળા હોવાથી સુરાયુષ્ય બાંધે છે. કારણ કે આયુષ્યકર્મનો બંધ ઘોલમાન પરિણામથી થાય છે અને રાગવાળાને ઘોલમાન પરિણામ સંભવે છે. રાગવાળા આત્માને જેના પ્રત્યે રાગ છે તેની વૃદ્ધિમાં આનંદ અને હાનિમાં શોકક્રોધ આવે જ છે. તેથી ચિત્ત પરિણામ સ્થિર રહેતા નથી. તેથી ઘોલમાન પરિણામ હોવાથી આ ચાર ગુણઠાણાવાળા જીવો સુરાયુષ્ય બાંધે છેપરંતુ અપૂર્વકરણાદિ ૮ મા વિગેરે ગુણઠાણામાં વર્તતા જીવો મોહનો ઉપશમ અથવા ક્ષય કરતા હોવાથી ચિત્ત ઉત્તરોત્તર વિશુધ્ધમાન હોવાથી ઘોલમાન પરિણામના અભાવે આયુષ્યબંધ કરતા નથી. તથા પહેલા-બીજા ગુણઠાણામાં વર્તતા, અજ્ઞાનતપ અને અકામનિર્જરાવાળા જીવો અસુરાયુષ્યનો બંધ કરે છે. સાચો પરમાર્થ જાણ્યા વિના સંસારમાં આવી પડેલા પતિવિરહ-પત્નીવિરહ-ધનવિરહ-યશવિરહ આદિ દુઃખોના કારણે, અથવા કોઇ વ્યક્તિ પ્રત્યેના રાગથી અંજાઇને તેની પ્રાપ્તિ માટે, અથવા કોઈ વ્યક્તિ પ્રત્યેના દ્વેષથી તેનું કાસળ કાઢવા માટે કરાતો જે તપ તે બાલતપ-અજ્ઞાનતપ કહેવાય છે. જેમ અનિશર્માએ ગુણસેન ઉપરના રોષથી ત્રણ માસ ઉપવાસ પછી માવજીવ સુધી આહારનો ત્યાગ કરી કરેલા તપથી વ્યંતરાયુષ્ય બાંધ્યું. કમઠે પરમાર્થ જાણ્યા વિના કરેલા પંચાગ્નિ તપથી મેઘમાલીનું આયુષ્ય બાંધ્યું. સારાંશ કે બાલતપ અને અકામ નિર્જરા (ભવનપતિ અને વ્યંતર રૂપ અસુરના આયુષ્યના બંધનું કારણ છે. જુઓ કર્મગ્રંથની સ્વોપજ્ઞ ટીકા.) Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨. પ્રથમ કર્મગ્રંથ પોતાની ઇચ્છા વિના પરવશપણે ભૂખ-તરસ-ટાઢ-તાપ કે ઉપસર્ગ સહન કરવાથી, તથા ડાસ-મચ્છર-આદિના પરિષહો અનિચ્છાએ પરાધીનતાથી સહન કરવાથી થતી કર્મોની જે નિર્જરા તે અકામનિર્જરા, આવી અકામનિર્જરા કરવાવાળો આત્મા મોહાવેશમાં હોવાથી ઉત્તમ કક્ષાના દેવના આયુષ્યને ન બાંધતા અસુરનું (ભવનપતિ-વ્યંતરનું) આયુષ્ય બાંધે છે. આયુષ્યકર્મના બંધહેતુઓ કહ્યા. હવે નામકર્મના બંધહેતુઓ કહે છે. નામકર્મના ૪૨-૬૭-૯૩-૧૦૩ ભેદો છે. ભેદ-પ્રતિભેદ ઘણા હોવાથી એક-એક પ્રતિભેદના બંધહેતુ કહેવા દુષ્કર પણ છે અને જો અહીં કહે તો ગ્રંથગૌરવ પણ થાય, કર્મગ્રંથના અભ્યાસીને માટે સમજવું કઠીન થઈ જાય, તે માટે તે તમામ પ્રતિભેદોને બે ભાગમાં ગ્રંથકારશ્રી વહેંચી નાખે છે. (૧) શુભ અને (૨) અશુભ. હવે તે શુભનામકર્મ તથા અશુભનામકર્મના બંધહેતુ જણાવે છે (૧) સરલસ્વભાવી = અતિશય સરલ સ્વભાવવાળો, માયાકપટ-જુઠ વિનાનો, હૈયામાં જુદું અને હોઠે જુદું એવું નહીં બોલનારો, (૨) ગારવરહિત- પ્રાપ્ત વસ્તુમાં આસક્તિ અને અપ્રાપ્ત વસ્તુની તીવ્ર ઝંખના આ બન્ને ભાવ વાળો જે પરિણામ તે ગારવ કહેવાય છે. ખાવા-પીવાની જે અતિશય આસક્તિ તે રસગારવ, ધન-ધાન્ય-સોનારૂપાદિની જે આસક્તિ તે ઋદ્ધિગારવ અને શરીરની સુખાકારિતાની જે આસક્તિ તે સાતાગારવ. આવા પ્રકારના રસ-ઋદ્ધિ અને સાતા એમ ત્રણે ગારવ વિનાનો આત્મા શુભનામકર્મ બાંધે છે. તથા ક્ષમા આદિ ગુણવાળો અને સંસારથી ભીરૂ જીવ શુભનામકર્મ બાંધે છે. તેનાથી વિપરીત સ્વભાવવાળો જીવ અશુભનામકર્મ બાંધે છે. જેમ કે વક્રસ્વભાવવાળો અને અતિશય રસ-ઋદ્ધિ-સાતાની આસક્તિવાળો જીવ અશુભનામકર્મ બાંધે છે. ૫૯. Page #228 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૧૯૩ હવે ગોત્ર કર્મના બંધહેતુઓ કહે છે - गुणपेही मयरहिओ, अज्झयण-ज्झावणारुई निच्चं । पकुणइ जिणाइभत्तो, उच्चं नीअं इयरहा उ ॥६०॥ (गुणप्रेक्षी मदरहितः अध्ययनाध्यापनारुचिर्नित्यम् । प्रकरोति जिनादिभक्त उच्चं नीचं इतरथा तु) । શબ્દાર્થ - ગુણવેદી ગુણોને જોનારો, મદિરા = અભિમાનથી રહિત, સફાયોવIકરું = ભણવા-ભણાવવાની રુચિવાળો, નિવૅ = હંમેશાં, પmડું = બાંધે છે. નિમિત્ત = જિનેશ્વર આદિનો ભક્ત, સર્વે = ઉચ્ચગોત્ર, નીમું = નીચગોત્ર, થરા = વિપરીત, ૩= તથા. ગાથાર્થ - (૧) પારકાના ગુણોને જ જોનારો, (૨) અભિમાન રહિત, (૩) ભણવા-ભણાવવાની રુચિવાળો, (૪) હંમેશાં જિનેશ્વર આદિની ભક્તિ-ભાવનાવાળો જીવ ઉચ્ચગોત્ર કર્મ બાંધે છે અને તેનાથી વિપરીત વર્તન કરનારો જીવ નીચગોત્ર કર્મ બાંધે છે. ૬૦. - વિવેચન - હવે ઉચ્ચગોત્ર કર્મના બંધહેતુઓ જણાવે છે. (૧) ગુણપ્રેક્ષી- પારકાના ગુણોને જ જોનારો, નાના ગુણોને મોટા કરી આલંબન લેનારો, દોષોની ઉપેક્ષા કરનારો, ઉપલક્ષણથી પોતાના દોષો જ જોનારો, પોતાના નાના દોષોને મોટા કરનારો, પોતાના મોટા ગુણોને નાના કરનારો એવો જીવ ઉચ્ચગોત્ર કર્મ બાંધે છે. (૨) મદરહિત- અભિમાન વિનાનો, નમ્ર સ્વભાવવાળો, (૩)ભણવા-ભણાવવાની રુચિવાળો, જે સતત પોતે ભણે-વાંચે લખે, અને બીજાને ભણાવે-વંચાવે-લખાવે, ઈત્યાદિ ઉત્તમ કાર્યોમાં જ મશગુલ રહેવાની રુચિવાળો, પોતાની ભણવા-ભણાવવાની શક્તિ ન હોય તો જે ભણતા- . ભણાવતા હોય તેના પ્રત્યે ઘણા જ બહુમાનવાળો, હાર્દિક સદ્ભાવ વાળો, તેઓની સતત અનુમોદના કરનારો, પુસ્તક-પોથી આદિ આપીને સતત સેવા કરનારો, તેમાં પોતાનો પૈસો વાપરીને યથાશક્તિ સહાયક થનારો જીવ. ૧૩ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ પ્રથમ કર્મગ્રંથ (૪) જિનેશ્વર પરમાત્મા આદિની ભક્તિવાળો. ( અરિહંત દેવ, સિદ્ધપરમાત્મા, આચાર્ય મહારાજ, ઉપાધ્યાયજી મહારાજ, સાધુસંતો, મૂર્તિમંદિર, શ્રુતજ્ઞાન, પુસ્તક, તથા અન્ય ગુણવંત વ્યક્તિઓની પૂજા-ભક્તિવિનય-સેવા-અને વૈયાવચ્ચ કરનારો, તેઓનો વર્ણવાદ ગાનારો આત્મા ઉચ્ચગોત્ર કર્મ બાંધે છે. અને તેનાથી વિપરીત વર્તન કરનારો આત્મા નીચગોત્ર કર્મ બાંધે છે. પારકાની નિન્દા, પોતાની પ્રશંસા, પારકાના છતા ગુણો ઢાંકવા, અને પોતાના અછતા ગુણો કહેવા, પારકાના અછતા દોષો કહેવા, પોતાના છતા દોષો ઢાંકવા, ભણવા-ભણાવવાના કાર્ય પ્રત્યે તિરસ્કાર કરનાર, તથા જિનેશ્વર પરમાત્મા આદિ ઉપકારી અને ગુણિયલ મહાત્માઓની નિન્દા કરનારો જીવ નીચગોત્ર કર્મ બાંધે છે. ૬૦. હવે અંતરાયકર્મના બંધહેતુ કહે છે जिणपूआ-विग्घकरो, हिंसाइपरायणो जयइ विग्धं । इअ कम्मविवागोऽयं, लिहिओ देविंदसूरीहिं ॥६१॥ (जिनपूजाविघ्नकरः, हिंसादिपरायणो जयति विघ्नम् । इति कर्मविपाकोऽयं, लिखितः देवेन्द्रसूरिभिः) શબ્દાર્થ :- નિપૂન = જિનેશ્વર પ્રભુની પૂજામાં, વિષર = વિદ્ધ કરનારો, હિંસારૂપરાયો = હિંસા આદિ કાર્યોમાં પરાયણ, નવું = બાંધે છે. વિર્ષ = વિપ્ન, અંતરાય, રૂ = આ પ્રથમ કર્મગ્રંથ, નિદિો = લખ્યો, બનાવ્યો, કહ્યો, સેવિંજૂરોહિં = દેવેન્દ્રસૂરીશ્વરજીએ. ગાથાર્થ- જિનેશ્વર પરમાત્માની પૂજા આદિ કાર્યોમાં વિઘ્ન કરનારો અને હિંસાદિ કાર્યોમાં પરાયણ એવો જીવ અંતરાય કર્મ બાંધે છે. આ પ્રમાણે કર્મવિપાક નામનો આ પ્રથમ કર્મગ્રંથ દેવેન્દ્રસૂરીશ્વરજીએ બનાવ્યો.૬૧. Page #230 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૧૯૫ ' વિવેચન :- હવે છેલ્લા અંતરાયકર્મના બંધહેતુઓ જણાવે છે(૧) જિનેશ્વર પરમાત્મા આદિ ઉપકારી અને મહાગુણવાન્ આત્માઓની પૂજાનો નિષેધ કરનાર, પૂજા કરવામાં જલસ્નાન-પુષ્પાદિ ચુંટવા આદિ કાર્યોમાં હિંસા છે. હિંસાવાળું કાર્ય કેમ થાય? ઈત્યાદિ કહીને ગૃહસ્થોને પણ પૂજાનો નિષેધ કરનાર. (૨) હિંસા આદિ (હિંસા-જુઠ-ચોરી-મૈથુન-અને પરિગ્રહ ઈત્યાદિ) પાપકાર્યોમાં અતિશય આસક્ત, ઓતપ્રોત એવો જીવ. (૩) સાધુ-સાધ્વીજી મહાત્માઓને ભાત-પાણી-ઔષધ અને ઉપકરણ આદિ આપવાનો નિષેધ કરનાર. (૪) અન્ય જીવો દાનાદિ આપતા હોય, તેઓને લાભ મળતો હોય, ભોગઉપભોગ કરતા હોય, તેમાં વિઘ્નો કરનાર, વિક્ષેપ કરનાર, દાનાદિમાં વિરોધ ઉભો કરનાર જીવ. તથા મંત્રબલથી બીજાનું વીર્ય હરી લેનાર, વધ બંધન દ્વારા અન્યજીવોને ચેષ્ટા રહિત કરનાર, કાપ-કૂપ-છેદન-ભેદન આદિ દ્વારા અન્ય જીવોની ઇન્દ્રિયોની શક્તિ હરનાર જીવ અંતરાય કર્મ બાંધે છે. ૬૧. આ પ્રમાણે “તપાગચ્છ” બિરૂદ ધરાવનારા એવા શ્રી જગચંદ્રસૂરિજીના શિષ્ય શ્રી દેવેન્દ્રસૂરિજીએ કર્મવિપાક છે નામ જેનું એવા આ પ્રથમ કર્મગ્રંથની રચના કરી. समाप्तोऽयं कर्मविपाको नाम प्रथमकर्मग्रन्थः “કર્મવિપાક” નામના પ્રથમ કર્મગ્રંથની મૂળગાથાઓની સંસ્કૃત છાયા, શબ્દાર્થ, અને ગાથાર્થોની સાથે ગુજરાતી ભાષામાં લખાયેલું આ વિવેચન પણ સમાપ્ત થયું. Page #231 -------------------------------------------------------------------------- ________________ “આ કર્મગ્રંથની સંક્ષિપ્ત સમાલોચના” પ્રશ્ન = આ પ્રથમ કર્મગ્રંથ કોણે બનાવ્યો? ઉત્તર = આચાર્ય શ્રી જગન્સંદ્રસૂરિજીના શિષ્ય શ્રી દેવેન્દ્રસૂરિજીએ બનાવ્યો. પ્રશ્ન = આ કર્મગ્રંથનું નામ શું? અને તેનું કારણ શું? ઉત્તર = આ કર્મગ્રંથનું નામ “કર્મવિપાક” છે. અને આ કર્મગ્રંથમાં બાંધેલા કર્મો ઉદયમાં આવે ત્યારે શું ફળ આપે ? તે સમજાવ્યું છે. માટે કર્મવિપાક (કર્મોનું ફળ) એવું નામ રાખેલ છે. (૩) પ્રશ્ન = આ ગ્રંથકર્તા કયા સંપ્રદાયના હતા? ઉત્તર = શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંપ્રદાયના હતા. (૪) પ્રશ્ન = “કર્મ” કયા પદાર્થનું બનેલું છે? ઉત્તર = પુગલાસ્તિકાયના પેટાભેદ રૂપ “કાર્મણવર્ગણા” છે. એક પ્રકારના સૂક્ષ્મ રજકણો = પુદ્ગલાણુઓ છે. અનંત અનંત પ્રદેશોના બનેલા સ્કંધો છે. પ્રશ્ન = આ કાર્મણ વર્ગણા આ જગતમાં ક્યાં ભરેલી હશે? ઉત્તર = સમસ્ત વિશ્વમાં (લોકાકાશમાં) સર્વત્ર ભરેલી છે. પ્રશ્ન = તે નિર્જીવ હોવાથી જ્ઞાન નથી તો પણ જીવને કેમ ચટે છે? ઉત્તર = આત્મામાં તેવા પ્રકારના વિષય-કષાયની વાસનાના પરિણામ થાય છે માટે ચોંટે છે. કપડાને તેલનો ડાઘ હોય તો રજ ચોંટે તેમ. પ્રશ્ન = આત્મા અને કર્મ, આ બન્નેમાં પહેલું કોણ? ઉત્તર = આત્મા, કર્મ, અને તે બન્નેનો સંયોગ, આ ત્રણે અનાદિ છે. પ્રશ્ન = આત્મા જ્યારે કષાયાદિ કરે ત્યારે જ કર્મ લાગે છે, તો અનાદિ કેમ સમજાવો છો ? ઉત્તર = વિવક્ષિત કોઈ પણ કર્મ જ્યારે કરે છે ત્યારે જ લાગે છે માટે આદિવાળું છે. પરંતુ પ્રવાહથી-પરંપરાથી અનાદિ છે. જેમ આપણે (૬) (૮) Page #232 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૧૯૭ જન્મ્યા ત્યારે મનુષ્યભવની આદિ, મરીને જ્યાં જશું ત્યાં તે ભવની આદિ, પરંતુ ભવોની પરંપરા અનાદિની છે. (૯) પ્રશ્ન = જડ એવું કર્મ આત્માને દુઃખ-સુખ આપી શકે? ઉત્તર = નોટોનું બંડલ કોઈ આપે તો સુખ થાય, અને ખોવાઈ જાય તો દુઃખ થાય, વિષ અને અમૃત દુઃખ-સુખમાં નિમિત્ત બને, પથ્થભોજન અને અપથ્થભોજન દુઃખ-સુખમાં નિમિત્ત બને, તેમ કર્મ પણ આત્માને દુઃખ-સુખમાં નિમિત્ત બને છે. (૧૦) પ્રશ્ન = કર્મ રૂપી કે અરૂપી? ઉત્તર = વર્ણ-ગંધ-રસ-સ્પર્શવાળું છે. પુદ્ગલ છે માટે રૂપી છે. પરંતુ સૂક્ષ્મ હોવાથી દૃષ્ટિગોચર થતું નથી. પ્રશ્ન = ગ્રંથના પ્રારંભમાં મંગલાચરણાદિ શા માટે સમજાવાતાં હશે? ઉત્તર = સંભવથી આવનારા વિદ્ગોના વિનાશ માટે મંગલાચરણ છે. આ ગ્રંથમાં શું છે ? તે જણાવવા, પંડિતોની પ્રવૃત્તિ માટે વિષય છે. છદ્મસ્થની વાણી સ્વતંત્ર ન હોવી જોઈએ તે જણાવવા સંબંધ છે. સ્વ-પર-ઉપકાર માટે આ પ્રવૃત્તિ છે તે જણાવવા પ્રયોજન છે. (૧૨) પ્રશ્ન = આ કર્મગ્રંથમાં મંગલાચરણાદિ ચાર ક્યાં છે? ઉત્તર = (૧) નિરિવીરનિ વંતિમ આ મંગલાચરણ છે. (૨) —વિવા સમાસનો વુછું આ વિષય-અભિધેય છે. (૩) સંબંધ વાચ્ય-વાચકભાવરૂપ સ્વયં સમજવો. (૪) પ્રયોજન પણ સ્વ-પર ઉપકાર માટે છે તે સ્વયં સમજવું. (૧૩) પ્રશ્ન = આત્મા “કર્મ બાંધે છે” એટલે શું કરે છે? ઉત્તર = કાશ્મણ વર્ગણામાં પ્રકૃતિ-સ્થિતિ-રસ-અને પ્રદેશના ભાવો ઉત્પન્ન કરે છે. અને જેમ દૂધ-પાણી, તથા લોઢું અને અગ્નિ એકમેક થાય તેમ આત્મા સાથે કાર્મણવર્ગણા એકમેક થાય તેને કર્મ બાંધે છે એમ કહેવાય છે. (૧૪) પ્રશ્ન = પ્રકૃતિ-સ્થિતિ આદિ ચારેનો અર્થ શું? Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ પ્રથમ કર્મગ્રંથ : સંક્ષિપ્ત સમાલોચના ઉત્તર = (૧) જ્ઞાન-દર્શન આદિ ગુણોને ઢાંકવાનું નક્કી થવું તે પ્રકૃતિબંધ. અર્થાત્ સ્વભાવનું નક્કી થયું તે પ્રકૃતિબંધ. (૨) બંધાયેલા કર્મોમાં કાળ-માનનું નક્કી થયું તે સ્થિતિબંધ. (૩) બંધાયેલા કર્મોમાં તીવ્ર-મંદતાની શક્તિનું નક્કી થયું તે રસબંધ. (૪) બંધાતા કર્મોમાં દલ-સંચયનું નક્કી થયું તે પ્રદેશબંધ. (૧૫) પ્રશ્ન = શું બંધાયેલા કર્મો અવશ્ય ભોગવવાં જ પડે ? ઉત્તર = “રસોદયથી” ભોગવવાં જ પડે તેવો નિયમ નથી. પરંતુ પ્રદેશોદયથી અવશ્ય ભોગવવાં જ પડે છે. પ્રદેશોદય આત્માને વિઘાતક બનતો નથી. (૧૬) પ્રશ્ન = શું કર્મો બાંધ્યા પછી તેમાં ફેરફારો થાય? ઉત્તર = હા, શુભનું અશુભમાં, અને અશુભનું શુભમાં સંક્રમણ, સ્થિતિરસની અપેક્ષાએ નાનાનું મોટુ અને મોટાનું નાનું તે ઉદ્વર્તના અપવર્તના, બળાત્કારે વહેલું ઉદયમાં લાવવું તે ઉદીરણા, તીવ્રનું મંદ ' કરવું તે ક્ષયોપશમ, એમ અનેક ફેરફારો થઈ શકે. ફક્ત નિકાચિત કર્મમાં ફેરફાર થતા નથી. પરંતુ તે ઘણું અલ્પ જ હોય છે. (૧૭) પ્રશ્ન = શું આઠે કર્મો આ જીવ પ્રતિસમયે બાંધે જ? ઉત્તર = ના, આયુષ્ય વિનાનાં સાત કર્મો આ જીવ પ્રતિસમયે નવમા ગુણસ્થાનક સુધી સદા બાંધે છે. પરંતુ આયુષ્યકર્મ દરેક ભવોમાં ફક્ત એક જ વાર બાંધે છે. (૧૮) પ્રશ્ન = આયુષ્ય કર્મ ક્યારે બાંધે ? એવો કોઈ નિયમ છે? ઉત્તર = હા, મનુષ્ય-તિર્યંચના ભવોમાં પોતાના ભવના ત્રીજા ભાગમાં બાંધે છે. અને દેવ-નારકીના ભાવોમાં પોતાના ભવના છ માસ બાકી રહે ત્યારે જ આયુષ્ય બાંધે છે. (૧૯) પ્રશ્ન = કર્મોના મૂળભેદો કેટલા? અને ક્યા ક્યા? અને તેનો અર્થ શું? ઉત્તર = કર્મોના મૂળભેદો ૮ છે. જ્ઞાનાવરણીય વિગેરે, તેના અર્થ આ પ્રમાણે Page #234 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૧૯૯ (૧) આત્માના જ્ઞાન ગુણને ઢાંકનારૂં જે કર્મ તે જ્ઞાનાવરણીય. (૨) આત્માના દર્શન ગુણને ઢાંકનારૂં જે કર્મ તે દર્શનાવરણીય. (૩) આત્માને દુઃખ-સુખ આપનારૂં જે કર્મ તે વેદનીયકર્મ. (૪) આત્માની સત્યરુચિ અને સદાચારને લુષિત કરનાર જે કર્મ તે મોહનીય. (૫) વિવતિ ભવમાં જીવાડનાર-પકડી રાખનાર કર્મ તે આયુષ્ય. (૬) આત્માને શરીર-ઇન્ડિયાદિ ભવોપગ્રાહી સામગ્રી આપનાર કર્મ તે નામકર્મ. (૭) સંસ્કારી અને બીન-સંસ્કારી કુળ અપાવનારૂં જે કર્મ તે ગોત્રકર્મ. (૮) આત્માની દાન-લાભાદિ લબ્ધિઓને રોકનારૂં જે કર્મ તે અંતરાય. (૨૦) પ્રશ્ન = આ આઠે કર્મોના સ્વભાવો કોઈ દષ્ટાન્તોથી સમજાવી શકાય? ઉત્તર = હા, તે આઠે કર્મોના સ્વભાવો નીચે મુજબ છે. (૧) જ્ઞાનાવરણીય કર્મ આંખના આડા પાટા જેવું. (૨) દર્શનાવરણીય કર્મ ચોકીદાર-દ્વારપાલ જેવું. (૩) વેદનીય કર્મ મધથી લેપાયેલી તલવારની ધાર જેવું. (૪) મોહનીય કર્મ મદિરા (દારૂ-શરાબ) જેવું. (૫) આયુષ્ય કર્મ પગમાં નંખાયેલી બેડી જેવું. (૬) નામકર્મ રંગ-બેરંગી ચિત્ર ચિતરનારા ચિતારા જેવું. (૭) ગોત્રકર્મ સારા-નસારા ઘડા બનાવનારા કુંભાર જેવું. (૮) અંતરાયકર્મ રાજમંત્રી (ભંડારી) જેવું છે. ઉપરોક્ત આઠ દૃષ્ટાન્તોના જેવા સ્વભાવ છે તેવા કર્મોના સ્વભાવો છે. (૨૧) પ્રશ્ન = આઠે કર્મોનો આવો જ ક્રમ શા માટે કર્યો હશે ? ઉત્તર = આત્માના અનંત ગુણો છે તે સર્વમાં જ્ઞાન-દર્શન મુખ્ય છે. તેમાં પણ જ્ઞાન એ વિશેષ બોધાત્મક હોવાથી પ્રવૃત્તિ-નિવૃત્તિ કરાવનારૂં છે. માટે તે બેમાં જ્ઞાનગુણ મુખ્ય છે. તેથી જ્ઞાનને ઢાંકનારૂં કર્મ પ્રથમ કહ્યું અને દર્શનને ઢાંકનારૂં કર્મ પછી કહ્યું છે. આ બે કર્મો ઉદયમાં Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ પ્રથમ કર્મગ્રંથ : સંક્ષિપ્ત સમાલોચના આવે ત્યારે જીવને દુઃખ થાય છે અને આ કર્મોનો ક્ષયોપશમ થાય તો આનંદ થાય છે. માટે ત્રીજું વેદનીયકર્મ છે. સુખ-દુઃખથી રાગાદિ થાય છે માટે ચોથું મોહનીય કર્મ છે. મોહનીય કર્મથી નરક-તિર્યંચના આયુષ્યો બંધાય છે. આયુષ્યને અનુસાર ગતિ-જાતિ અને શરીર મળે છે. નામકર્મને અનુસારે શુભાશુભ ગોત્ર ઉદયમાં આવે છે અને પ્રાયઃ ગોત્રને અનુસાર જ અંતરાયકર્મ ઉદયમાં આવે છે. માટે આ ક્રમ રાખેલ છે. પ્રશ્ન = આ આઠ કર્મોમાં ઘાતકર્મ અને અઘાતી કર્મો કેટલાં ? અને ક્યાં ક્યાં ? ઉત્તર = જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ ચાર કર્મો ઘાતકર્મો છે અને બાકીનાં ચાર વેદનીય-આયુષ્ય-નામ અને ગોત્રકર્મ અઘાતકર્મો છે. (૨૩) પ્રશ્ન = ઘાતી અને અઘાતી એટલે શું? ઉત્તર = આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્ર અને વીર્ય ગુણને જે કર્મો ઢાંકે છે તે ઘાતકર્મો છે અને સંસારની ભોગ-સામગ્રી-દુઃખ-સુખ આપનારાં કર્મો તે અઘાતી કર્મો છે. (૨૪) પ્રશ્ન = જ્ઞાનાવરણીય કર્મના ભેદ કેટલા? અને કયા કયા? ઉત્તર = આત્માના જ્ઞાનગુણને ઢાંકે તે જ્ઞાનાવરણીય કર્મ. જ્ઞાન પાંચ પ્રકારનાં છે. માટે જ્ઞાનાવરણીય પણ પાંચ પ્રકારનું છે. મતિ જ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય વિગેરે. (૨૫) પ્રશ્ન = મતિજ્ઞાનનો અર્થ શું? તેના મુખ્ય ભેદો કેટલા? ઉત્તર = ઇન્દ્રિયો અને મન દ્વારા જે વિષયબોધ થાય તે મતિજ્ઞાન. શરીરમાંની પાંચ ઇન્દ્રિયોથી રૂપ-રસ-ગંધ-સ્પર્શ અને શબ્દાદિનું જે જ્ઞાન થાય છે તે મતિજ્ઞાન છે. તેના શ્રુતનિશ્રિત અને અશ્રુતનિશ્રિત એમ મુખ્ય બે ભેદો છે. (૨૬) પ્રશ્ન = તે બન્ને ભેદોનો અર્થ શું? તેના પેટાભેદો કેટલા? ઉત્તર = જે પૂર્વે સાંભળેલું હોય, જોયેલું હોય, અથવા અનુભવેલું હોય, પરંતુ વર્તમાન કાલે વસ્તુ જાણતાં તેનું અનુસરણ ન હોય, માત્ર પૂર્વના Page #236 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૨૦૧ અનુભવથી થયેલા સંસ્કારો દ્વારા સહજપણે જે જણાય તે ધૃતનિશ્ચિત. અને જેનો પૂર્વે અનુભવ કર્યો જ નથી અને આપમેળે જણાય તે અશ્રુતનિશ્રિત. બન્નેના ચાર-ચાર ભેદો છે. (૨૭) પ્રશ્ન = ચાર ચાર ભેદો કયા કયા? અને તેનો અર્થ શું? ઉત્તરઃ શ્રુતનિશ્રિતના (૧) અવગ્રહ, (૨) ઈહા, (૩) અપાય, અને (૪) ધારણા, અશ્રુતનિશ્રિતના (૧) ઔત્પાતિકી, (૨) વૈનાયિકી, (૩) કાર્મિકી, અને (૪) પારિણામિકી, (૧) અતિશય અસ્પષ્ટ (અવ્યક્ત) એવું જે જ્ઞાન તે અવગ્રહ, (૨) “આ શું હશે એવી વિચારણા કરવા દ્વારા નિશ્ચય પાસે પહોંચવું તે ઈહા. (૩) જે વસ્તુ હોય તેનો નિર્ણય કરવો તે અપાય. (૪) નિર્ણત થયેલી વસ્તુને ધારી રાખવી, દઢ કરવી તે ધારણા. (૧) અકસ્માત્ બુદ્ધિ ઉત્પન્ન થાય, હાજરજવાબી તે “ઔત્પાતિકી”. (૨) ગુરુજીના વિનયથી-પ્રસન્નતાથી જે બુદ્ધિ થાય તે વૈનયિકી. (૩) કામ કરતાં કરતાં જે બુદ્ધિ થાય તે કાર્મિકી. (૪) ઉંમર થવાથી અનુભવથી જે બુદ્ધિ આવે તે પારિણામિકી. (૨૮) પ્રશ્ન = અવગ્રહના પેટા ભેદો છે ? હોય તો કયા કયા ? તેનો અર્થ શું? ઉત્તર = અવગ્રહના બે ભેદો છે. (૧) વ્યંજનાવગ્રહ, (૨) અર્થાવગ્રહ, (૧) જ્યાં માત્ર ઇન્દ્રિયનો અને વિષયનો સંયોગ જ થાય. પરંતુ જ્ઞાન ન થાય, અને શરાવલાને પાયેલા પાણીની જેમ જે આગળ આગળ થનારા જ્ઞાનમાં કારણ બને છે, વ્યંજનાવગ્રહ. (૨) જ્યાં “આ કંઈક છે” એવો અર્થબોધ થાય, તે અર્થાવગ્રહ. (૨૯) પ્રશ્ન = શું બધી જ ઇન્દ્રિયોથી વ્યંજનાવગ્રહ-અર્થાવગ્રહ થાય છે? ઉત્તર = ના, વ્યંજનાવગ્રહ ચહ્યું અને મનનો થતો નથી, શેષ ચાર જ ઇન્દ્રિયોનો થાય છે. અને અર્થાવગ્રહ છએ ઇન્દ્રિયોનો થાય છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ પ્રથમ કર્મગ્રંથ : સંક્ષિપ્ત સમાલોચના (૩૦) પ્રશ્ન = ચહ્યું અને મનનો વ્યંજનાવગ્રહ ન થવાનું કારણ શું? ઉત્તર = આ બન્ને ઇન્દ્રિયો અપ્રાપ્યકારી છે. એટલે કે વિષયની સાથે સંયોગ પામ્યા વિના વિષયને જાણી શકે છે. માટે વ્યંજનાવગ્રહ નથી, બાકીની ચાર ઈન્દ્રિયો પ્રાપ્યકારી છે. માટે વ્યંજનાવગ્રહ છે. અગ્નિ અને જલાદિને ચક્ષુથી જોતાં, અને મનથી વિચારતાં ચહ્યું અને મનને ઉપઘાત-અનુગ્રહ થતો નથી, માટે અપ્રાપ્યકારી છે. (૩૧) પ્રશ્ન = મતિજ્ઞાનના શ્રુતનિશ્રિતના કુલ ભેદો કેટલા થયા? ઉત્તર = ઈન્દ્રિયોના ભેદોથી વ્યંજનાવગ્રહના ૪, અર્થાવગ્રહના ૬, ઇહાના ૬, અપાયના ૬, અને ધારણાના ૬, કુલ ૨૮ ભેદો થાય છે. (૩૨) પ્રશ્ન = આ ૨૮ ભેદોથી વધારે ભેદો તો હવે નથી ને ? ઉત્તર = છે, તેના પણ બહુ-અબહુ-બહુવિધ-અબહુવિધ વિગેરે બાર બાર પ્રતિભેદો હોવાથી ૨૮૧૨–૩૩૬ ભેદો થાય છે. (૩૩) પ્રશ્ન = વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ જ તદ્દન અસ્પષ્ટ છે તેના વળી આવા સૂક્ષ્મ-સૂક્ષ્મ બાર-બાર ભેદ કેમ હોઈ શકે? ઉત્તર = કારણમાં ભેદ હોય તે જ કાર્યમાં પ્રગટ થાય. માટે ભલે સ્પષ્ટ જણાતા નથી. છતા ઈડાના રસની જેમ કારણકાલે પણ ભેદે છે. (૩૪) પ્રશ્ન = ઔત્પાતિકી બુદ્ધિ ઉપર દૃષ્ટાન્તો છે ? ઉત્તર = રોહિણીયા ચોરનું દૃષ્ટાન્ત શાસ્ત્રોમાં આવે છે. આ ચાર ઘણી જ ચોરી કરતા હતા, કોઈ પણ રીતે પકડાતો ન હતો, એક વખત એક ગામમાં તે ચોર આવ્યો છે. એમ સમાચાર મળતાં રાજાએ પબ્લીકને બોલાવીને કડક આજ્ઞા કરી કે એક સપ્તાહ પછી તમારે રાજ્ય સભામાં અહીં આવવું. પરંતુ ચાલતા ચાલતા પણ ન આવવું અને વાહન ઉપર પણ નહી, ભેંજન કરીને પણ નહી, અને ભુખ્યા પણ નહીં, તડકે પણ નહી અને છાયે પણ નહી, દિવસે પણ નહી અને રાત્રે પણ નહી, ઈત્યાદિ બે બે વિરોધીભાવો જણાવીને સભામાં આવવાનું કહ્યું. ગામલોકો ગભરાયા, કેયડો ઉકલતો નથી, ગામલોકોને ચિંતાતુર જાણીને સંતાયેલા Page #238 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૨૦૩ (૩૫) રોહિણીયા ચોરે ગામલોકોને પૂછ્યું. ગામલોકોએ ચિંતાનું કારણ જણાવ્યું, રોહિણીયા ચારે પોતાની ઔત્પાતિકી બુદ્ધિના પ્રભાવે તુરત ગામલોકોને સમજાવ્યું કે લાકડીનો ઘોડો કરીને સભામાં જવાનું, જેથી ચાલતા પણ ન કહેવાય અને વાહન ઉપર પણ ન કહેવાય, સીંગ-ચણા ફાકતા ફાકતા જવાનું, જેથી ભોજન કરીને પણ ન કહેવાય અને ભુખ્યા પણ ન કહેવાય, કાણાંવાળી કામળી ઓઢીને જવાનું, જેથી તડકે પણ ન કહેવાય અને છીયે પણ ન કહેવાય, સંધ્યા સમયે જવાનું, જેથી રાત્રિ પણ ન કહેવાય અને દિવસ પણ ન કહેવાય, ઈત્યાદિ ઉકેલ મળી આવતા ગામલોકો હરખાયા, સપ્તાહ પછી ઉપર પ્રમાણે રાજસભામાં ગયા- રાજાએ કડકાઇથી પ્રશ્ન કર્યો કે તમને આ પ્રશ્નો કોણે ઉકેલી આપ્યા? સાચું બોલો, નહી તો તમારે જ વધ થશે. ઈત્યાદિ કહેતાં રોહિણીયા ચોરનું નામ આપ્યું અને તેને પકડવામાં આવ્યો, આવી આકસ્મિક બુદ્ધિ, તત્કાલ જવાબ આપે એવી જે બુદ્ધિ તે ઔત્પાતિકી બુદ્ધિ. પ્રશ્ન = વૈનાયિકી બુદ્ધિ ઉપર કઈ દૃષ્ટાન્ન છે? ઉત્તર = એક જ ગુરુજી પાસે બે શિષ્યો ભણતા હતા-એક પરમ વિનીત હતો, બીજો અવિનીત હતો, ગુરુજી બન્નેને સરખું જ ભણાવે, પરંતુ ગુરુજીના વિનયના પ્રભાવે વિનીતને સારી બુદ્ધિ ઉત્પન્ન થતી હતી, છતાં બન્ને મિત્રો હતા. એક વખત જંગલમાં રેતીની અંદર હાથીનાં પગલાં પડેલાં દેખીને વિનીતે અવિનીતને પૂછ્યું કે હે મિત્ર ! આ પગલાં ઉપરથી તને શું સમજાય છે? અવિનીતે ઉત્તર આપ્યો કે હાથી અહીંથી ગયો હોય એમ લાગે છે. બીજું કંઈ સમજાય છે ? ના, આ પગલાંમાંથી બીજું શું સમજાય ? વિનીતે કહ્યું કે જો હાથી નહિ પરંતુ હાથણી ગયેલી છે. વળી તે હાથણી એક આંખે કાણી છે. તેના ઉપર રાજાની રાણી (અથવા મોટા ઘરની સ્ત્રી) બેઠેલી છે. તે સ્ત્રી સગર્ભા છે. અને પૂર્ણ દિવસવાળી છે. અવિનીતે પૂછ્યું કે આવું કેવી રીતે સમજાય છે? ત્યારે વિનીતે સમજાવ્યું કે ગતિક્રિયામાં પ્રથમ ડાબો પગ ઉપડેલો છે તે એમ સૂચવે છે. કે આ પુરુષ નથી. પરંતુ સ્ત્રી છે. ગતિક્રિયામાં પુરુષનો Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ પ્રથમ કર્મગ્રંથ : સંક્ષિપ્ત સમાલોચના પ્રથમ જમણા પગ ઉપડે છે અને સ્ત્રીના પ્રથમ ડાબા પગ ઉપડે છે, માટે હાથી નથી પરંતુ હાથણી છે. તથા બન્ને બાજા સુંદર વૃક્ષાની ઘટા હાવા છતા એક બાજુના વૃક્ષામા સૂંઢ નાખેલી છે. બીજી બાજુના વૃક્ષેા અખંડ છે. માટે તેણીને બીજી સાઇડ દેખાતી નથી. તેથી એક આખે કાણી છે. તે હાથણીને જ્યા બેસાડવામા આવી છે. અને તેના ઉ૫૨થી ઉતરેલી સ્ત્રીનાં પગલા જે રેતીમા પડેલ છે તેમા શંખ-કમળ-આદિ ઉત્તમ પ્રતિકા દેખાય છે માટે આ સ્ત્રી મોટા ઘરની પત્ની છે. નજીકમા જ તેની લઘુનીતિ કરવા માટે બેસવા-ઉઠવાની રીતિથી જણાય છે કે તે સગર્ભા અને પૂર્ણ દિવસવાળી છે. આવાં સાંકેતિક ચિહ્નોથી વસ્તુ સમજવા માટેની જે બુદ્ધિ તે વૈનયિકી બુદ્ધિ સમજવી. (૩૬) પ્રશ્ન = કાર્મિકી બુદ્ધિ ઉપર કેાઇ દૃષ્ટાન્તા જાણીતા છે ? ઉત્તર સોનીની, દરજીની, હજામની, રસાઇની, વિગેરે સર્વે કળાએ કામ કરતાં કરતાં જ વિકસે છે તે કાર્મિકી બુદ્ધિ છે. = (૩૭) પ્રશ્ન = પારિણામિકી બુદ્ધિ ઉપર કોઇ દૃષ્ટાન્ત છે ? ઉત્તર એક રાજાની રાજસભામાં વૃદ્ધ-અનુભવી મંત્રીઓ હતા, પરંતુ શરીરે વૃદ્ધ હોવાથી દેદીપ્યમાન શરીરવાળા ન હતા, તેઓની સાથે યુવાન્ મંત્રીઓ પણ કામકાજ કરતા હતા, પરંતુ યુવાન્ મંત્રીઓ યુવાવસ્થાના કા૨ણે દેદીપ્યમાન શરીરવાળા હોવાથી પ્રતિદિન રાજાને સમજાવે કે આ વૃદ્ધ મંત્રીઓ હવે થાકી ગયા છે. સાએઠ વર્ષ ઉપરની ઉંમર થવાથી નષ્ટ બુદ્ધિવાળા થયા છે. માટે તેઓને રજા આપીને અમારૂં સ્થાન વધારવું જોઇએ, પરંતુ રાજા ચકોર હતો, તેણે અવસરે જોઇશું, એમ કહીને આ ચર્ચા દબાવી દીધી. ** એક વખત બન્ને પ્રકારના મંત્રીઓની પરીક્ષા કરવા માટે રાજાએ ભરસભામાં બન્ને પ્રકારના મંત્રીઓને એક પ્રશ્ન પૂછ્યો, કે હે મંત્રીઓ! આવી ભરસભામાં બેઠેલા, ચારે તરફ સંપૂર્ણ સંરક્ષણવાળા તમારા આ રાજાને કોઇ તમાચો અથવા પગની પાટુ મારી જાય તો તેને શું શિક્ષા કરાય ? Page #240 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક આ સાંભળતાં જ યુવાન્ મંત્રીઓ તુરત બોલી ઉઠ્યા કે હે રાજાજી ! આમાં તમે શું પૂછ્યું ? આવી બાબતમાં કંઇ પણ વિચાર ક૨વાનો જ ન હોય, તમાચો અથવા પગની પાટુ મારનારને કારાવાસમાં જ મોકલી અપાય અથવા ભરસભામાં રાજાનું જે આવું અપમાન કરે તેને ફાંસી જ અપાય. યુવાન્ મંત્રીઓ બોલી રહ્યા ત્યારે વૃદ્ધમંત્રીઓ ગંભીર હતા. રાજાએ તેઓ તરફ જોયું. વૃદ્ધમંત્રીઓએ આ પ્રશ્નનો ઉત્તર વિચા૨વા થોડોક સમય માગ્યો, રાજાએ સમય તો આપ્યો, પરંતુ યુવાન્ મંત્રીઓ રાજાને ઉશ્કેરવા લાગ્યા કે હે રાજન્ ! જાઓ! આ વૃદ્ધોમાં હવે બીલકુલ બુદ્ધિ નથી, આવા પ્રશ્નમાં શું વિચારવાનું છે ? આમાં સમય માગવાનો શો અર્થ ? રાજા મૌન રહ્યા. વૃદ્ધમંત્રીઓ મંત્રણા કરીને સભામાં આવ્યા. રાજાજી પૂછે છે કે તમારો શો ઉત્તર છે ? વૃદ્ધમંત્રીઓ કહે છે કે જે આવું કાર્ય કરે તેને તમારી રાજ્યગાદી સોંપાય. આ ઉત્તર સાંભળી યુવાન્ મંત્રીઓ ફરીથી ઉશ્કેરાયા. રાજાએ વૃદ્ધમંત્રીઓને ખુલાસો કરવા કહ્યું. ત્યારે વૃદ્ધમંત્રીઓ કહે છે કે હે રાજન્ ! પ્રથમ તો તમે જ બળવાન છો એટલે તમને કોઇ તમાચો કે પાટુ મારે નહીં. તેમાં પણ ભરસભા હોય, સંરક્ષણ પૂર્ણ હોય તો શત્રુરાજાના આગમનની તો કોઇ સંભાવના જ નથી. તેથી તમારું પોતાનું બાળક રમાડવા માટે તમે સભામાં લાવ્યા હો અને એ બાળક લાડકોડમાં તમને મારે એવું બની શકે, અને સભા કંઇ પણ પ્રતિકાર કરે નહીં, પરંતુ આનંદ પામે અને એ બાળક તમારું હોવાથી તમારો વારસદાર જ કહેવાય-માટે તેને રાજ્ય ગાદી જ અપાય. આ સાંભળી સઘળા માણસો આશ્ચર્ય પામ્યા. અને રાજાએ યુવાન્ મંત્રીઓને છુટા કર્યા કે જેઓ ઇર્ષ્યાળુ હતા. આ પરિણામિકી બુદ્ધિ કહેવાય. (૩૮) પ્રશ્ન = મતિજ્ઞાનથી વધારેમાં વધારે કેટલું જોઇ શકાય ? ઉત્તર શાસ્ત્રના સહારાથી સર્વ દ્રવ્યો, સર્વ ક્ષેત્ર, સર્વ કાળ ને અનંતા (અસર્વ) પર્યાયો જાણી શકાય છે.. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ પ્રથમ કર્મગ્રંથ સંક્ષિપ્ત સમાલોચના (૩૯) પ્રશ્ન = અર્થાવગ્રહના નૈશ્ચયિક અને વ્યાવહારિક એમ બે ભેદો આવે છે. તેનો અર્થ શું? ઉત્તર = વ્યંજનાવગ્રહની પછી સૌથી પ્રથમ જે અર્થાવગ્રહ થાય છે તે નૈશ્ચયિક અર્થાવગ્રહ છે. અને જે ઈહા પછી થયેલા અપાયને પાછળ આવનારી ઈહાની અપેક્ષાએ ઉપચારથી અર્થાવગ્રહ કહેવાય છે, તે વ્યાવહારિક અર્થાવગ્રહ છે. (૪૦) પ્રશ્ન = વ્યંજનાવગ્રહાદિનો વધુમાં વધુ કેટલો કાળ ? ઉત્તર = (૧) વ્યંજનાવગ્રહ, વ્યાવહારિકાર્થાવગ્રહ, ઈહા, અપાય, અવિસ્મૃતિ, અને સ્મૃતિનો કાળ અંતર્મુહૂર્ત. (૨) નૈૠયિક અર્થાવગ્રહનો કાળ ૧ સમય. (૩) વાસના નામની ધારણાનો કાળ-સંખ્યાત-અસંખ્યાત વર્ષ. (૪૧) પ્રશ્ન = શ્રુતજ્ઞાન એટલે શું? તેના ભેદો કેટલા? અને ક્યા કયા? ઉત્તર = ભણાવનાર ગુરુજી દ્વારા અથવા શાસ્ત્રો દ્વારા સમજીને જે વાચ્ય-વાચક ભાવવાળો તત્ત્વબોધ થાય તે શ્રુતજ્ઞાન છે. તેના ૧૪ અથવા ૨૦ ભેદો છે. આ કર્મગ્રંથની ૬/૭મી ગાથામાં તે ભેદો જણાવેલા પ્રશ્ન = અક્ષરશ્રુતના ભેદો કેટલા ? તેનો અર્થ શું? ઉત્તર = અક્ષરો દ્વારા જે જ્ઞાન થાય તે અક્ષર શ્રત, તેના ૩ ભેદ છે. (૧) પુસ્તક, તાડપત્ર આદિમાં લખેલા અક્ષરો તે સંજ્ઞાક્ષર. (૨) મુખે ઉચ્ચાર કરવા રૂપે (પર) અક્ષરો તે વ્યંજનાક્ષર. (૩) અક્ષરોની ઓળખાણ રૂપે હૃદયસ્થ જે જ્ઞાન તે લધ્યક્ષ. (૪૩) પ્રશ્ન = અનાર શ્રુત એટલે શું? ઉત્તર = જેમાં અક્ષરોનું ઉચ્ચારણ ન હોય તે, જેમ કે ખોંખારો, ઉધરસ, તાળી પાડવી, અથવા હાથ-મુખના ઈશારા કરવા તે. (૪૪) પ્રશ્ન = સંજ્ઞા કેટલા પ્રકારની? કઈ કઈ? તેના અર્થ શું? Page #242 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૨૦૭ ઉત્તર = સંજ્ઞા ત્રણ પ્રકારની છે. સંજ્ઞા એટલે ચેતના, જ્ઞાન, (૧) જેનાથી વર્તમાન કાળમાત્રનો જ વિચાર કરી શકાય તે હેતુવાદોપદેશિકી. (૨) જેનાથી ત્રણે કાળનો વિચાર કરી શકાય તે દીર્ઘકાલિકી. (૩) જેનાથી આત્માના હિતાહિતનો વિચાર કરી શકાય તે દૃષ્ટિવાદોપદેશિકી. (૪૫) પ્રશ્ન = સમ્યગ્રુત અને મિથ્યાશ્રુતના નિશ્ચય અને વ્યવહારથી શું અર્થ ? ઉત્તર = (૧) જેના રચયિતા સમ્યગ્દષ્ટિ હોય તે વ્યવહારથી સમ્યગ્રુત (૨) જેના રચયિતા મિથ્યાષ્ટિ હોય તે વ્યવહારથી મિથ્યાશ્રુત. (૩) જેના શ્રોતા સમ્યગ્દષ્ટિ હોય તે નિશ્ચયથી સમ્યગ્રુત. (૪) જેના શ્રોતા મિથ્યાષ્ટિ હોય તે નિશ્ચયથી મિથ્યાશ્રુત. (૪૬) પ્રશ્ન = અંગપ્રવિષ્ટની બાબતમાં શ્વેતાંબર-દિગંબરમાં શું વિચારભેદ છે ? ઉત્તર = હાલ જે ૧૧ અંગો ઉપલબ્ધ છે. તે ગણધરકત છે તેથી તે અંગપ્રવિષ્ટ છે. દુષ્કાળ પછી પાટલિપુત્રાદિમાં આચાર્યોએ તેનું અનુસંધાન માત્ર કર્યું છે એમ શ્વેતાંબરામ્નાય માને છે. અને મૂળ ૧૧ અંગો દુષ્કાળના કાળે નષ્ટ થઈ ચૂકયાં છે, વર્તમાન ૧૧ અંગો ગણધરકૃત નથી, તેમ દિગમ્બરામ્નાય માને છે. (૪૭) પ્રશ્ન = શ્રુતજ્ઞાનના ૧૪ અને ૨૦ બે ભેદો શા માટે બતાવ્યા ? ઉત્તર = ચૌદ ભેદો એવા છે કે જેમાંના કોઈ પણ બે ભેદોમાં સક્લ શ્રુતજ્ઞાનનો સમાવેશ થાય છે. જ્યારે વીસ ભેદો એવા છે કે જેમાં ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા શ્રુતના ભેદો છે. (૪૮) પ્રશ્ન = નવપદની ઓળીમાં જ્ઞાનના ૫૧ ભેદો આવે છે તે ક્યા? ઉત્તર = મતિજ્ઞાનના ૨૮, શ્રુતજ્ઞાનના ૧૪, અવધિજ્ઞાનના ૬, મનઃ પર્યવજ્ઞાનના ૨, અને કેવળજ્ઞાનનો ૧, એમ કુલ ૫૧ ભેદો છે. (૪૯) પ્રશ્ન =પૂર્વેમાં વસ્તુઓ, પ્રાભૂતો, અને પ્રાભૃતપ્રાભૂતો કેટલાં હોય છે? For Private- & Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ પ્રથમ કર્મગ્રંથ : સંક્ષિપ્ત સમાલોચના ઉત્તર = બારમા દષ્ટિવાદમાં ૧૪ પૂર્વો આવે છે. એક-એક પૂર્વમાં ૧૪/૧૪ વસ્તુઓ હોય છે. એક-એક વસ્તુમાં ૨૦/૨૦ પ્રાભૃતો હોય છે, એક-એક પ્રાભૃતમાં ૨૦/૨૦ પ્રાકૃતપ્રાભૃતો હોય છે. (૫૦) પ્રશ્ન = ભવપ્રત્યયિક અને ગુણ પ્રત્યયિક એટલે શું? ઉત્તર = ભવ છે નિમિત્ત જેનું તે ભવ પ્રત્યયિક, પક્ષીને ઉડવાની શક્તિની જેમ, આ અવધિજ્ઞાન દેવ-નારકીને હોય છે. ગુણ છે નિમિત્ત જેમાં તે ગુણ પ્રત્યયિક, આ અવધિજ્ઞાન મનુષ્ય-તિર્યંચોને હોય છે. તેના છ ભેદો છે. (૫૧) પ્રશ્ન = ભવપ્રત્યયિક અવધિજ્ઞાનના છ ભેદો થાય કે નહિ? ઉત્તર = ત્યાં પ્રતિપક્ષી ભેદો નથી, તેથી છ ભેદો થતા નથી. જેમ કે(૧) અનુગામી-અનનુગામીમાંથી અનુગામી જ હોય છે. (૨) વર્ધમાન કે હીયમાન હોતું નથી. પણ અવસ્થિત જ હોય છે. (૩) પ્રતિપાતિ-અપ્રતિપાતિમાંથી અપ્રતિપાતિ જ હોય છે. (પર) પ્રશ્ન = સામાન્ય વિષયને દેખતું હોવાથી ઋજુમતિને દર્શન કહેવાય? ઉત્તર = ના, જુમતિ પણ ઘણા વિશેષ ધર્મોને જ દેખે છે. ફક્ત વિપુલમતિ કરતાં કંઈક હીન દેખે છે. માટે દર્શન નથી. (૫૩) પ્રશ્ન = મન:પર્યવજ્ઞાની ભૂત-ભાવિકાળ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ દેખે છે. તે કેવી રીતે જોતા હશે ? મનોવર્ગણામાં ગૃહીત આકારો નષ્ટ થઇ ચૂક્યા છે અને ભાવિના આકારો બન્યા જ નથી. તો વર્તમાનકાળ સિવાય શેષ બે કાળના પર્યાયો કેવી રીતે જાણે ? ઉત્તર = મનોવર્ગણામાં ભૂત-ભાવિકાળના પર્યાયો આવિર્ભત નથી. એટલે પર્યાયાર્થિકનયથી પ્રગટ નથી, પરંતુ તે તે મનોવર્ગણામાં બનવા રૂપે, કે બની ચૂક્યા રૂપે તો ભૂત-ભાવિના પર્યાયો તિરોભાવે છે જ, તેથી દ્રવ્યાર્થિકનયથી પર્યાયો છે જ, તે પર્યાયોને આ જ્ઞાની જાણે છે. એ જ જ્ઞાનનું માહાભ્ય છે. (૫૪) પ્રશ્ન = આ કાળે પાંચ જ્ઞાનોમાંથી કેટલાં જ્ઞાનો થાય છે? Page #244 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૨૦૯ (૫૫) પ્રશ્ન - ઉત્તર = મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન થાય છે. કવચિત્ અવધિજ્ઞાન હોઈ શકે છે. પરંતુ મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન કોઇને પણ ભરતઐરાવતક્ષેત્રમાં થતું નથી. પ્રશ્ન = જાતિસ્મરણ જ્ઞાન થાય છે તે શું છે ? આ પાંચ જ્ઞાનમાંથી કોનામાં સમાવેશ પામે ? ઉત્તર = પૂર્વભવનું પોતાનું જ અનુભવેલું યાદ આવે, સ્મરણમાં આવે, તે જાતિસ્મરણ, આ જ્ઞાન મતિજ્ઞાનમાં અંતર્ગત થાય છે. ધારણામાં સમાવેશ પામે છે. હાલ કોઈકને હોઈ શકે છે. (૫૬) પ્રશ્ન = કેવળજ્ઞાન એટલે સંપૂર્ણજ્ઞાન (ત્રણે કાળના ત્રણે લોકના સર્વદ્રવ્યોના સર્વપર્યાયોનું જ્ઞાન) આ અર્થ બરાબર છે? ઉત્તર = હા, જૈન દર્શનકારોને આ અર્થ સમ્મત છે. પરંતુ બીજા કોઈ કોઈ દર્શનકારો કેવળજ્ઞાન એટલે સંભવી શકે તેટલું ઉત્કૃષ્ટજ્ઞાન એવો અર્થ કરે છે. પરંતુ સંપૂર્ણજ્ઞાન અર્થ કરતા નથી, કારણ કે તેઓની દૃષ્ટિએ આવું પૂર્ણજ્ઞાન કોઇને થયું નથી અને થતું પણ નથી. (૫૭) પ્રશ્ન = કેવલજ્ઞાન પામેલા મહાત્માઓના જીવનવિષે શ્વેતાંબર અને દિગંબર આમ્નાયમાં કોઈ વિચાર ભેદ છે? ઉત્તર = હા, શ્વેતાંબર આમ્નાય એમ માને છે કેવલીભગવંતો આહારગ્રહણ કરે છે. વસ-પાત્રાદિ નિઃસ્પૃહભાવે હોય, સ્ત્રીઓ પણ કેવળજ્ઞાન પામે, કેવલીભગવંતો ધર્મોપદેશ વાણી દ્વારા પ્રકાશે, જ્યારે દિગમ્બરાન્ઝાય એમ માને છે કે- કેવલી ભગવંતોને આહારગ્રહણ ન હોય, વસ્ત્ર-પાત્ર ન હોય, સ્ત્રીઓ કેવળજ્ઞાન ન પામે, અને પ્રભુ વાણી પ્રકાશે નહિ. પરંતુ શરીરમાંથી દિવ્યધ્વનિ નીકળે છે. (૫૮) પ્રશ્ન = દર્શનાવરણીયકર્મમાં આવાર્યગુણ ૪ છે અને આવરણ ૯ કેમ છે? આવાર્યગુણ હોય તો આચ્છાદન થાયને? ઉત્તર = આવાર્યગુણ ચક્ષુદર્શનાદિ ચાર જ છે. તે ચાર ગુણને ચક્ષુદર્શનાવરણાદિ ચાર આવરણીય કર્મો આવરે છે. તથાપિ આ ચારમાં ત્રણ કર્મ દેશઘાતી હોવાથી, અને સર્વથા ગુણો નહી આવૃત થવા ૧૪ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ પ્રથમ કર્મગ્રંથ : સંક્ષિપ્ત સમાલોચના દેવાનો અવસ્વભાવ હોવાથી યત્કિંચિત્ દર્શનશક્તિ ક્ષયોપશમભાવે અનાવૃત રહે જ છે. ક્ષયોપશમથી પ્રાપ્ત એવી તે કિંચિત્ દર્શનશક્તિને નિદ્રાપંચક હણે છે. માટે તે પણ દર્શનાવરણીય જ છે. (૫૯) પ્રશ્ન = જો નિદ્રાપંચક યત્કિંચિત એવી પ્રાપ્ત દર્શન લબ્ધિને હણતી હોય તો અંશને હણતી હોવાથી દેશઘાતી કહેવરાવી જોઇએ, સર્વઘાતી કેમ કહેવાય છે? ઉત્તર = જો કે નિદ્રાપંચક આંશિક દર્શન લબ્ધિને જ હણે છે તથાપિ તેને “સર્વથા” હણે છે. હણવાની ક્રિયા સર્વથા છે. માટે સર્વઘાતી છે. (૬૦) પ્રશ્ન = થીણદ્ધિ નિદ્રામાં બળ કેટલું આવે? તે જીવ મરીને ક્યાં જાય? ઉત્તર = જો પહેલા સંઘયણવાળો જીવ હોય તો અર્ધચક્રી (વાસુદેવ) કરતાં અધું બળ આવે, શેષ સંઘયણ હોય તો શરીરમાં જે બળ હોય તેનાથી સાત-આઠ ગણું બળ આવી જાય. આ નિદ્રાવાળો આત્મા મૃત્યુ પામીને પ્રાયઃ નરકગતિગામી થાય છે. (૬૨) પ્રશ્ન = વેદનીયકર્મના ઉદયથી દેવ-મનુષ્યમાં સુખ, અને નરક તિર્યંચમાં દુઃખ પ્રાયઃ હોય છે એમાં પ્રાયઃ કેમ લખ્યું? ઉત્તર = જ્યાં સુખ કહ્યું છે ત્યાં દુઃખ પણ હોય છે. દેવોને ચ્યવન, યુદ્ધ, સ્ત્રી-ધનાદિના અપહરણ સમયે, અને મનુષ્યોને મૃત્યુકાળે તથા ધન-સ્ત્રી આદિના વિયોગકાળે દુઃખ પણ હોય છે. નારકીને ભગવાનના જન્માદિકલ્યાણક પ્રસંગે, અને તિર્યોમાં પણ તેવા પ્રસંગે તેમજ પટ્ટહસ્તી આદિને સુખ પણ હોય છે. એટલે પ્રાયઃ લખ્યું છે. (૬૨) પ્રશ્ન = દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયનો અર્થ શું? ઉત્તર = યથાર્થ પદાર્થો તરફ રુચિ-પ્રીતિ-શ્રદ્ધા ન થવાદે તે દર્શનમોહ, યથાર્થ આચરણ ન આવવા દે તે ચારિત્રમોહનીય. એક કર્મ સચિને કલુષિત કરે છે. બીજુ કર્મ આચારને કલુષિત કરે છે. (૬૩) પ્રશ્ન = દર્શનમોહનીયનો ૧ ભેદ કે ૩ ભેદ ? જો બંધમાં ૧ છે તો ઉદય-સત્તામાં ૩ કેવી રીતે આવ્યા ? જો ઉદય-સત્તામાં ૩ છે તો બંધમાં ૧ જ કેમ ? બંધ વિના ઉદય-સત્તા કેવી રીતે હોય ? For. Private & Personal Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૨૧૧ ઉત્તર = દર્શનમોહનીયનો ૧ જ ભેદ છે તે મિથ્યાત્વમોહનીય, આ જ કર્મ મંદરસવાળું થાય ત્યારે તેને જ મિશ્રમોહનીય કહેવાય છે અને મંદતમ રસવાળું થાય ત્યારે તેને જ સમકિત મોહનીય કહેવાય છે. એટલે એકના જ તરતમભાવે ત્રણ ભેદ છે. બંધકાળે એક જ બંધાય છે. બંધાયા પછી આત્માના અધ્યવસાયને અનુસારે રસ મંદ-મંદ થતાં તેનાં જ બીજાં બીજાં નામો માત્ર છે. બાકી તો સર્વે (ત્રણ) મોહનીય જ છે. (૬૪) પ્રશ્ન = સમકિતમોહનીય છે કે ઉપાદેય? શા માટે? ઉત્તર = હેય જ છે. સમક્તિમાહનીયમાં મિથ્યાત્વનો રસ મંદતમ થયેલ હોવાથી સમ્યફર્વને રોકી શકતી નથી, પરંતુ, સમ્યક્ત્વમાં શંકાકાંક્ષા-વિચિકિત્સા આદિ અતિચારો લાવવા રૂપ કાંકરા તો નાખે જ છે. સમ્યક્ત્વ આપવું તે તેનું કાર્ય નથી. પરંતુ સમ્યકત્વને કલુષિત કરવું તે તેનું કાર્ય છે. માટે હેય જ છે. પ્રશ્ન = અનંતાનુબંધી ૪ કપાય જો ચારિત્રમોહનીયનો ભેદ છે તો સમ્યક્ત્વનો ઘાત કેમ કરે છે ? અને જો સમ્યક્ત્વનો ઘાત કરે છે તો મિથ્યાત્વમોહનીયની જેમ દર્શનમોહનીય કેમ ન કહેવાય? ઉત્તર = હકીકતથી અનંતાનુબંધી ૪ કષાય ચારિત્રને, (આચારને) જ આવરે છે. અપ્રત્યાખ્યાનીયાદિ કષાય જેમ બાર માસ-ચારમાસ પરસ્પર વૈમનસ્યાદિ રખાવે તેવી તીવ્રતાવાળા છે તેમ આ અનંતાનુબંધી કષાય વધારે તીવ્રતમ પરિણામ હોવાથી માવજીવ વૈમનસ્ય (કડવાશ-વૈર) રખાવનાર હોવાથી અગ્નિશર્મા અને કમઠ તાપસ આદિની જેમ આચારને જ કલુષિત કરે છે. માટે ચારિત્રમોહનીય જ છે. પરંતુ આવા તીવ્ર કષાયો હોતે છતે મિથ્યાત્વમોહનીય પ્રાયઃ (સાસ્વાદનના કાળને વર્જીને) અવશ્ય ઉદયમાં આવે જ છે અને તે સમ્યક્ત્વનો ઘાત કરે છે. એટલે અનંતાનુબંધી કષાય પણ મિથ્યાત્વમોહનીયના ઉદયનું કારણ બન્યો છતો પરંપરાએ સમ્યકત્વનો ઘાતક બને છે. માટે સમ્યકત્વનો ઘાતક કહ્યો છે. હકીક્તથી સમ્યક્ત્વનો ઘાત મિથ્યાત્વમોહનીય જ કરે છે અને તે મિથ્યાત્વને અનંતાનુબંધી લાવે છે. . Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ પ્રથમ કર્મગ્રંથ સંક્ષિપ્ત સમાલોચના (૬૬) પ્રશ્ન = અનંતાનુબંધી ચાર કષાયનો સર્વથા મૂલથી ક્ષય (નાશ) થાય ત્યારે જ ક્ષય અને વિસંયોજના કહેવાય છે તો આ બેમાં ફરક શું? ઉત્તર = જયાં અનંતાનુબંધી અને દર્શનત્રિક એમ સાતેનો સંપૂર્ણપણે મૂળથી ક્ષય થયો હોય છે. એટલે જ્યાં પુનઃ અનંતાનુબંધી આવવાનો સંભવ જ નથી. તેને ક્ષય કહેવાય છે. અને તેને ક્ષાયિકસમ્યક્ત્વ કહેવાય છે. પરંતુ જયાં માત્ર અનંતાનુબંધી ચારનો જ ક્ષય થયો હોય અને તેના મૂલબીજભૂત દર્શનત્રિકનો ક્ષય થયો ન હોય તો પુનઃ અનંતાનુબંધી આવવાનો સંભવ છે. તેથી તેને પ્રથમના ક્ષયથી જુદો ઓળખાવવા પૂર્વાચાર્યોએ “વિસંયોજના” શબ્દનો પ્રયોગ કર્યો છે. (૬૭) પ્રશ્ન = અનંતાનુબંધી આદિ ચારે કષાયો નરકગતિ આદિ આપે, માવજીવાદિ કાળ રૂપે રહે, અને સમ્યકત્વાદિ ગુણોનો ઘાત કરે તે જો બરાબર જ હોય તો અભવ્યો નવ રૈવેયક સુધી જાય છે તે કેમ ઘટે? ઉત્તર = અનંતાનુબંધી આદિ કષાયો અનંતાનુબંધી આદિ રૂપે તીવ્રતમપણે હોય તો જ નરકાદિ ગતિ અપાવે છે. તેની તીવ્રતાનું આ વર્ણન છે. બાકી જો તે મંદરૂપે હોય તો દેવગતિ આદિ પણ આપે છે અને અંતર્મુહૂર્ત પણ રહે છે. માટે ગતિદાયકતા અને કાળ-પ્રમાણતા નિયત નથી, ગુણ-ઘાતક્તા નિયત છે. પ્રશ્ન = હાસ્યાદિમાં સનિમિત્તક અને અનિમિત્તક લખ્યું છે તો અનિમિત્તક હાસ્યાદિ કેવી રીતે આવે ? કંઈક તો નિમિત્ત હોય જ? ઉત્તર = અત્યંતર નિમિત્ત (પૂર્વાનુભૂતનું સ્મરણ આદિ નિમિત્ત) હોય જ છે માટે અત્યંતરને આશ્રયી સનિમિત્ત જ છે. ફક્ત બાહ્યનિમિત્ત હોય અથવા ન પણ હોય, માટે બાહ્યનિમિત્તને આશ્રયી જ અનિમિત્તક કહ્યું છે. (૬૯) પ્રશ્ન = આયુષ્ય બંધાય તે પ્રમાણે ગતિ નક્કી થાય છે? કે જે ગતિમાં જવાનું નક્કી હોય છે તે જ ભવનું તેવું આયુષ્ય બંધાય છે? ઉત્તર = નિશ્ચયનયથી દરેક આત્મદ્રવ્યમાં તે તે ભવમાં ઉત્પન્ન થવા રૂપ ભાવિપર્યાયો પામવાની શક્તિ નિયત છે જ, માટે તે તે પર્યાયોને Page #248 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૨૧૩ અનુરૂપ આયુષ્ય બંધાય છે. પરંતુ વ્યવહારનયથી જે ભવનું આયુષ્ય બંધાય તે જ ભવમાં જવાનું બને છે. (90) પ્રશ્ન = નામકર્મના ૪૨-૯૭-૯૩-૧૦૩ ભેદો વિવિધ પ્રકારે કેમ બતાવ્યા ? ઉત્તર = વિવક્ષા માત્ર જ કારણ છે. વસ્તુતઃ કોઈ એકાન્તભેદ નથી. ૬૭-૯૩-૧૦૩ ભેદોની ઉત્પત્તિ સમજાવવા માટે ૪૨ ભેદ કહ્યા છે. બંધ-ઉદય- અને ઉદીરણામાં સંક્ષિપ્તવિવક્ષાએ ૬૭ ભેદ કહ્યા છે. સત્તામાં ઉત્તરભેદોની ભિન્ન-વિવક્ષાએ ૯૩ ભેદ કહ્યા છે. સત્તામાં જ ગર્ગર્ષિ આદિ મુનિઓએ બંધનોમાં ભેદના પણ પ્રતિભેદોની જુદી જુદી વિવક્ષા કરીને ૧૦૩ ભેદ કહ્યા છે. છતાં કમ્મપયડી આદિ ગ્રંથોમાં ઉદયઉદીરણામાં નામકર્મના ૯૩ ભેદ પણ કહ્યા છે. તે પ્રમાણે ઉદીરણાસ્થાનો ઉદીરણાકરણમાં આવે છે. (૭૧) પ્રશ્ન = ગતિનામકર્મના અને આયુષ્યકર્મના સરખે સરખા ચાર ભેદ છે. તો તે બન્નેમાં તફાવત શું ? દેવાયુષ્ય એટલે પણ દેવભવની પ્રાપ્તિ, અને દેવગતિ એટલે પણ દેવભવની પ્રાપ્તિ, તો આ બન્ને કર્મોનું જાદું-જુદું ફળ શું? ઉત્તર = ગતિનામકર્મ પ્રાપ્તિ અર્થમાં છે. આયુષ્યકર્મ પ્રાપ્તિ અર્થમાં નથી, પરંતુ પ્રાપ્તસ્થિતિમાં પ્રતિબન્ધઃા અર્થમાં છે. એટલે કે દેવગતિનામકર્મ દેવભવની પ્રાપ્તિ કરાવે છે. દેવભવ અપાવે છે. અને દેવાયુષ્યકર્મ પ્રાપ્ત થયેલા દેવભવમાં પકડી રાખે છે. જીવાડે છે. નીકળવા દેતું નથી. એવો અર્થ છે. જો કે બન્ને સાથે ઉદયમાં શરૂ થાય છે. તો પણ એક કર્મ દેવભવ પ્રાપ્ત કરાવે છે. અને બીજાં કર્મ પ્રાપ્ત થયેલા એવા દેવભવમાં પ્રતિબંધ કરે છે, (૭૨) પ્રશ્ન = જાતિનામકર્મ ઇન્દ્રિયો આપે કે બીજું કંઈ આપે ? ઉત્તર = અંગોપાંગનામકર્મથી દ્રવ્યન્દ્રિયો મળે છે. અને જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષયોપશમથી ભાવેન્દ્રિયો મળે છે. તેથી જાતિનામકર્મ ઈન્દ્રિયપ્રાપ્તિનું કારણ નથી, પરંતુ હીનાધિક ચૈતન્યની પ્રાપ્તિમાં Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ પ્રથમ કર્મગ્રંથ : સંક્ષિપ્ત સમાલોચના જાતિનામકર્મ કારણ છે. હીનાધિક ચૈતન્ય પ્રાપ્ત થવાથી સમાનવ્યવહાર થાય છે. તેથી પરંપરાએ સમાન વ્યવહારનું પણ કારણ જાતિનામકર્મ કહેવાય છે. (૭૩) પ્રશ્ન = ચૈતન્યની પ્રાપ્તિ તો જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ક્ષયોપશમથી થાય છે. તેમાં અઘાતી એવા જાતિનામકર્મને કારણ માનવાની જરૂર શું? જાતિનામકર્મ ચૈતન્યનું કારણ કેમ બને? ઉત્તર = ચૈતન્યની પ્રાપ્તિનું કારણ જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ક્ષયોપશમ જ છે. પરંતુ તે ક્ષયોપશમનું કારણ જાતિનામકર્મ છે. આ જીવ મરીને એકેન્દ્રિયમાં જાય એટલે તે જાતિનામકર્મના ઉદયથી જ્ઞાનવરણીય કર્મનો ઉદય થાય છે અને તેનાથી ચૈતન્ય હીન બની જાય છે, અને એકેન્દ્રિયના ભવમાંથી નીકળી પંચેન્દ્રિયાદિના ભવમાં આવે એટલે જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ થાય છે. અને તેનાથી ચૈતન્ય વૃદ્ધિ પામે છે. આ પ્રમાણે જાતિનામકર્મ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ દ્વારા હીનાધિક ચૈતન્યનું કારણ બને છે. (૭૪) પ્રશ્ન = શરીરનામકર્મ, બંધનનામકર્મ, સંઘાતનનામકર્મ, અને અંગોપાંગનામકર્મ આ ચારેનું ભિન્ન-ભિન્ન કાર્ય શું? ઉત્તર = આ ચારે કર્મો શરીર સંબંધી હોવાથી સાથે જ ઉદયમાં શરૂ થાય છે પરંતુ તે દરેકનું કાર્યક્ષેત્ર ભિન્ન ભિન્ન છે. (૧) શરીરનામકર્મનો ઉદય ઔદારિકાદિ શરીરને યોગ્ય પુગલોનું ગ્રહણ કરાવે છે. તેનું શરીરરૂપે પરિણમન કરાવે છે. એટલે શરીર આકાર બને છે. (૨) સંઘાતનનામકર્મ શરીરમાં જોઈતાં પુદ્ગલોનું પ્રમાણ નક્કી કરી આપે છે. તેનાથી જરૂરી પરિમિત પુદ્ગલોનું જ ગ્રહણ થાય છે. (૩) અંગોપાંગનામકર્મ શરીરમાં હાથ પગ-મુખાદિ અવયવોની રચના કરી આપે છે. અને (૪) બંધનનામકર્મ ગૃહીત અને પ્રતિસમયે ગૃહ્યસાણ યુગલોને એકરૂપ બનાવે છે કે જેનાથી શરીરની વૃદ્ધિ થાય છે. (૭૫) પ્રશ્ન = બંધન જો ૧૫ છે તો સંઘાતન ૫ કેમ ? સંઘાત થયા વિના બંધ તો થવાનો જ નથી ? તો બન્નેની સંખ્યા સરખી જોઇએ. Page #250 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૨૧૫ ઉત્તર = જો કે સંઘાતન પણ બંધનને અનુસારે ૧૫ જ છે. પરંતુ સ્વજાતીય સંઘાતને સંઘાત ગણાય છે. વિજાતીય સંઘાતને સંઘાત તરીકે વ્યવહારમાં લેખાતો નથી. માટે સંઘાતન ૧૫ કહ્યાં નથી. (૭૬) પ્રશ્ન = શરીર, બંધન, સંઘાતન, અંગોપાંગ, અને નિર્માણ, આ શરીરસંબંધી પાંચે કર્મો તથા વર્ણાદિનામકર્મો સર્વે જીવોને ઉદયમાં હોય ? ઉત્તર = ઉપરોક્ત સર્વે કર્મો સર્વે સંસારી જીવોને ઉદયમાં હોય જ છે. ફક્ત એકેન્દ્રિય જીવોને અંગોપાંગ નામકર્મ હોતું નથી. વિગ્રહગતિમાં શરીર ન હોવાથી શરીરસંબંધી કર્મો ઉદયમાં હોતાં નથી. તથા ચૌદમે ગુણઠાણે શરીરસંબંધી કર્મો ઉદયમાં નથી. ફક્ત નિર્માણ નામકર્મ જીવવિપાકી અને ધ્રુવોદયી હોવાથી વિગ્રહગતિમાં પણ હોય છે. (૭૭) પ્રશ્ન=વિગ્રહગતિમાં શરીર વિના નિર્માણ નામકર્મનો ઉદય શું કાર્ય કરે? ઉત્તર = જો કે વિગ્રહગતિમાં શરીર નથી, પરંતુ હોત તો અંગઉપાંગોને યથાસ્થાને નિર્માણનામ ગોઠવી આપત, એમ ગોઠવવાનું કાર્ય કરનાર નિર્માણનામકર્મ હાજર જ છે. માત્ર ગોઠવવા લાયક પદાર્થો નથી. એટલે રચના રૂપ કાર્ય થતું નથી. (૭૮) પ્રશ્ન = પિંડપ્રકૃતિ અને પ્રત્યેકપ્રકૃતિનો અર્થ શું? તેના ભેદો કેટલા? ઉત્તર- જેના ભેદો હોઈ શકે તે પિંડપ્રકૃતિ, અને જેના ઉત્તર ભેદો ન હોઈ શકે તે પ્રત્યેકપ્રકૃતિ કહેવાય છે. પિંડપ્રકૃતિના ગતિ-જાતિ-શરીર વિગેરે ૧૪ ભેદો છે અને પ્રત્યેકપ્રકૃતિના ૮+૧૦+૧૦ = કુલ ૨૮ ભેદો છે. (૭૯) પ્રશ્ન = પર્યાપ્ત-અપર્યાપ્ત નામકર્મનો ઉદય લબ્ધિને આશ્રયીને હોય છે? કે કરણને આશ્રયીને હોય છે ? ઉત્તર = આ બન્ને કર્મોનો ઉદય માત્ર લબ્ધિને આશ્રયીને જ હોય છે. કરણને આશ્રયી નહીં. તેથી જ ભાવિમાં પર્યાપ્તા થવાની શક્તિવાળાને વિગ્રહગતિથી જ પર્યાપ્તનામકર્મનો ઉદય હોય છે. અને ભાવિમાં પર્યાપ્ત ન થનારાને અપર્યાપ્તનામકર્મનો ઉદય હોય છે. કરણ તો ક્રિયામાત્રને આશ્રયી વિવક્ષિત છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ પ્રથમ કર્મગ્રંથ : સંક્ષિપ્ત સમાલોચના (૮૦) પ્રશ્ન = ગતિત્રસ (તેઉકાય અને વાયુકાય) ને સ્થાવર નામકર્મનો ઉદય હોય કે ત્રસનામકર્મનો ? જે હોય તેનું કારણ સમજાવો. ઉત્તર = ગતિ=સને સ્થાવર નામકર્મનો જ ઉદય હોય છે. ત્રસનામકર્મનો ઉદય હોતો નથી. કારણ કે વાસ્તવિક આ જીવો સ્થાવર જ છે. માત્ર ગતિક્રિયા દેખાતી હોવાથી જાણે ત્રસ હોય શું ? એવો ત્રસત્વનો ઉપચાર થાય છે. તથા ગતિક્રિયા હોવા છતાં ઈચ્છા મુજબ ગતિ થતી નથી માટે વાસ્તવિક ત્રસ નથી. (૮૧) પ્રશ્ન = અનંતકાયમાં સાધારણનામકર્મવાળા જીવોનાં જન્મ, મરણ, શ્વાસ, જીવન સાથે જ છે અને સરખું જ છે. તો પછી તે સર્વ જીવોને કર્મો પણ સરખાં જ બંધાતાં હશે ને ? ઉત્તર = કર્મો સરખાં બંધાતાં નથી, કારણ કે તે સર્વે જીવોનું શરીર (ઔદારિક શરીર) એક હોવા છતાં તેજસશરીર, કાર્મણશરીર, તથા પ્રત્યેક આત્માના પરિણામો (અધ્યવસાયો) જુદા-જુદા હોય છે. પરિણતિ ભિન્ન-ભિન્ન હોવાથી કર્મબંધ પણ ભિન્ન ભિન્ન છે. તે કારણથી જ ત્યાંથી મૃત્યુ બાદ કોઈ જીવ બહાર પૃથ્વીકાયાદિમાં જન્મે છે અને કોઈ જીવ પાછો ત્યાં જ અનંતકાયાદિમાં જન્મે છે. (૮૨) પ્રશ્ન = સૌભાગ્ય, આદેય અને યશનામકર્મમાં તફાવત શું? ઉત્તર = કામ ઓછું કરવા છતાં જગતુ હાલ વરસાવે તે સૌભાગ્ય. પોતાનું બોલેલું વચન લોકો ઝીલી લે, ગ્રાહ્યવચની થાય તે આદેય અને ચારે દિશામાં પ્રશંસા ફેલાય, ગુણગાન થાય તે યશકીર્તિ. (૮૩) પ્રશ્ન = તીર્થકર ભગવન્તોને સૌભાગ્ય-આદેય અને યશનામકર્મ હોવા છતાં અભવ્યો અને મિથ્યાત્વીઓ તેમના પ્રત્યે દ્વેષ કેમ કરે છે? ઉત્તર = સૂર્ય પ્રકાશે ત્યારે ઘૂવડ ન દેખી શકે, વરસાદ વરસે ત્યારે જવાસો સુકાય એ જેમ તેઓના પ્રકૃતિદોષો છે. તેમ પ્રભુ સૌભાગ્ય અને આદયવાળા હોવા છતાં અભવ્યોને અને મિથ્યાત્વીઓને જે ખટકે છે તે તેઓનો જ પ્રકૃતિદોષ છે. પ્રભુનો નહીં. (૮૪) પ્રશ્ન = યશ અને કીર્તિ આ બન્નેમાં તફાવત શું? Page #252 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૨૧૭ ઉત્તર = દાન-તપ-બ્રહ્મચર્યાદિ ગુણથી જે પ્રસિદ્ધિ થાય તે કીર્તિ. અને પરાક્રમ-શૂરવીરતા-અથાત્ બળથી જે પ્રસિદ્ધિ થાય તે યશ. અથવા એકદિશામાં પ્રસિદ્ધિ થાયુ તે કીર્તિ અને સર્વ દિશાઓમાં પ્રસિદ્ધિ થાય તે યશનામકર્મ, (૮૫) પ્રશ્ન = સર્વે મનુષ્યો સરખા છે. ઉચ્ચ-નીચ કોઈ ભેદ જ નથી. ઉચ્ચ નીચપણાનો આ ભેદ તુચ્છબુદ્ધિવાળાઓએ માત્ર કલ્પેલો છે. તેથી જ કોઈ કોમ પ્રત્યે લોકોને તિરસ્કાર જન્મે છે જે ઉચિત નથી. સર્વ મનુષ્યો સરખા છે એમ જ માનવું જોઈએને? ઉત્તર = આ વાત બરાબર નથી. આ ભેદ તુચ્છબુદ્ધિવાળાઓએ કલ્પેલો નથી. પરંતુ ગોત્રકર્મજન્ય છે. ગોત્રકર્મનું જ આ કાર્ય છે. સર્વે મનુષ્યો માનવતાની દૃષ્ટિએ જરૂર સમાન પણ છે. પરંતુ સંસ્કારિતાની દષ્ટિએ અસમાન પણ છે. માતા-પત્ની-બહેન- અને પુત્રી આ ચારે પાત્રો પોતાના કુટુંબના “સભ્ય” તરીકે સમાન પણ છે. અને અધિકારભેદે અસમાન પણ છે. તેથી જ ચારેની સાથે સરખો વ્યવહાર કરાતો નથી. માટે ગોત્રકર્મજન્ય ઉચ્ચ-નીચના ભેદથી લોહીના સંસ્કારો જુદા જુદા જ હોય છે. (૮૬) પ્રશ્ન = અંતરાયકર્મ પુદ્ગલસંબંધી દાન-લાભ-ભોગ-ઉપભોગને રોકે છે કે આત્માના ગુણવિષયક દાનાદિને રોકે છે? ઉત્તર = આ અંતરાયકર્મ બન્નેના વિષયવાળી એવી જે આત્મશક્તિ, તેને રોકે છે. આ કર્મ જીવવિપાકી હોવાથી જીવમાં રહેલી દાનની શકિત, લાભની શક્તિ, ભોગ કે ઉપભોગની શક્તિ, તે શક્તિનું આચ્છાદન કરે છે. આત્માની તે શક્તિ પુગલ સંબંધી પણ હોય અને આત્મગુણવિષયક પણ હોય છે. પરંતુ આત્મશક્તિનો અંતરાય આ કર્મ કરે છે. (૮૭) પ્રશ્ન = સિદ્ધિગતિમાં સ્થિત આત્માઓમાં દાનાદિ કેમ ઘટે? ઉત્તર = અંતરાય કર્મના ક્ષયથી આત્મામાં રહેલી દાનાદિની સર્વ શક્તિઓ આવિર્ભત થઈ છે. તેથી જ સ્વગુણોમાં તે શક્તિનો સંપૂર્ણતઃ ઉપયોગ છે જ. પૌગલિકવિષયો ત્યાં ન હોવાથી તે વ્યવહાર નથી. તે શક્તિમાત્ર પ્રગટ છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કર્મગ્રંથ : સંક્ષિપ્ત સમાલોચના (૮૮) પ્રશ્ન =જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય કર્મનાં મુખ્યત્વે બંધનાં કારણો શું ? ઉત્તર = જ્ઞાન,જ્ઞાની, અને જ્ઞાનનાં સાધનોનો વિનાશ, હત્યા, અપમાન, તિરસ્કાર, તેઓને ન ગમે તેવું આચરણ, તેઓના દુરુપયોગ, બાળવાં, ફાડવાં, તોડવાં, છૂપાવવા ઇત્યાદિથી આ કર્મ બંધાય છે. (૮૯) પ્રશ્ન = આંધળા, બહેરા, બોબડાપણું ક્યા કર્મથી પ્રાપ્ત થાય છે ? ઉત્તર દર્શનાવરણીય કર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે. પૂર્વભવોમાં કોઇના આંખ, કાન, નાક કાપ્યાં હોય., ડામ દીધા હોય કે હાથ-પગ છેદ્યા હોય તો તેનાથી બંધાયેલું કર્મ આવાં ફળ આપે છે. ૨૧૮ = (૯૦) પ્રશ્ન = સાતા વેદનીય કર્મ શાનાથી બંધાય ? ઉત્તરઃ- સદ્ગુરુજીની ભક્તિ, વડીલોનું બહુમાન, ક્ષમાશીલ સ્વભાવ, કરુણા, વ્રતોનું યથાર્થપાલન, શુભયોગમાં પ્રવૃત્તિ, કષાયો ઉપર વિજય, દાનગુણવાળો સ્વભાવ, ધર્મકાર્યમાં દૃઢતા વગેરેથી સાતાવેદનીય કર્મ બંધાય છે. જે નિરોગિતા આદિ સંસારસુખનો હેતુ છે. (૯૧) પ્રશ્ન = અસાતા વેદનીયના બંધહેતુ શું ? ઉત્તર = તે સાતાથી જ વિપરીત બંધહેતુઓ અસાતાના બંધનાં કારણો છે. ગુરુનું અપમાન, વડીલોનો તિરસ્કાર, કષાયયુક્ત સ્વભાવ, અશુભયોગમાં પ્રવૃત્તિ ઇત્યાદિ અસાતા બંધાવે છે જે રોગિ-દશા આદિ સંસારનાં દુઃખનાં કારણો છે. (૯૨) પ્રશ્ન = મિથ્યાત્વ મોહનીય કર્મ શાનાથી બંધાય છે. ? ઉત્તર વીતરાગ પ્રભુની યથાર્થ વાણીનો વિનાશ કરવાથી, તેનાથી વિરુદ્ધ વાણીનો પ્રચાર કરવાથી, દેવદ્રવ્યાદિનું ભક્ષણ કરવાથી, જિનેશ્વર, મુનિ, ચૈત્યાદિનો વિનાશ ક૨વાથી, અથવા તેઓની નિંદા કરવાથી આ કર્મ બંધાય છે. જે સમ્યકત્વનું આવારક છે. = (૯૩) પ્રશ્ન = ચારિત્ર મોહનીય કર્મના બંધનાં કારણો શું ? ઉત્તર પાંચ ઇન્દ્રિયોના વિષયોની વાસના અને કષાયોથી આ કર્મ બંધાય છે. જે સદાચારને કલંકિત-કલુષિત કરે છે. = Page #254 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૨૧૯ (૯૪) પ્રશ્ન = દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયમાં તફાવત શું? ઉત્તર = શ્રદ્ધાને (રુચિને) કલુષિત કરે વિનાશ કરે તે દર્શનમોહનીય, આચારને કલુષિત કરે, વિનષ્ટ કરે તે ચારિત્રમોહનીય. (૯૫) પ્રશ્ન = નરકાદિ ચારે આયુષ્યોના બંધનાં કારણો શું? ઉત્તર = (૧) મહાઆરંભ- સમારંભ, રૌદ્રધ્યાનના પરિણામ તે નરકાયુષ્યના બંધનું કારણ. (૨) માયા- કપટ-જુઠ- અપ્રામાણિકતા એ તિર્યંચાયુષ્યના બંધનું કારણ. (૩) અલ્પ આરંભ- સમારંભ, મધ્યમગુણવત્તા, તે મ. ના બંધનું કારણ. (૪) રાગવાળો સંયમ, અકામનિર્જરા, અને અજ્ઞાનતપ એ દેવાયુષ્યના બંધનું કારણ. (૯૬) પ્રશ્ન = બંધાયેલું આયુષ્ય નાનું-મોટું થાય કે ન થાય? ઉત્તર = નાનું થઈ શકે પરંતુ મોટું ન થાય, બંધાયા પછી ઉદયમાં આવે ત્યારે જે તુટીને નાનું થઈ શકે તે અપવર્તનીય કહેવાય છે. (૭) પ્રશ્ન = અપવર્તનીય- અનાવર્તનીય આયુષ્ય કોનું કોનું હોય? ઉત્તર = દેવો, નારકી, તદ્દભવમોક્ષગામી, ત્રેસઠશલાકાપુરુષો અને યુગલિક મનુષ્ય- તિર્યંચોનું આયુષ્ય અનપવર્તનીય હોય છે. બાકીના જીવોનું આયુષ્ય અપવર્તનીય હોય છે. (૯૮) પ્રશ્ન = ઉચ્ચ-નીચ-ગોત્ર કર્મ કયા કારણોથી બંધાય છે? ઉત્તર = અન્ય વ્યક્તિઓનો ગુણોને જ જોનારો, નાના ગુણને મોટા કરનારો, અભિમાન વિનાનો, ભણવા-ભણાવવાની રુચિવાળો અને તીર્થંકર પરમાત્માની ભક્તિ કરનાર ઉચ્ચગોત્ર કર્મ બાંધે છે. તેનાથી વિપરીતપણે વર્તનારો નીચગોત્ર બાંધે છે. (૯૯) પ્રશ્ન = આ જીવ શું કરવાથી અંતરાય કર્મ બાંધે છે? ઉત્તર = જિનેશ્વરની પૂજા દર્શન-વંદનમાં વિગ્ન કરવાથી, અને હિંસા જુઠ-ચોરી આદિ પાપોમાં વર્તવાથી જીવ અંતરાય કર્મ બાંધે છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ પ્રથમ કર્મગ્રંથ સંક્ષિપ્ત સમાલોચના (100) પ્રશ્ન = આ કર્મગ્રંથ કોણે બનાવ્યો ? તેના ઉપર બીજી ટીકાઓ તથા ભાષાન્તર આદિ શું સાહિત્ય છે? ઉત્તર = આ કર્મગ્રંથ શ્રી દેવેન્દ્રસૂરિજીએ લખ્યો છે. તેમના ગુરુજીનું નામ જગચંદ્રસૂરીશ્વરજી હતું. તેઓ શ્વેતામ્બરીયામ્નાયના હતા. આ કર્મગ્રંથ ઉપર પોતે જ સ્વોપજ્ઞ ટીકા બનાવી છે. તથા મહેસાણા પાઠશાળા, સોમચંદ ડી. શાહ તથા પંડિત ભગવાનદાસ હરખચંદ અને પંડિતજી સુખલાલજીભાઈ કૃત ગુજરાતી વિવેચનો પ્રકાશિત થયેલાં છે. આ કર્મના વિષય ઉપર શ્વેતાંબર-દિગંબર સંપ્રદાયોમાં વિપુલ સાહિત્ય છે. જેની કંઈક રૂપરેખા પ્રસ્તાવનામાં અમે લખી છે. ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે. અંતે આ કર્મગ્રંથનો અભ્યાસ કરી અન્યકર્મગ્રંથાદિ વિષયોમાં ઉત્તીર્ણ થઈ અભ્યાસક વર્ગ કર્મોનો વિનાશ કરી ઉત્તરોત્તર આત્મકલ્યાણના પંથે વિકાસ પ્રાપ્ત કરી ક્ષેપક શ્રેણી પ્રારંભી કેવલજ્ઞાની થઈ સિદ્ધિપદ પ્રાપ્ત કરે એ જ અભિલાષા. -ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા. * * * * * * Page #256 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તકમાં આવેલા કઠીન પારિભાષિક શબ્દોના સરળ ગુજરાતી અર્થો. તે. પ્રાથમિક - પ્રારંભની શરૂઆતની. અંજનચૂર્ણ :- કાજળ, આંખોમાં રૂપી - વર્ણ-ગંધ-રસ-સ્પર્શ જેમાં હોય આંજવાનું ચૂર્ણ, અન્યથા - તેના વિના, તે સિવાય, અંધ :- પ્રદેશોનો સમૂહ, આખી વસ્તુ,પક્વઅન્ન - રાંધેલું અન્ન, પકાવેલું પ્રદેશોનો પિંડ. ભોજન, ભવપ્રત્યયિક :- ભવ છે ઉત્પત્તિમાં અનાદિકાળ :- જેની આદિ નથી એવો કારણ જેનું, ભવના કારણે થનાર. | કાળ, સમય, ગુણપ્રત્યયિક - ગુણ છે ઉત્પત્તિમાં તાદાભ્યસંબંધ :- અભેદસંબંધ, કારણ જેનું, ગુણના કારણે થનાર. એકાકારસંબંધ, પૂર્વધર :- પૂર્વોનું જ્ઞાન જે મહાત્માઓને રત્નત્રયી - જ્ઞાન-દર્શન અને ચારિત્ર, હોય તે. ! એ ત્રણ રત્નો, નિવારણાર્થે - દૂર કરવા માટે, સંશયાનિસર્ગપણે - સહજ રીતે, સ્વાભાવિક ભાંગવા માટે, { પણે, ભુક્ત આહાર - લીધેલા ભોજનનું,હીનબુદ્ધિવાળો:- ઓછી અક્કલવાળો, કરેલા ભોજનનું, | ઓછી બુદ્ધિવાળો, પાચનક્રિયા - પચાવવાની ક્રિયા, કર્મકૃત - કર્મો વડે કરાયેલો, ચર્મચક્ષુથી :- ચામડીની બનેલી જે અત્યાગ :- ત્યાગ ન કરવો તે, ભોગો આંખ, તેનાથી, ચાલુ રાખવા તે, દશ્ય - દેખી શકાય તેવું જોઈપકાય સંક્ષેપથી - ટુંકાણમાં, વિસ્તાર વિના, તેવું, સંભવિત :- જે થવાનો સંભવ છે તે, વ્યાપ્ત - ભરપૂર, ભરેલ, વ્યાપેલ, યુક્ત, ભાવિમાં કદાચ થનાર, Page #257 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કર્મગ્રંથ : પારિભાષિક શબ્દોના ગુજરાતી અર્થો વિધ્વંસ :- વિનાશ, ક્ષય થવો, ચાલ્યા દ્વિવિધતા :- બે પ્રકારે, જેના ભેદો બે છે તે. જવું. ૨૨૨ હિતકારી :- ફાયદો કરનાર, લાભ આવૃત કરે :- ઢાંકે તે, ઢાંકનાર, આચ્છાદિત કરનાર, કરનાર, મતિકલ્પના :- પોતાની બુદ્ધિ માત્રથી અવિવેકી :- વિવેકહીન, ન કરવાનું જ કલ્પેલ, કામ કરનારો, ઉપાદેય ઃ- આદરવા લાયક, ગ્રહણ નિયતમુદત :- નક્કી કરેલી મુદત, નિશ્ચિત સમય. વાચ્યવાચકભાવ :- ગ્રંથ વાચક છે અને ઈષ્ટ કાર્યમાં :- મનગમતા કામકાજમાં, ગ્રંથનો અર્થ વાચ્ય છે. વાચક એટલે પ્રિયકામમાં કરવા લાયક, કહેના૨ અને વાચ્ય એટલે કહેવા હિતાહિતમાં ઃ- લાભ-નુક્શાનમાં, કલ્યાણ અને અકલ્યાણમાં યોગ્ય. ઉપાદાન-ઉપાદેય :- ઉપાદેય એટલે સહેતુક મેળવવા યોગ્ય, ઉપાદાન એટલે તેનું સાધન, ક્ષીરનીર ઃ- દૂધ અને પાણી જેમ એકમેક થાય તેમ. લોહાગ્નિ :- લોઢું અને અગ્નિ એકમેક થાય તેમ. કોડાકોડી :- એક ક્રોડને એક ક્રોડે ગુણતાં જે આવે તે. સાગરોપમ ઃ- દશ કોડાકોડી પલ્યોપમ, સાગરની ઉપમાવાળો કાળ, નિર્માણ ઃ- રચના, નક્કી થવું, બનાવવું. પ્રતિસમયે :- સમયે સમયે, વચ્ચે વિરહ પડ્યા વિના. ઃ- કારણ સહિત, પ્રયોજન સહિત. આવાર્ય :- આચ્છાદન કરવા લાયક, ઢાંકવા લાયક, દ્રવ્યેન્દ્રિય :- પુદ્ગલની બનેલી જે ઈન્દ્રિય હોય તે. અવ્યક્ત :- અસ્પષ્ટ, આપણને ન સમજાય તેવું. અઢી દ્વીપ :- જંબુદ્રીપ, ઘાતકીખંડ અને અર્ધપુષ્કરવર દ્વીપ, સંશી પંચેન્દ્રિય :- દીર્ઘકાલિકી સંજ્ઞા જેને હોય તેવા પંચેન્દ્રિય જીવો દીર્ઘકાલિકી :- ત્રણે કાળનો જે લાંબો વિચાર કરવાની શક્તિ. Page #258 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૨૨૩ ક્ષાયોપથમિક - તીવ્ર કર્મને મંદ કરવું, ઉત્કટરૂપ - ઘનીભૂત, વધારે ભેગાં હળવું કરીને ભોગવવું. અને થાય તે. અનુદિતને અટકાવવું. અજ્ઞાતાવસ્થા :- ન જાણેલી અવસ્થા, આવરણકત :- આવરણોથી કરાયેલ, બોધવિનાની અવસ્થા. આવરણોથી બનેલા, શરાવ :- કોડીયું, ચપ્પણીયું, માટીનું કલ્પિત પ્રકાશો - મનથી કલ્પાયેલા, વાસણ, મનથી માનેલા પ્રકાશો, પૃથકત્વ - ૨ થી ૯, બે થી નવમાંની ઉભયના :- (મતિ અને શ્રુત) એમ કોઈ એક સંખ્યા. બન્નેના, નૈશ્ચયિક - વાસ્તવિક, યથાર્થ, નિશ્ચય અસર્વપર્યાયો - બધા પર્યાયો નહીં, " | નયથી, પરંતુ અમુક જ પર્યાયો, વિપર્યય - વિપરીતપણાને, ઉલ્ટાપણાને, | ઉપચારથી - આરોપ કરવાથી, એકમાં બીજાની કલ્પના કરવાથી, છઘસ્થ:- કેવલજ્ઞાન વિનાના જીવો, સનિકર્ષ - સંયોગ થવો, પરસ્પર ભેગા અન્વયધર્મ :- આ હોતે છતે આ હોય થવું તે, છે તેવું વિચારવું તે. અસાધારણકારણ - ખાસ કારણ, | વ્યતિરેક ધર્મ :- “આ ન હોતે છતે વિશિષ્ટ કારણ, અદ્વિતીયકારણ, | '| આ હોતું નથી” એવું વિચારવું તે. બાહ્યનિવૃત્તિ :- બહારથી દેખાતી પુગલના આકારવાળી ઈન્દ્રિય. | આનિર્ણય :- અનિશ્ચય, ડોલાયમાન ખ્યાન - તલવાર રાખવાનું સાધન | અવસ્થા, મધ્યમપદલોપી - વચ્ચેનું પદ જેમાં તાણ શબ્દ :- પાતળો શબ્દ, ઝીણો ઉડી જાય એવો એક સમાસ. | શબ્દ. પ્રાપ્યકારી :- જે ઇન્દ્રિયો વિષયો સાથે દઢીભૂત-મજબૂત, ગાઢ, એકાકાર, જોડાઈને જ્ઞાન કરાવે તે ઈન્દ્રિયો. | કાળાન્તરે :- બીજા કાળે, અન્ય કાળે, કરણ :- ઈન્દ્રિયો અથવા સાધન. | અન્ય અવસરે, ઉપઘાત-અનુગ્રહ :- નુકશાન અને ધારાવગાહીજ્ઞાન :- સતત તેના તે જ લાભ, ગેરફાયદો અને ફાયદો, | જ્ઞાનમાં સ્થિર રહેવું તે Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ પ્રથમ કર્મગ્રંથ : પારિભાષિક શબ્દોના ગુજરાતી અર્થો બળ, કંઠસ્થ :- ગોખવું, મુખપાઠ કરવો, યાદ |અંતર્વર્તી અધિકાર :- અંદર રહેલો કરવું, | અધિકારવિશેષ, સ્વપ્રજ્ઞાઃ-માત્ર પોતાની બુદ્ધિબળે જ, 'કલિકાલસર્વજ્ઞ - કલિયુગમાં જાણે પેટભેદ - ઉત્તરભેદ, ભેદના પણ ભેદ. સર્વજ્ઞ હોય તેવા. હાજરજવાબી :- પ્રશ્ન પૂછતાં જ ઉત્તર | સાધારણ કારણ :- જનરલ કારણ, આપે તે. સર્વેનું જે કારણ હોય તે, વિરહવેદના :- વિયોગની પીડા, 'હીરબલ :- ઓછુ બળ, મંદમાત્રાવાળું વિરહનું દુઃખ, વિનીત-અવિનીત - વિનયવાળો અને "| બહુધા - ઘણું કરીને, પ્રાય, વિનય વિનાનો, નિયત ક્ષેત્ર :- નિશ્ચિત ક્ષેત્ર, અમુક પૃથપૃથક- જુદું-જુદું, ભિન્ન-ભિન્ન | ચોક્કસ ક્ષેત્ર, ઉત્કૃષ્ટથી :- વધુમાં વધ. સર્વથી અધિક લોકાકાશવ્યાપ્ત - ચૌદ રાજલોકમાં પ્રશસ્ત - સુંદર, સારા, આત્માભિમુખ, ઠાંસીને ભરેલ, સર્વત્ર વિદ્યમાન. પ્રશસ્તતર વધારે સુંદર, વધારે સારા. શ્રુતકેવલી :- શ્રુતજ્ઞાન દ્વારા જાણે ક્ષેત્રગત :- ક્ષેત્રમાં રહેલા, ક્ષેત્ર સંબંધી, કેવલી હોય તેવા. સહસા - એકદમ, તુરત જ, જલ્દી, ગમ્ય :- સમજી શકાય તેવા, જાણવા પ્રતિપક્ષી :- વિરોધી ભેદ, સામેના ભેદો લાયક, | આધાર-આધેય :- રાખનાર અને હીનાધિક - ઓછા-વત્તા, કોઈકમાં રહેનાર ઓછું અને કોઈકમાં વધારે, પરિણાવેલા - બનાવેલા, તે રૂપે પૂર્વાપર :- આગળ-પાછળ, શાસ્ત્રકથિતભાવ :- શાસ્ત્રોમાં કહેલા |નિષ્ણનસ્કંધો :- બનેલા પિંડો, થયેલા ભાવો, સ્કંધો, આંશિક સત્ય - અંશમાત્રથી સત્ય, સૂકમનિગોદીયા - એક પ્રકારના વિલય - વિનાશ, ધ્વંસ, સંપૂર્ણ નાશ. ચક્ષુથી અદશ્ય અનંત જીવોવાળી | કટ-કુટી - સાદડી અને ઝુંપડી, રાશિ. યત્કિંચિત્ :- કંઈક, અલ્પમાત્રાવાળું, કરેલા, Page #260 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૨ ૨૫ ઊહાપોહ - ચિંતન-મનન, આમ હશે અસિધારા- તલવારની ધારા, કે આમ ? મદિરાપાનથી - દારૂ પીવાથી, દારૂના સ્વ-સ્વ આવરણ - પોત-પોતાનાં જુદાં વ્યસનથી, જુદાં આવરણો. ઉન્મત્ત :- ગાંડો બનેલ, તોફાની, ક્ષયજન્ય :- ક્ષયથી ઉત્પન્ન થયેલાં | ઉન્માદી, વિવેકશૂન્ય, પ્રતિબંધકતત્ત્વ :- અટકાવનાર તત્ત્વ, ભષ્ટ - પડેલો, સાચા માર્ગથી ઉતરી રોકનાર તત્ત્વ, ગયેલો, ગમે તેમ બોલનારો છાત્રગણ :- વિદ્યાર્થીઓનો સમૂહ, પર્યબદ્ધ - પૂર્વે બાંધેલાં કર્મો અભ્યાસી વર્ગ. આવાર્યગુણ :- આવરણ કરવા લાયક સત્તાગત :- સત્તામાં રહેલાં કર્મો, (સ્ટોક) ગુણ, પંચવિધતા - પાંચ પ્રકારો, દિોષનો સર્જક:- દોષ લાવનાર, દૂષિત કરનાર, ઘનીભૂત :- પિંડીભૂત, મજબૂત, કઠણ, ઉપરાઉપરી પડથી વીંટળાયેલો બાધકતત્વ :- બાધા લાવનાર, કલંકિત આવૃત :- ઢંકાયેલો, આચ્છાદિત થયેલો કરનાર, દાર્શત્તિક - જેના માટે દૃષ્ટાંત આપ્યું લાક આ લોકાલોકવ્યાપી - લોક અને અલોક, એમ બન્નેમાં વ્યાપ્ત. હોય તે, નિર્ભયપંથ :- ભયવિનાનો માર્ગ, બીક ઉપશમશ્રેણી :- મોહનીયકર્મને વિનાનો રસ્તો, દબાવતાં દબાવતાં ઉપર ચડવું તે બહુ પરિશ્રમિત :- ઘણું જ થાકેલું. સાદિ-અનંત :- જેની આદિ છે પરંતુ અર્ધનિદ્રા :- અધ ઉંઘમાં, અર્ધ અંત નથી તે. ઉંઘવાની અવસ્થા. બદ્ધાયુ - જેણે પરભવનું આયુષ્ય બાંધ્યું ડિલભૂમિ :- જંગલ જવાની ભૂમિ છે તે. વડીનીતિ કરવાની ભૂમિ, પવિત્ર અગ્નિમગ્રાસ - છેલ્લાં દલિકો, છેલ્લા ભૂમિ. કર્મપ્રદેશો, વિપાક કે વિરહથી - બંધાયેલા કર્મોના હતપ્રાય :- લગભગ ઘણો ભાગ જેનો - ઉદયથી અથવા વિયોગથી. | નાશ થયો છે તેવું. ૧૫ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ પ્રથમ કર્મગ્રંથ : પારિભાષિક શબ્દોના ગુજરાતી અર્થો પ્રણીતતત્ત્વો - કહેવાયેલાં, જણાવાયેલાં અભ્યાસકવર્ગ -ભણનાર વિદ્યાર્થીઓનો તત્ત્વો, સમૂહ કાલ પ્રમાણતા :- કાલનું માપ, કયો અલ્પાક્ષરી - બહુ ઓછા અક્ષરોવાળી, કષાય કેટલો કેટલો ટાઈમ રહે છે. સુખપ્રદ - સુખ આપે તેવી, સુખે ગતિદાયકતા :- ગતિ (ભવ) | સમજાય તેવી, આપવાપણું. આકાશગામી :- આકાશમાં ચાલનારૂં. બાહ્યનિમિત્ત :- બહાર ચક્ષુથી દેખાતાં ભૂમિગામી :- પૃથ્વી ઉપર ચાલનારૂં. નિમિત્તો, ઉદ્વલના :- બાંધેલા કર્મને બીજા કર્મમાં અત્યંતર નિમિત્ત :- અંદર રહેલું, નાખવાની વિશિષ્ટ પ્રક્રિયા ચક્ષુથી ન દેખાય તેવું નિમિત્ત. પાચનક્રિયા :- ખાધેલો આહારને પૂર્વાનુભૂતતા :- પૂર્વે અનુભવેલા પકાવવાની ક્રિયા . પદાર્થો. વિગ્રહગતિ - એકભવથી બીજાભવ અન્યથાવૃત્તિ - ચિત્તનું બીજે પ્રવર્તવું, વચ્ચેની જે ગતિ તે. ઉપયોગ બીજે જવો, નિસર્ગકાળ - છોડવાનો કાળ, મૂકવાનો જળચર :- જળમાં ચાલનારા, પાણીમાં સમય, ફરનારા જીવો, માછલાં વિગેરે કાર્યવિશેષ - વિશિષ્ટકાર્ય, જુદું કાર્ય ઉદિતકર્મ - ઉદયમાં આવેલાં કર્મો, પરિમિતતા :- પ્રમાણસર, જોઈએ પ્રદેશોદયથી - એક કર્મ બીજા કર્મ| તેટલા જ, હીનાધિક નહી તે, રૂપે ઉદયમાં આવે છે. ગ્રામાણ - નવાં નવાં ગ્રહણ કરાતાં. પરિમિત ગ્રહણ - જે શરીર જેવડું સાંયોગિકભાવે - બે શરીરોનો સંયોગ બનાવવાનું હોય, તેટલાં જ છે જેમાં તે, પાણીમાં નાખેલ પુગલોનું ગ્રહણ વસ્ત્રની જેમ. વ્યવસ્થિત :- માપસર, પ્રમાણયુક્ત |તાદા સંબંધ :- અભેદ સંબંધ, અવ્યવસ્થિત :- માપવિનાનાં, પ્રમાણ પાણીમાં નાખેલ રંગ વિનાનાં, અસ્થિની રચના :- હાડકાંની રચના, અનુષ્ણ :- શીતળ, ઠંડો. | હાડકાંની ગોઠવણી, Page #262 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટઃ કેટલીક વિશેષ વાતો - મુનિ અભયશેખરવિજય ગણી. ૧. પ્રશ્ન : જીવને સર્વપ્રથમ કર્મો કયારે ચોંટ્યાં? ઉત્તર: જેમ જીવ અનાદિકાળથી છે તેમ કર્મો પણ (પ્રવાહથી) અનાદિકાળથી એને વળગ્યાં છે. એટલે કે જીવ પહેલાં કર્મશૂન્ય-શુદ્ધ હતો ને પછી સૌ પ્રથમ કર્મ એને વળગ્યું, ને પછી કર્મોની પરંપરા ચાલી એવું નથી. આવું એટલા માટે ન માની શકાય કે જો એ પહેલાં આત્મા શુદ્ધ-અમૂર્ત હોય તો પછી એને ક્યારેય કર્મો ચોંટી શકે નહીં કે એનું સંસારમાં પરિભ્રમણ થઈ શકે નહીં. રાગ-દ્વેષ (મિથ્યાત્વાદિ) હેતુઓ ન હોવા છતાં જો શુદ્ધ આત્મા-પર કર્મો ચોંટવાનું માનશો તો સિદ્ધના જીવોને પણ કર્મો ચોંટવાનું ને તેથી એમને પુનઃ સંસાર-બ્રમણ હોવાનું માનવું પડે અને તો પછી એકવાર સર્વ કર્મ મુક્ત થઈ ફરી પાછા સંસારનાં દુઃખો ભોગવવાના ઊભા રહેવાના હોય તો શાશ્વત સુખમય મોક્ષ જે કહેવાય છે તેમાં અશ્રદ્ધા થઈ જાય. તેમજ જેનો અંત આવે એવું સુખ તો સંસારમાં પણ મળતું હોવાથી, ને મોક્ષસુખ પણ એવું જ થઈ જવાથી એ માટે તપત્યાગ-કઠોર સાધનામય દીક્ષાજીવન નિરર્થક બની રહેશે, ને તેથી સાધનાના પ્રતિપાદક ગ્રન્થો પણ (ને તેથી પ્રસ્તુત ગ્રન્થ પણ) નિષ્ઠયોજન બની જશે. આવા બધા દોષો ઊભા ન થાય માટે શુદ્ધ આત્માને કયારે ય કર્મો ચોંટી શક્તા નથી, એમ માનવું આવશ્યક છે. ને તેથી સંસારી આત્મા પૂર્વે કયારે ય શુદ્ધઃકર્મમુક્ત હતો નહીં એમ માનવું આવશ્યક છે. તેથી જીવને કર્મનો સંયોગ પ્રવાહથી અનાદિ માનવો પડે છે. કર્મ-જન્મ-શરીર-ઇન્દ્રિયો-વિષયોમાં પ્રવૃત્તિ-રાગદ્વેષ અને કર્મ... આ પ્રમાણે ચક્ર ચાલે છે. * જુનું કર્મ છે માટે જન્મ લેવો પડે છે. જન્મ થાય એટલે શરીર મળે, શરીર સાથે ઇન્દ્રિયો આવે જે વિષયોમાં પ્રવૃત્તિ કરે છે. વિષય-પ્રવૃત્તિથી રાગ દ્વેષ થાય છે, જેના કારણે ફરીથી નવાં કર્મો બંધાય છે ને આ પરંપરા ચાલુ રહે છે. કર્મોથી મુક્ત થવા માટે આ પરંપરા તોડવી જોઈએ. આમાંથી જીવના હાથમાં (૧) અનાવશ્યક એવી વિષય-પ્રવૃત્તિનો ત્યાગ ને (૨) આવશ્યક એવી વિષય-પ્રવૃત્તિમાં રાગ-દ્વેષનો નિગ્રહ આ.બે બાબતો છે ને તેથી પ્રભુએ રાગ-દ્વેષ પર, વિજય મેળવવાની આજ્ઞા ફરમાવી છે.. Page #263 -------------------------------------------------------------------------- ________________ કે ૨૨૮ : પ્રથમ કર્મગ્રંથ ૨. પ્રશ્નઃ કર્મો જો આત્મપ્રદેશો સાથે ક્ષીર-નીરવત એકમેક થૈયા છે તો એનો અર્થ એ થશે કે એ તાદાસ્યુ પામેલા છે. ને તો પછી એનો ક્યારે ય વિયોગ જ થઇ શકશે નહીં. એટલે કર્મોને સર્વાત્મપ્રદેશો સાથે ચોંટેલા ન માનવા જોઈએ, પણ સાપને જેમ કાંચલી માત્ર ઉપરથી સ્પર્શીને રહી હોય છે તેમ આત્મપ્રદેશોની ઉપલી સપાટી પર કર્મો ચોંટીને રહ્યા હોય છે એવું માનવું જોઇએ. ઉત્તરઃ સાતમા નિહ્નવ ગોષ્ઠામાહિલનો આવો જ મત હતો, પણ એ બરાબર નથી. કર્મના જે મિથ્યાત્વાદિ (અધ્યવસાયાદિ) કારણો છે તે સર્વાત્મપ્રદેશોએ હોવાથી તેમજ કર્મના કાર્યરૂપ અજ્ઞાન-પીડા વગેરે પણ સર્વાત્મપ્રદેશોએ પ્રવર્તતા હોવાથી કર્મને પણ સર્વાત્મપ્રદેશો સાથે સંબદ્ધ માનવા આવશ્યક છે. છતાં ક્ષીર-નીર કે કંચનોપલને જેમ ઉચિત સામગ્રીથી વિખૂટા પાડી શકાય છે, તેમ કર્મોને મિથ્યાત્વાદિના વિપક્ષભૂત સમ્યકત્વાદિથી વિખૂટા પાડી શકાય છે. ૩. ગ્રન્થકારે પ્રથમ ગાથામાં “કર્મ' શબ્દની જે વ્યુત્પત્તિ આપી છે કે “જીવ વડે મિથ્યાત્વાદિ હેતુઓ દ્વારા કરાય છે માટે કર્મ કહેવાય છે' એનો વિચાર કરીએ. જેમ કુંભાર દંડ-ચક્ર વગેરે હેતુઓ દ્વારા મૃપિંડને ઘડામાં રૂપાંતરિત કરે છે તો ઘડો એની ક્રિયાનું કર્મ (દ્વિતીયા-કારક) કહેવાય છે, તેમ જીવ મિથ્યાત્વ વગેરે હેતુઓ દ્વારા કાર્મણવર્ગણાના મુદ્દગલોને કર્મ' માં રૂપાંતરિત કરે છે. તેથી “કર્મ જીવની ક્રિયાનું દ્વિતીયા-કારક (કર્મ) હોવાથી “કર્મ' કહેવાય છે. અભવ્યજીવોથી અનંતગુણ અને સિદ્ધપરમાત્માના અનંતમા ભાગે જે અનંત આવે એટલા અનંતપરમાણુઓથી બનેલા તથા આત્મપ્રદેશો જે આકાશપ્રદેશોમાં રહેલા હોય તે જ આકાશપ્રદેશોમાં બંધ સમયે સ્થિર રહેલા એટલે કે (અન્યત્રથી આવતા ગતિશીલ નહીં એવા) અસંખ્ય આકાશપ્રદેશની અવગાહનાવાળા કાર્મણવર્ગણાના કંધોને જીવ કર્મ તરીકે ગ્રહણ કરે છે. જેમ મૃપિંડમાં કંબૂઝીવાદિ આકાર-જળાહરણાદિનું સામર્થ્ય વગેરે પરિણામો હોતા નથી, ને એ પરિણામો એમાં પેદા કરવા એ જ એને ઘડામાં રૂપાંતરિત કરવા બરાબર છે, એમ જ્યાં સુધી કાર્મણવર્ગણાના સ્કંધો આકાશમાં રહેલા છે, ત્યાં સુધી એમાં જ્ઞાનનું આવરણ કરવું, આત્મા પર અમુક કાળ ચોંટી રહેવું વગેરે પરિણામો હોતા નથી, પણ જે સમયે જીવ આ સ્કંધોને આત્મપ્રદેશ સાથે ક્ષીરનીરવત કે લોહાનિવત્ એકમેક કરે છે એ જ સમયે આ સ્કંધોમાં જ્ઞાનનું આવરણ કરવું, આત્મા પર અમુક કાળ સુધી ચોંટી રહેવું, વગેરે ચાર પ્રકારના વિંશિષ્ટ પરિણામો Page #264 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૨૨૯ , પેદા કરે છે. આ પરિણામો પેદા કરવા એ જ કાર્મણવર્ગણાના પગલોને કર્મમાં રૂપાંતરિત કરવા બરાબર છે. ને જ્યારે આ પરિણામો એ પુદ્ગલોમાંથી પાછા નીકળી જાય છે ત્યારે એ સ્કંધો આત્મપ્રદેશોથી છૂટા પડી જાય છે ને પાછા કાર્મણવર્ગણામાં ભળી જાય છે. આને કર્મની નિર્જરા થઈ કહેવાય છે. હવે એ પુગલોને “કર્મ' કહેવાતા નથી, પણ “કાર્મણવર્ગણાના સ્કંધો' જ કહેવાય છે. આત્મા પર કર્મ તરીકે ચોંટેલા આ પુદ્ગલોમાં જ્ઞાનનું આવરણ કરવું, દર્શનનું આવરણ કરવું, સુખ આપવું વગેરે સ્વભાવ (=પ્રકૃતિ) જે પેદા થાય છે એ “પ્રકૃતિબંધ કહેવાય છે. આત્મા પર ૩૦ ક. કો. સાગરોપમ સુધી ચોંટી રહેવું. ૪૦ કો. કો. સાગરોપમ સુધી ચોંટી રહેવું વગેરે અમુક કાળ સુધી ચોંટી રહેવાનો જે પરિણામ પેદા થાય છે એ ‘સ્થિતિબંધ' કહેવાય છે. એમ ઉદયકાળે આત્મા પર પોતાની અસર કેવી તીવ્ર કે મંદ બતાવવી એનો જે પરિણામ પેદા થાય છે એ “સબંધ” યા “અનુભાગબંધ” કહેવાય છે, ને તે તે પ્રકૃતિના ભાગે જે દલિક જથ્થો નિશ્ચિત થાય છે એ “પ્રદેશબંધ' કહેવાય છે. આમ ચાર પ્રકારે કર્મબંધ થાય છે. આ ચાર પ્રકારના બંધમાંથી પ્રતિબંધ અને પ્રદેશબંધ યોગના કારણે થાય છે અને સ્થિતિબંધ તથા રસબંધ કષાયોથી થાય છે. જેમ યોગ વધુ, એમ વધુ કર્મ દલિકો આત્માને ચોંટે છે. જેમ કષાયો વધુ એમ સ્થિતિબંધ અધિક થાય છે. (જેમ લાડવાને બનાવતી વખતે પૂરતી ગરમીથી બરાબર શેક્યો હોય તો એ લાંબો કાળ ટકે છે. કષાયો પણ આગતુલ્ય છે તથા જેમ કષાયો (=સંલેશ) વધુ તેમ અશુભ પ્રકૃતિઓનો રસ તીવ્ર બંધાય છે ને શુભ પ્રકૃતિઓનો રસ મંદ બંધાય છે. એનાથી વિપરીત, જેમ કષાયો મંદ (કવિશુદ્ધિ વધુ) તેમ અશુભનો રસ ઓછો બંધાય છે ને શુભનો રસ તીવ્ર બંધાય છે. ૪. પૂ. આચાર્યવર્ય શ્રી મલયગિરિ સૂરિ મહારાજે ધર્મસંગ્રહણીની વૃત્તિમાં આઠ કર્મો જ્ઞાનાવરણ-દર્શનાવરણ વગેરેના ક્રમનું કારણ નીચે મુજબ જણાવ્યું છેઆત્મા જ્ઞાન-દર્શન સ્વરૂપવાળો છે. એમાંથી પણ સર્વલબ્ધિઓ જ્ઞાનોપયોગમાં પ્રાપ્ત થતી હોવાથી જ્ઞાન મુખ્ય છે. માટે એને આવરનાર જ્ઞાનાવરણ સૌ પ્રથમ કહ્યું છે. પછી સ્થિતિનું ને ઉપયોગ-ઘાતકત્વનું સામ્ય હોવાથી દર્શનાવરણ. પછી સ્થિતિનું સામ્ય હોવાથી તેમજ સયોગી કેવલી સુધી બંધાતું હોવાથી વેદનીય. પછી સર્વાધિક સ્થિતિ ધરાવતું હોવાથી મોહનીય. પછી સર્વકર્મના આધારભૂત હોવાથી આયુષ્ય, પછી સર્વાધિક ઉત્તર પ્રવૃતિઓવાળું હોવાથી નામકર્મ. પછી સમાન સ્થિતિવાળું હોવાથી ગોત્ર. છેલ્લે બાકી રહી ગયું હોવાથી અંતરાયકર્મ. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ પ્રથમ કર્મગ્રંથ ૫. સામાન્યથી કોઇ પણ વસ્તુનું નિરૂપણ એના સ્વરૂપના વર્ણન દ્વારા કરવાનું હોય છે ને એ સ્વરૂપમાં રહેલા ભેદોના વર્ણન દ્વારા એના ભેદોનું વર્ણન કરવાનું હોય છે. જેમ કે કંબૂ-ગ્રીવા વગેરે વાળો ગોળાકાર-મોટા પેટવાળો પદાર્થ એ ઘડો છે... વગેરે. પ્રસ્તુતમાં મતિજ્ઞાનાવરણ-શ્રુતજ્ઞાનાવરણ વગેરે કર્મોને સ્પષ્ટ અલગ-અલગ સ્વરૂપવાળા તરીકે વિશિષ્ટજ્ઞાનીઓ જુએ જ છે ને એ રીતે વર્ણવી પણ શકે. છતાં, જેની આગળ વર્ણન કરવાનું હોય એ જિજ્ઞાસુની એવી ભૂમિકા ન હોય કે જેથી એ, એ સ્વરૂપને કે એના ભેદને સમજી શકે, તો એની આગળ એ સ્વરૂપનું વર્ણન કરવા દ્વારા એનું નિરૂપણ કરવાનો કશો અર્થ રહેતો નથી. તેથી એવે વખતે જિજ્ઞાસુ વ્યક્તિ જે રીતે (વિવક્ષિત વસ્તુના કાર્યના વર્ણન વગેરે દ્વારા) એની પિછાળ મેળવી શકે એ રીતે એનું વર્ણન થતું હોય છે. જેમ કે શરીરમાં અંદર થયેલા વાત-પિત્ત કે કફને બહારથી જોઇ-જાણી શકાતા ન હોવાથી એનાં બાહ્ય કાર્યોથી એની ઓળખાણ અપાય છે કે આવી નાડી ચાલતી હોય... આવું આવું થતું હોય તો વાયુ થયો કહેવાય વગેરે... એમ પ્રસ્તુતમાં મતિજ્ઞાનાવરણ વગેરે કર્મો રૂપે બનેલાં પુદ્ગલોનું વર્ણન ક૨વાનો કશો અર્થ રહેતો ન હોવાથી એનાં કાર્ય દ્વારા એની ઓળખાણ અપાય છે કે આવા જ્ઞાનને રોકે તે મતિજ્ઞાનાવરણ કર્મ- વગેરે, પણ એવી ઓળખાણ નથી અપાતી કે પુદ્ગલો અમુક પ્રકારના હોય તો મતિજ્ઞાનાવરણ ને અમુક પ્રકારના હોય તો શ્રુતજ્ઞાનાવરણ... વગેરે. ૬. કેવલજ્ઞાન એક છે એટલે કે એની સાથે મતિજ્ઞાનાદિ ચાર હોતા નથી, આ ચાર જ્ઞાનો ક્ષાયોપમિક છે, એટલે આવરણકર્મનો સર્વથા ક્ષય થવા પર ટકી શકતા નથી, (નહીંતર તો ક્ષાયિક થઇ જાય) મૂળમાં આત્માના સ્વભાવભૂત કેવલજ્ઞાન છે. એનું આવરણ કર્મ કેવલજ્ઞાનાવરણ વાદળ જેવું છે, જેથી કેવલજ્ઞાન ઢંકાયેલું છે. પણ જેમ વાદળ છવાયા હોવા છતાં કંઇક સૂર્યપ્રકાશ તો ફેલાય જ છે, એમ કંઇક જ્ઞાનમાત્રા તો ખુલ્લી જ હોય છે. મકાનની છત વગેરે એ કંઇક ફેલાયેલા સૂર્યપ્રકાશ માટે આવરણ સમાન છે. એમ મતિજ્ઞાનાવરણીયાદિ કર્મો જાણવાં, છતમાંથી પ્રકાશ આવવા માટે જેવા છિદ્રાદિ હોય એ પ્રમાણમાં પ્રકાશ આવે છે, એમ મતિજ્ઞાનાવરણાદિનો જેટલો ક્ષયોપશમ થાય એટલું જ્ઞાન થાય છે, પણ જ્યારે આખી છત-દિવાલો બધું જ ઊડી ગયું ને વાદળાં પણ વિખેરાઇ ગયાં, ત્યારે તો સૂર્યનો શુદ્ધ પ્રકાશ જ અસ્તિત્વ ધરાવે છે, વાદળછાયો પ્રકાશ રહી શકતો નથી, એમ કેવલજ્ઞાનાવરણ પણ ક્ષીણ થઇ જવા પર આત્માના સ્વભાવભૂત માત્ર કેવલજ્ઞાન જ રહે છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક બીજો મત એમ કહે છે કે કેવલજ્ઞાન કાળે મતિજ્ઞાનાવરણાદિ કર્મ પણ ક્ષીણ થયા હોવાથી મતિજ્ઞાનાદિ શા માટે ન હોય? ૨૩૧ એટલે કે જો આવરણ કરનાર કર્મ ક્ષીણ થઇ ગયું છે, તો આવરણ કરનાર કોઇ ન રહેવાથી એ જ્ઞાન પણ શા માટે પ્રગટ ન થાય? વળી એ ૪ જ્ઞાનોની વિદ્યમાનતા માનવામાં એક કારણ એવું પણ આપવામાં આવે છે કે, મતિજ્ઞાન વગેરેથી જે જ્ઞાન થાય છે એ કેવલજ્ઞાનીને પણ હોય તો છે જ (નહીંતર તો કેવલજ્ઞાન અધૂરું કહેવાય) માટે મતિજ્ઞાન વગેરે પણ હાજર હોય છે. છતાં, સૂર્યની હાજરીમાં ગ્રહ-નક્ષત્ર વગેરે વિદ્યમાન હોવા છતાં નિસ્તેજ બની જાય છે એમ કેવલજ્ઞાનની હાજરીમાં આ ચાર જ્ઞાનો પરાભૂત થઇ જાય છે. ૭. મતિ-શ્રુતમાં સ્વામી વગેરેનું સાધર્મ્ડ હોવા છતાં નીચે મુજબ વૈધર્મ પણ છે ને તેથી એ બન્ને એક નથી. પણ અલગ-અલગ છે. (૧) બન્નેનાં લક્ષણો જુદાં જુદાં છે. (૨) બન્નેનાં આવારક કર્મો જુદાં જુદાં છે. (૩) મતિજ્ઞાન કારણ છે અને શ્રુતજ્ઞાન કાર્ય છે. (૪) મતિજ્ઞાન મૂક છે, શ્રુતજ્ઞાન મૂકેતરબોલકું છે. (૫) મતિજ્ઞાન સાભિલાપ કે નિરભિલાપ એમ બન્ને પ્રકારનું હોય છે જ્યારે શ્રુતજ્ઞાન સાભિલાપ જ હોય છે. (૬) ભલે થતી વખતે ગમે તે ઇન્દ્રિય દ્વારા થયું હોય, પણ જે શ્રુતજ્ઞાન હોય છે તે શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ યોગ્ય તો હોય જ છે. અર્થાત્ પુસ્તકમાં લખેલા અક્ષરો વાંચીને જે શ્રુતજ્ઞાન થાય છે એ ચક્ષુઇન્દ્રિય દ્વારા થયું હોવા છતાં, જો એ જ શબ્દો કોઇ બોલ્યું હોય ને પોતે સાંભળ્યા હોત તો શ્રોત્રેન્દ્રિય દ્વારા પણ એ શ્રુતજ્ઞાન થઇ જ શક્ત. આમ એમાં શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ યોગ્યતા તો રહી જ હોય છે. મતિજ્ઞાનમાં આવું નથી. ગોળ અને ખાંડની મીઠાશના ફરકને જીભ વડે જાણી શકાય છે પણ એને શબ્દોમાં ઉતારી શકાતો નથી ને તેથી એ ક્યારે ય શ્રોત્રેન્દ્રિયથી જાણી શકાતો નથી. આવું અન્ય ઇન્દ્રિયો દ્વારા કેટલુંય મતિજ્ઞાન થતું હોય છે જે નિરભિલાપ હોય છે ને શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ યોગ્ય હોતું નથી. તેથી મતિજ્ઞાન શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ યોગ્ય હોય જ એવો નિયમ નથી, જે પણ એનો શ્રુતજ્ઞાનથી ભેદ દર્શાવે છે. (૭) મતિજ્ઞાનના ૨૮ વગેરે પ્રકારો છે. જ્યારે શ્રુતજ્ઞાનના ૧૪ વગેરે પ્રકારો છે. જ ૮. જ્ઞાનોનો ઉત્પત્તિક્રમ મતિ, શ્રુત, અવધિ, મનઃ પર્યવજ્ઞાન ને કેવલજ્ઞાન આ છે. શ્રી તીર્થંકર દેવો છેવટે પૂર્વના ત્રીજા ભવમાં તો સમ્યક્ત્વ પામે જ. એટલે ત્યારથી મતિ-શ્રુત હોય છે. દ્વિચરમભવમાં દેવ કે નારકમાં અવધિજ્ઞાન પ્રગટ થાય છે. ને ચરમભવમાં દીક્ષા લે ત્યારે મનઃ પર્યવજ્ઞાન થાય છે. સાધના દ્વારા ઘાતીકર્મોના ક્ષયે Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ પ્રથમ કર્મગ્રંથ કેવલજ્ઞાન થાય છે. અન્ય પણ જે જીવોને અવધિ-મનઃ પર્યવ આ બન્ને જ્ઞાન થાય છે એને લગભગ પહેલાં અવધિ ને પછી મન:પર્યવ થાય છે. એટલે સામાન્ય રીતે આવો ઉત્પત્તિક્રમ હોવાથી અવધિ પછી મન:પર્યવજ્ઞાન કહ્યું છે. ૯. વ્યંજનાવગ્રહ-અર્થાવગ્રહને આ રીતે પણ સમજાવી શકાય જેમ ઇલેકટ્રીક લેમ્પ સ્વીચ ઓન કરવા માત્રથી પ્રકાશવા માંડે છે જ્યારે ઘી કે તેલનો દીવો તરત પ્રગટતો નથી, કિન્તુ ૧૫-૨૦ સેકન્ડ સુધી દિવાસળી ધરી રાખીએ ત્યારબાદ પ્રકાશે છે. ચહ્યું અને મન ઇલેકટ્રીક લેમ્પ જેવા છે. એના આવરણકર્મનો ક્ષયોપશમ ને ઉપકરણેન્દ્રિય પટુ હોવાના કારણે તૂર્ત જ વિષયનો પ્રકાશ (જ્ઞાન) કરે છે. જ્યારે શેષ ઇન્દ્રિયો સંબંધી ક્ષયોપશમની અને ઉપકરણેન્દ્રિયની એટલી પટુતા હોતી નથી. તેથી એ તૂર્ત પ્રકાશ કરતી નથી. પણ ઘીના દીવાની જ્યોત પ્રગટાવવા માટે જેમ દિવાસળી ધરી રાખીને દિવેટ પ્રકાશમાન થાય એવી ભૂમિકા તૈયાર કરવી પડે છે એમ ઇન્દ્રિયને વિષયસંપર્ક દ્વારા વિષયનો પ્રકાશ કરવાની ભૂમિકા પર લાવવી પડે છે. પર્યાપ્ત માત્રામાં વિષયસંપર્ક થવા પર ઇન્દ્રિય જ્ઞાનપ્રકાશ ફેલાવવા માંડે છે. સળગતી દિવાસળીના સંપર્ક કાળે જ્યોત પ્રકાશતી ન હોવા છતાં એ સંપર્ક એનું કારણ તો બને જ છે. તેમ, આ વિષયસંપર્ક કાળે જ્ઞાનપ્રકાશ ન હોવા છતાં એની ભૂમિકા તૈયાર થતી હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરી એ પ્રક્રિયાને “વ્યંજનાવગ્રહ” નામ આપી મતિજ્ઞાનના ભેદ તરીકે કહેવામાં આવે છે. ૧૦. પ્રશ્નઃ “આ પુરુષે ફૂકેલા શંખનો અવાજ છે” એવો નિર્ણય થયા પછી પણ આ વૃદ્ધપુરુષે ફૂકેલા શંખનો અવાજ હશે કે યુવાને કેલા કે કિશોરે ફૂકેલા? વગેરે જિજ્ઞાસા જાગી શકે છે, તો પછી ઇહા-પાછો અપાય. આવી પરંપરા કયારે પૂરી થાય? ઉત્તરઃ આગળ આગળ જિજ્ઞાસા જાગે જ એવું હોતું નથી, એટલે જિજ્ઞાસા અટકી જાય ત્યારે આ પરંપરા અટકી જાય છે. અથવા બીજો કોઈ વિક્ષેપ આવે, કે જિજ્ઞાસા જાગવા છતાં નિર્ણય કરવાનો ક્ષયોપશમ ન હોય તો પણ આ પરંપરા અટકી જાય છે. ૧૧. પ્રશ્નઃ અવગ્રહ-ઇહા વગેરેનો આ ક્રમ શા માટે કહ્યો છે? ઉત્તર: અવગ્રહથી અવગૃહીત ન હોય એની (અનવગૃહીતની) ઈહા થતી નથી. ઈહાથી ઈહિત ન હોય એનો (અનીહિતનો) અપાય થતો નથી. અપાયથી નિર્મીત ન હોય એની ધારણા થતી નથી. માટે આ જ ક્રમમાં અવગ્રહાદિ થતા હોવાથી આ ક્રમ કહ્યો છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૨૩૩ શંકા દૂર રહેલા પદાર્થ માટે “આ હૃદું હશે કે પુરુષ” એવી જિજ્ઞાસા ઊભી થાય, ઇહા ચાલે ને પછી અપાય થાય, એ તો બરાબર છે. પણ સમીપવર્તી ઘટ વગેરેનો તો આંખ ખોલવાની સાથે જ “આ ઘડો છે.” એવો નિર્ણય થઈ જાય છે. તો ત્યાં સીધો અપાય જ થઇ ગયો માનવો જોઇએ ને? ને તેથી “અનીહિતનો અપાય થતો નથી' આ વાત કયાં ઊભી રહે? સમાધાનઃ અવગ્રહને ઈહા થયા વગર અપાય કયારે ય થતો નથી. પણ અભ્યસ્તદશામાં આ બે એટલા શીધ્ર થઈ જતા હોય છે કે આપણને એનો ખ્યાલ આવતો નથી ને એમ જ લાગે છે કે સીધો અપાય થઈ ગયો. શંકાઃ અર્થાવગ્રહ તો એક સમયનો હોવાથી ખ્યાલમાં ન આવે એ બરાબર છે. પણ વિદ્યમાનપદાર્થના ધર્મોની વિદ્યમાનતા ને અવિદ્યમાનપદાર્થના ધર્મોની અવિદ્યમાનતા વગેરેની વિચારણારૂપ ઈહા જો પ્રવર્તતી હોય તો એ અનુભવાવી જ જોઇએ ને? વિચારણા ચાલવાનો કોઈ જ અનુભવ હોતો નથી, તો ઇહા માનવાની શી જરૂર છે? સમાધાનઃ ઘટ વગેરે સામે રહેલા પદાર્થનો બોધ અનેક પ્રકારે થઈ શકે છે. જેમ કે “આ ઘડો છે' અથવા “આ મૃન્મય પદાર્થ છે કે “આ દ્રવ્ય છે? ને ઠીક ઠીક અંધારું હોય ત્યારે આ કંઇક વસ્તુ છે વગેરે. એના એ જ પદાર્થનો આંખ દ્વારા થતો નિર્ણય અલગ-અલગ પ્રકારનો કેમ થાય છે? એ વિચારવું જોઈએ. સામે રહેલા પદાર્થમાં કેટલાક ઘડાના વિશિષ્ટ ધર્મો છે જે અઘટમાં (=ઘટભિન્ન કોડિયું, જળ વગેરેમાં) હોતા નથી. કેટલાક દરેક મૃન્મય પદાર્થમાં હોય એવા સાધારણ ધર્મો છે જે અમૃન્મય (માટીમાંથી નહીં બનેલી જળ, ગુણ વગેરે) ચીજોમાં હોતા નથી, ને કેટલાક દ્રવ્યમાત્રમાં રહેલા સાધારણ ધર્મો છે. આમાંથી કોઈ પણ ધર્મ નજરમાં ન આવે તો તો કોઈ જ પ્રકારનો નિર્ણયાત્મક બોધ થાય નહીં. (જેમ કે નૈઋયિક અર્થાવગ્રહમાં, એમાં માત્ર પ્રકાશ હોય છે “આ શબ્દ છે' કે “આ રૂપ છે” એટલો સાવ સામાન્ય નિર્ણયાત્મક બોધ પણ હોતો નથી. એ પણ એટલા માટે કે આવો નિર્ણય કરવા માટે પણ એના શબ્દ કે રૂપ તરીકેના શબ્દત્વ કે રૂપત્ર વગેરે ધર્મો નજરમાં આવવા આવશ્યક હોય છે.) તેથી જો કોઈ પણ નિર્ણયાત્મક બોધ (અપાય) થતો હોય તો, ત્યાં, અમુક ધર્મો નજરમાં લેવામાં આવ્યા છે એવું માનવું જ પડે છે. ઇન્દ્રિયને સન્મુખ થયેલા પદાર્થમાં રહેલા “શબ્દત્વ' ધર્મને પણ જો નજરમાં લેવાયો ન હોય ને છતાં એનો “આ શબ્દ છે” એવો નિર્ણય થઈ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ પ્રથમ કર્મગ્રંથ શકતો હોય તો તો જેમાં શબ્દેન્દુ ધર્મ છે જ નહીં એવા રૂપ વગેરેનો પણ “આ શબ્દ છે એવો બોધ શા માટે ન થાય? પણ એ થતો નથી. માટે એ સન્મુખ પદાર્થના ધર્મોને નજરમાં લેવા આવશ્યક છે એ જણાય છે. જ્યારે સન્મુખસ્થિત ઘડાના દ્રવ્યત્વ-ગુણ વગેરે ધર્મો જ નજરમાં આવે છે ત્યારે એનો નિર્ણય “આ દ્રવ્ય છે” એવો જ થઈ શકે છે, પણ “આ મૃન્મય પદાર્થ છે વગેરે નહીં. કારણ કે જળ વગેરે અમૃન્મય પદાર્થમાં પણ આ દ્રવ્યત્વ, ગુણ વગેરે ધર્મો રહ્યા હોવાથી નજરમાં આવી શકે છે ને તેથી એનો પણ “આ દ્રવ્ય છે' એવો નિર્ણય તો થઇ જ શકે છે. આ મૃન્મય પદાર્થ છે' એવો નિર્ણય ત્યારે જ થાય છે જ્યારે મૃત્મય પદાર્થના મૃન્મયત્વ વગેરે વિશિષ્ટ ધર્મોને નજરમાં લેવામાં આવ્યા હોય અને (અથવા) અમૃન્મય (જળ વગેરે) પદાર્થના જળત્વ વગેરે વિશિષ્ટ ધર્મો સામા પદાર્થમાં નથી, એ રીતે, અમૃન્મય પદાર્થના ધર્મોની બાદબાકી થયેલી હોય. એમ અઘટના વિશિષ્ટ ધર્મોની બાદબાકી થયેલી હોય કે-અને ઘટના વિશિષ્ટધર્મો નજરમાં આવ્યા હોય તો જ “આ ઘડો છે' એવો નિર્ણયાત્મક બોધ થાય છે. આ, ઘટના વિશિષ્ટધર્મો નજરમાં લેવા કે-અને અઘટ (=ઘટભિન્ન) પદાર્થોના વિશિષ્ટધર્મોની બાદબાકી કરવી. એ જ તો ઇહા છે. એટલે ઇહા થયા વગર અપાય થતો નથી એ વાત સિદ્ધ થાય છે. ૧૨. શ્રતનિશ્રિતમતિજ્ઞાનના બહુ-અબહુ વગેરે ભેદોની સમજણ નીચે મુજબ જાણવી (૧-૨) બહુ-અબદુગ્રાહી મતિજ્ઞાન :- એક ઇન્દ્રિયના અનેક વિષયો એક સાથે ઉપસ્થિત થવા પર એ બધા વિષયોને અલગ-અલગ જાણી શકે એ બહુગ્રાહીમતિજ્ઞાન. ને જે એ બધા વિષયોને અલગ-અલગ તારવી ન શકે એ અબહુગ્રાહીમતિજ્ઞાન. જેમકે ચેવડો ખાતી વખતે આ સીંગનો સ્વાદ. આ પૌઆનો સ્વાદ. આ દાળનો સ્વાદ.. આમ અલગ-અલગ સ્વાદ પારખી શકે તો બહુગ્રાહીમતિજ્ઞાન, ને એ અલગ અલગ ન પકડતાં ચેવડા તરીકે જ આસ્વાદે તો અબદુગ્રાહીમતિજ્ઞાન. (૩-૪) બહુવિધ-અબહુવિધગ્રાહી મતિજ્ઞાન :- એક જ ઇન્દ્રિયના એક જ પ્રકારના અલગ-અલગ વિષયોમાં જે તરતમતા-ભેદ રહ્યો હોય તેને પકડી શકે એ બહુવિધગ્રાહીમતિજ્ઞાન. ને એ ભેદ પકડી ન શકે તો અબહુવિધગ્રાહીમતિજ્ઞાન. જેમ કે ઠંડકનો સામાન્ય ફેરફાર ધરાવતાં બે પાણીમાં કયું વધારે ઠંડું છે ને કયું ઓછું? એને Page #270 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૨૩૫ બે-ચારવાર હાથ નાખવા છતાં જો ન પકડી શકે તો અબહુવિધગ્રાહી, ને પકડી શકે તો બહુવિધગ્રાહી. એમ બે વસ્તુઓના લાલ વગેરે રંગ, મીઠાશ વગેરે સ્વાદ, સુગંધ, અવાજમાં તીણાપણું વગેરેના ઓછા વત્તાપણાને જે પકડી શકે તો બહુવિધગ્રાહી મતિજ્ઞાન જાણવું. (૫-૬) ક્ષિપ્ર-અક્ષિકગ્રાહી મતિજ્ઞાન - વિષય ઉપસ્થિત થતાં, ક્ષયોપશમની પટુતાના કારણે શીધ્ર નિર્ણય કરી શકે એ ક્ષિપ્રગ્રાહી. ને એમાં વાર લાગે તો અક્ષિપ્રગ્રાહી મતિજ્ઞાન જાણવું. ચશ્માનો નંબર કઢાવવો હોય ત્યારે ઑપ્ટીશ્યન પાકે અડધો નંબરના ફરકવાળા કાચ લગાવી કેવા કાચથી સ્પષ્ટ વંચાય છે એ પૂછે છે ત્યારે કેટલાક માણસો “આ કાચથી સ્પષ્ટ દેખાય છે' એમ તૂર્ત-પ્રથમવારમાં જ નિર્ણય કરી લે છે, જ્યારે કેટલાક, એ કાચ થોડો ફેરવાળો કાચ, બબ્બે-ત્રણ ત્રણ વાર બદલાવી પછી સ્પષ્ટ દેખાવાનો નિર્ણય કરી શકે છે. આ અક્ષિપ્રગ્રાહી મતિજ્ઞાન જાણવું. ને જેઓ તૂર્ત નિર્ણય કરે છે એમનું ક્ષિપ્રગ્રાહી જાણવું. (૭-૮) નિશ્ચિત-અનિશ્રિતગ્રાહીમતિજ્ઞાન - નિર્ણય કરવામાં બાહ્ય ચિહ્નોહેતુઓની ખૂબ અપેક્ષા રાખે એ નિશ્રિતગ્રાહી, ને એ વિના પણ નિર્ણય કરાવી આપનાર જ્ઞાન એ અનિશ્રિતગ્રાહી. ધ્વજા વગેરે જોઇને અહીં મંદિર હશે એવો નિર્ણય થાય તો એ નિશ્રિતગ્રાહી ને એ વગર પણ થાય તો અનિશ્રિતગ્રાહી. (૯-૧૦) સંદિગ્ધ - અસંદિગ્ધગ્રાહી મતિજ્ઞાન :- વસ્તુનો નિર્ણય કર્યા પછી પણ એ એમ જ હશે કે અન્યથા ? એવો સંદેહ પડે તે સંદિગ્ધગ્રાહી ને એ નિર્ણય નિઃશંક રહે તો અસંદિગ્ધગ્રાહી. ચશ્માના નંબરનો નિર્ણય કર્યા બાદ પણ કેટલાકને શંકા પડે છે કે આ જ કાચથી બરાબર દેખાતું હતું કે બીજા કાચથી ? તો સંદિગ્ધગ્રાહી. ને કેટલાકને એવી કોઈ શંકા પડતી નથી તે અસંદિગ્ધગ્રાહી. (૧૨) ધ્રુવ-અધૃવગ્રાહીમતિજ્ઞાન :- એકવાર નિર્ણય કર્યા બાદ એને ભૂલી ન જાય તો ધૃવગ્રાહી. ને ભૂલી જાય તો અધૂવગ્રાહી. એકવાર પણ કોઈ વ્યક્તિને જોઈ હોય ને, કેટલાકને એ યાદ રહી જાય છે તો એ ધૃવગ્રાહી. ને કેટલાકને બીજીવાર એ વ્યકિતની મુલાકાત થાય ત્યારે ઘણું મથવા છતાં પણ એ વ્યક્તિ યાદ ન આવે. આ અધૃવગ્રાહી. ૧૩. પ્રશ્ન :- બહુ-અબહુ વગેરે ભેદો અપાય-ધારણામાં સંભવે એ તો સમજ્યા, પણ અવગ્રહ ને બહામાં શી રીતે સંભવશે? કારણ કે, એ બે માં કોઈ નિર્ણય જ નથી, તો એ બહુ છે કે અબહુ? વગેરે પ્રશ્ન જ ક્યાં રહે છે? Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૩ પ્રથમ કર્મગ્રંથ ઉત્તર :- ઈહામાં વ્યક્ત રૂપે આ ભેદો ન રહ્યા હોવા છતાં યોગ્યતા રૂપે તો રહ્યા જ હોય છે. અવ્યવહાર રાશિમાં રહેલા શ્રી તીર્થકર દેવના જીવમાં ને અન્ય જીવમાં પરોપકાર કરણ વગેરે કોઈ ભેદ વ્યક્ત રૂપે ન હોવા છતાં યોગ્યતા રૂપે તો હોય જ છે. અથવા મરઘીના ઈંડામાં ને મોરના ઈંડામાં બાહ્ય દૃષ્ટિએ રંગોનો કોઈ ફેર દેખાતો ન હોવા છતાં યોગ્યતા રૂપે એ રહેલો જ હોય છે. મરઘીના ઈંડામાંથી કયારેય મોર પેદા થતો નથી. અબદુગ્રાહી અપાય કરાવનાર અવગ્રહ ને ઈહા બહુગ્રાહી અપાય કયારેય કરાવી શકે નહીં. તેથી અબહુગ્રાહી અપાયની પૂર્વે થયેલા અવગ્રહઈહામાં બહુહી અપાયની પૂર્વે થતા અવગ્રહ-ઇહા કરતાં, બાહ્ય દૃષ્ટિએ કોઈ ભેદ રહ્યો ન હોવા છતાં, અવ્યક્ત રૂપે યોગ્યતા રૂપે ભેદ રહ્યો જ હોય છે. કારણ -ભેદ વિના કાર્ય-ભેદ કયારેય થઈ શકતો નથી. તેથી અવગ્રહ વિગેરેના પણ બહુગ્રાહી વિગેરે ભેદો હોવામાં કોઈ વાંધો નથી. ૧૪. શંકા :- અવગ્રહ-ઇહા-અપાય-ધારણા આ બધાને શ્રુત નિશ્ચિત મતિજ્ઞાનના ભેદો તરીકે કહ્યા છે. એક વ્યકિતને ચા પીતાં પીતાં નિર્ણય થાય કે “ચા-ફીકી છે... અથવા ચા મીઠી છે. તો આ અપાયાત્મક મતિજ્ઞાનમાં ને એ પૂર્વે થયેલા ઈહા-અવગ્રહમાં શ્રુતનિશ્ચિતપણું શું છે? સમાધાન :- પોતે જે પ્રવાહી પી રહ્યો છે તે “ચા છે-આ વાત તેમજ પોતાને એનો જે સ્વાદ અનુભવી રહ્યો છે તે સ્વાદ “ફીકો’ કહેવાય (અથવા મીઠો કહેવાય) તે વાત... આ બધું બહુ નાની ઉંમરમાં પોતાની માતા વગેરે આપ્ત વ્યક્તિ પાસેથી જાણેલું. તેથી એમાં મૃતના સંસ્કાર હોવાથી એ શ્રુત નિશ્ચિત છે જ, ને પછી તો જેમ બહુ પ્રકારના અપાયનું કારણ બનનાર ઇહા-અવગ્રહને પણ “બહુ’ પ્રકારના કહેવાય છે. એમ પ્રસ્તુતમાં શ્રુત નિશ્ચિત મતિજ્ઞાન સ્વરૂપ “અપાય” ના કારણભૂત ઇહાઅવગ્રહને પણ કૃતનિશ્ચિત કહેવાય છે. મતિજ્ઞાની શ્રુતની નિશ્રાએ ધર્માસ્તિકાયાદિ સર્વદ્રવ્યોને, લોક-અલોક સર્વ ક્ષેત્રને, ત્રણે કાળને જાણી શકે છે. પણ આ સર્વ દ્રવ્યાદિના અમુક પર્યાયોને જાણી શકે છે, સર્વ પર્યાયોને નહીં. મતિજ્ઞાનને આભિનિબોધિક જ્ઞાન પણ કહે છે. અભિ = સન્મુખ પદાર્થને, નિ = નિશ્ચયાત્મક બોધ એ અભિનિબોધ, એને સ્વાર્થમાં ક પ્રત્યય લાગીને “આભિનિબોધિક' શબ્દ બન્યો છે એમ જાણવું. ૧૫. પ્રશ્ન :- શ્રુતજ્ઞાન અને કૃતનિશ્રિત મતિજ્ઞાન આ બે માં શું તફાવત છે? Page #272 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૨૩૭ ઉત્તર :- “આને ઘડો કહેવાય એવું જે અનુભવીને વચનથી સૌ પ્રથમવાર જાણું તે શ્રુતજ્ઞાન છે. ત્યારબાદ બીજી-ત્રીજી વગેરે વાર જ્યારે ઘડો એની નજરમાં આવે ત્યારે ત્યારે આવા પદાર્થને પેલા વડીલે (શું કહ્યું હતું?... એમ કહીને વડીલના વચનને યાદ કરવાનો પ્રયાસ થાય અને તે યાદ આવતાં હાં...) ઘડો કહ્યો હતો એમ એમના વચનને યાદ કરીને “આ ઘડે છે.' વગેરે જે બોધ થાય છે તે પણ શ્રુતજ્ઞાન છે. આ રીતે બે ચાર વાર થયા બાદ અભ્યાસ થઇ ગયો હોવાના કારણે જ્યારે ઘડો નજરમાં આવે છે ત્યારે વડીલનું વચન યાદ કર્યા વગર જ “આ ઘડો છે” વગેરે બોધ એને થઈ જાય છે. આ બોધ થતી વખતે આપ્ત પુરુષના વચનને અનુસરવાનું થયું ન હોવાના કારણે આ શ્રુતજ્ઞાન નથી પણ મતિજ્ઞાન જ છે. છતાં પૂર્વકાલીન શ્રતના સંસ્કાર પોતાનો ભાગ ભજવી રહ્યા છે, માટે એ શ્રુતનિશ્રિત મતિજ્ઞાન છે. એમ, જીવ વિચારની ગાથા પરથી કે ગુરુદેવની પાસે અધ્યયન કરવાથી જાણવા મળ્યું કે તેઉકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩ અહોરાત્ર હોય છે. આ શ્રુતજ્ઞાન છે. ફરીથી તેઉકાયનું આયુષ્ય કેટલું? એ પ્રસ્તાવમાં ગાથા વિચારવી પડે કે “વાવીયા પુઢવી... Tળ તેમ તિરસ્તાઝ' ને એના પરથી જાણે કે તેઉકાયનું આયુષ્ય ૩ દિવસ-રાત હોય છે, અથવા અધ્યાપકના વચનો વિચારવા પડે છે. પૃથ્વીકાયનું... બાવીસ હજાર વરસ કહ્યું હતું.. અપૂકાયનું... (કેટલું કહ્યું હતું? હા) સાત હજાર વર્ષ કહ્યું હતું... તેઉકાયનું? ૩ દિવસ રાત કહ્યું હતું. હા તેથી તેઉકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ અહોરાત્ર છે. આ રીતે ગ્રન્થને (ગ્રન્થગત ગાથાને) કે આપ્ત પુરૂષના વચનને યાદ કરવાં પડે ને પછી બોધ થાય તો એ શ્રુતજ્ઞાન જ છે. પણ વારંવાર પુનરાવર્તન કરવાથી પછી આ પદાર્થો એવા સહજ થઈ જાય છે કે જેથી ગાથા કે આપ્ત પુરૂષના વચનને યાદ કર્યા વગર.... એકદમ સહજ રીતે તેઉકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩ દિવસ-રાત હોય છે. એમ પોતે જાણી શકે છે-કહી શકે છે અને તેથી એમાં ગ્રન્થગત ક્રમને કે આપ્ત પુરૂષે જે ક્રમમાં ભણાવેલું હોય તે ક્રમને પણ અનુસરવું આવશ્યક હોતું નથી. આડું અવળું કાંઈ પણ પૂછવામાં આવે કે પોતે નિરૂપણ કરે તો પણ સહજ રીતે જવાબ આપી શકે-નિરૂપણ કરી શકે. આવી અવસ્થામાં એ બોધ શ્રતને (=ગ્રન્થને કે આપ્ત પુરૂષના વચનને) અનુસર્યા વગર થતો હોવાથી એ શ્રુતજ્ઞાન નથી, પણ મતિજ્ઞાન છે. છતાં પૂર્વે એ જાણકારી શ્રુતથી મેળવી હતી, માટે શ્રુતના સંસ્કાર હોવાથી આ શ્રુત નિશ્ચિત મતિજ્ઞાન કહેવાય છે. અથવા, ચા પીતી વખતે મીઠાશનો થતો અનુભવ એ મતિ છે એમાં “ચા મીઠી છે' આ રીતે શબ્દો સંભળાય એ શ્રુતની નિશ્રા છે, એવો અર્થ પણ વિચારી શકાય. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ પ્રથમ કર્મગ્રંથ ૧૬. સંજ્ઞીશ્રુત - અસંજ્ઞીશ્રુત - મનવાળા (=સંજ્ઞી) જીવોનું શ્રુતજ્ઞાન એ સંજ્ઞીશ્રુત અને એકેન્દ્રિયાદિ મન વગરના (અસંજ્ઞી) જીવોનું શ્રુતજ્ઞાન એ અસંજ્ઞીશ્રુત. શાસ્ત્રોમાં સંજ્ઞાઓનું અનેક રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે. એમાં પ્રસ્તુતમાં હેતુવાદોપદેશિકી, દીર્ઘકાલિકી અને દૃષ્ટિવાદોપદેશિકી એ ત્રણ સંજ્ઞાઓ જણાવવામાં આવે છે. પ્રવૃત્તિ કરવી કે નિવૃત્તિ? એનો નિર્ણય કરાવનાર જ્ઞાન છે. આ નિર્ણય માત્ર વર્તમાન પરિસ્થિતિને અનુસરીને કરાવનાર જ્ઞાન (સંજ્ઞા) એ હેતુવાદોપદેશિકીસંજ્ઞા છે. આ ભવના સ્વકીય અનુભવ વગેરેને અનુસરીને એનો નિર્ણય કરાવનાર સંજ્ઞા એ દીર્ઘકાલિકી સંજ્ઞા છે. દૃષ્ટિવાદને (=સર્વજ્ઞ વચનોને) અનુસરીને એ નિર્ણય કરાવનાર જ્ઞાન એ દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા કહેવાય છે. દષ્ટિવાદના જાણકાર (પૂર્વધર) મહાત્માઓને આ સંજ્ઞા હોય છે. અથવા બધા સમ્યગૃષ્ટિ જીવોને આ સંજ્ઞા કહેવાય છે. દષ્ટિવાદમાં દૃષ્ટિ એટલે સ્યાદ્વાદ દૃષ્ટિ-અનેકાન્ત દૃષ્ટિ. સામાન્યથી સમ્યકત્વના ક્ષયોપશમ સાથે જ્ઞાનાવરણનો એવો ક્ષયોપશમ થઈ જતો હોય છે કે જેથી અનેક દૃષ્ટિકોણ ખુલે છે. તેથી હેય-ઉપાદેય... આશ્રવ-સંવર વગેરે વિભાજન અંગે એકાન્તઆગ્રહ છૂટી જાય છે. મિથ્યાષ્ટિ જીવ કેરીને ખાદ્ય જ માનતો હોય છે. જ્યારે સમ્યકત્વી જીવ એને રાગાદિનું નિમિત્ત હોવાથી એ રૂપે અખાદ્ય પણ માનતો હોય છે. તેથી સમગ્રષ્ટિ જીવોને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા હોવી કહેવાય છે. ૧૭. સમ્યગુષ્ટિ જીવ સર્વજ્ઞ પ્રણીત શાસ્ત્રોના અધ્યયનથી જે રીતે હેયઉપાદેય પદાર્થોનો યથાર્થ વિભાગ કરે છે એ જ રીતે અન્ય ધર્મીઓના ગ્રન્થ પરથી પણ પોતાના સમ્યકત્વના પ્રભાવે સર્વજ્ઞને માન્ય હોય એ રીતનો જ હેય-ઉપાદેય પદાર્થોનો યથાર્થ વિભાગ કરે છે, તેથી એના માટે એ સમ્યકશ્રુત રૂપે જ પરિણમે છે. જ્યારે મિથ્યાત્વી જીવ, કદાચ સર્વજ્ઞનાં શાસ્ત્રો ભણે તો પણ, એની બુધ્ધિ મિથ્યાત્વથી ઉપહત હોવાના કારણે હેય-ઉપાદેય પદાર્થોનું યથાર્થ વિભાજન કરી શકતો નથી, એટલે કે સર્વજ્ઞના વચનોનું અર્થઘટન પણ એ એવું કરે છે કે જેથી સર્વજ્ઞને હેય તરીકે અભિપ્રેત પદાર્થ એને ઉપાદેય ભાસે છે અને સર્વજ્ઞને ઉપાદેય તરીકે અભિપ્રેત પદાર્થ એને હેય ભાસે છે. તેથી જૈન ગ્રન્થો ભણવા છતાં એનું શ્રુત મિથ્યાશ્રુત જ રહે છે. છે. જો કે મિથ્યાત્વી જીવ પણ ઘડાને ઘડા તરીકે જ જાણે છે. એટલે વ્યવહારથી એનું આ જ્ઞાન ભ્રમ (કમિથ્યા) નથી કહેવાતું. છતાં નીચેનાં ચાર કારણોએ એનું જ્ઞાન મિથ્યા કહેવાય છે. (૧) એને સદસનો વિવેક હોતો નથી. ઘડો, પટ રૂપે અસત હોવા છતાં, મિથ્યાત્વી ઘડાને સર્વથા સત્ માને છે. કથંચિત્ (ઘટ રૂપે) સત અને કથંચિદ્ર (પટાદિ રૂપે) અસત્ એમ સદસત્ નથી માનતો, માટે એનું જ્ઞાન મિથ્યા છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૨૩૯ (૨) સમ્યગુ જ્ઞાન તો મોક્ષનું કારણ છે. જયારે મિથ્યાત્વીનું જ્ઞાન સંસારનું કારણ બનતું હોય છે માટે મિથ્યા છે. (૩) એ, ગીતાર્થ ગ્રન્થકારોના અભિપ્રાય મુજબ ગ્રન્થ-ગત વચનોનો અર્થબોધ કરતો નથી, પણ પોતાની ઇચ્છા મુજબ અર્થબોધ કરે છે, માટે મિથ્યા છે. (૪) જ્ઞાન કન્નવિરતિ મિથ્યાત્વીનું જ્ઞાન વિરતિ લાવી આપતું નથી, માટે મિથ્યા છે. ૧૮. ૧૪ પૂર્વો અને તેનાં પદો આ પ્રમાણે છે. (૧) ઉત્પાદપૂર્વ-૧ ક્રોડ (૨) અગ્રાયણીપૂર્વ-૯૬ લાખ (૩) વીર્ય પ્રવાદ-૭૦ લાખ (૪) અતિ પ્રવાદ-૬૦ લાખ (૫) જ્ઞાન પ્રવાદ-૯૯,૯૯,૯૯૯ (૬) સત્ય પ્રવાદ-૧000000૬ (૭) આત્મ પ્રવાદ-૨૬ કરોડ (૮) કર્મ પ્રવાદ-૧૮OOOOOO (૯) પ્રત્યાખ્યાન પ્રવાદ-૮૪ લાખ (૧૦) વિદ્યા પ્રવાદ-૧૦૦૧0000 (૧૧) કલ્યાણ પૂર્વ-૨૬ ક્રોડ (૧૨) પ્રાણાયુ-પ૬ લાખ ક્રોડ (૧૩) ક્રિયા વિશાલ-૯ ક્રોડ (૧૪) લોક બિન્દુસાર-૧૨૫OOOO પ્રથમ પૂર્વને લખવા માટે ૧ હાથી પ્રમાણે શાહીની ભૂકી જોઇએ બીજા પૂર્વને લખવા માટે ૨ હાથી પ્રમાણ.... ત્રીજા પૂર્વ માટે ૪ હાથી પ્રમાણ.. એમ ઉત્તરોત્તર જાણવું. આ હાથી કયો લેવાનો? પંચમ કાળનો-વર્તમાનનો? ચોથા આરાનો? મહાવિદેહનો? આવો પ્રશ્ન ઘણાને ઉઠતો હોય છે. આનો સમાધાનકારી ઉત્તર એ છે કે તે તે કાળમાં જે તંદુરસ્ત યુવાન હાથી એ લેવો જોઇએ. જે કાળમાં હાથીની અવગાહના મોટી હોય એ કાળમાં મનુષ્યની અવગાહના પણ મોટી જ હોવાથી સામાન્ય રીતે લખાતા અક્ષરો મોટા જ હોય, તેથી હાથી મોટો હોવાના કારણે સહીની ભૂકી ભલે વધારે આવે, અક્ષરો તો એટલા જ લખાવાના. અર્થાત શ્લોકોનું પ્રમાણ તો સરખું જ રહેવાનું. ૧૯. જેમ જેમ વિશુધ્ધિ વધે છે તેમ તેમ અવધિજ્ઞાન દ્રવ્યાદિથી વધતું જાય છે. દ્રવ્યાદિ ચારમાં કાળ સહુથી સ્થૂલ છે, તેનાથી ક્ષેત્ર સૂક્ષ્મ છે, દ્રવ્ય સૂક્ષ્મતર છે ને ભાવ (પર્યાયો) સૂક્ષ્મતમ છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ પ્રથમ કર્મગ્રંથ એક સમયમાં જીવ અસંખ્ય આકાશ પ્રદેશો (ઉત્કૃષ્ટથી ૧૪ રાજ જેટલા) ઉલ્લંઘી શકે છે, જેનાથી જણાય છે કે કાળ કરતાં ક્ષેત્ર સૂક્ષ્મ છે. એક આકાશ પ્રદેશમાં અનંતા પરમાણુ વગેરે દ્રવ્યો રહી શકે છે, તેથી ક્ષેત્ર કરતાં પણ દ્રવ્ય સૂક્ષ્મ છે. ને એક એક દ્રવ્યમાં અનંતા પર્યાયો રહ્યા હોવાથી દ્રવ્ય કરતાં પર્યાય સૂક્ષ્મ છે. તેથી અવધિજ્ઞાનના વિષયભૂત કાળમાં વૃદ્ધિ થાય તો શેષ, ક્ષેત્રાદિ ત્રણમાં અવશ્ય વૃદ્ધિ થાય છે. પણ ક્ષેત્રની વૃદ્ધિમાં કાળની વૃદ્ધિ ભજનાએ થાય છે, એટલે કે થાય કે ન પણ થાય, છતાં દ્રવ્ય અને ભાવની વૃદ્ધિ અવશ્ય થાય જ છે. દ્રવ્યની વૃદ્ધિમાં કાળ, ક્ષેત્રની વૃદ્ધિ ભજનાએ, ભાવની વૃદ્ધિ અવશ્ય થાય. ભાવની વૃદ્ધિમાં શેષ ત્રણની વૃદ્ધિ ભજનાએ થાય છે. ૨૦. દર્શનાવરણ કર્મ : વસ્તુનો સામાન્ય બોધ એ દર્શન. એનું આવરણ કરનાર કર્મ એ દર્શનાવરણ કર્મ. આ દ્વારપાળ જેવું છે. આ દ્વારપાળના દૃષ્ટાન્તમાં રાજા દર્શનીય છે. લોકોને રાજાનું દર્શન કરવાની ઇચ્છા છે ને એ માટે લોકો પ્રયત્ન કરે છે, તો પણ દ્વારપાળ તેઓને રાજાનાં દર્શન થવા દેતો નથી. એમ દર્શનીય પદાર્થોના દર્શનની જીવને ઇચ્છા હોવા છતાં તેને તદર્થક પ્રયત્ન હોવા છતાં, દર્શનાવરણ કર્મ એ દર્શન થવા દેતું નથી. માટે એ દ્વારપાળ સમાન છે. આ પ્રમાણે ઉપનય જાણવો.” કર્મગ્રન્થની વૃત્તિમાં આ પ્રમાણે જણાવ્યું છે यथा राजानं द्रष्टुकामस्याप्यनभिप्रेतस्य लोकस्य वेत्रिणा स्खलितस्य राज्ञो दर्शनं नोपजायते, तथा दर्शनस्वभावस्याप्यात्मनो येनावृतस्य स्तम्भकुम्भाम्भोरुहादिपदार्थसार्थस्य न दर्शनमुपजायते, तद् वेत्रिसमं दर्शनावरणम्। આમાં દર્શનીય તરીકે રાજા, અને જોવાની ઇચ્છાવાળા (જોનાર) તરીકે લોકને જણાવેલ છે, તેથી ઉક્ત ઉપનય જાણવો. છતાં વૃત્તિકારે જ સાક્ષીપાઠ તરીકે જે ગાથા આપેલી છે તેમાં “ગદ યા તદ નીવો'' એમ કહેલું છે એટલે એને અનુસરીએ તો દર્શનીય તરીકે લોકો અને દર્શનકર્તા જીવ તરીકે રાજા, એવો પણ ઉપનય જાણવો, આવા ઉપનયામાં બહાર દર્શનીય પદાર્થો, વચ્ચે કર્મ, અને અંદર દર્શનાર્થી જીવ છે. બહાર લોકો, વચ્ચે દ્વારપાળ અને અંદર રાજા. આવું દાર્દાન્તિક અને દૃષ્ટાન્ત વચ્ચેનું સામ્ય જાણવું ૨૧. જો કે પ્રચલાની આવી વ્યાખ્યા કરવામાં કેટલાક પ્રશ્નો ઉભા થાય છે. સાડા બાર વર્ષનાં છદ્મસ્થ કાળમાં પ્રભુ વીરનો નિદ્રાકાળ એક મુહૂર્તથી અધિક ન આમ Page #276 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ' ૨૪૧ હતો. વળી તેઓની અપ્રમત્તતાને ભારંડ પંખીની ઉપમાથી સમજાવાયેલી છે. આના પરથી પ્રભુએ નિદ્રા પર કેવો વિજય મેળવ્યો હશે તે સમજી શકાય છે. આવા નિદ્રા વિજેતા પ્રભુને પણ કાયોત્સર્ગમાં ઉભા હતા ત્યારે અલ્પ નિદ્રા આવી જેમાં પ્રભુએ સ્વપ્નો જોયાં. આ ઉભા ઉભા ઝોકું આવવા જેવી નિદ્રા આવી છે, તો શું એને “પ્રચલા” માનવાની? આ પંચમ-વિષમ કાળમાં વિરલ કહી શકાય એવા પાંચે આચારના પાલનમાં અપ્રમત્ત સાધક સ્વ. પૂજ્યપાદ ગુરુદેવ આ. ભગવંત શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. માત્ર ૩-૪ કલાકની નિદ્રા લેતા. પણ તેથી કયારેક શ્રમિત શરીરના કારણે વિહારમાં ચાલતાં ચાલતાં પણ ઝોકું આવી જતું... અત્યંત અપ્રમત્ત સાધકને પ્રચલા પ્રચલા પ્રકારની નિદ્રા હોય એવું માનવા દિલ શી રીતે તૈયાર થાય? તેમ છતાં, આ પ્રસિદ્ધ વ્યાખ્યાને અનુસરીને વીર પ્રભુની નિદ્રાને પ્રચલા પ્રકારની કે સ્વ. ગુરુદેવની નિદ્રાને પ્રચલા પ્રચલા પ્રકારની માની લઈએ, તો પણ એક બીજો પ્રશ્ન ઊભો થાય છે કે આવી રીતે આવેલી નિદ્રામાં એ વ્યક્તિ જરાક હાથ અડાડવાથી કે એમનું નામ બોલવા માત્રથી જાગી તો જાય જ છે. તેથી ‘સુદ પડવોહી નિદ્દા’ વ્યાખ્યાનુસારે એમની નિદ્રાને નિદ્રાજ માનવી પડે છે. વળી એ નિદ્રા ઉભા ઉભા આવી રહી છે, માટે પ્રચલા માનવી પડે છે. તો હવે એ નિદ્રાને કયા પ્રકારની માનવી? નિદ્રા કે પ્રચલા? કારણ કે બન્નેનાં પ્રસિદ્ધ લક્ષણ એમાં રહેલાં છે. • આ પ્રશ્નના સમાધાન માટે આવી વિચારણા (પ્રસ્તુત શ્લોકના ઉત્તરાર્ધ્વની આવી વ્યાખ્યા) કરી શકાય કે નહી? એનો ગીતાર્થો વિચાર કરે. પ્રથમ બે નિદ્રાની વ્યાખ્યામાં, આદમી કેવી રીતે સૂઈ રહ્યો છે એની કોઈ વાત નથી કરી, પણ એને શી રીતે ઉઠાડી શકાય-નિદ્રા ત્યાગ કઈ રીતે થાય એની વાત કરી છે. એટલે પ્રચલા વગેરેની વ્યાખ્યામાં પણ નિદ્રાત્યાગની પ્રક્રિયાને જો સાંકળી લઈએ પરંતુ નિદ્રાની પદ્ધતિને નહીં, તો સમાધાન મળી શકે. જે નિદ્રાનો ત્યાગ ચપટી વગાડવા માત્રથી કે નામ બોલવા માત્રથી થઇ જાય તે નિદ્રા. જે નિદ્રાનો ત્યાગ ચપટી વગાડવા માત્રથી કે નામ બોલવા માત્રથી ન થાય, પણ ઢંઢોળવાથી-પાણી છાંટવાથી થાય તે નિદ્રા નિદ્રા. ઢંઢોળવું વગેરે કરવા છતાં પણ નિદ્રાનો ત્યાગ ન થાય... પણ સૂતેલાને પથારીમાં પકડીને બેઠો કરી દેવાથી કે ઉભો કરવાથી જ એની ઉંઘ ઉડે... આવી નિદ્રા એ પ્રચલા, બેઠો કે ઉભો કરી દેવા છતાં જે આદમી નિદ્રામાંથી જાગ્રત ન થાય. એને પાંચ-પચ્ચીશ ડગલાં ચલાવવા પર જ એની ઉંઘ ઉડે.... આવી નિદ્રા એ પ્રચલા-પ્રચલા, ૧૬ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ પ્રથમ કર્મગ્રંથ પથારીમાંથી ઉભો થાય, ચાલવા માંડે, દિવસે ચિંતવેલું કાર્ય કરીને પાછો પથારીમાં આવીને સૂઈ જાય. ને છતાં જો ઉંઘ ન ઉડે... તો આવી ગાઢ નિદ્રા એ થિદ્ધી નિદ્રા જાણવી. આ વ્યાખ્યાઓને અનુસારે શ્રી વીર પ્રભુની કે સ્વ. પૂજ્યપાદ ગુરુદેવની નિદ્રામાં નિદ્રાનું જ લક્ષણ જાય છે. પ્રચલા કે પ્રચલા-પ્રચલાનું નહીં. તેથી ઉક્ત અસંગતિ રહેતી નથી. ૨૨. જેને દર્શન મોહનીયની એક જ મિથ્યાત્વ મોહનીય પ્રકૃતિ સત્તામાં હોય તેવો જીવ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એમ ત્રણ કરણ કરીને જ સમ્યકત્વ પામી શકે છે. અનાદિ મિથ્યાત્વી જીવ સૌ પ્રથમ આ રીતે સમ્યક્ત્વ પામે છે. આ પ્રથમ સમ્યક્ત્વ ઔપશમિક સમ્યકત્વ હોય છે. આ સમ્યકત્વ પામવાની સાથે જ ત્રણ પુંજ થવા માંડે છે ને તેથી જીવ મિશ્ર મોહનીયની તેમજ સમ્યકત્વ મોહનીયની પણ સત્તાવાળી થાય છે. ત્યારબાદ હવે જો ફરીથી મિથ્યાત્વે જાય તો મિથ્યાત્વ પ્રયુફત અશુદ્ધિના કારણે મિશ્ર મોહનીય અને સમ્યકત્વ મોહનીયને ફરીથી મિથ્યાત્વ મોહનીય રૂપે બનાવવાનું ચાલુ કરે છે. ને જો એ પલ્યોપમના અસંખ્યાતમા ભાગના કાળ કરતાં અધિક કાળ માટે મિથ્યાત્વે જ રહે તો સમ્યકત્વ મોહનીય તથા મિશ્ર મોહનીયનું સત્તાગત બધું દલિક મિથ્યાત્વરૂપે બની જવાથી (ઉવેલાઈ જવાથી) હવે આ બે પુંજની સત્તા રહેતી નથી, માત્ર મિથ્યાત્વ મોહનીયની જ સત્તા રહે છે. હવે ફરીથી એણે સમ્યકત્વ પામવું હોય તો અનાદિ મિથ્યાત્વીની જેમ ત્રણ કરણ કરવાં જ પડે છે. ને એ જે સમ્યકત્વ પામે છે તે ઔપથમિક સમ્યકત્વ જ હોય છે. આ પણ જાતિથી પ્રથમ સમ્યકત્વ તુલ્ય હોવાથી પ્રથમ સમ્યકત્વ જ કહેવાય છે. આખા ભવચક્રમાં આવાં પ્રથમ સમ્યક્ત્વ અસંખ્યવાર પામી શકાય છે, પણ એ બધું જાતિથી એક જ કહેવાય છે. આખા ભવ ચક્રમાં ઉપશમ શ્રેણી ચાર વાર એક જીવ પામી શકે છે એટલે આ ચાર વાર તથા પ્રથમ સમ્યકત્વ જાતિથી એકવાર એમ કુલ પાંચ વાર ઉપશમ સમ્યકત્વ આવે છે એવું કહેવાય છે. (વસ્તુતઃ અસંખ્યવાર આવે છે એમ જાણવું.) પહેલે ગુણઠાણે આવેલા જીવ, સમ્યકત્વ મોહનીય ને મિશ્ર મોહનીય હજુ ઉવેલાઇ ગયા ન હોય, પર્યાપ્ત માત્રામાં વિદ્યમાન હોય, ને ફરીથી સમ્યક્ત્વ પામવું હોય તો કરણ કરવાં પડતાં નથી, માત્ર અધ્યવસાયો વિશુદ્ધ થવા પર એ ચોથે ગુણઠાણે ચાલ્યો જાય છે. એ વખતે ક્ષાયોપથમિક સમ્યકત્વ હોય છે તથા એ વખતે સમ્યક્ત્વ મોહનીય પુંજનો ઉદય હોય છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૨૪૩ સાસ્વાદન સમ્યકત્વ - ઉપશમ સમ્યકત્વી જીવને દર્શન મોહનીય ઉપશાંત રહેવાના કાળમાં છેલ્લે જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ૬ આવલિકા જેટલો કાલ બાકી હોય ત્યારે કોઈક જીવને અનંતાનુબંધી કષાયોનો ઉદય થઈ જાય છે. આ વખતે મિથ્યાત્વ અને મિશ્ર મોહનો ઉદય ન હોવાથી સમ્યક્ત્વ ગુણ અવરાયેલો હોતો નથી, છતાં અનંતાનુબંધીનો ઉદય હોવાથી સમ્યકત્વ ગુણનો સ્પષ્ટ અનુભવ પણ હોતો નથી. તેથી સમ્યકત્વના કંઈક આસ્વાદવાળું હોવાથી આ સાસ્વાદનસમ્યકત્વ કહેવાય છે. આ પણ અપૌગલિક છે. આનો કાળ જઘન્યથી ૧ સમય ને ઉત્કૃષ્ટથી ૬ આવલિકા હોય છે. આમાં અનંતાનુબંધીનો જે ઉદય હોય છે એ અવશ્ય મિથ્યાત્વના ઉદયને ખેંચી લાવનારો હોવાથી જીવ અહીંથી અવશ્ય પહેલે ગુણઠાણે જ જાય છે. આ સમ્યકત્વ બીજે ગુણઠાણે હોય છે, ને ચોથેથી પડતાં જ આવે છે. લાયોપથમિક સમ્યક્ત્વ :- ઉદય પ્રાપ્ત નિષેકમાં રહેલાં મિથ્યાત્વ-મિશ્રના દલિકોમાંના રસને હણીને સખ્યત્વ મોહનીય તુલ્ય કરી દેવો (જેથી એ સખ્યત્વ ગુણને હણી ન શકે) એ ક્ષય અને ઉદય ન પામેલા એ બેના દલિકો મિથ્યાત્વ કે મિશ્ર મોહનીય તરીકે (અધિક રસવાળા તરીકે) ઉદીરણા-અપવર્તના દ્વારા ઉદયમાં ન આવી જાય એવી રીતે દબાવી રાખવા એ ઉપશમ. આ ક્ષય અને ઉપશમથી થયેલો પરિણામ એ ક્ષયોપશમ દર્શન મોહિનીયના ક્ષયોપશમથી પ્રકટ થયેલું સમ્યકત્વ ક્ષાયોપથમિક સમ્યકત્વ કહેવાય છે. આનો જઘન્ય કાળ અંતર્મુહૂર્તને ઉત્કૃષ્ટ કાળ સાધિક ૬૬ સાગરોપમ હોય છે. આમાં સમ્યકત્વ મોહનીયનો ઉદય હોવાથી આ પૌગલિક છે. એ ૪ થી ૭ ગુણઠાણે હોય છે. આ ક્ષાયોપથમિક સમ્યકત્વને જરા વિસ્તારથી સમજીએ. ક્ષયોપશમના બે અંશો છે. ક્ષય અને ઉપશમ. આપણે કલ્પના કરીએ કે ૧ થી ૧૦,૦૦૦ પાવર સુધીના રસવાળાં દલિકો દેશઘાતી રસવાળાં છે ને સમ્યકત્વ મોહનીય કહેવાય છે. આ દલિકો એક ઠાણિયો ને મંદ બે ઠાણિયો રસ ધરાવતાં હોય છે. ૧૦૦૦૧ પાવરથી ૨૫000 પાવર સુધીના રસવાળાં દલિકો મિશ્રમોહનીય કહેવાય. એ મધ્યમ બે છાણિયો રસ ધરાવે છે ને સર્વઘાતી હોય છે. ૨૫૦૦૧ થી એક લાખ પાવર સુધીના રસવાળાં દલિકો મિથ્યાત્વ મોહનીય કહેવાય છે. આ ઉત્કૃષ્ટ તરફનો બે ઠાણિયો રસ તથા ત્રણ-ચાર ઠાણિયો રસ ધરાવે છે, સર્વઘાતી હોય છે, મિથ્યાત્વ ગુણઠાણે રહેલો જીવ દર્શન મોહનીય કર્મનો બંધ કરે છે. પણ ત્યારે ૨૫000 થી ઓછો રસ બંધાતો નથી. એટલે કે દર્શન મોહનીય રૂપે જે દલિકો બંધાય છે. એમાં ૨૫000 થી અધિક પાવરવાળો રસ જ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ પ્રથમ કર્મગ્રંથ પેદા થાય છે. ઓછો રસ નહીં. ને તેથી સમ્યકત્વ મોહનીય કે મિશ્ર મોહનીયનો બંધ હોતો નથી. માત્ર મિથ્યાત્વ મોહનીયનો જ બંધ હોય છે. પણ જ્યારે જીવ સમ્યક્ત્વ : પામે છે ત્યારે વિશુદ્ધિના પ્રભાવે કેટલાંક દલિકોમાંથી રસને એટલો બધો હણી નાખે છે કે જેથી એ ૧૦,૦૦૦ ની અંદરનો થઈ જાય. આ દલિકોનો જથ્થો એ સમ્યક્ત્વ મોહનીય-શુદ્ધ પુંજ છે. કેટલાંક દલિકોમાંથી રસને હણીને ૧૦૦૦૧ થી ૨૫000 સુધીનો બનાવે છે. આ દલિકોનો જથ્થો એ મિશ્ર મોહનીય-મિશ્ર પુંજ છે. આ વખતે વિશુદ્ધિના કારણે જ ઉત્કૃષ્ટ તરફનો (ધારો કે ૭૦૦૦૧ થી એક લાખ પાવર સુધીનો) રસ પણ સત્તામાંથી નિર્મળ થઈ ગયો હોય છે એમ જાણવું. છતાં ૨૫૦૦૧ થી ૭૦,૦૦૦ સુધીના રસવાળાં જે દલિકો સત્તામાં રહે છે એનો જથ્થો એ મિથ્યાત્વ મોહનીય-અશુદ્ધ પુંજ છે. આ ત્રણ પુંજમાંથી જીવના જેવા સંક્લિષ્ટ કે વિશુદ્ધ અધ્યવસાયો હોય એને અનુસરીને એક પુંજ ઉદયમાં આવે છે. જેમ જેમ સંલેશ વધુ હોય તેમ તેમ વધુ પાવરવાળો રસ ઉદયમાં આવે છે ને જેમ જેમ વિશુદ્ધિ વધુ હોય તેમ અલ્પ પાવરવાળો રસ ઉદય પામે છે. જ્યારે વિશુદ્ધિ એટલી પ્રબળ હોય કે જેથી ૧૦,૦૦૦ ની ઉપરનો રસ ઉદય પામી શકતો નથી. ત્યારે જીવ ક્ષાયોપથમિક સમ્યકત્વવાળો હોય છે. આપણે ધારીએ કે એક સમ્યકત્વી જીવને વિશુદ્ધિના કારણે વિવક્ષિત સમયે ૧000 પાવરથી વધુ પાવરવાળો રસ ઉદય પામી શકતો નથી, પણ છતાં, વિવક્ષિત સમયે જ ઉદય પામી શકે એ રીતે ૧૦૦૧ થી ૧૦,૦૦૦ સુધીના સમ્યફત્વ મોહનીયનાં દલિકો, ૧૦,૦૦૧ થી ૨૫,૦૦૦ સુધીનાં મિશ્રનાં ને ૨૫,૦૦૧ થી ૭૦,૦૦૦ સુધીનાં મિથ્યાત્વનાં દલિકો પણ ગોઠવાયેલાં તો હતાં જ, ને તેથી ઉદય પણ પામી જ રહ્યાં છે. જો આ દલિકો પોત પોતાના આ પાવર સાથે જ ઉદયમાં આવે તો તો સમ્યકત્વને હણી જ નાખે, પણ જેવો વિવક્ષિત સમય આવ્યો કે એ જ સમયે આ (ઉદય પ્રાપ્ત) ૧૦૦૦ પાવરથી ઉપરના બધા પાવરવાળા રસને જીવ વિશુદ્ધિના બળ પર હણી નાખે છે. ને તેથી એ અધિક રસવાળાં ઉદય પ્રાપ્ત દલિકો પણ ૧૦૦૦ સુધીના પાવરવાળા થઈને જ ઉદયમાં આવે છે. આ રીતે ઉદય પ્રાપ્ત દલિકોમાં રહેલા અધિક રસને હણી નાખવો એ ક્ષય કહેવાય છે. વળી ઉદયાવલિકાની બહારનાં (વર્તમાન વિવક્ષિત સમયથી માંડીને એક આવલિકા સુધીનો કાળ વીતી ગયા પછી ઉદયમાં આવી શકે એવી રીતે ગોઠવાયેલાં) દલિકોમાં પણ ૭૦,૦૦૦ સુધીનો રસ હોય તો છે જ. તેથી ઉદીરણા કે અપવર્તના દ્વારા એ પણ જો વર્તમાન સમયે ઉદય પામી જાય તો તો જીવના સમ્યક્ત્વ ગુણને Page #280 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ર૪પ હણી જ નાખે. પણ જીવ પોતાની વિશુદ્ધિના બળ પર આ અધિક રસવાળાં દલિકો ઉદીરણા, અપવર્તના દ્વારા પણ એવા અધિક રસ સાથે ઉદય પામી ન જાય એ રીતે એ રસને દબાવી રાખે છે. એ દલિકોમાંથી આ રસ હણાઈ જતો નથી, અકબંધ જ રહે છે, પણ એ ઉદય પામી ન શકે એ રીતે એ રસ દબાઈ જાય છે. ઉપરના અધિક રસવાળા દલિકોને આ રીતે દબાયેલાં રાખવા એ ““ઉપશમ” કહેવાય છે. આમ ટૂંકમાં ઉદય પ્રાપ્ત દલિકોમાંના અધિક રસને જીવ જે હણી નાખે છે એ ક્ષય ને ઉદયાવલિકાની બહાર રહેલા ઉદય અપ્રાપ્ત દલિકોમાંના અધિક રસને (અધિક રસવાળાં દલિકોને) એ ઉદયમાં ન આવી શકે એ રીતે જીવ જે દબાવી રાખે છે તે ઉપશમ. આ બે ભેગા થઈને ક્ષયોપશમ કહેવાય છે. આમાં એક હજાર પાવરવાળો રસ તો ઉદયમાં છે જ. જો કે એ ઘણો મંદ હોવાથી સમ્યકત્વને હણી શકતો નથી, પણ છતાં એ, ગુણમાં કંઈક મલિનતાઅતિચાર તો લગાવે જ છે. માટે આ ક્ષયોપશમને ઉદયાનુવિધ્ધ ક્ષયોપશમ કહેવાય છે. આમાં ૧૦૦૦ થી વધુ પાવરવાળા રસનો જે ક્ષય તથા ઉપશમ છે એ જ જીવની વિશુદ્ધિના પ્રભાવે છે ને સમ્યત્વ પ્રગટાવનાર છે. પરંતુ ૧૦૦૦ સુધીનો રસ જે ઉદયમાં છે તે નથી જીવની વિશુદ્ધિના પ્રભાવે કે નથી સમ્યક્ત્વગુણ પ્રગટાવનાર, પણ ઉપરથી સમ્યકત્વમાં મલિનતા લાવનાર છે. તેથી, સમ્યકત્વ મોહનીય કર્મના ઉદયથી સમ્યકત્વ ગુણ પ્રકટ થતો નથી. પણ મિથ્યાત્વ મોહનીય વગેરેના અધિક રસના ક્ષયોપશમથી જ સમ્યકત્વ ગુણ પ્રગટ થાય છે, ને તેથી જ આ સમ્યત્વ ક્ષાયોપથમિક ભાવ કહેવાય છે, ઔદયિક ભાવ નહીં. તેમજ સમ્યકત્વ મોહનીય પણ અતિચાર આપાદક હોવાથી ત્યાજ્ય જ છે. જીવના અધ્યવસાયો જેમ જેમ વિશુધ્ધ થાય છે તેમ તેમ ઉદય પ્રાપ્ત રસ એક હજારથી પણ નીચે ઉતરવા માંડે છે ને સમ્યક્ત્વ ગુણ નિર્મળ થતો જાય છે. એનાથી વિપરીત, અધ્યવસાયો જેમ જેમ અશુદ્ધ થતા જાય છે તેમ તેમ સમ્યકત્વ મલિન થતું જાય છે. જો અશુદ્ધિ એટલી બધી વધી જાય કે જેથી ઉદય પ્રાપ્ત રસ ૧૦000 ની ઉપર ચાલ્યો જાય, તો જીવ સમ્યકત્વ ગુમાવી દે છે. કેટલાક વિદ્વાનો ક્ષયોપશમની આવી વ્યાખ્યા કરે છે કે- “મિથ્યાત્વ-મિશ્રના અધિક રસવાળા દલિકોના રસને મંદ કરી સમ્યક્ત્વ મોહનીય જેવો કરવો એ ઉપશમ અને સમ્યકત્વ મોહનીય રૂપે કરેલા આ રસને (કે જે ઉદયમાં આવ્યો છે તેને) અનુભવીને વિનાશ કરવો એ ક્ષય. આ બે ભેગા થાય તે ક્ષયોપશમ.” “ઉદય પ્રાપ્ત (=ઉદીર્ણ) નો ક્ષય ને અનુદીર્ણનો ઉપશમ” આટલા જ શબ્દો પકડીને કરવામાં આવતી આવી વ્યાખ્યા Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ પ્રથમ કર્મગ્રંથ ગેરસમજ ભરેલી જાણવી. મલિનતા ઉભી કરવી વગેરે રૂપે પોતાની અસર દેખાડીને કર્મ જે આપે છે એને કાંઈ ગુણ પ્રગટાવનાર “ક્ષય' તરીકે કહી શકાય નહીં ને તેથી એનો “ક્ષયોપશમ” માં અન્તર્ભાવ હોઈ શકે નહીં. નહીંતર તો પહેલે ગુણઠાણે રહેલા જીવને, મિથ્યાત્વનો ઉપશમ તો છે જ નહીં, ને ઉદય પ્રાપ્ત દલિકોનો અનુભવીને વિનાશ કરવાનું તો ચાલુ જ છે, એથી એને માત્ર ““ક્ષય” હોવાથી ક્ષાયિક ભાવનો ગુણ માનવાની આપત્તિ આવે. વેદક સમ્યક્ત્વ :- ક્ષાયિક સમ્યક્ત્વ પામતાં પહેલાં સમ્યક્ત્વ મોહનીયના ચરમ ગ્રાસને વેદતા જીવને વેદક સમ્યકત્વ કહેવાય છે. આ એક પ્રકારનું ક્ષાયોપશમિક સમ્યકત્વ જ છે. છતાં વિશેષ વિવક્ષા કરીને એને અલગ પાડવામાં આવ્યું છે. (૨૩) ક્ષાયિક સમ્યક્ત્વ - દર્શનત્રિક અને અનંતાનુબંધી ચતુષ્ક એમ દર્શન સપ્તકનો સંપૂર્ણ ક્ષય થવાથી પ્રગટતું સમ્યકત્વ એ ક્ષાયિક સમ્યકત્વ છે. આ સમ્યત્વ અપૌલિક છે. ૪ થી ૧૪ ગુણઠાણે તેમજ સિદ્ધાવસ્થામાં હોય છે, તેથી સાદિ અનંત છે. આ સમ્યકત્વ પામનારે જો પરભવાયુ કે જિનનામ બાંધ્યું ન હોય તો અવશ્ય એ જ ભવમાં મોક્ષે જાય છે. આ સમ્યકત્વ પ્રથમ સંઘયણવાળા જિનકાલીન મનુષ્યને જ પ્રાપ્ત થાય છે. સાયિક સમ્યકત્વ. મનુષ્ય ભવમાં જ મળે છે એનો અર્થ ક્ષાયિક સમ્યક્ત્વ પામવાની પ્રક્રિયા ને કરણો મનુષ્ય ભવમાં જ થાય છે એમ કરવો. બધાં કરણી પૂર્ણ થયા બાદ જીવ “કૃતકરણ' કહેવાય છે, પણ હજુ સમ્યકત્વ મોહનીયનું થોડું દલિક સત્તામાં હોય છે તેને ક્રમશઃ ભોગવીને ક્ષીણ કરવાનું હોય છે. આ અવસ્થામાં મૃત્યુ પામીને જીવ ચારેય ગતિમાં જઈ શકે છે, ને ત્યાં જઇને અવશિષ્ટ સમ્યકત્વ મોહનીયને ખપાવી ક્ષાયિક સમ્યકત્વ પામે છે. એટલે આ દૃષ્ટિએ ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિ ચારે ગતિમાં થઈ શકે છે. સાયિક સમ્યક્ત્વ પામવા પૂર્વે જો જીવે મનુષ્ય કે તિર્યંચ આયુ બાંધી દીધું હોય તો તેણે નિયમા યુગલિક મનુષ્ય-તિર્યંચનું જ બાંધેલું હોય છે. શેષ મનુષ્યતિર્યંચનું નહીં. તેથી એ અવશ્ય યુગલિકમાં જ જાય છે ને ત્યાંથી દેવ ભવ કરી મનુષ્યમાં આવી મોક્ષે જાય છે. આમ (૧) મનુષ્ય, (૨) મનુષ્ય (કે તિર્યંચ) (૩) દેવ ને (૪) મનુષ્ય એમ એના ચાર ભવ થાય છે. (૨૪) જળરેખા વગેરે ઉપમાઓનો અર્થ નીચે મુજબ જાણવો. પાણીમાં લાકડી ફેરવવામાં આવે તો જેવી રેખા દોરાય છે એ લાકડી ખસતાં Page #282 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૨૪૭ જ મટી જાય છે. એમ સંજવલન ક્રોધ તરત દૂર થાય છે. પંદર દિવસથી ધૂળમાં પડેલી રેખા તરત મીટતી નથી. વાયરો આવે ત્યારે મીટે. છેવટે ચાર મહિને એક વાર તો વાયરો વાય જ. માટે એ ચાર મહિનાથી વધુ ટકે નહિ. એમ પ્રત્યાખ્યાન ક્રોધ જાણવો. ખૂબ ગરમીથી જમીનમાં તિરાડ પડે છે. જે વરસાદથી પૂરાય છે. છેવટે બાર મહિને તો વૃષ્ટિ થવાથી એ પૂરાય જ. અપ્રત્યાખ્યાન ક્રોધ આવો છે. માટે ૧૨ મહિનાથી વધુ ટકતો નથી.વધુ કાળ થાય તો અનંતાનુબંધી થઈ જાય. પર્વતમાં પડેલી તિરાડ ક્યારેય મીટતી નથી. એમ અનંતાનુબંધી ક્રોધ પણ આખી જિંદગીમાં ન મીટે એવું બની શકે છે. ક્રોધથી સંબંધોમાં તિરાડ પડે છે માટે તિરાડની ઉપમા આપેલી છે. માન એટલે અક્કડતા, નમ્રતા આવવાથી એ મીટયો કહેવાય. નેતરની સોટી તરત વળી જાય. શેષ ૩ ઉત્તરોત્તર વાળવા કઠિન છે. પથ્થરનો થાંભલો જોર કરવા પર તૂટી જાય, પણ વળતો નથી. એવું અનંતા) માનવું છે. વટની ખાતર મરી જશે, પણ અહંકાર નહીં છોડે. | માયા એટલે વક્રતા, સરળતા આવવાથી એ દૂર થઈ કહેવાય. અવલેહી એટલે સુથારે છોલેલા લાકડાની છાલ... એ ગોળાકાર વળતી જાય છે. પણ તરત સીધી કરી શકાય છે સંજવલન માયા આવી હોય છે. શેષ ત્રણની કુટિલતા છોડાવી સરળતા કરવી ઉત્તરોત્તર કઠિન છે. ઘનવંસના મૂળિયા તૂટી જાય, પણ સીધા ન થાય. એમ અનંતાનુબંધી માયા જાણવી. લોભ જીવને ઉપરક્ત કરે છે, માટે રંગની ઉપમા... હળદરીયો રંગ તડકામાં સૂકવતાં ઊડી જાય છે. એવા સંજવલન લોભ છે. કપડું ફાટી જાય, પણ કીમજીનો રંગ જતો નથી. એમ માણસ મરી જાય પણ અનંતાનુબંધી લોભ છોડતો નથી. આમાં ૧૫ દિવસ વગેરે જે કાલ પ્રમાણ કહ્યું છે તેનો અર્થ આ રીતે સમજવો જોઈએ : એક માણસને બીજાની સાથે ઝગડો થાય. ખૂબ ગુસ્સો આવે. ગુસ્સો તો થોડીવારમાં ઉતરી ગયેલો દેખાય. પણ ગુસ્સાની અસર ઊભી હોવી શક્ય હોય છે. જેમ કે, હવે એની સાથે બોલું નહીં. એનું મોં જોવું નહીં. એના ઘરે નહીં જાઉં... એના તરફથી સંઘજમણ વગેરે કાંઈ પણ પ્રસંગ હોય તો જમવા નહીં જાઉં... વગેરે વગેરે ગાંઠ બંધાવી; એનું બૂરું ચિંતવવું; પોતાને જેનાથી કશો લાભ ન હોય એવા પણ એના નુકશાનમાં રાજી થવું; એની ભૂલ હતી ને મેં ગુસ્સો કર્યો હતો-હું શાનો માફી માગું ? વગેરે માન્યતાના કારણે મિચ્છામિ દુક્કડમ્ દેવાની તૈયારી ન હોવી... આ બધી ક્રોધ કષાયોની અસરો છે. Page #283 -------------------------------------------------------------------------- ________________ ર૪૮ પ્રથમ કર્મગ્રંથ - ઘરમાં કોઈ બાબતમાં સલાહ લેવામાં બાપે નાના દીકરાને પૂછયું, અને મોટા દીકરાને ન પૂછયું અથવા પછીથી પૂછ્યું, ને મોટાનો અહંકાર ઉછળ્યો. નાનાએ આપેલી સલાહ મુજબ કાર્ય કરવામાં નુકશાન થવાનું છે એવું જાણવા છતાં, ભલે નુકશાન થતું, મને કેમ ન પૂછ્યું? હવે હું સાચી-સારી સલાહ આપું જ નહીં ને. આવી પકડ હોવી; નુકશાન થઈ ગયા બાદ પોતે એ નુકશાનને હળવું કરવા કે નાબુદ કરવા સમર્થ હોવા છતાં એવું ન કરવાની પકડ; બાપને પાછળથી ખ્યાલ આવે કે મોટા દીકરાને ખોટું લાગ્યું છે ને તેથી એ સહાય કરતો નથી, ને તેથી બાપ સાચા દિલથી માફી માગે કે મારી ભૂલ થઈ ગઈ- (પહેલાં) તને ન પૂછ્યું- “ મિચ્છામિ દુક્કડમ્'.. વગેરે તો પણ હવે કશું સાંભળવાની કે સહાય કરવાની તૈયારી ન દાખવવી; પોતે જે પૂંછડું પકડ્યું છે એનાથી પોતાને નુકશાન થઈ રહ્યું છે એવું જાણવા છતાં વટનો પ્રશ્ન બનાવી એ તંત ન છોડવો... સંલગ્ન સાથેનો વ્યવહાર બદલી નાખવો. આ બધી અહંકારની અસરો છે. આ જ રીતે માયા-લોભની અસરો જાણવી. આ અસરો દીર્ઘકાળ ટકે છે. પણ સામાન્યથી જેમ જેમ કાળ વીતે તેમ તેમ દુઃખનું ઓસડ દહાડા ન્યાયે એ પકડ વગેરે અસરો ઢીલી પડવી શક્ય હોય છે. આ રીતે કાળ પસાર થવા પર કે, “ભૂલ ગમે તેની હોય, ગુસ્સો કરવો તો સારો નથી જ નુકશાનકર્તા જ છે. મિચ્છામિ દુક્કડમ્ દઈ દો.” વગેરે સમજણ મળવા પર, આ અસરો જો વધુમાં વધુ પંદર દિવસમાં છૂટી જાય કે પ્રજ્ઞાપના મળવા પર છૂટી જવાની યોગ્યતા હોય તો એ સંજવલન કષાય સમજવો. એ જ રીતે ચાર મહિનામાં છૂટે તો પ્રત્યાખ્યાનાવરણ, બાર મહિનામાં છૂટે તો અપ્રત્યાખ્યાનાવરણ ને બાર મહિના પછી પણ ન છૂટે-વધારે ટકે.. માવજીવ સુધી ટકી જાય.. તો એ અનંતાનુબંધી કષાય જાણવો. - આ ચાર કષાયોના નિરૂપણમાં જે ગતિદાયકતા કહેલી છે તેમાં પ્રશ્ન ઊભો થાય છે કે અનંતાનુબંધી કષાયો નરકગતિપ્રદ કહ્યા છે. પણ આ કષાયના ઉદયવાળા મિથ્યાત્વી જીવો ચારે ગતિમાં જઈ શકે છે. તો આની સંગતિ શી રીતે કરવી? વળી, બીજી એક અસંગતિ એ છે કે અપ્રત્યાખ્યાન કષાયના ઉદયવાળાને તિર્યંચગતિ કહી છે. પણ આ કષાયવાળા જીવો તો અવિરત સમ્યક્ત્વી હોવાથી દેવ કે મનુષ્ય પ્રાયોગ્ય જ પ્રકૃતિઓ બાંધે છે, તિર્યંચ પ્રાયોગ્ય નહીં. તો તિર્યંચગતિમાં શી રીતે જાય? એમ પ્રત્યાખ્યાનાવરણ કષાયો તો પાંચમે ગુણઠાણે હોવાથી માત્ર પંચેન્દ્રિય તિર્યંચ કે મનુષ્યોને જ હોય છે ને તેઓ તો પાંચમે ગુણઠાણે દેવપ્રાયોગ્ય જ બાંધે છે, તો મનુષ્યગતિદાયકતા શી રીતે કહેવાય? Page #284 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૨૪૯ . આ બધાની સંગતિ કરવી હોય તો એમ વિચારી શકાય કે મિથ્યાત્વી જીવો અનંતાનુબંધીના ઉદયવાળા હોય છે ને તેઓ ચારે ગતિમાં જઇ શકે છે, શેષ જીવો નહીં. એટલે આ ગતિદાયકતાની જે પ્રરૂપણા છે એ મૂળ અનંતાનુબંધી કષાયના ઉદયવાળા જીવો માટે જ હોય. શંકા:- પણ જો મૂળ અનંતાનુબંધીની જ વાત હોય તો જુદી જુદી ગતિદાયકતા શી રીતે સંભવે? સમાધાન - અન્યત્ર શાસ્ત્રોમાં મૂળ અનંતાનુબંધીના પણ પાછા અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ, અને સંજવલન એમ ચાર પ્રકારો બતાવ્યા છે. આ જ રીતે અપ્રત્યાખ્યાનાવરણ વગેરેના પણ અનંતાનુબંધી વગેરે ચાર-ચાર ભેદ બતાવેલા છે. એટલે ૧૬ ૪૪ = કુલ ૬૪ પ્રકારો પણ બતાવ્યા છે. એટલે મૂળમાં અનંતાનુબંધી કષાય જ હોવા છતાં બહારથી એ કોના જેવો છે એના પર એની ગતિપ્રદાયકતા અહીં દર્શાવી છે. જો એ અનંતાનુબંધી જેવો જ હોય તો નરકગતિ અપાવે. અપ્રત્યાખ્યાનાવરણ જેવો દેખાતો હોય તો તિર્યંચગતિ અપાવે... વગેરે જાણવું.. આગળ ગાંઠ બાધવી, પકડ રાખવી, મિચ્છામિ દુક્કડમ્ દઈને કષાયથી પાછા ન ફરવું વગેરે કષાયોની જે અસરો જણાવેલી છે, એ અસર એક વરસથી અધિક રહેવાની યોગ્યતા હોય તો એ કષાય મૂળમાં અનંતાનુબંધી જ છે ને સમ્યકત્વગુણનો અવશ્ય ઘાત કરે છે. પણ આવા કષાયનો પણ બાહ્ય દેખાવ અત્યંત ધમધમાટવાળો જ હોવો જોઇએ એવો કોઈ નિયમ નથી. આંખો લાલ થઈ જવી, ચઢી જવી, મુખ વિકૃત થઈ જવું, આખું શરીર ક્રોધથી કંપવું, ઊંચા સાદે વિવેકશૂન્ય શબ્દો નીકળવા, મારપીટ કરવી... આવો બાહ્ય ધમધમાટ પણ હોય તો સમજવું કે મૂળ તો અનંતાનુબંધી છે જ, ને દેખાવ પણ અનંતાનુબંધીનો, આવો કષાય નરકગતિ-પ્રદ છે. ગાંઠ-પકડ વગેરેની યોગ્યતા તો વર્ષાધિક કાળની જ હોય, પણ બાહ્ય ધમધમાટ થોડો ઓછો હોય તો મૂળ અનંતાનુબંધી પણ દેખાવ અપ્રત્યાખ્યાનાવરણ તુલ્ય જાણવો. આવો કષાય તિર્યંચગતિપ્રદ છે. એવો જ મૂળ અનંતાનુબંધી કષાય હોય, પણ બાહ્ય ધમધમાટ નહીંવત્ હોય તો એ પ્રત્યાખ્યાનાવરણતુલ્ય જાણવો. આ મનુષ્યગતિપ્રદ છે. એવો જ મૂળ અનંતાનુબંધી કષાય હોય, પણ બાહ્ય રીતે સાવ શાંત દેખાવ હોય. કષાય હોય એવું લાગે જ નહીં. આ સંજવલન તુલ્ય જાણવો. એ દેવગતિપ્રદ છે. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ પ્રથમ કર્મગ્રંથ છતાં આ ચારેય મૂળમાં અધિક કાળ રહેવાની યોગ્યતાવાળા હોવાથી તેમજ ગાઢ (જલ્દી ન છૂટે એવી) પકડ-ગાંઠવાળા હોવાથી સમ્યકત્વના ઘાતક છે જ. બાહ્ય દેખાવ અત્યંત શાંત હોય તો પણ એ બચાવ આપી શકતો નથી. પર્વતમાં પડેલી તિરાડ, પછી એ બે-ચાર ફૂટ પહોળી અને તૂર્ત નજરે ચઢે એવી હોય કે નજરમાં ન આવે એવી અત્યંત બારીક હોય, વિશેષ કશો ફેર પડતો નથી, એ નથી પૂરાઈ શકતી તે નથી જ પૂરાઈ શકતી. એમ મૂળમાં અનંતાનુબંધી કષાય છે, તો એ બાહ્ય દૃષ્ટિએ સંજવલન જેવો શાંત હોય કે અનંતાનુબંધી જેવો ધમધમાટ વાળો હોય, સમ્યત્વનો ઘાત કરવાની બાબતમાં કશો ફેર પડતો નથી, એ સમ્યકત્વનો ઘાત કરે જ છે. (હા નરકગતિ દાયકતા, શારીરિક વિકૃતિઓ, લોકોમાં અપ્રિયતા વગેરે જે નુકશાનો બાહ્ય ધમધમાટ કરે છે. તે નુકશાના બાહ્ય શાંત દેખાવવાળો સંજવલન તુલ્ય અનંતાનુબંધી કષાય કરતો નથી. એટલે એ દૃષ્ટિએ, તેમજ બાહ્ય શાંત દેખાવવાળાને મૂળમાં અનંતાનુબંધી કષાય જે છે એનો ક્ષયોપશમ વગેરે થવા સરળ હોય છે એ દૃષ્ટિએ બાહ્ય ધમધમાટ પણ અત્યંત વર્જ્ય છે જ.) એમ, ગાંઠ-પકડ-કષાયથી પાછા ન ફરવું વગેરે અસર એક વર્ષથી અધિક ન રહે, એ પહેલાં છૂટી જાય. આવી યોગ્યતાવાળો કષાય મૂળમાં અપ્રત્યાખ્યાનાવરણ છે. અવિરત-સમ્યકત્વી જીવોને આ કષાય હોય છે. પણ તેઓનો પણ બાહ્ય દેખાવ તો અત્યંત ધમધમાટ વગેરે ચારે પ્રકારનો હોય છે. તેથી એના પણ મૂળમાં બધા અપ્રત્યાખ્યાનાવરણ કષાય પણ સંભવે. બાહ્ય દેખાવ અત્યંત ધમધમાટવાળો હોય તો એ અનંતાનુબંધી તુલ્ય, ઓછા ધમધમાટવાળો હોય તો અપ્રત્યાખ્યાનાવરણ તુલ્ય, નહીંવત્ ધમધમાટ હોય તો પ્રત્યાખ્યાનાવરણ તુલ્ય ને શાંત દેખાવવાળો હોય તો સંજવલન તુલ્ય. છતાં બાહ્ય દેખાવ ગમે તે હોય, આ કષાય દેશવિરતિગુણનો ઘાત કરે જ છે ને સમ્યકત્વનો ઘાત કરી શકતો નથી જ. તેમજ આ કષાયવાળા મનુષ્યતિર્યંચોને દેવગતિ પ્રાયોગ્ય ને દેવ-નારકોને મનુષ્યગતિ પ્રાયોગ્ય જ બંધ હોય છે. પૃથ્વીમાં પડેલી-તિરાડ, અત્યંત બારીક હોય કે બે ચાર-ફૂટ પહોળી ખાડા જેવી હોય, એ વરસાદ પડ્યા બાદ જ પૂરાય છે, આ બાબતમાં કશો વિશેષ ફરક પડતો નથી. આ જ રીતે મૂળમાં પ્રત્યાખ્યાનાવરણ અને મૂળમાં સંજ્વલન કષાયના પણ બાહ્ય દેખાવ આધારિત ચાર-ચાર ભેદ જાણવા. એટલે મૂળમાં સંજવલન કષાયને ધરનારા સંયમી આત્માના કષાયનો પણ બાહ્ય દેખાવ અત્યંત ધમધમાટવાળા અનંતાનુબંધી તુલ્ય હોઈ શકે છે. છતાં એ, સર્વ વિરતિનો ઘાતક નથી હોતો તે નથી જ હોતો એ જાણવું. . Page #286 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૨૫૧ એટલે કોઇક સાધુ કયારેક ક્યારેક ખૂબ ગુસ્સામાં આવી જતા હોય, એટલા માત્રથી એમને અસાધુ માની શકાય નહીં. “સાધુને કાંઈ આટલો ગુસ્સો હોતો હશે? આટલા બધા ગુસ્સાવાળા કાંઈ સાધુ હોતા હશે? આવો વિચાર પોતાનો ગુસ્સો ઘટાડવા માટે પોતાના માટે ભલે કરી શકાય, બીજા સાધુ માટે ન જ કરી શકાય. એમની વિશેષતા જ આ હોય છે કે, પ્રસંગે એકદમ ઉકળી ગયેલા દેખાય.. એકદમ ગુસ્સે ભરાય ને ઊંચા અવાજે કંઈક બોલી નાખે. પણ વળતી જ પળે તેઓને ખ્યાલ આવી જાય કે હું ભૂલ્યો... કષાયને આધીન બની ગયો. વગેરે.... ને તેથી તેઓ એનું મિચ્છામિ દુક્કડમ્ પણ દેતાં અચકાય જ નહીં. પછી ભલેને સામી વ્યક્તિ સાવ નાની હોય. મિચ્છામિ દુક્કડમ્ દઈ દેવા.. કોઈ ગાંઠ-પકડ નોંધ રાખવી નહીં. બોલવાચાલવા વગેરેનો વ્યવહાર પૂર્વવત્ કરી દેવો... આ બધું કષાયોને છોડી દેવા રૂપ છે, કષાયોથી પાછા ફરી જવા રૂપ છે. સાધુઓ, કદાચ કષાય થઈ જાય તો પણ તૂર્ત કષાયથી પાછા ફરી જાય છે ને તેથી તેઓનો કષાય સંજવલન કષાય જ હોવાથી સર્વ વિરતિનો ઘાતક હોતો નથી. પાણીમાં લાકડીથી પાતળી રેખા દોરો કે ચાર-પાંચ ફૂટ પહોળા પાટિયાથી પહોળી રેખા દોરો... શું ફેર પડવાનો? તરત પૂરાઈ જ જવાની... શ્રી ચંડરુદ્રાચાર્યને પોતાના ભયંકર ગુસ્સાનો પારાવાર પશ્ચાત્તાપ-ખેદ હતો. એટલે તેઓ તૂર્ત કષાયથી પાછા ફરી જ જતા હશે. ને તેથી તેઓનો કષાય મૂળમાં સંજવલનનો જ હોવાથી, આટલો બધો તીવ્ર હોવા છતાં, સર્વવિરતિનો ઘાતક બની શક્યો નહીં જ, એ જાણવું. આનાથી વિપરીત, ક્યારેક કોઈ ગૃહસ્થ માટે એવું પણ જોવા મળે કે આમ એકદમ શાંત પ્રકૃતિ હોય... કયારેય ગુસ્સે થતા જોવા ન મળે. પણ ભાઈ સાથે કે પાડોશી સાથે કંઈક વાંકું પડયું ને ગાંઠ એવી બાંધી હોય કે એના ઘરે ન જાઉં. કયારેક એ ભાઈ કે પાડોશી વગેરે રસ્તામાં ભેગા થઇ જાય તો વાતો પણ મીઠાશથી કરે ગુસ્સામાં આવીને કયારેય એને પણ કશું કહે નહીં. પણ કોઈ ગમે એટલું સમજાવે કે આ પકડ છોડી દે ને ભાઈના ઘરે જાઓ તો કહી દે કે “ના! એ મારાથી નહીં બને. એના ઘરે તો હું નહીં જ જાઉં.” વર્ષોના વર્ષો સુધી આવી પકડ રાખે.... તો આ મૂળમાં અનંતાનુબંધી જ છે જે સમ્યક્ત્વનો ઘાત કરે જ છે. આ નિરૂપણા પરથી એ સમજવાનું છે કે કષાયોની બાહ્ય તીવ્રતા-આક્રમકતા જેટલી નુકશાનકારક છે એના કરતાં એની અંદરની પકડ ખૂબ જ અધિક નુકશાનકારક છે ને તેથી વધુ ચિંતાજનક છે. - એટલે કોઇ પણ આત્મ-હિતેચ્છુએ કષાય કદાચ તીવ્ર થઇ ગયો હોય તો પણ, કેટલો જલ્દી આ કષાયથી (કષાયની અસરથી) પાછો ફરે એના પર મહત્ત્વ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨પર પ્રથમ કર્મગ્રંથ આપવું જોઈએ... ને જેટલા જલ્દી મિચ્છામિ દુક્કડમ્ દેવા વગેરે દ્વારા કષાયથી પાછા ફરાય એટલા જલ્દી પાછા ફરી જવું જોઈએ. કોઈ પકડ નહીં, કોઈ ગાંઠ નહીં, કોઈ દુર્ભાવ-દ્વેષ નહીં. કોઈ નોંધ નહીં. વ્યવહારમાં કે વિચારધારામાં કષાયજન્ય કોઈ પરિવર્તન નહીં. કોઈ ખાર નહીં કે દાઢમાં રાખવાની વાત નહીં. આવી વૃત્તિ અવશ્ય કેળવવી જોઇએ. એ કેળવવામાં ન આવે, તો બાહ્ય દૃષ્ટિએ કરેલી કષાયોની ઉપશાંતતા એટલી લાભકર્તા બની શકતી નથી. ૨૫. ઔદારિક શરીર :- ઔદારિક પુદ્ગલોમાંથી આ શરીર બને છે. એ મનુષ્યો અને તિર્યંચને હોય છે. આ શરીર ચાર રીતે ઉદાર છે. માટે ઔદારિક કહેવાય છે. (૧) વિશાળતા :- આની ઉત્કૃષ્ટ અવગાહના સાધિક ૧00 યોજન છે, જ્યારે વૈક્રિયની માત્ર ૫૦૦ ધનુષ્ય. (આ ભવધારણીય શરીરની અવગાહના ગણવી. અન્યથા ઉત્તરવૈક્રિય સાધિક લાખ યોજનનું પણ હોય છે.) (૨) સુંદરતા - શ્રી અરિહંતપરમાત્મા વગેરેના ઔદારિકશરીર જેવી સુંદરતા અન્ય કોઈ શરીરમાં હોતી નથી. (૩) સામર્થ્યઃ- આ જ શરીર કેવલજ્ઞાન અને મુક્તિ અપાવવાનું સામર્થ્ય ધરાવે છે. (૪) સ્થૂલતા - જીવોને ગ્રાહ્ય પુદ્ગલોમાં આ જ પુદ્ગલો સૌથી વધુ સ્થૂલ છે. બાકીના સૂક્ષ્મ-સૂક્ષ્મતર છે. ૨૬ પ્રશ્ન :- તીર્થંકર નામકર્મનો ઉદય ૧૩ માં ગુણઠાણે કેવલીને હોય છે એમ કહ્યું. ચ્યવન-જન્મ વખતે તો પ્રભુ ચોથે ગુણઠાણે હોય છે. તો ૧૪ સ્વપ્ન વગેરે વિશેષતાઓ કોના પ્રભાવે? - ઉત્તર :- આ પ્રશ્નના બે ઉત્તરો ગ્રન્થોમાં દૃષ્ટિગોચર થાય છે. (૧) તીર્થકર નામકર્મનો ૧૩ મા ગુણઠાણે ઉદય થવો જે કહ્યો છે તે વિપાકોદય જાણવો. બાકી પ્રદેશોદય તો જિનનામનો બંધ કર્યા બાદ બે આવલિકા વીત્યે શરુ થઈ જ જાય છે. તેથી આ પ્રદેશોદયનો પ્રભાવ હોય શકે. (૨) જે અત્યંત વિશિષ્ટ અધ્યવસાયોથી જિનનામકર્મ બંધાય છે તે અધ્યવસાયોથી વિશિષ્ટ પ્રકારના સૌભાગ્ય-આદેય-યશ નામકર્મ પણ સાથે જ બંધાયા હોય છે. ને આ બધાનો તો ચોથે ગુણઠાણે પણ ઉદય થઈ શકે જ છે. તેથી એના ઉદયે ૧૪ સ્વપ્ન જન્માભિષેક વગેરે વિશેષતાઓ થાય છે. આ બે ઉપરાંત એક નીચે મુજબની અન્ય વિચારણા પર ગીતાર્થ બહુશ્રુતો વિચાર કરે ન્યાયદર્શનવાળા આત્માને વિભ=આકાશની જેમ સમગ્ર બ્રહ્માંડવ્યાપી માને છે. આવું માનવામાં તેઓ નીચે મુજબ કારણ આપે છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૨ ૫૩ મુંબઈમાં રહેલ વ્યકિત માટે દુનિયાના જુદા જુદા સ્થળે જુદી જુદી વસ્તુઓ બને છે. આ વસ્તુઓ તેને ભોગવનાર તે વ્યકિતના ભાગ્યને અનુસરીને સારી કે નરસી બને છે માટે તે તે વસ્તુ બનવામાં તે વસ્તુને ભોગવનાર વ્યક્તિનું ભાગ્ય પણ ભાગ ભજવી રહ્યું હોવાથી કારણભૂત છે. નૈયાયિકના મતે કાર્ય અને કારણ સમાનાધિકરણ જ જોઈએ. એટલે જયાં તે તે વસ્તુ ઉત્પન્ન થઈ રહી હોય ત્યાં તે તે વ્યક્તિનું ભાગ્ય હાજર હોવું જોઇએ. તૈયાયિકના મતે ભાગ્ય (અદૃષ્ટ) એ આત્માનો ગુણ છે, ને ગુણ ગુણવાનને છોડીને અન્યત્ર રહેતો નથી. તેથી તે તે વ્યક્તિના ભાગ્યના આધારરૂપે એનો આત્મા 'પણ ત્યાં સર્વત્ર રહ્યો હોવો જોઇએ. તેથી આત્મા સર્વત્ર રહ્યો હોવાથી વિભુ છે. પણ જૈનદર્શન આત્માને વિભુ માનતું નથી. સામાન્ય રીતે કાર્ય કારણને સમાનાધિકરણ (=જયાં કારણ હોય ત્યાં જ કાર્ય થાય એવું) હોવા છતાં, અમુક કારણ એવી વિશિષ્ટતા ધરાવતું હોય છે કે પોતે અન્યત્ર રહેવા છતાં અન્ય પ્રદેશોમાં પણ કાર્ય કરી શકે છે. જેમ કે લોહચુંબક દૂર રહેલા લોખંડને પણ આકર્ષે છે. કર્મ પણ એવું કારણ છે જે અન્ય દેશોમાં કાર્ય કરી શકે છે-એટલે મુંબઈમાં રહેતી વ્યકિતનું ભાગ્ય પણ એના શરીરસ્થ આત્મા પર રહ્યું હોવા છતાં, દુનિયાના વિવિધ સ્થળોએ બની રહેલી વસ્તુઓ સારી-નરસી બનવામાં ભાગ ભજવી જ શકે છે. આમ, કર્મ અન્ય પ્રદેશમાં કાર્ય કરી શકે છે એમ માનવામાં કશો વાંધો નથી. જેમ કર્મમાં અન્ય દેશસ્થ કાર્ય કરવાનું સામર્થ્ય છે, તેમ અન્ય કાળમાં કાર્ય કરી શકવાનું સામર્થ્ય પણ માની શકાય છે. આવું માનવામાં કેટલાંક કારણો પણ છે. દીર્ધકાળ સુધી શાસન ચલાવનાર રાજનેતા એ શાસનના કારણે ઘણો લોકપ્રિયનામનાવાળો બન્યો હોય. પણ એ શાસન ચલાવવા કંઈક કાવાદાવા-ખટપટ-હત્યાઓ વગેરે બધું જ કર્યું-કરાવ્યું હોવાના કારણે મૃત્યુ બાદ નરકમાં જાય છતાં અહીં માનવલોકમાં તો એની બોલબાલા, એના નામનો જયજયકાર, ઠેર ઠેર પ્રતિમાઓ, એના નામ પર બીજાઓ ચૂંટણી જીતી જાય.... વગેરે જોવા મળે છે. આ બધું સૌભાગ્ય વગેરે નામકર્મોનો પ્રભાવ છે. પણ અત્યારે તો એ વ્યક્તિ નરકમાં હોવાથી દુર્ભગ વગેરે નામકર્મોનો ઉદય ચાલી રહ્યો છે. તો વર્તમાન સૌભાગ્યાદિની પાછળ કયું કર્મ ભાગ ભજવે છે? આનો જવાબ એ જ હોઈ શકે કે જયારે એ વ્યક્તિનું શાસન ચાલતું હતું ત્યારે ઉદયમાં આવેલું સૌભાગ્ય વગેરે નામકર્મ જ અત્યારે પણ પોતાની અસર દેખાડી રહ્યું છે. શ્રી પાર્થપ્રભુનાં તીર્થો, મંદિરો, પ્રતિમાજીઓ, ઉપાસના વગેરે આજે પણ ઘણું ઘણું દેખાય છે. પ્રભુ તો મોક્ષમાં બિરાજમાન છે જ્યાં કોઈ કર્મ નથી. તો આ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨ ૫૪ પ્રથમ કર્મગ્રંથ કોનો પ્રભાવ? એનો કે જયારે તેઓ વિચરતા હતા ત્યારનું એમનું સૌભાગ્ય વગેરે નામકર્મ એવા વિશિષ્ટ કક્ષાનાં હતાં કે જેથી પાછળ પણ દીર્ધકાળ સુધી એમની આરાધના થતી જ રહે. આવી બધી અનેક બાબતો છે કે જે કર્મ જે કાળે ઉદયમાં આવે એના કરતાં ભિન્નકાળમાં પણ પોતાની અસર દેખાડી શકે છે. એટલે, તેરમા ગુણઠાણે ઉદયમાં આવનારું જિનનામકર્મ જ ભિન્નકાળમાં ચ્યવન-જન્મ વગેરે કાળે પણ પોતાની અસર દેખાડતું હોય એ સંભવી શકે છે. કોક અશુભપળે નરકાયુ બાંધી દીધું. પણ ઘણી સુંદર આરાધનાઓ કરી વિશિષ્ટ પુણ્ય ઉપાડ્યું. નરકભવ પૂર્ણ કર્યા બાદ જયાં મનુષ્ય તરીકે ઉત્પન્ન થવાનો છે એ પરિવારના વેપાર-સંપત્તિ વગેરે વધવા માંડે છે, એ ક્ષેત્રમાં દુકાળ વગેરે પરિસ્થિતિ હોય તો, વૃષ્ટિ થાય છે, દુકાળ દૂર થાય છે, સમૃદ્ધિ વધે છે, પ્રજા આનંદ-ઉલ્લાસવાળી બને છે. કારણ કે પ્રકૃતિએ આ જીવને એવા સ્થાનમાં, એવા વાતાવરણમાં જ ઉત્પન્ન કરવો છે આ બધું થવામાં એ જીવનાં પુણ્યકર્મો પણ અવશ્ય ભાગ ભજવી જ રહ્યાં છે. પણ હાલમાં એ જીવ નરકમાં હોવાથી પાપનો ઉદય ચાલી રહ્યો છે. તો એનું જન્માદિકાળે ઉદય પામનારું પુણ્ય જ આ પૂર્વભૂમિકા રચી રહ્યું છે એમ માનવું આવશ્યક લાગે છે. આ રીતે, તેરમાં ગુણઠાણે ઉદય પામનારું જિનનામકર્મ પૂર્વકાળમાં પોતાનો પ્રભાવ બતાવતું હોય એમ માનવામાં કશો વાંધો લાગતો નથી. ગીતાર્થ બહુશ્રુતો આ વિચારણા પર વિચાર કરે. - ૨૭. પ્રશ્ન :- દાંત-હાડકાં વગેરે અવયવો સ્વ-સ્થાને સ્થિર રહે છે એ સ્થિર નામકર્મનો ઉદય છે અને આંખની પાંપણ-જીભ વગેરે અસ્થિર રહે છે એ અસ્થિર નામકર્મનો ઉદય છે એમ કહ્યું છે. પણ જીભ વગેરે હાલતાં રહે એ તો જીવને ઈષ્ટ છે. તો આવી અનુકૂળતા કરી આપનાર અસ્થિર નામકર્મને પાપકર્મ શી રીતે કહેવાય? એમ જીભ સ્થિર થઈ જાય એને સ્થિર નામકર્મનો ઉદય કહેવાનો હોય તો સ્થિર નામકર્મને પુણ્ય કર્મ શી રીતે કહેવાય?કેમ કે જીભ સ્થિર થઈ જવી એ તો પ્રતિકૂળતા છે.. ઉત્તર :- જેનાથી અનુકૂળતા મળે એ પુણ્યકર્મ ને જેનાથી પ્રતિકૂળતા મળે એ પાપકર્મ... આ પૂલ વ્યાખ્યાઓ છે. ચોકસાઈવાળી વ્યાખ્યા એ છે કે - જેનો તીવ્રરસ વિશુદ્ધિમાં (કષાયોની મંદતામાં) બંધાય એ પુણ્યકર્મ, ને જેનો તીવ્રરસ સંકુલેશમાં (કષાયોની પ્રચૂરતામાં) બંધાય એ પાપકર્મ. સ્થિર નામકર્મનો તીવ્રરસ વિશુદ્ધિમાં બંધાય છે ને અસ્થિર નામકર્મનો તીવ્રરસ સંકુલેશમાં બંધાય છે. તેથી સ્થિર નામકર્મ પુણ્યપ્રકૃતિ છે ને અસ્થિર નામકર્મ પાપ પ્રકૃતિ. જો ગીતા - Page #290 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૨૫૫ શંકા :- છતાં, અસ્થિર નામકર્મના ઉદયથી જીભ હલવી વગેરે અનુકૂળતા મળે એ વાત, મગજમાં એટલી બેસતી નથી. સમાધાન - જો આ શંકા રહ્યા કરતી હોય તો એના સમાધાન માટે આવી વ્યાખ્યા વિચારી શકાય કે જે નામકર્મના ઉદયે તે તે અવયવો સ્વ-અવસ્થામાં સ્થિર રહે તો સ્થિર નામકર્મ. ને જેના ઉદયે તે તે અવયવો સ્વ-અવસ્થામાં અસ્થિર થઈ જાય. ચલિત થઇ જાય તે અસ્થિર નામકર્મ. એટલે દાંત વગેરે સ્થિર રહેવા, ને જીભ વગેરે અવયવો હાલતા રહેવા એ બધું સ્થિર નામકર્મનો જ ઉદય છે, કારણ કે એ જ તે તે અવયવોની સ્વ-અવસ્થા છે. આનાથી વિપરીત, દાંત વગેરે અસ્થિર થઈ જવા કે જીભ-પાંપણો વગેરે અવયવો સ્થિર થઈ જવા એ સ્વ-અવસ્થામાંથી વિચલિત થઈ જવા રૂપ હોવાથી અસ્થિરનામકર્મનો ઉદય છે. - પ્રતિક્ષણ કેટલાય અવયવો સ્વ-અવસ્થામાં અવસ્થિત હોય છે, તેમજ કોકને કોક અવયવમાં કંઈક તો ગરબડ થયેલી હોય છે. તેથી આ બન્ને પ્રકૃતિઓ ધ્રુવોદયી છે. ગીતાર્થ બહુશ્રતોને આ વ્યાખ્યા પર વિચાર કરવા વિનંતિ. ૨૮. શરીરનામકર્મ વગેરે અંગે વિચારણા - ખુરશી બનાવવા ચાહતા સુથારને લાકડું, માટી, લોખંડ વગેરે અનેક ચીજો ઉપલબ્ધ હોવા છતાં, એ લાકડાની જ પસંદગી કરે છે. લાકડું પણ અનેક પ્રકારનું હોય છે. એમાંથી પાયા માટે અલગ પ્રકારનું, બેઠક માટે અલગ પ્રકારનું, પાછળના પાટિયા માટે અલગ પ્રકારનું. એ પસંદ કરે છે. આ જુદા-જુદા પ્રકારનું લાકડું પણ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હોવા છતાં, એમાંથી એ આવશ્યક હોય એટલું જ લાકડું ઉપાડે છે, બધું નહીં. પાયાના લાકડામાંથી પાયો બનાવી પાયાના સ્થાને જ જોડે છે, અન્યત્ર નહીં. જીવ જે આકાશપ્રદેશોમાં અવગાહીને રહ્યો હોય એ આકાશપ્રદેશોમાં રહેલાં મુગલોનું જ ગ્રહણ કરે છે. પણ એ આકાશપ્રદેશોમાં પણ ઔદારિક, વૈક્રિય, આહારક વગેરે બધી વર્ગણાઓના સ્કંધો રહ્યા જ હોય છે. માટી, લોખંડ વગેરે ન પકડતાં લાકડું જ લેવું આ કામ સુથાર તો હાથ વડે કરે છે. પણ વૈક્રિય વગેરે પુદ્ગલો ન સ્વીકારતાં ઔદારિક પુદ્ગલો જ લેવા, આવું કરવા માટે જીવ પાસે કોઈ હાથ નથી. એટલે ઔદારિક શરીર નામકર્મ એની સહારે આવે છે. પુદ્ગલો ત્યાંના ત્યાં જ રહે છે, કયાંય ખસતા નથી... છતાં, ઔદારિક પુદ્ગલોનું જ ગ્રહણ થાય છે, વૈક્રિયાદિનું નહીં. એટલે એમ કહી શકાય કે ઔદારિક પુદ્ગલો જ જીવને ગ્રહણ કરવા માટે ઉપલબ્ધ થાય, અન્ય પુદ્ગલો નહીં. ઔદારિક પુદ્ગલોને ઉપલબ્ધ (જીવ દ્વારા ગૃહીત થવાને સન્મુખ) કરવાનું કામ ઔદારિક શરીર નામકર્મ કરે છે. ઔદારિક પુદ્ગલો પણ અનેક પ્રકારના હોય છે. એમાંથી તે તે પ્રકારના જીવના શરીર માટે અમુક Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ પ્રથમ કર્મગ્રંથ પ્રકારના ઔદારિક સ્કંધો જ ઉપયોગી હોય છે. એમાં પણ તે તે જીવના શરીર માટે પણ આંખ માટેના પુગલો જુદા પ્રકારના. ને કાન માટેના જુદા પ્રકારના... આમ અન્યાન્ય અવયવો માટે જાણવું. આવશ્યક ચોક્કસ પ્રકારના જ ઔદારિક પુદ્ગલો ગૃહીત થવા એ કાર્ય પણ કાં તો શરીર નામકર્મ કરતું હશે યા અંગોપાંગ નામકર્મ કે સંઘાતન નામકર્મ કરતું હશે. આ ચોકકસ પ્રકારનાં પુદ્ગલો પણ તે તે આકાશપ્રદેશમાં જેટલાં હોય એ બધાંને જીવ ગ્રહણ કરી લેતો નથી, પણ અમુક ચોક્કસ પ્રમાણમાં જ ગ્રહણ કરે છે. એનું પ્રમાણ નિશ્ચિત કરવાનું કામ સંઘાતન નામકર્મ કરે છે. અંગોપાંગ વગેરે દરેક કર્મોનો ઉદય સર્વાત્મ પ્રદેશોએ હોય છે. તેમજ તે તે આત્મપ્રદેશો જે જે આકાશ પ્રદેશોમાં રહ્યા હોય છે એ દરેક આકાશપ્રદેશોમાં દરેક પુદ્ગલો પણ હોય છે જ. તેથી, પગના સ્થાને પણ આંખ પ્રાયોગ્ય કર્મોદય પણ છે ને આંખ પ્રાયોગ્ય પુદ્ગલો પણ છે જ. છતાં પગના સ્થાને પગ યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ થઈ પગ બને છે, આંખ નહીં, ને એમ આંખના સ્થાને આંખ જ બને છે, પગ નહીં... આ બધું નિયત્રણ નિર્માણ નામકર્મ કરે છે. યથાયોગ્ય સ્થાને અવયવોને જોડવાનું નિર્માણ નામકર્મનું જે કાર્ય કહેવાય છે એ આવું સમજવું. બાકી હાથ-પગ વગેરે તૈયાર થઈને પછી યોગ્ય સ્થાને જોડાય છે આવું કયારેય બનતું નથી. આ રીતે અનેક કર્મોથી નિયત્રિત થઇને, તે તે સ્થાને, તે તે પ્રકારના ને તે તે પ્રમાણમાં ગૃહીત થયેલાં પુદ્ગલોમાંથી અંગોપાંગ નામકર્મ તે તે અંગ-ઉપાંગાદિ બનાવવાનું કાર્ય કરે છે. આવું વિચારતાં સંભવિત લાગે છે. અથવા ખોરાકનું પાચન થઇને જે સાત થતુઓ બને છે એમાંથી શરીરના તે તે ભાગમાં યોગ્ય પગલો પહોંચી ઇન્દ્રિય વગેરે તે તે અવયવો બને છે, તેમજ તે તે અવયવો વ્યવસ્થિત રીતે કાર્યરત રહે તે માટે યોગ્ય પ્રમાણમાં લોહીભ્રમણ વગેરે આવશ્યક હોય છે. કોઇક અવયવમાં કોઇક તત્ત્વની કચાશ થવાના કારણે તકલીફ ઊભી થાય ત્યારે એ તત્ત્વની પૂર્તિ કરવા માટે ડાકટરે આપેલી ગોળી પેટમાં જાય છે ને છતાં એમાંનું તત્ત્વ આવશ્યક ભાગમાં જ પહોંચે છે, અન્યત્ર નહીં, જેમ કે કેશ્યમની ગોળીમાંથી પ્રાપ્ત થયેલું કેશ્યમ જે હાડકામાં સાંધો વગેરે કર્યા હોય ત્યાં જ મુખ્યતયા પહોંચે છે અન્ય હાડકા વગેરેમાં નહીં. આ બધું કાર્ય સંઘાતન-અંગોપાંગ નિર્માણ વગેરે નામકર્મો કરે છે. આવી બધી સંભાવના યથાયોગ્ય વિચારવી. કર્મગ્રંથના અભ્યાસકાળે શાસ્ત્રથી પૂર્વાપર અવિરૂદ્ધપણે આવા પ્રકારની સૂક્ષ્મ ચર્ચા યથાયોગ્ય વિચારવી. F. . Page #292 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાવરણીય દર્શનાવાઈય _ વેદનીય મોહનીય નામકÉ ગોત્રકમ અંતાયફ