________________
કર્મવિપાક
૧૩૫
જુનાં ગ્રહણ કરેલાં વૈક્રિય પુદગલોનો નવો ગ્રહણ કરાતાં વૈકિય પુદ્ગલોની સાથે પરસ્પર જે સંબંધ થાય છે તે કરનારા કર્મને વૈક્રિયબંધન નામકર્મ કહેવાય છે. આ જ રીતે આહારકબંધનનામકર્મ, તૈજસબંધનનામકર્મ, અને કર્મણબંધનનામકર્મ પણ સ્વયં સમજી લેવાં. આ પ્રમાણે બંધનનામકર્મ પાંચ પ્રકારે છે. ૩પ. હવે પાંચ પ્રકારનાં સંઘાતન સમજાવે છે -
जं संघायइ उरलाइ-पुग्गले, तिणगणं व दंताली । तं संघायं बंधणमिव, तणुनामेण पंचविहं ॥३६ ॥ (यत्संघातयति-औदारिकादि-पुद्गलान् तृणगणमिव दंताली तत्संघातं बन्धनमिव, तनुनाम्ना पञ्चविधम् ) ।
શબ્દાર્થ - = = જે કર્મ, સંપાય = એકઠાં કરે છે, ૩રનારૂં = ઔદારિકાદિ, પુમા = પુદ્ગલોને, તણIM = તૃણના સમૂહને, ૨ = જેમ, સંતાન = દંતાળી, તે = તે કર્મ, સંથાર્થ = સંઘાતનનામકર્મ, વંથi = બંધનની, વ = જેમ, તપુનામે = શરીરના નામે, પંવિ૬ = પાંચ પ્રકારે છે.
ગાથાર્થ = જેમ દંતાલી ઘાસના સમૂહને એકઠો કરે છે તેમ જ કર્મ ઔદારિકાદિ પુદ્ગલોને (શરીરની રચનાને અનુરૂપ) એકઠાં કરે છે તે સંઘાતન નામકર્મ બંધનની જેમ જ ઔદારિકાદિ શરીરના નામે પાંચ પ્રકારે છે. ૩૬.
વિવેચન = મનુષ્ય-તિર્યંચનો ભવ હોય ત્યારે ઔદારિક શરીરની રચના થાય છે. દેવ-નારકીનો ભવ હોય ત્યારે વૈક્રિય શરીરની રચના થાય છે. મનુષ્ય-તિર્યંચોમાં પણ લબ્ધિ વિકસાવવાનું પ્રયોજન હોય તો વૈક્રિયશરીરની રચના થાય છે. ચૌદ પૂર્વધર મુનિ મહાત્માઓ પ્રયોજનવશથી આહારક શરીરની રચના કરે છે. પ્રતિસમયે તૈજસ-કાશ્મણ શરીરની રચના તો ચાલુ જ છે. તદુપરાંત તેજોલેશ્યા અથવા શીતલેશ્યાના નિસર્ગકાળે વિશિષ્ટ તૈજસ શરીરની રચના થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org