________________
પ્રથમ કર્મગ્રંથ
૧૩૪
ગાથાર્થ = પૂર્વે બાંધેલાં અને હાલ નવાં બંધાતાં એવાં ઔદારિકાદિ પુગલોનો પરસ્પર સંબંધ જે કર્મ કરી આપે છે તે કર્મ લાખની સરખું ઔદારિકાદિ શરીરના નામે પાંચ પ્રકારનું છે. ૩૫.
વિવેચન = લાખ (અથવા ગુંદ-વિગેરે પદાર્થો) જેમ બે કાષ્ઠકાગળ આદિને પરસ્પર જોડી આપે છે. બન્નેનો પરસ્પર સંબંધ=એકમેકાવસ્થા કરી આપે છે. તેની જેમ જે કર્મ પૂર્વે ગ્રહણ કરેલાં ઔદારિક શરીરનાં પુદ્ગલોની સાથે નવાં ગ્રહણ કરાતાં ઔદારિક શરીરનાં પુદ્ગલોને એકમેક કરી આપે છે તે કર્મ ઔદારિકબંધન નામકર્મ કહેવાય છે. તેમ વૈક્રિયાદિમાં પણ સમજવું.
કોઈ પણ જીવ જન્મ્યો ત્યારે જ તેણે પોતાનું ઔદારિકાદિ યથાયોગ્ય શરીર તો બનાવ્યું જ છે. પરંતુ તે શરીરમાં પ્રતિસમયે નવાં નવાં ગ્રહણ કરાતાં આહાર-પાણી-અને હવા આદિનાં ઔદારિકાદિ પુદ્ગલો ઉદરમાં ગયા પછી ઔદારિકાદિ રૂપે પરિણામ પામી, જુના બનેલા રૂધિર-માંસહાડ-ચરબી-વીર્ય ઇત્યાદિ તે તે અંશોમાં એકમેક જે થઈ જાય છે. તે આ બંધનનામકર્મનું જ કાર્ય છે. જો આ કર્મ ન હોત તો ઔદારિકાદિ શરીર નામકર્મથી પુદ્ગલોનું શરીર રૂપે પરિણમન થાત. પરંતુ એકમેક ન થવાના કારણે રેતીના કણોની જેમ સમૂહ રૂપે જ માત્ર થાત. પરંતુ પિંડરૂપ બનત નહીં. અને પિંડરૂપે બને છે તેથી બંધનનામકર્મ છે. એમ સિધ્ધ થાય છે.
તે તે શરીર નામકર્મની સાથે તે તે બંધનનામકર્મ બંધમાં, ઉદયમાં અને સત્તામાં હોય જ છે. ફક્ત બંધ-ઉદયમાં બંધનની શરીરથી જુદી વિવક્ષા કરેલી નથી. અને સત્તામાં જુદી વિવક્ષા કરેલી છે.
જુનાં ગ્રહણ કરેલાં ઔદારિક પુદ્ગલોની સાથે નવા ગ્રહણ કરાતાં ઔદારિક પુદ્ગલોનો પરસ્પર જે સંબંધ થવો તે ઔદારિકબંધન, અને તે કરાવનારું જે કર્મ તે ઔદારિક બંધન નામકર્મ કહેવાય છે. તેવી જ રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org