________________
૨૮.
પ્રથમ કર્મગ્રંથ
શબ્દનો સંપર્ક થવાથી જે પ્રક્રિયા થઈ તે તમામ વ્યંજનાવગ્રહ છે અને દસમી બૂમે “હું” એમ બોલતો જે જાગે છે તે વખતે અર્થનો બોધ થતો હોવાથી અર્થાવગ્રહ થાય છે. તેવી જ રીતે ધ્રાણમાં વિષયની ગંધના પુગલો પ્રવેશ્યા જ કરે પરંતુ પ્રાણને ખ્યાલ ન આવે ત્યાં સુધી વ્યંજનાવગ્રહ કહેવાય છે અને તે પ્રવેશેલાં પુદગલો ઉત્કટરૂપમાં થાય અને અહીં કંઈક ગંધાય છે એમ ખ્યાલ આવે ત્યારે જ અર્થાવગ્રહ થાય છે. આ રીતે રસના અને ત્વચામાં પણ સમજી લેવું.
પ્રશ્ન - ઈન્દ્રિય અને વિષયનો સન્નિકર્ષ થાય પરંતુ વિષય ન જણાય ત્યાં સુધી જો વ્યંજનાવગ્રહ કહેવાય તો તે જ્ઞાનનો ભેદ કેમ કહી શકાય ? વિષય તો બિલકુલ જણાતો જ નથી. સર્વથા અજ્ઞાતાવસ્થા જ છે.
જ્યાં અલ્પ પણ જ્ઞાનની માત્રા નથી તેવા વ્યંજનાવગ્રહને મતિજ્ઞાનના ભેદ તરીકે કેમ કહી શકાય ? દીપક હોય અને અન્ધકાર હોય એમ કેમ બને ?
ઉત્તર - પ્રશ્નકારની વાત સત્ય છે. પરંતુ વ્યંજનાવગ્રહમાં જ્ઞાન પણ છે અને જ્ઞાનાભાવ પણ છે એમ બન્ને રીતે પણ મતિજ્ઞાનનો ભેદ ગણી શકાય છે તેવો ઉત્તર શાસ્ત્રોમાં આવેલો છે તે આ પ્રમાણે
જેમ માટીનું બનાવેલું નવું શરાવ (કોડીયું-ચપ્પણીયું) લઈએ. તેમાં ક્રમશઃ એક પછી એક જલબિન્દુ નાખીએ. તે શરાવ નવું હોવાથી ચૂસી જશે. એટલે આપણને પાણી નષ્ટ થયું લાગશે, પરંતુ ક્રમશઃ આશરે ૯૯ જલબિન્દુઓ નાંખતાં તે શરાવ રીટું થતાં ૧૦૦મું જલબિન્દુ તે શરાવમાં ટકશે, હવે જો ૧ થી ૯૯ જલબિન્દુઓ સર્વથા નષ્ટ થઈ જ ચૂક્યાં હોય તો ૧૦૦મા જલબિન્દુ વખતે પણ શરાવ તો નવું જ હોવાથી તે ટીપુ પણ ચૂસાઈ જવું જ જોઈએ, પરંતુ ચૂસાતું નથી. તેથી માનવું જ પડે છે કે ૧ થી ૯૯ જલબિન્દુઓનું પાણી ન દેખાતું હોવા છતાં સર્વથા નષ્ટ નથી. તેના હોવાપણાથી જ ૧૦૦મું બિન્દુ સ્થિરતાને પામે છે. તેવી જ રીતે જગાડનારની પહેલી બૂમથી નવમી બૂમ સુધીના કાનમાં પ્રવેશેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org