________________
કર્મવિપાક
શબ્દો સર્વથા નષ્ટ થતા નથી. અલ્પ-અલ્પ જ્ઞાનમાત્રાને તો ખોલતા જ જાય છે. પરંતુ તે જ્ઞાનમાત્રા અલ્પપ્રમાણમાં હોવાથી અનુભવમાં આવતી નથી. અને વૃદ્ધિ પામતાં પામતાં ૧૦૦મા જલબિન્દુની જેમ “હું” કરીને જાગે છે એમ ઉત્કટ જ્ઞાનમાત્રા થાય ત્યારે અર્થાવગ્રહ સ્વરૂપે જણાય છે. સારાંશ કે ૧ થી ૯૯ જલબિન્દુઓ જેમ સર્વથા નષ્ટ નથી તેમ ૧ થી ૯ બૂમમાં જ્ઞાનમાત્રાનો સર્વથા અભાવ નથી. પરંતુ અલ્પજ્ઞાનમાત્રા છે. જેના પ્રતાપે દસમી બૂમે ઉત્કટ જ્ઞાનમાત્રા થવાથી અર્થાવગ્રહ બને છે.
બીજો ઉત્તર એ છે કે ધારો કે વ્યંજનાવગ્રહમાં જ્ઞાનાભાવ જ છે તથાપિ અર્થાવગ્રહાદિ જ્ઞાનમાત્રાનું તે કારણ છે. કારણમાં કાર્યનો ઉપચાર કરીને જ્ઞાનાભાવ હોવા છતાં વ્યંજનાવગ્રહને મતિજ્ઞાન કહેવાય છે.
આ પ્રમાણે ઇન્દ્રિય અને વિષયના સન્નિકર્ષથી ૧ થી ૯૯ જલબિન્દુઓની જેમ તદ્દન અસ્પષ્ટપણે વિકસતી જે જ્ઞાનમાત્રા તે વ્યંજનાવગ્રહ જાણવો અને તે ચક્ષુ-મન વિના શેષ ચાર ઈન્દ્રિયોથી થાય છે. માટે ઈન્દ્રિયોના ભેદથી તે ચાર પ્રકારનો છે, (૧) સ્પર્શનેન્દ્રિય વ્યંજનાવગ્રહ, (૨) રસનેન્દ્રિય વ્યંજનાવગ્રહ, (૩) ઘ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ, (૪) શ્રોત્રેન્દ્રિય વ્યંજનાવગ્રહ. ૪.
હવે અર્થાવગ્રહાદિના ભેદો જણાવે છે. अत्थुग्गह-ईहा-वाय-धारणा करणमाणसेहिं छहा । इय अठ्ठवीसभेअं, चउदसहा वीसहा व सुयं ॥५॥ (अर्थावग्रहेहाऽपायधारणा: करणमानसैः षोढा । इत्यष्टाविंशतिभेदं, चतुर्दशधा विंशतिधा वा श्रुतम्)
શબ્દાર્થ- અસ્થ હિઅર્થાવગ્રહ, હાઈહા, અવાય અપાય, ધાર[= ધારણા, રV=ઈન્દ્રિયો અને, માનહિં મન દ્વારા, છહીં-છ પ્રકારે છે, યે આ પ્રમાણે, નવી મેગં=અઠ્યાવીસ ભેદોવાળું મતિજ્ઞાન છે, ૨૩૮સીચૌદ પ્રકારે, વીસ વીસ પ્રકારે, વૈ=અથવા, સુયં શ્રુતજ્ઞાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org