________________
કર્મવિપાક
૨૭
માનો કે જાય તો પણ અત્યંતર કરણ હોવાથી એકલું કાર્ય કરી શકે નહીં. . જેમ સુથારના હાથમાં રહેલો કુહાડો સુથારથી છૂટો પડે તો કર્યા વિના તે કુહાડો છેદનકાર્ય કરી શકે નહીં. તથા શત્રુંજય કે મેરૂ પર્વતાદિ વિષયો ઉડીને મનવાળા દેશમાં આવતા નથી. માટે મનનો અને વિષયનો સંયોગ ન થતો હોવાથી મન પણ અપ્રાપ્યકારી છે.
પ્રશ્ન - “મારું મન અમુક ઠેકાણે ગયું છે.” આવું તો કહેવાય છે. વ્યાખ્યાનાદિમાં જેનું ચિત્ત ન હોય તેને એમ કહેવાય છે કે “તારું મન ક્યાં ભટકે છે?” તો તમે એમ કેમ કહો છો કે મન બહાર જતું નથી?
ઉત્તર - આ ઉપચારવચન છે. યથાર્થવચન નથી. જેમ અનાજ સારું ઉગ્યું હોય અને અન્તિમ વરસાદની જરૂર હોય ત્યારે જો સમયસર વરસાદ વરસે તો “સોનું વરસે છે,” એમ કહેવાય છે તે ઉપચારવચન છે. સોનું કદાપિ વરસતું જ નથી. પરંતુ સમયસર વરસેલા વરસાદથી અનાજ પાકશે, લોકો કમાશે અને લોકોના ઘરમાં સોનું આવશે માટે “સોનું વરસે છે.” એમ બોલાય છે તેમ મન બીજા વિષયનું ચિંતનમનન કરતું હોય ત્યારે “તારું મન ક્યાં ભટકે છે?” આમ બોલાય છે. દૂર-દૂર દેશમાં રહેલા અગ્નિ-પાણી-સર્પ-કે સિંહાદિ તથા ચંદન-પુષ્પાદિનું ચિંતન-મનન કરવા છતાં મનને ઉપઘાત-અનુગ્રહ થતો નથી માટે મનનો વિષયની સાથે સ્પર્શ નથી તેથી અપ્રાપ્યકારી છે. (આ વિષય વિશેષાવશ્યકમહાભાષ્યમાં તથા રત્નાકરાવતારિકાના બીજા પરિચ્છેદમાં સવિસ્તર ચલો છે ત્યાંથી વિશેષાર્થીએ જોઈ લેવો.) :
આ પ્રમાણે ચહ્યું અને મન વિના શેષ ચાર ઈન્દ્રિયો વિષયની સાથે સંબંધ પામીને વિષયને જાણે છે માટે તે ચાર પ્રાપ્યકારી છે અને તે ચાર ઈન્દ્રિયોનો જ વ્યંજનાવગ્રહ થાય છે. જેમ કે કોઈ પુરુષ ભરઉંઘમાં સૂતો છે તેને જગાડવા માટે જગાડનારે એક પછી એક એમ ક્રમશઃ ૧૦ બૂમો પાડી અને દસમી બૂમે તે “હું” એમ કરીને જાગ્યો : ત્યાં ૧ થી ૯ બૂમ સુધીના જગાડનારના શબ્દો જે તેના કાનમાં પ્રવેશ્યા તે વખતે ઈન્દ્રિયની સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org