________________
૨૬
પ્રથમ કર્મગ્રંથ
રહેલા પાણીને કે અગ્નિને ચક્ષુ જુએ છે ત્યારે પાણીથી ચહ્યું ભીંજાતી નથી અને અગ્નિથી ચક્ષુ બળતી નથી અર્થાત્ વિષયવડે ચક્ષુને અનુગ્રહ-ઉપઘાત થતો નથી માટે ચક્ષુ અપ્રાપ્યકારી છે.
વળી ચક્ષુથી દૂર રહેલું કાજળ દેખાય છે. પરંતુ ચક્ષુમાં આંજેલું કાજળ દેખાતું નથી. તેવી જ રીતે ચક્ષુમાં પડેલું તણખલું, અંદર આંજેલો સુરમો કે અંદર નાખેલું દવાનું ટીપું ચક્ષુથી દેખાતું નથી. દૂર હોય તો જ દેખાય છે માટે ચક્ષુ અપ્રાપ્યકારી છે.
તથા દવાની ભરેલી એક શીશીમાં રહેલી દવાનો સ્વાદ-ગંધ જાણી શકાતા નથી પરંતુ રૂપ જોઈ શકાય છે. માટે પણ ચક્ષુ અપ્રાપ્યકારી છે. ન્યાય અને વૈશેષિક દર્શનકારો એમ માને છે કે ચક્ષુમાંથી સૂર્યના કિરણોની જેમ કિરણો નીકળે છે અને વિષયને સ્પર્શે છે. પરંતુ આ વાત બરાબર નથી. જો કિરણો નીકળતાં હોય તો તે કિરણો દેખાવાં જોઈએ, તથા કિરણોથી દૂર-દૂરનું દેખાય તો અંદર પડેલ તૃણ-અંજનાદિ પણ દેખાવા જોઈએ. પરંતુ દેખાતાં નથી માટે આ દલીલ બરાબર નથી.
કોઈ એવો પ્રશ્ન કરે કે જો ચક્ષુ અપ્રાપ્યકારી છે. તો ભીંત આદિના આંતરામાં રહેલી વસ્તુને પણ ચક્ષુ દેખનાર બનવી જોઇએ, પરંતુ આ દલીલ પણ બરાબર નથી. કારણ કે ચક્ષુની શક્તિ એવા પ્રકારની જ છે કે નિયત દેશમાં રહેલા અસ્પૃષ્ટ વિષયને જાણે છે. જેમ લોહચુંબક દૂર રહેલા લોઢાને ખેંચે છે પરંતુ ભીંત આદિથી અંતરિત કે લાખો યોજન દૂર રહેલા લોઢાને ખેંચતું નથી, તેમ ચક્ષુમાં જાણવું. માટે ચક્ષુ અસ્પષ્ટ વિષયને જાણે છે તેથી અપ્રાપ્યકારી છે.
તેવી જ રીતે મન પણ આત્માની સાથે રહ્યું છતું જ દૂર દૂર રહેલા શત્રુંજય અને મેરૂ આદિ પર્વતોનું અને તેના ઉપર બિરાજમાન તીર્થંકર ભગવન્તોનું ચિંતન-મનન કરે છે. પરંતુ મનનો અને વિષયનો સંયોગ થતો નથી. મન ઈન્દ્રિય હોવાથી આત્માને છોડીને જતી જ નથી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org