________________
કર્મવિપાક
૨૩૫
બે-ચારવાર હાથ નાખવા છતાં જો ન પકડી શકે તો અબહુવિધગ્રાહી, ને પકડી શકે તો બહુવિધગ્રાહી. એમ બે વસ્તુઓના લાલ વગેરે રંગ, મીઠાશ વગેરે સ્વાદ, સુગંધ, અવાજમાં તીણાપણું વગેરેના ઓછા વત્તાપણાને જે પકડી શકે તો બહુવિધગ્રાહી મતિજ્ઞાન જાણવું.
(૫-૬) ક્ષિપ્ર-અક્ષિકગ્રાહી મતિજ્ઞાન - વિષય ઉપસ્થિત થતાં, ક્ષયોપશમની પટુતાના કારણે શીધ્ર નિર્ણય કરી શકે એ ક્ષિપ્રગ્રાહી. ને એમાં વાર લાગે તો અક્ષિપ્રગ્રાહી મતિજ્ઞાન જાણવું. ચશ્માનો નંબર કઢાવવો હોય ત્યારે ઑપ્ટીશ્યન પાકે અડધો નંબરના ફરકવાળા કાચ લગાવી કેવા કાચથી સ્પષ્ટ વંચાય છે એ પૂછે છે ત્યારે કેટલાક માણસો “આ કાચથી સ્પષ્ટ દેખાય છે' એમ તૂર્ત-પ્રથમવારમાં જ નિર્ણય કરી લે છે, જ્યારે કેટલાક, એ કાચ થોડો ફેરવાળો કાચ, બબ્બે-ત્રણ ત્રણ વાર બદલાવી પછી સ્પષ્ટ દેખાવાનો નિર્ણય કરી શકે છે. આ અક્ષિપ્રગ્રાહી મતિજ્ઞાન જાણવું. ને જેઓ તૂર્ત નિર્ણય કરે છે એમનું ક્ષિપ્રગ્રાહી જાણવું.
(૭-૮) નિશ્ચિત-અનિશ્રિતગ્રાહીમતિજ્ઞાન - નિર્ણય કરવામાં બાહ્ય ચિહ્નોહેતુઓની ખૂબ અપેક્ષા રાખે એ નિશ્રિતગ્રાહી, ને એ વિના પણ નિર્ણય કરાવી આપનાર જ્ઞાન એ અનિશ્રિતગ્રાહી. ધ્વજા વગેરે જોઇને અહીં મંદિર હશે એવો નિર્ણય થાય તો એ નિશ્રિતગ્રાહી ને એ વગર પણ થાય તો અનિશ્રિતગ્રાહી.
(૯-૧૦) સંદિગ્ધ - અસંદિગ્ધગ્રાહી મતિજ્ઞાન :- વસ્તુનો નિર્ણય કર્યા પછી પણ એ એમ જ હશે કે અન્યથા ? એવો સંદેહ પડે તે સંદિગ્ધગ્રાહી ને એ નિર્ણય નિઃશંક રહે તો અસંદિગ્ધગ્રાહી. ચશ્માના નંબરનો નિર્ણય કર્યા બાદ પણ કેટલાકને શંકા પડે છે કે આ જ કાચથી બરાબર દેખાતું હતું કે બીજા કાચથી ? તો સંદિગ્ધગ્રાહી. ને કેટલાકને એવી કોઈ શંકા પડતી નથી તે અસંદિગ્ધગ્રાહી.
(૧૨) ધ્રુવ-અધૃવગ્રાહીમતિજ્ઞાન :- એકવાર નિર્ણય કર્યા બાદ એને ભૂલી ન જાય તો ધૃવગ્રાહી. ને ભૂલી જાય તો અધૂવગ્રાહી. એકવાર પણ કોઈ વ્યક્તિને જોઈ હોય ને, કેટલાકને એ યાદ રહી જાય છે તો એ ધૃવગ્રાહી. ને કેટલાકને બીજીવાર એ વ્યકિતની મુલાકાત થાય ત્યારે ઘણું મથવા છતાં પણ એ વ્યક્તિ યાદ ન આવે. આ અધૃવગ્રાહી.
૧૩. પ્રશ્ન :- બહુ-અબહુ વગેરે ભેદો અપાય-ધારણામાં સંભવે એ તો સમજ્યા, પણ અવગ્રહ ને બહામાં શી રીતે સંભવશે? કારણ કે, એ બે માં કોઈ નિર્ણય જ નથી, તો એ બહુ છે કે અબહુ? વગેરે પ્રશ્ન જ ક્યાં રહે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org