________________
૨૩
પ્રથમ કર્મગ્રંથ
ઉત્તર :- ઈહામાં વ્યક્ત રૂપે આ ભેદો ન રહ્યા હોવા છતાં યોગ્યતા રૂપે તો રહ્યા જ હોય છે. અવ્યવહાર રાશિમાં રહેલા શ્રી તીર્થકર દેવના જીવમાં ને અન્ય જીવમાં પરોપકાર કરણ વગેરે કોઈ ભેદ વ્યક્ત રૂપે ન હોવા છતાં યોગ્યતા રૂપે તો હોય જ છે. અથવા મરઘીના ઈંડામાં ને મોરના ઈંડામાં બાહ્ય દૃષ્ટિએ રંગોનો કોઈ ફેર દેખાતો ન હોવા છતાં યોગ્યતા રૂપે એ રહેલો જ હોય છે. મરઘીના ઈંડામાંથી કયારેય મોર પેદા થતો નથી. અબદુગ્રાહી અપાય કરાવનાર અવગ્રહ ને ઈહા બહુગ્રાહી અપાય કયારેય કરાવી શકે નહીં. તેથી અબહુગ્રાહી અપાયની પૂર્વે થયેલા અવગ્રહઈહામાં બહુહી અપાયની પૂર્વે થતા અવગ્રહ-ઇહા કરતાં, બાહ્ય દૃષ્ટિએ કોઈ ભેદ રહ્યો ન હોવા છતાં, અવ્યક્ત રૂપે યોગ્યતા રૂપે ભેદ રહ્યો જ હોય છે. કારણ -ભેદ વિના કાર્ય-ભેદ કયારેય થઈ શકતો નથી. તેથી અવગ્રહ વિગેરેના પણ બહુગ્રાહી વિગેરે ભેદો હોવામાં કોઈ વાંધો નથી.
૧૪. શંકા :- અવગ્રહ-ઇહા-અપાય-ધારણા આ બધાને શ્રુત નિશ્ચિત મતિજ્ઞાનના ભેદો તરીકે કહ્યા છે.
એક વ્યકિતને ચા પીતાં પીતાં નિર્ણય થાય કે “ચા-ફીકી છે... અથવા ચા મીઠી છે. તો આ અપાયાત્મક મતિજ્ઞાનમાં ને એ પૂર્વે થયેલા ઈહા-અવગ્રહમાં શ્રુતનિશ્ચિતપણું શું છે?
સમાધાન :- પોતે જે પ્રવાહી પી રહ્યો છે તે “ચા છે-આ વાત તેમજ પોતાને એનો જે સ્વાદ અનુભવી રહ્યો છે તે સ્વાદ “ફીકો’ કહેવાય (અથવા મીઠો કહેવાય) તે વાત... આ બધું બહુ નાની ઉંમરમાં પોતાની માતા વગેરે આપ્ત વ્યક્તિ પાસેથી જાણેલું. તેથી એમાં મૃતના સંસ્કાર હોવાથી એ શ્રુત નિશ્ચિત છે જ, ને પછી તો જેમ બહુ પ્રકારના અપાયનું કારણ બનનાર ઇહા-અવગ્રહને પણ “બહુ’ પ્રકારના કહેવાય છે. એમ પ્રસ્તુતમાં શ્રુત નિશ્ચિત મતિજ્ઞાન સ્વરૂપ “અપાય” ના કારણભૂત ઇહાઅવગ્રહને પણ કૃતનિશ્ચિત કહેવાય છે. મતિજ્ઞાની શ્રુતની નિશ્રાએ ધર્માસ્તિકાયાદિ સર્વદ્રવ્યોને, લોક-અલોક સર્વ ક્ષેત્રને, ત્રણે કાળને જાણી શકે છે. પણ આ સર્વ દ્રવ્યાદિના અમુક પર્યાયોને જાણી શકે છે, સર્વ પર્યાયોને નહીં.
મતિજ્ઞાનને આભિનિબોધિક જ્ઞાન પણ કહે છે.
અભિ = સન્મુખ પદાર્થને, નિ = નિશ્ચયાત્મક બોધ એ અભિનિબોધ, એને સ્વાર્થમાં ક પ્રત્યય લાગીને “આભિનિબોધિક' શબ્દ બન્યો છે એમ જાણવું.
૧૫. પ્રશ્ન :- શ્રુતજ્ઞાન અને કૃતનિશ્રિત મતિજ્ઞાન આ બે માં શું તફાવત છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org