________________
કર્મવિપાક
૨૩૭
ઉત્તર :- “આને ઘડો કહેવાય એવું જે અનુભવીને વચનથી સૌ પ્રથમવાર જાણું તે શ્રુતજ્ઞાન છે. ત્યારબાદ બીજી-ત્રીજી વગેરે વાર જ્યારે ઘડો એની નજરમાં આવે ત્યારે ત્યારે આવા પદાર્થને પેલા વડીલે (શું કહ્યું હતું?... એમ કહીને વડીલના વચનને યાદ કરવાનો પ્રયાસ થાય અને તે યાદ આવતાં હાં...) ઘડો કહ્યો હતો એમ એમના વચનને યાદ કરીને “આ ઘડે છે.' વગેરે જે બોધ થાય છે તે પણ શ્રુતજ્ઞાન છે. આ રીતે બે ચાર વાર થયા બાદ અભ્યાસ થઇ ગયો હોવાના કારણે જ્યારે ઘડો નજરમાં આવે છે ત્યારે વડીલનું વચન યાદ કર્યા વગર જ “આ ઘડો છે” વગેરે બોધ એને થઈ જાય છે. આ બોધ થતી વખતે આપ્ત પુરુષના વચનને અનુસરવાનું થયું ન હોવાના કારણે આ શ્રુતજ્ઞાન નથી પણ મતિજ્ઞાન જ છે. છતાં પૂર્વકાલીન શ્રતના સંસ્કાર પોતાનો ભાગ ભજવી રહ્યા છે, માટે એ શ્રુતનિશ્રિત મતિજ્ઞાન છે. એમ, જીવ વિચારની ગાથા પરથી કે ગુરુદેવની પાસે અધ્યયન કરવાથી જાણવા મળ્યું કે તેઉકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩ અહોરાત્ર હોય છે. આ શ્રુતજ્ઞાન છે. ફરીથી તેઉકાયનું આયુષ્ય કેટલું? એ પ્રસ્તાવમાં ગાથા વિચારવી પડે કે “વાવીયા પુઢવી... Tળ તેમ તિરસ્તાઝ' ને એના પરથી જાણે કે તેઉકાયનું આયુષ્ય ૩ દિવસ-રાત હોય છે, અથવા અધ્યાપકના વચનો વિચારવા પડે છે. પૃથ્વીકાયનું... બાવીસ હજાર વરસ કહ્યું હતું.. અપૂકાયનું... (કેટલું કહ્યું હતું? હા) સાત હજાર વર્ષ કહ્યું હતું... તેઉકાયનું? ૩ દિવસ રાત કહ્યું હતું. હા તેથી તેઉકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ અહોરાત્ર છે. આ રીતે ગ્રન્થને (ગ્રન્થગત ગાથાને) કે આપ્ત પુરૂષના વચનને યાદ કરવાં પડે ને પછી બોધ થાય તો એ શ્રુતજ્ઞાન જ છે. પણ વારંવાર પુનરાવર્તન કરવાથી પછી આ પદાર્થો એવા સહજ થઈ જાય છે કે જેથી ગાથા કે આપ્ત પુરૂષના વચનને યાદ કર્યા વગર.... એકદમ સહજ રીતે તેઉકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩ દિવસ-રાત હોય છે. એમ પોતે જાણી શકે છે-કહી શકે છે અને તેથી એમાં ગ્રન્થગત ક્રમને કે આપ્ત પુરૂષે જે ક્રમમાં ભણાવેલું હોય તે ક્રમને પણ અનુસરવું આવશ્યક હોતું નથી. આડું અવળું કાંઈ પણ પૂછવામાં આવે કે પોતે નિરૂપણ કરે તો પણ સહજ રીતે જવાબ આપી શકે-નિરૂપણ કરી શકે. આવી અવસ્થામાં એ બોધ શ્રતને (=ગ્રન્થને કે આપ્ત પુરૂષના વચનને) અનુસર્યા વગર થતો હોવાથી એ શ્રુતજ્ઞાન નથી, પણ મતિજ્ઞાન છે. છતાં પૂર્વે એ જાણકારી શ્રુતથી મેળવી હતી, માટે શ્રુતના સંસ્કાર હોવાથી આ શ્રુત નિશ્ચિત મતિજ્ઞાન કહેવાય છે.
અથવા, ચા પીતી વખતે મીઠાશનો થતો અનુભવ એ મતિ છે એમાં “ચા મીઠી છે' આ રીતે શબ્દો સંભળાય એ શ્રુતની નિશ્રા છે, એવો અર્થ પણ વિચારી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org