________________
૨૩૮
પ્રથમ કર્મગ્રંથ
૧૬. સંજ્ઞીશ્રુત - અસંજ્ઞીશ્રુત - મનવાળા (=સંજ્ઞી) જીવોનું શ્રુતજ્ઞાન એ સંજ્ઞીશ્રુત અને એકેન્દ્રિયાદિ મન વગરના (અસંજ્ઞી) જીવોનું શ્રુતજ્ઞાન એ અસંજ્ઞીશ્રુત.
શાસ્ત્રોમાં સંજ્ઞાઓનું અનેક રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે. એમાં પ્રસ્તુતમાં હેતુવાદોપદેશિકી, દીર્ઘકાલિકી અને દૃષ્ટિવાદોપદેશિકી એ ત્રણ સંજ્ઞાઓ જણાવવામાં આવે છે. પ્રવૃત્તિ કરવી કે નિવૃત્તિ? એનો નિર્ણય કરાવનાર જ્ઞાન છે. આ નિર્ણય માત્ર વર્તમાન પરિસ્થિતિને અનુસરીને કરાવનાર જ્ઞાન (સંજ્ઞા) એ હેતુવાદોપદેશિકીસંજ્ઞા છે. આ ભવના સ્વકીય અનુભવ વગેરેને અનુસરીને એનો નિર્ણય કરાવનાર સંજ્ઞા એ દીર્ઘકાલિકી સંજ્ઞા છે. દૃષ્ટિવાદને (=સર્વજ્ઞ વચનોને) અનુસરીને એ નિર્ણય કરાવનાર જ્ઞાન એ દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા કહેવાય છે. દષ્ટિવાદના જાણકાર (પૂર્વધર) મહાત્માઓને આ સંજ્ઞા હોય છે. અથવા બધા સમ્યગૃષ્ટિ જીવોને આ સંજ્ઞા કહેવાય છે. દષ્ટિવાદમાં દૃષ્ટિ એટલે સ્યાદ્વાદ દૃષ્ટિ-અનેકાન્ત દૃષ્ટિ. સામાન્યથી સમ્યકત્વના ક્ષયોપશમ સાથે જ્ઞાનાવરણનો એવો ક્ષયોપશમ થઈ જતો હોય છે કે જેથી અનેક દૃષ્ટિકોણ ખુલે છે. તેથી હેય-ઉપાદેય... આશ્રવ-સંવર વગેરે વિભાજન અંગે એકાન્તઆગ્રહ છૂટી જાય છે. મિથ્યાષ્ટિ જીવ કેરીને ખાદ્ય જ માનતો હોય છે. જ્યારે સમ્યકત્વી જીવ એને રાગાદિનું નિમિત્ત હોવાથી એ રૂપે અખાદ્ય પણ માનતો હોય છે. તેથી સમગ્રષ્ટિ જીવોને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા હોવી કહેવાય છે.
૧૭. સમ્યગુષ્ટિ જીવ સર્વજ્ઞ પ્રણીત શાસ્ત્રોના અધ્યયનથી જે રીતે હેયઉપાદેય પદાર્થોનો યથાર્થ વિભાગ કરે છે એ જ રીતે અન્ય ધર્મીઓના ગ્રન્થ પરથી પણ પોતાના સમ્યકત્વના પ્રભાવે સર્વજ્ઞને માન્ય હોય એ રીતનો જ હેય-ઉપાદેય પદાર્થોનો યથાર્થ વિભાગ કરે છે, તેથી એના માટે એ સમ્યકશ્રુત રૂપે જ પરિણમે છે.
જ્યારે મિથ્યાત્વી જીવ, કદાચ સર્વજ્ઞનાં શાસ્ત્રો ભણે તો પણ, એની બુધ્ધિ મિથ્યાત્વથી ઉપહત હોવાના કારણે હેય-ઉપાદેય પદાર્થોનું યથાર્થ વિભાજન કરી શકતો નથી, એટલે કે સર્વજ્ઞના વચનોનું અર્થઘટન પણ એ એવું કરે છે કે જેથી સર્વજ્ઞને હેય તરીકે અભિપ્રેત પદાર્થ એને ઉપાદેય ભાસે છે અને સર્વજ્ઞને ઉપાદેય તરીકે અભિપ્રેત પદાર્થ એને હેય ભાસે છે. તેથી જૈન ગ્રન્થો ભણવા છતાં એનું શ્રુત મિથ્યાશ્રુત જ રહે છે.
છે. જો કે મિથ્યાત્વી જીવ પણ ઘડાને ઘડા તરીકે જ જાણે છે. એટલે વ્યવહારથી એનું આ જ્ઞાન ભ્રમ (કમિથ્યા) નથી કહેવાતું. છતાં નીચેનાં ચાર કારણોએ એનું જ્ઞાન મિથ્યા કહેવાય છે. (૧) એને સદસનો વિવેક હોતો નથી. ઘડો, પટ રૂપે અસત હોવા છતાં, મિથ્યાત્વી ઘડાને સર્વથા સત્ માને છે. કથંચિત્ (ઘટ રૂપે) સત અને કથંચિદ્ર (પટાદિ રૂપે) અસત્ એમ સદસત્ નથી માનતો, માટે એનું જ્ઞાન મિથ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org