________________
કર્મવિપાક
૨૩૯
(૨) સમ્યગુ જ્ઞાન તો મોક્ષનું કારણ છે. જયારે મિથ્યાત્વીનું જ્ઞાન સંસારનું કારણ બનતું હોય છે માટે મિથ્યા છે.
(૩) એ, ગીતાર્થ ગ્રન્થકારોના અભિપ્રાય મુજબ ગ્રન્થ-ગત વચનોનો અર્થબોધ કરતો નથી, પણ પોતાની ઇચ્છા મુજબ અર્થબોધ કરે છે, માટે મિથ્યા છે.
(૪) જ્ઞાન કન્નવિરતિ મિથ્યાત્વીનું જ્ઞાન વિરતિ લાવી આપતું નથી, માટે મિથ્યા છે.
૧૮. ૧૪ પૂર્વો અને તેનાં પદો આ પ્રમાણે છે. (૧) ઉત્પાદપૂર્વ-૧ ક્રોડ
(૨) અગ્રાયણીપૂર્વ-૯૬ લાખ (૩) વીર્ય પ્રવાદ-૭૦ લાખ
(૪) અતિ પ્રવાદ-૬૦ લાખ (૫) જ્ઞાન પ્રવાદ-૯૯,૯૯,૯૯૯ (૬) સત્ય પ્રવાદ-૧000000૬ (૭) આત્મ પ્રવાદ-૨૬ કરોડ
(૮) કર્મ પ્રવાદ-૧૮OOOOOO (૯) પ્રત્યાખ્યાન પ્રવાદ-૮૪ લાખ (૧૦) વિદ્યા પ્રવાદ-૧૦૦૧0000 (૧૧) કલ્યાણ પૂર્વ-૨૬ ક્રોડ
(૧૨) પ્રાણાયુ-પ૬ લાખ ક્રોડ (૧૩) ક્રિયા વિશાલ-૯ ક્રોડ
(૧૪) લોક બિન્દુસાર-૧૨૫OOOO પ્રથમ પૂર્વને લખવા માટે ૧ હાથી પ્રમાણે શાહીની ભૂકી જોઇએ બીજા પૂર્વને લખવા માટે ૨ હાથી પ્રમાણ.... ત્રીજા પૂર્વ માટે ૪ હાથી પ્રમાણ.. એમ ઉત્તરોત્તર જાણવું.
આ હાથી કયો લેવાનો? પંચમ કાળનો-વર્તમાનનો? ચોથા આરાનો? મહાવિદેહનો? આવો પ્રશ્ન ઘણાને ઉઠતો હોય છે. આનો સમાધાનકારી ઉત્તર એ છે કે તે તે કાળમાં જે તંદુરસ્ત યુવાન હાથી એ લેવો જોઇએ. જે કાળમાં હાથીની અવગાહના મોટી હોય એ કાળમાં મનુષ્યની અવગાહના પણ મોટી જ હોવાથી સામાન્ય રીતે લખાતા અક્ષરો મોટા જ હોય, તેથી હાથી મોટો હોવાના કારણે સહીની ભૂકી ભલે વધારે આવે, અક્ષરો તો એટલા જ લખાવાના. અર્થાત શ્લોકોનું પ્રમાણ તો સરખું જ રહેવાનું.
૧૯. જેમ જેમ વિશુધ્ધિ વધે છે તેમ તેમ અવધિજ્ઞાન દ્રવ્યાદિથી વધતું જાય છે. દ્રવ્યાદિ ચારમાં કાળ સહુથી સ્થૂલ છે, તેનાથી ક્ષેત્ર સૂક્ષ્મ છે, દ્રવ્ય સૂક્ષ્મતર છે ને ભાવ (પર્યાયો) સૂક્ષ્મતમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org