________________
૨૪૦
પ્રથમ કર્મગ્રંથ
એક સમયમાં જીવ અસંખ્ય આકાશ પ્રદેશો (ઉત્કૃષ્ટથી ૧૪ રાજ જેટલા) ઉલ્લંઘી શકે છે, જેનાથી જણાય છે કે કાળ કરતાં ક્ષેત્ર સૂક્ષ્મ છે. એક આકાશ પ્રદેશમાં અનંતા પરમાણુ વગેરે દ્રવ્યો રહી શકે છે, તેથી ક્ષેત્ર કરતાં પણ દ્રવ્ય સૂક્ષ્મ છે. ને એક એક દ્રવ્યમાં અનંતા પર્યાયો રહ્યા હોવાથી દ્રવ્ય કરતાં પર્યાય સૂક્ષ્મ છે. તેથી અવધિજ્ઞાનના વિષયભૂત કાળમાં વૃદ્ધિ થાય તો શેષ, ક્ષેત્રાદિ ત્રણમાં અવશ્ય વૃદ્ધિ થાય છે. પણ ક્ષેત્રની વૃદ્ધિમાં કાળની વૃદ્ધિ ભજનાએ થાય છે, એટલે કે થાય કે ન પણ થાય, છતાં દ્રવ્ય અને ભાવની વૃદ્ધિ અવશ્ય થાય જ છે. દ્રવ્યની વૃદ્ધિમાં કાળ, ક્ષેત્રની વૃદ્ધિ ભજનાએ, ભાવની વૃદ્ધિ અવશ્ય થાય. ભાવની વૃદ્ધિમાં શેષ ત્રણની વૃદ્ધિ ભજનાએ થાય છે.
૨૦. દર્શનાવરણ કર્મ :
વસ્તુનો સામાન્ય બોધ એ દર્શન. એનું આવરણ કરનાર કર્મ એ દર્શનાવરણ કર્મ. આ દ્વારપાળ જેવું છે. આ દ્વારપાળના દૃષ્ટાન્તમાં રાજા દર્શનીય છે. લોકોને રાજાનું દર્શન કરવાની ઇચ્છા છે ને એ માટે લોકો પ્રયત્ન કરે છે, તો પણ દ્વારપાળ તેઓને રાજાનાં દર્શન થવા દેતો નથી. એમ દર્શનીય પદાર્થોના દર્શનની જીવને ઇચ્છા હોવા છતાં તેને તદર્થક પ્રયત્ન હોવા છતાં, દર્શનાવરણ કર્મ એ દર્શન થવા દેતું નથી. માટે એ દ્વારપાળ સમાન છે. આ પ્રમાણે ઉપનય જાણવો.” કર્મગ્રન્થની વૃત્તિમાં આ પ્રમાણે જણાવ્યું છે
यथा राजानं द्रष्टुकामस्याप्यनभिप्रेतस्य लोकस्य वेत्रिणा स्खलितस्य राज्ञो दर्शनं नोपजायते, तथा दर्शनस्वभावस्याप्यात्मनो येनावृतस्य स्तम्भकुम्भाम्भोरुहादिपदार्थसार्थस्य न दर्शनमुपजायते, तद् वेत्रिसमं दर्शनावरणम्।
આમાં દર્શનીય તરીકે રાજા, અને જોવાની ઇચ્છાવાળા (જોનાર) તરીકે લોકને જણાવેલ છે, તેથી ઉક્ત ઉપનય જાણવો. છતાં વૃત્તિકારે જ સાક્ષીપાઠ તરીકે જે ગાથા આપેલી છે તેમાં “ગદ યા તદ નીવો'' એમ કહેલું છે એટલે એને અનુસરીએ તો દર્શનીય તરીકે લોકો અને દર્શનકર્તા જીવ તરીકે રાજા, એવો પણ ઉપનય જાણવો, આવા ઉપનયામાં બહાર દર્શનીય પદાર્થો, વચ્ચે કર્મ, અને અંદર દર્શનાર્થી જીવ છે. બહાર લોકો, વચ્ચે દ્વારપાળ અને અંદર રાજા. આવું દાર્દાન્તિક અને દૃષ્ટાન્ત વચ્ચેનું સામ્ય જાણવું
૨૧. જો કે પ્રચલાની આવી વ્યાખ્યા કરવામાં કેટલાક પ્રશ્નો ઉભા થાય છે. સાડા બાર વર્ષનાં છદ્મસ્થ કાળમાં પ્રભુ વીરનો નિદ્રાકાળ એક મુહૂર્તથી અધિક ન
આમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org