________________
કર્મવિપાક
'
૨૪૧
હતો. વળી તેઓની અપ્રમત્તતાને ભારંડ પંખીની ઉપમાથી સમજાવાયેલી છે. આના પરથી પ્રભુએ નિદ્રા પર કેવો વિજય મેળવ્યો હશે તે સમજી શકાય છે. આવા નિદ્રા વિજેતા પ્રભુને પણ કાયોત્સર્ગમાં ઉભા હતા ત્યારે અલ્પ નિદ્રા આવી જેમાં પ્રભુએ સ્વપ્નો જોયાં. આ ઉભા ઉભા ઝોકું આવવા જેવી નિદ્રા આવી છે, તો શું એને “પ્રચલા” માનવાની?
આ પંચમ-વિષમ કાળમાં વિરલ કહી શકાય એવા પાંચે આચારના પાલનમાં અપ્રમત્ત સાધક સ્વ. પૂજ્યપાદ ગુરુદેવ આ. ભગવંત શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. માત્ર ૩-૪ કલાકની નિદ્રા લેતા. પણ તેથી કયારેક શ્રમિત શરીરના કારણે વિહારમાં ચાલતાં ચાલતાં પણ ઝોકું આવી જતું... અત્યંત અપ્રમત્ત સાધકને પ્રચલા પ્રચલા પ્રકારની નિદ્રા હોય એવું માનવા દિલ શી રીતે તૈયાર થાય? તેમ છતાં, આ પ્રસિદ્ધ વ્યાખ્યાને અનુસરીને વીર પ્રભુની નિદ્રાને પ્રચલા પ્રકારની કે સ્વ. ગુરુદેવની નિદ્રાને પ્રચલા પ્રચલા પ્રકારની માની લઈએ, તો પણ એક બીજો પ્રશ્ન ઊભો થાય છે કે આવી રીતે આવેલી નિદ્રામાં એ વ્યક્તિ જરાક હાથ અડાડવાથી કે એમનું નામ બોલવા માત્રથી જાગી તો જાય જ છે. તેથી ‘સુદ પડવોહી નિદ્દા’ વ્યાખ્યાનુસારે એમની નિદ્રાને નિદ્રાજ માનવી પડે છે. વળી એ નિદ્રા ઉભા ઉભા આવી રહી છે, માટે પ્રચલા માનવી પડે છે. તો હવે એ નિદ્રાને કયા પ્રકારની માનવી? નિદ્રા કે પ્રચલા? કારણ કે બન્નેનાં પ્રસિદ્ધ લક્ષણ એમાં રહેલાં છે. •
આ પ્રશ્નના સમાધાન માટે આવી વિચારણા (પ્રસ્તુત શ્લોકના ઉત્તરાર્ધ્વની આવી વ્યાખ્યા) કરી શકાય કે નહી? એનો ગીતાર્થો વિચાર કરે. પ્રથમ બે નિદ્રાની વ્યાખ્યામાં, આદમી કેવી રીતે સૂઈ રહ્યો છે એની કોઈ વાત નથી કરી, પણ એને શી રીતે ઉઠાડી શકાય-નિદ્રા ત્યાગ કઈ રીતે થાય એની વાત કરી છે. એટલે પ્રચલા વગેરેની વ્યાખ્યામાં પણ નિદ્રાત્યાગની પ્રક્રિયાને જો સાંકળી લઈએ પરંતુ નિદ્રાની પદ્ધતિને નહીં, તો સમાધાન મળી શકે. જે નિદ્રાનો ત્યાગ ચપટી વગાડવા માત્રથી કે નામ બોલવા માત્રથી થઇ જાય તે નિદ્રા.
જે નિદ્રાનો ત્યાગ ચપટી વગાડવા માત્રથી કે નામ બોલવા માત્રથી ન થાય, પણ ઢંઢોળવાથી-પાણી છાંટવાથી થાય તે નિદ્રા નિદ્રા. ઢંઢોળવું વગેરે કરવા છતાં પણ નિદ્રાનો ત્યાગ ન થાય... પણ સૂતેલાને પથારીમાં પકડીને બેઠો કરી દેવાથી કે ઉભો કરવાથી જ એની ઉંઘ ઉડે... આવી નિદ્રા એ પ્રચલા, બેઠો કે ઉભો કરી દેવા છતાં જે આદમી નિદ્રામાંથી જાગ્રત ન થાય. એને પાંચ-પચ્ચીશ ડગલાં ચલાવવા પર જ એની ઉંઘ ઉડે.... આવી નિદ્રા એ પ્રચલા-પ્રચલા, ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org