________________
૨૩૪
પ્રથમ કર્મગ્રંથ
શકતો હોય તો તો જેમાં શબ્દેન્દુ ધર્મ છે જ નહીં એવા રૂપ વગેરેનો પણ “આ શબ્દ છે એવો બોધ શા માટે ન થાય? પણ એ થતો નથી. માટે એ સન્મુખ પદાર્થના ધર્મોને નજરમાં લેવા આવશ્યક છે એ જણાય છે. જ્યારે સન્મુખસ્થિત ઘડાના દ્રવ્યત્વ-ગુણ વગેરે ધર્મો જ નજરમાં આવે છે ત્યારે એનો નિર્ણય “આ દ્રવ્ય છે” એવો જ થઈ શકે છે, પણ “આ મૃન્મય પદાર્થ છે વગેરે નહીં. કારણ કે જળ વગેરે અમૃન્મય પદાર્થમાં પણ આ દ્રવ્યત્વ, ગુણ વગેરે ધર્મો રહ્યા હોવાથી નજરમાં આવી શકે છે ને તેથી એનો પણ “આ દ્રવ્ય છે' એવો નિર્ણય તો થઇ જ શકે છે.
આ મૃન્મય પદાર્થ છે' એવો નિર્ણય ત્યારે જ થાય છે જ્યારે મૃત્મય પદાર્થના મૃન્મયત્વ વગેરે વિશિષ્ટ ધર્મોને નજરમાં લેવામાં આવ્યા હોય અને (અથવા) અમૃન્મય (જળ વગેરે) પદાર્થના જળત્વ વગેરે વિશિષ્ટ ધર્મો સામા પદાર્થમાં નથી, એ રીતે, અમૃન્મય પદાર્થના ધર્મોની બાદબાકી થયેલી હોય.
એમ અઘટના વિશિષ્ટ ધર્મોની બાદબાકી થયેલી હોય કે-અને ઘટના વિશિષ્ટધર્મો નજરમાં આવ્યા હોય તો જ “આ ઘડો છે' એવો નિર્ણયાત્મક બોધ થાય છે.
આ, ઘટના વિશિષ્ટધર્મો નજરમાં લેવા કે-અને અઘટ (=ઘટભિન્ન) પદાર્થોના વિશિષ્ટધર્મોની બાદબાકી કરવી. એ જ તો ઇહા છે. એટલે ઇહા થયા વગર અપાય થતો નથી એ વાત સિદ્ધ થાય છે.
૧૨. શ્રતનિશ્રિતમતિજ્ઞાનના બહુ-અબહુ વગેરે ભેદોની સમજણ નીચે મુજબ જાણવી
(૧-૨) બહુ-અબદુગ્રાહી મતિજ્ઞાન :- એક ઇન્દ્રિયના અનેક વિષયો એક સાથે ઉપસ્થિત થવા પર એ બધા વિષયોને અલગ-અલગ જાણી શકે એ બહુગ્રાહીમતિજ્ઞાન. ને જે એ બધા વિષયોને અલગ-અલગ તારવી ન શકે એ અબહુગ્રાહીમતિજ્ઞાન. જેમકે ચેવડો ખાતી વખતે આ સીંગનો સ્વાદ. આ પૌઆનો સ્વાદ. આ દાળનો સ્વાદ.. આમ અલગ-અલગ સ્વાદ પારખી શકે તો બહુગ્રાહીમતિજ્ઞાન, ને એ અલગ અલગ ન પકડતાં ચેવડા તરીકે જ આસ્વાદે તો અબદુગ્રાહીમતિજ્ઞાન.
(૩-૪) બહુવિધ-અબહુવિધગ્રાહી મતિજ્ઞાન :- એક જ ઇન્દ્રિયના એક જ પ્રકારના અલગ-અલગ વિષયોમાં જે તરતમતા-ભેદ રહ્યો હોય તેને પકડી શકે એ બહુવિધગ્રાહીમતિજ્ઞાન. ને એ ભેદ પકડી ન શકે તો અબહુવિધગ્રાહીમતિજ્ઞાન. જેમ કે ઠંડકનો સામાન્ય ફેરફાર ધરાવતાં બે પાણીમાં કયું વધારે ઠંડું છે ને કયું ઓછું? એને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org