________________
૨૦૪
પ્રથમ કર્મગ્રંથ : સંક્ષિપ્ત સમાલોચના
પ્રથમ જમણા પગ ઉપડે છે અને સ્ત્રીના પ્રથમ ડાબા પગ ઉપડે છે, માટે હાથી નથી પરંતુ હાથણી છે. તથા બન્ને બાજા સુંદર વૃક્ષાની ઘટા હાવા છતા એક બાજુના વૃક્ષામા સૂંઢ નાખેલી છે. બીજી બાજુના વૃક્ષેા અખંડ છે. માટે તેણીને બીજી સાઇડ દેખાતી નથી. તેથી એક આખે કાણી છે. તે હાથણીને જ્યા બેસાડવામા આવી છે. અને તેના ઉ૫૨થી ઉતરેલી સ્ત્રીનાં પગલા જે રેતીમા પડેલ છે તેમા શંખ-કમળ-આદિ ઉત્તમ પ્રતિકા દેખાય છે માટે આ સ્ત્રી મોટા ઘરની પત્ની છે. નજીકમા જ તેની લઘુનીતિ કરવા માટે બેસવા-ઉઠવાની રીતિથી જણાય છે કે તે સગર્ભા અને પૂર્ણ દિવસવાળી છે. આવાં સાંકેતિક ચિહ્નોથી વસ્તુ સમજવા માટેની જે બુદ્ધિ તે વૈનયિકી બુદ્ધિ સમજવી.
(૩૬) પ્રશ્ન = કાર્મિકી બુદ્ધિ ઉપર કેાઇ દૃષ્ટાન્તા જાણીતા છે ?
ઉત્તર
સોનીની, દરજીની, હજામની, રસાઇની, વિગેરે સર્વે કળાએ કામ કરતાં કરતાં જ વિકસે છે તે કાર્મિકી બુદ્ધિ છે.
=
(૩૭) પ્રશ્ન = પારિણામિકી બુદ્ધિ ઉપર કોઇ દૃષ્ટાન્ત છે ? ઉત્તર એક રાજાની રાજસભામાં વૃદ્ધ-અનુભવી મંત્રીઓ હતા, પરંતુ શરીરે વૃદ્ધ હોવાથી દેદીપ્યમાન શરીરવાળા ન હતા, તેઓની સાથે યુવાન્ મંત્રીઓ પણ કામકાજ કરતા હતા, પરંતુ યુવાન્ મંત્રીઓ યુવાવસ્થાના કા૨ણે દેદીપ્યમાન શરીરવાળા હોવાથી પ્રતિદિન રાજાને સમજાવે કે આ વૃદ્ધ મંત્રીઓ હવે થાકી ગયા છે. સાએઠ વર્ષ ઉપરની ઉંમર થવાથી નષ્ટ બુદ્ધિવાળા થયા છે. માટે તેઓને રજા આપીને અમારૂં સ્થાન વધારવું જોઇએ, પરંતુ રાજા ચકોર હતો, તેણે અવસરે જોઇશું, એમ કહીને આ ચર્ચા દબાવી દીધી.
Jain Education International
**
એક વખત બન્ને પ્રકારના મંત્રીઓની પરીક્ષા કરવા માટે રાજાએ ભરસભામાં બન્ને પ્રકારના મંત્રીઓને એક પ્રશ્ન પૂછ્યો, કે હે મંત્રીઓ! આવી ભરસભામાં બેઠેલા, ચારે તરફ સંપૂર્ણ સંરક્ષણવાળા તમારા આ રાજાને કોઇ તમાચો અથવા પગની પાટુ મારી જાય તો તેને શું શિક્ષા કરાય ?
For Private & Personal Use Only
www.jainelibrary.org