________________
કર્મવિપાક
૨૦૩
(૩૫)
રોહિણીયા ચોરે ગામલોકોને પૂછ્યું. ગામલોકોએ ચિંતાનું કારણ જણાવ્યું, રોહિણીયા ચારે પોતાની ઔત્પાતિકી બુદ્ધિના પ્રભાવે તુરત ગામલોકોને સમજાવ્યું કે લાકડીનો ઘોડો કરીને સભામાં જવાનું, જેથી ચાલતા પણ ન કહેવાય અને વાહન ઉપર પણ ન કહેવાય, સીંગ-ચણા ફાકતા ફાકતા જવાનું, જેથી ભોજન કરીને પણ ન કહેવાય અને ભુખ્યા પણ ન કહેવાય, કાણાંવાળી કામળી ઓઢીને જવાનું, જેથી તડકે પણ ન કહેવાય અને છીયે પણ ન કહેવાય, સંધ્યા સમયે જવાનું, જેથી રાત્રિ પણ ન કહેવાય અને દિવસ પણ ન કહેવાય, ઈત્યાદિ ઉકેલ મળી આવતા ગામલોકો હરખાયા, સપ્તાહ પછી ઉપર પ્રમાણે રાજસભામાં ગયા- રાજાએ કડકાઇથી પ્રશ્ન કર્યો કે તમને આ પ્રશ્નો કોણે ઉકેલી આપ્યા? સાચું બોલો, નહી તો તમારે જ વધ થશે. ઈત્યાદિ કહેતાં રોહિણીયા ચોરનું નામ આપ્યું અને તેને પકડવામાં આવ્યો, આવી આકસ્મિક બુદ્ધિ, તત્કાલ જવાબ આપે એવી જે બુદ્ધિ તે ઔત્પાતિકી બુદ્ધિ. પ્રશ્ન = વૈનાયિકી બુદ્ધિ ઉપર કઈ દૃષ્ટાન્ન છે? ઉત્તર = એક જ ગુરુજી પાસે બે શિષ્યો ભણતા હતા-એક પરમ વિનીત હતો, બીજો અવિનીત હતો, ગુરુજી બન્નેને સરખું જ ભણાવે, પરંતુ ગુરુજીના વિનયના પ્રભાવે વિનીતને સારી બુદ્ધિ ઉત્પન્ન થતી હતી, છતાં બન્ને મિત્રો હતા.
એક વખત જંગલમાં રેતીની અંદર હાથીનાં પગલાં પડેલાં દેખીને વિનીતે અવિનીતને પૂછ્યું કે હે મિત્ર ! આ પગલાં ઉપરથી તને શું સમજાય છે? અવિનીતે ઉત્તર આપ્યો કે હાથી અહીંથી ગયો હોય એમ લાગે છે. બીજું કંઈ સમજાય છે ? ના, આ પગલાંમાંથી બીજું શું સમજાય ? વિનીતે કહ્યું કે જો હાથી નહિ પરંતુ હાથણી ગયેલી છે. વળી તે હાથણી એક આંખે કાણી છે. તેના ઉપર રાજાની રાણી (અથવા મોટા ઘરની સ્ત્રી) બેઠેલી છે. તે સ્ત્રી સગર્ભા છે. અને પૂર્ણ દિવસવાળી છે. અવિનીતે પૂછ્યું કે આવું કેવી રીતે સમજાય છે? ત્યારે વિનીતે સમજાવ્યું કે ગતિક્રિયામાં પ્રથમ ડાબો પગ ઉપડેલો છે તે એમ સૂચવે છે. કે આ પુરુષ નથી. પરંતુ સ્ત્રી છે. ગતિક્રિયામાં પુરુષનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org