________________
૨૦૨
પ્રથમ કર્મગ્રંથ : સંક્ષિપ્ત સમાલોચના
(૩૦) પ્રશ્ન = ચહ્યું અને મનનો વ્યંજનાવગ્રહ ન થવાનું કારણ શું?
ઉત્તર = આ બન્ને ઇન્દ્રિયો અપ્રાપ્યકારી છે. એટલે કે વિષયની સાથે સંયોગ પામ્યા વિના વિષયને જાણી શકે છે. માટે વ્યંજનાવગ્રહ નથી, બાકીની ચાર ઈન્દ્રિયો પ્રાપ્યકારી છે. માટે વ્યંજનાવગ્રહ છે. અગ્નિ અને જલાદિને ચક્ષુથી જોતાં, અને મનથી વિચારતાં ચહ્યું અને મનને
ઉપઘાત-અનુગ્રહ થતો નથી, માટે અપ્રાપ્યકારી છે. (૩૧) પ્રશ્ન = મતિજ્ઞાનના શ્રુતનિશ્રિતના કુલ ભેદો કેટલા થયા?
ઉત્તર = ઈન્દ્રિયોના ભેદોથી વ્યંજનાવગ્રહના ૪, અર્થાવગ્રહના ૬,
ઇહાના ૬, અપાયના ૬, અને ધારણાના ૬, કુલ ૨૮ ભેદો થાય છે. (૩૨) પ્રશ્ન = આ ૨૮ ભેદોથી વધારે ભેદો તો હવે નથી ને ?
ઉત્તર = છે, તેના પણ બહુ-અબહુ-બહુવિધ-અબહુવિધ વિગેરે બાર
બાર પ્રતિભેદો હોવાથી ૨૮૧૨–૩૩૬ ભેદો થાય છે. (૩૩) પ્રશ્ન = વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ જ તદ્દન અસ્પષ્ટ છે તેના
વળી આવા સૂક્ષ્મ-સૂક્ષ્મ બાર-બાર ભેદ કેમ હોઈ શકે? ઉત્તર = કારણમાં ભેદ હોય તે જ કાર્યમાં પ્રગટ થાય. માટે ભલે સ્પષ્ટ
જણાતા નથી. છતા ઈડાના રસની જેમ કારણકાલે પણ ભેદે છે. (૩૪)
પ્રશ્ન = ઔત્પાતિકી બુદ્ધિ ઉપર દૃષ્ટાન્તો છે ? ઉત્તર = રોહિણીયા ચોરનું દૃષ્ટાન્ત શાસ્ત્રોમાં આવે છે. આ ચાર ઘણી જ ચોરી કરતા હતા, કોઈ પણ રીતે પકડાતો ન હતો, એક વખત એક ગામમાં તે ચોર આવ્યો છે. એમ સમાચાર મળતાં રાજાએ પબ્લીકને બોલાવીને કડક આજ્ઞા કરી કે એક સપ્તાહ પછી તમારે રાજ્ય સભામાં અહીં આવવું. પરંતુ ચાલતા ચાલતા પણ ન આવવું અને વાહન ઉપર પણ નહી, ભેંજન કરીને પણ નહી, અને ભુખ્યા પણ નહીં, તડકે પણ નહી અને છાયે પણ નહી, દિવસે પણ નહી અને રાત્રે પણ નહી, ઈત્યાદિ બે બે વિરોધીભાવો જણાવીને સભામાં આવવાનું કહ્યું. ગામલોકો ગભરાયા, કેયડો ઉકલતો નથી, ગામલોકોને ચિંતાતુર જાણીને સંતાયેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org