________________
કર્મવિપાક
૨૦૧
અનુભવથી થયેલા સંસ્કારો દ્વારા સહજપણે જે જણાય તે ધૃતનિશ્ચિત. અને જેનો પૂર્વે અનુભવ કર્યો જ નથી અને આપમેળે જણાય તે
અશ્રુતનિશ્રિત. બન્નેના ચાર-ચાર ભેદો છે. (૨૭) પ્રશ્ન = ચાર ચાર ભેદો કયા કયા? અને તેનો અર્થ શું?
ઉત્તરઃ શ્રુતનિશ્રિતના (૧) અવગ્રહ, (૨) ઈહા, (૩) અપાય, અને (૪) ધારણા, અશ્રુતનિશ્રિતના (૧) ઔત્પાતિકી, (૨) વૈનાયિકી, (૩) કાર્મિકી, અને (૪) પારિણામિકી, (૧) અતિશય અસ્પષ્ટ (અવ્યક્ત) એવું જે જ્ઞાન તે અવગ્રહ, (૨) “આ શું હશે એવી વિચારણા કરવા દ્વારા નિશ્ચય પાસે પહોંચવું તે ઈહા. (૩) જે વસ્તુ હોય તેનો નિર્ણય કરવો તે અપાય. (૪) નિર્ણત થયેલી વસ્તુને ધારી રાખવી, દઢ કરવી તે ધારણા. (૧) અકસ્માત્ બુદ્ધિ ઉત્પન્ન થાય, હાજરજવાબી તે “ઔત્પાતિકી”. (૨) ગુરુજીના વિનયથી-પ્રસન્નતાથી જે બુદ્ધિ થાય તે વૈનયિકી. (૩) કામ કરતાં કરતાં જે બુદ્ધિ થાય તે કાર્મિકી.
(૪) ઉંમર થવાથી અનુભવથી જે બુદ્ધિ આવે તે પારિણામિકી. (૨૮) પ્રશ્ન = અવગ્રહના પેટા ભેદો છે ? હોય તો કયા કયા ? તેનો અર્થ
શું? ઉત્તર = અવગ્રહના બે ભેદો છે. (૧) વ્યંજનાવગ્રહ, (૨) અર્થાવગ્રહ, (૧) જ્યાં માત્ર ઇન્દ્રિયનો અને વિષયનો સંયોગ જ થાય. પરંતુ જ્ઞાન ન થાય, અને શરાવલાને પાયેલા પાણીની જેમ જે આગળ આગળ થનારા જ્ઞાનમાં કારણ બને છે, વ્યંજનાવગ્રહ.
(૨) જ્યાં “આ કંઈક છે” એવો અર્થબોધ થાય, તે અર્થાવગ્રહ. (૨૯) પ્રશ્ન = શું બધી જ ઇન્દ્રિયોથી વ્યંજનાવગ્રહ-અર્થાવગ્રહ થાય છે?
ઉત્તર = ના, વ્યંજનાવગ્રહ ચહ્યું અને મનનો થતો નથી, શેષ ચાર જ ઇન્દ્રિયોનો થાય છે. અને અર્થાવગ્રહ છએ ઇન્દ્રિયોનો થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org