SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ પ્રથમ કર્મગ્રંથ : સંક્ષિપ્ત સમાલોચના આવે ત્યારે જીવને દુઃખ થાય છે અને આ કર્મોનો ક્ષયોપશમ થાય તો આનંદ થાય છે. માટે ત્રીજું વેદનીયકર્મ છે. સુખ-દુઃખથી રાગાદિ થાય છે માટે ચોથું મોહનીય કર્મ છે. મોહનીય કર્મથી નરક-તિર્યંચના આયુષ્યો બંધાય છે. આયુષ્યને અનુસાર ગતિ-જાતિ અને શરીર મળે છે. નામકર્મને અનુસારે શુભાશુભ ગોત્ર ઉદયમાં આવે છે અને પ્રાયઃ ગોત્રને અનુસાર જ અંતરાયકર્મ ઉદયમાં આવે છે. માટે આ ક્રમ રાખેલ છે. પ્રશ્ન = આ આઠ કર્મોમાં ઘાતકર્મ અને અઘાતી કર્મો કેટલાં ? અને ક્યાં ક્યાં ? ઉત્તર = જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ ચાર કર્મો ઘાતકર્મો છે અને બાકીનાં ચાર વેદનીય-આયુષ્ય-નામ અને ગોત્રકર્મ અઘાતકર્મો છે. (૨૩) પ્રશ્ન = ઘાતી અને અઘાતી એટલે શું? ઉત્તર = આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્ર અને વીર્ય ગુણને જે કર્મો ઢાંકે છે તે ઘાતકર્મો છે અને સંસારની ભોગ-સામગ્રી-દુઃખ-સુખ આપનારાં કર્મો તે અઘાતી કર્મો છે. (૨૪) પ્રશ્ન = જ્ઞાનાવરણીય કર્મના ભેદ કેટલા? અને કયા કયા? ઉત્તર = આત્માના જ્ઞાનગુણને ઢાંકે તે જ્ઞાનાવરણીય કર્મ. જ્ઞાન પાંચ પ્રકારનાં છે. માટે જ્ઞાનાવરણીય પણ પાંચ પ્રકારનું છે. મતિ જ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય વિગેરે. (૨૫) પ્રશ્ન = મતિજ્ઞાનનો અર્થ શું? તેના મુખ્ય ભેદો કેટલા? ઉત્તર = ઇન્દ્રિયો અને મન દ્વારા જે વિષયબોધ થાય તે મતિજ્ઞાન. શરીરમાંની પાંચ ઇન્દ્રિયોથી રૂપ-રસ-ગંધ-સ્પર્શ અને શબ્દાદિનું જે જ્ઞાન થાય છે તે મતિજ્ઞાન છે. તેના શ્રુતનિશ્રિત અને અશ્રુતનિશ્રિત એમ મુખ્ય બે ભેદો છે. (૨૬) પ્રશ્ન = તે બન્ને ભેદોનો અર્થ શું? તેના પેટાભેદો કેટલા? ઉત્તર = જે પૂર્વે સાંભળેલું હોય, જોયેલું હોય, અથવા અનુભવેલું હોય, પરંતુ વર્તમાન કાલે વસ્તુ જાણતાં તેનું અનુસરણ ન હોય, માત્ર પૂર્વના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy