SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવિપાક ૧૯૯ (૧) આત્માના જ્ઞાન ગુણને ઢાંકનારૂં જે કર્મ તે જ્ઞાનાવરણીય. (૨) આત્માના દર્શન ગુણને ઢાંકનારૂં જે કર્મ તે દર્શનાવરણીય. (૩) આત્માને દુઃખ-સુખ આપનારૂં જે કર્મ તે વેદનીયકર્મ. (૪) આત્માની સત્યરુચિ અને સદાચારને લુષિત કરનાર જે કર્મ તે મોહનીય. (૫) વિવતિ ભવમાં જીવાડનાર-પકડી રાખનાર કર્મ તે આયુષ્ય. (૬) આત્માને શરીર-ઇન્ડિયાદિ ભવોપગ્રાહી સામગ્રી આપનાર કર્મ તે નામકર્મ. (૭) સંસ્કારી અને બીન-સંસ્કારી કુળ અપાવનારૂં જે કર્મ તે ગોત્રકર્મ. (૮) આત્માની દાન-લાભાદિ લબ્ધિઓને રોકનારૂં જે કર્મ તે અંતરાય. (૨૦) પ્રશ્ન = આ આઠે કર્મોના સ્વભાવો કોઈ દષ્ટાન્તોથી સમજાવી શકાય? ઉત્તર = હા, તે આઠે કર્મોના સ્વભાવો નીચે મુજબ છે. (૧) જ્ઞાનાવરણીય કર્મ આંખના આડા પાટા જેવું. (૨) દર્શનાવરણીય કર્મ ચોકીદાર-દ્વારપાલ જેવું. (૩) વેદનીય કર્મ મધથી લેપાયેલી તલવારની ધાર જેવું. (૪) મોહનીય કર્મ મદિરા (દારૂ-શરાબ) જેવું. (૫) આયુષ્ય કર્મ પગમાં નંખાયેલી બેડી જેવું. (૬) નામકર્મ રંગ-બેરંગી ચિત્ર ચિતરનારા ચિતારા જેવું. (૭) ગોત્રકર્મ સારા-નસારા ઘડા બનાવનારા કુંભાર જેવું. (૮) અંતરાયકર્મ રાજમંત્રી (ભંડારી) જેવું છે. ઉપરોક્ત આઠ દૃષ્ટાન્તોના જેવા સ્વભાવ છે તેવા કર્મોના સ્વભાવો છે. (૨૧) પ્રશ્ન = આઠે કર્મોનો આવો જ ક્રમ શા માટે કર્યો હશે ? ઉત્તર = આત્માના અનંત ગુણો છે તે સર્વમાં જ્ઞાન-દર્શન મુખ્ય છે. તેમાં પણ જ્ઞાન એ વિશેષ બોધાત્મક હોવાથી પ્રવૃત્તિ-નિવૃત્તિ કરાવનારૂં છે. માટે તે બેમાં જ્ઞાનગુણ મુખ્ય છે. તેથી જ્ઞાનને ઢાંકનારૂં કર્મ પ્રથમ કહ્યું અને દર્શનને ઢાંકનારૂં કર્મ પછી કહ્યું છે. આ બે કર્મો ઉદયમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy