SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ પ્રથમ કર્મગ્રંથ : સંક્ષિપ્ત સમાલોચના ઉત્તર = (૧) જ્ઞાન-દર્શન આદિ ગુણોને ઢાંકવાનું નક્કી થવું તે પ્રકૃતિબંધ. અર્થાત્ સ્વભાવનું નક્કી થયું તે પ્રકૃતિબંધ. (૨) બંધાયેલા કર્મોમાં કાળ-માનનું નક્કી થયું તે સ્થિતિબંધ. (૩) બંધાયેલા કર્મોમાં તીવ્ર-મંદતાની શક્તિનું નક્કી થયું તે રસબંધ. (૪) બંધાતા કર્મોમાં દલ-સંચયનું નક્કી થયું તે પ્રદેશબંધ. (૧૫) પ્રશ્ન = શું બંધાયેલા કર્મો અવશ્ય ભોગવવાં જ પડે ? ઉત્તર = “રસોદયથી” ભોગવવાં જ પડે તેવો નિયમ નથી. પરંતુ પ્રદેશોદયથી અવશ્ય ભોગવવાં જ પડે છે. પ્રદેશોદય આત્માને વિઘાતક બનતો નથી. (૧૬) પ્રશ્ન = શું કર્મો બાંધ્યા પછી તેમાં ફેરફારો થાય? ઉત્તર = હા, શુભનું અશુભમાં, અને અશુભનું શુભમાં સંક્રમણ, સ્થિતિરસની અપેક્ષાએ નાનાનું મોટુ અને મોટાનું નાનું તે ઉદ્વર્તના અપવર્તના, બળાત્કારે વહેલું ઉદયમાં લાવવું તે ઉદીરણા, તીવ્રનું મંદ ' કરવું તે ક્ષયોપશમ, એમ અનેક ફેરફારો થઈ શકે. ફક્ત નિકાચિત કર્મમાં ફેરફાર થતા નથી. પરંતુ તે ઘણું અલ્પ જ હોય છે. (૧૭) પ્રશ્ન = શું આઠે કર્મો આ જીવ પ્રતિસમયે બાંધે જ? ઉત્તર = ના, આયુષ્ય વિનાનાં સાત કર્મો આ જીવ પ્રતિસમયે નવમા ગુણસ્થાનક સુધી સદા બાંધે છે. પરંતુ આયુષ્યકર્મ દરેક ભવોમાં ફક્ત એક જ વાર બાંધે છે. (૧૮) પ્રશ્ન = આયુષ્ય કર્મ ક્યારે બાંધે ? એવો કોઈ નિયમ છે? ઉત્તર = હા, મનુષ્ય-તિર્યંચના ભવોમાં પોતાના ભવના ત્રીજા ભાગમાં બાંધે છે. અને દેવ-નારકીના ભાવોમાં પોતાના ભવના છ માસ બાકી રહે ત્યારે જ આયુષ્ય બાંધે છે. (૧૯) પ્રશ્ન = કર્મોના મૂળભેદો કેટલા? અને ક્યા ક્યા? અને તેનો અર્થ શું? ઉત્તર = કર્મોના મૂળભેદો ૮ છે. જ્ઞાનાવરણીય વિગેરે, તેના અર્થ આ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy