________________
કર્મવિપાક
૧૯૭
જન્મ્યા ત્યારે મનુષ્યભવની આદિ, મરીને જ્યાં જશું ત્યાં તે ભવની
આદિ, પરંતુ ભવોની પરંપરા અનાદિની છે. (૯) પ્રશ્ન = જડ એવું કર્મ આત્માને દુઃખ-સુખ આપી શકે?
ઉત્તર = નોટોનું બંડલ કોઈ આપે તો સુખ થાય, અને ખોવાઈ જાય તો દુઃખ થાય, વિષ અને અમૃત દુઃખ-સુખમાં નિમિત્ત બને, પથ્થભોજન અને અપથ્થભોજન દુઃખ-સુખમાં નિમિત્ત બને, તેમ કર્મ પણ આત્માને
દુઃખ-સુખમાં નિમિત્ત બને છે. (૧૦) પ્રશ્ન = કર્મ રૂપી કે અરૂપી?
ઉત્તર = વર્ણ-ગંધ-રસ-સ્પર્શવાળું છે. પુદ્ગલ છે માટે રૂપી છે. પરંતુ સૂક્ષ્મ હોવાથી દૃષ્ટિગોચર થતું નથી. પ્રશ્ન = ગ્રંથના પ્રારંભમાં મંગલાચરણાદિ શા માટે સમજાવાતાં હશે? ઉત્તર = સંભવથી આવનારા વિદ્ગોના વિનાશ માટે મંગલાચરણ છે. આ ગ્રંથમાં શું છે ? તે જણાવવા, પંડિતોની પ્રવૃત્તિ માટે વિષય છે. છદ્મસ્થની વાણી સ્વતંત્ર ન હોવી જોઈએ તે જણાવવા સંબંધ છે.
સ્વ-પર-ઉપકાર માટે આ પ્રવૃત્તિ છે તે જણાવવા પ્રયોજન છે. (૧૨) પ્રશ્ન = આ કર્મગ્રંથમાં મંગલાચરણાદિ ચાર ક્યાં છે? ઉત્તર = (૧) નિરિવીરનિ વંતિમ આ મંગલાચરણ છે.
(૨) —વિવા સમાસનો વુછું આ વિષય-અભિધેય છે. (૩) સંબંધ વાચ્ય-વાચકભાવરૂપ સ્વયં સમજવો.
(૪) પ્રયોજન પણ સ્વ-પર ઉપકાર માટે છે તે સ્વયં સમજવું. (૧૩) પ્રશ્ન = આત્મા “કર્મ બાંધે છે” એટલે શું કરે છે?
ઉત્તર = કાશ્મણ વર્ગણામાં પ્રકૃતિ-સ્થિતિ-રસ-અને પ્રદેશના ભાવો ઉત્પન્ન કરે છે. અને જેમ દૂધ-પાણી, તથા લોઢું અને અગ્નિ એકમેક થાય તેમ આત્મા સાથે કાર્મણવર્ગણા એકમેક થાય તેને કર્મ બાંધે છે
એમ કહેવાય છે. (૧૪) પ્રશ્ન = પ્રકૃતિ-સ્થિતિ આદિ ચારેનો અર્થ શું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org