________________
“આ કર્મગ્રંથની સંક્ષિપ્ત સમાલોચના” પ્રશ્ન = આ પ્રથમ કર્મગ્રંથ કોણે બનાવ્યો? ઉત્તર = આચાર્ય શ્રી જગન્સંદ્રસૂરિજીના શિષ્ય શ્રી દેવેન્દ્રસૂરિજીએ બનાવ્યો. પ્રશ્ન = આ કર્મગ્રંથનું નામ શું? અને તેનું કારણ શું? ઉત્તર = આ કર્મગ્રંથનું નામ “કર્મવિપાક” છે. અને આ કર્મગ્રંથમાં બાંધેલા કર્મો ઉદયમાં આવે ત્યારે શું ફળ આપે ? તે સમજાવ્યું છે. માટે
કર્મવિપાક (કર્મોનું ફળ) એવું નામ રાખેલ છે. (૩) પ્રશ્ન = આ ગ્રંથકર્તા કયા સંપ્રદાયના હતા?
ઉત્તર = શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંપ્રદાયના હતા. (૪) પ્રશ્ન = “કર્મ” કયા પદાર્થનું બનેલું છે?
ઉત્તર = પુગલાસ્તિકાયના પેટાભેદ રૂપ “કાર્મણવર્ગણા” છે. એક પ્રકારના સૂક્ષ્મ રજકણો = પુદ્ગલાણુઓ છે. અનંત અનંત પ્રદેશોના બનેલા સ્કંધો છે. પ્રશ્ન = આ કાર્મણ વર્ગણા આ જગતમાં ક્યાં ભરેલી હશે? ઉત્તર = સમસ્ત વિશ્વમાં (લોકાકાશમાં) સર્વત્ર ભરેલી છે. પ્રશ્ન = તે નિર્જીવ હોવાથી જ્ઞાન નથી તો પણ જીવને કેમ ચટે છે? ઉત્તર = આત્મામાં તેવા પ્રકારના વિષય-કષાયની વાસનાના પરિણામ થાય છે માટે ચોંટે છે. કપડાને તેલનો ડાઘ હોય તો રજ ચોંટે તેમ. પ્રશ્ન = આત્મા અને કર્મ, આ બન્નેમાં પહેલું કોણ? ઉત્તર = આત્મા, કર્મ, અને તે બન્નેનો સંયોગ, આ ત્રણે અનાદિ છે. પ્રશ્ન = આત્મા જ્યારે કષાયાદિ કરે ત્યારે જ કર્મ લાગે છે, તો અનાદિ કેમ સમજાવો છો ? ઉત્તર = વિવક્ષિત કોઈ પણ કર્મ જ્યારે કરે છે ત્યારે જ લાગે છે માટે આદિવાળું છે. પરંતુ પ્રવાહથી-પરંપરાથી અનાદિ છે. જેમ આપણે
(૬)
(૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org