________________
કર્મવિપાક
૧૯૫ '
વિવેચન :- હવે છેલ્લા અંતરાયકર્મના બંધહેતુઓ જણાવે છે(૧) જિનેશ્વર પરમાત્મા આદિ ઉપકારી અને મહાગુણવાન્ આત્માઓની પૂજાનો નિષેધ કરનાર, પૂજા કરવામાં જલસ્નાન-પુષ્પાદિ ચુંટવા આદિ કાર્યોમાં હિંસા છે. હિંસાવાળું કાર્ય કેમ થાય? ઈત્યાદિ કહીને ગૃહસ્થોને પણ પૂજાનો નિષેધ કરનાર. (૨) હિંસા આદિ (હિંસા-જુઠ-ચોરી-મૈથુન-અને પરિગ્રહ ઈત્યાદિ) પાપકાર્યોમાં અતિશય આસક્ત, ઓતપ્રોત એવો જીવ. (૩) સાધુ-સાધ્વીજી મહાત્માઓને ભાત-પાણી-ઔષધ અને ઉપકરણ આદિ આપવાનો નિષેધ કરનાર. (૪) અન્ય જીવો દાનાદિ આપતા હોય, તેઓને લાભ મળતો હોય, ભોગઉપભોગ કરતા હોય, તેમાં વિઘ્નો કરનાર, વિક્ષેપ કરનાર, દાનાદિમાં વિરોધ ઉભો કરનાર જીવ. તથા મંત્રબલથી બીજાનું વીર્ય હરી લેનાર, વધ બંધન દ્વારા અન્યજીવોને ચેષ્ટા રહિત કરનાર, કાપ-કૂપ-છેદન-ભેદન આદિ દ્વારા અન્ય જીવોની ઇન્દ્રિયોની શક્તિ હરનાર જીવ અંતરાય કર્મ બાંધે છે. ૬૧.
આ પ્રમાણે “તપાગચ્છ” બિરૂદ ધરાવનારા એવા શ્રી જગચંદ્રસૂરિજીના શિષ્ય શ્રી દેવેન્દ્રસૂરિજીએ કર્મવિપાક છે નામ જેનું એવા આ પ્રથમ કર્મગ્રંથની રચના કરી.
समाप्तोऽयं कर्मविपाको
नाम प्रथमकर्मग्रन्थः “કર્મવિપાક” નામના પ્રથમ કર્મગ્રંથની મૂળગાથાઓની સંસ્કૃત છાયા, શબ્દાર્થ, અને ગાથાર્થોની સાથે ગુજરાતી ભાષામાં લખાયેલું આ વિવેચન પણ સમાપ્ત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org